Thursday, December 29, 2022

મોહમ્મદ રફીનાં ગુજરાતી ગીત અને ગઝલ - ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું

 

મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૯૮મી જન્મજયંતિની યાદાંજલિ

૩૧ જુલાઇ, ૨૦૨૧ના રોજ ,મોહમ્મદ રફીની ૪૧મી પુણ્યતિથિના રોજ ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે    ૨૪ ડિસેંબર ૨૦૨૧ના રોજ ૯૭મી જન્મજયંતિએ મેરે ગીતોંકા સિંગાર હો તુમ શીર્ષક હેઠળ મોહમમ્દ રફીનાં હિંદી ગૈરફિલ્મી માટે યુ ટ્યુબ પર શોધખોળ કરતો હતો ત્યારે સાથે સાથે તેમનાં ગુજરાતી ગૈરફિલ્મી ગીતો પણ હાથે ચડી રહ્યાં હતાં. '૭૦ના દાયકામાં એ ગીતો રેડીઓ પર ખુબ સાંભળવા મળતાં. એટલે મોહમ્મદ રફીની આજે ૯૮મી જન્મજયંતિની અંજલિ પણ એ ગૈરફિલ્મી ગુજરાતી ગીતોને યાદ કરીને આપીએ એવું મનમાં વસ્યું.

જોકે યુ ટ્યુબ પર તો ત્રણ ખુબ જાણીતાં જ ગુજરાતી ગૈર ફિલ્મી ગીતો મળ્યાં.  એટલે નજર દોડાવી માવજીભાઈ.કોમના ગીત ગુંજન વિભાગમાંના ગુજરાતી ગીતોપર. અહીં પણ મેં ધારી હતી એ માત્રામાં મોહમ્મદ રફીનાં ગુજરાતી ગૈર ફિલ્મી ગીતો ન મળ્યાં. એટલે ગુજરાતી ફિલ્મોનાં મોહમ્મદ રફીએ એવાં ગીતોને અહીં સમાવવાનું નક્કી કર્યું જે હિંદી ફિલ્મોના સંગીતકારોએ સંગીતબદ્ધ કર્યાં હોય.

એકંદરે મોહમ્મદ રફીનાં અવિનાશ વ્યાસ રચિત 'નૈન ચક્ચુર છે' કે દિલીપ ધોળકિયા રચિત 'મીઠડી નજરૂં વાગી' જેવાં ખુબ લોકપ્રિય ગીતો ઉપરંત કેટલાંક ઓછાં જાણીતાં ગીતો સાંભળવાની તક મળી તેનો તો સંતોષ થયો જ પણ તે સાથે મોહમ્મદ રફીનાં આ તબક્કે ઉપલબ્ધ ગુજરાતી ગીતોને એક સાથે સાંભળવાની તક મળી.

હિંદી ગૈરફિલ્મી ગીતોની જેમ ગુજરાતી ગૈર ફિલ્મોના પણ તત્ત્વતઃ એવી કાવ્ય રચનાઓ છે જેમાં મોહમ્મદ રફીના સ્વરની વિવિધ ઉર્મિઓની રજુઆત અનુભવી શકાય. જે ગુજરાતી ફિલ્મી ગીતો મળ્યાં છે તે બધાં જ બેકગ્રાઉંન્ડ પ્રકારનાં જ ગીતો છે. આવું થવા પાછળનાં કારણો ગુજરાતી ફિલ્મોના પ્રવાહોના અભ્યાસ કરનાર વિવેચકો અને ઇતોહાસકારો જ કહી શકે.  તેથી આપણે તો એ ગીતોને એક સાથે સંભળવાની મજા માણીને મોહમ્મદ રફીને તેમની ૯૮મી જન્મજયંતિની યાદાંજલિ આપીએ.    

ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું, શણગારવા હૃદયને એક આઘાત માગશું – (૧૯૭૧)  - ગીતકાર: બદરી કાચવાલા - સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

પ્રણયમાં વિઘ્નો કે નિષ્ફળતાને કારણે હૃદયભગ્ન પ્રેમીની લાગણીઓને વાચા આપતી પદ્ય રચનાઓ ગૈર ફિલ્મી ગીતો માટે એક બહુ આદર્શ વિષય બની રહે છે.

અહીં કવિ પ્રેમીને 'જેની સવાર ના પડે એ રાત માંગશું' એવી પહેલી મુલાકાત સુદ્ધાં ઈચ્છતો બતાવે છે. પ્રેમી જાણે છે કે 'માન્યું કે જેને મળવું છે તેઓ નહિ મળે' તો પણ તે સકારાત્મક દૃષ્ટિએ 'મૃત્યુ પછીની લાખ મૂલાકાત માંગશું' ની અભિલાષા સેવે છે.

નિરાશામાંના આશાવાદી સુરને સંગીતકાર અને ગાયકે અહીં તાદૃષ કરેલ છે.



કહું છુ જવાની ને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે - ગીતકાર: અવિનાશ વ્યાસ - સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

અહીં પણ કવિ આશાવાદનો સુર ઘૂટે છે.

મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે..

અને પ્રેમી આજે પણ જીવનનાં રંગીન સ્વપ્નાં જૂએ છે.



દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી - (૧૯૭૦) ગીતકાર:  ‘ગનીદહીંવાલા - સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

જુદાઈના દિવસો પણ મિલન સુધી જ લઈ જશે એ આશાવાદ કેવો પ્રેરક છે. 

ગની દહીવાળાની સર્વોત્તમ રચનાઓ પૈકી અગ્રણી એવી આ રચનાને સંગીતકાર અને ગાયક બન્નેએ કેવો ભાવવાહી ન્યાય કર્યો છે !


પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં અલી ઓ... - ગીત-સંગીતઃ જયંતી જોષી

અહીં વળી પ્રેમના એકરારને પરિણામે મનમાંથી છલકતા આનંદની વાત માંડી છે. 
ગીતની બાંધણી પણ એ જ ભાવને અનુરૂપ છે અને મોહમ્મદ રફીના સ્વરમાં પણ હવે વિચારમગ્નતા
કે કારુણ્ય ભાવની ગહરાઈને બદલે આનંદની છોળો ઉડે છે.




હો તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે - ? - ?

ગીતના ગીતકાર કે સંગીતકારની વિગતો નથી મળી શકતાં. પરંતુ મોહમ્મદ રફી તેમના મૂળ રંગમાં ખીલે છે.



મિલનના  દીપક સૌ  બુઝાઈ  ગયા છે, વિરહના તિમિર પણ ગહન થઈ ગયાં છે - સ્નેહ બંધન (૧૯૬૭) ગીતકાર: બરકત વિરાણીબેફામ’  -સંગીત: દિલીપ ધોળકીયા  

સાંભળતાંવેંત, આ ગીત ફિલ્મમાં બેકગ્રાઉંડમં મુકાયું હોય તેમ જણાઈ આવે. ગીતની બાંધણી પણ એ જ પ્રમાણે કરી લાગે છે. પણ ગીતના બોલ ધ્યાનથી સાંભળતાં જે વાત ખાસ ધ્યાન પર આવ્યા વિના નથી રહેતી તે છે ગીતમાં રહેલું મૂળ કાવ્યતત્વ. આખું કાવ્ય વિરહની ઊંડી વેદનાનું એટલું હૃદયસ્પર્શી વર્ણન કરે છે કે રેકોર્ડ પર જે પંક્તિઓ નથી સમાવાઇ

કવિ-દિલ વિના પ્રકૃતિના સિતમને

બીજું કોણ 'બેફામ' સુંદર બનાવે

મળ્યાં દર્દ અમને જે એના તરફથી

અમારા તરફથી કવન થઈ ગયાં છે

તેનો અફસોસ નથી રહેતો.

  

કર્મની ગત કોણે જાણી? - મોટી બા (૧૯૬૬) - ગીતકાર દુશ્યંત જોગીશ - સંગીત વસંત દેસાઈ

ઊંચા સુરમાં થતા ઉપાડથી શરૂ થતું ભજનના ઢાળમાં રચાયેલાં ગીતનું દરેક અંગ સર્વાંગપણે બેકગ્રાઉંડ ગીતોના પ્રકારનું નિરૂપણ છે. 

વસંત દેસાઈએ હિંદી ફિલ્મોમાં મોહમ્મદ રફીના સ્વરનો બહુ વ્યાપકપણે પ્રયોગ નથી કર્યો. આ ફિલ્મમાંનાં એક અન્ય રોમેંટીક યુગલ ગીતમં પણ એ સમયે જેમ વધારે ચલણ હતું તેમ મહેંદ્ર કપુરનો સ્વર પ્રયોજવામાં આવ્યો છે. એ દૃષ્ટિએ બેકગ્રાઉંડ ગીત માટે મોહમ્મદ રફીની પસંદગી ધ્યાનપાત્ર જરૂર લાગે. 


વિધિએ લખેલી વાત કોઈએ ન જાણી - વિધિના લેખ (૧૯૬૯)ગીતઃ પિનાકીન શાહ સંગીત: સુરેશ કુમાર

કોપી બુક બેકગ્રાઉંડ ગીત છે પણ સંગીતકાર સાવ જ અજાણ્યા છે.



કંધોતર દિકરાની મોંઘી જનેતા આજ અધવચ્ચમાં હડદોલા ખાય .... અરે આજ કળીએ કાળજડાં કપાય - પિયરવાટ (૧૯૭૮) - ગીતકાર સુરેન ઠાકર 'મેહુલ' - નવીન કંથારિયા

ગૂજરાતી ગીતોમાં માની વેદનાના બહુ સચોટ વર્ણનો થતાં આવ્યાં છે. અહીં એ પરંપરા જળવાઈ રહે છે.



તમારી નજર વિંધી અમારા જિગરને ગઈ  - જે પીડ પરાઈ જાણે (૧૯૮૨) - ગીતકાર અમરસિંહ લોઢા - સંગીત વનરાજ ભાટીયા

વનરાજ ભાટીઆએ પણ મોહમ્મદ રફીના સ્વરનો બહુ ઉપયોગ નથી કર્યો. પરંતુ  ધીમી લયમાં ઘૂંટાતાં દર્દની વ્યથા વ્યક્ત કરવા તેમણે મોહમમ્દ રફીના સ્વરનો , રફીની કારકિર્દીના છેક અંતકાળમં પણ, પ્રયોગ કર્યો છે તે વાત ધ્યાન ખેંચે છે.



આ સિવાય જો મોહમ્મદ રફીએ ગાયેલં અન્ય ગૈર ફિલ્મી ગીતોની આપને ધ્યાનમાં હોય તો અહીં પ્રતિભાવમાં જરૂરથી જાણ કરશો.


Thursday, December 22, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૫]

ગ઼ુલામ હૈદર, શમશાદ બેગમ - ક્યા મસ્ત હવાએં હૈ, ડાલી ડાલી નાજ઼ુક સી અદાયેં હૈ - પુંજી - - ગીતકાર? - સંગીતગ઼ુલામ હૈદર 

હિંદી ફિલ્મ ગીત કોશમાં આ યુગલ ગીત માટે પુરુષ ગાયકની ઓળખ નથી, પરંતુ સદાનંદ કામથે તે દર્શાવેલ છે, તે મુજબ અહીં દર્શાવેલ છે.

મુળચંદ, રહમતબાઈ - ગજરેવાલી નજરીયા મિલાયે જા - પ્રાર્થના - - ગીતકારડૉ. સફદર 'આહ' - સંગીતસરસ્વતી દેવી

રફીક઼ ગઝનવી, મેનકા, કોરસ - તૈલપકી નગરીમેં ગાના નહીં બજાના નહીં- ગીતકારપંડિત સુદર્શન - સંગીતરફીક઼ ગઝનવી

રફીક઼ ગઝનવી, મેનકા - પંછી ઊડ ચલા અપને દેશ….- - ગીતકારપંડિત સુદર્શન - સંગીતરફીક઼ ગઝનવી

 

કિશોર સાહુ, પ્રતિમા દાસગુપ્તા - નિરાલી નિરાલી દુનિયા હમારી- ગીતકારરામમૂર્તિ - સંગીતખાન મસ્તાના 

કિશોર સાહુ, પ્રતિમા દાસગુપ્તા - નાચ નાચ કર ઠુમક ઠુમક કર દેખ- ગીતકારરામમૂર્તિ - સંગીતખાન મસ્તાના 

નુર મોહમ્મ્દ ચાર્લી, સુરૈયા - એક દિલવાલા એક દિલવાલી - સંજોગ - - ગીતકારડી એન મધોક - સંગીતનૌશાદ અલી

નુર મોહમ્મ્દ ચાર્લી, સુરૈયા - ઉડતે હુએ પંછી કૌન ઉનકો બતાયે - સંજોગ - - ગીતકારડી એન મધોક - સંગીતનૌશાદ અલી 

ઈશ્વરલાલ, કૌશલ્યા - દેખા હૈ એક સપના સુહાના - ઝબાન- - ગીતકારડી એન મધોક - સંગીતસી રામચંદ્ર

ઈશ્વરલાલ, કૌશલ્યા - ચલ રે ચલ કહીં ખો જાયેં - ઝબાન- - ગીતકારડી એન મધોક - સંગીતસી રામચંદ્ર

Sunday, December 18, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - ડિસેમ્બર ૨૦૨૨

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  ડિસેમ્બર ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી શ્રીનિવાસ રઘુરામનનો લેખ, હજુ શું બાકી રહ્યું છે? / What Remains, આ મહિને પસંદ કરેલ છે.

એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે

ડિજિટલ દુનિયાએ આપણા પર જે મર્યાદાઓ લાદી દીધેલ છે તેમાં વાત ફરી ફરીને આવી ઊભી રહે છે કે  રૂબરૂ હળવામળવાનું બંધ થઈ ગયુ, એકબીજાં સાથે વાતચીત કરવાની રહી નહીં, ફિલ્મો પણ ઘરે બેઠા જ જોઈ લેવાની કે હરવાફરવા જવાનું પણ રહ્યું નહીં.

તો હવે નવી દુનિયામાં શું બાકી રહ્યું છે? હજુ આપણે શું શું કરી શકીએ તેમ છીએ?

સૌ પહેલું, અને કદાચ સૌથી અગત્યનું જે બાકી રહી ગયું છે તે એકબીજાંને, અને આપણને પોતાને, મદદરૂપ થવાની આપણી ક્ષમતા. જોકે એવું નથી કે લોકો આ ક્ષમતાનો ઉપયોગ કરતાં જ નથી.

પરંતુ, મોટા ભાગનાંનું ધ્યાન ડિજિટલ દુનિયાએ જે કંઈ પરિવર્તનો લાવી મુક્યાં છે તેને મર્યાદિત કરવા પર કેન્દ્રીત થયેલ છે. સામાન્યપણે, આપણે જે છે તેના પર નહીં પણ જે નથી તેના પર ધ્યાન આપીએ છીએ. જે નહોતું તેના પર નહીં પણ જે હતું તેના પર આપણું ધ્યાન મંડરાયા કરે છે.

કેટલુંક વધારાનું વાંચન

Don’t Focus on What You’re Not. Focus on What You Are. | Judy John

Stop Chasing Purpose and Focus on Wellness | Chloe Hakim-Moore

આ પ્રકારનું આપણું માનસિક વલણ સાવ આપણા હાથનું કરેલ ન પણ હોય, તો પણ, આપણાં આ અવલણને બદલવું એ આપણું કર્તવ્ય બની રહે છે.જે નથી તેના પર નહીં પણ જે છે તેના પર, જે નહોતું તેના પર નહીં પણ જે હતું તેના પર, જે નથી થવાનું તેના પર નહીં પણ જે થવાનું છે તેના, જે ન થઈ શકે તેના પર નહીં પણ જે થઈ શકે તેના પર , આપણી મર્યાદાઓ પર નહીં પણ આપણી સબળ બાજુઓ પર, જીવનનાં દુઃખો પર નહીં પણ ખુશીઓ પર, જે વીતી ગયું તેના પર નહીં પણ જે બાકી રહ્યૂં છે તેના પર, આપણું ધ્યાન આપીએ.

 

કોઈ પણ ક્ષતિઓ પર ધ્યાન આપવાને બદલે માત્ર સીધા સાદા આનંદોમાં મગ્ન રહેતા કોઈ આદર્શ, કંઈક અંશે નઠોર બની ગયેલ, વ્યક્તિનું ચિત્રણ કરવાનો અહીં આશય નથી. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે માત્ર નકારાત્મકતાઓ પર જ વિચાર કરતાં બેસી રહેવાથી તેમને સકારાત્મકતામાં ફેરવવા માટે યોગ્ય, પુરતી કે આવશ્યક, પ્રેરણા નહીં મળે. જે છે, જે હતું અને જે થશે તેમ જ જે કંઈ બાકી રહ્યું છે તેના તરફ લાગણીઓનું વલણ વાળીએ.


કેટલુંક વધારાનું વાંચન

Focus on what remains, not what we’ve lost -

જીંદગીના બદલત અજતા તબક્કાઓએ ઘણાં લોકો તેમના અસ્તિત્વના ઉદ્દેશ, આ સમગ્ર સૃષ્ટિમાં તેમની ભૂમિકા, તેમના ગયા પછી શું રહી જશે વિશે વિચાર કરતાં હોય છે. યાદો વિસરાઈ જાય છે, સમૃદ્ધિ ઘટતી જાય છે, ખ્યાતિ ફટકિયણ નીવડે છે. તો ખરેખર શું રહી જાય? આજે જ વધારે અર્થપુર્ણ જીવન ગાળવું એ જ વધારે ઊચિત ન કહેવાય?

આ વિચારમાં માત્ર મોજમજાની જિંદગી જ નહીં પણ ઘણી વધારે ગહન, આધ્યાત્મિક રીતે સશક્ત અને અથપૂર્ણ જિંદગી જીવવાની સંભાવના ધરબાયેલી છે. જે આપણું ધ્યાન 'બાકી' શબ્દ તરફ ખેંચી જાય છે, બે અક્ષરોના બનેલા આ નાનકડા શબ્દમાં અનેક સંભાવનાઓ સંતાઈ બેઠી છે,જેમાંની એક ખાસ નોંધપાત્ર સંભાવના 'કાલ'ની છે.[1]

હકીકતે કંઈક બાકી રહેવા માટે પહેલાં જે ખરેખર બાકી ન રહ્યું હોય તેનું પણ અસ્તિત્વ તો હોવું જ જોઇએ. એ કંઈ ન રહે તે માટે અમુક સમય પુરતું 'હોવા'ની સ્થિતિમાં પણ હોવું જોઇએ, અને બીજા કોઈ સમયે, 'અનઅસ્તિત્વ'ની સ્થિતિમાં પણ જવું જોઈએ.

એટલે હવે શું બાકી રહ્યું છે તેની ખોજ કરતાં રહીએ, અને હવે ઝડપથી બદલતાં 'નવાં સામાન્ય ધોરણો'ના સંદર્ભમાં, આપણાં લક્ષ્યો અને આકાંક્ષાઓની સિદ્ધિ માટે જરૂરી એવી અર્થપૂર્ણ જીંદગી જીવવા પ્રયત્નશીલ બની રહીએ - જેમ 'કાલ'થી નિરપેક્ષપણે કરતાં રહ્યાં હતાં, હંમેશ કરતાં આવ્યાં છીએ અને કરતાં રહેશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Sherlock Holmes and the Case of Quality Methods - બૉર્ગવૉર્નર ટર્બો સિસ્ટ્મ્સ એન્જિનિયરિંગના સ્ટેટીસ્ટીસ્કલ પ્રોબ્લેમ રીઝોલ્યુશન માસ્ટર બ્લૅક બૅલ્ટ મેથ્યુ બાસલૌ શેરલૉક હોલ્મ્સ, પૂર્વધારણાઓ અને મૂળ કારણોની ચર્ચા કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Megafamous - અતિપ્રખ્યાત કે મહાખ્યાત થવાની સમસ્યાઓ અલગ અલગ અને નિરંતરની છે: 

એક તો, એ કામને પ્રદૂષિત કરી શકે છે. સૌથી નાનાં શક્ય હિતધારક સમુહને અવગણીને વિશાળ સમુહ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, આપણે જે કામ મહત્ત્વનું બની શકે છે તેની પરનું ધ્યાન ખોઈ બેસીએ છીએ.

બીજું એ કે, હજુ વધારેનું આનન્ત્ય એ ખુલતાંને ખુલતાં જતાં છિદ્રમાં પરિવર્તીત થઈ શકે છે. વધારે સારાં કામ માટે આવશ્યક એવાં ધીરજ અને બુનિયાદની ખોજ કરવાને બદલે હજુ થોડું વધારેનો અગાધ ખાડો જોતજોતાંમાં પ્રેરણાની ખાણ બની રહેવાને બદલે ભુલભુલામણીની જાળ બની વીંટળાઈ વળે છે.

પોતા તરફ ધ્યાન આકર્ષિત કરવાને બદલે વિશ્વાસ પેદા કરવો વધારે અગત્યનું છે, અને આપણ જે કંઈ કરીએ તે કામનો હેતુ અર્થપૂર્ણ પરિવર્તન લાવવાનો છે, કામોની યાદીઓના ચોપડે ચડવાનો નથી.


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


વર્ષ ૨૦૨૩ આપના બધા પ્રયાસોનાં પરિણામે મળનારી આપણી દરેક સફળતા 'ડિજિટલ વિશ્વમાં ઝડપથી બદલતાં નવાં સામાન્ય ધોરણોમાં પણ અર્થપૂર્ણ જીવન' માં પરિણમતી રહે એવી હાર્દિક શુભેચ્છાઓ…..


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ના કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પરના બધા જ અંકો એકી સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે હાયપર લિંક પર ક્લિક કરો.



[1] પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મન એમ નવ દ્રવ્યો માંહેનું એ નામનું એક દ્રવ્ય