ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના ડિસેમ્બર ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન
વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં
અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.
પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી,
૨૦૨૨ના ખાસ અંકમાંથી શ્રીનિવાસ રઘુરામનનો લેખ, હજુ શું બાકી રહ્યું છે? / What Remains, આ મહિને પસંદ કરેલ છે.
એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે –
ડિજિટલ દુનિયાએ આપણા
પર જે મર્યાદાઓ લાદી દીધેલ છે તેમાં વાત ફરી ફરીને આવી ઊભી રહે છે કે રૂબરૂ હળવામળવાનું બંધ થઈ ગયુ, એકબીજાં સાથે વાતચીત કરવાની રહી નહીં, ફિલ્મો પણ ઘરે બેઠા જ જોઈ લેવાની કે હરવાફરવા જવાનું
પણ રહ્યું નહીં.
તો હવે નવી
દુનિયામાં શું બાકી રહ્યું છે? હજુ આપણે શું શું કરી શકીએ તેમ છીએ?
સૌ પહેલું, અને કદાચ સૌથી અગત્યનું જે બાકી રહી ગયું છે તે
એકબીજાંને, અને આપણને પોતાને, મદદરૂપ થવાની આપણી ક્ષમતા. જોકે એવું નથી કે લોકો આ
ક્ષમતાનો ઉપયોગ કરતાં જ નથી.
પરંતુ, મોટા ભાગનાંનું ધ્યાન ડિજિટલ દુનિયાએ જે કંઈ
પરિવર્તનો લાવી મુક્યાં છે તેને મર્યાદિત કરવા પર કેન્દ્રીત થયેલ છે. સામાન્યપણે, આપણે જે છે તેના પર નહીં પણ જે નથી
તેના પર ધ્યાન આપીએ છીએ. જે નહોતું તેના પર નહીં પણ જે હતું તેના પર
આપણું ધ્યાન મંડરાયા કરે છે.
કેટલુંક વધારાનું
વાંચન
Don’t Focus on What You’re Not. Focus on
What You Are. | Judy John
Stop Chasing Purpose and Focus on
Wellness | Chloe Hakim-Moore
આ પ્રકારનું આપણું
માનસિક વલણ સાવ આપણા હાથનું કરેલ ન પણ હોય, તો પણ, આપણાં આ અવલણને બદલવું એ આપણું કર્તવ્ય બની રહે
છે.જે નથી તેના પર નહીં પણ જે છે તેના પર, જે નહોતું તેના પર નહીં પણ જે હતું તેના પર, જે નથી થવાનું તેના પર નહીં પણ જે થવાનું છે તેના, જે ન થઈ શકે તેના પર નહીં પણ જે થઈ શકે તેના પર , આપણી મર્યાદાઓ પર નહીં પણ આપણી સબળ બાજુઓ પર, જીવનનાં દુઃખો પર નહીં પણ ખુશીઓ પર, જે વીતી ગયું તેના પર નહીં પણ જે બાકી રહ્યૂં છે
તેના પર, આપણું ધ્યાન આપીએ.
કોઈ પણ ક્ષતિઓ પર
ધ્યાન આપવાને બદલે માત્ર સીધા સાદા આનંદોમાં મગ્ન રહેતા કોઈ આદર્શ, કંઈક અંશે નઠોર બની ગયેલ, વ્યક્તિનું ચિત્રણ કરવાનો અહીં આશય નથી. કહેવાનો
ભાવાર્થ એટલો જ છે કે માત્ર નકારાત્મકતાઓ પર જ વિચાર કરતાં બેસી રહેવાથી તેમને
સકારાત્મકતામાં ફેરવવા માટે યોગ્ય, પુરતી કે આવશ્યક, પ્રેરણા નહીં મળે. જે છે, જે હતું અને જે થશે તેમ જ જે કંઈ બાકી રહ્યું છે
તેના તરફ લાગણીઓનું વલણ વાળીએ.
કેટલુંક વધારાનું
વાંચન
Focus on what remains, not what we’ve
lost -
જીંદગીના બદલત અજતા તબક્કાઓએ ઘણાં લોકો તેમના અસ્તિત્વના ઉદ્દેશ, આ સમગ્ર સૃષ્ટિમાં તેમની
ભૂમિકા, તેમના ગયા પછી શું રહી જશે વિશે વિચાર કરતાં હોય છે. યાદો વિસરાઈ જાય છે,
સમૃદ્ધિ ઘટતી જાય છે, ખ્યાતિ ફટકિયણ નીવડે છે. તો
ખરેખર શું રહી જાય? આજે જ વધારે અર્થપુર્ણ જીવન
ગાળવું એ જ વધારે ઊચિત ન કહેવાય?
આ વિચારમાં માત્ર મોજમજાની જિંદગી જ નહીં પણ ઘણી વધારે ગહન, આધ્યાત્મિક રીતે સશક્ત અને
અથપૂર્ણ જિંદગી જીવવાની સંભાવના ધરબાયેલી છે. જે આપણું ધ્યાન 'બાકી' શબ્દ તરફ ખેંચી જાય છે,
બે અક્ષરોના બનેલા આ નાનકડા શબ્દમાં અનેક સંભાવનાઓ સંતાઈ બેઠી છે,જેમાંની એક ખાસ નોંધપાત્ર
સંભાવના 'કાલ'ની છે.[1]
હકીકતે કંઈક બાકી
રહેવા માટે પહેલાં જે ખરેખર બાકી ન રહ્યું હોય તેનું પણ અસ્તિત્વ તો હોવું જ જોઇએ.
એ કંઈ ન રહે તે માટે અમુક સમય પુરતું 'હોવા'ની સ્થિતિમાં પણ હોવું જોઇએ, અને બીજા કોઈ સમયે, 'અનઅસ્તિત્વ'ની સ્થિતિમાં પણ જવું જોઈએ.
એટલે હવે શું
બાકી રહ્યું છે તેની ખોજ કરતાં રહીએ, અને હવે ઝડપથી બદલતાં 'નવાં સામાન્ય ધોરણો'ના સંદર્ભમાં, આપણાં લક્ષ્યો અને આકાંક્ષાઓની સિદ્ધિ માટે જરૂરી
એવી અર્થપૂર્ણ જીંદગી જીવવા પ્રયત્નશીલ બની રહીએ - જેમ 'કાલ'થી નિરપેક્ષપણે કરતાં રહ્યાં હતાં, હંમેશ કરતાં આવ્યાં છીએ અને કરતાં રહેશું.
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.
ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું –
- Sherlock Holmes and the Case of Quality Methods - બૉર્ગવૉર્નર ટર્બો સિસ્ટ્મ્સ એન્જિનિયરિંગના સ્ટેટીસ્ટીસ્કલ પ્રોબ્લેમ રીઝોલ્યુશન માસ્ટર બ્લૅક બૅલ્ટ મેથ્યુ બાસલૌ શેરલૉક હોલ્મ્સ, પૂર્વધારણાઓ અને મૂળ કારણોની ચર્ચા કરે છે.
Jim L. Smithની Jim’s Gems નો લેખ—
- Megafamous - અતિપ્રખ્યાત કે મહાખ્યાત થવાની સમસ્યાઓ અલગ અલગ અને નિરંતરની છે:
એક તો, એ કામને પ્રદૂષિત કરી શકે છે. સૌથી નાનાં શક્ય હિતધારક સમુહને
અવગણીને વિશાળ સમુહ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, આપણે જે કામ મહત્ત્વનું બની શકે છે તેની પરનું ધ્યાન ખોઈ
બેસીએ છીએ.
બીજું એ કે, હજુ વધારેનું આનન્ત્ય એ ખુલતાંને ખુલતાં જતાં છિદ્રમાં
પરિવર્તીત થઈ શકે છે. વધારે સારાં કામ માટે આવશ્યક એવાં ધીરજ અને બુનિયાદની ખોજ
કરવાને બદલે હજુ થોડું વધારેનો અગાધ ખાડો જોતજોતાંમાં પ્રેરણાની ખાણ બની રહેવાને
બદલે ભુલભુલામણીની જાળ બની વીંટળાઈ વળે છે.
પોતા તરફ ધ્યાન આકર્ષિત
કરવાને બદલે વિશ્વાસ પેદા કરવો વધારે અગત્યનું છે, અને આપણ જે કંઈ કરીએ તે કામનો હેતુ અર્થપૂર્ણ પરિવર્તન
લાવવાનો છે, કામોની યાદીઓના ચોપડે ચડવાનો નથી.
'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને
અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
વર્ષ
૨૦૨૩ આપના બધા પ્રયાસોનાં
પરિણામે મળનારી આપણી દરેક સફળતા 'ડિજિટલ
વિશ્વમાં ઝડપથી બદલતાં નવાં સામાન્ય ધોરણોમાં પણ અર્થપૂર્ણ જીવન' માં પરિણમતી રહે એવી હાર્દિક શુભેચ્છાઓ…..
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને
બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના જાન્યુઆરી
૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ના કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ
વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પરના
બધા જ અંકો એકી સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે હાયપર લિંક પર ક્લિક કરો.
No comments:
Post a Comment