Tuesday, May 26, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે ૨૦૧૫



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એપ્રિલ, ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણાવિષે શોધખોળ કરી હતી.આ વિષય પર અલગ અલગ દૃષ્ટિકોણથી અઢળક ચર્ચાઓ અને લખાણો થયાં છે.આપણે તે બધાંમાંથી કેટલાંકની મુલાકાત લેવાનું વિચારેલ છે. આ મહિનાનાં સંસ્કરણમાં આપણે પ્રારંભિક પગલાં-‘performance measures and metrics -થી આપણી આ માપણીની પ્રક્રિયાની સફર આગળ ચલાવીશું. 
Performance Metrics and Measures - measures અને metrics ઘણી બાબતોમાં એકબીજા પર overlap કરે છે. બંને ગુણાત્મક કે જથ્થાત્મક હોઈ શકે છે, પણ મહત્ત્વનું છે તે બંનેનું જુદાપણું. માપ (Measures) બહુ ચોક્કસ હોય છે, સામાન્યતઃ કોઇ એક પરિમાણ જ એક સાથે માપણીમાં આવરી લેવાતું હોય છે, અને મોટા ભાગે જથ્થાત્મક હોય છે (જેમ કે મારી પાસે પાંચ સફરજન છે).  Metrics સામાન્યતઃ ગુણાત્મક પરિમાણની માપણી કરે છે, અને તેને એક સંદર્ભરેખા જોઇએ છે (જેમ કે મારી પાસે ગઇકાલે હતાં તેનાથી આજે વધારે સફરજન છે)કામનો બોજ કે પ્રવૃત્તિઓની રજૂઆત માટે માપ ઉપયોગી ગણાય, જ્યારે અનુપાલનની પૂર્તતાની આંકણી કરવા માટે કે પ્રક્રિયાઓની અસરકારકતા નક્કી કરવા કે નક્કી કરેલ હેતુઓના સંદર્ભમાં સફળતાનું પ્રમાણ નક્કી કરવામાં metrics મદદરૂપ થાય છે.….
Measuring Process Performance માં પ્રક્રિયા ક્ષમતા (Capability) અને પુખ્તતા (Maturity) મૉડેલનો,  metricsની મદદથી, સુધારણા માટે ઉપયોગ કરાવાની ચર્ચા કરેલ છે.
Performance metric સંસ્થાની પ્રવૃત્તિઓ અને કામગીરીની માપણી કરે છે. Performance metricsની એક નબળી બાજૂએ એ છે કે ગણિતિક પધ્ધતિઓ પર વધારે ભાર આપતા સુધારણા પ્રક્રિયાઓના નિષ્ણાતો પણ ઘણી વાર બીનમહત્વનાં માપ પસંદ કરી બેસે છે. માપણીનું આમ અવળસવળ થઇ જવાને માપણી વ્યુત્ક્રમ’ (measurement inversion) તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે, જે કંઇ સહેલાઇથી માપી શકાય તેમ હોય તેના પર ધ્યાન આપવું, પછી, સંસ્થા માટેની વ્યૂહાત્મક પરિસ્થિતિમાટે ભલે ને પ્રવૃત્તિ કે પરિણામ બીનમહત્ત્વનાં હોય. અતિ મહત્ત્વનાં માપ માપવામાં અઘરાં કે મુશ્કેલ છે (હોય કે ન હોય, પણ) તેમ ધારી લઇને તેના તરફ દુર્લક્ષ કેળવવામાં આવતું જોવા મળતું હોય છે.

Key Performance Indicator (KPI) and Performance Measure Development - વ્યૂહાત્મક રીતે મહત્ત્વના દરેક ઉદ્દેશ્યો માટે કામગીરીનાં માપ વિકસાવવામાં આવતાં હોય છે. આગળ તરફની ઘટનાઓ પર નજર કરવા માટેનાં કે ભૂતકાળની ઘટનાનું વિશ્લેષ્ણ કરતાં માપ નક્કી કરી,અપેક્ષિત લક્ષ્યાંકો અને લઘુતમ કામગીરીની રેખાઓ પ્રસ્થાપિત કર્યા બાદ સંદર્ભ રેખા અને સરખામણી માટેની ઉત્કૃષ્ટ કામગીરી રેખાઓ દોરી લેવાની રહે છે.
Selecting Performance Measures/Metrics - સમસ્યા નિવારણ અને સતત સુધારણા બાબતે સામાન્ય રીતે સહુથી મોટી તકલીફ માપણી માટેનાં યોગ્ય માપ અને metrics નક્કી કરવા બાબતે થતી હોય છે.…. નિર્ભર ચલ (The  dependent variables)  મોટા ભાગે કોઇ પણ સંસ્થાની કોઇ એક ત્રિમાસિક સમય કે વર્ષ જેવા કોઇ ચોક્કસ સમયગાળાની કામગીરીની સફળતા, કે નિષ્ફળતા,ની આંકડાકીય પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે.. પરંતુ વધારે મહત્ત્વનું છે કે સફળતા, કે નિષ્ફળતા,ની એ સ્થિતિ સુધી કેમ કરતાં પહોંચાયું તે જાણવું. આત્મનિર્ભર ચલ (The independent variables) સસ્થાનાં ઉત્પાદનો કે સેવાઓ દ્વારા આવક પેદા કરતી પ્રવૃત્તિઓ કહી શકાય. ગ્રાહક સંતોષ અંક, કે ખામીઓના દર કે પુરવઠાકારોની ક્ષમતાના આંક જેવાં આત્મનિર્ભર ચલ સૂચકો આ પ્રકારની માહિતી પૂરી પાડે છે. આ પરિમાણો જ્યારે સકારાત્મક પરિણામો દર્શાવતાં હોય, ત્યારે તેમના પર આધારીત નિર્ભર ચલ પણ સફળતાનું માપ બતાવતાં જોવા મળે છે. જો કે પોતાનાં તંત્ર માટે, કે કોઇ પ્રક્રિયા માટે, કે એ સમયનાં કોઇ પગલાં માટે યોગ્ય કામગીરીનાં માપ કે કામગીરીનાં metrics કયાં એ નક્કી કરવું એ તો મુશ્કેલ સવાલ પરવડે જ છે.
Using Metrics to Improve Team Performance  - નાથન હૈન્સ પ્રક્રિયા ઉદ્દેશ્યો અને હાલની પરિસ્થિતિ વિષે બધાજ હીતધારકો સાથે સ્પષ્ટ પ્રત્યયન માટેનું માધ્યમ Metrics પૂરૂં પાડે છે...નવી પ્રક્રિયાના અમલ સમયેની મદદથી સુનિશ્ચિત કરી શકાય છે કે ખરા અર્થમાં પરિવર્તન થઇ રહ્યું છે કે નહીં... અગ્રણીઓને ક્યાં વધરે ધ્યાન આપવું અને ક્યાં કેટલાં સંસાધનો ફાળવવાં તેની સ્પષ્ટ દિશા પણ metrics સૂચવે છે.
Measuring Success: Making the Most of Performance Metrics સારી રીતે, વિચારીને તૈયાર કરાયેલ metrics  માત્ર સંચાલકોને જ નહીં પણ જેમના વિષે માપણી કરાઇ રહી છે તેમને પણ સ્વીકૃત રહે છે. સીનિયર વાઈસ પ્રેસીડેન્ટ, ફીનાન્સીયલ પ્લાનીંગ અને ઍનલિસીસ, જસ્ટીન લચાન્સનું કહેવું છે કે, "કામગીરીનાં metrics વ્યૂહાત્મક આયોજનની પ્રવૃત્તિઓ પ્રમાણિક રાખવામાં મદદરૂપ બને છે."
Lies, damn lies and metrics: Why metrics should be used sparingly to improve performance - Mitchell Osak \ જુઠાણાં, સરેઆમ જુઠાણાં, અને metrics: કામગીરીની સુધારણા માટે metricsનો ઉપયોગ શા માટે ઓછામાં ઓછો કરવો જોઇએ?  - મિશૅલ ઑસક : કર્મચારીઓના લગાવને નુકશાન કર્યા વગર કંપનીની કામગીરી સુધારવા માગતાં મુખ્ય સંચાલકોએ આટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ: Metrics સમસ્યાને છુપાવી દે છે; Metricsથી વિસંવાદિતાઓ પેદા થઇ શકે છે; સંચાલકોનું ધ્યાન metrics પર એટલી હદે કેન્દ્રીત થઇ જતું હોય છે કે મૂળ વાત તો કામગીરીને લગતી હતી તે જ ભૂલાઇ જાય છે; Metricsમાં વિશ્વસનિયતા ખૂટતી હોય છે; Metrics અણકલ્પ્યાં પરિણામો પણ લાવી શકે છે; પોતાની જાતને પહેલાં પારખો; જેટલું ઓછું એટલું સારૂં; કામ લોકો પાસેથી લેવાનું છે, આંકડાઓ પાસેથી નહીં.
How to Use Metrics to Improve Performance માં પાંચ સ્તરના અભિગમનું વર્ણન કરાયું છે. માર્કેટીંગનાં metrics લાગુ પાડીને નાની કંપનીમાં 'મોટી કંપની'ની વિચારસરણી કામે લગાડી શકાય. તેનાથી પણ વધારે મહત્ત્વનું એ છે કે metricsવડે વધારે સારા નિર્ણયો કરી શકાય છે.
આ વિષય પરની આપણી શોધખોળ હજૂ થોડા હપ્તાઓ સુધી ચાલુ રાખીશું.
આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ માટે પૌલૉ સૅમ્પીઑના બ્લૉગ, The Research Group on Quality and Organizational Excellence \ગુણવત્તા અને સંસ્થાગત ઉત્કૃષ્ટતા પરનું સંશોધન ગ્રુપની મુલાકાત લઇશું. આ ગ્રુપ ગુણવત્તા એન્જિનિયરીંગ અને સંચાલન અને વ્યાપર ઉત્કૃષ્ટતાનાં ક્ષેત્રે કાર્યરત છે અને આપણને સહુને 'ગુણવત્તા દ્વારા બહેતર વિશ્વ' માટે જોડાવામાં આમંત્રણ પાઠવે છે.
અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy આપણી સમક્ષ ‘A Leader’s Roadmap to a Culture of Quality: Building on Forbes Insights-ASQ Leadership Research’ મંથન અર્થે રજૂ કરે છે. Creating a Customer-Centered Culture: Leadership in Quality, Innovation and Speed પુસ્તકના લેખક રૉય લૉટન સફળ કામગીરીનાં ખૂટતાં, પણ જરૂરી એવાં નિશ્ચિત ઘટકોની રજૂઆત આ શ્રેણીમાં કરી રહ્યા છે. આ પહેલાં, પહેલા ભાગમાં મુદ્દા #૧ - ગુણવત્તા સંસ્કૃતિનાં ઘડતર માટે દરેક કર્મચારીએ કોઇ પણ વ્યૂહ રચનાનાં ચાર મહત્ત્વનાં પાસાંને તો ધ્યાનમાં લેવાં જ જોઇએ -ની વિગતે છણાવટ કરાયેલ છે. (પૃષ્ઠ 8: Boeing’s Ken Shead).  તે પછી, બીજા ભાગમાં, સાંસ્કૃતિક રૂપાંતરના માર્ગ પર ગ્રાહકની અપેક્ષાને બહુ ઝીણવટથી સમજો એ મુદ્દા (#૨)ને કેમ સફળતાથી સિધ્ધ કરવો તેની વાત છે. આપણા બ્લૉગોત્સ્વનાં આજનાં સંસ્કરણમાં રજૂ કરાયેલ ત્રીજા ભાગમાં  રૉય લૉટન વિધિપુરઃસરની ગુણવત્તા નીતિ, અને તેનો અમલ કરવા માટે જરૂરી પ્રત્યાયન માટેની એક સર્વસ્વીકૃત ભાષાશૈલી અને નેતૃત્વ વર્તનશિષ્ટાચાર કેમ વિકસાવવાં તેની ચર્ચા કરે છે. (પૃષ્ઠ ૧૮-૧૯,   (Pages 18-19, HP’s Rodney Donaville.)
Julia McIntosh, ASQ communications તેમના મહેમાન લેખ The Pros and Cons of Conferences (પરિષદોના ફાયદા-ગેરફાયદા)માં પરિષદો, નેટવર્કીંગ અને વ્યાવસાયિક મીટીંગ્સની અગત્ય વિષે ચર્ચા છેડે છે.તેમના  April Roundup: The Case For Conferencesમાં ઘણા the ASQ Influential Voices બ્લૉગર્સે તેમના અભિપ્રાય આપ્યા છે. આ પ્રકારની પરિષદોમાં ભાગ લેવા માટે નક્કી કરવા માટેના માપદંડો થી લઇને કેટલાક યાદગાર પ્રસંગો / અનુભવો, અને મૂળ મુદ્દે પરિષદોની જરૂરિયાત જેવા વ્યાપક વિચારો, રજૂ કરાયા છે.
આ માસનું ASQ TVવૃતાંત છે :  You Deliver a Service - ઉત્પાદન ક્ષેત્રે કામ કરતાં હો કે પછી સરકારી કે શિક્ષણ કે આરોગ્યસંભાળ કે (ખુદ) સેવાઓનાં ક્ષેત્રે જ કામ કરતાં હો, કોઇને કોઇ પ્રકારે સેવાઓ તો આપવાનું બનતું જ હોય છે. ASQ TVનાં આ વૃતાંતમાં સેવાઓઅને ઉત્કૃષ્ટપણે પૂરી પાડવાના માર્ગની શોધ છે. અચરજભરી સેવા ગૂણવત્તા તરફ પણ, (Lighter Side)  હળવે હાથે , નજર કરીશું. અહીં એક એવાં ઉદાહરણની વાત કરાઇ છે જેમાં ઉત્કૃષ્ટ સેવા મળતી હોવાની વાતથી ગ્રાહક તો બેખબર જ છે. આ પ્રકારની ઘટનાને કાર્બોનારો અસર \The Carbonaro Effect તરીકે ઓળખવામાં અવેલ છે. કાર્બોનારો અસર પર બનેલી  ટીવી સિરીયલના ૧ થી ૨૫ હપ્તા અહીં જોઇ શકાશે.
આ મહિનાનાં ASQ’s Influential Voice  છે ગાય વાલૅસ
ગાય વાલૅસ તેમનાં કન્સલ્ટીંગ કામ, લખાણો અને કામગીરી સુધારણાનાં વિશ્લેષણ અને મોટી સંસ્થાઓમાં અભ્યાસક્રમોનાં આર્કીટેક્ચર પરનાં પ્રેઝન્ટેશન વિષે જાણીતા છે.તેમના બ્લૉગ, Eppic Inc. (Enterprise Process Performance Improvement Consultancy, Inc.) પર તેઓ કામગીરી સુધારણા, અભ્યાસસક્રમોની ડીઝાઈન અને વિકાસ ઉપર લખે છે.આપણે તેમની એક પૉસ્ટ પર નજર કરીશું જેથી તેમના બ્લૉગ પરનાં લખાણોનો અંદાજ આવી જાય :
Learning to Live With Process Performance Gaps – “નાનો ફાયદો જમવા જતાં બીજે કશેક મોટો થાળ ખોઇ બેસવાની પરિસ્થિતિ થાય તેમ લાગતું હોય ત્યારે દેખીતી સમસ્યાનું નીરાકરણ ન કરવું, કે આવેલી તક છોડી દેવી, ફાયદાકારક રહે છે. અથવા એમ પણ બને કે એ સમસ્યા માટે કે તક માટે અપણી પાસે, ત્યાર પૂરતાં, પૂરાં સંસાધનો જ ન હોય.  આખું ગણિત માંડવું પડે...આખી પ્રક્રિયાનો પૂરેપૂરો નકશો ગોઠવવો પડે...સમસ્યા કે તકને બરાબર સમજવી પડે...અને આ ત્રણેય બાબતોને ઊંધા ક્રમે અમલ કરવી પડે..
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.

Tuesday, May 19, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૪)

'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા'ના પહેલા અંકમાં ૧૯૩૬થી ૧૯૫૭ સુધીનાં ૧૨ ગીતો સાંભળ્યાં. તે પછી બીજા અંકમાં ૧૯૫૭થી ૧૯૬૨ સુધીમાં જ બીજાં ૧૩ ગીતો સાંભળ્યાં. તેમાનાં 'સન ઑફ ઈન્ડિયા'નાં ગીતને બાદ કરતાં બધાં જ ગીતો શ્વેત-શ્યામ તકનીકથી ફિલ્માવાયેલ હતાં. ત્રીજા અંકમાં ૧૯૬૮થી ૧૯૮૧ના સમયનાં ૧૪ ગીતો આવરી લીધાં હતાં, જે બધાં જ 'રંગીન' પણ હતાં.
'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા'ને હજૂ વધારે લહેજતદાર બનાવવામાટે આપણા સાથી શ્રી બીરેનભાઇ કોઠારીએ ખાસ જહેમત ઉઠાવીને આ પહેલાંના ત્રણ અંકમાં આવરી લેવાયેલ સમયનાં હજૂ કેટલાંક ગીતો મોકલી આપ્યાં છે.
ત્રીજા અંકનો અંત ૧૯૮૧નાં‘ચણા જોર ગરમ’ ગીતથી કર્યો હતો. આ અંકની શરૂઆત, છેક ૧૯૪૦નાં ગીતમાં, પણ ચણા જોર ગરમથી જ કરીશું.
શ્રી બીરેનભાઇ કોઠારીની હિંદી ફિલ્મ સંગીતની સૂઝ અને આપણી 'ફિલ્મ સંગીતની સફર'ને વધારે ને વધારે રસપ્રદ બનાવવા માટેની પ્રતિબધ્ધતાને દાદ આપતાં આપતાં હજૂ વધારે૨૦ ગીતોની મજાની ચૂસ્કીઓ, આજે અને ૪-૭ -૨૦૧૫ના રોજ, હજૂ બે ભાગમાં, માણીએ.
- અશોક વૈષ્ણવ

- બીરેન કોઠારી
સામાન્ય રીતે ફૂલો, ચૂડીઓ કે ફળ વેચનારા પર વધુ ગીતો છે. એ સિવાય, ક્યારેક હીરો કે હીરોઈનને છોડાવવા માટે છદ્મવેશે કશાના વેપારી બનીને કોઈ પાત્ર આવે એવી પણ સિચ્યુએશન હોય છે. છતાં અમુક ગીતો વિશિષ્ટ વ્યવસાયનાંપણ છે.
 
૪૦.ચને જોર ગરમ બાબુગરમ બાબુ મૈં લાયા મજેદાર (બંધન -૧૯૪૦ | સંગીતકાર સરસ્વતીદેવી | ગાયક અરૂણકુમાર
ચણાને જોરદાર ગરમાગરમ વેચવાની વાતમાંથી આ પ્રકારના ચણાનું 'બ્રાંડ નેમ' ચણા જોર ગરમ થઈ ગયું....


૪૧.લે લો માલનીયા સે હાર (પન્ના-૧૯૪૪| સંગીતકાર અમીર અલી)
આ  સ્ટેજગીત છે, પણ હાર વેચવાવાળીનું ગીત છે.


૪૨.યે દુનિયા રૂપ કી ચોર- શબનમ – ૧૯૪૯ |સંગીતકાર - એસ ડી બર્મન | ગાયક - શમશાદ બેગમ,
કામિની કૌશલ શેરીમાં ગાઈને મનોરંજન દ્વારા કમાણી  કરી લે છે.


૪૩.લો મૈં લાઈ સૂઈયાં, ચાકૂ, કૈંચી, છૂરીયાં (મિ. સંપત – ૧૯૫૨ | સંગીતકાર ઓ પી નય્યર | ગાયક શમશાદ બેગમ)
ચપ્પુ છરી વેચવાની આ ચલતી ફરતી હાટડી મેળે આવી છે.


૪૪. લે લો ચાકૂ, લે લે છૂરીયાં (પાકિસ્તાનની ફિલ્મ ‘આદિલ’નું ગીત)

બજારની ચહલ પહલ વચ્ચે ચપ્પુ છૂરી સજાવવાની વાત માટે ધ્યાન તો ખેંચી જ લે એટલી ધારદાર તો રજૂઆત ખરી જ


ચપ્પુ છૂરી વેચવા સજવાના વેપારની જ વાત છે તેથી 'જંજીર'નાં આ ગીતને આગળના ક્રમમાં ગોઠવી દીધું છે.
 
૪૫.ચક્કૂછૂરીયાં, તેજ કરા લો (જંઝીર -૧૯૭૩|સંગીતકાર કલ્યાણજી આણંદજી |ગાયક લતા મંગેશકર)
ચપ્પુ છુરીની ધાર કાઢી આપવાનો વ્યવસાય ભલે લુપ્ત થતો જતો હોય, પણ આ યુવતીનો ઠસ્સો અને દમામ તો ક્યારેય લુપ્ત નહીં થાય..

૪૬.યાદ રખના, પ્યાર કી નિશાની ગોરી યાદ રખના (નાગીન૧૯૫૪ | સંગીતકાર હેમંત કુમાર | ગાયક હેમંત કુમાર અને આશા ભોસલે)
રંગબેરંગી બંગડીઓ તો રીસાયેલાંને મનાવવામાં, કોઇને યાદગાર ભેટ તરીકે આપવામાં કામ આવતી રહે એવી પ્રેમની નિશાની (પણ) છ.


૪૭.લૈલાકી ઉંગલીયાં બેચું, મજનૂ કી પસલીયાં બેચું (ઘર કી લાજ -૧૯૬૦ |સંગીતકાર: રવિ | ગાયક : મોહમ્મદ રફી
કાકડીઓ વેચનારનુંગીત - આટલા રસથી વેચવા લાગો તો શું નું શું વેચી આવી શકાય ?
 
૪૮. લાયા રેવડી કડાકેદાર(ઝુલ્મી જાદુગર- ૧૯૬૦ | સંગીતકાર - ઈક઼બાલ |ગાયક - ખુર્શીદ બાવરા, સીતા અગ્રવાલ, ઈક઼્બાલ
દાંત સાથે પહેલાં થોડી કુસ્તી કરાવે, પણ કડાકેદાર રેવડીની મિઠાશ પછીથી (મોંમાં) ચારે તરફ મિઠાશ ફેલાવી દે..
 
લેખની મજા સારી રીતે માણી શકાય એટલે અહીં મધ્યાંતર પાડીએ......ક્યાંય જશો નહીં....
………૪-૭-૨૦૧૫ના રોજ ગાતાં ગાતાં વેપાર કરી લેવાના હજૂ પણ બાકી રહેલા કેટલાક નુસ્ખાઓનો આસ્વાદ કરીશું.

[આ પૉસ્ટમાટે This Singing Businessનેવેગુ પર ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ વેગુ 'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભારમાને છે.]
- સંકલન સમિતિ -'ફિલ્મ સંગીતની સફર' વિભાગ]

Tuesday, May 12, 2015

સાર્થક જલસો - ૪



'સાર્થક જલસો’નો ચોથો અંક વાંચવાનું શરૂ કર્યું ત્યારે આ પહેલાંના ત્રણ અંક્ની જેમ કંઇ નવી ભાતનું વાંચવા મળવાનું છે તે તો નક્કી જ હતું. ત્રણ બેઠકમાં જ આખો અંક પૂરો કરી જવામાં જે જલસો પડી ગયો તે વધારાનો ફાયદો હતો.

છ છ મહિના સુધી નવા અંકની રાહ જોવા તૈયાર હોય એવો એક ચોક્કસ વાચક વર્ગ કેમ બની ચૂક્યો હશે તે પણ ' સાર્થક જલસો -૪'ના લેખો વાંચવાથી સમજાઇ શકે તેમ છે.

ખેર, અંગત મંતવ્યોની આડ વાતે ઉતરી જતાં પહેલાં આપણે ' સાર્થક જલસો -૪'ની સામગ્રી પર એક સરસરી નજર કરી લઇએ. 

ઉર્વીશ કોઠારીએ લીધેલી 'મહેન્દ્ર મેઘાણીની મોકળાશભરી મુલાકાત'માં મહેન્દ્ર મેઘાણી ની અનેક દૃષ્ટિકોણથી જ ઓળખી શકાય એવી લાંબી ઓળખનાં બધાં જ ઘટકોને ખાસ્સી મોકળાશથી આવરી લેવાયાં છે. દરેક વિષયો પર મહેન્દ્રભાઇની બીજી ઓળખ સમી 'સંક્ષેપ' શૈલીની સફળતાનો પૂરેપૂરો પરિચય મળી રહે છે. તેમના અંગત અને વ્યાવસાયિક જીવનના તાણાવાણાની ભાત જોવા (વાંચવા)માં તેમની બાળકો માટે ખાસ વિકસાવેલી 'ફિલ્મમિલાપ' પ્રવૃત્તિ નજરઅંદાજ ન થઇ જાય એટલી તાકીદ કરી લઇએ.'

'પોળના અવશેષો'માં પ્રણવ અધ્યારુએ પોળની 'પથ્થર' યુગમાં પાંગરેલી નિરાંતની સંસ્કૃતિની સમી વાતો કરતાં કરતાં એ દરેક વાતે આજની પોળ આજે હવે 'ડામરના થર વચ્ચે' ક્યાં છે તેનો પરિચય પૂરી આત્મીયતાથી કરાવેલ છે.

(ડૉ.) હેમંત મોરપરિયાની મૂળ અંગ્રેજીમાં લખેલ ' ડૉક્ટર બનવા છતાં હું કાર્ટૂનિસ્ટ કેવી રીતે થયો ?' દાસ્તાનના બીરેન કોઠારીએ કરેલ અનુવાદમાં હેમંત મોરપરિયાની શૈલીની ફાઈડાલિટી સુપેરે જળવાઈ છે. ડૉ. મોરપરિયા લેખનાં અતે તેમના લેખના શીર્ષકના જવાબ રૂપે લખે છે કે, 'જિંદગી જિવાય છે આગળ જોઈને, પણ એને સમજવી હોય તો પાછળ નજર કરવી પડે....આપણે પ્રત્યેક ક્ષણે અડસટ્ટે કામ કરતાં બળોને આશરે હોઇએ છીએ... આ બળોના પ્રતાપે જ..કેટલાક સંગીતકાર બને છે, તો બાકીના શ્રોતા... કોઇ અદૃશ્ય સંગીતકાર આપણને 'નચાવે છે'...દુનિયા સાથે (બંધાતો) ઊંડો અને ઉત્કટ નાતો ..અજબગજબની ચીજને રસપ્રદ બનાવે છે.'

'પ્રખર અભ્યાસી, બૌદ્ધિક, કર્મશીલ અને સંસ્થાશિલ્પી રજની કોઠારી સાથેનાં અંતરંગ સંભારણાં- અને તેની સમાંતરે પૉલિટિકલ સાયન્સના અભ્યાસમાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીના મહત્ત્વપૂર્ણ પ્રદાનની વિશિષ્ટ વિગતો ઘનશ્યામ શાહના 'રજની કોઠારી: મારા ફ્રેન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ'માં અને સુરભિ શેઠના 'અમારા કોઠારી'માં આવરી લેવાઇ છે.

વિવેક દેસાઇ તેમની માર્મિક 'અનાવિલી' શૈલીથી 'અનાવિલોક : અનાવિલોની ચટાકેદાર સૃષ્ટિ'ની સૈર કરાવે છે.

લદ્દાખની ઉજ્જડતામાં છલકતાં કુદરતી સૌંદર્ય અને વેરાનીમાં સમાયેલાં વૈવિધ્યપૂર્ણ પાસાંઓની રોમાંચક સફર માટે ન વાંચવો હોય, તો હર્ષલ પુષ્કરણાનો લેખ 'લદ્દાખ : દુનિયાથી અલિપ્ત દુનિયામાં ખેડેલી 'રફ ટ્રિપ'નું સફરનામું' જીવનની ધારી અણધારી મુશ્કેલીઓમાં સુંદરતા, આનંદ અને મોજ કેમ માણી શકાય, અને તેમાંથી વિકસતી 'જીવન જોવાની નવી દૃષ્ટિ'ને શબ્દોમાં કેમ વર્ણવી શકાય તે માટે પણ વાંચવો રહ્યો.

આશિષ કક્કડનાં 'મરમિયાં : હસી લીધા પછી'માં માત્ર ખડખડાટ હાસ્ય પેદા કરતી જોક્સમાં પણ કેટલી ગૂઢ સમજ સમાવાયેલી છે તેનો વિચાર 'ખુલ્લા મને' રમતો મેલે છે.

હર્ષલ પુષ્કરણાના લેખમાં જો ઍડવેન્ચરની થ્રીલ છે તો દીપક સોલિયાના 'ડૉલર સામે જંગ : એક રુકા હુઆ ફૈસલા'માં અમેરિકી 'અંકલ સૅમ' અને રશિયન 'રીંછ'ની વચ્ચે રમાયેલી મેદાન પરની, અને મેદાનની બહારની, રસ્સાખેંચના ડર દેખાડવાના આશયનો નહિં, પણ કાનાફુસીથી થતીચર્ચાઓને જાહેરમાં ચર્ચવાનો ઇરાદો છે. દાયકાઓથી કૃત્રિમ સ્ટીરોઈડનાં જોરથી ચમકી રહેલ યુરોપ અને અમેરિકાનાં અર્થતંત્રોની નીચેથી જાજમ ખસેડી લેવાની પુતિનની 'ચૅકમૅઇટી' ચાલ બુમરેંગ થશે કે કેમ તેના જવાબમાં નક્કર સોનાની સામે કાગળનો ડૉલર હારી શકે છે તેવું તારણ ખેંચતા દીપક સોલિયા ખચકાયા નથી. કોણ અને શું સાચું એ જાણવા માટે બહુ લાંબી રાહ જોવી નહીં પડે એ તો નિશ્ચિત જ છે.

દિલધડક વાત હૈયાં સોંસરવી ઉતરી ગઇ હોય તો હળવાં કરવામાટે અશ્વિનકુમારનું 'ળ'ની સામૂહિક ધરપકડ અને ''ર'નરનો 'ર''ની વિનય કાનૂનભંગની હાજરીનું રસાળ વર્ણન આપણને જળલમળવત્‍ રહેવું હોય તો પણ જરકમરવત્‍ કરી મૂકે છે.

'રૅલવૅના પાટે જીવનના આટાપાટા'માં અમિત જોશી તેમનાં તલોદનાં કિશોરાવસ્થાના ટ્રેકની યાદોના, 'ત્રણે ત્રીજું, પાંચે બીજું, એક આવ્યુ, બે એ ગયું'ના રૅલવેમાં જ વપરાતી લોખંડની કોઇ ચીજમાંથી બનાવેલા દસ્તાના 'પાટા'ના ટુકડાના 'ઘંટ' પર ગૂંજતા સંકેતોને મમળાવે છે.

ભારત ભણી ત્રાંસી નજર કરીને કોઈ 'ગ્રેટ બ્રિટનમાંના 'ગ્રેટર'ને ગ્રેટ' સમજતું હોય એવી ટિપીકલ અંગ્રેજી સલૂકાઇ, રીતભાત અને શિષ્ટાચારને સમજવામાં લાગેલ એકાદ બે વર્ષને ઋતુલ જોશી 'ઇગ્લેન્ડમાં બધું ઑરરાઇટ છે' માં ત્રણ ઝૂમખાંઓની મદદથી સમજાવી રહ્યા છે. 'સમાજઃ લઘુમતીમાં હોવું કે 'એ લોકો' હોવું એટલે શું તે ભાતના જાતિભેદ જેવો મુદ્દો છે. 'વિજ્ઞાનઃ તર્ક અને વિવેકબુદ્ધિની લાંબી લીટી'એ ઇંગ્લૅન્ડમાના વ્યક્તિને બૌદ્ધિક રીતે પગભર થવા માટેના મોકાનો મુદ્દો છે.'ઇતિહાસ : સિપાઈ બળવો કે સ્વાતંત્ર્યસંગ્રામ'ન મુદ્દાને ત્યાં મૂકાયેલાં જવાહરલાલ નહેરુનાં એક અવતરણથી જોઇ શકવા જેટલી મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન આપવાના પ્રયાસ ચાલુ જ છે.

'આનંદ', 'રજનીગંધા', 'છોટીસી બાત', 'મીલી', 'મંઝિલ'જેવી ફિલ્મોમાં મનના ઊંડા ભાવ વ્યકત કરતાં, કાવ્યતત્ત્વથી સમૃદ્ધ ગીતાના સર્જક યોગેશ (ગૌડ) સાથે ત્રણેક દાયકા જૂના, અંગત પરિચયના આધારે લખાયેલી હૃદયસ્પર્શી એવી સત્યકથા 'ગીતકાર યોગેશ'માં બકુલ ટેલર માત્ર ગીતકાર યોગેશનાં જીવનની તડકી છાંયડીની જ વાત નથી કહેતા, તે સાથે ફિલ્મ જગતની ચિત્રવિચિત્રતાઓના પડદા પણ ખોલી આપે છે.

'ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ'ની શરૂઆત ચંદુભાઇ મહેરિયા મિત્રો વચ્ચે ઉમરના તફાવતના ફાયદા ગેરફાયદાની વિમાસણથી કરે છે. સમાજના વંચિત અંગમાં ઉછરતાં બાળપણની કેટલીક કારમી તો કેટલીક ભાવિ ઘડતરના પાયા જેવી યાદોને બહુ જ સ્વસ્થ ભાષામાં રજૂઆત લેખકે કરી છે.

સમગ્રપણે જોઇએ તો આ અંકમાં પણ વિષયોનાં વૈવિધ્ય અને તેમાં રજૂ થયેલા વિચારોનાં ઊંડાણની ગુણવત્તા રસપ્રદ સ્તરે જળવાઈ રહી છે.

પ્રકાશન સંસ્થાની વેબસાઈટ પર જણાવાયું છે કે એપ્રિલ ૨૦૧૪ના અંકની ૧૦૦૦ જેટલી નકલો જાહેર પુસ્તકાલયો સુધી પહોચાડી શકાયેલ. ગુજરાતની દરેક શાળા અને પુસ્તકાપયમાં આ સામયિક પહોંચે તેવી વ્યવસ્થા સુધી પહોંચી શકાય તેવી શુભેચ્છા પણ જરૂરથી પાઠવીએ અને તેમાં યથાશક્તિ સહભાગી બનીએ.

'સાર્થક જલસો'ના ત્રીજા અંક સમયે પ્રકાશકોએ એસ ટી બસ સ્ટેન્ડના પુસ્તકોના સ્ટૉલ પર પણ આ સમાયિક મળે તેવી વેંચાણ વ્યવસ્થા ગોઠવી હતી. આમાં જેટલો વાણિજ્યિક આશય છે તેનાથી વધારે 'ક્લાસ'માટે જ નહીં પણ 'માસ' માટે પણ આ સામયિક ઉપભોગ્ય છે તેવો વિશ્વાસ પણ જોઇ શકાતો હતો. એ પ્રયોગ વાણિજ્યિક રીતે સફળ રહ્યો હોય અને એ રીતે દરેક સામાન્ય વાચકને પણ આ સામયિક હાથવગું બન્યું હોય તો તે સામયિકની અને વાચકની તંદુરસ્તી માટે ઉપકારક પરવડશે. વેંચાણ માટેની જે કંઇ નવી ચૅનલ્સ પ્રકાશકોને સૂઝે અને તે પ્રયોગો સફળ થાય તે પણ સામયિક અને વાચક એમ બંને પક્ષે ફાયદાકારક જરૂર નીવડશે.

'સાર્થક જલસો'ના આ પહેલાના અંકો ઇ-સંસ્કરણ સ્વરૂપે પણ ઉપલબધ હતા. એ પરંપરા 'સાર્હક જલસો ૪'માં પણ ચાલુ જ રહે તે પણ સ્વાભાવિક છે. (અહીં ઇ-નકલ મેળવી શકાય છે.)

'સાર્થક જલસો' મેળવવા માટે પ્રકાશનની વેબસાઈટ પર પણ વીજાણુ વ્ય્વસ્થા છે. તદુપરાંત spguj2013@gmail.com કે + 91 98252 90796 કે બુકશેલ્ફ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે.

Thursday, April 30, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૪_૨૦૧૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૪_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

પહેલી એપ્રિલ હોય અને SoY તેને લાયક કંઇક નવું જ વિચારી ન લાવે તેમ તો બને જ નહીં ! આ વખતે લખાયેલા લેખ Some thoughts on taxonomic-mathematical analysis of Hindi films and songsની દાઢમાં ભલે કાંકરાનો નાદ સંભળાતો હોય, પણ એમાં રજૂ કરેલા મૂળ વિચારો - Duet Balance Index (DBI) - ‘Duets that are really solos’, Popularity-Quality Index (PQI) - Popularity versus quality and Mathematical Analysis of Bollywood Triangles and Other Films presented therein - પર વિચાર તો કરવા જેવો જ છે.

હળવી વાતને ગંભીરતાપૂર્વક વિચારી લીધા બાદ, હવે આપણે જે બ્લૉગ્સની નિયમિત મુલાકાત લેતાં રહ્યાં છીએ અને ત્યાં જોવા મળતા વિષયોની સાથેના અન્ય લેખો તરફ આપણું સુકાન ફેરવીએ :

Shamshad Begum songs by Naushadએ SoYની શમશાદ બેગમને તેમના ૯૬મી જન્મતિથિની -(14 April 1919 – 23 April 2013) - અંજલિ છે. શમશાદ બેગમનો હિંદી ફિલ્મ સંગીત જગતને પરિચય કરાવવાનું શ્રેય જરૂર ગુલામ હૈદરને ફાળે જાય, પણ શમશાદ બેગમે એ સમયના લગભગ દરેક મુખ્ય સંગીતકારો માટે અનેક યાદગાર ગીતો ગાયાં હતાં. નૌશાદે જ્યારે શાહજહાન (૧૯૪૬)માટે પહેલી વાર તેમની પાસે ગીતો ગવડાવ્યાં ત્યારે શમશાદ બેગમ તો તેમની કારકીર્દીની ઘણી ઊંચાઈઓ સર કરી ચૂક્યાં હતાં. ૧૯૫૦ના દાયકામાં નામ કરવાવાળા સી રામચંદ્ર, એસ ડી બર્મન, ગુલામ મોહમ્મદ જેવા સંગીતકારો સાથે પણ તેમની ગાયકી એટલી જ ખીલતી રહી. ઓ પી નય્યર સાથે તો તેમણે સાવ જ અનોખી કેડી પણ કંડારી. નૌશાદ અને શમશાદ બેગમનાં સંયોજનમાં વિવિધ મૂડનાં સ્વર અને સૂરની અવનવી ઊંચાઇઓ પામતાં એવાં ૬૦ જેટલાં ગીતો નોંધાયેલ છે. પણ હિંદી ફિલ્મ સંગીતની એક ખાસ વક્રતા એ કે નૌશાદે તેમને લતા મંગેશકરની અને ઓ પી નય્યરે આશા ભોસલેની તરફેણમાં શમશાદ બેગમને પાછળની હરોળમાં જગ્યા આપી.

SoY શમશાદ બેગમની બીજી મૃત્યુતિથિની યાદમાં તેમનાં સી રામચંદ્રનાં સંગીતમાં ગવાયેલાં ગીતોને Shamshad Begum songs by C Ramchandraમાં યાદ કરે છે. તેઓ કંઇક અંશે રંજથી નોંધે છે કે લતા મંગેશકરનાં સી રામચંદ્રનાં સંગીત જગતમાં છવાઈ ગયાં તે પહેલાં ૧૯૪૦ના અંતના સમયમાં, શમશાદ બેગમ સહુથી મહત્ત્વનાં ગાયક રહ્યાં હતાં. એ સમયગાળો સી રામચંદ્રની સર્જનકળાનો પણ ચડતો સિતારો હતો. આ બેલડીનાં આ સમયનાં ગીતો હિંદી ફિલ્મ સંગીતનાં મહાન, આહ્‍લાદક અને સદાબહાર ગીતોમાં કાયમ સ્થાન પામતાં રહ્યાં છે.
આપણા બ્લૉગોત્સવના ૪ /૨૦૧૩ અંકમાં આપણે શમશાદ બેગમ પરના લેખો કરી રહ્યા હતા. તેવામાં જ તેમનો અંતકાલ પણ થયો હતો. આજે હજૂ બીજા કેટલાક લેખનો તેમાં ઉમેરો કરીએ:

રઝા અલી આબીદીએ બીબીસી પર લીધેલા ઇન્ટરવ્યૂને Naushad on Shamshad Begumમાં યાદ કરાયો છે.

શમશાદ બેગમના એક અન્ય ઇન્ટરવ્યૂના બે ભાગમાં વહેંચાયેલ વિડીયો ક્લિપ્સનો પહેલો ભાગ અને બીજો ભાગ પણ સાંભળીશું.
Asha Parekh-A charming and talented actressમાં આશા પારેખની કારકીર્દીના અલગ અલગ સમયનાં ગીતોને યાદ કરાયાં છે, તો Unknown Facts About Asha Parekhમાં કેટલીક 'અજાણ' વાતોને રજૂ કરાઇ છે.

Words by Anna Morcom on Pakeezah (with accompanying videos from Tommydan)માં 'પાકીઝા'નાં મુખ્ય ગીતોને Illicit Worlds of Indian Dance શીર્ષસ્થ પુસ્તકમાંની રજૂઆતના સંદર્ભમાં મીના કુમારીની ૪૩મી પૂણ્યતિથિના ઉપલક્ષમાં રજૂ કરાયાં છે.

My favourite Meena Kumari songsમાં યાદ કરાયેલાં ગીતો પૈકી આ બે ગીતની અહીં ખાસ નોંધ લ ઇશું:
(શ્રીમતી) બેલા બોઝ (સેનગુપ્તા)ના ૧૫ એપ્રિલ ૨૦૧૫ના ૭૪મા જન્મદિવસે તેમની કારકીર્દી અને વર્તમાનની યાદને Uff Ye Beqaraar Dil Kahan Luta Na Poochhiyeમાં તાજી કરાઈ છે. લેખને અંતે મૂકેલાં ગીતોમાંથી આપણે આ ગીતોની નોંધ લઇશું:
એક વાર રજૂ થયા બાદ ક્યારે પણ ન જોવા મળેલ, અને કદાચ કાયમ માટે ભૂલાઇ ચુકેલાં મનાતાં, હેલનની ફિલ્મોનાં ગીતો, The Lost Films of Helenમાંના વિડીયો સ્લાઈડશૉમાં યાદ કરાયાં છે.

Tune, Composer, Language - It’s All the Sameમાં એ ને એ સંગીતકારોએ, એ જ ભાષાનાં ગીતોમાં, ૧૯૪૦-૫૦ના એક જ સમયગાળામાં ફરીથી વાપરી હોય તેવી ધૂનને અલગ અલગ પ્રકારનાં વર્ગીકરણમાં ગ્રંથસ્થ કરેલ છે.

Double delight with Fusion - વાદ્ય સંગીતના સંદર્ભમાં કરાતા વિલયન (Fusion)ના અર્થને બદલે તેનો આ પૉસ્ટના સંદર્ભમાં અર્થ સાવ જ અલગ ગણી શકાય. અહીં આ શબ્દનો પ્રયોગ બે સાવ અલગ ગાયન શૈલીને એક ગીતમાં પ્રયોજવા માટે કરેલ છે. ૧૯૫૦થી ૨૦૧૦ સુધીનાં આવાં ૧૨‘Fusion’ગીતોને પૉસ્ટમાં મૂકેલ પ્લૅયર -‘Fusion’ songs (from 1950s to 2010) - માં સમાવી લેવામાં આવ્યાં છે.

આ મહિને આપણા મિત્ર સમીર ધોળકિયાએ આ ગીતોને યાદ કર્યાં છેઃ
        અને હરીહરનના સ્વરમાં આ એક બહુ અનોખી રચના
સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ
નહીં વર્ષામાં પૂર નહીં ગ્રીષ્મ મહીં શોષાય
કોઈના સંગની..સંગની એને કશી અસર નવ થાય
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ
                                                                    (આલ્બમ : આંખે કંકુના સૂરજ આથમ્યા)

શ્રી નરેશ માંકડે , અનિલ બિશ્વાસે સંગીતબદ્ધ કરેલ મન્નાડે, મીના કપૂર અને સાથીઓના સ્વરમાં ગવાયેલ અંગુલીમાલ (૧૯૬૦)નાં 'બુધ્ધમ શરણમ ગચ્છામિ'ના શબ્દપ્રયોગવાળાં ગીતની સાથે એ જ શબ્દપ્રયોગ સાથે જયદેવે સંગીતબદ્ધ કરેલ, અંજલિ (૧૯૫૭)નાં મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્માયેલ, આ ગીતનાં પુરોગામી સમાન ગીતને યાદ કરેલ છે.

અંતમાં, આપણા બ્લૉગોત્સવની પરંપરા મુજબ મોહમ્મદ રફી પરના કેટલાક ખાસ લેખો કે તેમનાં બહુ જ અનોખાં ગીતોને યાદ કરીએ -
એપ્રિલ ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
સચીન દેવ બર્મન અને મોહમ્મદ રફી : દેવ આનંદ માટે ગવાયેલાં સોલો ગીતો…. (૧)
કુંદનલાલ સાયગલ: અબ ઉસકી યાદ સતાયે ક્યૂં
સંગીત લહરી
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૩ :
                                                                                                                                 પ્રકાશિત થયેલ છે.
આપણા બ્લૉગોત્સવનાં એપ્રિલ મહિનાનાં સંસ્કરણના અંત માટે 'એપ્રિલ ફૂલ' ("ફિલ્મની વાત કરવાની છે !")ની યાદ આવી જ જાય, અને તેની સાથે યાદ આવે મોહમ્મદ રફી - શંકર જયકિશન ટ્રેડ માર્ક સમુ, કંઇ કેટલાંય વાયોલિનનાં સહુથી લાંબાં એવાં પ્રીલ્યુડવાળું ગીત
આ ગલે લગ જા, મેરે સપને, મેરે અપને, મેરે પાસ આ
આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........

Tuesday, April 28, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ ૨૦૧૫

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં એપ્રિલ ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ મહિનાનાં સંસ્કરણ માટે, પ્રક્રિયા સુધારણાના ઊડા ખૂણા ખાંચરાઓ પર નજર કરવાના ઈરાદાથી, “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષેના લેખની શોધખોળ કરવાનું વિચારેલ. જો કે પરિણામો થોડાં આમ થોડાં તેમ કહી શકાય તેવાં રહ્યાં છે. ખેર, અહીં જે કંઇ વધારે મળવાની આશા છે તેની પૂર્તિ કરવા આપણે આવતા થોડા મહિનાઓમાં આ શોધખોળને થોડી વધુ ચોક્કસ દિશામાં આગળ વધારીશું.

આ મહિનાનાં આ સંસ્કરણનાં પ્રથમ ચરણમાં, “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષય પરની શોધખોળના કેટલાક લેખો પર નજર કરી લઇએ.

Following a measurement journey - સુધારણા પરિયોજનાના સંદર્ભમાં માપણીને લગતી પ્રવૃત્તિઓને સફર તરીકે જોવી ફાયદાકરક બની રહે છે... Measurement Journey
Source: Lloyd, R. Quality Health Care: a guide to developing and using indicators. Jones & Bartlett Publishers 2004

Measures -પરિવર્તન કરવા માટે અને તેની ચકાસણી કરતા રહેવા માટે માપણીનું ખાસ્સું મહત્ત્વ છે; પોતે જે પરિવર્તનો કરે છે તે ખરેખર સુધારણા ભણી લઇ જઇ રહ્યાં છે કે કેમ તેની ખબર ટીમને માપણી માટેનાં માપ દ્વારા પડી શકે છે. સુધારણાને લગતી માપણીઓ માટે સંતુલિત માપની પસંદગી જ કરવી જોઇએ. રન ચાર્ટ પર આ માપનાં પરિણામોનો ચોક્કસ સમયાંતરે આલેખ તૈયાર કરવાથી સાવ સીધી સાદી રીતે જ ખબર પડી રહે કે આપણે જે કંઈ ફેરફારો કરી રહ્યાં છીએ તેનાથી સુધારા થાય છે કે નહીં. આ વિષે વધારે માહિતી માટે જૂઓ : How to Improve: Establishing Measures.

Types of Measures - માળખાંકીય માપ: સાધન-સરંજામ અને સવલતોને લગતાં માપ; પરિણામોને લગતાં માપ - અંતિમ પેદાશ, ફળાદેશ વગેરેને લગતાં માપ; પ્રક્રિયાને લગતાં માપ - તંત્ર કેમ કામ કરી રહ્યું છે તેને લગતાં માપ; સંતુલન માપ - તંત્રને એકેથી વધારે દૃષ્ટિકોણથી જોતાં માપ.

આરોગ્ય સંભાળની ગુણવત્તાની માપણી: ગુણવત્તા માપની ઝાંખી \Measuring Healthcare Quality: An Overview of Quality Measures સંક્ષિપ્તમાં ગુણવત્તાનાં જૂદાં જૂદાં માપ ક્યાં હોઇ શકે, ગુણવત્તામાટેનાં માપ કેમ બનાવવાં, ગુણવત્તા.. માટેની આંકડાકીય માહિતી ક્યાં ક્યાંથી મળી શકે, ગુણવત્તા માપનો શી રીતે ઉપયોગ કરવો અને ગુણવત્તા માપણીમાં હવે પછી શું જેવી બાબતો વિષે ચર્ચા કરે છે.

સીમાચિહ્ન સ્વરૂપ માપદંડકીય માપણીની મદદથી સમયાંતરે કામગીરીમાં સુધારણા \ Using benchmarking measurement to improve performance over time - સીમાચિહ્ન સ્વરૂપ માપદંડકીય બાહ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવો...એ સીમાચિહ્ન સ્વરૂપ માપદંડ થકી મળતી આંકડાકીય માહિતી એ જ અંતિમ લક્ષ્ય નથી. અંતિમ લક્ષ્ય તો સમયાંતરે સુધારણાની શરૂઆત કર્યા બાદ તેને ટકાવી રાખવાનું છે.

આ લેખમાં દરેક પાનાં પર બાજૂમાં મૂકાયેલાં અવતરણો માર્મિક પણ ચોક્કસ પણે લેખના સંદેશને બળ પૂરે છે. આપણે પણ અહીં તેમની નોંધ લ ઇશું :
ગુણવત્તા કદી પણ અકસ્માત નથી હોતી; એ તો બુધ્ધિપૂર્વક કરાયેલા પ્રયાસોનું પરિણામ જ હોય છે.” – જોહ્ન રસ્કિન

લક્ષ્ય તો આંકડાને માહિતીમાં અને પછીથી માહિતીને હૈયાઉકલતભરી જાણકારીમાં પરિવર્તિત કરવાનું છે.” – કાર્લી ફ્યોરીના

આપણને જે ખબર નથી તે આપણને તકલીફમાં નથી મૂકી દેતું. આપણને જેના વિષે પાક્કી ખાત્રી હોય છે તે વિષે જ ખરેખર તો ખબર નથી હોતી.” – માર્ક ટ્વૈન

આંકડા ખૂદ નથી બોલતા - તેમને સંદર્ભની, અને સંશયાત્મક મૂલ્યાંકનની, જરૂર પડતી હોય છે. -એલન વિલકૉક્ષ

આંકડાઓ જેને ચળાવી શકે તે વ્યક્તિને ચતુર સુજાણ જાણવી.” – જ્યોર્જ બર્નાર્ડ શૉ

તમે જે કંઈ કરી રહ્યાં છો તેના વિષે. કે તેને કેમ વધારે સારૂં કેમ કરી શકાય તે વિષે, આંકડાઓ કંઇ કહી શકે તેમ નથી એમ જો તમે માનતાં હો તો, ક્યાં તો તમે ખોટાં છો અને ક્યાં તો તમને વધારે રસપ્રદ કામની જરૂર છે.” – શ્ટીફન સેન્ન

મુશ્કેલીઓની વચ્ચે જ તક છૂપાયેલી હોય છે.” – આલ્બર્ટ આઇનસ્ટાઈન
આ વિષય પરની આપણી શોધખોળ હજૂ થોડા હપ્તાઓ સુધી ચાલુ રાખીશું.

આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ, Suresh Lulla's Blogની મુલાકાત લઇશું. અહીં મૂકાયેલી પહેલાંની કેટલીક પૉસ્ટ જોવાથી આ બ્લૉગની પ્રવૃત્તિઓનો અંદાજ આવશે.–
Managing for Quality

Problem Solving in 4 Steps – 2

Problem Solving in 4 Steps

Who Pays for Bad Quality? Is there a Solution?

Supplier Solutions. MADE IN INDIA
અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy આપણી સમક્ષ ‘A Leader’s Roadmap to a Culture of Quality: Building on Forbes Insights-ASQ Leadership Research’ મંથન અર્થે રજૂ કરે છે. Creating a Customer-Centered Culture: Leadership in Quality, Innovation and Speed પુસ્તકના લેખક રૉય લૉટન સફળ કામગીરીનાં ખૂટતાં, પણ જરૂરી એવાં નિશ્ચિત ઘટકોની રજૂઆત આ શ્રેણીમાં કરવાના છે. ગયા મહિને, રજૂ થયેલા પહેલા ભાગમાં મુદ્દા #૧ - ગુણવત્તા સંસ્કૃતિનાં ઘડતર માટે દરેક કર્મચારીએ કોઇ પણ વ્યૂહ રચનાનાં ચાર મહત્ત્વનાં પાસાંને તો ધ્યાનમાં લેવાં જ જોઇએ -ની વિગતે છણાવટ કરાયેલ છે. (પૃષ્ઠ 8: Boeing’s Ken Shead). હવે બીજા ભાગમાં, સાંસ્કૃતિક રૂપાંતરના માર્ગ પર ગ્રાહકની અપેક્ષાને બહુ ઝીણવટથી સમજો એ મુદ્દા (#૨)ને કેમ સફળતાથી સિધ્ધ કરવો તેની વાત છે.

આ ઉપરાંત બીલ ટ્રોય Encourage The Next Generation of STEM Professionals ને પણ અલગથી ચર્ચામાં આવરી લે છે. Julia McIntosh, ASQ communications તેમના March Roundup: What To Do About STEM Education?’માં આ ચર્ચા પરના ASQ Influential Voices બ્લૉગ્ગર્સના અભિપ્રાયોને સંકલિત સ્વરૂપે રજૂ કરે છે.

આ માસનું ASQ TVવૃતાંત છે : Quality and Forensics - પ્રસ્તુત વૃતાંતમાં અદાલતી કાર્યવાહી સંબંધીત તબીબી સમુદાયના સંદર્ભમાં ગુણવત્તાની ભૂમિકાની વિષે તેમ જ બાંધકામના એક વિવાદનાં નીરાકરણમાં ફૉરેન્સીક તકનીકોનો શી રીતે ઉપયોગ કરાયો હતો તે વિષે જાણીશું. Correction Action Request કેમ શરૂ કરવી એ વિષે (પણ) જાણવાની સાથે સાથે એક બહુખ્યાત ટેલીવિક્ષન શૉ, CSI,ના એક સ્ટાર સાથે પણ વાત કરીશું.

સંલગ્ન વિડીયોસ્:
Forensic Technique Reveal Conclusive Evidence

The How and Why of Auditing
o Corrective Action Request
આ મહિનાનાં ASQ’s Influential Voice છે – ચૅડ વૉલ્ટર્સchad waltersચૅડ વૉલ્ટર્સ લીન બ્લિટ્ઝ કન્સલ્ટીંગ, ઑગસ્ટા, જ્યોર્જિયામાં લીન કન્સલટન્ટ તરીકે કાર્યરત છે. Lean Blitz Consulting બ્લૉગ પર તેઓ ખેલકૂદ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં લીન તકનીકો અને સિદ્ધાંતોના ઉપયોગ વિષે લખે છે. છેલ્લાં આઠથી પણ વધારે વર્ષોથી તેઓ લીન અને સતત સુધારણા સાથે સક્રિયપણે સંકળાયેલા છે. તેઓ ASQ દ્વારા પ્રમાણિત સિક્ષ સીગ્મા બ્લૅક બેલ્ટ છે. ટ્રાઇ-સ્ટેટ યુનિવર્સિટી, અંગોલામાંથી કેમીકલ એન્જીનીયરીંગની સ્નાતક પદવી અને ઈન્ડિયાના યુનિવર્સિટીની કેલી સ્કૂલ ઑવ બીઝનેસમાંથી એમબીએની અનુસ્નાતક પદવી તેઓ ધરાવે છે.

તેમના બ્લૉગ પર, ASQ Influential Voice તરીકેના તેમના વિગતે લખાયેલાં મંતવ્યો ઉપરાંત તેમના પસંદગીના વિષય - ખેલકૂદની સુધારણામાં ગુણવત્તા સિધ્ધાંતોના ઉપયોગ -ને આવરી લેતા કેટલાક લેખ પર પણ અચૂક નજર કરીશું :
§ Presentation on the Designated Hitter and Root Cause Analysis

§ Should the Buffalo Bills Play Sunday Despite The Driving Ban?

§ Did Eric Hosmer’s First Base Slide Cost The Royals?

§ LinkedIn Post: Business Strategy and Clothes Dryers
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.

Saturday, April 25, 2015

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૩ :

: ૩ :  'આરઝૂ', 'બેકસૂર', 'લાજવાબ' – વર્ષ ૧૯૫૦
રજૂઆત - અશોક વૈષ્ણવ

૧૯૫૦નાં વર્ષમાં અનિલ બિશ્વાસનાં સંગીતબદ્ધ ત્રણ ફિલ્મો રજૂ થઇઃ
          આરઝૂ (દિલીપ કુમાર - કામિની કૌશલ), બેકસૂર (અજીત, મધુબાલા) અને લાજવાબ (સોહન, રેહાના).
 
આ ત્રણ ફિલ્મોનાં કુલ ૨૮ ગીતોમાં લતા મંગેશકરનાં ૧૨ સોલો ગીતો, પુરુષ સહગાયક સાથેનાં બે યુગલ અને એક સમુહ ગીત તેમ જ સ્ત્રી સહગાયક સાથેનાં ત્રણ સમૂહ ગીતો હતાં.
આરઝૂ (૧૯૫૦)
કહાં તક ઉઠાયે હમ ગમ, જાયેં અબ કે યા કે મર જાયેં - ગીતકાર : જાન નિસ્સાર અખ્તર
પ્રિયતમથી અલગ પડવાની પીડાને વાચા આપતું આ ગીત લતા મંગેશકરનાં ટોચનાં ગીતોમાં સ્થાન મેળવતું રહ્યું છે.
 ઉન્હેં ખો કર ઉન્હીં કી.. ઉન્હેં હમ જો દિલ સે - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
લય અને સૂરની દૃષ્ટિએ થોડાં મુશ્કેલ ગીતને પણ લતા મંગેશકર પૂરેપૂરો ન્યાય આપી રહેલ છે.
સુન રે સાજન સુન. મેરા નરમ કરેહવા ડોલ ગયા - ગીતકાર : પ્રેમ ધવન
લોકગીતના ઢાળમાં સજ્જ ગીત તેની સાદગીથી મનને ભાવવિભોર કરી મૂકે છે
 જાના ના દિલ સે દૂર , આંખોસે દૂર જા કે - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
પ્રિયતમને દૂર ન થવાની અરજમાં આગ્રહની સાથે ગીતની મીઠાશ ભળે છે,
આ વિડીયો ક્લિપમાં આ ચાર ગીત એક સાથે આવરી લેવાયાં છે.


 આયી બહાર, આયી બહાર, આયી બહાર જીયા મોરા ડોલે મોરા જીયા ડોલે રે - સમુહ ગીત - ગીતકાર : પ્રેમ ધવન
વાતાવરણમાં બહારનાં આગમન સાથે જે ખુશહાલી પ્રસરી ઊઠે તેનો આનંદ સખીઓની સાથે માણવાની મજા જ કંઇક ઑર હોય છે.


બેકસૂર (૧૯૫૦)
ઓ ગોરે ગોરે ચાંદ સે મુખ પર કાલી કાલી આંખે હૈ - ગીતકાર : આરઝૂ લખનવી
નૃત્યમય લયનું ગીત

  હૂએ નૈના ચાર મૈં ક્યા કરૂં - ગીતકાર : એહસાન રીઝવી
પ્રેમના ઇઝહારની ફૂટતી સરવાણીઓ

 આયી ભોર સુહાની આયી જાગી આશા - ગીતકાર : આરઝૂ લખનવી


 મનમેં નાચે મનકી ઉમંગે,બનમેં નાચે મોર – ગીતકાર : એહસાન રીઝવી


  હુશ્નકે તીર ચલાના તુમ ઈતના ન હમ પે સિતમ ઢાના અને અખિયાં ગુલાબી જૈસે મદકી હૈ એમ લતા મંગેશકર અને મોહમ્મદ રફીનાં બાકીનાં બે યુગલગીતો હંસરાજ બહલે સ્વરબદ્ધ કર્યાં હતાં.

લાજવાબ (૧૯૫૦)
ઈક મેરા દિલ એક ઉનકા દિલ, દો પ્રેમ ગગનકે તારે - ગીતકાર : ડૉ. સફદર 'આહ'


 આયે થે ધડકન લેકર દિલમેં,ચલે લેકર જાન ચલે
 

 
ઈસ હંસતી ગાતી દુનિયામેં હાય કૌન મેરા સહારા - ગીતકાર : પ્રેમધવન


દ્વાર તિહારે આયી હૂં,બુઝતી હુઇ એક જ્યોતકો - ગીતકાર : પ્રેમધવન
સુષુપ્ત થઇ ગયેલી આશાઓને પ્રજ્વલિત કરવાના પ્રયત્નોના ભાવને વ્યક્ત કરતા શબ્દોને અનુરૂપ ઓરકેસ્ટ્રેશન

 ડીંગુ નાચે રે ગોરી નાચે ડીંગુ - અનિલ બિશ્વાસ સાથે સમૂહ ગીત - ગીતકાર : શેખર
લોક ગીતના ઢાળનો બહુ જ અસરકારક ઉપયોગ કરીને સમૂહ આનંદ વ્યકત કરતું ગીત


હાય હાય હાય દો દિનકી બહાર હૈ દો દિનકા પ્યાર હૈ - અનિલ બિશ્વાસ સાથે સમૂહ ગીત - ગીતકાર : પ્રેમધવન
સમૂહ ગીતમાં અનિલ બિશ્વાસના સ્વરનો ઉપયોગ તો સંગીતના સૂર તરીકે કરાયો છે તેમ કહી શકાય

દિલ ના હાથોંસે નીકલ જાયે, ઓ વૈ દેખો દેખો - બીનાપાની મુખર્જી સાથે - ગીતકાર : શેખર
મુખડા અને અંતરાની તર્જમાં થતા રહેતા ફેરફારો, રુબાબ જેવાં વાદ્યોના પ્રયોગોની મદદથી અફઘાન સંગીતની છાંટ પર આધારીત જણાતું ગીત

 
સુંદરી ઓ સુંદરી હાય દો દિનોંકી ઝીંદગી - બીનાપાની મુખર્જી સાથે - ગીતકાર : પ્રેમધવન
આ ગીત ઇન્ટરનેટ પર મળી શક્યું નથી.