Thursday, April 30, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૪_૨૦૧૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૪_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

પહેલી એપ્રિલ હોય અને SoY તેને લાયક કંઇક નવું જ વિચારી ન લાવે તેમ તો બને જ નહીં ! આ વખતે લખાયેલા લેખ Some thoughts on taxonomic-mathematical analysis of Hindi films and songsની દાઢમાં ભલે કાંકરાનો નાદ સંભળાતો હોય, પણ એમાં રજૂ કરેલા મૂળ વિચારો - Duet Balance Index (DBI) - ‘Duets that are really solos’, Popularity-Quality Index (PQI) - Popularity versus quality and Mathematical Analysis of Bollywood Triangles and Other Films presented therein - પર વિચાર તો કરવા જેવો જ છે.

હળવી વાતને ગંભીરતાપૂર્વક વિચારી લીધા બાદ, હવે આપણે જે બ્લૉગ્સની નિયમિત મુલાકાત લેતાં રહ્યાં છીએ અને ત્યાં જોવા મળતા વિષયોની સાથેના અન્ય લેખો તરફ આપણું સુકાન ફેરવીએ :

Shamshad Begum songs by Naushadએ SoYની શમશાદ બેગમને તેમના ૯૬મી જન્મતિથિની -(14 April 1919 – 23 April 2013) - અંજલિ છે. શમશાદ બેગમનો હિંદી ફિલ્મ સંગીત જગતને પરિચય કરાવવાનું શ્રેય જરૂર ગુલામ હૈદરને ફાળે જાય, પણ શમશાદ બેગમે એ સમયના લગભગ દરેક મુખ્ય સંગીતકારો માટે અનેક યાદગાર ગીતો ગાયાં હતાં. નૌશાદે જ્યારે શાહજહાન (૧૯૪૬)માટે પહેલી વાર તેમની પાસે ગીતો ગવડાવ્યાં ત્યારે શમશાદ બેગમ તો તેમની કારકીર્દીની ઘણી ઊંચાઈઓ સર કરી ચૂક્યાં હતાં. ૧૯૫૦ના દાયકામાં નામ કરવાવાળા સી રામચંદ્ર, એસ ડી બર્મન, ગુલામ મોહમ્મદ જેવા સંગીતકારો સાથે પણ તેમની ગાયકી એટલી જ ખીલતી રહી. ઓ પી નય્યર સાથે તો તેમણે સાવ જ અનોખી કેડી પણ કંડારી. નૌશાદ અને શમશાદ બેગમનાં સંયોજનમાં વિવિધ મૂડનાં સ્વર અને સૂરની અવનવી ઊંચાઇઓ પામતાં એવાં ૬૦ જેટલાં ગીતો નોંધાયેલ છે. પણ હિંદી ફિલ્મ સંગીતની એક ખાસ વક્રતા એ કે નૌશાદે તેમને લતા મંગેશકરની અને ઓ પી નય્યરે આશા ભોસલેની તરફેણમાં શમશાદ બેગમને પાછળની હરોળમાં જગ્યા આપી.

SoY શમશાદ બેગમની બીજી મૃત્યુતિથિની યાદમાં તેમનાં સી રામચંદ્રનાં સંગીતમાં ગવાયેલાં ગીતોને Shamshad Begum songs by C Ramchandraમાં યાદ કરે છે. તેઓ કંઇક અંશે રંજથી નોંધે છે કે લતા મંગેશકરનાં સી રામચંદ્રનાં સંગીત જગતમાં છવાઈ ગયાં તે પહેલાં ૧૯૪૦ના અંતના સમયમાં, શમશાદ બેગમ સહુથી મહત્ત્વનાં ગાયક રહ્યાં હતાં. એ સમયગાળો સી રામચંદ્રની સર્જનકળાનો પણ ચડતો સિતારો હતો. આ બેલડીનાં આ સમયનાં ગીતો હિંદી ફિલ્મ સંગીતનાં મહાન, આહ્‍લાદક અને સદાબહાર ગીતોમાં કાયમ સ્થાન પામતાં રહ્યાં છે.
આપણા બ્લૉગોત્સવના ૪ /૨૦૧૩ અંકમાં આપણે શમશાદ બેગમ પરના લેખો કરી રહ્યા હતા. તેવામાં જ તેમનો અંતકાલ પણ થયો હતો. આજે હજૂ બીજા કેટલાક લેખનો તેમાં ઉમેરો કરીએ:

રઝા અલી આબીદીએ બીબીસી પર લીધેલા ઇન્ટરવ્યૂને Naushad on Shamshad Begumમાં યાદ કરાયો છે.

શમશાદ બેગમના એક અન્ય ઇન્ટરવ્યૂના બે ભાગમાં વહેંચાયેલ વિડીયો ક્લિપ્સનો પહેલો ભાગ અને બીજો ભાગ પણ સાંભળીશું.
Asha Parekh-A charming and talented actressમાં આશા પારેખની કારકીર્દીના અલગ અલગ સમયનાં ગીતોને યાદ કરાયાં છે, તો Unknown Facts About Asha Parekhમાં કેટલીક 'અજાણ' વાતોને રજૂ કરાઇ છે.

Words by Anna Morcom on Pakeezah (with accompanying videos from Tommydan)માં 'પાકીઝા'નાં મુખ્ય ગીતોને Illicit Worlds of Indian Dance શીર્ષસ્થ પુસ્તકમાંની રજૂઆતના સંદર્ભમાં મીના કુમારીની ૪૩મી પૂણ્યતિથિના ઉપલક્ષમાં રજૂ કરાયાં છે.

My favourite Meena Kumari songsમાં યાદ કરાયેલાં ગીતો પૈકી આ બે ગીતની અહીં ખાસ નોંધ લ ઇશું:
(શ્રીમતી) બેલા બોઝ (સેનગુપ્તા)ના ૧૫ એપ્રિલ ૨૦૧૫ના ૭૪મા જન્મદિવસે તેમની કારકીર્દી અને વર્તમાનની યાદને Uff Ye Beqaraar Dil Kahan Luta Na Poochhiyeમાં તાજી કરાઈ છે. લેખને અંતે મૂકેલાં ગીતોમાંથી આપણે આ ગીતોની નોંધ લઇશું:
એક વાર રજૂ થયા બાદ ક્યારે પણ ન જોવા મળેલ, અને કદાચ કાયમ માટે ભૂલાઇ ચુકેલાં મનાતાં, હેલનની ફિલ્મોનાં ગીતો, The Lost Films of Helenમાંના વિડીયો સ્લાઈડશૉમાં યાદ કરાયાં છે.

Tune, Composer, Language - It’s All the Sameમાં એ ને એ સંગીતકારોએ, એ જ ભાષાનાં ગીતોમાં, ૧૯૪૦-૫૦ના એક જ સમયગાળામાં ફરીથી વાપરી હોય તેવી ધૂનને અલગ અલગ પ્રકારનાં વર્ગીકરણમાં ગ્રંથસ્થ કરેલ છે.

Double delight with Fusion - વાદ્ય સંગીતના સંદર્ભમાં કરાતા વિલયન (Fusion)ના અર્થને બદલે તેનો આ પૉસ્ટના સંદર્ભમાં અર્થ સાવ જ અલગ ગણી શકાય. અહીં આ શબ્દનો પ્રયોગ બે સાવ અલગ ગાયન શૈલીને એક ગીતમાં પ્રયોજવા માટે કરેલ છે. ૧૯૫૦થી ૨૦૧૦ સુધીનાં આવાં ૧૨‘Fusion’ગીતોને પૉસ્ટમાં મૂકેલ પ્લૅયર -‘Fusion’ songs (from 1950s to 2010) - માં સમાવી લેવામાં આવ્યાં છે.

આ મહિને આપણા મિત્ર સમીર ધોળકિયાએ આ ગીતોને યાદ કર્યાં છેઃ
        અને હરીહરનના સ્વરમાં આ એક બહુ અનોખી રચના
સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ
નહીં વર્ષામાં પૂર નહીં ગ્રીષ્મ મહીં શોષાય
કોઈના સંગની..સંગની એને કશી અસર નવ થાય
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ
                                                                    (આલ્બમ : આંખે કંકુના સૂરજ આથમ્યા)

શ્રી નરેશ માંકડે , અનિલ બિશ્વાસે સંગીતબદ્ધ કરેલ મન્નાડે, મીના કપૂર અને સાથીઓના સ્વરમાં ગવાયેલ અંગુલીમાલ (૧૯૬૦)નાં 'બુધ્ધમ શરણમ ગચ્છામિ'ના શબ્દપ્રયોગવાળાં ગીતની સાથે એ જ શબ્દપ્રયોગ સાથે જયદેવે સંગીતબદ્ધ કરેલ, અંજલિ (૧૯૫૭)નાં મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્માયેલ, આ ગીતનાં પુરોગામી સમાન ગીતને યાદ કરેલ છે.

અંતમાં, આપણા બ્લૉગોત્સવની પરંપરા મુજબ મોહમ્મદ રફી પરના કેટલાક ખાસ લેખો કે તેમનાં બહુ જ અનોખાં ગીતોને યાદ કરીએ -
એપ્રિલ ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
સચીન દેવ બર્મન અને મોહમ્મદ રફી : દેવ આનંદ માટે ગવાયેલાં સોલો ગીતો…. (૧)
કુંદનલાલ સાયગલ: અબ ઉસકી યાદ સતાયે ક્યૂં
સંગીત લહરી
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૩ :
                                                                                                                                 પ્રકાશિત થયેલ છે.
આપણા બ્લૉગોત્સવનાં એપ્રિલ મહિનાનાં સંસ્કરણના અંત માટે 'એપ્રિલ ફૂલ' ("ફિલ્મની વાત કરવાની છે !")ની યાદ આવી જ જાય, અને તેની સાથે યાદ આવે મોહમ્મદ રફી - શંકર જયકિશન ટ્રેડ માર્ક સમુ, કંઇ કેટલાંય વાયોલિનનાં સહુથી લાંબાં એવાં પ્રીલ્યુડવાળું ગીત
આ ગલે લગ જા, મેરે સપને, મેરે અપને, મેરે પાસ આ
આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........
Post a Comment