Thursday, July 5, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - રાજકુમારી


૧૯૪૭નાં રાજકુમારીનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે લેવા સાથે આપણે હવે એવાં ગાયિકોના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યાં છીએ જેમનાં મહત્ત્વનાં પ્રદાન વિન્ટેજ એરાનાં વર્ષોમાં રહ્યા ગણી શકાય.
સ્વાભાવિક છે કે મારા જેવા અનેક ફિલ્મસંગીત રસીકો આ બધાં ગીતો પહેલી જ વાર સાંભળતાં હશે. મારા પૂરતી વાત કરીએ તો વિન્ટેજ એરાનાં ગાયિકાઓ જેમ રાજકુમારીના સ્વરમાં પણ 'ભારી'પણું હોવા છતાં એક એવી અનોખી મધુરતા પણ છે જે તેમને એમના સમયની અન્ય  ગાયિકાઓથી અલગ પાડે છે.
અહીં રજૂ કરેલ ગીતો આ પરિયોજનાના સંદભમાં પહેલી જ વાર સાંભળ્યાં હોવાને કારણે આ ગીતોમાંથી એક પણ ગીતોને  'બહુ જાણીતાં ગીતો'ની કક્ષામાં મુકી શકવા માટે હું બિલકુલ સક્ષમ નથી એ પણ સ્વાભાવિક છે.
અય ચાંદ બતા દે મેરા ચાંદ કહાં હૈ - ભક્ત કે ભગવાન - છન્નાલાલ ઠાકુર - કવિ મનસ્વી પ્રાંતિજવાળા

સજની છોટી સી હૈ બાત દેખો ભુલ ન જાના - ભક્ત કે ભગવાન - છન્નાલાલ ઠાકુર - કવિ મનસ્વી પ્રાંતિજવાળા

શરમ સે નૈના, મોરે નૈના ઝૂક ઝૂક જાયેં - દેહાતી - પ્રેમનાથ - રામમૂર્તિ ચતુર્વેદી

દેખોજી આયી સુહાની રાત...ઘટાએં છાઈ ઘનઘોર - દૂસરી શાદી - ગોવિંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર 

મોરે રોતે નૈન રો રો મરેંગે તુમ તો ચલે હો - ગાંવ - ખેમચંદ પ્રકાશ - ડી એન મધોક

શોખ નઝરોંસે મચલનેકા ઝમાના આ ગયા - હાતિમતાઈ - એ કુમાર  

કલ જમના તટ પર આઓગે મુર્ઝાઈ કલી હમારે મન કી - નીલ કમલ - બી વાસુદેવ - કેદાર શર્મા

ભૂલ જાતે હૈ ભૂલ જાયા કરેં અઝમાતે હૈ આઝમાયા કરેં - નીલ કમલ - બી વાસુદેવ - કેદાર શર્મા

સૈંયાને ઉંગલી મરોડી રે, રામ ક઼સમ શર્મા ગયી મૈં - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક

ઝાલિમ તેરા ખયાલ સતાએ તો ક્યા કરૂં - સજની - એલ અમર / અફઝલ લાહૌરી - રાજ઼ી બનારસી

આ ગીતોની ડિજીટલ લિંક નથી મળી શકી:

  • ક્ત કે ભગવાન તેરા હી નામ સ્મરણ તેરા હી ગુણ ગાન - ભક્ત કે ભગવાન - છન્નાલાલ ઠાકુર - કવિ મનસ્વી પ્રાંતિજવાળા
  • આયા મૌસમ નયા ઋત બદલને લગી - ચલતે ચલતે - ખેમચંદ પ્રકાશ - લાલ ચંદ 'બિસ્મિલ' પેશાવરી 
  • તુમને જગા દી મેરી જવાની મુઝકો સુના કે પ્રેમ કહાની - દીવાની - જ્ઞાન દત્ત - શ્મસ અઝીમાબાદી 
  • કહે દો કાલી ઘટાયે ડરાયે ના - ગાંવ - ખેમચંદ પ્રકાશ - ડી એન મધોક

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭ના વર્ષનાં અમીરબાઈ કર્ણાટકીનાં  સૉલો ગીતો સાંભળીશું.

Saturday, June 30, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૬_૨૦૧૮



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -   _૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આપણા આ બ્લૉગોત્સવના સંદર્ભમાં જુન, ૨૦૧૮ની નોંધપાત્ર ઘટના આપણા એક મહત્વના સાથી બ્લૉગ સોંગ્સ ઑવ યોરની ૮મી વર્ષગાંઠને જ ગણવી જોઈએ. સોંગ્સ ઑવ યોરપર તેના ઉપલક્ષમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવ જ ન સાંભળેલાં કહી શકાય તેવાં રસપ્રદ ગીતો રજૂ કરાયાં છે.
હવે આપણે જુન મહિનામાં આવતી વર્ષગાંઠ અને અવસાનતિથિઓને ઉદ્દેશીને લખાયેલ પૉસ્ટ્સ વાંચીશું.

Suraiya: The Last Nightingale of Bollywood – સુરૈયાની ૮૯મી જન્મતિથિ (૧૫ જુન, ૧૯૨૯)ના સંદર્ભમાં તેમને અંજલિ આપતાં ડી પી રંગન સુરૈયાની જીવન કથાને સાંકળીને ઓછાં કે ખાસ ન સાંભળવા મળેલાં ૨૦ ગીતોને યાદ કરે છે.

Shyama- Sun Sun Sun Zalima - શ્યામાએ પરદા પર ગાયેલાં તેમની કારકીર્દીની શરૂઆતનાં જે ગીતે તેમના તરફ ખાસ ધ્યાન ખેંચ્યું ગણાય છે તે એ આર કારદારની ફિલ્મ 'દિલ્લગી' (૧૯૪૯)નું ગીતા દત્તના સ્વરમાં ગવાયેલું, પ્રમાણમાં બહુ ઓછું જાણીતુ, તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદનીનું બીજું વર્ઝન. સુરૈયા અને શ્યામના સ્વરમાં ગવાયેલ મૂળ વર્ઝન ફિલ્મમાં ફિલ્માવાયું પણ એ બે કલાકારો પર જ છે.

Remembering Legendary Composer Vasant Desai - તેમનું મૂળ નામ તો હતું આત્મારામ દેસાઈ, પણ આપણે તો તેમને તેમનાં હુલામણાં નામ, વસંત દેસાઈ,થી જ તેમણે રચેલાં હિંદી ગીતોને યાદ કરીએ છીએ. તેમણે રચેલાં મરાઠી ગીતો પણ બહ લોકપ્રિય રહ્યાં છે. ઝલઝલા (૧૯૫૨), ફેરી (૧૯૫૪) કે કભી અંધેરા કભી ઉજાલા (૧૯૫૮) જેવી ફિલ્મો ઉપરાંત યાદેં (૧૯૬૪), અચાનક (૧૯૭૪) જેવી અલગ ભાત પાડતી ફિલ્મોમાં તેમણે માત્ર પાર્શ્વસંગીત પણ આપ્યું છે.

Nutan- An Actress Par Excellence – ૪ જુન, ૧૯૩૬ / ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૧ - નુતનનાં મા, અને તેમનાં જમાનાનાં મશહુર અભિનેત્રી, શોભના સમર્થે, નુતનને પહેલ વહેલી વાર, ૧૯૫૦માં, 'હમારી બેટી'માં પરદા પર રજૂ કર્યાં અને તે પછી તેમની કંઈ કેટલીય ફિલ્મો આવી જે દરેકે એક આગવો ઈતિહાસ રચ્યો. નુતને તેમની પહેલી જ ફિલ્મમાં એક ગીત - તુમ્હે કૈસા દુલ્હા ભાયે રી બાંકી દુલ્હનિયા (સંગીતકાર સ્નેહલ ભાટકર, ગીતકાર પંડિત ફણિ)- પણ ગાયું હતું.

Snehal Bhatkar – A Tribute  - જન્મ ૧૭ જુલાઈ, ૧૯૧૯ - અવસાન ૨૯ મે, ૨૦૦૭ - મૂળ નામ વાસુદેવ ભાટકર

[સંપાદકીય નોંધ: મે ૨૦૧૭ના 'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના અંકમાં આપણે 'સ્નેહલ ભાટકર - હમારી યાદ આયેગી - શીર્ષક હેઠળ તેમનાં કેટલાંક ગીતોને યાદ કર્યાં હતાં.]



Rajendra Krishan-The Lyricist who gave us many Immortal Songs - પાર્વતી અને જગન્નાથ દુગ્ગલના ખોળે જલાલપુર જટ્ટાં, ગુજરાત (સિંધ)માં ૬ જુન, ૧૯૧૯ના જન્મેલા રાજેન્દ્ર કૃષ્ણ તેમના દિગ્ગજ સમકાલીન હિંદી ફિલ્મ ગીતકારોમાં માનભર્યું સ્થાન પામતા હતા. તેમણે લખેલ ગ઼ઝલ, ભજન, ગીત, નઝ્મ કે કોમેડી ગીતો તેમની સરળ શબ્દ રચનાને કારણે હંમેશાં અલગ તરી આવતાં હતાં.

જુન, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાં માં આપણે દત્તારામનાં અબ દિલ્લી દૂર નહીં, પરવરિશ, કૈદી નં. ૯૧૧ અને સંતાન ફિલ્મોનાં કેટલાંક ગીતોને યાદ કર્યાં છે.

હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.

જન્મભૂમિ પ્રવાસીની તેમની નિયમિત રવિવારીય કોલમ 'વાઈડ ઍન્ગલ'માં આશિષ ભીંડેએ જુન, ૧૯૭૫ની કટોકટી અને ફિલ્મો: 'કિસ્સા કુર્સી કા' થી 'ઈન્દુ સરકાર' સુધીની સાંકળના અંકોડા મેળવી આપ્યા છે.

What’s the Good Word? - ૩૧ મે, ૨૦૧૮ના રોજ સતત ૧૧મા વર્ષે ભારતીય વંશનાં બાળકો એ સ્ક્રિપ્પ્સ નેશનલ સ્પેલીંગ બી ચેમ્પિયન્શીપની વાર્ષિક પ્રતિયોગીતામાં મેદાન માર્યું હતું. કાર્તિક નેમાનીએ પહેલું ઈનામ જીત્યું. આ ઘટના પરથી લેખકે શબ્દો અને સ્પેલીંગ સાથે સંકળાયેલાં ગીતોની યાદી રજૂ કરી છે.
'ગાઈડ'ને ફિલ્મફેર એવૉર્ડમાંથી બાકાત રાખવા કરાયેલા કાવાદાવાની સંક્ષિપ્ત દાસ્તાન અહીં રજૂ કરાઈ છે.
‘Every Song Has a Story’: In Conversation with Anirudha Bhattacharjee and Balaji Vittal  - S.D. Burman: The Prince-Musicianના પ્રકાશન પૂર્વે અંતરા નંદા મોન્ડલ સાથેની વાતચીતમાં લેખક બેલડીએ એસ ડી બર્મન અને આર ડી બર્મનનાં ગીતોની ચાહત અને તેમને ગમતાં ગીતોના સર્જન પાછળની કહાણી જાણવાની ઉસ્તુકતાએ આ ત્રણ જીવનકથાઓ લખવામાં તેમને કેવી પ્રેરણા પૂરી પાડી અને એ લખવામાં જીલવા પડેલા પડકારો અને મળી ગયેલ અવનવી માહિતીઓ વિષે પોતાના અનુભવો વર્ણવે છે.


લેખિકાના નરગીસ માટે થયેલ નવજાગૃત ચાહતને ઉજાગર કરતા બે મુખ્ય લેખો, The Greats: Nargis અને The Many Moods of Nargisની સાથે સાથે તેમણે અત્યાર સુધીમાં જુન મહિનામાં નરગીસના અભિનયવાળી ફિલ્મો, Lajwanti (1958), Raat aur Din (1967) અને Barsaat (1949).ના રિવ્યુ પણ લખ્યા છે.


Bombay in songsમાં કેટલાંક સાંભળેલાં, પણ મોટા ભાગનાં ઓછાં સાંભળેલાં અને જવલ્લે જ પૉસ્ટ થયેલાં ગીતોને એક સાથે સાંભળવા મળશે.


Bandits, Indian Style’ માં ભારતીય શૈલીમાં ડાકુગીરીની વાતને વણી લેતી ફિલ્મોનાં ગીતોને રજૂ કરાયાં છે. દરેક ગીતની સાથે ફિલ્મનું નામ અને કયા કલાકારે ડાકુનું પાત્ર ભજવ્યું છે તેની માહિતી પણ સંકલિત કરાયેલ છે.


The Popularity Of Bollywood Songs માં '૩૦ના દસકાથી લઈને દરેક દસકાનાં ચુંટેલાં લોકપ્રિય ગીતોની યાદી બનાવાઈ છે.
Songs of ‘Dil Lagana’માં રોમેન્ટીક અને દર્દ ભાવનાં. મંચ પર રજૂ થયેલ કે મુજરા કે ક્લબમાં ગવાયેલ એવાં લગભગ બધા જ પ્રકારનાં ગીતોને આવરી લેવાયાં છે.

I Compose I Sing – ‘આજ જાને કી જ઼ીદ ના કરો'ને કદાચ સૌથી વધારે ગાયકોએ ગાયું હશે. ખૂબી વધારે એ વાતની છે કે ૧૯૭૩માં બનેલ તેની મૂળ ધુન પર જ આ દરેક ગાયકે તેને રજૂ કરવાનું મુનાસિબ સમજ્યું છે. ગીતની ધુન અને તેની રજૂઆતના વિષય પરથી લેખકે એવા કેટલાક કલાકારોને યાદ કર્યા છે જેમણે પોતે જ પોતે રચેલાં ગીત ગાયાં છે.

ગયે મહિને આપણે Ten of my favourite Khwaab/Sapna songsની વાત કરી હતી. એ વિષયને આગળ ધપાવતાં લેખિકા હવે Ten of my favourite dream sequence songs રજૂ કર્યા પછી સ્વપ્નમાં સરી ગયેલ વ્યક્તિએ ગાયેલ કે યાદ આવેલ ગીતોને Ten of my favourite ‘dreamt’ songsમાં રજૂ કરેલ છે.

Actions Speak Louder Than Words - સર્પને સંગીતથી વશ કરવો એ વિચાર મૂળતઃ ભારતીય લોક સંસ્કૃતિમાંથી ઉદ્ભવેલ છે. ગારૂડી બીન વગાડતાં વગાડતાં જે હાવભાવ કરે તેનાથી સાપને મંત્રમુધ કરવો તે આ પધ્ધતિની ચાવી છે. આમ 'વાણી કરતાં વર્તન વધારે બોલકું પરવડે'ને સિધ્ધ થાય છે. લોક ભાષામાં બીન તરીકે જાણીતાં આ વાદ્યનું શાસ્ત્રીય નામ પુંગી છે. ફિલ્મનાં ગીતોમાં પુંગીના સ્વરને આબેહૂબ રીતે રજૂ કરવામાટે 'નાગીન' (૧૯૫૪)માં હેમંત કુમારના એ સમયના સહાયક કલ્યાણજી (આણંદજી) શાહે એક ફ્રેંચ સિન્થેસાઈઝર ક્લેવાયોલીનનો પ્રયોગ કર્યો હતો. એ પહેલાં નાગ પંચમી (૧૯૫૩, સંગીતકાર ચિત્રગુપ્ત, ગીતકાર જી એસ નેપાલી)નાં આશા ભેસલે એ ગાયેલ ઓ નાગ કહીં જા બસીયો રેમાં પણ તેમણે આ પ્રયોગ કરી જોયો હતો.

આ જ વિષય પર આ  જ મહિને એક બીજો લેખ પણ લખાયો છે -
Hindi songs with Sapera (Been) Dhun - હિંદી ફિલ્મોમાં 'સપેરા' વિષય પર પહેલી ફિલ્મ 'સપેરા' (૧૯૩૯) ગણી શકાય. જો કે ફિલ્મમાં કોઈ બીનના પ્રયોગ સાથેનું ગીત છે કે કેમ તે નથી જાણી શકાયું.
The dancing girl, the king and the nationમાં 'આમ્રપાલી' (૧૯૬૬)માં વૈજયંતિમલાએ પોતાના ભાવોને રજૂ
કરવા તેમ જ અન્યોનાં મન રીજવવા નૃત્ય કરતી કલાકારનાં પાત્રને જે રીતે ચરિતાર્થ કરેલ તેનું વર્ણન કરેલ છે. એ વાત સાથે જોડીને લેખકે રૂથ વનિતાનાં પુસ્તક Dancing with Nationનો પરિચય કરાવ્યો છે. પુસ્તકમાં હિંદી ફિલ્મોમાં, નર્તકી, દેવદાસી કે તવાયફ જેવાં અને સમયાંતરે તેના અર્થમાં થતા રહેલા ફેરફારો સાથેના વ્યવસાયોને આવરી લેતા શબ્દપ્રયોગ 'વ્યાવસાયિક નર્તકી'નાં મહત્ત્વની વાત વિગતે કરાઈ છે.

સોંગ્સ ઑફ યોર પરની નિયમિત શ્રેણી Best songs of yearમાંનો Best songs of 1947: And the winners are? લેખ પ્રકાશિત થઈ ચૂક્યા પછી આપણે પણ ૧૯૪૭નાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાનું શરૂ કરેલ છે. હંમેશની જેમ શરૂઆત આપણ પુરૂષ સૉલો ગીતોથી કરેલ છે, જેમાં આપણે મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે, જી એમ દુર્રાની, સુરેન્દ્ર, કે એલ સાયગલ અને અન્ય પુરૂષ ગાયકોનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આપણી ચર્ચાને તે પછી આગળ ધપાવતાં સ્ત્રી સૉલો ગીતોની ચર્ચામાં સુરૈયા, ગીતા રોય અને શમશાદ બેગમનાં સૉલો ગીતો આપણે અત્યાર સુધી સાંભળી ચૂક્યાં છીએ.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જુન, ૨૦૧૮ના લેખો:


સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જુન, ૨૦૧૮ના લેખોની નિયમિત રજૂઆતમાં લેખમાં ચર્ચાયેલ ગીતની યુટ્યુબની વિડીઓ લિંક મૂકવાનું આ મહિનાથી શરૂ કરેલ છે.:




'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ જુન, ૨૦૧૮માં 'મદન મોહન પરની લેખમાળા આગળ ધપાવે છે.:



મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર લેખમાળા ચાલી રહી છે. જુન, ૨૦૧૮ના છેલ્લા શુક્રવારે, તેઓ જણાવે છે કે સંગીતકાર પ્રીતમનાં લેટેસ્ટ ફિલ્મોનાં હિટ ગીતોની ઝલક પણ મમળાવવા જેવી ખરી.
જુન, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૪]
ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૮)
તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૩) : ઈદ
બંદિશ એક, રૂપ અનેક – ૪૪ – आपको भूल जाएँ हम इतने तो बेवफ़ा नहीं
સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ.
તૂને તેરી નઝરને કાફિર બના દિયા - ફરિયાદ (૧૯૬૪) - મુબારક બેગમ સાથે - સંગીતકાર સ્નેહલ ભાટકર - ગીતકાર કેદાર શર્મા

ગોરી કર લે તૂ આજ સિંગાર - ઈન્સાનિયત (૧૯૫૫) - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાત રાજેન્દ્ર કૃષ્ણ

દિલબર દિલબર હય્યા હો હબી - આઓ પ્યાર કરેં (૧૯૬૪) - સંગીતકાર ઉષા ખન્ના - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ


હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે  દિલથી ઈંતઝાર રહેશે.