Thursday, May 10, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: પુરુષ સૉલો ગીતો – મોહમ્મદ રફી


દર વર્ષની જેમ, આ વર્ષે પણ આપણે ૧૯૪૭નાં ગીતોને ચર્ચાની એરણે લેવાની શરૂઆત પુરુષ સૉલો ગીતોથી કરીશું. 
હિંદી ફિલ્મ ગીત કોશની મદદથી ૧૯૪૭નાં વર્ષનાં પુરુષ સૉલો ગીતોની યાદી બનાવતાં બનાવતાં, પહેલી નજરે, એવું જણાય છે કે આ વર્ષે સ્ત્રી સૉલો ગીતોની સરખામણીમાં પુરુષ સૉલો ગીતોની સંખ્યા ઓછી છે. વળી જેમ જેમ હું ગીતોના બોલ લખતો ગયો તેમ તેમ મને આમાંના કેટલાં ગીતોની યુ ટ્યુબપરની લિંક્સ મળશે  એ વિષે પણ શંકા જાગવા લાગી છે. જો કે, આ બધી શંકા ધારણાઓને કારણે Memorable Songs of 1947માં જે ગીતો સમાવી લીધાં છે એ ગીતો પણ અહીં ફરીથી લીધાં છે. આમ કરવાથી એક પૉસ્ટમાં વ્યાજબી સંખ્યાનું ધોરણ સાચવવા કેટલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો સમાવી શકાશે તે પણ નક્કી કરવામાં આસાની રહેશે.
ગાયકોની રજૂઆતનો ક્રમ મેં આ પહેલાંનાં વર્ષોમાં જે ક્રમ રાખ્યો છે તે જ રાખ્યો છે. આ વર્ષે પણ જ્યાં શકય થશે ત્યાં આપણે ગાયકોનાં સૉલો ગીતોને લોકપ્રિય થયેલાં ગીતો અને બહુ જાણીતાં ન થયેલાં ગીતો એમ બે ભાગમાં વહેંચીશું.
મોહમ્મદ રફીનાં સૉલો ગીતો
૧૯૪૭નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં ગીતોની સંખ્યા એક અલગ પૉસ્ટ કરવા જેટલી જરૂર છે. આ ગીતોમાંનાં કેટલાંક તો યાદ્ગાર ગીતોની શ્રેણીમાં પણ આસાનીથી જગ્યા મેળવી લે છે. 'તોહે જાના હસતે હસતે' (શાંતિ)નો સમાવેશ હિંદી ફિલ્મ ગીત કોશમાં નથી જોવા મળતો. પરંતુ બીજા કેટલાક સ્ત્રોતમાં બહુ ચોક્કસપણે તેનો નિર્દેશ જોવા મળે છે માટે એ ગીતને અહીં સમાવ્યું છે.
લોકપ્રિય થયેલાં ગીતો
જબ બૈઠે બૈઠે દિલ ભર આયે ઔર લગ સે નિકલે હાયે તો સમઝો કે પ્યાર હો ગયા ડાક બંગલા – સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય – ગીતકાર: ડી એન મધોક 
દુનિયા મેં મેરી આજ અંધેરા હી અંધેરા - દો ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન 
વો અપની યાદ દિલાને કો એક ઈશ્ક઼કી દુનિયા છોડ ગયે -જૂગનુ – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: અશગ઼ર સરહદી 
હમ કો તુમ્હારા હી આશરા તુમ હમારે હો ન હો - સાજન – સંગીતકાર: સી રામચંદ્ર ગીતકાર: મોતી બી એ 

બહુ જાણીતાં ન થયેલાં ગીતો
મેરી આંખોં કે તારે ...યે ફૂલ સુહાયે હાથ પિયા - આપકી સેવામેં - સંગીતકાર દત્તા જાવડેકર - ગીતકાર મહીપાલ 
દો દિન ગીનતી કે ઉમરીયા બીતી જાયે રે - દો દિલ - સંગીતકાર: ગોવિંદ રામ - ગીતકાર: ડી એન મધોક
ડસ ન જાયે તુઝકો ઝુલ્ફેં કાલીયાં - મલિકા - સંગીતકાર: અલ્લા રક્ખા ક઼ુરૈશી - ગીતકાર: તનવીર નક઼્વી
ચલી સાજન ઘર જાયે, આજ દુલ્હનિયાં કેશ સવારે - શાદી સે પહલે - સંગીતકાર: પૈગનકર / કર્નાડ  ગીતકાર: મુખરામ શર્મા 
પ્રેમકી નૈયા ડોલ રહી હૈ - ઊઠો જાગો - સંગીતકાર અજ઼ીજ઼ ખાન / ઈબ્રાહીમ - ?
જીવન હૈ અન્મોલ મુસાફીર, જીવન હૈ અનમોલ - શાન્તિ - સંગીતકાર બી એસ ઠાકુર - શકીલ બદયૂંની 
તોહે જાના હંસતે હંસતે, હંસતે હંસતે જાના,રોતે રોતે આયા મૂરખ - શાન્તિ - સંગીતકાર બી એસ ઠાકુરR - શકીલ બદયૂંની 

હવે પછીના અંકમાં આપણે મૂકેશ અને મન્ના ડેનાં ૧૯૪૭નાં સૉલો ગીતો સાંભળીશું.

No comments: