Thursday, October 21, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - મને સૌથી વધુ પસંદ પડેલ યુગલ ગીતો

 ૧૯૪૪નાં વર્ષ માટે મને પસંદ પડેલાં યુગલ ગીતોની આ યાદી રજુ કરતી વખતે ફરી એક વાર એ વાતની નોંધ અલેવાનું આવશ્યક બની રહેશે કે આ ગીતોની પસંદ માટે યુગલ ગીતનાં સંગીતિક અંગો સાથે સંદર્ભ ધરાવતાં કોઈ જ તાર્કિક કારણો નથી.ચર્ચાની એરણે ૧૯૪૪નાં યુગલ ગીતો સાંભળતાં સંભળતઆં જે ગીતો મને પસંદ પડી ગયાં તેવાં જ આ ગીતો છે.

ગીતોનો ક્રમ પણ ચર્ચાની એરણે જે જે ગીતો જે ક્રમમાં આવતાં ગયાં હતાં તે જ ક્રમ જાળવ્યો છે.

કે એલ સાયગલ, અમીરબાઈ કર્ણાટકી  - ક્યા હમને બીગાડા હૈ ક્યું હમકો સતાતે હો – ભંવરા -– ગીતકાર: કિદાર શર્મા- સંગીતકાર: ખેમચંદ પ્રકાશ

શ્યામ, ઝોહરાબાઈ અંબાલેવાલી - આજા કહીં દૂર ચલેં - પહલે આપ - ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

કરણ દિવાન, ઝોહરાબાઈ અંબાલેવાલી - સાવનકે બાદલોં ઉનસે યે જા કહો - રતન - ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

શ્યામકુમાર અને અમીરબાઈ કર્ણાટકી - ઓ જાનેવાલે બાલમવા લૌટ કે આ લૌટ કે આ - રતન - ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

મુકેશ, કુસુમ - જ઼રા બોલો જી, ક્યા લોગી ઈસ દિલકા કિરાયા - ઉસ પાર- ગીતકાર: પંડિત મધુર – સંગીતકાર: ફિરોઝ નિઝામી

જીન્નત બેગમ, ગુલામ હૈદર - સાજન આ જા, ખેલેં દિલકા ખેલ - ભાઈ  - ગીતકાર: ખાન શાતિર ગઝનવી ગુલામ હૈદર

નસીમ, અશોક કુમાર - ચમકો ચમકો બિજલીયાં હાં બિજલીયાં - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપ - સંગીતકાર: ગુલામ હૈદર

જીન્નત બેગમ, જી એમ દુર્રાની  - આયે હૈ બાલમવા પ્યારે પ્યારે અબ જાગે ભાગ હમારે - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી  - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

વનમાલા, સી. રામચંદ્ર -મૈં કિસ સે કહું અપની કહાની, હૈ દર્દ ભરી મેરી કહાની  - દિલ કી બાત - ગીતકાર: રામ મૂર્તિ - સંગીતકાર:સી. રામચંદ્ર

પારૂલ ઘોષ, મન્ના ડે - ભુલા ભટકા પથ હારા મૈં શરણ તુમ્હારે આયા - જ્વાર ભાટા - ગીતકાર: નરેન્દ્ર શર્મા - સંગીતકાર:અનિલ બિશ્વાસ

લીલા ચીટાણીસ, વી ભાટકર - સાજન પાસ બુલા લો….નયનન બીચ બસા લો  - કલીયાં - ગીતકાર: કેદાર શર્મા - સંગીતકાર: જી એ ચિશ્તી

મલકા અમીર જાન, ગુલશન સુફી -  મેરી ઊઠતી જવાની કી દેખો દેખો બહાર – મૌજી જીવન - ગીતકાર: બાબા પાગલ - સંગીતકાર: ગુલશન સુફી

જી એમ દુર્રાની, રાજકુમારી - ચલે પ્રેમ કે દેશ પુજારી - માયા નગરી -? – સંગીતકાર: વીર સિંહ

જી એમ દુર્રાની, રાજકુમારી - ખોલે રે કૌન….મેર મન કે દિવાર - માયા નગરી -? – સંગીતકાર:  વીર સિંહ

લીલા સાવંત, લલિતા પારૂલકર - સખી રી અબ કે સાવન આયે - કલિયાં  - ગીતકાર: કેદાર શર્મા- સંગીતકાર: જી એ ચિશ્તી

અમીરબાઈ કર્ણાટકી, રાજકુમારી  - O I See, યે દેખો દુનિયા કે રંગ - મા બાપ - ગીતકાર: રૂપબાની - સંગીતકાર: અલ્લા રખા

શીલા, રાજકુમારી - આઓ ચલેં ઉસ પાર સજની, કાહ કરૂં મન માને ના - પથ્થરોંકા સૌદાગર - ગીતકાર: ગાફિલ હરિયાણવી - સંગીતકાર: મીર સાહબ

જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો - હમ આગે બઢતે હૈ, દુનિયા પીછે જાએ રે - અનબન - ગીતકાર: પંડિત મધુર - સંગીતકાર: જ્ઞાન દત્ત

લીલા ચીટાણીસ, વી ભાટકર - સાજન પાસ બુલા લો….નયનન બીચ બસા લો  - કલીયાં - ગીતકાર: કેદાર શર્મા - સંગીતકાર: જી એ ચિશ્તી

મલકા અમીર જાન, ગુલશન સુફી -  મેરી ઊઠતી જવાની કી દેખો દેખો બહાર – મૌજી જીવન - ગીતકાર: બાબા પાગલ - સંગીતકાર: ગુલશન સુફી

જી એમ દુર્રાની, રાજકુમારી - ચલે પ્રેમ કે દેશ પુજારી - માયા નગરી -? – સંગીતકાર: વીર સિંહ

જી એમ દુર્રાની, રાજકુમારી - ખોલે રે કૌન….મેર મન કે દિવાર - માયા નગરી -? – સંગીતકાર:  વીર સિંહ

લીલા સાવંત, લલિતા પારૂલકર - સખી રી અબ કે સાવન આયે - કલિયાં  - ગીતકાર: કેદાર શર્મા- સંગીતકાર: જી એ ચિશ્તી

અમીરબાઈ કર્ણાટકી, રાજકુમારી  - O I See, યે દેખો દુનિયા કે રંગ - મા બાપ - ગીતકાર: રૂપબાની - સંગીતકાર: અલ્લા રખા

શીલા, રાજકુમારી - આઓ ચલેં ઉસ પાર સજની, કાહ કરૂં મન માને ના - પથ્થરોંકા સૌદાગર - ગીતકાર: ગાફિલ હરિયાણવી - સંગીતકાર: મીર સાહબ

જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો - હમ આગે બઢતે હૈ, દુનિયા પીછે જાએ રે - અનબન - ગીતકાર: પંડિત મધુર - સંગીતકાર: જ્ઞાન દત્ત

લીલા સાવંત, લલિતા પારૂલકર - સખી રી અબ કે સાવન આયે - કલિયાં  - ગીતકાર: કેદાર શર્મા- સંગીતકાર: જી એ ચિશ્તી

અમીરબાઈ કર્ણાટકી, રાજકુમારી  - O I See, યે દેખો દુનિયા કે રંગ - મા બાપ - ગીતકાર: રૂપબાની - સંગીતકાર: અલ્લા રખા

શીલા, રાજકુમારી - આઓ ચલેં ઉસ પાર સજની, કાહ કરૂં મન માને ના - પથ્થરોંકા સૌદાગર - ગીતકાર: ગાફિલ હરિયાણવી - સંગીતકાર: મીર સાહબ

જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો - હમ આગે બઢતે હૈ, દુનિયા પીછે જાએ રે - અનબન - ગીતકાર: પંડિત મધુર - સંગીતકાર: જ્ઞાન દત્ત

શ્યામ કુમાર, મોહમ્મદ રફી  - તુમ દિલ્લી મૈં આગરે, મેરે દિલ સે નીકલે હાયે રે  - પહલે આપ - ડી એન મધોક - નૌશાદ અલી

જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો - હમ આગે બઢતે હૈ, દુનિયા પીછે જાએ રે - અનબન - ગીતકાર: પંડિત મધુર - સંગીતકાર: જ્ઞાન દત્ત

સોંગ્સ ઑફ યોર ૧૯૪૪નાં વર્ષ માટે યુગલ ગીતોની સર્વગ્રાહી સમીક્ષા Best songs of 1944: Wrap Up 3 માં કરે છે. ૧૯૪૪ માટે શ્રેષ્ઠ યુગલ ગીત તરીકે ત્રણ ગીતોની સહવરણી કરવામાં આવી છે. -

૧. સાવન કે બાદલોં ઉનસે યે જા કહો - રતન - કરણ દિવાન, ઝોહરાબાઈ અંબાલેવાલી – ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

૨. ક્યા હમને બીગાડા હૈ ક્યું હમ કો સતાતે હો - ભંવરા- કે એલ સાયગલ, અમીરબાઈ કર્ણાટકી – ગીતકાર: કિદાર શર્મા- સંગીતકાર: ખેમચંદ પ્રકાશ, અને

૩. ઓ જાનેવાલે બાલમવા લોટ કે આ લોટ કે આ - રતન - શ્યામકુમાર, અમીરબાઈ કર્ણાટકી - ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

Sunday, October 17, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો | પુરુષ - પુરુષ યુગલ ગીતો | ત્રિપુટી ગીતો (+)

 સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો (+)

પારૂલ ઘોષ, અમીરબાઈ કર્ણાટકી, કોરસ - પ્રભુ ચરણમેં દીપ જલાઓ, મનમંદિર ઉજિયાલા હો - જ્વાર ભાટા - ગીતકારનરેન્દ્ર શર્મા - સંગીતકારઅનિલ બિશ્વાસ

લીલા સાવંત, લલિતા પારૂલકર - ગૈયાં ઘર લાયે ગિરધારી - કલિયાં  - ગીતકારકેદાર શર્મા - સંગીતકારજી એ ચિશ્તી

લીલા સાવંત, લલિતા પારૂલકર - સખી રી અબ કે સાવન આયે - કલિયાં  - ગીતકારકેદાર શર્મા - સંગીતકારજી એ ચિશ્તી

અમીરબાઈ કર્ણાટકીરાજકુમારી  - O I See, યે દેખો દુનિયા કે રંગ - મા બાપ - ગીતકારરૂપબાની - સંગીતકારઅલ્લા રખા

શીલા, રાજકુમારી - આઓ ચલેં ઉસ પાર સજની, કાહ કરૂં મન માને ના - પથ્થરોંકા સૌદાગર - ગીતકારગાફિલ હરિયાણવી - સંગીતકારમીર સાહબ

પુરુષ - પુરુષ યુગલ ગીતો

શ્યામ કુમાર, મોહમ્મદ રફી  -તુમ દિલ્લી મૈં આગરે, મેરે દિલ સે નીકલે હાયે રે (પહલે આપ - ડી એન મધોક - નૌશાદ અલી) Memorable Songs of 1944  માં આવરી લેવાયું છે. આ ગીત મોહમ્મદ રફી માટે નૌશાદે તક આપવાની સાથે ગોઠવેલી કસોટી પણ ગણવામાં આવે છે.

રેવાશંકર, ચિતળકર -ધીરે ધીરે ચલ ટાંગેવાલે, બૈઠી તેરે ટાંગેમેં બુલબુલ એક - લલકાર - ગીતકારપંડિત મધુર - સંગીતકારસી રામચંદ્ર

ત્રિપુટી ગીતો (+)

શ્યામ કુમાર, મોહમ્મદ રફી, અલ્લાઉ નવેદ, બી એમ વ્યાસ  - હિંદુસ્તાન કે હમ, હિંદુસ્તાન હમારા (પહલે આપ) પણ  Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે. નૌશાદે મોહમ્મદ રફીની આપેલી પહ વહેલી તક આ કસોટીરૂપ ગીત ગણાય છે.

જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો - હમ આગે બઢતે હૈ, દુનિયા પીછે જારે - અનબન - ગીતકારપંડિત મધુર - સંગીતકારજ્ઞાન દત્ત


Thursday, October 14, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૨]

 ૧૯૪૪નાં  યુગલ ગીતોની એક બહુ જ આગવી જે લાક્ષણિકતા નજરે ચડે છે તે  છે સંગીતકારો, એક ગીતકાર અને એક માત્ર અભિનેતા તરીકે જ કદાચ જેમની ઓળખ કહી શકાય એવા પુરુષ અભિનેતા (ગોપ),ની ગાયકો તરીકે હાજરી. એ સમયનાં ફિલ્મ સંગીત વિશે જેને કંઈ જ ખબર ન હોત તેવા મારા જેવા શ્રોતાને આજે કેટલાય સવાલો મનમાં થઈ આવે  - અભિનેતા-ગાયકની શું એટલી બધી તંગી હશે કે અન્યથા ક્યારે પણ ગીત ગાતા ન સાંભળ્યા હોય એવા સંગીતકારે પોતાની વહારે ધાવું પડે? તો પછી, એ જ સંગીતકારોએ સૉલો ગીતો કેમ નહીં ગાયાં હોય?

ખેર, આ બધા સવાલોના જવાબ પણ ક્યારેક જાણવા મળશે એમ માનીને અત્યારે તો ૧૯૪૪નાં વર્ષમાટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગૉતોના બીજા, અને હાલ પુરતા આખરી, બૅચ તરફ ધ્યાન વાળીએ.

લીલા ચીટાણીસ, વી ભાટકર - સાજન પાસ બુલા લો….નયનન બીચ બસા લો  - કલીયાં - ગીતકાર: કેદાર શર્મા - સંગીતકાર: જી એ ચિશ્તી

જી એમ દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલી - ભંવરા ના….તબ તક હંસના ના રે, જબ તક કલીયાં હંસ દે - લલકાર - ગીતકાર: પંડિત મધુર - સંગીતકાર: સી રામચંદ્ર

પહાડી સન્યાલ, સ્નેહપ્રભા - આજ ના ફૂલ સજાઓ સખી, લટ સુંદર લાગે - મહાકવિ કાલિદાસ - ગીતકાર: રામમૂર્તિ - સંગીતકાર: પલસેકર

મલકા અમીર જાન, ગુલશન સુફી -  મેરી ઊઠતી જવાની કી દેખો દેખો બહાર – મૌજી જીવન - ગીતકાર: બાબા પાગલ - સંગીતકાર: ગુલશન સુફી

હમીદા બાનો, ગુલશન સુફી - ન્યુ ફેશન કા….આઓ પ્રેમ રચાયે – મૌજી જીવન - ગીતકાર: બાબા પાગલ - સંગીતકાર: ગુલશન સુફી

હિંદી ફિલ્મ ગીત કોશમાં માત્ર હમીદા બાનો જ ગાયિકા તરીકે દર્શાવાયાં છે.

જી એમ દુર્રાની, રાજકુમારી - ચલે પ્રેમ કે દેશ પુજારી - માયા નગરી -? – સંગીતકાર: વીર સિંહ

જી એમ દુર્રાની, રાજકુમારી - ખોલે રે કૌન….મેર મન કે દિવાર - માયા નગરી -? – સંગીતકાર:  વીર સિંહ

અનિમા દાસગુપ્તા, અજ્ઞાત પુરુષ સ્વર - ભટકે હુએ મુસાફીરોં, આગે બઢો - સબહ શામ - ગીતકાર: ફૈય્યાઝ હાશ્મી - સંગીતકાર: સુબલ દાસગુપ્તા

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયકોનો ઉલ્લેખ નથી. તે ઉપરાંત ગીતના બીજા ભાગ - બહતી નહીં હૈ ખૂન કી નદી વહાં - નો પણ ઉલ્લેખ છે.

રાજકુમારી, અજ્ઞાત પુરુષ સ્વર  - સબ હાલ બતા દેંગેં, જો હમ પે ગુજરતી હૈ - પન્ના - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર: અમીર અલી

બલવંત સિંગ, કૌશલ્યા - આએ દિન પ્યાર કે સજના, પીછલી બાતેં ભુલા - પરખ - ગીતકાર: ગાફીલ હરિયાનવી - સંગીતકાર: ખુર્શીદ અન્વર


Sunday, October 10, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓક્ટોબર, ૨૦૨૧

 શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૫-૧૯૫૬ (આંશિક)

શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨ - અવસાન ૨૪-૪ -૧૯૮૭ – શંકર જયકિશનની જોડીમાં ઉમર અને શરૂઆતના અનુભવના હિસાબે, વરિષ્ઠ ગ્ણાય. શંકરની શાસ્ત્રીય વાદ્ય સંગીતની તાલીમ બહુ નાની ઉમરથી જ થયેલી. તબલાં વાદનમાં તેઓએ સારી એવી નિપુણતા મેળવી હતી. જોકે આગળ જતાં તેમણે અન્ય તાલ વાદ્યો તેમ જ તંતુ વાદ્યો વગાડવામાં પણ સારી એવી ફાવટ કેળવેલી. રાજ કપૂરની પહેલવહેલી ફિલ્મ આગ (૧૯૪૮)માં તેમણે ફિલ્મના સંગીતકાર રામ ગાંગુલીના સહાયક તરીકે ફિલ્મ સંગીતની સજાવટની આંટીઘુંટીઓની પણ સમજ મેળવી.

રાજ કપૂરની બીજી ફિલ્મ, બરસાત (૧૯૪૯, માટે તેમણે સંગીતની બાગડોર શંકરના હાથમાં સોંપી. શંકરે પહેલું કામ જયકિશનનને પોતાના સાથી તરીકે લેવાનું કર્યું, અને એ રીતે શંકર જયકિશન્ની જોડી બની. ફિલ્મ સંગીતનો '૪૦, '૫૦ અને છેક '૬૦ના દાયકા સુધીનો એ સમય, નૌશાદ, એસ ડી બર્મન, સી રામચંદ્ર, વસંત દેસાઈ, સલીલ ચૌધરી, ઓ પી નય્યર, રોશન, મદન મોહન, રવિ જેવા એકબીજાને ટક્કર મારી શકે એવા, પોતપોતાની આગવી શૈલી અને સ્થાન ધતાવતા સંગીતકારોનો સમય હતો. ઉત્કૃષ્ટ સ્પર્ધાના એવા  એ સમય કાળમાં શંકર જયકિશને પોતાનું આગવું સ્થાન જમાવ્યું, અને એ જ સમયમાં આ જોડીએ ગુણવત્તા તેમજ વાણિજ્યિક સફળતાની  આગવી કેડી કંડારતી ૧૯૫ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું. 



શૈલેન્દ્ર
(મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) નું પદ્ય તેમના મૂળ સ્વભાવને અનુરૂપ, સામાન્ય માનવીની સાથે વધારે નજદીક હતું. શંકર જયકિશન  અને શૈલેન્દ્ર-હસરત જયપુરીની અદ્વૈત દેખાતી ટીમમાં શૈલેન્દ્રની રચનાઓ શંકર સ્વરબદ્ધ કરે અને હસરત જયપુરીની જયકિશન કરે એવી એક સહજ સમજૂતી હતી. આ ચારે વચ્ચેનાં મિત્રતાનાં ગાઢ બંધનને જરા પણ અસર કર્યા સિવાય આ ગોઠવ્ણ મૂળ તો દરેકની પોતાની સ્વાભાવિક પસંદ અને શૈલીને અધારે વધારે થતી એમ કહી શકાય. ફિલ્મની વાર્તા સાંભળવાને જ તબક્કે શંકર અને જયકિશનની વચ્ચે ક્યાં ક્યાં ગીત મુકી શકાય અને સીચ્યુએશનની માંગ અનુસાર બેમાંથી કોણ એ ગીત વધારે સારી રીતે રચી શકશે તે નક્કી થઈ જતું. સામાન્યપણે, શંકર વધારે સવેદનાના ભાવ સાથેનાં ગીતો પસંદ કરતા, જે શૈલેન્દ્રના સ્વભાવને વધારે અનુકૂળ રહેતાં, જ્યારે જયકિશન ઓછા ગંભીર અંદાજમાં વાત કહી જતાં ગીતો પસંદ કરતા, જે હસરત જયપુરીને પણ વધુ અનુકૂળ રહેતાં.

શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓમાં તેમનાં ઓછાં પરિચિત ગીતોને ફિલ્મ રિલીઝનાં વર્ષવાર યાદ કરવાનો ઉપક્રમ આપણે ઓક્ટોબર ૨૦૧૮થી શરૂ કરેલ છે. અત્યાર સુધી વર્ષ

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

 નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

આજના અંકમાં આપણે શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની વર્ષ ૧૯૫૫ અને આંશિક ૧૯૫૬ની ઓછી સાંભળેલી સંગીત રચનાઓ યાદ કરીશું. શંકર જયકિશનની કારકિર્દી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તેમને વધારેને વધારે ફિલ્મો મળવા લાગી. તેઓએ કદાચ ખાસ ધ્યાન રાખ્યું હશે એટલે દરેક વર્ષની ફિલ્મોના વિષયોનું વૈવિધ્ય પણ વધતું જ ગયું છે. ૧૯૫૬માં તો આ જોડીએ ૭ ફિલ્મોમાં સંગીત આપ્યું, જેમાં તેમણે ૬૧ ગીતોની રચના કરી. આ ગીતોમાં શૈલેન્દ્રને ફાળે ૪૬ અને હસરત જયપુરીને ફાળે ૧૫ ગીતો આવ્યાં.

સીમા (૧૯૫૫)



સીમામાં શૈલેન્દ્રએ લખેલાં ત્રણ અને હસર્ત જયપુરીએ લખેલાં ત્રણ મળીણે કુલ છ ગીત હતાં, જેમાંથી હસરત જયપુરીનું એક ગીત બે ભાગમાં હતું, તો શૈલેન્દ્રનું 'તુ પ્યાર કા સાગર હૈ' ફિલ્મમાં બે અલગ સંદર્ભમાં રજુ થયું છે. જોકે ફિલ્મનાં એક પણ ગીતને વિસરાતાં ગીતો કહેવાની હિંમત આજે પણ કરી શકાય તેમ નથી, એટલે એમ ગીત જ અહીં મુક્યું છે જે મને ખુબ જ પ્રિય ગીતોમાંનું એક છે.

મન મોહના બડે જૂઠે ….. હાર કે હાર નહીં માને - લતા મંગેશકર

રાગ જયજયવંતી પર આધારીત આ ગીતમાં વાદ્ય સજ્જા પર શંકર અને જયકિશન બન્નેની અસરોનું સંમિશ્રણ છે.સાંભળવામાં ગીત એટલું બધું સરળ જણાય છે પરંતુ તેનાં ગાયનની અદાયગી ગીતના ભાવને રજૂ કરવામાં કેટ્લું મુશ્કેલ રહ્યું હશે એ વાતનો અંદાજ એ વાત પરથી આવી શકશે કે નુતને ગીતનાં રેકોર્ડીંગ વખતે લતા મંગેશકર એ કામ કેમ કરે છે ખુબ જ ધ્યાનપૂર્વક નિહાળ્યું હતું, જેથી પરદા પર તેઓ તેને યોગ્ય ન્યાય આપી શકે.

શૈલેન્દ્ર પણ  સાદગીમાં ગહન વાત કહી જવાની તક છોડતા નથી  -

બને થે ખિલાડી પિયા, નીકલે અનાડી,

મો સે બેઈમાની કરે, મુજ઼સે હી રૂઠે

… … … … …

… … … … …

તુમ્હારી યે બંસી કાન્હા, બન ગઈ ફાંસી

તાન સુના કે મોરા , તન મન લૂટે


આડ વાત: 'સીમા' શીર્ષકની બીજી ફિલ્મ ૧૯૭૧માં આવી હતી, જેમાં પણ સંગીત શંકર જયકિશનનું હતું.

શ્રી ૪૨૦ (૧૯૫૫)



આર કે ફિલ્મ્સ નિર્મિત ફિલ્મોમાં શ્રી ૪૨૦નું એક આગવું સ્થાન હંમેશ રહ્યું છે. ફિલ્મમાં ૯ ગીતો હતાં જેમાંથી ૭ ગીત શૈલેન્દ્રએ અને ૨ હસરત જયપુરીએ લખ્યાં છે. એ કહેવાની તો ભાગ્યે જ જરૂર હશે કે બધાં જ ગીતોની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે.

શામ ગયી રાત આયી, અબ તો સનમ આ જા, તારોંકી બારાત આયી કે બલમ આ જા- લતા મંગેશકર

ગીતનો ઉપાડ જે પૂર્વાલાપથી થાય છે તે ટુકડો ગુજરાતી ગરબાના તાલમાં છે, તેને કારણે એટલો ટુકડો એ જ રીતે ગરબાના તાલ પરથી ઉપડતાં ભોલી સુરત દિલ કે ખોટે (અલબેલા, ૧૯૫૧) જેવો પણ ક્યાંક આભાસ થાય. એટલા ટુકડા પછી તરત જ શંકર જયકિશનની ઓળખ સમી ઢોલકની સંગત શરૂ થઈ જાય છે.

આખું ગીત ખુબ જ માધુર્યભર્યું છે, હા ફિલ્મનાં બીજાં ગીતો જેટલી સરળ ધુન કદાચ ન કહી શકાય. આવું એ સમયે આર કે ટીમને પણ લાગ્યું હશે, કેમકે ગીતને ફિલ્મમાં સમાવાયું નથી.


હલાકુ (૧૯૫૬)



ડી ડી કશ્યપ દ્વારા દિગ્દર્શિત, 'લાકુ' ઈરાનના પ્રાચીન ઈતિહાસનાં રાજવી હલાકુ પર આધારીત છે. 'હલાકુ'નું મુખ્ય પાત્ર પ્રાણ અદા કરે છે. ફિલ્મની વાર્તાનાં કેન્દ્રમાં હલાકુને તેની પ્રજામાંની સામાન્ય વર્ગની મોહક સૌંદર્ય ધરાવતી કન્યા માટે જાગેલું આકર્ષણ અને એ કન્યાના  બીજા કોઈ યુવાન માટેનો પ્રેમ છે.ફિલ્મમાં ૮ ગીતો હતાં, જે પૈકી ૫ શૈલેન્દ્રએ અને ૩ હસરત જયપુરીએ લખ્યાં છે.

શૈલેન્દ્ર રચિત પાંચમાંથી એ સમય જાણીતાં થયેલાં ત્રણ (યુગલ) ગીતો, આ જા કે ઈંતજ઼ારમેં જાનેકો હૈ બહાર ભી અને દિલકા ન કરના ઐતબાર કભી મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરોમાં છે તો અજી ચલે આઓ, તુમ્હેં આંખોંસે દિલને બુલાયા લતા મંગેશકર અને આશા ભોસલેના સ્વરોમાં છે.

યે ચાંદ યે સિતારે, યે સાથ તેરા મેરા. શબ-એ-જ઼િન્દગી કા ન હો સવેરા, ઓ દિલરૂબા, ઓ દિલરૂબા - લતા મંગેશકર

શંકર જયકિશન અને શૈલેન્દ્રએ ગીતની બાંધણીમા ફિલ્મનાં કથાનકની મધ્યપશ્ચિમ એશિઆની સંસ્કૃતિની અસરને વણી લીધેલ છે. શંક્રર જયકિશને તાલ, અંતરા તેમ જ કાઉન્ટર મેલોડીમાં મૃદુ તાર વાદ્યનો પ્રયોગ કરેલ છે.


તેરી દુનિયા સે જાતેં હૈ છુપાયે ગમ અપના, લિયે જાતેં હૈ આંખોંમેં કીસીકે પ્યારકા સપના - લતા મંગેશકર

ફિલ્મનાં વાતાવરણને અનુરૂપ સંગીત સર્જન કરવા માટે ફરી એક વાર શંકર જયકિશન તેમની પોતાની જાણીતી શૈલીને બદલે તેમના માટે અલગ કહી શકાય તેવી ધુનનો પ્રયોગ કરે છે.

કમનસીબે ગીતને ફિલ્મમાં નથી સમાવાયું.



કિસ્મત કા ખેલ (૧૯૫૬)



કિશોર સાહુ દ્વારા દિગ્દર્શિત અને લિખીત, કિસ્મત કા ખેલ ટિકિટબારી પર એટલી હદે પીટાઈ ગઈ કે ફિલ્મની રીલો સાથે તેનાં ગીતો પણ ઉકરડે ગયાં. ફિલ્મમાં ૭ ગીતો હતાં જે પૈકી શૈલેન્દ્રએ ૫ અને હસરત જયપુરીએ ૨ ગીતો લખ્યાં છે.

આડવાત

'કિસ્મત કા ખેલ' સુનીલ દત્તની ચોથી જ ફિલ્મ હતી. તે પહેલાં તેઓ રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૫), કુંદન (૧૯૫૫) અને એક હી રાસ્તા (૧૯૫૬)માં જ જોવા મળ્યા હતા.

કિસ્મત કા ખેલ હૈ જનાબ-એ-આલી … આપકે પાસ હૈ મોતી ખઝાને ઔર અપની જેબ ખાલી - લતા મંગેશકર

એ સમયમાં જરા સરખું છીડું મળે એટલે એક ગીત માટેની જગ્યા તો બની જ જતી.અહીં, નાયિકા (વૈજયંતિમાલા) અને નાયક (સુનિલ દત્ત) વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરતાં લાગે છે. ટિકિટ ચેકર ટિકિટ ન હોય તો પૈસા ભરી દેવાનું કહે છે, જેના જવાબમાં નાયિકા ગીત ગાઈને પૈસા માગી આપવાનો પ્રસ્તાવ કરે છે. અને સારા એવા ભરચક્ક હશે એવા કોચમાં  ગાયિકાને નૃત્ય કરવાની જગ્યા પણ થઈ જાય છે !



ન બુરે ન ભલે હમ ગરીબ ગમ કે પલે, તુમ ક્યા જાનો બસ્તી હમારી રાજા, લાડલી જ઼િંદગી અપને આંસુંઓ મેં ઢલી … - લતા મંગેશકર

આ ગીત પોતાની બસ્તીની જાનદાર રજુઆત મટે ગવાય છે. આ એ બસ્તી છે જ્યાં અનોખી (વૈજયંતિ માલા)નું 'રાજ' છે અને પ્રકાશ (સુનિલ દત્ત) આશરો મેળવે છે.

આવી સીચ્યુએશન શૈલેન્દ્ર જેવા ગીતકારોને ખીલવા માટે પુરેપુરી તક આપે છે, જેમકે ગીતના એક માત્ર અંતરામાં તેઓ કહે છે કે -

હમારી ભી ગલીમેં મુસ્કરાએ ચાંદની
બાદલ જ઼ુમકે ગાયે રસીલી રાગિની
તુમ્હારે મહલ સે કુછ કમ
નહીં યે બસ્તી હમારી

અર્ઝ હૈ આપસે ઔર આપસે, ભેદકી બાત હૈ અપનોં સે કહી જાતી હૈ…… બાલમ આયેગા - લતા મંગેશકર

ગીત આમ તો શેરીમાં ભજવાતા નૃત્યનાટિકાના ખેલ સ્વરૂપે છે, જેમાં વૈજયંતીમાલા એક વધારે નૃત્ય ગીત વડે બાલમ આવવાની ખાનગી વાત પ્રેક્ષકોને કહે છે.

શૈલેન્દ્રએ પણ અહીં સાખીનો પ્રયોગ કરી લીધો છે ! શંકર જયકિશને શેરી ગીતમાટે આવશ્યક હાર્મોનિયમની હાજરીનો સાખી માટેનાં વાદ્ય સંગીતમાં આગવી અદાથી ઉપયોગ કરી લીધો છે …..


તુ માને યા ન માને બાલમ અનજાને, બેદર્દી તેરે લિયે… નાચે મેરી જ઼િંદગી  - લતા મંગેશકર, સાથીઓ

આ ગીત પણ શેરીમાં ગોઠવેલ નાની નૃત્ય નાટિકાના ખેલ સ્વરૂપે જ છે, પરંતુ તેની સાથે ઊભો કરેલ સંનિવેશ બહુ કૃત્રિમ બની રહ્યો છે. પરિણામે  શંકર જયકિશને પ્રયોજેલ મધ્યપશ્ચિમ એશિયાની સંસ્કૃતિની ધુનનો પ્રયોગ પણ ખાસ અસર કરી શકતો નથી જણાતો.


ચલો લે ચલું મૈં તારોંમેં રંગ રંગીલે ગુલઝારોંમેં - આશા ભોસલે

અહી હવે નાયિકા શેરી ખેલ કરતાં કરતાં મોટાં સ્ટેજ પર નૃત્યો કરી બતાવવાની ક્ષમતા સુધી પ્રગતિ કરી ચુકેલ છે. મોટી ટિકિટો ખરીદીને શૉ જોવા આવતાં પ્રેક્ષકોના મોભાને શોભે તેવી ભવ્ય વાદ્યસજ્જા વડે  ઉઘડતા પૂર્વાલાપ સાથે શંકર જયકિશને ગીતની બાંધણી કરી છે.

બસંત બહાર (૧૯૫૬)



શંકર જયકિશને ૧૯૫૬માં વિધ વિધ વિષયો પર કરેલી ફિલ્મોમાં 'બસંત બહાર' તો બહુ જ અનોખો પ્રયોગ હતો. પેઢીઓથી જ્યોતિષીના વ્યવસાયમાં રહેલાં કુટુંબનો પુત્ર સંગીત તરફ ખેંચાય છે.તેના સંધર્ષની વાત રજુ કરવા માટે શાસ્ત્રીય સંગીત કેન્દ્રમાં રહે તે રીતે ફિલ્મની વાર્તા ગોઠવઈ હતી.

 'બૈજુ બાવરા'નાં સંગીતની અપ્રતિમ સફળતાના માપદંડ સામે ખરા ઉતરવાની આ કસોટી હતી. સફળતા મળે તો હંમેશ માટે પ્રથમ હરોળમાં સ્થાન અને નિષ્ફળતા મળે તો કાયમ બીજી હરોળમાં જ સ્થાન નિશ્ચિત હતું.

'બસંત બહાર'નાં ૯ ગીતો શંકર જયકિશને ઝીલેલા પડકારને રજુ કરે છે.  આ ૯ માંથી શૈલેન્દ્રનાં આઠ ગીતો હતાં. નવમું હસરત જયપુરીનું  મૈં પિયા તોરી તુ માને યા ન માને પણ બાકીનાં ગીતોથી એક તસુ પણ પાછળ નહોતું. શૈલેન્દ્રના આઠ ગીતો - કેતકી ગુલાબ ચંપક બન ઝૂલે ( મન્ના ડે, ભીમસેન જોશી), સુર ના સજે ક્યા ગાઉં મૈં અને ભય ભંજના વંદના સુન હમારી (મન્ના ડે); નૈન મિલે ચૈન કહાં (મન્ના ડે, લતા મંગેશકર); બડી દેર ભયી અને દુનિયા ન ભાયે (મોહમ્મદ રફી  અને જા જા જા જારે બાલમવા (લતા મંગેશકર)- ઉત્કૃષ્ટ રચનાઓ થવાની સાથે બહુ લોકભોગ્ય પણ બન્યાં. અહીં અલગથી રજુ કરવા પુરતું જ આ ગીતોમાંથી  એક ગીતને, પરાણે, અલગ તારવ્યું છે –

કર ગયા રે કર ગયા રે કર ગયા મુઝપે જાદુ સાંવરિયા… - આશા ભોસલે, લતા મંગેશકર

મુખડાની બીજી પંક્તિ 'યે ક્યા કિયા રે ગઝબ કિયા રે ચોરકો સમજી મૈં સાધુ' ને બીજી પ્રેમવિહ્વળ પ્રેમિકાના મોઢેથી ન બોલાવીને બંને પ્રેમિકાઓની એક જ વ્યક્તિ માટેના પ્રેમની હરિફાઈના ભાવને ઉઠાવ અપાયો છે. બોલકી પ્રેમિકા માટે આશા ભોસલેનો અને મનમાને મનમાં હિજ઼રાતી પ્રેમિકા માટે શંકર જયકિશને લતા મંગેશકરનો સ્વર વાપર્યો છે તો શૈલેન્દ્રએ બન્નેના ભાગે આવતા બોલમાં સ્વભાવની આ લાક્ષણિકતાને વણી લીધી છે.


૧૯૫૬ની અન્ય ચાર ફિલ્મો
, ન્યુ દિલ્હી, રાજહઠ ,ચોરી ચોરી અને પટરાની નાં ગીતોને હવે પછીના મણકાં યાદ કરવાનું કરીને, ૧૯૫૬ના વર્ષની આ ત્રણ ફિલ્મોથી જ આપણે આજના અંકને સમાપ્ત કરીશું,



આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.