Thursday, August 15, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - ખુર્શીદ, કાનનદેવી


ખુર્શીદનાં  સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષમાં ખુર્શીદની હાજરી માત્ર એક જ ફિલ્મમાં જોવા મળે છે. પણ, એ એક ફિલ્મમાં સંગીતકાર રામ ગાંગુલીએ વિન્ટેજ એરાની ગીતની બાંધણી, વાદ્યસજ્જા કે ગાયકીની શૈલી જેવાં અંગોનો એટલો બખૂબી ઉપયોગ કર્યો છે કે ખુર્શીદના સ્વરની મોટા ભાગની રેન્જ સાથે આપણને પરિચય થઈ રહે છે.
બન મેં કાલી કોયલ બોલી મેરે મનકી દુનિયા ડોલી - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

હમારી ગલી આના, હમસે અખિયાં મિલાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ  

અચ્છા નહીં ભગવાન ગરીબોં કો સતાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

આયી દીવાલી દીયોંવાલી ગાયેં સખીયાં ઓ પરદેસી - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

પગલે મન તુ રો રો કિસે સુનાએ - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

કાનનદેવીનાં  સૉલો ગીતો
૧૯૪૬માં, કાનન દેવીના ફાળે પણ બે જ ફિલ્મો આવી છે. પરંતુ બન્ને ફિલ્મોના વિષય એકબીજાથી સાવ વિરુદ્ધ છેડાના છે, એટલે બન્ને ફિલ્મોના સંગીતકાર કમલ દાસ ગુપ્તા હોવા છતાં કાનન દેવીના સ્વરને આપણે અલગ અલગ અદાઓમાં સાંભળી શકીએ છીએ.
આજ હુઈ હૈ ભોર સુહાની પહેલી બાર - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીતકોષમાં આ ગીત માટે ગાયિકાનું નામ નથી દર્શાવાયું.

કોઈ ચલે કાંટો પે - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનો ઉલ્લેખ નથી.

કલી કિસીકી મુહબ્બતમેં મુરઝાતી હૈ - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીતકોષમાં આ ગીત માટે ગાયિકાનું નામ નથી દર્શાવાયું.

મુઝે સપનેમેં કૌન જગાયે - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

મૈં દિલવાલોં કી ઝિંદગી હૂં - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીતકોષમાં આ ગીત માટે ગાયિકાનું નામ નથી દર્શાવાયું.

અમૃત કે બરસૈયા મોરે - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા

ચંદા દૂર ગગનમેં બુલાયે - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા

મોરે જનમ જનમ કે સાથી તુમ હો અપને - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

સાવન કી રાની આયી ઝુલનમેં લિયે ખુશીયાં - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

તેરા ઘર મન મેરા - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા

હવે પછી ચર્ચાની એરણે ૧૯૪૬નાં વર્ષ માટેનાં નસીમ અખ્તર અને પારો દેવીનાં સૉલો ગીતો સાંભળીશું.


Sunday, August 11, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓગસ્ટ, ૨૦૧૯

શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬), જે હિંદી ફિલ્મ જગતમાં શૈલેન્દ્રનાં નામથી અમર છે, તે જેટલા જાણીતા ગીતકાર હતા તેટલા જાણીતા કવિ કદાચ ન હતા. તેમનાં ફિલ્મ માટે લખાયેલાં ગીતો કે તેમનાં કાવ્યોમાં ઉત્કટ ભાવની સ્રળ શબ્દોમાં રજૂઆત સુગેય સ્વરૂપે રજૂ થતી રહી તેટલી જ હૃદયસ્પર્શી તેમની કવિતાઓ પણ રહી છે. 

શૈલેન્દ્રને આપણે શૈલેન્દ્ર-હસરતની જોડીનાં કે શંકરજયકિશન-શૈલેન્દ્રહસરત ચતુષ્કોણના એક અવિભાજ્ય અંગ તરીકે વધારે યાદ કરીએ છીએ. તે સાચું પણ છે કે શૈલેન્દ્રનાં મોટા ભાગનાં ગીતો ચતુષ્કોણના ઘેરાવાની અંદર જ રચાયાં છે. તે પછી તેંમણે સૌથી વધારે ગીતો, અનુક્રમે એસ ડી બર્મન અને સલીલ ચૌધરી માટે લખ્યાં છે. પરંતુ આ સિવાય પણ તેમણે બીજા ઘણા 'અન્ય' સંગીતકારો સાથે પણ એવી જ ચાહતથી પોતાની રચનાઓ લખી છે. જેમ કે - બંગાળી ફિલ્મ 'ઈન્દ્રાની (૧૯૫૮)નું એક માત્ર હિંદી ગીત સભી કુછ લુટાકે હુએ હમ તુમ્હારે (ગાયક મોહમ્મદ રફી, સંગીતકાર નચિકેત ઘોષ)

૨૦૧૭નાં વર્ષથી આપણે શૈલેન્દ્રનાં 'અન્ય સંગીતકારો' સાથેની લેખમાળા તેમના જન્મના આ ઓગસ્ટ મહિનામાં આપણા'વિસરાતી યાદો..'ના આ મંચ પર કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે, શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો માં આપણે શૈલેન્દ્રના અન્ય સંગીતકારોએ સંગીતબધ્ધ કરેલાં ગીતોનું વિહંગાવલોકન કર્યું. તે પછી આપણે શૈલેન્દ્રએ ચોથા ક્રમે સૌથી વધારે ગીતો જેમની સાથે લખ્યાં એવાં શૈલેન્દ્ર અને રોશનનાં ગીતોને યાદ કર્યાં.

આજના આ અંકમાં આપણે શૈલેન્દ્રનાં હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી) સાથેનાં ગીતોને યાદ કરીશું. હેમંત કુમાર સાથે રવિ અને કલ્યાણજી (આણંદજી)ને જોડવા માટેની એક અન્ય કડી છે - હેમંત કુમારે રચેલું 'નાગિન' (૧૯૫૪)નું ગીત - મન ડોલે મેરા તન ડોલે. તે સમયે હેમંત કુમારના સહાયક હોવાથી એ ધુનને સુરમાં બેસાડી હતી રવિએ અને એ ગીતમાં વપરાયેલ 'બીન'ના સ્વરને ક્લેવાયોલિન પર દેહ આપ્યો હતો કલ્યાણજી (આણંદજી) વીરજી શાહે. [1]

શૈલેન્દ્ર અને હેમંત કુમાર

હેમંત કુમાર (મુખર્જી) - જન્મ: ૨૦-૬-૧૯૨૦ – અવસાન: ૨૬-૯-૧૯૫૯ –નીં હિંદી ફિલ્મ જગતની કારકીર્દી ૧૯૪૪ની ફિલ્મ 'ઈરાદા'નાં ગીત, આરામ સે જો રાતેં કાટેં (સંગીતકાર - પંડિત અમરનાથ, ગીતકાર અઝીઝ કશ્મીરી)દ્વારા પાર્શ્વગાયક તરીકે થઈ. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમની ફિલ્મ 'આનંદ મઠ' (૧૯૫૨) હતી, અને યોગાનુયોગ પણ કેવો કે 'આનંદ મઠ'નાં મોટા ભાગનાં ગીતો શૈલેન્દ્રએ લખ્યાં.

શૈલેન્દ્ર અને હેમંત કુમારે અનુક્રમે ગીતકાર અને સંગીતકાર તરીકે તે સિવાય બે ફિલ્મો 'ચાંદ' અને 'હમ ભી ઈન્સાન હૈ' (બન્ને ૧૯૫૯) અને એક ગીત (માસૂમ, ૧૯૬૦) તરીકે સાથે કામ કર્યું છે.
આડવાત :
શૈલેન્દ્ર અને હેમંતકુમારનું ગીતકાર અને ગાયક તરીકે પણ આગવું જોડાણ શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ યાદ કિયા દિલ ને કહાં હો તુમ (પતિતા, ૧૯૫૩) અને રૂલાકર ચલ દિયે હસીં બનકર જો આયે થે (બાદશાહ, ૧૯૫૪) તેમ જ આજના અંકમાં અલગથી રજૂ થયેલ ગીતોમાં પણ જોવા મળે છે.)
નૈનોં મેં સાવન,મન મેરે ફાગુન, પલછીન જલે ઔર જલાયે બચપન, યાદ આયે રે - આનંદ મઠ (૧૯૫૨) – ગાયિકા: ગીતા રોય (દત્ત)

પોતાના પિતાને ઘરે વીતેલાં બાળપણથી આજની મઠ સુધીની જીવનયાત્રા પર્દા પર ગીતા બાલી યાદ કરે છે. યાદોમાં વણાયેલી કરૂણાને ઉજાગર કરતા બોલમાં ગીતા દત્ત પ્રાણ ફૂંકે છે.

કૈસે રોકોગે તૂફાન કો - આનંદ મઠ (૧૯૫૨) – ગાયકો: ગીતા રોય (દત્ત), તલત મહમૂદ

પરદા પર, એક તરફ ગીતા બાલી અંગ્રેજ અફસરને આડે પાટે ચડાવતાં આઝાદીની લડતનાં તોફાનને કેમ રોકશો તેવો શ્લેષભર્યો પડકાર ફેંકે છે તો એ જ શબ્દો વડે ભૂતકાળના પ્રેમી, પ્રદીપ કુમાર,ને માનવ સહજ આવેગ કેમ રોકાશે તેવો સવાલ પણ પૂછે છે. જવાબમાં ઝૂંપડાંમાં સંતાયેલ પ્રદીપકુમાર અસંજસ ભર્યો ઉદ્વેગમાં જણાય છે. બન્ને પાત્રોના મનોભાવ ગીતા રોય અને તલત મહમૂદના સ્વરમાં તાદૃશ થાય છે.

આડવાત:
'આનંદ મઠ' પ્રદીપ કુમારની પહેલ વહેલી ફિલ્મ હતી.
કભી આજ, કભી કલ, કભી પરસોં - ચાંદ (૧૯૫૯) – ગાયિકાઓ: લતા મંગેશકર, સુમન કલ્યાણપુર

આ બન્ને ક્વચિત જ સાથે ગાયેલં ગીતોમાંના સૌ પહેલાં યુગલ ગીતમાં હેમંત કુમારે બન્નેની ગાયન શૈલીને જાળવીને પણ એક દ્રુત તાલની કર્ણમધુર નૃત્ય રચના પેશ કરેલ છે.

હાય રે કિસ્મત કા અંધેર હાય રે બનતે દેર લગે ન બિગડતે - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯) – ગાયક: હેમંત કુમાર

વાંસળીના ઉપાડથી શરૂ થતા પૂર્વાલાપમાં માનવ જીવનની હતાશાને ઉજાગર કરયા બાદ હેમંત કુમાર ખુદ એ મનોભાવને આખાં ગીતમાં જૂદા જૂડા સુરોમાં વ્યકત કરે છે.

ઊંચ નીચ કા ભેદ ભુલાકર ગલે મિલો સારે ઈન્સાન - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)– ગાયક: હેમંત કુમાર

ભજનની ધુનમાં ઢાળવામાં આવેલ આ ગીતમાં શૈલેન્દ્ર સમાજવાદી સમાનતાની વિચારસરણી વળી લે છે.

ફૂલવા બંદ મહેકે દેખો લહેકે ડાલી ડાલી - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)– ગાયિકાઓ: ગીતા દ્તા, સુમન કલ્યાણપુર

કુદરતનાં સાન્નિધ્યમાં ખુશખુશાલ વિહરતી સખીઓનો ભાવ વર્ણવતા શૈલેન્દ્રના બોલને હેમંત કુમારે અનન્ય માધુર્યમાં સંગીતબદ્ધ કરી આપ્યા છે. બન્ને ગાયિકાઓની સ્વાભાવિક ગાયન શૈલીનો પણ બખુબી ઉપયોગ કરાયો છે.
પ્યાર જતાકે લલચાયે મોરા બાલમા - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯) – ગાયિકા: શમશાદ બેગમ

આ ગીતની સીચ્યુએશન જાણવા માટે આપણી પાસે આ ક્લિપમાં દૃશ્ય ન હોવા છતાં પરાદ પર અને પર્દાની પાછળનાં ગાયિકાઓનો આનંદ તો અછતો નથી જ રહેતો.

નાની તેરી મોરની કો મોર લે ગયે - માસૂમ (૧૯૬૦) – ગાયિકા: રાનુ મુખર્જી

બાળ સુલભ ગીતને અનુરૂપ જ શૈલેન્દ્રના શબ્દો એટલી જ બાળચાપલ્યભરી રજૂઆત કરવા માટે હેમંત કુમારે પોતાના જાદુઇ થેલાંથી તેમની નાની સી દીકરી રાનુ મુખર્જીનો સ્વર પ્રયોજ્યો. આ એક જ ગીત આ ફિલ્મમાં શૈલેન્દ્ર એ લખ્યું છે.

શૈલેન્દ્ર અને રવિ


રવિ (શંકર શર્મા)ને – જન્મ: ૩ માર્ચ, ૧૯૨૬ - અવસાન ૭ માર્ચ, ૨૦૧૨ - હેમંત કુમારે તેમનાં સંગીતબધ્ધ કરેલ ગીત વન્દે માતરમ (આનંદ મઠ, ૧૯૫૨)નાં સહવૃંદમાં ગાયક તરીકે તક આપી તે સાથે અ બન્નેનો હિંદી ફિલ્મ સંગીત જગતમાં સહપ્રવાસ શરૂ થયો. તે પછી, નાગિન (૧૯૫૪) સુધી રવિએ હેમંત કુમારના સહાયક તરીકે કામ કર્યું

શૈલેન્દ્ર અને રવિએ અનુક્રમે ગીતલેખક અને સંગીતકાર તરીકે ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ બધી જ ફિલ્મો રવિની કારકીર્દીની દિશા બદલી નાખનારી ચૌદહવીકા ચાંદ (૧૯૬૦) પહેલાંની ફિલ્મો છે. ચૌદહવી કા ચાંદ પછી રવિએ શકીલ બદાયુની, સાહિર લુધ્યાનવી કે રાજેન્દ્ર કૃષ્ણ સાથે વધારે કામ કર્યું છે.

સાથે કામ કર્યું હોય એવી તેમની પહેલી ફિલ્મ, દિલ્લી કા ઠગ (૧૯૫૮)નાં બે ગીતો - ચલ રે અમીરે ચલ રે ફકીરે (કિશોર કુમાર, સાથીઓ) અને યે રાતેં યે મૌસમ નદી કા કિનારા (કિશોર કુમાર, આશા ભોસલે)- વિષે આપણે શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો માં ચર્ચા કરી હતી, એટલે તે અહીં દોહરાવતાં નથી.

યે કૈસી રાત આયી - દેવર ભાભી (૧૯૫૮) - ગાયિકા આશા ભોસલે

રવિનાં સંગીત વિશ્વમાં આશ અભોસલેનું એક ચોક્કસ સ્થાન રહ્યું છે. ઓ પી નય્યરનાં ગીતોની સામે રવિને રચેલાં આશા ભોસલેનાં ગીતોએ આશા ભોસલે કૌશલ્યને એવું વૈવિધ્ય બક્ષ્યું જે આશા ભોસલેને, લાંબા સમય સુધી, ખુબ સબળ સ્પર્ધાત્મક સ્તરે ટકી રહેવામાં અત્યંત મદદરૂપ બન્યું.

કલ કે ચાંદ આજ કે સપને તુમકો પ્યાર બહુત સા પ્યાર - નઈ રાહેં (૧૯૫૯) – ગાયકો: લતા મંગેશકર, હેમંત કુમાર

સુખી ભવિષ્યના આશાવાદના ભાવને માર્દવ માધુર્યથી રજૂ કરવા માટે પુરુષ પાર્શ્વગાયક તરીકે હેમંત કુમારની પસંદગી ગીતને અનેરી આભા બક્ષે છે.

કલ કે સપને આજ કે સપને - નઈ રાહેં (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

જીવનમાં ધારી આશાઓ ન ફળે ત્યારે મૂળ કલ્પનાને કરૂણ સુરમાં ગાઈને રજુ કરવાનું ચલણ હિંદી ફિલ્મોની એક બહુ ખ્યાત પ્રથા રહી છે. શૈલેન્દ્રએ એક સરખા શબ્દો દ્વારા આવા બે અલગ ભાવને રજૂ કરતાં ઘણાં ગીતો આપણને આપ્યાં છે.


તોસે લાગે નૈના, લાગે નૈના, સૈંયા હો તો સે લાગે નૈના - નઈ રાહેં (૧૯૫૯) - ગાયકો: મોહમ્મદ રફી, આશા ભોસલે

શાસ્ત્રીય ઢાળમાં ઢાળવા છતાં ગીતનો ભાવ રોમેન્ટીક હોવાથી તે ગાવામાં સરળ રહે તેવી રવિની આગવી હથોટી અહીં સ્પષ્ટ જણાઇ આવે છે.

કૌન જાને રે બાબા દુનિયામેં પ્રીત પરાયી - જવાની કી બેટી (૧૯૫૯) – ગાયકો: મોહમ્મદ રફી, આશા ભોસલે, ગીતા દત્ત

શેરીઓમાં ગવાતાં ગીતો હિંદી ફિલ્મોમાં એ સમયનો એક ખાસ પ્રકાર હતો.રવિ અને શૈલેન્દ્ર બન્નેએ પોતપોતાનાં ક્ષેત્રની સાહજિક નિપુણતાને કામે વળગાડીને એક સફળ ગીતની રચના કરી છે. રવિ અને ગીતા દત્તે સાથે બહુ કામ નથી કર્યું, પરંતુ શેરીમાં ગીત ગાઈને પેટીયું રળતી એક ટુકડીનાં બે મુખ્ય કળાકારોને નૃત્ય્માં સાથ આપનારી નાની બળાના સ્વર માટે ગીતા દત્તનો સ્વર રવિએ પસંદ કર્યો છે.

શૈલેન્દ્ર અને કલ્યાણજી (આણંદજી)


એક જ સંગીતકારના બબ્બે અલગ અલગ સહાયકો સાથે કામ કરવાનો પ્રસંગ બબ્બે કિસ્સાઓમાં બનવાની ઘટના હિંદી ફિલ્મોમાં બહુ ન ચર્ચાઈ હોય એવી બબત કહી શકાય. શૈલેન્દ્રએ એસ ડી બર્મન અને તેમના એક સમયના સહાયકો જય્દેવ અને આર ડી બર્મન સાથે અને પછી હેમંત કુમાર અને તેમના એક સમયના સહાયકો રવિ અને કલ્યાણજી (આણંદજી) સાથે ગીતની રચના કરી છે. મુખ્ય સંગીતકાર અને તેમના એક સહાયક સાથે પણ ગીતો રચ્યાં હોય એવા શંકર જયકિશન - દત્તા રામ, એસ એન ત્રિપાઠી - ચિત્રગુપ્ત જેવા દાખલા પણ શૈલેન્દ્રના ચોપડે બોલે છે.

જા જા છેડ માન ભી જા - સટ્ટા બાઝાર (૧૯૫૯) – ગાયકો: મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

હિંદી ફિલ્મોના ખ્યાતનામ ગુજરાતી દિગ્દર્શક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાટે શૈલેન્દ્રએ આ એક જ ગીત લખ્યું છે.

આજના અંકના છેલ્લાં બધાં ગીતો મોહમ્મદ રફીએ ગાયેલાં છે, જે આપણા દરેકને મોહમ્મદ રફીનાં ગીતથી સમાપ્ત કરવાની પરંપરાની યાદ અપાવે છે. આજના ત્રણ સંગીતકારોમાંથી બે, રવિ અને કલ્યાણજી આણંદજીનાં શૈલેન્દ્રએ લખેલાં મોહમ્મદ રફીનાં ગીતો સાંભળ્યા પછી હેમંત કુમારે રચેલું શૈલેન્દ્રનું મોહમ્મદ રફીનું ગીત તો બાકી ન રખાય !

પ્યારી બોલે બુલબુલ પડોસન બોલે કૌવા - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)

ભારે મસ્તીખોર ગીત ! હેમંત કુમાર પાસેથી આવાં મસ્તીખોર ગીતો બહુ ઓછાં સાંભળવાં મળ્યાં હશે.



શૈલેન્દ્રની અન્ય સંગીતકારો સાથેની સફરમાં આવતાં વર્ષે ઓગસ્ટ મહિનામાં ફરીથી મળીશું.


[1] 'મન ડોલે..' સાથે જોડાયેલી ખટમીઠી આડવાત

'મન ડોલે..'નાં સર્જન સાથે જોડાયેલી અનેક કહાનીઓ ચર્ચાતી આવી છે. એચ એમ વી દ્વારા રજૂ કરાયેલ રેકોર્ડનાં કવર પર હેમંત કુમારના એ સમયના સહાયક રવિ અને વાદ્ય વાદક કલ્યાણજીને આ ધુન માટે શ્રેય આપે છે. પરંતુ Shyamanuja ના લેખ Who created the classic been music in Man Dole, Mera Tan Dole?.માં આ બાબતે વધારે વિગતે ચર્ચા કરવામાં આવી છે.

એક બીજી સ-રસ આડવાત -

૧૯૫૪નાં વર્ષમાં ક કલ્યાણજીભાઈના પુત્ર દિનેશ શાહનો જન્મ પણ થયો હતો. યુ ટ્યુબ પર ક્લેવાયોલિન પર 'મન ડોલે..'ની ધુનની વિડીયો ક્લિપ આપણને દિનેશભાઇ દ્વારા જ સાંભળવા મળી છે.

Thursday, August 8, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નૂરજહાં


૧૯૪૬નું વર્ષ નુરજહાની અખંડ હિંદુસ્તાનની એકચક્રી કારકીર્દીના અંત પહેલાનું વર્ષ બની રહેશે એવી કલ્પના એ વર્ષનાં તેમનાં ગાયેલાં ગીતો સાંભળીને કોઇને પણ ન થાય. આ વર્ષે તેમની ત્રણ ફિલ્મો, ત્રણ જૂદા જૂદા સંગીતકારોનાં સંગીત નિદર્શનમાં રજુ થઈ. 'અનમોલ ઘડી'નાં નુરજહાં તો આજે પણ એટલી જ ચાહથી યાદ કરાય છે, પણ ઝફર ખુર્શીદે રચેલાં તેમનાં 'દિલ'નાં ગીતો અને હફીઝ ખાને રચેલાં 'હમજોલી'નાં ગીતો નુરજહાંના સ્વરની અલગ જ પેશકશ હોવા છતાં આજે પણ સાંભળવા ગમશે.
બહુ જાણીતાં થયેલ ગીતો
આજા મેરી બરબાદ મુહબ્બત કે સહારે - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી

મેરે બચપનકે સાથી મુઝે ભુલ ન જાના - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી 

જવાં હૈ મુહબ્બત હસીં હૈ જ઼માના - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી

ક્યા મિલ ગયા ભગવાન તુમ્હેં દિલ કો દુખાકે - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર:  તન્વીર નક઼્વી

ઓછાં સાંભળેલાં ગીતો
અય હવા જા જા જા પિયા કે ઘર જા, ક્યું ચલતી હૈ - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ – ગીતકાર: રાજીઉદ્દીન 

દે કે મુઝે વહ દર્દ-એ-જિગર, ભુલ ગયે ક્યા ભુલ ગયે - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ – ગીતકાર: રાજીઉદ્દીન

બાબા મેરે છૂટ ગયે, ચૈન મુઝે નહીં આયે - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ -  ગીતકાર: અર્શ

ફૂલોંમેં નઝર યે કૌન આયા, કૌન આયા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

યે દેશ હમારા પ્યારા, હિન્દુસ્તાન હૈ હમારા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

રાઝ ખુલતા નઝર નહીં આતા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

ભગવાન ભગવાન કબ તક તેરી દુનિયામેં અંધેર રહેગા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

દુખ દર્દ સે જહાં મેં કોઈ આઝાદ નહીં હૈ - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી

હવે પછીના અંકમાં આપણે ચર્ચાની એરણે ૧૯૪૬નાં વર્ષનાં ખુર્શીદ તેમ જ કાનનદેવીનાં સોલો ગીતો સાંભળીશું. 

Sunday, August 4, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૩]


મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ બ્રાહમ અને ભારત ભુષણ માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફર '૫૦ના દાયકાના મધ્ય ભાગ સુધી પહોંચી છે. અત્યાર સુધી આપણને જે કંઈ જોવા મળ્યું તેના પરથી એમ તારણ કાઢવું ખોટું નથી જણાતું કે મન્નાડેના જે કોઈ ગીતો સફળ થતાં હતાં તે તેમને 'આગવા' ગાયક તરીકે જરૂર વધારે ને વધારે માનસન્માન અપાવતાં હતાં. પરંતુ, હિંદી ફિલ્મ સંગીતની પેચીદી ગતિવિધિઓમાં તેમને અમુક કળાકારના 'સ્થાયી' પાર્શ્વસ્વર તરીકેનું સ્થાન મેળવવામાં આ સફળતા કોઈ યોગદાન નહોતી આપી શકતી.

કિશોર કુમાર માટે

'૫૦ અને '૬૦ના દાયકાના એક ગાળામાં કિશોર કુમાર પોતાની એક્ટીંગની કારકીર્દી માટે એટલો બધો ભાર મુકતો હતો કે તેનાં ઘણાં ગીતો અન્ય ગાયકોએ - ખાસ કરીને મોહમ્મદ રફીએ, અને આપણે હવે જોઈશું તેમ અમુક ગીતો મન્ના ડે એ - ગાયાં તે તેણે (મને કે કમને) સ્વીકારી લીધું હતું. નોંધપાત્ર વાત એ હતી કે એ ફિલ્મોમાં બીજાં બધાં પોતાનાં ગીતો કિશોર કુમારે જ ગાયાં હતાં. એટલે એવું માની શકાય કે કિશોર કુમારનાં જે ગીતો બીજા ગાયકોએ ગાયાં, તે માટે સંગીતકાર પાસે કોઈ ખાસ કારણો જરૂર રહ્યાં હશે. આપણો આશય એ કારણો જાણવાનો નથી, પણ આપણી લેખમાળાના આશયના સંદર્ભમાં આવાં ગીતોની અહીં નોંધ લેવાનો છે.

દિન અલબેલે પ્યારકા મૌસમ, ચંચલ મનમેં તૂફાન - બેગુનાહ (૧૯૫૭) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી

શંકર જયકિશનનું આવાં રોમેન્ટીક ગીત માટે મન્ના ડેને પસંદ કરવું, ગીતનું બેહદ લોકપ્રિય થવું એ મન્નાડેની મુખ્ય અભિનેતાના પાર્શ્વસ્વર તરીકેની કારકીર્દીને આગળ લઈ જવા માટે સારૂં એવું બળ પૂરૂં પાડી શકવું જોઈતું હતું. પરંતુ, પર્દા પર આ ગીત કિસોર કુમાર ગાય એટલે, સ્વાભાવિકપણે, એ શક્યતાનો લાંબે ગાળે તો છેદ ઉડી જ જાય. તેમાં પાછી, 'બેગુનાહ'ને રજૂ થયાના દિવસોમાં ઉતારી લેવી પડે, તેની બધી જ પ્રિન્ટ્સ બાળી નાખવી પડે એવા સંજોગો આડા ઉતરે, એટલે ફરી એક વાર ગીતની સફળતા મન્નાદેની કારકીર્દીને ધાર્યો લાભ કરી આપવામાં અસમર્થ નીવડી.


પહેલે મુર્ગી કે પહેલે અંડા જ઼રા સોચકે બતા - ક્રોરપતિ (૧૯૬૧) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

સીધેસાદું કોમેડી ગીત છે જે કિશોર કુમાર માટે ગાવું એ કોઈ મુશ્કેલ વાત ન જ કહેવાય, છતાં મન્ના ડેના ભાગ્યમાં કિશોર કુમાર માટે એક વધારે ગીત ગાવાનું આવ્યું. જો કે મન્ના ડે એ કિશોર કુમારના અભિનયની દરેક અદાઓ સાથે પોતાનો સુર બહુ જ સ્વાભાવિકતાથી મેળવી બતાવ્યો છે. કિશોર કુમારે ખુદ પરદા પર ગીતને ભજવ્યું છે એટલે ગીતની અદાયગી જ્હોની વૉકર કે મહેમુદે કોમેડી ગીતો ગાવાની જે શૈલી વિકસાવી હતી તેના કરતાં આ ગીત ખાસું અલગ પડી રહે છે.


હો ગયી શામ દિલ બદનામ લેતા જાયે તેરા નામ - નૉટી બોય (૧૯૬૨) - આશા ભોસલે સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: શૈલેન્દ્ર

ગીતનું ફિલ્માંકન ક્લબ ડાન્સ તરીકે કરવામાં આવ્યું છે, જેમાં કિશોર કુમાર પોતાની કોમેડી હરકતો પણ કરી લે છે. ગીતના ભાવને પૂર્ણપણે વફાદાર રહીને પણ મન્ના ડે કિશોર કુમારની અદાઓની સાથે પોતાના સ્વરને મેળવી રહે છે.


અલખ નિરંજન - હાયે મેરા દિલ (૧૯૬૮)- સંગીતકાર: ઉષા ખન્ના

આ ફિલ્મ રજૂ થઈ ત્યાં સુધીમાં વેશ બદલીને અદાકાર કોમેડી ગીત ગાય તેના માટે પાર્શ્વગાયક તરીકે મન્ના ડેને પસંદ કરવા તે પ્રથા રૂઢ થઈ ગઈ હતી.


ઉષા ખન્નાએ એક અન્ય યુગલ ગીતમાં - જાનેમન જાનેમન તુમ દિન રાત મેરે સાથ હો - પણ કિશોર કુમાર માટે મન્ના ડેના સ્વરનો પ્રયોગ કર્યો છે. ગીત ફરી એક વાર ક્લબ સોંગના પ્રકારનું ગીત છે.


શમ્મી કપૂર માટે

શમ્મી કપૂરની હીરો તરીકેની અભિનય કારકીર્દીને 'તુમસા નહી દેખા'ની પહેલાંની અને પછીની ફિલ્મો એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. 'તુમસા નહીં દેખા' પહેલાંની ફિલ્મોમાં બહુધા તલત મહમૂદ શમ્મી કપૂરના પાર્શ્વ સ્વર તરીકે સાંભળવા મળે છે, જ્યારે 'તુમસા નહીં દેખા' અને તે પછીની ફિલ્મોમાં શમ્મી કપૂરની અદાઓ સાથે તાલ મેળવતા મોહમ્મદ રફી પાર્શ્વ ગાયક તરીકે સ્થાયી બની ગયા હતા. આજે આપણે પહેલાં એવી બે ફિલ્મોનો ઉલ્લેખ કરી રહ્યાં છીએ જેને આ બન્ને તબક્કાના સંક્રાંતિકાળની ફિલ્મો કહી શકાય.


પહેલી ફિલ્મ, તાંગેવાલી (૧૯૫૫)માં સંગીતકાર સલીલ ચૌધરીએ શમ્મી કપૂર માટે ત્રણ પુરુષ ગાયકોના સ્વરનો ઉપયોગ કર્યો છે. પંજાબી થાટ પર રચાયેલું ઘોડાના ડાબલાની લયનું સોલો ગીત મોહમ્મદ રફીના સ્વરમાં છે તે ઉપરાંત બીજાં બે યુગલ ગીતો, રફી - લતા અને હેમંત કુમાર - લતાના સ્વરમાં છે. ત્રીજું યુગલ ગીત - ટીના ટન ટન ટીના કિસીને દિલ હૈ છીના - મન્ના ડે અને ગીતા દત્તના સ્વરોમાં છે, જોકે આ ગીતની ડિજિટલ લિંક નથી મળી શકી.
બીજી ફિલ્મ છે ઉજાલા(૧૯૫૯), જે શ્રમજીવી વર્ગનાં જીવનને જોડતી આદર્શવાદી સમાજવાદની વિચારસરણીનાં કથા વસ્તુ પર આધારિત હતી. ફિલ્મનાં બે ગીત તો મન્ના ડે માટે જ સર્જાયાં હતાં, કેમ કે સંગીતકાર શંકર જયકિશન હતા.

અબ કહાં જાએ હમ અય બતા દે જમીં અબ કિસી કો કિસી પર ભરોસા નહીં – ગીતકાર: શૈલેન્દ્ર

સીમા (૧૯૫૫)નાં કૉયર સંગીત પર આધારિત ગીત - તૂ પ્યાર કા સાગર હૈ - ની સફળતા પછી આ ગીત માટે મન્ના ડે એક માત્ર પસંદગી હોઈ શકે તે સ્વાભાવિક છે.


સુરજ જ઼રા તુ આ પાસ આ, આજ સપનોંકી રોટી પકાયેંગે હમ – ગીતકાર: શૈલેન્દ્ર

આદર્શવાદી ભાવનાં ગીતમાં પણ શંકર જયકિશન મન્ના ડેને ઑ રાત ગઈ (બુટ પોલીસ, ૧૯૫૪) અને દિલ કા હાલ સુને દિલવાલા (શ્રી ૪૨૦, ૧૯૫૫)માં અદ્‍ભૂત સફળતાથી રજૂ કરી ચૂક્યા હતા, એટલે આ ગીત માટે પણ ગાયક મન્ના ડે જ હોય તેમાં કોઈ નવાઈ નથી પરદા પર ભજવનાર અદાકાર ગમે તે હોય !


જોકે આ બે સોલો ગીત ઉપરાંત શંકર જયકિશને બીજાં બે યુગલ ગીતમાં શમ્મી કપૂર માટે મન્ના ડેના સ્વરને જ રજૂ કરવાનૂ નક્કી કર્યું તે વાત થોડી નવાઈ પમાડે તેવી લાગે, કેમકે મૂકેશ -લતાનાં અને રફી -મૂકેશનાં બીજાં બે યુગલ ગીતમાં અનુક્રમે મૂકેશ અને મોહમ્મદ રફીના સ્વરનો પણ શમ્મી કપૂર માટે ઉપયોગ કરાયો છે.

જ઼ુમતા મૌસમ મસ્ત મહિના ચાંદ સી ગોરી એક હસીના યા અલ્લહ યા અલ્લાહ મેરા દિલ લે ગઈ - લતા મંગેશકર સાથે – ગીતકાર: હસરત જયપુરી

એકદમ મસ્તી ભરી ધુન પર રચાયેલું એક રોમાંસ છલકતું યુગલ ગીત, જેમાં મન્ના ડે ગીતના બન્ને ભાવને બહુ સહજતાથી ન્યાય કરે છે.

છમ છમ લો સુનો છમ છમ ઓ સુનો છમ છમ - લતા મંગેશકર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

ઢોલકના તાલ પર વાયોલિન સમુહની વાદ્યસજ્જા પર રચાયેલાં આ શંકર જયકિશનની આગવી શૈલીનું લોક નૃત્ય પર આધારિત આ ગીતમાં મન્ના ડેનો પ્રવેશ પહેલા અંતરામાં શમ્મી કપૂરની અદાના ઠાઠથી થાય છે અન જેમ જેમ ગીત આગળ વધે છે તેમ તેમની શબ્દોને રમાડવાની હરકતો ગીતની રંગત ઔર જમાવે છે.


૧૯૬૨માં 'વલ્લાહ ક્યા બાત હૈ ' રજૂ થઈ ત્યાં સુધીમાં શમ્મી કપૂરની મસ્તીભરી અદાઓ ફિલ્મ જગતમાં પોતાની આગવી કેડી કંડારી ચૂકી હતી. ખનકે તો ખનકે ક્યું ખનકે રાત કો મેરા કંગના જેવાં રમતિયાળ યુઅગલ ગીતમાં કે ગમ-એ-હસ્તી સે બેગાના હોતા જેવાં કરૂણરસનાં ગીતમામ સંગીતકાર રોશન શમ્મી કપૂરની એ અદાને બહુ અસરકારકપણે ઢાળી ચૂક્યા પણ હતા. એવામાં ટ્વિન-વર્ઝન પ્રકારનાં ગીત, કાટોંકે સાયેમેં ફૂલોં કા ઘર હૈ, માં તેઓ મન્ના ડેના સ્વરને શમ્મી કપૂર માટે રજૂ કરે છે.

ગીતનું પહેલું વર્ઝન આનંદના ભાવ દર્શાવે છે. શમ્મી કપૂરની પર્દા પર અદાયગી અને મન્ના ડેની ગાયકીની શૈલીમાં પૂરેપૂરો સુમેળ રહ્યો છે.


બીજું વર્ઝન થોડા કરૂણ ભાવનું છે, ગીતમાં સુરના ઉતારચડાવને પણ મન્નાડે બહુ જ સ્વાભાવિકતાથી રજૂ કરી રહ્યા છે.

યે ઉમર હૈ ક્યા રંગીલી - પ્રોફેસર (૧૯૬૨) - આશા ભોસલે અને ઉષા મંગેશકર સાથે - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર હસરત જયપુરી

ધનવાન વિધવાની યુવાન છોકરીઓને ભણાવવા માટે બુઢા પ્રોફેસરનો સ્વાંગ રચેલા શમ્મી કપૂર માટે મન્ના ડેનો અવાજ બંધ બેસે છે - જોકે મન્ના ડેનો આ રીતે ઉપયોગ થાય એ મન્ના ડેના ચાહકોને જરૂર ખૂંચે.


તુમ્હેં હુસ્ન દેકે ખુદાને સિતમગર બનાયા - જબ સે તુમ્હેં દેખા હૈ (૧૯૬૩) - મોહમ્મદ રફી, લતા મંગેશકર અને આશા ભોસલે સાથે - સંગીતકાર દત્તારમ - ગીતકાર આનંદ બક્ષી

દત્તારામે શમ્મી કપૂર માટે મન્નાડેના સ્વરને પસંદ કર્યો છે.


છમ છમ બાજે રે પાયલિયાં - જાને અન્જાને (૧૯૭૧) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર એસ એચ બિહારી

જયકિશન અને શૈલેન્દ્ર બન્નેની વિદાય પછી શંકરે રચેલી આ ધુનમાં તેમની મન્ના ડેના સ્વરની ખૂબીઓને રજુ કરવાની ફાવટ આ સંગીતકાર જોડીના જૂના દિવસોની યાદ અપાવી જાય છે.

બુઢા તરીકેના છદ્મવેશમાં રજૂ થતા શમ્મી કપૂર માટે, શાસ્ત્રીય ઢાળમાં ગીત હોવાને કારણે મન્ના ડેને ફાળે આ ગીત આવે એ બાબત મન્ના ડેના ચાહકોને થોડી ઓછી પસંદ પડે, પણ ગીત જે અદાથી ગવાયું છે તેનાથી ખુશી પણ થાય.


ગુરુ દત્ત માટે

મન્ના ડેએ મુખ્ય ભૂમિકા ભજવી રહેલા દાકાર માટે ગાયેલાં ગીતોની વાત કરતાં હોઈએ ત્યારે , તકનીકી દૃષ્ટિએ, મન્ના ડે અને ગુરુ દત્તને સાથે ન મુકી શકાય. મને જેટલી માહિતી છે તે મુજબ ગુરુ દત્તે પર્દા પર ગાયેલાં મોટા ભાગનાં ગીતો મોહમ્મદ રફી એ ગાયાં છે. પણ હિંદી ફિલ્મ સંગીતમાં અપવાદ તો હોય જ. એ હિસાબે ગુરુ દત્ત માટે જાને વો કૈસે લોગ થે જિનકે પ્યારકો પ્યાર મિલા (પ્યાસા, ૧૯૫૭) માટે એસ ડી બર્મને કે ઈતલ કે ઘરમેં તીતલ અને ઉમ્ર હુઈ ફિરભી જાને ક્યું (બહુરાની, ૧૯૬૩) માટે સી રામચંદ્ર એ હેમંત કુમારના સ્વરના કરેલા પ્રયોગ કે તુમ્હીં તો મેરી પૂજા હો (સુહાગન, ૧૯૬૪)માં મદન મોહને કરેલા તલત મહેમુદના સ્વરના પ્રયોગની જ અધિકૃત નોંધ જોવા મળે.

ઇન્ટરનેટ / યુ ટ્યુબને કારણે ગુરુ દત્ત માટે મન્ના ડેએ પરોક્ષ રીતે ગાયેલાં ગીતની આપણને જાણ થાય છે. એ ગીત ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ, રૂંવાડાં ઊભાં કરી દે તેવાં, ગીત જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ નું કવર વર્ઝન છે. આ કવર વર્ઝન કયા સંજોગોમાં રેકોર્ડ થયું હશે તેના વિષે કોઈ અધિકૃત માહિતી નથી મળતી.


મન્ના ડેની કારકીર્દી સાથે નિયતિના આવા આડા ખેલ સાથે આપણે આજના અંકને સમાપ્ત કરીશું. હવે પછી બીજી પેઢીના કહી શકાય એવા રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર, સુનિલ દત્ત , મનોજ કુમાર જેવા અદાકારો માટે મન્નાડે ગાયેલાં ગીતોની વાત કરીશું.

Thursday, August 1, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - હમીદા બાનુ, ઝીનત બેગમ


હમીદા બાનુનાં સૉલો ગીતો
તેમને '૬૦ અને તે પછીના દાયકામાં હિંદી ફિલ્મનાં ગીતોને સાંભળતી થયેલી પેઢીએ ઈન્ટરનેટ પર જ સાંભળ્યાં હશે. વિન્ટેજ એરાની ગાયકીની જે શૈલી હતી તેમાં તેમનો અવાજ બહુ બંધ બેસતો હતો. ૧૦૪૬ માટેનાં તેમનાં સોલો ગીતો પૈકી ઘણાં ગીતો યુ ટ્યુબ પર ગીતો અપલોડ કરનારા મહારથીઓને પણ મળ્યાં નથી, જોકે જેટલાં ગીતો સાંભળવા મળે છે તેમાં પણ હમીદા બાનોનો અંદાજ જરૂર નીખરી રહે છે.
મન મોરા કાગઝ કોરા કોરા, સંદેશ લિખ દિજો - ધરતી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ફૂલ કલી ક્યોં મારી, સાજન મોરી ઊંચી અટારી - ધરતી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર  

અપની દુનિયા મિટા કે કિસકી દુનિયા બસા ચલે - મગધરાજ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મોર બોલે હો ઊંછે મેવાડી પર્વત પર કોઈ મોર બોલે – રાજપુતાની -– સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
યુ ટ્યુબ પર અપલોડ કરનારે આ ગીત અમીરબાઈ કર્ણાટકીનું ગણ્યું છે.

ઝીનત બેગમનાં  સૉલો ગીતો
લાહોરથી હિંદી ફિલ્મ જગતમાં કામ કરવાને કારણે મુંઅઈ આવીને સ્થિર થયેલાં અનેક કળાકારોમાં ઝીનત બેગમ સારાં એવાં સફળ કલાકાર તરીકે સ્થાન મેળવી ચુકેલ કળાકાર તરીકેનું આદરણીય સ્થાન શોભાવે છે ૧૯૫૧માં તેઓ પાછાં પાકિસ્તાન જતાં રહ્યાં. આમ હિંદી ફિલ્મ સંગીત જગતમાં તેમનો સક્રિય કાર્યકાળ વિન્ટેજ એરા તરીકે જાણીતા સમયકાળનાં અંતિમ વર્ષો દરમ્યાન રહ્યો ગણી શકાય.
૧૯૪૬નાં વર્ષ માટે ઝીનત બેગમનાં આટલાં બધાં ગીતોની યુ ટ્યુબ લિંક મળશે તેવો અંદાજ નહોતો. પણ આટલાં ગીતો સાંભળવા મળવાનો લાભ તો હવે મળ્યો જ, પરંતુ તે સમયે પણ તેમનાં ગીતો કેટલાં વ્યાપકપણે ઉપલ્બધ રહેતાં હશે તેનો અંદાજ લગાવીએ તો તેમની લોકપ્રિયતાનો પણ ખયાલ આવે.
પરદેસી રે પરદેસી રે કાહે છોડા મેરા દેશ સાવન આયા - ડૉ. કોટનીસ કી અમર કહાની - સંગીતકાર વસત દેસાઈ - ગીતકાર દિવાન શરાર

દિલ દર્દ કા મારા બેચારા, બદનામ ભી હૈ મજબૂર ભી હૈ - જીવન યાત્રા - - સંગીતકાર: વસત દેસાઈ - ગીતકાર: દિવાન શરાર

અય રાત સિયાહ રાત છૂપી રાત બતા દે - જીવન યાત્રા - - સંગીતકાર: વસત દેસાઈ - ગીતકાર: દિવાન શરાર

ઉસને દેખા મૈને દેખા અબ દુનિયા દેખનેવાલી હૈ - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ -

ઝૂમ રહે ઝૂમ રહે મતવારે મોરે ઝૂમકે ઝૂમ રહે - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

બસ ઈક નિગાહમેં ફિટને જગ તો સકાતી હૂં - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

બેકાર જિયે કોઈ બેમૌત મરે કોઈ - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

ઓ ભૂલનેવાલે બતા યાદ આ રહા ક્યું - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

ઉનકી યાદ ભુલા દું કૈસે, અપના આપ મિટા દું કૈસે - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

દુનિયામેં ભી નઝર કર ઓ આસમાનવાલે, અય ઓ જહાં વાલે - નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી 

સુન લે તુ ઇલ્તઝા મેરી, સુન લે ખુદા મેરી દુઆ - નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી 

સુને કૌન મુઝસે જુબાની મેરી, બહુત દુખ ભરી હૈ - પરાયે બસ મેં – સંગીતકાર: નિયારા હુસ્સૈન 

અપનો સે શિકાયત હૈ ન ગૈરોંસે ગીલા હૈ - પરાયે બસ મેં – સંગીતકાર: વિનોદ 

ફરિયાદ સુનો મેરી બેદર્દ જહાંવાલે - રેહાના – સંગીતકાર: ક઼ાદીર ફરીદી – ગીતકાર: તુફૈલ હોશિયારપુરી

હવે પછી આપણે નુરજહાંનાં ૧૯૪૬નાં સોલો ગીતો ચર્ચાની એરણે યાદ કરીશું.