Sunday, May 31, 2020

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૫_૨૦૨૦

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

આ મહિને ફિલ્મ જગત સાથે સંકળાયેલી ત્રણ પ્રતિભાઓએ આખરી વિદાય લીધી

ઈરફાન ખાનનાં પત્ની સુતપા સિકદર અને તેમના પુત્રો અયાન અને બાબીલ Our life was a masterclass in acting, learnt to see harmony in cacophonyમાં તેમનાં મૃત્યુની જાણ કરે છે. અમિતાવ નાગ  Irfan Khan – A Personal Tribute માં તેમને હૃદયસ્પર્શી અંજલિ આપે છે. અનુરાધા વૉરીયર પણ And Movies Will Never Be The Sameમાં ઈરફાનની ખોટ અનુભવે છે. Irrfan એ એક અદના ચાહકની અંજલિ છે. ઈરફાન ખાન : હિન્દી-અંગ્રેજી મીડિયમ અને ફિલ્મ મીડિયમ માં નોંધ લેવાઈ છે કે તેમનાં અભિનય કૌશલ્યનાં વૈવિધ્યમાં જ તેમની ખૂબીઓ ચમકી ઊઠતી.

સ્ત્રોત સૌજન્ય: બીઝનેસ એઝ યુઝવલ - ઈ પી ઊન્ની, ઈન્ડીયન એક્ષપ્રેસ, એપ્રિલ, ૨૦૨૦

ૠષિ કપૂરને અંજલિ આપતાં Shubhangi Misra અને Yimkumla Longkumer.નોંધે છે કે Amitabh is ‘destroyed’, Simi mourns her ‘darling’ & Lata holds on to memories of Chintu. ૠશિ કપૂરનાં ટ્વીટર ટેગ “Son of a famous father, father of a famous son. I’m the hyphen in between.” ને અનુરાધા વૉરિયર Hyphen In Between માં લંબાવીને ૠશિ કપુરને રાજેશ ખન્નાનાં સુપરસ્ટાર અને અમિતાભના 'કદથી વિશેષ' ક્રોધે ભરેલ યુવાનને જોડતી કડી કહે છે.. Rishi Kapoor, in memoriam માં  જય અર્જુન સિંગનું કહેવું છે કે ફિલ્મનાં બીજાં પાત્રના સંદર્ભમાં પોતાનાં પાત્રને જીવી જતાં પાત્રો તેમની અભિનયની આગવી બાજુ જોવા મળે છે.. ચાર પેઢી તો હજુ ફિલ્મ અભિનય ક્ષેત્રે સક્રિય છે. માત્ર એટલું પ્રદાન મળે તો પણ હમ ન રહેંગે, તુમ ન રહોગે, ફિર ભી રહેગી નિશાનિયાં. એક યાદ - મેરી કિસ્મતમેં તુ નહીં શાયદ માં પૂર્વી મોદી મલકાણ તેમણે કપૂર ખાનદાનની હવેલી પર લખેલો લેખ ઋષિ કપૂરને મોકલ્યો હતો તેનો જવાબ પ્રકાશિત કરેલ છે.

That passionate voice of music - ભારતના પહેલા આરજે' તરીકે જાણીતા રેડિયો સિલોનના ઉદ્ઘોષક ગોપાલ શર્માનું ૨૨ મેના રોજ ૮૮ વર્ષે અવસાન થયું.'આવાઝકી દુનિયા કે દોસ્તોં'થી તેમના દ્વારા થતી કાર્યક્રમની શરૂઆત તેમની પહેચાન બની ગઈ જતી.

Deepa પણ તેમને લાગણી સભર અંજલિ - Gopal Sharma – A Boon Companion from the World of Voice-  આપે છે.

ગોપાલ શર્માના અવાજને અહીં યાદ કરીએ


હવે આપણે આપણા અંજલિઓ/ યાદગીરીના લેખોના નિયમિત વિભાગ તરફ વળીશું.

Should Phalke, 150, Be Forgotten?  -  ૩ મે, ૧૯૧૩ના રોજ 'રાજા હરિશ્ચંદ્ર'ની વ્યાવસાયિક સ્તરે રજૂઆત થઈ હતી. ૩ મે ના રોજ દર વર્ષે ભારતીય ફિલ્મોના રાષ્ટ્રીય પુરસ્કારો જાહેર કરવાનું નક્કી કરાયું છે. રત્નોત્તમ્મા સેનગુપ્તાને આશ્ચર્ય થાય છે કે વિશ્વમાં સૌથી વધારે ફિલ્મો બનાવતા દેશની સરકાર આ વર્ષે કેમ ચૂકી ગઈ હશે.

Kaagaz Ke Phool is Guru Dutt’s masterclass in filmmaking and heartbreak - ગુરુ દત્તની આ ક્લાસિક ફિલ્મમાં મુખ્ય પાત્રોના માર્મિક અભિનય, સંવાદો અને અદ્‍ભૂત ફિલ્મચિત્રકળાની સાથે કેફી આઝમીએ લખેલં ગીતોના બોલની દિલોદિમાગ પર થતી ઘેરી અસર પણ બહુ મહત્ત્વનાં પરિબળ તરીકે ઊભરી રહે છે.

બી આર ચોપરાની જન્મતિથિની યાદમાં ધ પ્રિન્ટ Gumrah, BR Chopra’s tale of a woman’s desire that challenged conventions back in 1963 વડે તેમની એક યાદગાર ફિલ્મને યાદ કરે છે. દિલીપ કુમાર અને કામિની કૌશલની પ્રેમ ક્થા પરથી પ્રેરિત ગણાતી 'ગુમરાહ'નું કથાવસ્તુ ફિલ્મના પરદા પર એ સમયે બહુ હિંમતવાન પગલું ગણાયું હતું. આ કથાનાં બીજાં ઘણાં સંસ્કરણો બાદમાં આવ્યાં પણ જૂના પ્રેમને ભુલી ન શકતી પત્ની, પહેલાં તેનાથી અજાણ અને પછીથી જાણતા થયેલા પતિની મનોદશા અને પ્રેમિકાની યાદમાં ઝુરતા પ્રેમીનું અનાયાસ તેમનાં જીવનમાં દાખલ થવું જેવી મુશ્કેલ ભૂમિકાઓ ને દરેક કળાકારે ખુબ જ માર્મિકતાથી ન્યાય કર્યો છે. .

‘Hansraj Behl – A Forgotten composer’ - Part 1 અને Part 2માં હંસરાજ બહલનાં ગીતોને યાદ કરાયાં છે.

Anokhi Raat – A Unique Look at the Bitter Truths - નામને જ અનુરૂપ એવી આસિત સેન દિગ્દર્શિત 'અનોખી રાત' બહુ જ અનોખી રીતે રજૂ થતી વાત છે. બહાર આવેલું તોફાન ઘરમાં પુરાઈ ગયેલાં પાત્રોનાં જીવનમાં પણ અનોખું તોફાન લાવી મૂકે છે. રોશનની આ છેલ્લી ફિલ્મ હતી, જેનાં પાર્શ્વ સંગીત અને ક્રેડીટ ટાઈટલ્સનાં સંગીતનું કામ તેમનાં પત્ની ઈલા નાગરથે પુરૂં કર્યૂં હતું.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :

મે, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૧-૧૯૫૩ ને યાદ કર્યાં છે. અત્યાર સુધી આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો, અને,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

આપણે સાંભળી ચૂક્યાં છીએ.

મન્ના ડેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ શ્રેણીના બધા જ અંકો એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો

મન્ના ડે - ભૂલ્યા ના ભૂલાશે

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો

જો એ યુવાન કુસ્તીબાજ પહેલવાન કે બેરિસ્ટર થયો હોત તો આપણને બહુ મોટી ખોટ પડી હોત !  - આ વાત પ્રબોધ ચંદ્ર - મન્ના ડે-ની છે.

હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ

Quarantine” or “Lockdown” Dances (in other words, more dances in people’s homes)લેખનું શીર્ષક જણાવે છે તેમ અહીં તાળાબંધીના સમયમાં પોતાની શાસ્ત્રીય નૃત્યની કળાને વાચા આપતા વિડીયોને અહીં ગ્રંથસ્થ કરાયેલ છે.

Jetha Ramdhanu Othe Heshe: The Smiling Rainbow of Talat Mahmood (Tapan Kumar’s) Bengali Songs - તલત મહમૂદને અપાતી અંજલિઓમાં તેમનાં બંગાળીને ગીતોને ભાગ્યેજ યાદ કરાતાં હોય છે. તપન કુમારનાં ઉપનામ હેઠળ ગાયેલાં આ બંગાળી ગીતોથી કલકત્તામાં શરૂ તલત મહમૂદની ગાયકીની સફરને સૌનક ગુપ્તા યાદ કરે છે.

Remembering Talat Mahmood માં તેમનાં ખુશીના ભાવનં ગીતોને યાદ કરાયાં છે.

Songs and contra-songsમાં વિરોધાભાસી સત્યોને આવરી લેતાં ગીતોની યાદી રજૂ કરાઈ છે. જેમ કે, एक/अनेक ભાવનાં ગીતો -

'ફાઉન્ટનહૅડ'  (૧૯૪૯)માં હાવર્ડ રૉર્કનું વ્યકત્વ્ય

એક ચિડીયા અનેક ચિડીયા -  એ. ભીમસિંગની એનીમેટેડ ફિલ્મ


મધુલિકા લિડ્ડલે Ten of my favourite ‘multiple version’ songs – male/female solo versions અને Ten of my favourite ‘multiple version songs: one voice, two solo versionsમાં એક સ્વરમાં ગવાયેલાં એક જ ફિલ્મમાં એકથી વધારે સંસ્કરણોને યાદ કર્યાં છે.

Sadma is an achingly beautiful story about a love that defies labels - બાલુ મહેન્દ્રની તમિળ ક્લાસિક 'મુંદ્રમ પિરાઈ'નાં હિંદી સંસ્કરણ 'સદમા' ને શ્રીદેવી, કમલા હસનના અભિનય માટે ક્યારે  પણ ભુલાશે નહીં..

બે ફિલ્મો, થોડાં પાત્રો, એક લેખક, એક આંદોલન - સોનલ પરીખ  - ૨૦૧૭માં 'રેણૂ'ની વાર્તા 'પંચલૅટ' પરથી બનેલી એ જ નામની ફિલ્મ અને  ૧૯૬૬માં બનેલી, તેમની વાર્ત 'મારે ગયે દુલફામ' પરથી બનેલી 'તીસરી કસમ' પરથી અહીં 'રેણૂ'નાં કથા વિશ્વની વાત કરવામાં આવી છે.

સ્વરનિયોજન એટલે શું? - નિરંજન અંતાણીનું કહેવું છે કે કવિની શબ્દરચનાને  સ્વરોમાં મઢીને ગેય સ્વરૂપ આપવું તે કદાચ સ્વર નિયોજન કહેવાતું હશે. તે ઉપરંત ગાયકી -મિંડ-મુરકી -ભાવ અનુરૂપ ઉતારચડાવ, તેની સાથે વાદ્યવૃંદનાં ઈન્ટ્રો- ઈન્ટરલ્યુડ- બેકિંગ - કોડ્સ અવગેરે ગોઠવવું અને વળી રચનામાં કંઈ ચમત્કૃતિ પણ ભેળવવી એવડી મસમોટી પ્રકરિયાને પાર પાડવી એ કુદરતી બક્ષિસ સિવાય શક્ય નથી ! અંતે કહેવું પડે કે 'સ્વરનિયોજન એટલે શું?' એ જેને ખબર નથી તેજ સાચો સ્વરકાર.

સોંગ્સ ઑફ યોર પર ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ પાછલની તરફ આગળ વધતી શ્રેણી, Best songs of year.નો દસમો મણકો Best songs of 1945: And the winners are?    હવે રજૂ કરાયો છે. આપણે એ શ્રેણી પરથી એ વર્ષનાં જાણીતાં અને ન જણીતાં ગીતોને યાદ કરતી શ્રેણી 'ચર્ચાને એરણે' પણ કરતાં રહ્યાં છીએ. ૧૯૪૫નાં ગીતોને આપણે આવતા મહિનાથી ચર્ચાની એરણે લઈશું.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના મે, ૨૦૨૦ ના લેખો:

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના મે, ૨૦૨૦ ના લેખો.:

 પાસ નહીં તો દૂર હી હોતા, લેકિન કોઈ મેરા અપના

તેરી દુનિયાસે દૂર ચલે હોકે મજબૂર હમેં યાદ રખના

સાગર કિનારે દિલ યે પુકારે



'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં મે, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

સતત નવું શીખવાની તૈયારી અને ધીંગી કોઠાસૂઝ વડે ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં અમૂલ્ય પ્રદાન કર્યું  = આ લેખ પ્રકાશિત થયા પહેલાંના સપ્તાહે સાઉન્ડ રેકોર્ડિસ્ટ ડી ઓ ભણ્સાલીએ ચિરવિદાય લીધી. તેમની યાદમાં આ લેખ લખાયો છે.

મે, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  મે, ૨૦૨૦ માં (૩૩) ટેન ઑ’ક્લૉક (૧૯૫૮) અને (૩૪) આરતી (૧૯૬૨) ની વાત કરવામાં આવી છે.

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો શ્રેણીમાં પિયૂષ પંડ્યા કિશોર દેસાઈની પ્રતિભાનો પરિચય કરાવે છે...

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.

તેરા જલવા જિસને દેખા વોહ દિવાના હો ગયાલૈલા મજનૂ (૧૯૪૫) - એસ ડી બાતિશ સાથે – સંગીતકાર: પંડિત ગોવીંદરામ – ગીતકાર: તન્વીર નક્વી

(આ ગીતમાં મોહમ્મદ રફીએ સૌ પ્રથમવાર ફિલ્મના પર્દા પર દેખા દીધી છે.)

બુલબુલમેં હૈ નગ઼મે તેરે - લૈલા મજનૂ (૧૯૫૧) - ખાન મસ્તાના સાથે – સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: શકીલ બદાયુની

યે દુનિયા… હાય હમારી યે દુનિયા - યહુદી (૧૯૫૮) – સંગીતકાર: શંકર જયકિશન - ગીતકાર: શૈલેન્દ્ર 


તુમ જહાં જાઓગે મુઝકો ભી વહી પાઓગે - ચોર દરવાજા (૧૯૬૫) – સંગીતકાર: રોય ફ્રેંક – ગીતકાર: કૈફી આઝમી


યે દીવાનેકી જિદ્દ હૈ - લૈલા મજનૂ (૧૯૭૬) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: સાહિર લુધ્યાનવી 


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.


Sunday, May 24, 2020

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે, ૨૦૨૦

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં  મે, ૨૦૨૦ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૨૦ ની આપણે કેન્દ્રવર્તી ચર્ચાના વિષય 'ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ના સડર્ભમાં આપણે
વિશે વાત કરી હતી..
હવે, આ મહિને જોખમ અભિમુખ વિચારસરણી વિશે આપણે ટુંકમાં નોંધ લઈશું.
૨૧મી સદીમાં સૌથી વ્યાપક ફેરફાર તરીકે  અતિશય ઝડપભરી ગતિશીલતાથી પરિવર્તતા ઘટાનાક્રમો અને પરિમાણોનું સ્થાન મોખરે ગણાય છે. ૨૦મી સદીના પાછલા ભાગમાં પરિવર્તન જ સ્થાયી અચલ ગણાતું હતું તો પરિવર્તનોની ઝડપ માનવીય સમજ અને પકડની બહાર પહોંચી ગઈ છે તે હવે ૨૧મી સદીના બીજા દસકાના દરેક પસાર થતાં વર્ષમાં  નવું સ્વીકૃત ધોરણ બની ગયેલ છે.  પરિવર્તનની આ અકલ્પનીય ઝડપને કારણે અત્યાર સુધી 'જે જાણમાં છે' તે અચાનક જ 'જે જાણમાં હતું તે અજાણ' બની જવા લાગ્યું છે. આ પરિવર્તનને કારણે જે અનિશ્ચિતતા પેદા થાય છે તેણે વિશ્વને પ્રવાહી સ્થિતિમાં લાવી મુક્યું છે.
જોખમ વિશેની સમજ સ્પષ્ટ કરવા માટે આપણે એચબીઆરમાં ૧૯૯૪ અને ૨૦૧૨માં પ્રકાશિત થયેલ બે લેખોની સંક્ષિપ્ત નોંધની મદદ લઈશું.
પહેલો લેખ, A Framework for Risk Management  by Kenneth A. Froot, David S. Scharfstein, Jeremy C. Stein  (November–December 1994 Issue of HBR)  મુખ્યત્ત્વે નાણાકીય જોખમોસાથે સંકળાયેલો છે.
જોખમ સંચાલન શબ્દપ્રયોગથી જેની વ્યાખ્યા થાય છે તે વિષયનો આધાર ત્રણ પાયાની તાર્કિક ધારણાઓ પર આધારિત છે :
§  સંસ્થાનું મૂલ્ય કરવાની ચાવી તેના દ્વારા થતાં રોકાણોમાં છે 
§  સારાં રોકાણ એ છે જે આ પ્રકારનાં રોકાણો કરવા માટે નાણાંના સ્રોતોની જોગવાઈ અંદરમેળે કરે; જે સંસ્થાઓ પર્યાપ્ત માત્રામાં નાણાની પ્રવાહિતા નથી પેદા કરતી, તે પોતાના હરીફોની સરખામણીમાં  પોતાનાં રોકાણો પર કાપ મૂકવાનું વલણ સેવતી થાય છે.
§  રોકાણ પ્રક્રિયા માટે અતિઆવશ્યક એવો નાણા પ્રવાહ અચાનક જ ખોરવાઈ જઈ શકે છે. જેને પરિણામે સંસ્થાની રોકાણ કરવાની ક્ષમતા જોખમાઈ શકે છે.
પર્યાપ્ત માત્રામાં મૂલ્ય-વૃદ્ધિક્ષમ રોકાણ માટે આવશ્યક રોકડનો ઉદ્દેશ્ય સમજવાથી, અને સ્વીકારવાથી, જોખમ સંચાલનના પાયાના પ્રશ્નોનો સામનો કરવા માટે સંચાલકો સક્ષમ બની શકે છે.
આ લેખના સંદેશને સંસ્થાની સપોષિત સફળતાના વ્યાપક સંદર્ભમાં જોઇએ તો સમજાય છે કે સંસ્થાએ તેની ટુંકા અને મધ્યમ ગાળાની કામગીરીને જાળવી રાખતાં અને તેત્માં સુધારણાઓ કરતાં રહેવાની સાથે સાથે લાંબા ગાળે તેની સ્પર્ધાત્મક સરસાઈ એવી રીતે જાળવવી જોઈએ કે પોતાની મૂળ ક્ષમતાઓને સંસ્થાના વર્તમાન અને ભાવિ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં આંચ ન આવે.
બીજો લેખ - Managing Risks: A New Framework by Robert S. Kaplan and Anette Mikes (June 2012 Issue of HBR) -જોખમને વધારે વ્યાપક દૃષ્ટિકોણથી જૂએ છે.
પ્રસ્તુત લેખમાં જોખમને નવા દૃષ્ટિકોણથી વર્ગીકૃત કરવામાં આવેલ છે. વર્ગીકરણની આ પધ્ધતિને કારણે સંચાલકોને કયાસ આવી જઈ શકે છે કે કયાં જોખમને માટે નિયમ આધારિત મૉડેલની મદદથી કામ લઈ શકાશે અને કયાં જોખમ અમાટે નવા વૈકલ્પિક અભિગમ આવશ્યક બનશે. 
વર્ગ ૧ : નિવારી શકાય તેવાં જોખમ
વર્ગ ૨ : વ્યૂહરચનાનાં જોખમો
વર્ગ ૩ : બાહ્ય જોખમો
વ્યૂહરચનાને લગતાં જોખમોની મુક્ત અને રચનાત્મક ચર્ચાઓ સંસ્થાની વ્યૂહરચનાનાં ઘડતરમાં અને અમલીકરણમાંજ વણી લેવાવી જોઇએ. 
જોખમનું સંચાલન એ વ્યૂહરચનાનાં સંચાલન કરતાં બહુ અલગ છે. તક કે સફળતાઓનાં સંચાલનમાં જે પ્રકારની સકારાત્મકતા હોય તેના કરતાં જોખમ સંચાલનની વિચારસરણીમાં ભયસ્થાનો અને નિષ્ફળતાઓની નકારાત્મકતા વધારે હોઈ શકે છે. તેને કારણે ઘણી સંસ્થાઓ વ્યૂહરચના ઘડતર અને બાહ્ય જોખમ સંચાલનને અલગ કામ તરીકે પણ ગોઠવવાનું પસંદ કરે છે. 
સક્રિય અને પોષણક્ષમ ખર્ચને અનુરૂપ અસરકારક જોખમ સંચાલન વ્યવસ્થા ગોઠવવા માટે સંચાલકો તેમની સામે જોવા મળતાં અલગ અલગ વર્ગનાં જોખમોમાટે અલગ અલગ, અને છતાં એક બીજાં સાથે સંકલિત, પ્રક્રિયાઓ પ્રસ્થાપિત કરવી રહે છે. આ પ્રક્રિયાઓ એવી હોવી જોઇએ કે જેને પરિણામે સંચાલકને દુનિયા પોતાને જે રીતની જોવી છે તેમ દેખાડવાને બદલે, દુનિયા ખરેખર કેવી છે કે કેવી બની શકે છે તે દેખાડે.
નિયમનોનાં લઘુત્તમ ધોરણોનું અનુપાલન કે નાણાકીય નુકસાન ટાળવાનાં વલણનાં પોતાનાં પણ જોખમ છે. ભવિષ્યની સંભાવનાઓના સંદર્ભમાં સક્રિય ન હોય એ પ્રકારનું સંસ્થાગત વલણ, ખુબ ઝડપથી બદલતાં જતાં પરિબળોની વાસ્તવિકતાનાં વિશ્વમાં  સંસ્થાના વ્યાપારને અનુરૂપ યથેષ્ટ મોડેલ ન બનાવી શકે.
અંતે તારણમા, લેખમાં નિવારી ન શકાય એવાં બાહ્ય જોખમને ઓળખવા માટે અને તેના પ્રતિભાવ માટે સંસ્થાએ શું અભિગમ અપનાવવો જોઈએ તેની ચર્ચા કરવામાં આવી છે.
મેક્કેન્ઝી એન્ડ કંપનીના જોખમની સુક્ષ્મ સમજના અભ્યાસ સંબંધિત વિવિધ લેખો પૈકી એક લેખ, Value and resilience through better risk management by Daniela Gius, Jean-Christophe Mieszala, Ernestos Panayiotou, and Thomas Poppensieker, માં ચોક્કસ પગલાંઓ સંબંધિત દૃષ્ટિકોણની વિચારપ્રેરક વાત કરવામાં આવી છે. 
ખુબજ તલસ્પર્શી, પૂર્વગ્રહો હટાવીને, કરાયેલ, વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયા વડે, ખૂબ જ ઉલટપુલટ થતાં બજારોના સંજોગોમા કે બાહ્ય પરિબળોનાં દબણના સંજોગોમાં, સંસ્થાના વ્યાપાર મૉડેલની મૂળ સ્થિતિમાં પાછાં ફરી શકવાની લાંબા ગાળાની ક્ષમતા વધારી શકે છે. જેને પરિણામે, નિયમન પ્રભાવમાં ન હોય તેવાં બાહ્ય જોખમોની અસર  સંસ્થાની જોખમ સહન કરી શકવાની ક્ષમતા  પચાવી શકશે કે કેમ તે સમજવું શક્ય બને છે.
સંસ્થાઓએ પોતાની કામગીરીનું સંચાલન એ રીતે  કરવું જોઈએ કે પેદાશોની ગુણવત્તા કે સલામતી, પર્યાવર્ણીય કે સામાજિક ધોરણો કે અન્ય કોઈ પણ સંચાલન વ્યવસ્થાને લગતી સઘળી પ્રક્રિયાઓની નિપજોનાં અપેક્ષિત સ્તર  તેમાંના રોકાણો પરનાં પર્યાપ્ત અને સ્પર્ધાત્મક વળતર સાથે સુસંગત હોય.  આને કારણે જ્યારે , અને જો, જોખમ ખરેખર આવી પડે તો પ્રક્રિયાઓ ખોરવાઈ ન પડે તે મુજબની સુધારણાઓ  પ્રક્રિયાઓની અસરકારકતા અને કાર્યક્ષમતામાં થતી રહેવી જોઈએ.
ગ્રાહકો, કર્મચારીઓ, અન્ય હિતધારકો કે સામાન્ય જનતામાં વિશ્વાસ ઊભો કરવા માટે સંસ્થાઓએ તેમની કાર્યપરણાલીઓ પર આવશ્યક નૈતિક નિયમનો પણ લાગુ કરવાં જોઈએ.
હાલની કાર્યપ્રણાલીઓને વધારે જોખમ ખમી શકતાં ભાવિ મોડેલમાં સફળતાપૂર્વક પરિવર્તન કરવા માટેની પરિયોજનાને ત્રણ પરિમાણો હોઈ શકે - ૧) જોખમ સંચાલનની મુખ્ય પ્રક્ર્યાઓ સહિતનું જોખમ સંચાલન અમલીકરણ મોડેલ; ૨) નીચેથી કરીને સંસ્થાનાં છેક ઉપર સુધીનાં સ્તરને આવરી લેતું શાસન અને ઉત્તરદાયિત્વ માળખું; અને ૩) સૌથી ખરાબ પરિસ્થિતિ થાય તો શું કરવું તેની માર્ગદર્શિકા સહિતની કટોકટીનો સામનો કરવાની તૈયારીઓ કરવા માટેની શ્રેષ્ઠ પ્રણાલિકા
અનિશ્ચિતતા જ સ્થાયી છે તેમ સ્વીકારવાથી ઘડાતું અને અમલીકરણ કરાતું જોખમ સંચાલન, સંસ્થાને વધારે અનુકૂલનક્ષમ બનાવી શકે છે અને તેના વિકાસમાં મદદરૂપ પણ થઈ શકે છે. How risk management can turn a crisis into an opportunity એક પ્રતિનિધિ ઉદાહરણીય અભ્યાસ છે.
જોખમ આધારિત વિચારસરણી અને જોખમ સંચાલન હાલમાં એટલી  ચર્ચામાં રહેતા અને દસ્તાવેજિત થતા વિષયો છે કે તેને લગતાં સાહિત્યની સપાટી જેટલા સંદર્ભોનો પણ આ નોંધમાં ઉલ્લેખ કરવો શક્ય નથી. એટલે માત્ર બે વધારાનાં વાંચન તરફ આંગુલિનિર્દેશ કરીશું -
  •       દુનિયા ઊંઘમાં જ કટોકટી તરફ ચાલી રહી છે? વૈશ્વિક જોખમો કુદકેને ભુસકે વધી રહ્યાં છે, પણ તેમને નીવરાવ અમાટેની સામુહિક ઈચ્છાશક્તિ ઘટતી જતી જણાય છે. તેની સામે, વધારેને વધારે ભાગલા પડી રહ્યા હોય તેમ પણ દેખાય છે. - The Global Risk Report, 14th Edition, World Economic Forum, અને,
  •        Sustainability Risks and Opportunities Report
આજની ચર્ચાનાં તારણમાં નોંધ લઈએ કે દરેક સંસ્થાએ જોખમ આધારિત વિચારસરણીને એક એવી તક તરીકે જોવી જોઈએ જે સંપોષિત સફળતા માટે યોગ્ય દિશાસુચન કરી શકવા સક્ષમ છે.
નોંધ: જોખમ અભિમુખ વિચારસરણી ની વધુ વિગત સાથેની નોંધ હાયપર લિંક પર ક્લિક કરવાથી        વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે.
૨૦૨૦નાં વર્ષમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પર મહિને કે લેખના હિસાબે એક અલગ બ્લૉગશ્રેણી કરી રહ્યાં છીએ. આ મહિને તે શ્રેણીમાં આપણે સસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશાનો સંબંધ ' વિશે વાત કરી છે. સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશા સાથેનો સંબંધ કોઈ પણ સ્વરૂપ લે, પરંતુ તે સંસ્થાની સફળતાને સંપોષિત કરવામાં મદદરૂપ તો જ બની શકે છે, જો તે બન્ને કોઈ પણ જાતનાં જોડાણનો સાંધો પણ અનુભવાય નહીં એ કક્ષાની એકસૂત્રતામાં પરોવાયેલ હોય.
આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત આજના વિષય સાથે સુસંગત એક વૃતાંત જોઈએ
  • Quality as Strategy - ASQના પૂર્વ વડા અને ESTIEM પ્રોફેસર ગ્રેગ વૉટ્સન દર્શકોને પૂછે છે કે ' "ગુણવત્તા વ્યૂહરચના હોવી અને ગુણવત્તાને વ્યૂહરચનના તરીકે સ્વીકારવી એ બે વચ્ચે કંઈ તફાવત છે" એમ તમે માનો છો?

Jim L. Smithની મે, ૨૦૨૦ની Jim’s Gems
Growth - વિકાસ સિધ્ધ કરવ અમાટે પોતાનાં સ્બળાં પાસાંઓ પર વધારે ભાર મૂકવો અને નબળાં પાસાં છે જ નહીં તેમ માનવું એ સ્વાભાવિક છે. પરંતુ, જો ખરેખર વિકાસ સાધવો જ હોય આપણે ક્યાં કાચાં પડીએ છીએ તે જાણવું અને સ્વીકારવું જોઈએ અને પછી તેને વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સબળ  કરવા મહેનત કરવી જોઈએ. એને સામે આવેલી તક તરીકે સ્વીકારી અને એ તકો સિધ્ધ કરવા મચી પડવું જોઈએ… એમ કરવામાં થોડી અગવડ અનુભવાય તો ભલે અનુભવાય. ….જેમ જેમ આપણો વિકાસ થતો જશે તેમ તેમ આપણા માટે સકારાત્મક સંભાવનાઓ વધારે સારી રીતે દેખાવા લાગશે.

સંપોષિત સફ્ળતા સિધ્ધ કરવામાં અને જાળવી રાખવામાં ગુણવત્તાની પાયાની બાબતો તેમ જ સંશાજન્ય સંસ્કૃતિની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો અવકાર્ય છે.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, May 17, 2020

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો [૨]

મન્ના ડેનાં સ્વરકૌશલ્યએ શાસ્ત્રીય રાગ પરની હિંદી ફિલ્મ ગીતરચનાઓને હાસ્યરસપ્રધાન ગીતોના પ્રદેશમાં પહોંચાડવાના સેતુની બહુ જ મુશ્કેલ છતાં એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવી. આ એ સમયની વાત છે જ્યારે શ્રેષ્ઠ ગીતો કરૂણ રસના ભાવ સિવાય ન બને તે સ્વીકૃત પ્રણાલિ હતી, 'શ્રેષ્ઠ' ગીતોમાટેનું તે પછીનું ઉદ્‍ભવ સ્થાન શુધ્ધ રોમાંસના ભાવોમાં ગણાતું હતું. હાસ્યરસપ્રધાન ભૂમિકાઓ જ 'ટિકિટબારી'ને નજરમાં રાખીને વિચારાતી, એટલે હાસ્યરસપ્રધાન ગીતો તો અત્રતત્ર પડી રહેલી 'ખાલી' જગ્યા ભરવા માટે છેલ્લા ઉપાયનું શસ્ત્ર મનાતાં. એ સમયે પણ 'કોમૅડી' પ્રકારમાં ગણાયેલાં ગીતોની રચનામાં સરળતાથી ગાઈ શકે તેવી ધુનની રચના કરવા પાછળની સંગીતકારની મહેનત; હલકા ફુલકા, પણ સસ્તા નહીં, તેવા બોલ લખવા પાછળ ગીતકારની મહેનત અને ગીતમાં હાસ્યની સુક્ષ્મ લાગણી તાદૃશ કરતી ગાયકની ગાયન શૈલી કે કલાકારની ગીતને 'સ્થૂળ હાસ્ય"માં ખૂંપી ન જવા દેવાની મહેનતની ભાગ્યે જ નોંધ લેવાતી. આ બધાંને પરિણામે પહેલી પાટલીથી છેલ્લી મોંધી સીટ સુધીનો ફિલ્મનો પ્રેક્ષક ગીતના સમયે પોતાની સીટ પર જ હોંશે હોંશે બેસી રહે તે તો મહત્ત્વનું હતું જ.

સ્વાભાવિક છે કે  કરૂણ રસનાં કે રોમાંસનાં બીજાં ગીતોની જેમ હાસ્યરસપ્રધાન ગીતોના બધા જ પ્રયોગ સફળ પણ ન થતા , અને કદાચ સફળ થતા તો વિવેચકોને કબુલ ન બનતા. કરૂણ કે રોમાંસનાં ગીતોની સ્પર્ધામાં પૂરેપૂરી સફળતા મેળવતાં હાસ્યર્સપ્રધાન ગીતો સંખ્યાની દૃષ્ટિએ ભલે કદાચ બહુ ઓછાં હોય, પણ એવાં ગીતોમાં મોટાં ભાગનાં ગીતો મન્ના ડેના સ્વરમાં સાંભળવા મળે છે તે પણ સ્વીકારવું જ પડે. મન્ના ડેના સ્વરની જે ખુબી તેમનાં શાસ્ત્રીય 'સફળ ગીતોમાં સંભળવા મળતી તેનાથી કંઈક અલગ જ ખુબીઓ તેમનાં 'અદ્‍ભુત' થી માંડીને 'સામાન્ય' હાસ્યરસપ્ર્ધાન ગીતોમાં નીખરી રહેલ છે.

મન્નાડેની જન્મ્શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે આપણે છેલા પાંચ  મણકાથી મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો પર આપણું ધ્યાન કેન્દ્રીત કરેલ છે. તે પૈકી ૪ મણકામાં આપણે મન્ના ડેનાં મેહમૂદ માટેમાં હાસ્યરસપ્ર્ધાન ગીતો સાંભળ્યાં અને છેલ્લા મણકામાં મન્નાડેનાં 'અન્ય (હાસ્ય) કલાકારો માટેનાં હાસ્યરસપ્રધાન ગીતો આપણે સાંભળ્યાં. એ મણકામાં ક્પુર ભાઈઓ, અશોક કુમાર અને વિજય આનંદ જેવા મુખ્ય ધારાના અકલાકારો અને જોહ્ની વૉકર જેવા કોમૅડી અભિનેતા માટેનાં ગીતો સાંભળ્યા હતા. આજાના આ શ્રેણીની સમાપ્તિના અંકમાં આપણે મન્નાડેનાં આઘા અને આઈ એસ જોહર માટેનાં ગીતો યાદ કર્યાં છે.


મન્ના ડે – આઘા

આઘા(જાન બૈગ) ની કોમેડીઅન તરીકે સફળતા તેમની કારકીર્દીનાં શરુઆતનાં વર્ષોમાં જ પ્રસ્થાપિત થઈ ગઈ હતી. કોમેડીઅનને એક ગીત ફાળવવું એ પ્રથા જેમ જેમ ચલણી બનતી ગઈ તેમ તેમ આઘા પણ પર્દા પર ગીતો ગાવા લાગ્યા હતા. તેમને કોઈ ચોક્કસ ગાયકનો જ અવાજ મળે તેવી પણ કોઈ પ્રણાલી બની તેમ તો ન જ કહી શકાય, પણ મન્ના ડે અને આઘાનો કોમેડી ગીતના સંબંધે પરિચય ૧૯૫૫માં 'ઈન્સાનીયત'માં થયો.

મૈં રાવણ લંકા નરેશ - ઈન્સાનીયત (૧૯૫૫) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ 

આ ગીતમાં આઘાના ભાગે અકસ્માતે હુનુમાનના વેશમાં જે પંક્તિઓ પરદા પર ગાવાની આવી છે તે તો મોહમ્મદ રફીએ જ ગાઈ છે. પરદા પર રાવણના હોકારા પડકારાને વાચા મન્ના ડે એ આપી છે.


બમ ભોલાનાથ બમ ભોલાનાથ - રાજતિલક (૧૯૫૮) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પી એલ સંતોષી

ફિલ્મમાં કોમેડી દ્વારા કોમેડીઅનની ભૂમિકા મદદરૂપ બને એ પણ 'સ્વીકૃત ફોર્મ્યુલા' બની ચુકી હતી. આ ગીતમાં એ ફોર્મ્યુલા તાદૃશ્ય થતી જોવા મળશે.


ફૂલ ગેંદવા ના મારો - દૂજ કા ચાંદ (૧૯૬૩) – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પરદા પર જોયા વિના , શાત્રીય ગાયન શૈલી  પર આધારીત આ કક્ષાનાં ગીત સાંભળતાં તેની રચના, બોલ અને ગાયકી એમ બધાં અંગમાં મૂળ રચનાની શુધ્ધતાને નુકસાન પહોંચાડ્યા સિવાયનું હાસ્ય ગીત બનાવવાની મહેનત કાને પડે છે. જોકે, પરદા પર ગીત વડે હાસ્ય નીપજાવવાનો જ ઉદેશ્ય હોય એટલે આ પ્રયાસ કંઈક અંશે સ્થૂળ બની જતો અનુભવાય. પરંતુ તે સ્વીકારી જ લેવું રહ્યું.

પ્રસ્તુત ગીત હાસ્ય રસ પ્રધાન ગીતોના આદર્શ માપદંડ તરીકે સ્વીકારાયેલં ગીતોમાં અગ્રસ્થાને રહેલાં ગીતોમાં સ્થાન પામે છે. 


હો ગોરી ગોરી તેરી બાંકી બાંકી ચિતવનમેં જીયા મોરા બલખાયે - આધી રાત કે બાદ (૧૯૬૫) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન 

સ્વદેશી અને વિદેશી તાલ અને વાદ્યસંગીતને ગીતમાં વણી લઈને વિવિધ ભાવનાં ગીતોને આગવી કર્ણપિયતા બક્ષવાના પ્રયોગો માટે ચિત્રગુપ્ત જાણીતા છે. અહીં શાસ્ત્રીય ગાયન સૈલીથી શરૂઆત કરીએ પાશ્ચાત્ય શૈલી પર સરકી જવાનું કૌશલ્ય ગીતને હાસ્યપ્રધાન બનાવી રાખવામાં સફળ રહે છે. ગીતના દરેક તબક્કે મન્ના ડે ગીતના હળવા મિજાજને બખૂબી જાળવી રાખે છે. 


મન્ના ડે - આઈ એસ જોહર  

આઈ એસ જોહર (ઈન્દર સેન જોહર)ની પહેચાન મોટા ભાગનાં લોકોને એક કોમેડીઅન તરીકેની હશે, પરંતુ તે ફિલ્મોની અને નાટકો નાં પટકથા લેખન, દિગ્દર્શક તેમ જ નિર્માતા જેવી અનેકવિધ ક્ષમતાઓ ધરાવતા હતા. કેટલોક સમય તેમણે હિંદી ફિલ્મો વિશેનાં એક જાણીતાં સામયિક 'ફિલ્મફેર'માં ચબરાકીયા સવાલ-જવાબની કોલમ પણ સફળતાથી ચલાવી હતી. હોલીવુડની પણ અનેક જાણીતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો છે. અભિનેતા  તરીકેની તેમની પહેલી ફિલ્મ હતી 'એક થી લડકી ' (૧૯૪૯) અને તેમણે લખેલી અને દિગ્દર્શિત કરેલી પહેલી ફિલ્મ હતી 'શ્રીમતીજી (૧૯૫૨)..

અરે હાં દિલદાર કમડોવાલે કા હર તીર નિશાને પર - બેવક઼ૂફ (૧૯૬૦) - શમશાદ બેગમ  સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીત રેડીઓમાંથી ગવાય છે તેમ બતાવવા માટે ખરેખર રેડીયોની પાછળથી ગાવું એ વિચાર આઈ એસ જોહરને જ સૂઝે ! તેમાં પણ શરૂઆતમાં સ્વાભાવિકપણે છબરડા પણ થાય તેવી માર્મિક રમૂજ પણ ઉમેરાય છે. મના ડે, અને શમશાદ બેગમ પણ, ગીતમાં ખીલી ઊઠ્યાં છે. 


'બેવક઼ૂફ' આઈ એસ જોહર દ્વારા જ નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ હતી. પરદા પર આઈ એસ જોહર પણ હોય એવાં બીજાં બે ગીતો પણ ફિલ્મમાં મન્ના ડેના સ્વરમાં છે. દેખ ઈધર ધ્યાન તેરા કિધર હૈ (આશા ભોસલે સથે) માં આઈ એસ જોહરે સ્ત્રીવેશ ધારણ કર્યો છે, એટલે તેમના માટે આશા ભોસલે સ્વર આપે છે. સ્ત્રી પર લટ્ટુ બે 'સજ્જનો' માટે મન્ના ડે એકાદ લીટી ગીતમાં ગાય છે. ધડકા દિલ ધક ધક સે મૂળ તો હેલન પર ફિલ્માવાયેલું નૃત્ય ગીત છે.

યે દો દિવાને દિલકે - જોહર મેહમૂદ ઈન ગોવા (૧૯૬૫) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: કલ્યણજી આણંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આઈ એસ જોહરે 'જોહર મેહમૂદ ઈન ઓવા' પછી ફિલ્મનાં સીર્શ્કમં 'જોહર' હોય એવી ઘણી ફિલ્મો કરી. દરેક ફિલમાં એ સ્થળની અમુક જાણીતી બાબતોને કેન્દ્રમાં રાખીને ફિલ્મની કથા તેઓ ગુંથી લેતા. ફિલ્મનાં શીર્ષકમાં એ સ્થળનું નામ પણ સામેલ હોય..

ઉત્તરોત્તર દરેક ફિલ્મ વધારેને વધારે સ્થૂળ બનતી ગઈ તે વાતની દુઃખદ નોંધ આપણે અહીં  લેવી પડે.


પ્યાર કિયાં તો મરના ક્યા  - રાઝ (૧૯૬૩) સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: શમીમ જયપુરી

ગીતના મુખડાના બોલથી જ જ ખબર પડી જાય છે કે આ કયાં ગીતની પૅરોડી છે.


આ પછીનાં ગીતો પણ કૉમેડી કે ગીતની ગુણવત્તાની દૃષ્ટિએ હજુ નીચે જ ઉતરતાં જણાઈ રહ્યાં છે. આપણે જે વિષય હાથ પર લીધો છે તેને દસ્તાવેજીકરણની દૃષ્ટિએ ન્યાય કરવા માટે કરીને આપણે એ ગીતોની માત્ર નોંધ જ અહીં લઈશું.

બચપનકી હસીં મંઝિલ પે જબ હુસ્ન ગુઝર કે આયે - જોહર ઈન બોમ્બે (૧૯૬૭)- ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસદ ભોપાલી

બેશરમ સે શરમ ન કર, હેરા ફેરી સે મત ડર - તીન ચોર (૧૯૭૩) - મોહમ્મદ રફી, મુકેશ સાથે – સંગીતકાર: સોનિક ઓમી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

હમ સબકા હૈ શુભચિંતક- ખલિફા (૧૯૭૬) - કિશોર કુમાર સાથે – સંગીતકાર: આર ડી બર્મન - ગીતકાર: ગુલશન બાવરા 

ક્યા મિલ ગયા સરકાર તુમ્હેં ઇમર્જન્સી લગા કે - નસબંદી (૧૯૭૮) - મહેન્દ્ર કપૂર સાથે - સંગીતકાર કલ્યાણજી આણંદજી - ગીતકાર હુલ્લડ મુરાબાબાદી

આઇ એસ જોહર વિષયોની આટલી વિવિધતા વિશે વિચારી શક્યા, પણ એ વિચારના અમલમાં તેઓ એ વિચારને, અને પરિણામે મન્ના ડેના સ્વરને પણ, સરાસર અન્યાય કરી ગયા એ ખેદ સાથે મના ડેનાં કોમેડી ગીતોની આ શ્રેણી આજે અહીં પૂરી કરી છીએ.

મન્ના દેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ શ્રેની મન્ના ડે - ભૂલ્યા ના ભુલાશે પણ અહીં પૂરી કરીશું.

જોકે આ શ્રેણીમાં આવરી લેવાયેલ ગીતો સિવાયનાં પણ મન્ના ડેનાં હજુ અસંખ્ય બીજાં ગીતો છે. એ બધાં ગીતોને આપણે આપણી મન્ના ડે - ચલે જા રહેં હૈ' શ્રેણીના વાર્ષિક અંકોમાં યાદ કરતાં રહીશું.

 +    +     +

 દરેક શ્રેણીના બધા જ અંકો એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો

મન્ના ડે - ભૂલ્યા ના ભૂલાશે

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો