Sunday, February 16, 2020

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી, ૨૦૨૦


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી, ૨૦૨૦ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૨૦ ની આપણે કેન્દ્રવર્તી ચર્ચાના વિષય 'ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ના સડર્ભમાં આપણે જાન્યુઆરી, ૨૦૨૦ માં ગુણવત્તાના ઈતિહાસ' વિશે વાતકરી હતી. આ મહિને આપણે આ વિષયનાં બીજાં પરિમાણ 'સંપોષિત સફળતા' વિશે વાત કરીશું.
આપણી ચર્ચા 'સંસ્થા'ની સંપોષિત સફળતાના સંદર્ભમાં મર્યાદિત રહેશે.
(સંસ્થાની) સંપોષિત સફળતાના વિચારને સરળતાથી સ્પષ્ટ કરવા માટે આઇબીએમના પૂર્વ મુખ્ય સંચાલક સૅમ પાલીમ્સાનો જે ચાર સવાલો પૂછતા તે બહુ પ્રસ્તુત છે[1]. આ પ્રશ્નો, સમયે સમયે, બદલતા સંજોગોના સંદર્ભ વખતે,  ફરી ફરીને પૂછવા જરૂરી છે  –
૧. કોઇ તમારા મટે શા માટે કામ કરે? 
૨. કોઈ તમારા માટે પોતાની મુડી શા માટે રોકે?
૩. તમારામાં એવી શી આગવી ખાસીયત છે જેને કારણે કોઈ તમારી પાછળ પોતાનાં નાણાં ખર્ચે? 
૪. પોતાના ક્ષેત્રમાં સમાજ તમને શા માટે કામ કરતા રહેવા દે?
The Voyage of Sustained Success (for Businesses) માં સંપોષિત સફળતાના માર્ગના નકશા સાથે સફરનાં કેટલાંક મહત્ત્વના સીમાચિહ્નો દર્શાવાયાં છે –

The 15 Commitments of Conscious Leadershipમાં લેખકો જિમ ડૅથમર, ડાયના ચૅપમેન અને કૅલી વૉર્નર ક્લેમ્પ સંપોષિત સફળતા માટેના ચાર આગોતરાંસૂચકો રજૂ કરે છે[2] .
૧. સ્વ-જાગરૂકતા
૨. નવું શીખવાની ચપળતા
૩. માહિતી, જ્ઞાન અને અનુભવઓની આપલે
૪. પ્રભાવ
Built to Last: Successful Habits of Visionary Companies લેખકો:  જેમ્સ સી કૉલિન્સ અને જેર્રી એલ પૉર્રસ - માં વ્યાપક સંશોધનનાં તારણો રૂપે, સંસ્થાને ટકી રહેવા અને વિકસવા માટે જે સર્વકાલીન મૂળભૂત બાબતો રજૂ કરાઈ છે[3] :
¾    કંપનીને જ મૂળ પેદાશ બનાવો  - ઉત્પાદનો અને બજારની તકોને માત્ર સદા સ્વીકાર્ય પેદાશ બનાવવાની દૃષ્ટિને બદલે, એક મહાન  કંપની બનાવવાનાં વાહનોની નજરે જૂઓ. 
¾    કંપનીનું ઘડતર અમુક મૂળભૂત વિચારધારાની આસપાસ કરો - માત્ર નફા ઉપરાંત મૂળભૂત મૂલ્યો અને ઉદ્દેશ્યની ભાવના કંપનીનું ચાલક બળ બનાવવું -
¾    સંપ્રદાય પ્રણાલી જેવી સંસ્કૃતિનું (મૂળભૂત વિચારધારાની આસપાસ) ઘડતર કરો - વ્યક્તિ ગમે તેટલી મહત્ત્વની હોય, પણ જો તે કંપની પાયાની વિચારધારા સાથે મહદ અંશે અસહમતી ધરાવતી હોય તો તેમની લાંબા ગાળાની ઉપયોગીતા ન ગણાય.
¾    સંચાલકોનો વિકાસ ઘરઆંગણે થવા દો - સંસ્થાને નવી નવી દિશાઓમાં નવી કેડીઓ કંડારવાની આવે ત્યારે, અંદરનાં લોકો્ને, મૂળભૂત મૂલ્યોની જાળવણી કરતાં કરતાં પણ, પરિવર્તનનાં ચાલક બળ તરીકે ઘડી શકાય છે.
¾    મસમોટા ધ્યેયો [BHAGs (Big Hairy Animal Goals)], પ્રયોગાત્મકતા અને પુનરાવર્તીત સાતત્ય સુધારણા વડે વિકાસ પ્રેરતાં રહો - સંસ્થાએ પોતાની સ્થાયી મૂળભૂત વિચારધારાની સામે વિકાસની વણથંભી યાત્રાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. મૂળભૂત વિચારધારા સાતત્ય, સ્થિરતા અને એકસૂત્રતા આપે છે, તેની સામે વિકાસની પ્રક્રિયા પરિવર્તન, સુધારણા, નવોત્થાન અને પુનઃજીવન પ્રેરે છે.
¾    ''અને, અને'ની વિચક્ષણતા'નો સાથ કરો - અસરકારક દીર્ઘદૃષ્ટા સંસ્થાઓ સાતત્ય અને પરિવર્તનનના, પરંપરા અને નવા વિચારો, સ્થિરતા અને પ્રગતિ, નિશ્ચિત ભવિષ્યની આગાહી અને અંધાધુંધીની અનિશ્ચિતતા, બેઠો વારસો અને નવું કરવાની ધગશ, જેવાં બન્ને અંતિમોની સાથે કામ પાર પાડે છે , અને .. અને...
The Idea of Ideasમાં મોટોરોલાના પૂર્વ મુખ્ય સંચાલક બૉબ ગૅલ્વિન જણાવે છે કે, મૂળતઃ પરિવર્તન આવશ્યક તો છે જ. પરંતુ એકલું પરિવર્તન મર્યાદિત બની જાય છે. પુનઃશરૂઆત પણ પરિવર્તન તો છે. તેમાં 'નવી રીતે કરવા'ની વાત છે. તેમાં 'બદલવું' અને 'ફરીથી કરવું' સમાવિષ્ટ છે. તે સાથે તેમાં સિધ્ધ થયેલ મૂળ્ભૂત બાબતોની પુષ્ટિ પણ કરવામાં આવી છે.
જિમ કોલિન્સનાં પુસ્તક બિલ્ટ ટુ લાસ્ટની મુખ્ય બાબતો 'Built to Last' - How to Create Sustained Success માં દૃશ્યશ્રાવ્ય સંક્ષેપમાં -

સંપોષિત સફળતાને આપણી પ્રાસ્તુત શ્રેણીના મુખ્ય વિષય ગુણવત્તા વિશે ની કેટલીક પાયાની બાબતો સાથે જોડી આપતી એક સરળ, પણ, મહત્ત્વની કડી છે સ્ટાન્ડર્ડ ISO 9004: 2018 - Quality management — Quality of an organization — Guidance to achieve sustained success.
ISO 9004માં બધાં સંબંધિત હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓથી કરેલી શરૂઆત શી રીતે પધ્ધતિસરનાં પુનરાવર્તીત સતત સુધારણાના માર્ગે સંસ્થાની સંપોષિત સફળતા સુધી લઈ જઈ શકે છે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમાં સંસ્થાની ગુણવત્તાની પરિપક્વતાની કક્ષાનાં સ્વ-મૂલ્યાંકન પર ભાર મૂકાયો છે. સ્ટાન્ડર્ડમાં રજૂ કરાયેલ સ્વ-મૂલ્યાંકન કસોટીના એક નમૂનાની મદદથી  નેતૃત્વ, વ્યૂહરચના, સંચાલન તંત્રવ્યવસ્થા, સંસાધનો અને પ્રક્રિયાઓને આવરીને સંસ્થાનાં સબળાં અને નબળાં પાસાંઓની સમીક્ષા કરવામા મદદ મળે છે. [4]
હવે પછીથી ગુણવત્તાને લગતી પાયાની બાબતો અને (સંસ્થા)ની સંપોષિત સફળતાના આપસી સંબંધોની વાત અલગ અલગ મણકામાં વાત કરીશું.
નોંધ: સંપોષિત સફળતાની વધારે વિસ્તૂત નોંધા હાયપપર લિંક પર ક્લિક કરવાથી    વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે.
૨૦૨૦નાં વર્ષમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પર મહિને કે લેખના હિસાબે એક અલગ બ્લૉગશ્રેણી કરી રહ્યાં છીએ. આ મહિને તે શ્રેણીમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્ક્રુતિ - એ શું નથી?' વિશે વાત કરી છે. અહીં આપણે સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાજન્ય લોકવલણ[5] , સંસ્થાજન્ય પર્યાવરણ [6] , કર્મચારીઓનું સંસ્થા સાથેનું જોડાણ[7], રાષ્ટ્રીય સંસ્કૃતિ [8] , સમાજજન્ય સંસ્કૃતિ[9] , કોર્પોરેટ સંસ્કૃતિ [10]  અને સંસ્થાજન્ય સંદર્ભ [11]   વચ્ચેના મૂળભૂત ફરકની ટુંક ચર્ચા કરી છે.
આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ
  • The Standards Check In - ૨૦૨૦નાં વર્ષમાં વર્તમાન સ્ટાન્ડર્ડ્સમાં થનારા ફેરફારો અને પ્રકાશીત થનારાં નવાં સ્ટાન્ડર્ડ્સની માહિતી રજૂ કરવામાં આવી છે.

Jim L. Smithની જાન્યુઆરી, ૨૦૨૦ની Jim’s Gems –
  • Quality Responsibility - ગુણવત્તા માટે જવાબદાર કોણ?  -  ગુણવત્તા નીચેનાં સ્તરેથી વિકસતી કાર્યપધ્ધતિ નથી. ડૉ. ગુણવત્તાના ગુરુ, ડબલ્યુ એડવર્ડ્સ ડેમિંગનું કહેવું છે કે ગુણવત્તાનો પ્રારંભ બૉર્ડરૂમમાંથી થાય છે.' ડો. ફૈગેનબૌમનાં બહુખ્યાત કથન' ગુણવત્તા બધાંની જવાબદારી છે' મોટાભાગે સંદર્ભ સુસંગત અર્થમાં નથી વપરાતું હોતું. તેનો અર્થ કારણસર અધૂરો છે. મોટા ભાગનાં લોકોનાં ધ્યાનમાં જે નથી આવતું તે ગુણવત્તા બાબતે બધાંનાં ઉત્તરદાયિત્વનો ડૉ. ફૈગેનબૌમનો અભિપ્રેત ઈશારો છે. ગુણવત્તા બધાંની જવાબદારી છે, એટલે એ કોઈનું કામ ન બની રહી શકે ! આવશ્યક એ છે કે ગુણવત્તા સંચાલન સક્રિયપણે થવું જોઈએ અને ઉપરથી નીચે સુધી
    દરેક સ્તરે તે દેખાવું અને અનુભવાવું જોઈએ.
    અમેરિકાના પૂર્વ એડમીરલ હ્યમેન જી. રીકઓવર અનુસાર, 'જવાબદારી બહુ અનોખી વિભાવના છે; તે કોઈ વ્યક્તિની અંદર જ વસી શકે. તમે કોઈને તે સોંપી દો, તો પણ એ રહે છે તમારી જ.બીજાં સાથે તે તમે વહેંચો તો પણ તમારો હિસ્સો એટલોને એટલો જ રહે છે. તેનાથી મોઢું ફેરવી લેવાથી પણ તેમાંથી છૂટકારો ન થાય. તમે તેને ન ગણકારો કે તેની હાજરીની નોંધ ન લો, તો પણ તેનાથી દૂર ન ભાગી શકાય. જો વિધિપુરઃસર જવાબદારી તમારી છે, તો ગમે એટલું ન ગણકારવાથી, અજાણપણું બતાવવાથી કે, બીજાને ગળે બોજો કે દોષનો ગાળીયો નાખવાથી પણ તેનું હસ્તાંતરણ નથી થવાનું.'
  • Discovery - અડચણોમાંથી માર્ગ કાઢવો અઘરો છે તેનો અર્થ એમ નહીં કે તે અશક્ય છે. જો એ બાબતે આપણે ગંભીર અને કટિબધ્ધ હોઈએ તો માર્ગ નીકળે પણ છે અને આગળ પણ વધી શકાય છે.દરેકનો જન્મ જીવનની અનેકવિધ સંભાવનાઓમાંથૉ પોતપોતાનો આગવો માર્ગ ખોળી કાઢવા માટે જ થયેલો છે. તમારા પ્રયાસોનાં પરિણામો પુરસ્કારો સ્વરૂપે તેમારી રાહ જૂએ છે. તો હવે કોની રાહ જોવાની જરૂર છે....

સંપોષિત સફ્ળતા સિધ્ધ કરવામાં અને જાળવી રાખવામાં ગુણવત્તાની પાયાની બાબતો તેમ જ સંશાજન્ય સંસ્કૃતિની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો અવકાર્ય છે.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: