હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૫_૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિને ફિલ્મ જગત સાથે સંકળાયેલી ત્રણ પ્રતિભાઓએ આખરી વિદાય લીધી
ઈરફાન ખાનનાં પત્ની સુતપા સિકદર અને તેમના પુત્રો અયાન અને બાબીલ Our
life was a masterclass in acting, learnt to see harmony in cacophonyમાં તેમનાં મૃત્યુની જાણ કરે
છે. અમિતાવ નાગ Irfan Khan – A Personal
Tribute માં તેમને હૃદયસ્પર્શી અંજલિ આપે
છે. અનુરાધા વૉરીયર પણ And
Movies Will Never Be The Sameમાં ઈરફાનની ખોટ અનુભવે છે. Irrfan એ એક અદના ચાહકની અંજલિ છે. ઈરફાન
ખાન : હિન્દી-અંગ્રેજી મીડિયમ અને ફિલ્મ મીડિયમ માં નોંધ લેવાઈ છે કે તેમનાં અભિનય કૌશલ્યનાં વૈવિધ્યમાં
જ તેમની ખૂબીઓ ચમકી ઊઠતી.
સ્ત્રોત સૌજન્ય: બીઝનેસ એઝ યુઝવલ - ઈ પી ઊન્ની, ઈન્ડીયન એક્ષપ્રેસ, એપ્રિલ, ૨૦૨૦
ૠષિ કપૂરને અંજલિ આપતાં Shubhangi Misra અને Yimkumla Longkumer.નોંધે છે કે Amitabh
is ‘destroyed’, Simi mourns her ‘darling’ & Lata holds on to memories of
Chintu. ૠશિ કપૂરનાં ટ્વીટર ટેગ “Son of a famous father, father of a famous son. I’m
the hyphen in between.” ને અનુરાધા વૉરિયર Hyphen
In Between માં લંબાવીને ૠશિ કપુરને રાજેશ ખન્નાનાં સુપરસ્ટાર અને
અમિતાભના 'કદથી વિશેષ' ક્રોધે
ભરેલ યુવાનને જોડતી કડી કહે છે.. Rishi
Kapoor, in memoriam માં જય અર્જુન સિંગનું કહેવું છે કે ફિલ્મનાં બીજાં
પાત્રના સંદર્ભમાં પોતાનાં પાત્રને જીવી જતાં પાત્રો તેમની અભિનયની આગવી બાજુ જોવા
મળે છે.. ચાર
પેઢી તો હજુ ફિલ્મ અભિનય ક્ષેત્રે સક્રિય છે. માત્ર એટલું પ્રદાન મળે તો પણ હમ ન રહેંગે, તુમ
ન રહોગે, ફિર ભી રહેગી નિશાનિયાં. એક યાદ - મેરી કિસ્મતમેં તુ નહીં શાયદ માં પૂર્વી મોદી મલકાણ તેમણે કપૂર ખાનદાનની હવેલી પર
લખેલો લેખ ઋષિ કપૂરને મોકલ્યો હતો તેનો જવાબ પ્રકાશિત કરેલ છે.
That passionate voice of music - ભારતના પહેલા આરજે' તરીકે જાણીતા રેડિયો સિલોનના
ઉદ્ઘોષક ગોપાલ શર્માનું ૨૨ મેના રોજ ૮૮ વર્ષે અવસાન થયું.'આવાઝકી દુનિયા કે દોસ્તોં'થી તેમના દ્વારા થતી કાર્યક્રમની શરૂઆત તેમની પહેચાન બની ગઈ જતી.
Deepa પણ તેમને લાગણી સભર અંજલિ - Gopal Sharma – A Boon Companion from the World of Voice- આપે છે.
ગોપાલ શર્માના અવાજને અહીં યાદ
કરીએ –
હવે આપણે આપણા અંજલિઓ/ યાદગીરીના લેખોના નિયમિત વિભાગ તરફ વળીશું.
Should Phalke,
150, Be Forgotten? - ૩ મે, ૧૯૧૩ના રોજ 'રાજા હરિશ્ચંદ્ર'ની વ્યાવસાયિક સ્તરે
રજૂઆત થઈ હતી. ૩ મે ના રોજ દર વર્ષે ભારતીય ફિલ્મોના રાષ્ટ્રીય પુરસ્કારો જાહેર
કરવાનું નક્કી કરાયું છે. રત્નોત્તમ્મા સેનગુપ્તાને આશ્ચર્ય થાય છે કે
વિશ્વમાં સૌથી વધારે ફિલ્મો બનાવતા દેશની સરકાર આ વર્ષે કેમ ચૂકી ગઈ હશે.
Kaagaz Ke Phool is Guru Dutt’s masterclass in filmmaking and heartbreak - ગુરુ દત્તની આ ક્લાસિક
ફિલ્મમાં મુખ્ય પાત્રોના માર્મિક અભિનય, સંવાદો અને અદ્ભૂત
ફિલ્મચિત્રકળાની સાથે કેફી આઝમીએ લખેલં ગીતોના બોલની દિલોદિમાગ પર થતી ઘેરી અસર પણ
બહુ મહત્ત્વનાં પરિબળ તરીકે ઊભરી રહે છે.
બી આર ચોપરાની
જન્મતિથિની યાદમાં ધ પ્રિન્ટ Gumrah, BR Chopra’s tale of a woman’s desire that challenged conventions back in
1963 વડે તેમની એક યાદગાર ફિલ્મને યાદ કરે છે. દિલીપ
કુમાર અને કામિની કૌશલની પ્રેમ ક્થા પરથી પ્રેરિત ગણાતી 'ગુમરાહ'નું કથાવસ્તુ ફિલ્મના પરદા
પર એ સમયે બહુ હિંમતવાન પગલું ગણાયું હતું. આ કથાનાં બીજાં ઘણાં સંસ્કરણો બાદમાં આવ્યાં
પણ જૂના પ્રેમને ભુલી ન શકતી પત્ની, પહેલાં તેનાથી અજાણ અને
પછીથી જાણતા થયેલા પતિની મનોદશા અને પ્રેમિકાની યાદમાં ઝુરતા પ્રેમીનું અનાયાસ તેમનાં
જીવનમાં દાખલ થવું જેવી મુશ્કેલ ભૂમિકાઓ ને દરેક કળાકારે ખુબ જ માર્મિકતાથી ન્યાય
કર્યો છે. .
‘Hansraj Behl – A Forgotten composer’ - Part 1 અને Part 2માં હંસરાજ બહલનાં ગીતોને યાદ કરાયાં છે.
Anokhi Raat – A Unique Look at the Bitter Truths - નામને જ અનુરૂપ એવી આસિત
સેન દિગ્દર્શિત 'અનોખી રાત' બહુ જ અનોખી રીતે રજૂ
થતી વાત છે. બહાર આવેલું તોફાન ઘરમાં પુરાઈ ગયેલાં પાત્રોનાં જીવનમાં પણ અનોખું
તોફાન લાવી મૂકે છે. રોશનની આ છેલ્લી ફિલ્મ હતી, જેનાં પાર્શ્વ સંગીત અને
ક્રેડીટ ટાઈટલ્સનાં સંગીતનું કામ તેમનાં પત્ની ઈલા નાગરથે પુરૂં કર્યૂં હતું.
Golden
Era of Bollywood
પર શૈલેન્દ્ર શર્માએ
આટલી પૉસ્ટ્સ મૂકી છે :
- "YAHOO"
The Yell that Shook the Nation
- The Invisble
Men of Bollywood
- Subodh
Mukharjee - A Filmmaker of Golden Era of Bo...
- Suhana Safar
Aur Yeh Mausam Haseen - The song that...
- The Changing
Face of Indian Cinema- Bioscope to OT...
- Kaanto Se
Kheench Ke Ye Aanchal - An Experimental ...
- Hindi Films
with Unusual and FunnyTitles
- Ek DO Teen-
The Song that Shot Madhuri Dixit to Fa...
- The Great
Nurses of Bollywood
- SANAM(1951)-
The Last Film of Dev Anand and Suraiy...
- The Story
Behind the Song "Waqt Ne Kiya Kya Haseen...
- Talat
Mahmood- The Singer, who gave us many Immort...
- Hindi Films
Based on the Life of Buddha
- Bulo C Rani -
A Forgotten Composer & Singer
- Naushad- The
Classical Genius
- Mem Sahib
(1956)- A Classic Film with Four Legends...
- Raja
Harishchandra- The First Indian Film
- Rare or
Forgotten Songs of Nargis
- 50 Years of
Sachaa Jhutha
- Manna Dey
Songs for Dev Anand
- Rishi Kapoor-
Bollywood’s Chocolate Boy
- Irrfan Khan- Slow and Steady Won the Race
- The Great Boat Songs of Bollywood
- The Bollywood Songs around Sea Shore
- Feroz Khan - The Original Khan of Bollywood.
- Five Significant Roles of Moushumi Chatterjee
- The Story Behind the Song" Lag Ja Gale"
- The Bollywood Films Based on Cricket.
- Shamshad Begum- Unique voice and style
મે, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ
રહેતાં ગીતો માં મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૧-૧૯૫૩ ને યાદ કર્યાં છે. અત્યાર સુધી આપણે
૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં
વર્ષનાં ગીતો, અને,
૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો
આપણે સાંભળી ચૂક્યાં
છીએ.
મન્ના ડેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ શ્રેણીના બધા જ
અંકો એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો
પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો
મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો
મન્ના ડેનાં મેહમૂદ માટે
ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો
મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો
જો એ યુવાન કુસ્તીબાજ
પહેલવાન કે બેરિસ્ટર થયો હોત તો આપણને બહુ મોટી ખોટ પડી હોત ! - આ વાત પ્રબોધ ચંદ્ર - મન્ના
ડે-ની છે.
હવે અન્ય વિષય પરના લેખ /પોસ્ટ્સની મુલાકાત
લઈએ –
“Quarantine” or “Lockdown” Dances (in other words, more
dances in people’s homes) – લેખનું શીર્ષક જણાવે છે તેમ અહીં તાળાબંધીના સમયમાં પોતાની શાસ્ત્રીય નૃત્યની
કળાને વાચા આપતા વિડીયોને અહીં ગ્રંથસ્થ કરાયેલ છે.
Jetha
Ramdhanu Othe Heshe: The Smiling Rainbow of Talat Mahmood (Tapan Kumar’s)
Bengali Songs - તલત મહમૂદને અપાતી અંજલિઓમાં તેમનાં બંગાળીને ગીતોને ભાગ્યેજ યાદ કરાતાં હોય
છે. તપન કુમારનાં ઉપનામ હેઠળ ગાયેલાં આ બંગાળી ગીતોથી કલકત્તામાં શરૂ તલત મહમૂદની
ગાયકીની સફરને સૌનક ગુપ્તા યાદ કરે છે.
Remembering
Talat Mahmood માં તેમનાં ખુશીના ભાવનં ગીતોને યાદ કરાયાં છે.
Songs and contra-songsમાં વિરોધાભાસી સત્યોને આવરી લેતાં ગીતોની યાદી રજૂ કરાઈ છે. જેમ કે, एक/अनेक ભાવનાં ગીતો -
'ફાઉન્ટનહૅડ' (૧૯૪૯)માં હાવર્ડ રૉર્કનું વ્યકત્વ્ય
એક ચિડીયા અનેક ચિડીયા - એ. ભીમસિંગની એનીમેટેડ ફિલ્મ
મધુલિકા લિડ્ડલે Ten of my favourite ‘multiple version’ songs – male/female solo versions અને Ten of my favourite ‘multiple version songs: one voice, two solo versionsમાં એક સ્વરમાં ગવાયેલાં એક જ ફિલ્મમાં એકથી વધારે સંસ્કરણોને યાદ કર્યાં છે.
Sadma is an
achingly beautiful story about a love that defies labels - બાલુ મહેન્દ્રની તમિળ ક્લાસિક 'મુંદ્રમ પિરાઈ'નાં હિંદી સંસ્કરણ 'સદમા' ને શ્રીદેવી, કમલા હસનના અભિનય માટે
ક્યારે પણ ભુલાશે નહીં..
બે ફિલ્મો, થોડાં પાત્રો, એક લેખક, એક આંદોલન - સોનલ પરીખ - ૨૦૧૭માં 'રેણૂ'ની વાર્તા 'પંચલૅટ' પરથી બનેલી એ જ નામની ફિલ્મ
અને ૧૯૬૬માં બનેલી, તેમની વાર્ત 'મારે ગયે દુલફામ' પરથી બનેલી 'તીસરી કસમ' પરથી અહીં 'રેણૂ'નાં કથા વિશ્વની વાત કરવામાં
આવી છે.
સ્વરનિયોજન એટલે શું? - નિરંજન અંતાણીનું કહેવું છે કે
કવિની શબ્દરચનાને સ્વરોમાં મઢીને ગેય
સ્વરૂપ આપવું તે કદાચ સ્વર નિયોજન કહેવાતું હશે. તે ઉપરંત ગાયકી -મિંડ-મુરકી -ભાવ
અનુરૂપ ઉતારચડાવ, તેની સાથે વાદ્યવૃંદનાં ઈન્ટ્રો- ઈન્ટરલ્યુડ- બેકિંગ
- કોડ્સ અવગેરે ગોઠવવું અને વળી રચનામાં કંઈ ચમત્કૃતિ પણ ભેળવવી એવડી મસમોટી
પ્રકરિયાને પાર પાડવી એ કુદરતી બક્ષિસ સિવાય શક્ય નથી ! અંતે કહેવું પડે કે 'સ્વરનિયોજન એટલે શું?' એ જેને ખબર નથી તેજ સાચો
સ્વરકાર.
સોંગ્સ ઑફ યોર પર
૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ પાછલની તરફ આગળ વધતી શ્રેણી, Best songs of year.નો દસમો મણકો Best songs of
1945: And the winners are? હવે રજૂ કરાયો છે. આપણે એ શ્રેણી
પરથી એ વર્ષનાં જાણીતાં અને ન જણીતાં ગીતોને યાદ કરતી શ્રેણી 'ચર્ચાને એરણે' પણ કરતાં રહ્યાં છીએ.
૧૯૪૫નાં ગીતોને આપણે આવતા મહિનાથી ચર્ચાની એરણે લઈશું.
અને હવે મુલાકાત કરીએ અન્ય
પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની
રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના મે, ૨૦૨૦ ના લેખો:
- તેજોમય રૂપેરી પરદે તગતગતો તડકો
- અબિનયના 'ઋષિ' અને અભિનયકળાના 'ઈરફાન'
- તક઼દીરકા તરાના ગા કર જિસને સુનાયા
- ગીતકાર અને સંગીતકારને સાંકળતી શૃંખલા (+ અનુસંધાન)
- રહસ્યના રાજા : 'રાઝ' ખોસલા
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના મે, ૨૦૨૦ ના લેખો.:
તેરી દુનિયાસે દૂર ચલે હોકે મજબૂર હમેં યાદ રખના
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં મે, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની
શ્રેણી આગળ ધપી રહી છે –
- ડઝનબંધ ફ્લોપ પછી
જંગલીના સંગીતે શમ્મી કપૂરની ઇમેજ અને કારકિર્દી
બંનેને જબરદસ્ત બૂસ્ટ આપ્યો
- 'આવા સમર્પિત કલાકાર માટે નીત નવીન કરવાની પ્રેરણા મળે કે નહીં, તમે જ કહો....'
સતત નવું શીખવાની તૈયારી
અને ધીંગી કોઠાસૂઝ વડે ફિલ્મ સંગીતના
સુવર્ણયુગમાં અમૂલ્ય પ્રદાન કર્યું = આ લેખ પ્રકાશિત થયા
પહેલાંના સપ્તાહે સાઉન્ડ રેકોર્ડિસ્ટ ડી ઓ ભણ્સાલીએ ચિરવિદાય લીધી. તેમની યાદમાં આ
લેખ લખાયો છે.
મે, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
- બુલો સી.રાની: શમા સે સીખા જલ જાના……, અને તેનો અનુગામી લેખ,
- બુલો સી. રાની : શબનમ સે હમ સિખેંગે, ફરિયાદ ન કરના, રો લેના
- આસમાનને લગતાં ફિલ્મીગીતો
- બંદિશ એક, રૂપ અનેક – ૬૬ – શ્રી સૂરદાસજીનું ભજન “નિસ દિન બરસાત નૈન હમારે
- મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો [૨]
- રંગને લગતાં ફિલ્મીગીતો
વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ
સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં મે, ૨૦૨૦ માં (૩૩) ટેન ઑ’ક્લૉક (૧૯૫૮) અને (૩૪) આરતી (૧૯૬૨) ની વાત કરવામાં આવી છે.
હિન્દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા કિશોર દેસાઈની પ્રતિભાનો પરિચય કરાવે છે...
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના
અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ
રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.
તેરા જલવા જિસને દેખા વોહ
દિવાના હો ગયા - લૈલા મજનૂ (૧૯૪૫) - એસ ડી બાતિશ સાથે – સંગીતકાર: પંડિત ગોવીંદરામ
– ગીતકાર: તન્વીર નક્વી
(આ ગીતમાં મોહમ્મદ રફીએ સૌ પ્રથમવાર ફિલ્મના પર્દા પર દેખા દીધી છે.)
બુલબુલમેં હૈ નગ઼મે તેરે - લૈલા મજનૂ (૧૯૫૧) - ખાન મસ્તાના સાથે – સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: શકીલ બદાયુની
યે દુનિયા… હાય હમારી યે દુનિયા - યહુદી (૧૯૫૮) – સંગીતકાર: શંકર જયકિશન - ગીતકાર: શૈલેન્દ્ર
તુમ જહાં જાઓગે મુઝકો ભી વહી પાઓગે - ચોર દરવાજા (૧૯૬૫) – સંગીતકાર: રોય ફ્રેંક – ગીતકાર: કૈફી આઝમી
યે દીવાનેકી જિદ્દ હૈ - લૈલા મજનૂ (૧૯૭૬) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને
વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે
આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો /
ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment