Sunday, July 19, 2020

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુલાઈ, ૨૦૨૦


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઈ, ૨૦૨૦ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૨૦ ની આપણે કેન્દ્રવર્તી ચર્ચાના વિષય 'ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ના સડર્ભમાં આપણે
વિશે વાત કરી હતી..
હવે, આ મહિને વિશે આપણે ટુંકમાં સંપોષિત સફળતા માટે સંસ્થાજન્ય જ્ઞાનનું યોગદાનની નોંધ લઈશું.
Auditing Practices Group Guidance on: Organisational Knowledge, ISO & IAF (2016)માં સંસ્થાજન્ય જ્ઞાનની વ્યાખ્યા આ મુજબ કરવામાં આવી છે “સંસ્થાજન્ય જ્ઞાન એ સંસ્થામાં રહેલું એવું ચોક્કસ જ્ઞાન છે જે લોકોના સામુહિક તેમજ દરેક વ્યક્તિના વ્યકિતગત અનુભવોમાંથી નિપજે છે. સુવ્યક્ત, કે અવ્યક્ત પણ,  જ્ઞાન  સંસ્થાના ઉદ્દેશ્યો સિધ્ધ કરવામાં ઉપયોગી નીવડે છે.”
આ વ્યાખ્યામાંથી સંસ્થાજન્ય જ્ઞાનની બે ખાસ લાક્ષણિકતાઓ ઉભરે છે :
એક, જ્ઞાન બહુ મહત્ત્વનું સંસાધન છે..
બીજું, 'સંસ્થાજન્ય જ્ઞાન' એવી સંપત્તિ છે જે આંડા કે જથ્થામાં દર્શાવી નથી શકાતી.
સંસ્થાજન્ય જ્ઞાનને સામાન્ય રીતે વે બર્ગમાં વહેંચી દેવામાં આવતું હોય છે –
અવ્યક્ત જ્ઞાન : આ પ્રકારનાં જ્ઞાનને બીજા શબ્દોમાં 'કેમ કરવું તે જાણવું'(Know-how) તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉદાહરણો - પરંપરાગત કૌશલ્યો, વ્યાવહારિક વિવેક બુદ્ધિ કે સમજણ વગેરે
સુવ્યક્ત જ્ઞાન - સુવ્યક્ત જ્ઞાનને 'શું છે તે જાણવું' (Know-what) તરીકે પણ ઓળખવામાં આવે છે
ઉદાહરણો - માહિતીસંગ્રહ, દસ્તાવેજો, તસ્વીરો, ફિલ્મો, વગેરે
જ્ઞાનના કેટલાક ઉપ-પ્રકારો પણ વર્ગીકૃત કરાતા હોય છે -
  • ગર્ભિત જ્ઞાન - જેને સુસ્પષ્ટ કરી શકાય પણ હજુ સુધી નથી કરાયું, તે અનુભવ સાથે વણાયેલું હોય છે અને તેથી વધારે સહજ હોય છે.
  • કાર્યપધ્ધતિઓનું જ્ઞાન જે કામ કરવાની ચોક્કસ પધ્ધતિઓમાં જોવા મળે છે.
  • ઘોષણાત્મક જ્ઞાન હકીકતો, કાર્ય-રીત કે પધ્ધતિઓનાં વર્ણન સ્વરૂપે જોવા મળે છે.
  • વ્યૂહાત્મક જ્ઞાન જે, ક્યારે અને શા માટે, શું કરવું તે સ્વરૂપે દેખાતું હોય છે. [1]

આમ તો, જ્ઞાન , જાણ્યે-અજાણ્યે, મૂર્ત કે અમૂર્ત સ્વરૂપમાં દરેક જગ્યાએથી પ્રાપ્ત થઈ શકતું હોય છે. જો તે માટે સભાન પ્રયત્ન કરવામાં આવે તો તે આપણી પાસે એ જ્ઞાન છે તેવી આપણને જાણ રહી શકે છે. તેમ છતાં,સામાન્યપણે જ્ઞાનના સ્રોતને આ રીતે વર્ગીકૃત કરવામાં આવતા હોય છે.:
  • વ્યક્તિ - વ્યક્તિએ કરેલી કાચી નોંધ, તેની સથે ગ્રાહકની ફરિયાદો કે મશીન સાર સંભાળ કે ચકાસણી દરમ્યાન થયેલ અનુભવોને અવ્યક્ત જ્ઞાનના સ્ત્રોત કહી શકાય.
  • સમુહો - સમિતિઓ, ટીમ, તાલીમાર્થીઓનું ગ્રુપ, ક્ષેત્રીય સેલ્સમેન ગ્રુપ વગેરે - આ પ્રકારના સમુહો પાસે અવ્યક્ત, સુસ્પષ્ટ તેમ જ ગર્ભિત જ્ઞાન હોય છે.
  • મધ્ધતિસરનાં મળખાંઓ - જેમ કે આઈટી તંત્ર, પરંપરાગત કાર્યપધ્ધતિઓ, ગ્રાહકો કે પુરવઠાકારો સાથેનાં સર્વેક્ષણો, માર્ગદર્શિકાઓ - સુવ્યક્ત કે અવ્યક્ત,જ્ઞાનના સ્ત્રોત છે.
  • સંસ્થાજન્ય યાદનોંધો - જેવાં કે માહિતિસંગ્રહો, અહેવાલો, વિશ્લેષણ અભ્યાસો, લોગ બુક્સ વગેરે - સામન્યતઃ આ જ્ઞાન સુવ્યક્ત પ્રકારનું હોય છે.

સુવ્યકત જ્ઞાનને આ પ્રકારે સંગહિત સ્થાનોમાં સંગ્રહ કરી શકાય
  •      કોઈ પણ પ્રકારના દસ્તાવેજ 
  •      આંતરિક જ્ઞાન માહિતીસંગ્રહો
  •      ગ્રાહક કે પુરવઠાકારો કે અન્ય હિતધારકો સાથેના સંપર્ક આધારિત માહિતી સંગ્રહો
  •     · FAQs
  •     · ઇન્ટ્રાનેટ સર્વર
  •    · અલગ અલગ તલીમ સામગ્રીઓ
  •    · વેબિનાર 
  •     · કેસ સ્ટડી[2]

જ્ઞાન મૉડેલનું દૃશ્ય સંસ્કરણ

જ્ઞાન હસ્તાંતરણ ચક્ર[3]

જ્ઞાન વહેંચણીના અનેક લાભ છે[4] :
§  જ્ઞાનથી ભય દૂર થાય છે. .
§  જ્ઞાનથી વાડાઓ તૂટે છે અને સંવાદ શક્ય બને છે
§  કોઇ પણ ઘટના પાછળનું કારણ જ્ઞાન વડે જાણી શકાય છે
§  જ્ઞાનને કારણે સમજણપૂર્વકના નિર્ણયો શક્ય બને છે
§  જ્ઞાનથી પ્રેરણ અને સામર્થ્ય વધે છે
§  જ્ઞાનને કારણે ભાગીદારીની ભાવના વધે છે અને પરિણામે કામ પ્રત્યે માલિકી ભાવ વધે છે
§  જ્ઞાનને કારણે તકો પેદા થાય છે
જ્ઞાનનું સક્રિયપણે કરાતું સંચાલન સંસ્થાની સફળતા માટે આ ત્રણ કારણોસર મહત્ત્વનું છે
¾    નિર્ણય કરવાની ક્ષમતા સુગમ બનાવે છે,
¾    નવું શીખવાને રોજિંદી ઘટમાળ બનાવીને નવું નવું શીખતાં રહેતી સંસ્થાનાં ઘડતરમાં યોગદાન આપે છે, અને,
¾    સાંસ્કૃતિક પરિવર્તનો અને નવપરિવર્તનને વેગ બક્ષે છે[5].
મોટાભાગનાં વ્યાપર ઉદ્યોગના આગ્રણીઓ જ્ઞાનનું વ્યૂહાત્મક મહત્ત્વ સમજે છે અને હવે સંસ્થાની જ્ઞાન સંબંધિત સંપત્તિઓનું સક્રિયપણે સંચાલન કરવાને પ્રાથમિકતા પણ આપે છે. તેમ છતાં હજુ પણ આ જાગૃતિ કે પ્રયત્નો જોઈએ એવાં પરિણામો નથી લાવી શકી. તે માટે, જ્ઞાન સંચાલનને પુરવઠાભિમુખ મુદ્દો ગણવાની હજુ પણ બળવત્તર ભાવના, યોગ્ય જ્ઞાન લઈ આવવાથી બધાં પ્રશ્નો આપોઆપ નિરાકરણ થશે અને જ્ઞાનના ફાયદા મળવા લાગશે તેવી માન્યતા,  જ્ઞાન સંચાલન પર જરૂર મુજબનું ધાયન ન અપાવું, ટેક્નોલોજિ પર બહુ વધારે પડતો આધાર રાખવો, સંસ્થાની જ્ઞાન સંપત્તિઓનો મહત્તમ લાભ ઊઠાવી શકે તેવાં માળખાંનો અભાવ,અને છેલ્લે, જ્ઞાન સંચાલન પ્રક્રિયા માટે યોગ્ય માલિકી ભાવનો અભાવ જેવાં અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. [6].
અસરકારક જ્ઞાન સંચાલન વ્યૂહરચના સંસ્થાને જ્યાં , જે, ને જે પ્રકારની માહિતીની જરૂર હોય તે પેદા કરવા, અમલ કરવા અને વહેંચવાનું શક્ય બનાવે છે. તે સંસ્થાના માળખાંના વાડાઓ તોડવામાં અને સાંસ્થામાંના મહિતીસંગ્રહોનો વધારે અસરકારક ઉપયોગ કરવામાં પણ યોગદાન આપે છે. બદલતી જતી ટેક્નોલોજિઓ અને સંદર્ભો વચ્ચે પણ યોગ્ય રીતે અમલ કરાતી જ્ઞાન સંચાલન પ્રક્રિયા સંસ્થાના ઉદ્દેશ્યો સિધ્ધ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેને પરિણામે ઉદ્યોગ જગતના પ્રવાહો પર સંસ્થાને પોતાની સફળતાની નાવ હંકારતા રહેવાનું સુગમ બને છે અને સંસ્થા, હંમેશ માટે, સંપોષિત સ્પર્ધાત્મક  સરસાઈ જાળવી રાખવા સક્ષમ બનતી રહે છે. [7]
વધારાનાં સુચિત વાંચન:
નોંધસંપોષિત સફળતા માટે સંસ્થાજન્ય જ્ઞાનનું યોગદાનની વધુ વિગત સાથેની નોંધ હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
૨૦૨૦નાં વર્ષમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પર મહિને કે લેખના હિસાબે એક અલગ બ્લૉગશ્રેણી કરી રહ્યાં છીએ. આ મહિને તે શ્રેણીમાં આપણે સંસ્થાજન્ય સંસ્કૃતિનું ઘડતર વિશે વાત કરી છે.



આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત આજના વિષય સાથે સુસંગત વૃતાંત જોઈએ
  • Culture Of Quality માં સંસ્થાજન્ય સંસ્કૃતિનાં ઘડતર માટે Ps – Proximity (નિકટતા), Persuasion (સમજાવટ) અને Position (પદ)- અને 3 Cs – Connectivity (જોડાણ), Clarity (સ્પષ્ટતા) and Consistency (સાતત્ય)- સમજાવાયાં છે.
  • Creating and Sustaining a Culture of Quality - માં આગળના વૃતાંતને વધુ વિસ્તારથી આવરી લેવાયેલ છે. અહીં સંસ્થાજન્ય સંસ્કૃતિને ગુણવત્તજન્ય સંસ્કૃતિમાં પરિવર્તિત કરવા માટે પ્રયોજિત એક સરળ સાધન - [A3] communications tool ને પણ આવરી લેવાયેલ છે.
Jim L. Smithની Jim’s Gems માં આ મહિને આ મહિના વિષય સાથે સુસંગત લેખ નથી પ્રકાશિત થયા. એટલે આપણે ક્વૉલિટિ મેગ પરનાં એક અન્ય લેખની વાત કરીશું - 
The Unfolding Course of Events - ભૂતકાળમાં નજર કરવાથી ભવિષ્ય કે વર્તમાનનો કોઈ સંદર્ભ મળી શકે છે - માં Michelle Bangert  એરિક લાર્સનનાં પુસ્તક, The Splendid and the Vile, માંથી વિન્સ્ટન ચર્ચિલનું ૧૨ નવેમ્બર, ૧૯૪૦ન અરોજ નેવીલ ચેમ્બરલેઈનને શ્રધ્દ્દાંજલિ આપતાં કહેલું કથન “આગળ થનારી ઘટનાઓ જોઈ શકવાની કે તેના વિશે આગાહી કરવાની શક્તિ માણસમાં નથી એ સારૂં છે - નહીંતર જીવન અકારૂં બની રહેત.” દ્વારા ચર્ચિલે બ્રિટીશ નાગરિકોને 'ભયવિહિન' થઈને કેમ જીવવું તે જીવંત રીતે સમજાવ્યું છે. -
સંપોષિત સફ્ળતા સિધ્ધ કરવામાં અને જાળવી રાખવામાં ગુણવત્તાની પાયાની બાબતો તેમ જ સંશાજન્ય સંસ્કૃતિની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો અવકાર્ય છે.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, July 12, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુલાઈ, ૨૦૨૦


સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૪-૧૯૬૬
મોહમ્મદ રફીની જન્મતિથિ (૨૪ ડીસેમ્બર, ૧૯૨૪) અને અંતિમ વિદાયની તિથિ (૩૧ જુલાઈ, ૧૯૮૦)ની યાદમાં આપણે, ૨૦૧૬થી જુદા જુદા સંગીતકારો સાથે તેમણે ગાયેલાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ શ્રેણીના લેખોમાં આપણને મોહમ્મદ રફીએ જેમને માટે ગીતો ગાયાં છે તેવા જાણીતા સંગીતકારોની સાથે કેટલાય ઓછા જાણીતા સંગીતકારોનો પણ પરિચય મળવાની તક મળી. અત્યાર સુધી બધું મળીને ૧૧૦થી વધુ સંગીતકારો સાથે આપણો પરિચય થઈ ચૂક્યો છે.


અત્યાર સુધીમાં આપણે
§  પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮
§  બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪
§  ત્રીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૫૪-૧૯૫૮
§  ચોથો પંચવર્ષીય સમયખંડ - ૧૯૫૯-૧૯૬૩
ની વિગતે ચર્ચા કરી ચૂક્યાં છીએ
પ્રસ્તુત શ્રેણીની શરૂઆત આપણે મોહમ્મદ રફીનાં હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણના વર્ષ, ૧૯૪૪થી કરી હતી. તેઓ એમના અવસાનના છેલ્લા દિવસો સુધી સક્રિય રહ્યા હતા. ૧૯૪૪થી ૧૯૫૦ના સમયકાળને તેમનાં સ્થિર થવાનાં વર્ષો ગણીએ તો '૫૦નો દસકો તેમની કારકિર્દીનો એવો સમય ગણી શકાય જેમાં તેમણે ન માત્ર તેમનાં શ્રેષ્ઠ ગીતો આપ્યાં, પણ તેઓ પુરુષ પાર્શ્વગાયકોમાં પ્રથમ સ્થાન પણ મેળવી ચૂક્યા. '૬૦ના દાયકામાં તેમનાં લોકપ્રિય ગીતોની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો. ૧૯૬૯માં 'આરાધના'ની સાથે કિશોર કુમાર રાતોરાત પહેલાં સ્થાન પર પહોંચી ગયા. '૭૦ના દાયકામાં મોહમ્મદ રફીનાં નોંધપાત્ર ગીતો જરૂર સાંભળવા મળ્યાં, પણ તેમના '૫૦ અને '૬૦ના દાયકાનાં ચાહકોને હવે બહુ થોડાં ગીતોમાં પહેલાં જેવી 'મજા' આવતી હતી. આથી, આપણે આ શ્રેણીને ૧૯૬૯નાં વર્ષ સુધી જ સીમિત રાખવાનું નક્કી કરેલ હતું.  ૧૯૬૯થી ૧૯૮૦ના સમયમાં પણ તેમને નવા સંગીતકારો સાથે પ્રથમ વાર ગીત ગાવાના પ્રસંગ પણ સાંપડ્યા હશે, પણે ૧૯૬૯ પછીના આ સમયખંડને જોવા માટે અલગ દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી બની રહે છે. એટલે તેને વિશે આપણે, ભવિષ્યમાં, અલગથી વાત કરીશું.
આમ હવે આપણે આપણી પ્રસ્તુત શ્રેણીના છેલ્લા તબક્કામાં આવી પહોંચ્યા છીએ. આ તબક્કામાં અપણે બાકીનાં છ વર્ષો - ૧૯૬૪થી ૧૯૬૯- દરમ્યાન મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલી જ વાર ગાયાં હોય એવાં સૉલો ગીતોને આપણે યાદ કરીશું.
સંગીતકારોની અને તેમનાં મોહમ્મદ રફી સાથેનાં સૌ પહેલાં સૉલો ગીતની સંખ્યા મર્યાદીત રાખીને એ ગીતોને વધારે સારી રીતે સાંભળી શકાય એ દૃષ્ટિએ આજના અંકમાં આપણે ૧૯૬૪થી ૧૯૬૬નાં ત્રણ વર્ષને આવરી લીધાં છે.
૧૯૬૪
૧૯૬૪નાં વર્ષમાં મોહમ્મદ રફીએ ૧૪૩ જેટલાં સૉલો ગીતો ગાયાં હતાં. આ વર્ષમાં તેમણે ચાર સંગીતકારો સાથે પહેલવહેલી વાર સૉલો ગીત ગાયાં.
રોબીન બેનર્જી
રોબીન બેનર્જીએ તેમની સૌ પહેલી હિંદી ફિલ્મ, 'ઈન્સાફ કહાં હૈ, ૧૯૫૮માં સંગીતબધ્ધ કરી. એ પછી એમણે બીજી વીસેક હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું, જોકે મોટાભાગની ફિલ્મો બી કે સી ગ્રેડની ફિલ્મો તરીકે ઓળખાતી ફિલ્મો હતી. તેમણે રચેલું તુમ જો આઓ તો પ્યાર આ જાયે (સખી રોબિન, ૧૯૬૨; ગાયકો: મન્ના ડે અને સુમન કલ્યાણપુર) ચિરકાલીન ગીતોમાં સ્થાન પામે છે.
એક તરફ હૈ માકી મમતા એક તરફ હૈ તાજ - આંધી ઔર તુફાન – ગીતકાર: ફારૂક઼ કૈસર
બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતની બધી જ ખુબીઓ આવરી લેતું આ ગીત છે.

વી નાગય્યા
વી નાગય્યા (મૂળ નામ ચિત્તૂર વી નાગય્યા સર્મા) દક્ષિણ ભારતની ભાષાઓના જાણકાર અભિનેતા, સંગીતકાર, દિગ્દર્શક, લેખક અને પાર્શ્વ ગાયક હતા.  
દિલ કો હમારે ચૈન નહીં હૈ - ભક્ત રામદાસુ
મૂળ તેલુગુ વર્ઝન વી નાગય્યાએ ૧૭મી સદીના સંત કાંચર્લા ગોપન્નાની ભૂમિકા ભજવી હતી.
હિંદીમાં ફરીથી બનેલી ફિલ્મમાં મોહમ્મદ રફીએ તેમના મુલાયમ સ્વરમાં ભજન રચનામાં સંગીતબધ્ધ ગીતો ગાયાં.

ગાંધર્વ ઘંટસાલ
ગાંધર્વ ઘંટસાલ વિશે કોઈ વધારે માહિતી નથી મળી શકી.
પરબત ડેરા પ્યાર ભરા, મૈને દેખીથી એક ડોલી - ઝંડા ઊંચા રહે હમારા – ગીતકાર: શ્રીનિવાસ
આ પણ મૂળ તેલુગૂ ફિલ્મની હિંદી રીમેક છે. ગીત કાવ્ય પઠન શૈલીમાં રચાયું છે.

શાંતિ કુમાર દેસાઈ
શાંતિ કુમાર દેસાઈ ની સક્રિય કારકિર્દી ૧૯૩૪થી ૧૯૬૪ સુધી નોંધાઈ હોવાનું દસ્તાવેજ થયેલ છે. એટલે તેમણે મોહમ્મદ રફી પાસે પહેલ વહેલું ગીત ૧૯૬૪માં  - તે પણ તેમની લગભગ છેલ્લી ફિલ્મ, 'તેરે દ્વાર ખડા ભગવાન'માં - કેમ ગવડાવ્યું હશે તે વિશે મને કોઈ ચોક્કસ માહિતી નથી મળી શકી.
દિલ તોડનેવલે આ જા રે સંગ છોડનેવાલે આ જા - તેરે દ્વાર ખડા ભ્ગવાન – ગીતકાર: પંડિત મધુર
ગીતની બાંધણી સરળ ભજન સ્વરૂપે કરવામાં આવી છે, જેમાં મોહમ્મદ રફીના સુરને ઊંચે-નીચે લઈ જવા માટે પુરી મોકળાશ મળી છે.

ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં એક બીજું સૉલો ગીત પણ છે.
તેરી યાદ કી ગાઉં સરગમ સરગમ - તેરે દ્વાર ખડા ભગવાન – ગીતકાર: પંડિત મધુર
પર્દા પરનાં પાત્રની ભગવાનની ખોજને ગીત દ્વારા વ્યકત કરવામાં આવી છે.

૧૯૬૫
૧૯૬૫નાં વર્ષમાં પણ ચાર નવા  સંગીતકાર મળે છે. એ દરેકની સક્રિય કારકિર્દી પણ અત્યંત ટુંકી રહી છે. જોકે અમુક ગીતો સાંભળતા વેંત યાદ આવી જાય છે.
પી ડી શર્મા
પી ડી શર્મા વિશે પણ કંઈ માહિતી નથી મળતી. નેટ ઉપલબ્ધ માહિતી પ્રમાણે તો તેઓ એક-ફિલ્મ-સંગીતકાર ક્લબના સભ્ય જણાય છે.
એક એક તિનકે પર કબ તક ઇન્સાનોકા લહુ બહેગા - બાગ઼ી હસીના - 
પહેલી જ ફિલ્મમાં સંગીત આપી રહ્યા હોવા છતાં ગીતની રચના ખુબ જ પરિપક્વ જણાય છે.

રોય ફ્રેન્ક
રોય ફ્રેન્ક વિશે પણ નેટ પર કંઈ વધારે માહિતી નથી મળી શકી. જો કે તેમનું એક યુગલ ગીત જ઼રા કહ દો ફિઝાંઓ સે હમેં ઈતના સતાયે ના (ગોગોલા, ૧૯૬૬; ગાયકો: તલત મહમુદ, મુબારક બેગમ) ખુબ જ જાણીતાં ગીતોની યાદીમાં સ્થાન મેળવે છે.
પુછો ન હમસે કે હમ હૈ કિસ હાલમેં - ચોર દરવાજ઼ા- ગીતકાર: ક઼ાફીલ અઝર
જીવનમાં કંઈક કરવા ધાર્યું હતું અને થઈ રહ્યું છે કંઇક જુદું જ એવા અફસોસના ભાવને ગરબાની ધુનમાં વણી લેવામાં આવ્યું છે.

તુમ જહાં જાઓગે મુઝકો વહીં પાઓગે, બચકે અબ મેરી નીગાહોં સે કહં જાઓગે - ચોર દરવાજ઼ા - ગીતકાર: ક઼ાફીલ અઝર
મોહમ્મદ રફીના ચાહકોને આ ગીત તો પલકવારમાં જ યાદ આવી જશે.

લાલા અસાર સત્તાર
લાલા (ગંગવાણે), અસાર અને સત્તાર ખાન પોતપોતાનાં વાદ્યો વગાડવામાં બહુ નિપુણ હતા. હંમેશ થતું આવ્યું છે તેમ તેમણે પણ સ્વતંત્ર સંગીતકાર થવાનું સાહસ ખેડ્યું અને સફળતાને ન વરી શક્યા. બે એક ફિલ્મો બાદ અસાર આ ત્રિપુટીમાંથી અલગ થઈ ગયા તે પછી લાલા સત્તારની જોડીએ પણ થોડી ફિલ્મમાં સંગીત આપ્યું હતું
યુગ યુગ સે ગાતે આયે હૈ ધરતી ઔર આકાશ - જહાં સતી વહાં ભગવાન
બેકગ્રાઉન્ડમાં ગવાતાં શીર્ષક ગીતના પ્રકારને છાજે તેવાં દરેક ઘટકને ગીતમાં બખુબી વણી લેવાયાં છે. મોહમ્મદ રફીના સ્વરમાં ગીતના ભાવને અનુરૂપ આર્દ્રતા પણ છે અને જીવન જીવવવાની તાકાત બતાવતી અડીખમતા પણ છે. 

આ જ વર્ષે આ ત્રિપુટીની એક બીજી ફિલ્મ - સંગ્રામ - પણ આવી હતી.
મૈં તો તેરે હસીન ખયાલોમેં ખો ગયા, દુનિયા યે કહેતી હૈ કે દિવાના હો ગયા - સંગ્રામ – ગીતકાર: ઐશ કંવલ
દારા સિંગ, અને તેની સાથ સાથે રંધાવાને લઈને આવી ફિલ્મો એ સમયે ખુબ બની તેની પાછળનું એક કારણ હતું એ ફિલ્મોનાં ગીતની સફળતા. એ બધી ફિલ્મો દ્વારા હિંદી ફિલ્મોમાં પગ જમાવવા માટે સંઘર્ષકરી રહેલા સંગીતકારોએ તેમનાં કેટલાંક શ્રેષ્ઠ ગીતો આપ્યાં. જોકે એ બધા સંગીતકારોમાંથી લક્ષ્મીકાંત પ્યારેલાલને જ નસીબે સાથ આપ્યો હતો.

વેદપાલ વર્મા
વેદપાલ વર્માએ સંગીતકારની ભૂમિકા ભજવતાં પહેલાં  વાર્તા લેખક અને ગીતકાર તરીકે પણ કામ કર્યું હતું.
અબ તો બતા અવગુણ મેરે પાંવ પડા હું શ્યામ - સંત તુકારામ – ગીતકાર: મધુકર રાજસ્થાની
સંત તુકારામ જેવા સંતોને જીવનમાં પડતી વિપદાઓ વિશે ઈશવરને આજીજી સ્વરૂપ આ ગીતમાં મનના ભાવના ઉતાર ચડાવને વ્યક્ત કરવાની પુરી તક મળતી હોય છે, જેને મોહમમ્દ રફીએ બન્ને હાથોથી વધાવી લીધી છે.

મોહમ્મદ રફીના ગીતોના માહિતી સંગ્રહમાં ૧૯૬૫માં એક ભોજપુરી ફિલ્મ 'હમારા સંસાર' પણ બોલે છે, જેનું સંગીત શ્યામ શર્માએ આપ્યું હતું. અતુલ'સ સોંગ એ ડે પર શ્યામ શર્માએ મોહમ્મદ રફીના સ્વરમાં રચેલ એક ગૈર ફિલ્મી ગીત - પાગલ નૈના સગરી રૈના તેરી બાત નિહારે -ની નોંધ કરવામાં આવી છે.
આ ભજન ગૈર ફિલ્મી ગીતોમાંનાં છૂપાં રત્નોમાંનું એક ગીત છે.

૧૯૬૬
૧૯૬૬માં મોહમ્મદ રફીનાં ૧૦૫ સૉલો ગીતો છે.
આ વર્ષે ત્રણ સંગીતકારોનું પદાર્પણ થયેલ છે. 
ગણેશ
ગણેશ (શર્મા) લક્ષ્મીકાંત પ્યારેલાની જોડીના પ્યારેલાલના નાના ભાઈ છે. તેમણે રચેલ હમ તેરે બીન જી ના સકેંગે સનમ (ઠાકુર જર્નૈલ સિંગ, ૧૯૬૬; ગાયિકા આશા ભોસલે) ચીરકાલીન રચના તરીકે યાદ કરાય છે.
જિનકી તસ્વીર નિગાહોંમેં લિયે ફિરતા હું - હુસ્ન ઔર ઈશ્ક઼ – ગીતકાર: નુર દેવાસી
ફિલ્મનાં કથાવસ્તુને અનુરૂપ, પ્રસ્તુત ગીતની રચના મધ્ય પૂર્વ  એશિયાની શૈલી તરીકે જાણીતી શૈલી પર કરવામાં આવી છે.

હરબંસ
જેમના વિશે વધારે માહિતી નથી મળી શકી એવા એક વધારે સંગીતકાર.
ગિરધારી ઓ ગિરધારી લૌટ ભી આઓ ઓ ગિરધારી રાધા નીર બહાયે - નાગીન ઔર સપેરા – ગીતકાર: સત્યપાલ શર્મા
આમ જુઓ તો આ ગીત જાણીતું તો ન જ કહી શકાય, પરંતુ સંગીતકારે ગીતની બાંધણી એટલી પરિપક્વતાથી કરી છે કે ગીત ક્યારેક સાંભળ્યું છે તેમ પંણ જરૂર લાગે.

બાબુ સિંધ
બાબુ સિંધ  પણ એક-ફિલ્મ-ક્લબના જ સભ્ય જણાય છે. ઉપલબ્ધ માહિતી અનુસાર તેમને નામે એક હિંદી અને એક ભોજપુરી ફિલ્મ બોલે છે.
ઉન્હે મંઝિલ નહીં મિલતી જો કિસ્મત કે સહારે હૈ - વિદ્યાર્થી – ગીતકાર: મધુકર રાજસ્થાની
અત્યાર સુધી બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતોની રચના એટલી હદે વ્યાપક બની ગયેલી લાગે છે કે એક જ ફિલ્મમાં સંગીત આપનાર સંગીતકાર પણ સ્વીકૃત ધોરણ અનુસારનું ગીત બનાવી શકે.

ફિલ્મમાં મોહમ્મદ રફીએ ગાયેલ બે અન્ય સૉલો ગીત - બનકર કે ઈન્સાન બનાયે તુમકોહમ ભગવાન અને સુનો સુનાતે હૈ તુમ્હેં હમ નેહરૂજી કી અમર કહાની - પણ છે. એ સમયમાં પંડિત જવાહરલાલ નેહરૂની પણ્ય તિથિ જેવા અવસરે નેહરૂજી પરનું આ  ગીત આકાશવાણી પર બહુ સાંભળ્યું છે.
મોહમ્મદ રફી એ સંગીતકાર સાથે ગાયેલ સૌ પ્રથમ સૉલો ગીતની આ દીર્ઘ લેખમળા આપણે હવે ડિસેમ્બર, ૨૦૨૦ના અંકમાં પુરી કરીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.


Sunday, July 5, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો ::પ્રવેશક

સોંગ્સ ઑફ યૉરની, હિંદી ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ દરેક વર્ષનાં શ્રેષ્ઠ ગીતોને યાદ કરવાની સફર પાછળ હટતાં હટતાં ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯, ૧૯૪૮, ૧૯૪૭,  અને ૧૯૪૬ ના સીમાચિહ્નો પાર કરીને વીન્ટેજ એરાનાં હવે નાં ૧૯૪૫ વર્ષના પડાવ - Best songs of 1945: And the winners are?- પર આગળ વધે છે.
૧૯૪૫ નાં જાણ્યાંઅજાણ્યાં ગીતોને આપણી ચર્ચાને એરણે લેતાં પહેલાં આપણે સોંગ્સ ઑફ યૉરના પ્રવેશક લેખની ધ્યાનાકર્ષક વિગતો સાથે જાણકારી મેળવી લઈએ. :
૧૯૪૫ નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical landmarks)
નુરજહાં અભિનિત 'બડી મા', 'વિલેજ ગર્લ', અને 'ઝીનત' કે કે એલ સાયગલની 'કુરૂક્ષેત્ર' અને સાવ અજાણ્યા અકહી શકાય એવા સંગીતકાર દ્વારા સંગીતબધ્ધ તદબીરનાં ગીતોએ એ સમયે મચાવેલીઈ ધૂમના રણકાર હજુ આજ સુધી પણ શમ્યા નથી.
આ ઉપરાંતનાં પોતાનો જાદૂ બરકરાર રાખી રહેલાં અન્ય ગીતો (Other important musical compositions) પણ છે, જેમ કે  -
દિલ જલતા હૈ તો જલબે દે - પહલી નજ઼ર - મુકેશ  -સંગીતકાર અનિલ બિશ્વાસ
પદાર્પણ, કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Debut, Fact file and Trivia)
તા મંગેશકર - અભિનેત્રી અને ગાયક તરીકે, 'બડી મા'માં   
મોહમ્મદ રફી - પરદા પર - તેરા જ઼્લવા જિસને દેખા (લૈલા મજનુ)
તલત મહમૂદ - હિંદી ફિલ્મોનું સૌ પ્રથમ ગીત  - જાગો મુસાફીર જાગો (રાજ લક્ષ્મી) આ તેમની અભિનેતા તરીકેની પણ સૌ પહેલી ફિલ્મ છે.
દિગ્દર્શક તરીકે - બિમલ રોય (હમરાહી,) ; કે આસિફ (ફૂલ)
ગીતકાર તરીકે - મોતી બી.એ. (કૈસે કહું)
સૌ પ્રથમ માત્ર સ્ત્રી સ્વરમાં ગવાયેલી કવ્વલી - આહેં ન ભરી શિક઼વે ન કિયે (ઝીન્નત)
યાદગાર ગીતોની યાદી (List Of Memorable Songs ) અત્યાર સુધીનાં જે જે વર્ષોમાટે સોંગ્સ ઑફ યોર દ્વારા યાદગાર ગીતોની યાદી રજૂ કરાઇ છે તેના કરતાં ૧૯૪૫ નાં વર્ષની યાદી ગીતોની સંખ્યામાં નાની દેખાય છે. આ ગીતોમાં પુરુષ સૉલો ગીતોની સંખ્યા લગભગ ૩૦% જેટલી છે, જેમાંથી ત્રીજા ભાગનાં સૉલો ગીતો વિન્ટેજ એરાના ગણાય એવા પુરુષ ગાયકોનાં અને બાકીનાં આપણે જેમને સુવર્ણ યુગના ગાયકો ગણીએ છીએ એવા પુરુષ ગાયકોનાં છે. તેની સામે સ્ત્રી સૉલો ગીતોની સંખ્યા લગભગ ૪૦% જેટલી છે. અહીં સુવર્ણ યુગનાં ગંણાય એવાં ગાયિકાઓનાં સૉલો ગીત એકાદ અપવાદ સિવાય કોઇ જ નથી. બાકી રહેતાં ગીતો યુગલ ગીતો છે જેમાં કોઈ પણ એક ગાયક (એટલે કે મુખ્યત્ત્વે પુરુષ ગાયક) સુવર્ણ યુગનાં હોય એવાં યુગલ ગીતો ત્રીજા ભાગ જેટલાં જ કહી શકાય એમ છે. આ યાદગાર ગીતોને તેમની યુટ્યુબ લિંક સાથે - Memorable Songs of 1945- અલગથી સંગ્રહિત  કરેલ છે. 
આપણે જ્યારે ૧૯૪૫ નાં ગીતોને ચર્ચાની એરણે લઈ શું ત્યારે જે ગીતો આપણને સાંભળવા મળશે તેમાં આ યાદીમાં શું ઉમેરો કરી શકાશે તે એક રસપ્રદ સવાલ છે.
૧૯૪૫ નાં ખાસ ગીતો -  જાણીતાં કરતાં અજાણીતાં ગીતોનો પડછાયો 'ખાસ ગીતો'ની સંખ્યા પર જોવા મળે છે. ૧૯૪૫ માટે અહીં માત્ર ચાર જ ગીતની નોંધ લેવાઈ છે, આ ચારે ચાર ગીતો મોટા ભાગનાં હિંદી ફિલ્મ સંગીતચાહકોએ કદાચ પહેલીજ વાર સાંભળ્યાં હશે પણ એ દરેક ગીતનું આગવું ઐતિહાસિક મહત્ત્વ ધ્યાન બહાર જરૂર નહીં રહે.આપણે આ ગીતોને Memorable Songs of 1945ની અલગ તારવેલ યાદી સાથે જ લઈ લીધાં છે.
હિંદી ફિલ્મ ગીત કોષના દસ્તાવેજીકરણ અનુસાર જે ગીતોનાં ગાયકો નથી નક્કી થઈ શક્યા એવાં કોઈ ગીતો યુટ્યુબ પર સાંભળવા મળશે કે કેમ તે પણ એક રસપ્રદ ઉત્કંઠાનો વિષય છે, જો આ પ્રકારનાં ગીતો મળશે તો ચર્ચાની એરણે તેમની અલગથી નોંધ લઈશું.
૧૯૪૫ નાં ગીતોની ચર્ચાની એરણે મળેલી વિગતો 
મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં સ્રી સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં યુગલ ગીત,
મને સૌથી વધારે ગમેલાં અનિર્ણિત ગાયકોનાં ગીતો અને
મને સૌથી વધારે ગમેલ સંગીતકાર
                 ના આયામોના પરિપ્રેક્ષ્યનાં તારણોમાં રજૂ કરીશું..
તો આવો, સાથે મળીને ૧૯૪૫ નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર નીકળી પડીએ...