Thursday, November 4, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - મને સૌથી વધારે ગમેલ સંગીતકાર

૧૯૪૪નાં વર્ષનાં ગીતોની ચર્ચાના એરણે 'મને સૌથી વધારે ગમેલ સંગીતકાર' વિશે કંઈ પણ વાત કરવા માટે તૈયારી કરતાં સાથે જ જણાઈ આવ્યું કે, ૧૯૫૫નાં વર્ષથી શરૂઆત થયેલ આ શ્રેણી જેમ જેમ પાછળનાં વર્ષો તરફ આગળ વધતી ગઈ તેમ તેમ 'મને સૌથી વધારે ગમેલ સંગીતકાર' ખરા અર્થમાં પસંદ કરી શકવાનું ફિલ્મ સંગીતની- અને તેમાંય વિન્ટેજ એરાનાં સંગીતની તો ખાસ - મારી સાવ જ મર્યાદીત જાણકારીને કારણે મારી પહોંચની બહાર વધારેમાં વધારે જઈ રહ્યું છે.  તેમાં વળી એ સમયનાં ગીતો તે સમયનાં શ્રોતાઓ શા માટે ગમતાં (કે ન ગમતાં) કે ફિલ્મ સંગીતની અસર ફિલ્મની અસરકારકતા પર કેટલી પડતી કે એ સમયની પ્રચલીત ફિલ્મ સંગીત શૈલીના દાયરામાં અલગ અલગ સંગીતકારો ફિલ્મનાં વિષયવસ્તુની રજૂઆતને ગીતો અને સંગીત દ્વારા કેટલી હદે અસરકારક થવામાં યોગદાન આપી શકતા એવા કંઈક અંશે તકનીકી કહેવાય એ મુદ્દાઓની તો પછી વાત જ ક્યાં રહે ! એ સંજોગોમાં એ વર્ષનાં ગીતોને બે એક વાર સાંભળીને જ એ સંગીતકારનાં સંગીતની ગુણવત્તા વિશે વાત કરવી તો સદંતર ગેરવ્યાજબી જ કહી શકાય. તો પછી 'પસંદ' પડવા જેવી બાબત પર તાર્કિક તો દૂર, કંઈ પણ વાત કરવી એ અવાસ્તવિક છે.

તેમાં વળી, હું ફિલ્મી ગીતો સાંભળતો થયો કે તે વિશે મારી પસંદનાપસંદ સમજતો થયો એ સમયમાં જે સંગીતકારોનાં ગીતો સાંભળવા મળતાં રહ્યા તેનો પરિચય સ્વાભાવિકપણે વધારે જ હોવાને કારણે, પ્રસ્તુત ચર્ચાને એરણે લેતી વખતે એ ગીતો કે ફિલ્મોનાં સંગીત તરફ 'મારી' પસંદ વધારે જ ઢળી જાય તે ભયસ્થાન પણ સ્વીકારવું જ રહ્યું.

એટલે આમ જોઈએ તો આગલાં વર્ષોમાં જે કોઈ પ્રયોગમૂલક (તથાકથિત) માપનો ઉપયોગ કર્યો તેના દ્વારા ૧૯૪૪નાં વર્ષમાં તો એ જ સંગીતકારો નજર સામે વધારે દેખાય જેમનાં ગીતો આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન યુ ટ્યુબના સહારે વધારે દૃષ્ટિગોચર થયાં. આમ સમગ્રપણે જોઈએ તો 'મને સૌથી વધારે પસંદ પડેલ સંગીતકાર' એ શીર્ષક જ હવે તો ખરેખર અપ્રસ્તુત કહેવાય.

એટલે, માત્ર, અને માત્ર, દરેક વર્ષનાં ગીતોની ચર્ચા માટે જે ગોઠવણ ઉપયોગમાં લીધી છે તેની સાથે સુસંગત રહેવા પુરતું જ આ શીર્ષક, અને આ ચર્ચા, પ્રસ્તુત ગણી શકાય તે મર્યાદાનો હું સ્વીકાર કરૂં છું.

આ ચર્ચાને અહીં તાર્કિકપણે રજુ કરવા માટે મારી જે જવાબદારી છે તેમાં હું એટલા અંશે ઊણો ઉતરી રહ્યો છું તે વાતની સ્વીકાર કરવાની સાથે મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારોની આંકડાકીય તુલના, કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવ્યા સિવાય ,અહીં રજુ કરેલ છે

સંગીતકાર

પુરુષ સૉલો ગીતો 

સ્ત્રી સૉલો ગીતો

યુગલ ગીતો

સુબલ દાસગુપ્તા

 

 

ખેમચંદ પ્રકાશ

બુલો સી રાની

 

 

હુસ્નલાલ ભગતરામ

પંડિત અમરનાથ

અનિલ બિશ્વાસ

મીર સાહબ

નૌશાદ અલી

સી રામચંદ્ર

 

જી એ ચિસ્તી

પંકજ મલિક

 

પન્નાલાલ ઘોષ

 

 

પંડિત ગોવર્ધન પ્રસાદ

 

 

ફીરોઝ નિઝામી

 

હનુમાન પ્રસાદ

 

 

ગુલામ હૈદર

 

ગુલશન સુફી

 

સજ્જાદ હુસ્સૈન

 

 

વીર સિંહ

 

 

અલ્લા રખા

 

 

જ્ઞાન દત્ત

 

 

સોંગ્સ ઑફ યોર આ અભ્યાસ દરેક વિભાગનાં 'શ્રેષ્ઠ ગીતો'ના સંગીતકારોની દૃષ્ટિ કરવામાં આવ્યો છે, જેમાં ખેમચંદ પ્રકાશ, નૌશાદ અલી અને મીર સાહબ સૌથી વધારે ગુણાંક મેળવીને ઉપર તરી આવે છે.

આપણે પણ આ ત્રણેય વિભાગમાં ચર્ચાની એરણે લીધેલાં દરેક ગીતોના સંગીતકારોની દૃષ્ટિએ આવી તુલના કરી હોત તો હજુ કંઈક જુદું ચિત્ર નજર સામે આવત.

પરંતુ, આવો કોઈ પણ અભ્યાસ ૧૯૪૪નાં વર્ષનાં ફિલ્મ સંગીતનું માત્ર આંશિક અને અધુરૂં ચિત્ર જ રજુ કરી શકે, કેમકે બુલો સી રાની (કારવાં), હુશનલાલ ભગતરામ (ચાંદ), અનિલ બિશ્વાસ (જ્વાર ભાટા, ચાર આંખેં)અને એવા  ઉપરોક્ત અભ્યાસોમાં ઓછી સંખ્યા ધરાવતા સંગીતકારોનાં સંગીતકારોએ એ સમયે તેમનાં સંગીતથી શું અસર ઊભી કરી હશે એવાં સમયની સાથે વિસરાઈ ગયેલ પાસાંને આ આંકડાઓ પુનઃજીવીત કરી શકે તેમ નથી.

જોકે મારા નિજ અભિપ્રાય મુજબ દરેક વર્ષનાં ગીતોની ચર્ચાનો જે ઉપક્રમ યોજાયો છે તેનો આશય શ્રેષ્ઠ ગીતોને અભિવાદન કરવાનો નથી, પણ એ નિમિત્તે એ સમયનાં ગીતોની યાદને તાજી કરીને તેનો આજના સમયે ફરીથી આસ્વાદ કરવાનો છે, જે આ બધાં ગીતોને યુ ટ્યુબ પર અપલોડ કરવાની આ બધા ફિલ્મ સંગીતચાહકોની જહેમત અને ચીવટ થકી કારણે શક્ય બને છે.

૧૯૪૪નાં વર્ષ અમટે શ્રેશ્થ સંગીતકારનું સ્થાન નક્કી કરવા માટે સોંગ્સ ઑફ યોરની 'ખુબ જ ન્યાયી' નિષ્કર્ષ પર પહોછવાની નેમ સાથે કરાયેલ સર્વગ્રાહી સમીક્ષા, Best songs of 1944: Final Wrap Up 4, નૌશાદ, ખેમચંદ પ્રકાશ અને મીર સાહબને સંયુક્તપણે આ સ્થાન માટે પસંદ કરે છે.


૧૯૪૪નાં વર્ષ માટેની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત થયેલ પૉસ્ટ્સ, ચર્ચાની એરણે : ૧૯૪૪નાં ગીતો@  Songs of Yore પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

Sunday, October 31, 2021

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૯મો – મણકો : ૧૦_૨૦૨૧

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા - ૧૦_૨૦૨૧માં આપનું સ્વાગત છે.

આજના અંકની શરૂઆત લતા મંગેશકરના ૯૨મા જન્મ દિવસ નિમિત્તના લેખોથી કરીશું-

પોતાની  such a long journey of career that notched up another hit just last month ને યાદ કરતાં લત મંગેશકર કહે છે કે, સાત વર્ષની ઉમરથી જેણે વ્યાવસાયિક ધોરણે ગાવાનું શરૂ કરેલું એ બાળકી હજુ પણ મારામાં ક્યાંક છે.

બાળ લતા, આશા, ઉષા અને મીના મંગેશકર બહેનો અને હૃદયનાથ પહેલી વાર પર્દા પર એક સાથે - ચલ અચલા નવ બાલા - માઝે બાલ (૧૯૪૩, સંગીતકાર દત્તા દાવજેકર)-માં



લતા મંગેશકરના જન્મ દિવસે તેમણે ગાયેલાં ગીતોને અલગ દૃષ્ટિકોણથી રજુ કરવાની પરંપરાને અનુસરીને, Mehfil Mein Meri Lata – Non-film songsને વર્ષ ૧૯૫૪નાં ગીતોને Part 1 અને તે પછીનાં ગીતોને Part 2માં રજુ કરે છે.

તે સાથે આપણે સખેદ નોંધ લૈએ છીએ કે Veteran actor and Mehmood’s sister Minoo Mumtaz passes away - Komal RJ Panchal -  મિનૂ મુમતાઝ (૨૬-૪-૧૯૪૨ । ૧૯-૧૦-૨૦૨૧) સીઆઈડી, નયા દૌર, તાજ મહલ, ગબન, ઝમીર જેવી અનેકવિધ ફિલ્મોમાં અલગ અલગ ભાવનાં પાત્રોમાં જોવા મળ્યાં. તેમનું અવસાન કેનેડામાં થયું છે.

મિનૂ મુમતાઝ ૭૯ વર્ષનાં હતાં (Photo: CinemaRare/Twitter)

RIP, Minoo Mumtaz – We Have Lost Another One of the Greatest (as everyone should know)મિનૂ મુમતાઝ પોતાના અંદાજમાં મુજરાઓનાં રાણી તો હતાં જ, પણ સાથે ખુબ જ હાસ્યપ્રેરકથી લઈને શઠ ભાવની ભૂમિકાઓ પણ તેમણે સહજતાથી ભજવી હતી. ૨૦૦૯ની આ પહેલાંની તેમના પરની જે પોસ્ટમાં ટોમ ડેનીઅલનાં ડીવીડી સંગહની વાત કરી હતી તે હતી A Whole (Beautiful, Crisp, Clear) DVD of Minoo Mumtaz! આ ડીવીડી સંગ્રહની ફેરમુલાકાત લેવા જેવી છે કેમકે મિનૂ મુમતાઝ પર ફિલ્માયેલાં ગીતોનાં સીર્ષકોનો તેમાં ખજાનો છે.

Songs of Yore પર પણ ભૂતકાળમાં In Conversation with Minoo Mumtaz પ્રકાશિત થયેલ જેમાં તેમનાં પ્રતિનિધિ ગીતોની સાથે તેમની અને તેમના પુત્ર અજાઝ અલી સાથેની મુલાકાતના અંશ પણ સાંભળવા મળે છે.

When an era passes - પોતાનાં પર્દા પરનાં નામ, મિનૂ મુમતાઝથી વધારે જાણીતાં, મલિકા બેગમ (અથવા મલિકુન્નિસા) પોતાનું આગવું સ્થાન બનાવી ચુક્યાં છે.

Ten of my favourite Minoo Mumtaz Songs મિનૂ મુમતાઝ પર ફિલ્માયેલાં ગીતોને યાદ કરે છે. 


આ મહિને આપણે શરૂઆત અન્ય તિથિઓને યાદ કરતા લેખોથી જ કરીશું -

Taxi Driver — one of India’s first ‘cabbie films’, which sealed Dev Anand’s romantic hero image - Unnati Sharma - દેવ આનંદના ૯૮મા જન્મ દિવસે (૨૭ સપ્ટેમ્બર) તેમને ખુબ જ ગમતી ફિલ્મની ફેરમુલાકત કરીએ, જેનાં નિર્માણમાં સાથે ત્રણેય આનંદ ભાઈઓ સંકળાયેલ હતા અને ફિલ્મનાં હીરોઇન સાથે તેમણે લગ્ન કર્યાં.

હંસ જાખડ રાજેન્દ્ર કૃષ્ણ (૬ જૂન ૧૯૧૯ । ૨૩ સપ્ટેમ્બર ૧૯૮૭)ની પુણ્યતિથિએ તેમના સંગીતકારો સાથેના સાથની શ્રેણી સોંગ્સ ઑફ યોર પર પ્રારંભ કરે છે. શ્રેણીનો પહેલો લેખ Rajendra Krishna with the Albela Karigar C Ramchandra અને બીજો લેખ Rajendra Krishna and Madan Mohan: Classic Case of Two Geniuses at Work પ્રકાશિત થઈ ચુક્યા છે.

The unassuming genius of Hrishikesh MukherjeeSubhash K Jha - “હું કબુલ કરૂં છું કે મેં મસાલા ફિલ્મો બનાવવાનો ગુનો કરેલ છે, કેમકે એક આખાં યુનિટ અને તેમનાં કુટુંબોનો નિર્વાહ પણ કરવાનો હતો. જોકે એ બધી ફિલ્મોમાં કૌટુંબીક મૂલ્યો જાળવ્યાનો મને સંતોષ છે.” …… સારૂં થયું કે ફોન પર ફિલ્મો જોતાં કુટુંબોને જોવા સુધીના આવેલા સમયને જોવા  હૃષિકેશ મુખર્જી જીવતા ન રહ્યા.

Eyi Path Jodi Na Shesh Hoy: The Immortal Songs of Uttam-Hemanta - સૌમિક ગુપ્ત અને અંતરા નંદા મોડલ ઉત્તમ કુમારને Silhouetteની અંજલિ આપતાં  હેમંત કુમાર સાથેની તમારી સહકામગીરી અને હેમંત કુમારે ગાયેલાં સદાબહાર ગીતોને યાદ કરે છે.

Happy Birthday, Simi Garewal, જે પોતાના સમયથી હંમેશાં આગળ રહ્યાં. જ્યારે ભારતની અભિનેત્રીઓ શરમાળ, નજાકતી અને લજ્જાળુ હતી ત્યારે સિમી ગરેવાલે નવી હવાનો અનુભવ કરાવ્યો. તેમનં વ્યક્તિત્ત્વમાં કોઈ દેખાડો નહોતો.

Forget Dil Chahta Hai, Raj Kapoor-Nargis starrer Chori Chori was the first road trip movie -- Unnati Sharma - મન્ના ડેની પુણ્ય તિથિએ ફિલ્મથી પણ વધારે લોકપ્રિય અને યાદગાર બનેલ યે રાત ભીગી ભીગી તેમણે કેવી સંમોહક શૈલીમાં ગાયું હતું તે યાદ કરે છે.

Smita Patil as remembered by her sister: ‘Funny, generous, uncaged’ - Anita Patil- Deshmukh તેમનાં બહેન અને બહુસિદ્ધ અભિનેત્રીને તેમના ૬૬મા જન્મદિવસે અંજલિ આપે છે.

સ્મિતા પાટિલ - ફોટોગ્રાફ ગૌતમ રાજ્યાધક્ષ

In Subah, Smita Patil’s character broke glass ceiling of what ambitious women can’t do - Unnati Sharma - સ્મિતા પાટિલ સાવિત્રીનું પાત્ર ભજવે છે, જે સક્ષમ છે, બુદ્ધિશાળી છે અને મહાત્વાકાંક્ષી પણ છે. પરંતુ કૌટુંબિક જીવનની આંટીઘૂંટીઓ તેને હંમેશાં નડતી રહે છે.

Vinod Khanna: The actor who gave Amitabh Bachchan a run for his money - Sampada Sharma - ૧૯૭૮ના સ્ટારડસ્ટનાં મુખપ્રૂષ્ઠ પર 'વિનોદ ખન્ના હવે #' એમ વટથી લખાયું હતું, પણ બધાંને એ ખબર નહોતી કે વિનોદ ખન્ના તો આ ઉંદરપકડ રમતમાં રસ જ નહોતા ધરાવતા. કદાચ તેમની આ બેપરવાહીએ જ તેમને હિંદી ફિલ્મોનાં ટોચના સ્થાન પર બેસાડી દીધેલા !

5 unknown facts about Rekha who turns a year older on October 10 - Subhash K Jha - પોતે એક સારી ગાયિકા હોવાનો રેખાને હંમેશાં ગર્વ હતો. 'ખુબસુરત' નું ક઼ાયદા ક઼ાયદા તોડકે સોચો એક દિન તેમને ખુદ ગાયું છે.

.Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

How Kader Khan became Bollywood’s go-to dialogue writer: When an impressed Manmohan Desai gifted him his TV, gold bracelet - Sampada Sharma - કાદર ખાનના ૮૪મા જન્મ દિવસે સંવાદ લેખક તરીકેની તેમની કારકિર્દીની શરૂઆત પર એક નજર કરીએ અને જોઇએ  કે તેમનં શ્રેષ્ઠ કામો પ્રકાશ મેહરા ને મનમોહન દેસાઈ સાથે કેમ થયાં.

સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં  પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે ચાર ફિલ્મોનો સાથ કરેલ આર ડી બર્મનની પ્રેમાનુરાગની રચનાઓની યાદ તાજી કરેલ છે.

ઓક્ટોબર, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૫-૧૯૫૬ (આંશિક) ની યાદ તાજી કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

 નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

BollywooDirect: પ્રકાશિત થયેલ, સ્મૃતિઓને તાજી કરતી, કેટલીક તસ્વીરો અહીં રજુ કરી છે -


ઉત્સવોનો મહિનો ઓક્ટોબર, પાછો દિવાળીને આલબેલ પોકારતો જાય , એટલે “Let’s Celebrate!”: Ten festival songs.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Songs of Age માં સમય આણા અંકુશમાં નથી એટલે તેને હાથમાથી સરી ન જવા દેશો જેવા ભાવનાં ગીતોની વાત નથી કરાઈ, પરંતુ એવાં ગીતોની વાત છે જેમાં માત્ર શારીરિક ઉમર નહીં પણ વીતી ગયેલ અને વીતી રહેલ સમયની પણ વાત છે.

‘Not Quite Usual’ Songs માં 'એક ગીત, એક ગાયક, બે પાત્રો', કે 'એક ગીત, બે ગાયકો પણ પાત્ર એક જ ' એમ બે મુખ્ય પ્રકારનાં ગીતોની યાદી બનાવાઈ છે.

Soul music: When Hindi film songs send a prayer to the Almighty - આજનાં જીવનની દોડમાં દૈવી હસ્તક્ષેપની માંગ સર્વવ્યાપી છે. હિંદી ફિલ્મોમાં ભજન અને પ્રાર્થનાઓ દ્વારા વ્યક્ત થતી એ માંગને રજૂ કરતાં ગીતો Rineeta Naik અહીં રજુ કરે છે.  અનેક દેવતાઓ પાસે અનેક જાતની માંગ થતી હોય એટલે આ ગીતોમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે.

Sanchari – Bengal’s invaluable contribution to Hindi Film Music - સંચારી(संचारी), તેની ભારતીય શાસ્ત્રીય સંગીતની તકનીકી પરિભાષામાં તો ધ્રુપદ ગાયકી સાથે સંબંધ ધરાવે છે. પણ બંગાળી સંગીતમાં અંતરા વચ્ચે જુદી ધુનમાં મુકાયેલા ટુકડાને સંચારી તરીકે ઓળખવામાં આવે છે, જે ગીતને એક આગવું સ્વરૂપ આપે છે.

         [નોંધ: સંગીતની બારીકીઓમાં જેમને રસ છે તેમના માટે તો તેમાં આપેલાં ગીતો સાંભળતાં       સાંભળતાં વાંચવાથી આ પોસ્ટ બહુ જ રસપ્રદ અને માહિતીપ્રદ બની રહેશે.]

My Favourites: Devotional Songs of Hindi films, ગીતની ગાયકી કે બોલ કે ફિલ્માંકન દ્વારા તમે ન ધાર્યું એમ તમને તેમના ભાવમાં ખેંચી જતાં હોય છે.

Romancing through the Window and Door એ હિંદી ફિલ્મોનાં ગીતોમાં ખુબ ખેડાયેલો વિષય છે. સોંગ્સ ઑફ યોર પર પહેલાં આવી ગયેલ Atariya, Angana અને Chhat, સાથે સંકળાયેલાં ગીતોની સાથે ઘરના ખુટતાં એક અગત્યનાં પાસાંની અહીં પૂર્તિ થાય છે.

The Rendezvous Songs માં મળવા કરતાં મિલન સ્થળનું મહત્ત્વ છે. … ખાસ તો જાસુસી કરતી આંખોથી બચવાની વાત કરતાં ગીતોની સાથે ક્યાંક અછડતી અશ્લીલતાના અંશ પણ ભાળવા મળે.

Boat Songs – Part I માં માત્ર યુગલ જ ગીત ગાતું હોય તે વાત કેન્દ્રમાં હતી, હવે Part IIમાં ત્રણ કે તેથી વધુ, પણ પાંચ સાતથી વધારે પણ નહીં, લોકો ગીતમાં જોવા મળે છે. હવે, Part III માં નાવિક ખુદ ગીત ગાતા હોય કે ગીતને પરદા પર ગાનાર જો કોઈ સમુહનો એક ભાગ હોય એવાં ગીતોને લેવાયાં છે..

Was ‘Guide’ ever offered to Zaheeda?Subhash K Jhaવહીદા રહેમાન ચોખવટ કરે છે કે પહેલાં નક્કી થયેલ બન્ને દિગ્દર્શકોની હીરોઈન બાબતે પોતપોતાની પસંદ હતી, હતી પણ દેવ સાનંદની છેવટની પસંદ માર અતરફ જ ઢળતી હતી.

ઈન્ડીયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

  • Jhanak Jhanak Payal Baaje: V Shantaram’s ode to classical dance - સંધ્યા અને ગોપીકૃષ્ણની મુખ્ય ભૂમિકા સાથેની શાંતારામની ૧૯૫૫ની ફિલ્મ, જ઼નક જ઼્નક પાયલ બાજે,નો મુખ્ય વિષય હતો કે કળાની શ્રેષ્ઠતાને પામવા માટે ભોગ તો આપવો જ પડે છે.
  • Sujata: When Bimal Roy took on caste discrimination and disguised it with a love story - નુતન અને સુનિલ દત્તની મુખ્ય ભૂમિકા સાથેની બિમલ રોયની 'સુજાતા' (૧૯૫૯) સમાજમાં ઘર કરી ગયેલ જાતિગત ભેદભાવની વાત ખુબ જ સંવેદનશીલ સ્વરૂપે કહે છે.
  • Yaadein: Sunil Dutt’s one-man show that’s ahead of its time - એકલા પડી ગયેલા પતિના સુનિલ દત્તનાં એક પાત્રી અભિનય સાથેની 'યાદેં' (૧૯૬૪) નું નિર્માણ અને દિગ્દર્શન પણ સુનિલ દત્તે જ કર્યું હતું.
  • Junglee: Shammi Kapoor’s massy potboiler that hasn’t aged well - શમ્મી કપુર અને સાયરા બાનુની મુખ્ય ભૂમિકાવાળી સુબોધ મુખર્જીની ફિલ્મ 'જંગલી' (૧૯૬૧) ના મુખ્ય નાયક તો ખરા અર્થમાં શંકર જયકિશન જ કહેવાય.

૧૯૪૪નાં ગીતોના યુગલ સોલો ગીતો વિભાગમાં સ્ત્રી - પુરુષ યુગલ ગીતો - ભાગ [૧] અને ભાગ [૨] અને સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો | પુરુષ - પુરુષ યુગલ ગીતો | ત્રિપુટી ગીતો (+) ને ચર્ચાને એરણે લીધા પછી, મને સૌથી વધુ પસંદ પડેલ યુગલ ગીતોથી આ વિભાગની પુર્ણાહુતિ કરેલ છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓક્ટોબર, ૨૦૨૧ના લેખો:

સિનેમામાં સ્ફૂટ 'ગાંધીગીતિકા'ની સરવાણી
'તુલસી તેરે આંગનકી' 'અધર વુમન'ની 'અસ્મિતા'
સીતાની સગોત્ર 'સીતાઓ' સિનેમામાં
વાર્તામાં વણાયેલાં સિનેગીતો
સચીનદાની રંગતભરી રમૂજી સ્વરરચનાઓ

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ઓક્ટોબર, ૨૦૨૧ ના લેખો.

બંદેમેં થા દમ, વંદે માતરમ


તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગએ

એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને


હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ



લેના હોગા જનમ  કઈ કઈ બાર


શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. ઓક્ટોબર ૨૦૨૧ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

ઓક્ટોબર, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં   ફિલ્મી ગીતોમાં તાલ  રજૂ કરે છે.

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના ઓક્ટોબર, ૨૦૨૧ માં બડા કબૂતર (૧૯૭૩) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજે લતા મંગેશકર સાથેનાં તેમનાં ૧૯૪૭થી ૧૯૪૯ દરમ્યાન અલગ અલગ સંગીતકારોએ રચેલાં એકે એક યુગલ ગીતોને પસંદ કર્યાં છે. :

ચલો હો ગઈ તૈયાર, રા ઠહરો જી - શાદી સે પહલે (૧૯૪૭) - ગીતકાર: મુખરામ શર્મા – સંગીતકાર: પૈગાંવકર /કર્નાડ

સુન તો દિલ કા અફસાના - અંદાઝ (૧૯૪૯) - ગીતકાર:મજરૂહ સુલ્તાનપુરી - સંગીતકાર: નૌશાદ

અપની નઝરસે દૂર વો ઉનકી નઝરસે દૂર હમ – બાઝાર (૧૯૪૯)  – ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: શ્યામ સુંદર

લંબી જોરૂ બડી મુસીબત, અરે દિન દેખે ના રાત - એક થી લડકી (૧૯૪૯)  - ગીતકાર:અઝીઝ કશ્મીરી - સંગીતકાર: વિનોદ

ઝરા તુને દેખા ઝરા મૈંને દેખા તો પ્યાર આ ગયા – જલતરંગ (૧૯૪૯)   - ગીતકાર: કૈફ ઇર્ફાની - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

તડપાકે અબ મુઝે છોડ દિયા- નમૂના (૧૯૪૯) - ગીતકાર:ગુલશન જલાલાબાદી   - સંગીતકાર: સી. રામચંદ્ર

દિલ લે કે છુપનેવાલે તુ હૈ કહાં બતા દે – પારસ (૧૯૪૯)  – ગીતકાર: શકીલ બદાયુની - સંગીતકાર: ગુલામ મોહમ્મદ

સાજનકી ઓટ લેકે હાથોંમે હાથ દેકે – ઝેવરાત (૧૯૪૯)  – ગીતકાર: હબીબ સરહદી - સંગીતકાર: હંસ રાજ બહલ

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.