૧૯૪૮થી શરૂ થયેલી કારકિર્દીના ૨૦૧૯ના અંત સુધીમાં સાહિર લુધિયાનવીએ ૧૨૨ ફિલ્મોમાં ગીતો લખ્યાં. તેમાંથી '૫૦ના દાયકામાં ૪૪ અને '૬૦ના દાયકામાં ૪૦, એમ તેમણે કુલ ૮૪ ફિલ્મો માટે ગીતો લખ્યાં, આંકડાઓની શુષ્ક ગણતરી પ્રમાણે આ હિસ્સો તેમની કુલ ફિલ્મોના ૬૯% જેટલો માતબર હતો. '૬૦ના દાયકાના અંત સુધીમાં, બદલતા જતા સમયની માંગ અનુસાર ફિલ્મોનાં વસ્તુ અને રજુઆતની શૈલી સાથે હિંદી ફિલ્મોમાં ગીતોનાં મહત્ત્વ અને બાંધણીમાં પણ બદલાવ થવાનું શરૂ થઈ ગયેલ. '૫૦ અને '૬૦ના દાયકાના સંગીતકારોની વયની સંધ્યા અને નવી પેઢીના સંગીતકારોના ઉદયનો ઉજાસ પણ હવે અનુભવાઈ રહયાં હતાં. આ નવા રંગોમાં પળોટાતાં પરિપ્રેક્ષ્યમાં સાહિર લુધિયાનવી '૭૦ના દાયકામાં - (૨૬ ફિલ્મો - ૨૧%) - આંક્ડાકીય, તેમજ નવી પેઢી સાથે તાલ મેળવવાની, દૃષ્ટિએ બહુ જ પ્રસ્તુત રહ્યા. '૮૦ના દાયકામાં ૮ ફિલ્મો (૬%) ની દૃષ્ટિએ સાહિરની હાજરી, આંકડાકીય માપદંડે, જરૂર પાંખી પડી ગઈ તેમ કદાચ કહી શકાય.
'૬૦ના દાયકામાં ઊભરી રહેલી નવી પેઢીના બે સંગીતકારો, આર
ડી બર્મન અને લક્ષ્મીકાંત પ્યારેલાલ- તેમની આગવી અને સાવ જ અલગ શૈલીઓથી, '૭૦ના
દાયકામાં, પોતાની ઓળખ અને સ્થાન જમાવી રહ્યા હતા. આજના આ મણકામાં
આપણે એ બે સંગીતકારો પૈકી આર ડી બર્મન સાથે સાહિર લુધિયાનવીના ચાર ફિલ્મોના
સંગાથમાં નિપજેલાં પ્રેમાનુરાગનાં ગીતોને યાદ કરીશું.
આર ડી બર્મન (જન્મ ૨૭ જૂન, ૧૯૩૯ - અવસાન ૪ જાન્યુઆરી, ૧૯૯૪) એસ ડી બર્મનના સહાયક તરીકે વિધિવત ૧૯૫૮માં જોડાયા. એસ ડી બર્મન અને સાહિર લુધિયાનવીનો સંગાથ તે પહેલાં 'પ્યાસા'
તેરા મુઝસે હૈ નાતા કોઈ યું હી નહીં દિલ લુભાતા કોઈ, જાને તુ યા જાને ના માને તુ યા
માને ના - આ ગલે લગ જા (૧૯૭૩) - કિશોર કુમાર
ધુઆં ધુઆં થા વો સમા
યહાં વહાં જાને કહાં
તુ ઔર મૈં કહીં મિલે થે પહલે
દેખા તુઝે તો દિલને કહા
જાને તુ યા જાને ના
દેખો અભી ખોના નહીં
કભી જુદા હોના નહીં
અબકે યુંહી મિલતે રહેંગે દોનો
વાદા રહા યે શામકા
જાને તુ યા જાને ના
સુષ્મા શ્રેષ્ઠ અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં આ ગીતનું બીજું વર્ઝન છે. તે સમયે હવે સંજોગો સાવ બદલાઈ ગયા છે. સાહિર લુધિયાનવીએ એ નવા સંજોગોને અનુરૂપ બોલમાં ખુબ માર્મિક ફેરફારો કરી લીધા છે. આ વર્ઝન એ સમયે શ્રોતાઓની સાથે સાથે વિવેચકોને પણ પસંદ પડ્યું હતું.
દેખો અભી ખોના નહીં, કભી જુદા હોના નહીં
અબ ખેલમેં યુંહી રહેંગે હમ દોનો
વાદા રહા યે શામ કા
યું હી નહીં દિલ લુભાતા કોઈ
વાદે ગયે બાતેં ગઈ, જાગી જાગી રાતેં ગઈ
ચાહા જિસે મિલા નહીં. તો ભી હમેં ગીલા નહીં
અપના તો ક્યા જિયે મરેં ચાહે કુછ ભી હો
તુઝકો તો જીના રાસ આ ગયા
જાને તુ યા જાને ના
ઓ ઠેહરો મેરી જાં, વાદા કરો નહીં છોડોગી તુમ
મેરા સાથ જહાં તુમ હો વહાં મૈં ભી હું…….છુઓ નહીં દેખો મેરા હાથ, ઝરા પીછે રખો હાથ, જવાં તુમ હો જવાં મૈં ભી હું
- આ ગલે લગ જા (૧૯૭૩) - કિશોર કુમાર, લતા મંગેશકર
સુનો મેરી જાં, હંસકે મુઝે યે કહ દો
ભીગે લબોં કી નર્મી મેરે લિયે હૈ
હો, જવાં નઝર કી મસ્તી મેરે લિયે હૈ
હસીં અદા કી શોખી મેરે લિયે હૈ
મેરે લિયે લે કે આઈ હો યે સૌગાત
મેરે હી પીછે આખિર પડે હો તુમ ક્યુંએક મૈં જવાં નહીં હું, ઔર ભી તો હૈઓહ, મુઝે હી ઘેરે આખિર ખડે હો તુમ ક્યુંમૈં હી યહાં નહીં હું ઔર ભી તો હૈજાઓ જા કે લે લો જો ભી દે દે તુમ્હેં હાથજહાં સબ હૈ, વહાં મૈં ભી હું
કાંપ રહી મૈં અભી જરા થામ જાનમ, બાકી હૈ રાત અભી, હાંફ રહી મૈં, લે લું જરા દમ જાનમ, ના કર યે બાત અભી - જોશીલા (૧૯૭૩) - આશા ભોસલે
તુને, ઓ રે મી જાનીજો હૈ જિ મેં ઠાનીઉસસે ડરૂં મૈં ડરું મૈં…તુ જો, પાસ મેરે આયેજાન મેરી જાયેઆહેં ભરૂં મૈંથ થ ત્રક ત્રક થ રાથ થ ત્રક ત્રક થ રાજાને દે રે, રોક જરા હાથ અભીકાંપ રહી હું મૈં
અભી, ગુલ હૈ દિયે સારેપાસ આ જા પ્યારેબન જા દિવાના, દિવાનાજરા, મસ્ત મૈં ભી હોલુંતો યે તુઝે બોલુંતુ હી હૈ નિશાનાથ થ ત્રક ત્રક થ રાથ થ ત્રક ત્રક થ રામૈં ભી હું, તુ ભી હૈ સાથ અભીકાંપ રહી હું મૈં
મૈને તુઝે માંગા તુઝે પાયા હૈ, તુને મુઝે માંગા મુઝે પાયા હૈ…..આગે હમેં જો ભી મિલે, મિલે ના મિલે ગીલા નહીં - દીવાર (૧૯૭૫) - આશા ભોસલે, કિશોર કુમાર
છાંવ ઘની હી નહીં, ધુપ કડી ભી હોતી હૈ રાહોંમેંગ઼મ હો કે ખુશીયાં હો સભી કો હમેં લેના હૈ બાહોંમેંતુ દુખી હો કે જીનેવાલે, ક્યા યે તુઝે પતા નહીંમૈને તુઝે માંગા તુઝે પાયા હૈ
જ઼િદ હૈ તુમ્હેં તો લો લબ પે ન શિક઼વા કભી લાયેંગેહસ કે સહેંગે જો દર્દ યા ગ઼મ ભી જહાંસે પાયેંગેતુઝકો જો બુરા લગે, ઐસા કભી કિયા નહીંમૈને તુઝે માંગા તુઝે પાયા હૈ
મેરી નજ઼ર હૈ તુઝપે, તેરી નજ઼ર હૈ મુઝપે, ઈસીલીયે રેહતે હૈં દોનો ખોયે હુએ…..તેરે બીના જિયરા માને ના લગી અગન હૈ યે કૈસી હાયે જાને ના મનવા, હો સજના, હો તેરે બીના જિયરા માને ના - ધ બર્નિંગ ટ્રેન (૧૯૮૦) - આશા ભોસલે
તેરે લિયે કલિયાં મૈં ચુનતી રહુંઆશાઓંકી માલાએં બુનતી રહુંજાગેમેં ભી સપનોમેં ખોયી રહુંસોતે મૈં ભી આહટ સી સુનતી રહુંઓ સજના ઓ બલમા મુઝકો ક્યા હો ગયાહો જાનું ના જાનું ના, તેરે બીના જિયરા માને નાલગી અગન હૈ યે કૈસી જાને ના બલમા હો સજનામેરી નજ઼ર હૈ તુઝપે તેરી નજ઼ર હૈ મુઝપે
….. …… …… …… …… ….
બિછડ કે ઉનસે ના જબ દિલ કીસી તરહા બહલાશરાબખાનેકા રૂખશરાબખાનેકા રૂખ ઈખ્તિયાર હમને કિયાન આનેવાલોં કા ક્યુંન આનેવાલોં કા ઈંતજ઼ાર ક્યું હમને કિયાન આનેવાલોં કા ઈંતજ઼ાર ક્યું હમને કિયાકીસી કે વાદે પે ક્યું ઐતબાર હમને કિયા
સાવ જ નમુના પુરતાં કહી શકાય એટલાં જ આ ગીતો સાંભળવાથી એટલો ખયાલ જરૂર આવે છે કે નવા સમયની માંગ અનુસાર જો આર ડી બર્મને પોતાની જ કહી શકાય એવી શૈલી પ્રસ્થાપિત કરી દીધી છે, તો સાહિર લુધિયાનવીે પણ સમયની માંગ અનુસાર પોતાનાં પદ્યને ઢાળવા છતાં ફિલ્મનાં ગીતોમાં પણ કાવ્યત્તત્વ જાળવી રાખવાની તેમની લાક્ષણિકતાને ઓછાયો નથી આવવા દીધો.
હવે પછી આપણે ફરી '૫૦
અને '૬૦ના
દાયકાઓમાં જશું કેમકે હવેના મણકામાં આપણે સાહિર લુધિયાનવીએ ઓ પી નય્યર સાથે પાંચ
ફિલ્મોના સંગાથમાં રચેલાં પ્રેમાનુરાગનાં ગીતોની
વાત કરવાનાં છીએ.
No comments:
Post a Comment