Thursday, September 30, 2021

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૯મો – મણકો : ૦૯ _૨૦૨૧

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા - ૦૯_૨૦૨૧માં આપનું સ્વાગત છે.

આ મહિને આપણે શરૂઆત અન્ય તિથિઓને યાદ કરતા લેખોથી જ કરીશું -


હિંદી ફિલ્મો માટે ૧૯૭૧નું વર્ષ યાદગાર હતું. એ વર્ષે આનંદ, કટી પતંગ, મેરા ગાંવ મેરા દેશ જેવી ફિલ્મો આવી. એ જ વર્ષે Guddi was released, which marked the debut of Jaya Bachchan, a coming-of-age story, and one of India’s best ‘fan films’

Asha Bhosle (1957-’58-’59) , જ્યારે આશા ભોસલેની કારકિર્દીનો આલેખ ઉપર ચડવા લાગ્યો..

‘If Raj Uncle Liked a Song, He Would Give Baba a Gold Coin’: Amla Shailendra Remembers Her Father ‘Kaviraj’ Shailendra - અમલા શૈલેન્દ્ર મઝુમદાર, કવિરાજ શૈલેન્દ્રનાં દીકરી, અંતરા નંદા મોંડલ સાથે ચર્ચામાં શૈલેન્દ્રનાં ગીતોનાં વૈવિધ્યનાં ઊડાણમાં આપણને પણ ઊંડે લઈ જાય છે અને એ ગીતો દ્વારા શૈલેન્દ્રની યાદો વડે શૈલેન્દ્રનાં માનવી તરીકેનાં પાસાંને સમજવાની ભૂમિકા રચે છે. શૈલેન્દ્રની જનમ તિથિ પ્રસંગે આ તેમને પ્રેમાળ અંજલિ છે.

Just 2 fragrant Salil Chowdhury songs were enough to make 1974’s ‘Rajnigandha’ bloom - Unnati Sharma - સલીલ ચૌધરીની ૨૬મી પુણ્યતિથિએ ધપ્રિંટ આપણને સામાન્ય માણસની જીંદગીની કિતાબનું એક પાનું ખોલીને બાસુ ચેટર્જી પ્રેમ અને સંબંધોની અવઢવને અમોલ પાલેકર અને વિદ્યા સિંહા દ્વારા રજુ કરે છે.

Documentary on writer, poet and lyricist Gopaldas Neeraj is out on YouTubeફિલ્મ્સ  ડિવિઝન નિર્મિત,ગુરબીર એસ ગ્રેવાલ દ્વારા દિગ્દર્શિત દસ્તાવેજી ફિલ્મ ૨૦૧૮માં અવસાન પામેલા કવિ નીરજ સાથેનો ઇન્ટરવ્યુ  રજુ કરે છે.


‘Raj Kapoor told me to say Prem naam hai mera, Prem Chopra’: Bollywood’s iconic villain on his innings - Komal RJ Panchal - ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ૮૬ના વર્ષના થયેલ પ્રેમ ચોપરા રાજ કપૂરે સુચવેલ તેમના યાદગાર સંવાદ, નકારાત્મક ભૂમિકાઓની તેમનાં જીવન પરની અસરો અને ધીમે ધીમે ફિલ્મોમાંથી વિલન કેમ ભુંસાઈ ગયો વગેરેની વાત કરે છે.

‘Khushboo’ — how Gulzar captured a strong woman who loves but won’t be a pushover - Unnati Sharma - શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ૧૪૫મી જન્મ જયંતિના અવસરે, સંબંધો કે લગ્ન જેવા પોતાનાં  જીવનને જ  સ્પર્શતા વિષયો બાબતે પણ સ્ત્રીઓને જ્યારે સાંભળવામાં ન આવતી ત્યારે તેમની નવલકથા 'પંડિત મોશાય' પરથી, ગ્રામ્ય પૃષ્ઠભૂમિ પર બનેલ 'ખુશ્બુ' એક એવી સ્ત્રીની વાત કરે છે જે પોતાની પસંદ પ્રમાણે જીવન જીવવા માગે છે.

Shabana Azmi: The most versatile actor in Hindi film industry who should be celebrated even more - શબાના આઝમીના ૭૧મા જન્મ દિવસે સંપદા શર્મા શબાનાએ તેમની આગવી પસંદ વડે ક્ળા અને કમર્શિયલ ફિલ્મો વચ્ચે જાળવેલાં સંતુલનની વાત કહે છે. 

The Greats: Rishi Kapoor માં રિશી કપૂરના જન્મ દિવસે તેમણે ભજવેલા કેટલાક કિરદારોને યાદ કરાયા છે.

.Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

Skateistan in Afghanistan – Films and Videos Documenting an Era Now Lostસ્કેટીસ્તાન ૨૦૦૭માં કાબુલથી શરૂ થયેલ એક એનજીઓ પ્રકલ્પ છે. તેનો ઉદ્દેશ્ય અફઘાનિસતાન અને એવા અણવિકસિત દેશોનાં બાળકોને, ખાસ તો દીકરીઓને, સ્કેટીંગ શીખવાવડવા દ્વારા તેમના ઉછેર અને વિકાસને નવી દિશા આપવાનો છે[1]. .….. આ વિષય પરના કેટલાક વિડિયોની ચર્ચાની શરૂઆત તો ૨૦૨૦ની ઓસ્કાર પુરસ્કાર વિજેતા Learning to Skateboard in a Warzone (if you’re a girl) થી જ કરવી જોઈએ.…..“Faranas’ Story” માં સ્કેટીંગની વધારે વાત નથી કરાઈ પરંતુ  તેમાં આપણને દિલ હલાવી નાખતાં અવલોકનો અને ભવિષ્ય અંગેની, વર્તમાનના સંદર્ભમાં, હૃદયદ્વાવક સંભાવનાઓ વિશે ફરઝાનાના વિચારો રજુ કરાયા છે.

સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં  પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે ત્રણ ફિલ્મોનો સાથ કરેલ જયદેવ અને મદન મોહનની પ્રેમાનુરાગની રચનાઓની યાદ તાજી કરેલ છે.

સપ્ટેમ્બર, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો – ૧૯૬૨ ની યાદ તાજી કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯, અને

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

BollywooDirect: પ્રકાશિત થયેલ, સ્મૃતિઓને તાજી કરતી, કેટલીક તસ્વીરો અહીં રજુ કરી છે -

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

A dramatisation of the life and works of the writer Premchand - ફિલ્મ્સ ડિવિઝન માટે પી સી શર્મા દ્વારા દિગ્દર્શિત અને તેમને મદન ગોપાલે લખેલ દસ્તાવેજી ફિલ્મ છે.

Q&A in songs માં જુદા જુદા વિષયો પર સવાલજવાબ કરતાં ગીતોની રજુઆત છે.

One Movie, Many Lyricists માં એક જ ફિલ્મમાં ચાર કે તેથી વધારે ગીતકારોએ ગીતો લખ્યાં હોય તેવી ફિલ્મોની નોંધ લેવાઈ છે.

Why filmmaking for Shyam Benegal is both ‘a microscope and a telescope’ - Nandini Ramnath  - શેખ મુજીબુર રહેમાનનાં જીવન પર ફિલ્મ માટે કામ કરી રહેલા શ્યામ બેનેગલ માટે ૮૮ વર્ષે પણ કામમાંથી નિવૃતિ માટે કોઈ જ અવકાશ નથી..

How Zohra Segal, 48-year-old mother of two, reinvented herself in London - Ritu Menon  - ઝોહરા સેગલનાં જીવનકથાનક Zohra! A Biography in Four Actsમાંથી તેમનાં જીવનમાં પોતાના પતિ, કામેશ્વર સેગલનાં અવસાન પછી, અભિનય અને નૃત્યે કેવો વળાંક આલવી આપ્યો તે વાત ઉઘડે છે.

ઝોહર સેગલ (જમણે) અને તેમનાં બહેન ઉઝ્રા બટ્ટ, ૧૯૩૦૬ ડેવોન, ઈંગ્લાંડમાં | Courtesy Kiran Segal

Zeenat Aman elated over Apple phone using her 'Dum Maro Dum' in their international ad પરંતુ …. not sure Dev Saab would have approved of what Apple has done to Dum Maro Dum. ૨૦૧૧માં જ્યારે રોહન સિપ્પી અને પ્રીતમે એ ગીતનું  (તથાકથિત) આધુનિક વર્ઝન બનાવ્યું હતું ત્યારે દેવ આનંદ ખુબ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે ગીતને સાવ જ ભ્રષ્ટ કરી નાખ્યું છે'  (સંદર્ભમાંમા આવતી એપલ ફોનની જાહેરાત અહી  છે.)

Ten of my favourite male duets duetsમાં બે પુરુષ ગાયકો પરદા પર (કમસે કમ) બે અભિનેતાઓ માટે ગીત ગાય છે.

Boat Songs – Part I માં માત્ર યુગલ જ ગીત ગાતું હોય તે વાત કેન્દ્રમાં હતી, હવે Part IIમાં ત્રણ કે તેથી વધુ, પણ પાંચ સાતથી વધારે પણ નહીં, લોકો ગીતમાં જોવા મળે છે. નાવિક ખુદ ગીત ગાતા હોય કે ગીતને પરદા પર ગાનાર જો કોઈ સમુહનો એક ભાગ હોય એવાં ગીતોને અહીં નથી લેવાયાં.

The Paper, Ink and Pen Songs એવાં દસ ગીતો છે જેમાં મુખડામાં લેખન માટેનાં સાધનો વિષય હોય. એટલે કે ગીતનો કેન્દ્રવર્તી વિષય પત્રલેખન નથી. જો તેનો કોઇ ઉલ્લેખ પણ તો તે માત્ર સાંદર્ભિક જ છે. કેન્દ્રમાં તો સાહી, જેના પર લખવાનું છે તે વસ્તુ, કલમ/પેન કે એકાદ બે ગીતમાં છે તેમ પત્રલેખક જ છે.

ઈન્ડીયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

  • Dosti: When romantic and platonic love mesh into a divine form - સુધીર કુમાર અને સુશીલ કુમારને મુખ્ય ભૂમિકાઓ સાથેની સત્યેન બોઝ દિગ્દર્શિત ૧૯૬૫ની ફિલ્મ, 'દોસ્તી'એ મિત્રોના પ્રેમનાં નિરૂપણ માટે દર્શકોના મનમાં આગવું સ્થાન મેળવ્યું હતું.
  • Bees Saal Baad: The haunting tone of ‘Kahin Deep Jale Kahin Dil…’ - બિશ્વજીત અને વહીદા રહેમાનને કેન્દ્રમાં રાખતી બીરેન નાગ દિગ્દર્શિત 'બીસ સાલ બાદ' (૧૯૬૨)માં ડરના સ્વર ગુંજારવ શરીરમાં લખલખું પેદા કરી મુકે છે.
  • Baazi: The Guru Dutt potboiler that made Dev Anand, SD Burman and Sahir Ludhianvi stars - ૧૯૫૧ની ગુરુ દત્ત દિગ્દર્શિત 'બાઝી' (૧૯૫૧)માં પરધા પર દેવ આનંદ, કલ્પના કાર્તિક અને ગીતબાલી કેન્દ્રમાં હતાં તો સાહિર લુધિયાનવી અને એસ ડી બર્મન પરદા પાછળ ધ્યાન ખેંચે છે. ફિલ્મે નાયક, દિગ્દર્શક,સંગીતકાર અને ગીતકારની તકદીરનું પાનું જ બદલી કાઢ્યું.

મૈં જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા - કાજલ ઓઝા વૈદ્ય - એમની ફિલ્મોની વાર્તાઓ  હંમેશાં એક જૂદા સુરમાં ભારતીયતાને આપણી સમક્ષ રજુ કરતી રહી છે. એ હંમેશાં કહેતા કે 'મારે પગમાં શુઝ સાથે કેમેરાની સામે કામ કરતાં આ દુનિયા છોડવી છે.'

૧૯૪૪નાં ગીતોના સ્ત્રી સોલો ગીતો વિભાગમાં નાં શમશાદ બેગમ + સીતારા + લીલા ચીટણીસ  નિર્મલા દેવી અને અન્ય ગાયિકાઓ,   નૂરજહાં, પારૂલ ઘોષ અને હજુ બીજાં અન્ય ગાયિકાઓનાં સૉલો ગીતો ચર્ચાની એરણે લીધા પછી ૧૯૪૪નાં વર્ષ માટે ગાયિકાઓનાં સૉલો ગીતોની ચર્ચાનું સમાપન મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો  દ્વારા કર્યું.. તે પછી, હવે Memorable Songs અને Special Songs માં જે યુગલ ગીતોની યુટ્યુબ લિંક સાથે નોંધ આપણે લઈ ચુક્યાં છીએ તેમની નોંધ લઈને વર્ષ ૧૯૪૪ માટેનાં યુગલ ગીતોને ચર્ચાની એરણે શરૂઆત કરેલ છે.

સોંગ્સ ઑફ યોર ૧૯૪૪નાં વર્ષ માટે યુગલ ગીતોની સર્વગ્રાહી સમીક્ષા Best songs of 1944: Wrap Up 3 માં કરે છે. ૧૯૪૪ માટે શ્રેષ્ઠ યુગલ ગીત તરીકે ત્રણ ગીતોની સહવરણી કરવામાં આવી છે. -

૧. સાવન કે બાદલોં ઉનસે યે જા કહો - રતન - કરણ દિવાન, ઝોહરાબાઈ અંબાલેવાલી – ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

૨. ક્યા હમને બીગાડા હૈ ક્યું હમ કો સતાતે હો - ભંવરા- કે એલ સાયગલ, અમીરબાઈ કર્ણાટકી – ગીતકાર: કિદાર શર્મા- સંગીતકાર: ખેમચંદ પ્રકાશ, અને

૩. ઓ જાનેવાલે બાલમવા લોટ કે આ લોટ કે આ - રતન - શ્યામકુમાર, અમીરબાઈ કર્ણાટકી - ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના સપ્ટેમ્બર, ૨૦૨૧ના લેખો:

બડભાગીઓના તારણહાર તારાચંદ બડજાત્યા

પાર્શ્વગાયન સંબંધે દેવ આનંદના અપવાદો

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના સપ્ટેમ્બર, ૨૦૨૧ ના લેખો.

દિન જા રહે હૈ, કી રાતોંકે સાયે

તૂ મેરે સામને હૈ તેરી ઝુલ્ફેં હૈ ખુલી….

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૧ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

'એ બધાં હિટ ગીતો આ કચ્છી ભાઇઓનાં નહોતાં,’ અપપ્રચાર શરૂ થયો...!

અવળા પ્રચાર પછી હિટ થયેલા સંગીતની પહેલી ફિલ્મ જોહર મહેમૂદ ઇન ગોવા...

શાસ્ત્રીય અને લોકસંગીતથી સજેલી ફિલ્મ જોહર ઇન કશ્મીરનું સંગીત ગૂંજ્યું...

જબરદસ્ત તહલકો મચાવી ગયેલું ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’નું મધુર સંગીત

સપ્ટેમ્બર, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલ્મોમાં કવ્વાલીઓ (૨) : है अगर दुश्मन दुश्मन ज़माना गम नहीं

બંદિશ એક રૂપ અનેક (૮૨): ફૈય્યાઝ હાશ્મી અને “આજ જાને કી જીદ ના કરો”

ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો – ૩

ખીલના’,”ખીલે’ને લગતાં ફિલ્મીગીતો – कांटो में खिले है फूल हमारे

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા રામપ્રસાદ મારુતિરાવ કીર ની પ્રતિભાનો પરિચય કરાવે છે...

નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં  પ્રસિધ્ધિ અને ગુમનામી રજૂ કરે છે.

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના સપ્ટેમ્બર, ૨૦૨૧ માં ચાંદની ચૉક (૧૯૫૪) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.

નૈયાકી મેરી તુ હી ખેવૈયા - ઝમાના (૧૯૫૭) – ગીતકાર: ઈન્દીવર – સંગીતકાર: સલીલ ચૌધરી

યા કહ દે હમ ઈન્સાન નહીં યા કહ દે તુ ભગવાન નહી - છાયા (૧૯૬૧) - ગીતકાર: રાજિન્દર કૃષ્ણ - સંગીતકાર: સલીલ ચૌધરી

ઈન્સાન કી ઝિંદગી હૈ દુખ સુખ કા એક જ઼ુલા - જ઼ુલા (૧૯૬૨) - ગીતકાર: રાજિન્દર કૃષ્ણ - સંગીતકાર: સલીલ ચૌધરી

અબ જંગ શુરૂ કલ સે હૈ સંગ્રામ - નેતાજી સુભાષચંદ્ર બોઝ (૧૯૬૬) - ગીતકાર: પ્રદીપ - સંગીતકાર: સલીલ ચૌધરી

 

 

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.



[1] Skateboarding in Afghanistan | Oliver Percovich – The founder of Skateistan | TEDxSydney

No comments: