Showing posts with label Quality 4.0. Show all posts
Showing posts with label Quality 4.0. Show all posts

Sunday, August 18, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ,૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા ૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની ૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ  કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ અને સંવર્ધિત વાસ્તવિકતા વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે  પ્રતિકૃતિકરણ (Simulation) વિષે ટુંકમાં ચર્ચા કરીશું..

પ્રતિકૃતિકરણ પૂર્વધારણા અનુસાર વાસ્તવિકતા એ એક ડિજિટલ પ્રતિકૃતિકરણ છે. તકનીકી પ્રગતિઓ જરૂર સ્વયંચાલિત કૃત્રિમ અતિબુદ્ધિ સર્જશે જે વિશ્વને સમજવા માટેનાં બધારે સારાં પ્રતિકૃતિકરણઓ સર્જશે. આ વિચાર એક બીજા વિચાર માટેનું દ્વાર ખોલે છે જેમાં એવૂં માનવામાં આવી રહ્યું છે કે માનવીમાં જ અતિબુદ્ધિ રહેલ છે જે પ્રતિકૃતિઓ બનાવ્યે રાખે છે. પહેલે ધડાકે વાસ્તવિકતા આભાસી છે તે વિચાર તર્કસંગત ન લાગે, પણ આ પૂર્વધારણા દસકાઓનાં વૈજ્ઞાનિક સંશોધનની નિપજ છે, જેને સ્ટીફન હૉકિંગ કે એલન મસ્ક જેવા શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકો ગંભીરતાપૂર્વક વિચારે છે. [1]
ટેકોપિડીયા પ્રતિકૃતિકરણની વ્યાખ્યા આ મુજબ કરે છે - એવું સંશોધન કે નવી પહેલ જેમાં કોઈ સાચી ઘટનાનું અદ્દલોદલ નિરૂપણ કરાયું હોય. કુદરતની ઘણી ઘટનાઓને ગાણિતિક મોડેલ રૂપે રજૂ કરી શકાય છે. પ્રતિકૃતિકરણની મદદથી કુદરતી રીતે બનતી ઘટનાઓનાં પરિણામોનું અનુકરણ  માહિતી ટેકનોલોજિ તંત્રવ્યવસ્થાઓ દ્વારા શક્ય બને છે. [2]
'પ્રતિકૃતિકરણ'ની એક અન્ય સરળ વ્યાખ્યા મુજબ તે' વાસ્તવિક જીવનમાં બનતી પ્રક્રિયાઓ કે ઘટનાઓ કે તંત્રવ્યવ્સ્થાઓની સમયાનુસાર નકલ રજૂ કરે છે.'[3] પ્રક્રિયા કે તંત્રવ્યવસ્થાની નકલ કરવાથી જે કોઈ પણ ફેરફાર અને તેનાં પરિણામોનો નિયંત્રિત, પુનરાવર્તિત પરિસ્થિતિઓમાં અભ્યાસ શક્ય બને છે...ઉત્પાદનની નવી વ્યવસ્થાઓમાં કે નવી ડિઝાઈન્સ ને બજારમાં લાવવામાં કે નવી પ્રક્રિયાનાં ઘડતરમાં મોટા પાયાનાં ખર્ચાળ રોકાણોની જરૂર પડતી હોવાને કારણે પ્રતિકૃતિકરણનો ઉપયોગ ઘણા ઓછાં ખર્ચ અને સમયમાં આ પ્રકારના ફાયદાઓ કરી આપી શકે છે.
પ્રતિકૃતિકરણનો ઉત્પાદનનાં ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનો ઉદ્દેશ્ય નાના સ્થાનિક ફેરફારોની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા પર થતી અસરોને સમજી શકવાનો રહ્યો છે. સ્થાનિક સ્તરે થતા ફેરફાર અને તેનાં પરિણામ સમજવાં પ્રમાણમાં સરળ હોઈ શકે છે, પણ ખુબ સંકુલ સમગ્ર પ્રક્રિયા પર તેની શું અસરો થશે તે કલ્પી શકવું દરેક વખતે સરળ અને શક્ય નથી બની શકતું હોતું. [4]
જેમ કે
નવી ડિઝાઈન લાગુ કરવાથી, નિયમિત ઉત્પાદન શરૂ કરતાં પહેલાં જ મશીનની વહેવારમાં શું કામગીરી બતાવશે તે ANDRITZ AUTOMATION Scada in P&P Balematic with INLINE Simulation toolમાં ચકાસાઈ રહ્યું છે.

૪.૦ અમલ કરતી ફેક્ટરીનો પહેલો માર્ગ જ પ્રતિકૃતિકરણ છે.[5] સ્માર્ટ ફેક્ટરીનાં અંગ સમાન 3D inspectionનું પ્રતિકૃતિકરણ કરવાથી ઉત્પાદકતા અને કાર્યદક્ષતા વધી શકે છે, તેમ જ  માલ સામાનની જરૂરિયાત-સાંકળનું પ્રોગ્રામિંગ 'સ્માર્ટ' કરી શકાય છે. -
-        કારણકે જ્યારે ઓફલાઈન તપાસનાં કામોને વહેવારમાં વપરાતાં સાધનો અને વાતાવરણનાં પ્રતિકૃતિકરણ કરેલ જોડકામાં જોઈ શકવાને કારણે ઘણાં માપણી અને દેખરેખનાં કામો ટાળી શકાય છે.
-        કારણકે, જ્યારે તપાસણી કાર્યક્રમની પ્રતિકૃતિ બનાવીને અપ્રત્યક્ષ, આભાસી પદ્ધતિઓ સ્વરૂપે ચલાવવાથી  તેમાંની સંભવિત ક્ષતિઓ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ સાથેની અથડામણોને ટાળી શકાય છે.-        કારણકે, ઓફલાઈન પ્રતિકૃતિકરણ મૂળ CAD ફાઈલ્સસાથે કામ કરીને ભૌમિતિક માપન અને સ્વીકાર્ય છૂટ (Geometric dimensioning and tolerancing - GD&T) નું અર્થઘટન સ્વયંસંચાલિતપણે જ કરી શકે છે.
વધારે વિગતે શોધખોળ કરવાથી આ વિષય પરનાં ઘણાં તકનીકી સંશોધનો ઉપલબ્ધ બની શકે છે. સ્વાભાવિકપણે, એ દરેકને વાંચવા માટે ઓળખની ચોક્કસ પદ્ધતિઓ આવશ્યક હોવાથી તેમનો આપણા આ લેખમાં ઉલ્લેખ નથી કરી શકાયો. એક પ્રતિનિધિ સંશોધન પત્રનો ઉલ્લેખ અહીં કરેલ છે, જે એ સંશોધનપત્રોનાં વસ્તુ અને આપણા વિષયને સમજવામાં કંઈક અંશે દિશાસૂચક નીવડશે –
  • An Application of Computer Simulation to Quality Control in Manufacturing - પ્રસ્તુત અભ્યાસ માટે કંપનીએ સંબંધિત ગુણધર્મ માટે એકલ સેમ્પ્લિંગ સાથેની સ્કિપ લૉટ પદ્ધતિ અખત્યાર કરેલ છે. પરિસ્થિતિનાં વિશ્લેષણથી એવું ફલિત થતું હતું કે કોમ્પ્લેક્ષ લૉટ પધ્ધતિ અહીં યોગ્ય બેસતી નહોતી, પણ અનેક- તબક્કાની સંબંધિત ગુણધર્મની સેમ્પ્લિંગ યોજના દરેક તપાસણીમાં લૉટ દીઠ સેમ્પલની સંખ્યા ઘટાડીને તપાસ કરનારની ઉત્પાદકતા વધારી શકે છે. આ પ્રસ્તાવોનાં નિદર્શન માટે કમ્પ્યુટર -રચિત પ્રતિકૃતિકરણ મોડેલ વિકસાવવામાં આવ્યું જે કંપનીમાં હાલમાં ઉપયોગમાં લેવાયેલી વ્યવસ્થાની અને અન્ય કેટલીક સંભવિત વ્યવસ્થાઓની પ્રતિકૃતિ હતી. આ પ્રયોગનાં પરિણામોના આધાર પરથી કંપનીએ લૉટ વચ્ચે 'યુનિફોર્મ સ્કિપ્પીંગ' અનુસારની તપાસ વ્યવસ્થા અને 'મલ્ટિ-સ્ટેજ સંબંધિત ગુણધર્મ સેમ્પ્લિંગ યોજના અપનાવવાનું નક્કી કર્યું.  છ મહિનાના સુધી આ નવી વ્યવસ્થાના અમલ બાદ કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવામાં આવ્યો.
  • Simulation in Quality Management – An Approach to Improve Inspection Planning - અનેક માલસ્માનની વસ્તુઓને આવરીને જૂદાંજૂદાં મશીનો પર કામ થતાં થતા અનેક તબક્કાઓ મળીને ઉત્પાદન પ્રક્રિયા બને છે.  ગુણવત્તા તપાસનું ક્ષેત્ર ઉત્પાદન પ્રક્રિયાસાથે સંકલન કરીને ઉત્પાદનો આવશ્યકતાપૂર્તિ કરે છે તે જોતાં રહેવાનું છે. ગુણવત્તા, ખર્ચ અને સમય એમ ત્રણ પરિમાણોની એક સાથે થતી અસરોને પરિણામે ઉત્પાદન પ્રક્રિયાના અલગ અલગ તબક્કાઓ અને અલગ અલગ તપાસ પધ્ધતિઓ વચ્ચેની ક્રિયા પ્રક્રિયા ઘણી સંકુલ સ્વરૂપે થતી હોય છે. આ સમગ્ર પારિસ્થિતિક સંજોગોનાં ગતિશીલ સંબંધોને ધ્યાનમાં લઈને તપાસણી માટેની વ્યૂહરચના ગોઠવવાની રહેતી હોય છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે પ્રતિકૃતિકરણ દૃષ્ટિકોણને આ સંશોધન પત્રમાં ચર્ચવામાં આવેલ છે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation & Entrepreneurshipમાંનો, Editorial Staff  નો લેખ, The “Curiosity” Disconnect Between Executives and Employees,  આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. સમગ્ર ઈતિહાસમાં જોઈ શકાય છે કે, આગ પેટાવવા માટે ચકમક પથ્થરથી લઈને સ્વ-સંચાલિત કાર સુધીની મોટા ભાગની નવી દિશાઓ કંડારતી શોધો કે નોંધપાત્ર આવિષ્કારોમાં જે એક બાબત સામાન્ય પણે જોવા મળે છે તે એ છે કે આ બધાં જ કુતુહલનું પરિણામ છે.
આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ
  • Improve Process Design at Your Organization - મોરસ્ટ્રીમના પ્રેસિડેન્ટ, વિલિયમ હૅથવે પ્રક્રિયા માટેનાં વર્તમાન સાધનો અને ચપળ પ્રક્રિયાની મદદથી પ્રક્રિયા આલેખનનાં સુધારણા વિષેની ચર્ચા કરે છે.
Jim L. Smithની જુલાઈ, ૨૦૧૯ની Jim’s Gems -
  • Resilience એટલે અવળા સંજોગોને કારણે જે માર પડ્યો હોય તે ખમીને ફરીથી બેઠા થવાની લવચિક ક્ષમતા. ….ફરી બેઠા થવાનો આ ગુણ, કે નુક્સાન વેઠ્યા પછી ફરી ઊભા થવાની શક્તિનો બહુ ઘણો સંબંધ આપણું પોતાનું મૂલ્ય સમજવાની ભાવના સાથે રહે છે. આપણું જીવન આપણા નિયંત્રણમાં છે કે બહારનાં પરિબળોનાં નિયંત્રણમાં છે તે બાબતે આપણો પોતાનો અભિગમ પણ આ વિષયમાં પોતાનો ભાગ ભજવે છે.…ફેર બેઠા થવાની લચીકતા કેળવવામાં ચાર મુખ્ય બાબતો પાયાની ગણી શકાય - એક, બીચારાપણાની ભાવના ટાળો. બીજું,
  • પરિવર્તનનાં સાતત્યને સ્વીકારીને તેને જીવનનું અભિન્ન અંગ ગણી લો, એટલે તેનાથી ભાગી છૂટવાની વૃતિ ન કેળવાય. ત્રીજું, અડચણોને અતિક્રમી નહીં શકાય તેમ ન માનો. ચોથું, સકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • Persistence Pays Dividends - મોટા ભાગના નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્યતઃ લોકો કંઈ પણ બદલાવ લાવવા માટે આઠ, કે બહુ બહુ તો દસેક, વાર કોશિશ કરે છે. તે પછી પણ જો ધાર્યો ફેરફાર થતો ન દેખાય તો પછી તેઓ હાથ ઊંચા કરી દે છે !…જે ખાસ વાત મોટા ભાગનાં આ પ્રકારનાં લોકોનાં ધ્યાનમાં નથી આવતી તે એ છે કે સફળતાની ચાવી પોતાના માટે ખરેખર મહત્ત્વનું શું છે તે બરાબર સમજવું અને પછી બધું, પૂરતું, વિચારીને, તે સિધ્ધ કરવા માટેનાં પગલાં લેવાં. આ પગલાં દરેક નિશ્ચિત સમયે અચુક લેવાવાં જ જોઇએ. દેખીતું પરિણામ ન આવતું દેખાય તો પોતાની વ્યૂહરચનામાં આવશ્યક ફેરફારો કરતાં રહીને પ્રયાસો, નિયત સમયે, કરવાનું ચાલુ જ રહેવું જોઈએ.

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, July 21, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુલાઈ,૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઈ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા ૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની ૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ  કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ અને રૉબોટિક્સ વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે  વિષે સંવર્ધિત વાસ્તવિકતા (Augmented Reality, AR)ટુંકમાં ચર્ચા કરીશું...
સંવર્ધિત  વાસ્તવિકતા  / Augmented reality (AR) [1] એ પારસ્પરિક સંવાદ રચતું, વાસ્તવિકતા-આધારિત દર્શન કરાવતું  વાતાવરણ છે, જે કમ્પ્યુટર વડે સર્જાયેલ દર્શન, અવાજ, અક્ષરો અને અસરો્ની ક્ષમતાનો ઉપયોગ વપરાશકારના વાસ્તવિક જગતના અનુભવને સંવર્ધિત કરે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, સંવર્ધિત વાસ્તવિકતા વાસ્તવિક અને કમ્પ્યુટર-સર્જિત દૃશ્યાવલિ અને છબીને જોડીને એક સંયુક્ત, પણ સંવર્ધિત, દૃશ્ય અનુભવ સર્જે છે.
ભૌતિક વાસ્તવિક જગતનાં દૃશ્ય પર કમ્પ્યુટર દ્વારા સર્જાયેલ છબીને મેળવવાથી (અધ્યારોપણ કરવાથી) વાસ્તવિક દૃશ્યની અનુભૂતિમાં થતા વિસ્તૃત ફેરફારને AR કહેવામાં આવે છે. [2]
મોટા ભાગનાં લોકો માટે હજૂ પણ બહુ ગૂઢ અને અજબ ટેક્નોલોજિ છે, જેને ફિલ્મોમાં જોવા મળતી વિજ્ઞાન પરીકથા કે બોલતાચાલતાં હોલોગ્રામ્સ કે પારસ્પરિક અસર કરતાં દૃશ્યો કે ત્રિ-પરિમાણીય મૉડેલ તરીકે વધારે જોવા મળે છે. જોકે હકીકત એ છે કે આ બધું જ અસ્તિત્વમાં આવી જ ચૂકેલ છે.
AR ઍપ્પ્સ સામાન્ય રીતે ડિજિટલ એનીમેશનને ખાસ 'માર્કર' સાથે જોડે છે કે ફોનમાંનાં જીપીએસની મદદથી ચોક્કસ સ્થળને ચીંધે છે. સંવર્ધન પણ રીઅલ ટાઈમમાં અને વાતાવરણના સંદર્ભમાં થતું રહે છે. જેમકે, રમાઈ રહેલ રમતના દૃશ્ય પર જ તે સમયના સ્કોરનું બદલતું રહેવું.
હાલમાં ચાર પ્રકારની AR જોવા મળે છે
  • ·        માર્કરવિહિન (Markerless) AR - જે સ્થળ-આધારિત કે સ્થિતિ-આધારિત AR પણ કહેવાય છે. તે ગીપીએસ, દિશાસૂચક યંત્ર (કંપાસ), ગાયરોસ્કોપ અને એક્સેલેરોમીટરની મદદથી વપરાશકર્તાનાં સ્થળની માહિતીસામગ્રી પુરી પાડે છે. આ માહિતીસામગ્રી પરથી નક્કી થાય કે કયાં ક્ષેત્રની AR વસ્તુસામગ્રી તમને મળી શકે કે પૂરી પાડી શકાય. સ્માર્ટફોનના આવ્યા પછી આ AR તમને નજદીકનાં વ્યાપારી સંસ્થાનો ને શોધવા માટે નકશા અને દિશાનિર્દેશ પૂરાં પાડે છે. તે સાથે તેની સાથે સંકળાયેલ પ્રસંગો, જાહેરાતો અને દિશાનિર્દેશની મદદ પણ તેમાં સામેલ હોઈ શકે છે.


  • ·        માર્કર-આધારિત (Marker-based) AR - કેટલાંક તેને છબી ઓળખાણ AR પણ કહે છે કે કેમ કે તેના માટે ખાસ દૃષ્ટિવિષયક વસ્તુ અને તેના પર કામ કરી શકે તેવો કેમેરા જોઈએ છે. તે મુદ્રિત QR સંજ્ઞા કે કોઈ ખાસ નિશાનીઓ જેવું કંઈ પણ હોઈ શકે. ઘણા કિસ્સાઓમાં, AR સાધન માર્કરનું સ્થાન અને દિશાનિર્દેશની ગણતરી કરી લે છે. આમ માર્કર જોનાર માટે ડિજિટલ એનિમેશન શરૂ કરે છે, જેને કારણે સામયિકમાંનાં ચિત્ર ત્રિ-પરિમાણીય મોડેલમાં પરિવર્તીત થઇ જાય છે.


  • ·        પ્રક્ષેપણ આધારિત (Projection-based) AR - ભૌતિક સપાટી પર કૃત્રિમ પ્રકાશ ફેંકવાથી તે કાર્યરત થાય છે, અને કેટલાક કિસ્સાઓમાં તેની સાથે ક્રિયા પ્રક્રિયા પણ કરવા આપે છે. આ આપણે સ્ટાર વૉર્સ જેવી વૈજ્ઞાનિક પરીકથાઓની ફિલ્મોમાં જોયેલાં હોલોગ્રામ છે.વપરાશકારની ક્રિયા-પ્રતિક્રિયાને તે તેમાં થતા ફેરફારને કારણે કૃત્રિમ પ્રકાશનાં પ્રક્ષેપણમાં થતા ફેરફારોથી ખોળી કાઢે છે.


  •    અધ્યારોપણ – આધારિત (Superimposition-based) AR  - અહીં મૂળ દૃશ્યને બદલે પૂરેપુરું, કે આંશિક સ્વરૂપે, સંવર્ધિત વાસ્તવિક દૃશ્ય ઉપયોગમાં લેવામાં આવે છે. વસ્તુની ઓળખ અહીં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તેમ ન થાય તો આખો વિચાર જ અશક્ય બની જાય છે. IKEAનાં કેટલોગની ઍપ્પમાંAR બહુ અસરકારક રીતે ઉપયોગમાં લેવાયેલ છે છે - વપરાશકાર કેટલોગમાંનાં ફર્નીચરને પોતાને અનુકૂળ આવે તેમ ગોઠવીને જોઈ શકે છે.


વ્યાપાર-ઉદ્યોગ જગતમાં ARના કેટલાક ઉપયોગો[3] -
·        ARનો ઔદ્યોગિક જગતમાં ઉપયોગ કેટલાં કામ કરવની રીતમાં આમૂલ ફેરફાર કરી નાખશે. ફિલ્ડમાં કામ કરતાં ટેક્નીશીયન ઑફિસમાંનાં તેમનાં સહકાર્યકરો સાથે તાદૃશ લઈવ સંપર્ક રાખી શકશે, જેથી બન્ને પક્ષ પાસે પરિસ્થિતિની સાથે કામ લેવાની વિધેયાત્મક માહિતી ઉપલબ્ધ બની રહેશે. જે ભાગનું સર્વિસીંગ કરવાનું હશે તેના અંદરના ભાગોથી લઈને આખી એસેમ્બલી સુધીની આકૃતિઓ,સંબંધિત બધી જ માહિતી વગેરે હવે બન્ને પક્ષની આંખોની સામે હશે.
·        ડિઝાઈન અને સર્જનાત્મક કામ એ નવાં બજાર બની રહેશે.
·        AR વડે તાલીમ માટે દરેક તાલીમાર્થીની આગવી જરૂરિયાત મુજબની સામગ્રી તેને હાથવેંત બનશે.
ARના ઔદ્યોગિક જગતમાં રોજબરોજનાં કામોની ઉપયોગીતા સમજાઈ શકે તેવા બે વિડીયો અહીં રજૂ કરેલ છે :
Industry 4.0 by Immersion: Augmented Reality & Connected Factory for Sunna Design - ૨૦૧૧માં અસ્તિત્વમાં આવેલ સુન્ના ડીઝાઈન(Sunna Design) સ્વાયત્ત સૂર્યપ્રકાશ આધારિત લાઈટીંગ ઉકેલોનું કામ વિકસતા દેશોમાં કરે છે. સંવર્ધિત વાસ્તવિકતાનાં એક સાધન Shariiing વડે  Immersion સુન્ના ડીઝાઈનને ભવિષ્યની ફેક્ટરીને સાંકળી લઈને ખર્ચા ઘટાડવામાં મદદરૂપ બની છે.

Augmented Reality Training Demonstration - by Scope AR using the Epson Moverio BT-100 - અહીં એપ્સનના ભાગીદાર ScopeAR (scopeAR.com)દ્વારા Epson Moverio BT-100માં સુધારા કરીને કેમ તેને સ્વ-ચાલિત તાલીમ મટે તૈયાર કરી તેનું નિરૂપણ કરાયું છે.  Moverio પ્લેટફોર્મ સાથે એક કેમેરા જોડી અને પારદર્શક દશ્યોની મદદ લઈને તાલીમાર્થીઓને હાથ છુટા રાખીને જાતે શીખવાની તક મળી શકી છે.

સંવર્ધિત વાસ્તવિકતા (AR)ના ગુણવત્તા પ્રતિતી અને તપાસનાં ક્ષેત્રમાં કરાઈ રહેલા ઉપયોગ વિષે સમજવા માટે નીચેના બે પ્રતિનિધિ લેખો  પસંદ કર્યા છે:
How Augmented Reality is Improving Quality Assurance Measures for Manufacturers માં પ્રકાશ-ચાલિત તંત્ર વ્યવસ્થાના બે પ્રયોગોની ચર્ચા કરવામાં આવી છે. આ બન્ને પ્રયોગોમાં મુખ્ય આશય હાથથી થતી જટિલ એસેમ્બલીને સરળ કરવી, તપાસ કરવી, જૂદા જૂદા ભાગોની કિટ ભેગી કરવી, પ્રવૃત્તિ ક્રમ નક્કી કરવો કે તાલીમ પૂરી પાડવી જેવી પ્રક્રિયામાં મદદરૂપ થવાની સાથે ગુણવત્તાની નવી તળરેખા પ્રસ્થાપિત કરવાનો છે.
Accelerate the quality assurance process with Augmented Reality - Ypsomed પેન, સ્વચાલિત ઇન્જેક્ટર્સ અને પંપ તત્ર વ્યવસ્થા વડે પ્રવાહી દવાઓ દ્વારા થતી સારવારના  વિકસાવનાર અને ઉત્પાદક છે.Ypsomed Swisscomના પહેલા ઔદ્યોગિક ભાગીદાર છે ચાલુ ઉત્પાદનમાં મોબાઈલ કમ્યુનિકેશનને ચકાસી જોયું.. ..પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે, Ypsomed સમગ્ર મૂલ્ય સાંકળમાંની ઇન્જેક્ટર પેનની ઉત્પાદન પ્રક્રિયાને ડિજિટાઈઝ કરી નાખી છે. આ માટે Ypsomed દ્વારા નક્કી કરેલ ડિજિટાઈઝેશન લક્ષ્ય સિધ્ધ કરવા સંવર્ધિત વાસ્તવિકતાની મદદ લેવા માટે ઓપન વેબ ટેક્નોલોજિનો સંપર્ક કર્યો હતો.
ગુણવત્તા કાર્યક્ષેત્રમાં ARની ઉપયોગિતા સમજાવતા બે વિડીયો –
Augmented Reality Software System for Quality Inspection - CAQ AG - સંવર્ધિત વાસ્તવિકતા રીઅલ ટાઈમમાં વપરાશ કરવાં દૃશ્ય ક્ષેત્રને પુરક બની રહે છે, જેની સાથે કમ્પ્યુટર દ્વારા રચિત માહિતી અને અધ્યારોહણ કરેલ વર્ચ્યુઅલ વસ્તુઓ વધારાની મદદરુપે ઉપલ્બધ બને છે.

Augmented Reality for Quality Inspection – ESA - યુરોપિઅન સ્પેસ એજન્સી(PA&S Division, ધ ઓપન યુનિવર્સિટી અને પેરે કન્સલટીંગ દ્વારા  ARPASS સંશોધન પરિયોજનાના સંદર્ભમાં ટેબ્લેટ માટે તૈયાર કરાયેલ પાયલટ પરિયોજનાનો ડેમો છે. તપાસ હેઠળની વસ્તુ IoTવડે સક્ષમ કરાયેલ ઉપગ્રહ મોકઅપ છે જે સંવર્ધિત વાસ્તવિકતા ટેક્નોલોજી સાથે એક સ્ટાન્ડર્ડ IoT Protocol (MQTT) વડે માહિતી આદાનપ્રદાન કરે છે. અહીં દર્શાવેલ નિરૂપણમાં સર્કિટ બોર્ડ અને વાયર હાર્નેસ ગોઠવણનાં નિયમન તેમ જ સાર સંભાળ અને મરમ્મત માટે પ્ગલે પગલાંની માર્ગદર્શિકા પણ સામેલ છે. 

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Competitive Strategy માંનો Kepler Knott  નો લેખ Help people understand “why” before you tell them “what” or “how”  આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. જો તમે માનતાં હો કે વિચારો દુનિયા પર રાજ કરે છે અને - તમારી કંપની વિષેની, તમારાં ઉત્પાદનો વિષેની, સમસ્યાઓની સમીક્ષા વિષેની-કહાનીઓ વડે એ વિચારોને અસરકારક રીતે વ્યકત કરી શકાય તેમ છે તો તમારી કહાની પર ધ્યાન આપવામાં અને તેને સારી રીતે કહેવામાં ઘણો જ ફાયદો રહેલો છે. તમારાં શ્રોતાગણને માટે તે મહત્ત્વની જણાવી જોઈએ. તમારાં કામની પાછળની વાત તમારાં લક્ષિત શ્રોતાગણને તેમાં રસ લેવો શા માટે જરૂરી છે અને તે તેમને શી રીતે અસર કરશે, જેવી બાબતો કહેવાની કળામાં નિપુણ થવું બહુ મહત્ત્વનું બની રહે છે...
[લેખનો સંક્ષિપ્ત અનુવાદ, 'શું' અને 'શી રીતે' સમજાવતાં પહેલાં લોકોને 'કેમ' સમજાવો, પણ વાંચી શકાશે.]
આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ
  • Augmented and Virtual Reality in the Workplace - આજનાં વૃતાંતમાં સંવર્ધિત વાસ્તવિકતા (AR) અને આભાસી વાસ્તવિકતા (VR) શું છે, તેનો શૉપ ફ્લોર પર ક્યાં કયાં ઉપયોગ થઈ શકે છે—તેની ચર્ચા કેટલીક કંપનીઓના ઉપયોગનાં ઉદાહરણો સાથે ચર્ચા કરી છે.

વધારાનું વાંચન -  Sunil Kaushik's full case study
Jim L. Smithની જૂન, ૨૦૧૯ની Jim’s Gems  -

  • Trust - જો તમે ભરોસાપાત્ર હો તો, કોઈ પણ પરિસ્થિતિમાં, તમારો પ્રભાવ અનેકગણો વધી જઈ શકે છે.Iપણ જો તમે ભરોસાપાત્ર ન હો તો તમારા પદ કે મોભો કે સત્તા, કંઈ પણ મહત્ત્વનું નથી રહેતું. એ સંજોગોમાં તમારો પ્રભાવ ન બરાબર જ બની રહે છે...તમારા પરના વિશ્વાસનાં ચણતરનો પાયો તમારા બોલના તોલ પર નિર્ભર છે - તમે જ્યારે કોઈને કહો છો કે તમે આમ કરશો ત્યારે તેમ કરી જ બતાવો છો.…જો તમારાથી ચૂક થાય, તો તેને છૂપાવવાને બદલે કે દોષનો ટોપલો બીજાં પર ઢોળી દેવાને બદલે, તમે તે સ્પષ્ટપણે સ્વીકારી લો છો - ભલે તેને કારણે તમને ટુંકા ગાળે કેટલું પણ નુકસાન કેમ ન થાય.. જ્યારે તમે નિર્ણય લો છો ત્યારે તેને લગતાં બધાં પાસાં, અને પરિણમો પણ, જરૂર વિચારી લો છો … જ્યારે તમે ભરોસાપાત્ર છો ત્યારે તમારા પ્રભાવને જવાબદારી અને સમજદારીથી અમલ કરવાની નૈતિક જવાબદેહી પણ તમે અનુભવો છો...
  • Metamorphosis - કોઈ પણ મહત્ત્વનાં અને લાંબે ગાળે ટકી રહેતાં પરિવર્તનોની શરૂઆત અંદરથી થઈને બહારની તરફ ધપે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે પૂર્ણતઃ સ્વરૂપાંતરીય કાયાપલટ હોય છે. ….તત્ત્વતઃ, તમે જે વિચારો છો અને ખરેખર માનો છો તે તમારાં વર્તનમાં પ્રતિબિંબિત થાય છે. પેસિફિક ઈન્સ્ટીટ્યુતના સ્થાપક, સ્વ. લૌ ટાઈસ હકારાત્મક કથનો અને મનોચિત્રના આપણાં અંદરનાં ચિત્રને બદલવા માટેનાં મહત્ત્વની હંમેંશા વાત કરતા. તેમનું કહેવું હતું કે તેના કારણે તમારી બાહ્ય વર્તણૂકમાં થતા ફેરફાર રૂપાંતરણના અંત સુધી ટકી રહે છે. તે અંદરથી બહાર તરફ રહેતી તમારી વાસ્તવિકતા ઘડવામાં ચાવીરૂપ ભાગ ભજવે છે, અને તેમ કરવાનો એક શ્રેષ્ઠ ( અને કદાચ, એક માત્ર) રસ્તો છે.

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.