આપણા મિત્ર શ્રી એન. વેંકટરામન તેમની આંકડાકીય
સમીક્ષામાં જણાવે છે કે ૧૯૫૧નાં વર્ષનાં કુલ ગીતો પૈકી લગભગ ૫૦ ગીતો સ્ત્રી-એકલ-ગીતો છે. તેમાંથી પણ
૪૦ % જેટલાં ગીતો તો લતા મંગેશકરના ફાળે જાય તેવાં પગરણ તો ૧૯૫૧થી જ દેખાવા લાગ્યાં
છે.
બાકીનાં ૬૦ % ગીતોમાં શમશાદ બેગમ, ગીતા દત્ત અને આશા ભોસલેને ફાળે, ત્રણે ય મળીને, ૩૫ % ગીતો અંકે થયેલાં
જોવા મળે છે. સુરૈયા અને સુલોચના કદમને ફાળે ૮ % જેટલાં ગીતો હતાં, જ્યારે બીજાં ૧૦ % અમીરબાઇ કર્ણાટકી, માલતી પાંડે, મીના કપૂર, રાજ કુમારી, મુબારક બેગમ અને ઉમાદેવી એમ છ ગાયિકાઓને ફાળે
રહ્યાં છે.બાકી રહેલ ૭ % ગીતો ૨૫ અન્ય ગાયિકાઓ ગાયાં છે. બધું મળીને ૩૭ જેટલી
ગાયિકાઓ કાર્યરત રહેલ છે.
આજે આપણે લતા મંગેશકર સિવાયની સ્ત્રી
પાર્શ્વગાયિકાઓનાં નોંધપાત્ર ગીતોની વાત કરીશું.
આ સમગ્ર યાદી જોતાં લતા મગેશકરનાં આધિપત્યને
પડકારવા માટે જ બીજી ગાયિકાઓનાં ગીતો અહીં મૂક્યાં છે તેવું કદાચ જણાશે ! મહદ્ અંશે, એ વાતમાં તથ્ય પણ જણાય છે.
'૫૦નો દાયકો પૂરો થતાં સુધીમાં તો લતા મંગેશકરની
ઇજારાશાહી રંગ લાવતી જણાય છે. અન્ય ગાયિકાઓને, મોટા ભાગે, તે સમયના પ્રથમ પંક્તિમાં ન હોય તેવા સંગીતકારો
જ પસંદ કરે - તેમને ફાળે આવેલી ફિલ્મોનાં બજૅટ પણ ટાંચાં જ હોય, તેથી લતા મંગેશકરની કીમત અને વ્યસ્તતાને કારણે તેઓએ બીજા વિકલ્પ
શોધવા જ પડે - એ ચલણ પણ પ્રસ્થાપિત થતું
જણાય છે ? જો કે એમ થવા છતાં કુલ્લ સ્રી પાર્શ્વગાયિકાઓ
વડે ગવાયેલાં ૬૦ % ગીતોમાંથી, માત્ર ગીતા દત્ત
(એસ ડી બર્મનનાં સંગીત સાથે 'બાઝી') અને શમશાદ બેગમ(એસ ડી બર્મનનાં સંગીત સાથે 'બહાર' અને 'આવારા'નું એક માત્ર ગીત) લોકપ્રિયતાનો માપદંડ પણ પસાર
કરી શકે તે વાતનું આશ્ચર્ય રહે છે.
ગીતા દત્ત અને શમશાદ બેગમનાં આ લોકભોગ્ય બનેલાં
ગીતો લતા મંગેશકરના સ્વરની એકાદ નબળી કડીનો લાભ લઇ રહ્યાં હોય તેમ પણ બન્યું હશે?
આવતાં વર્ષોમાં આશા
ભોસલેએ લતા મંગેશકર સાથે સ્પર્ધા કરવાને બદલે, તેમના સ્વરની રેંજમાંની એ નબળી કડીને દ્વિપક્ષી
ઇજારાશાહીમાં પોતાનું સ્થાન બીજે નંબરે નિશ્ચિત કરવામાં વાપરી એમ પણ કહી શકાય ખરૂં?
આવી ચર્ચા તો સંગીતનું જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ જ
કરી શકે, આપણી પાસે તો
કંઇક પ્રશ્નો અને તેમના સંભવિત જવાબો હોઇ શકે.
આ ઉપરાંત ૧૯૫૧નાં વર્ષમાં એક એવી ફિમ પણ જોવા
મળે છે જેનાં (એક સિવાય) બધાં જ સ્ત્રી-એકલ-ગીતો મુબારક બેગમે ગાયાં હોય.
ફિલ્મ છે
-ફૂલોં કે હાર, અને તેના
સંગીતકાર છે - હંસરાજ બહલ. અને એ ગીતો છે :
[નોંધ :એક ગીત સિવાય અન્ય ગીતોની વેબ કડી મળી નથી.]
આ ઉપરાંત ફિલ્મમાં મુબારક બેગમનાં બે યુગલ ગીતો છે. શમશાદ
બેગમના અવાજમાં એક એક્લ ગીત અને સાથીઓ સાથેનાં બે ગીતો છે.