ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
મૂકેશની સમગ્ર કારકીર્દીનાં પ્રારંભના
વર્ષોમાંનાં એક વર્ષ તરીકે પણ જોતાં, ૧૯૪૭માં મૂકેશનાં
ગીતોની સંખ્યા - માત્ર કુલ ગીતો જ નહીં, પણ સંગીતકારોની
સંખ્યા અને વૈવિધ્ય, ફિલ્મોની સંખ્યા કે કેટલી ફિલ્મોમાં એકથી વધુ
ગીતો જેવાં જૂદાં જૂદાં પરિમાણોની દૃષ્ટિએ પણ - ૧૯૪૮નાં વર્ષમાં પાંખી જણાય છે.
૧૯૪૭નાં વર્ષમાં ત્રણ સંગીતકારો સાથે તેમની ત્રણ ફિલ્મોમાં સૉલો ગીતો છે, જેમાંથી 'તોહફા'અને 'દો દિલ' બન્નેમાં
ત્રણ ત્રણ અને 'બીતે દીન'માં એક સૉલો છે.
કહાં તક જ઼ફા હુસ્નવલોં કી સહતે - તોહફા -
સંગીતકાર: એમ એ રૌફ (ઉસ્માનીયા) - ગીતકાર: સાક઼ીબ લખનવી
એક ઐસા ગીતસુનાઓ તન મન મેં આગ લગાઓ - તોહફા - સંગીતકાર: એમ એ રૌફ (ઉસ્માનીયા) - ગીતકાર:
નઝીર હૈદરાબાદી
કિસને છેડા મનકા તાર - - તોહફા - સંગીતકાર: એમ
એ રૌફ (ઉસ્માનીયા) -- ગીતકાર: શાંતિ અરોડા
આ ઉપરાંત આપણે ખાસ નોંધ લઈશું -
મન્ના ડેનાં સૉલો ગીતો
૧૯૪૨થી થયેલી શરૂ થયેલ મન્ના ડેની હિંદી ફિલ્મ
પાર્શ્વગાયનની કારકીર્દી ૧૯૪૭નાં વર્ષમાં હજૂ બીજ વાવણીના તબક્કામાં કહી શકાય તેમ
છે. 'ગીત ગોવિંદ'માં તેમની હાજરી બહુ જ
નોંધપાત્ર સ્તરની રહી છે.
યુગલ
ગીતોમાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનું સ્થાન લગભગ સ્ત્રી કે પુરુષ સૉલો ગીતો જ રહ્યું
છે. હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં જેટલાં કેટલાંક સૉલો ગીતો સીમાચિહ્નરૂપ મનાયાં
છે તેમ જ કેટલાંક સ્ત્રી-પુરુષ યુગલ ગીતો પણ માનક સીમાચિહ્ન તરીકે માનભર્યું સ્થાન
મેળવી ચૂક્યાં છે.
મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૮નાં વર્ષમાં મૂકેશનાં સ્ત્રી
ગાયિકાઓ સાથેનાં ગીતોની સંખ્યાનો દબદબો રહ્યો છે. તેમાં પણ શમશાદ બેગમ સાથેનાં
યુગલ ગીતોનો તો સિંહ ફાળો તો અસાધારણ કક્ષાનો જ કહી શકાય એટલો છે. જો કે આ બધાં
ગીતોમાંથી લોકપ્રિય રહેલાં યુગલ ગીતોમાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો સંખ્યા
અને લોકપ્રિયતામાં બહુ પાછળ નથી રહ્યાં.
લતા મંગેશકર સાથે
અબ ડરને કી કોઈ બાત નહીં અંગ્રેજી છોરા ચલા ગયા - મજબૂર - ગુલામ હૈદર - નઝીમ પાણીપતી
સચિન દેવ બર્મને રચેલાં મૂકેશનાં ગીતો, આ બન્ને કળાકારોનાં કુલ ગીતોની સરખામાણીમાં સંખ્યાની દૃષ્ટિએ સાવ ન નગણ્ય કહી શકાય એટલાં જ છે, અને માટે જ તે મહત્ત્વનાં બની રહે છે. કારણો કંઈ પણ હોય, પરિણામો આજે પણ લોકોને યાદ છે. બન્નેનાં અલગ અલગ વિશ્વમાં આ ગીતોનું સ્થાન આગવું રહ્યું છે, ઉત્કૃષ્ટ કક્ષાનું રહ્યું છે, સદાબહાર રહ્યું છે અને પ્રથમ હરોળનું રહ્યું છે.
સચિન દેવ બર્મને મૂકેશ પાસે આઠ (જ) ફિલ્મોમાં, ચાર સૉલો ગીતો અને આઠ યુગલ ગીતો ગવડાવ્યાં. જે પૈકી બે ફિલ્મો ૧૯૫૦ પહેલાંની હતી, જ્યારે સચિન દેવ બર્મનનું સ્થાન જેટલું જામ્યું હતું તે કરતાં મૂકેશ વધારે સ્વીકાર્ય, વધારે ચલણી ગણાતા હતા. તે પછી છેક ૧૯૬૦ના દાયકામાં ચાર ફિલ્મોમાં ને '૭૦ના દાયકામાં સચિન દેવ બર્મને મૂકેશનો ફરીથી બે ફિલ્મોમાં ઉપયોગ કર્યો.આ સમયની કુલ છ ફિલ્મોમાંથી બે ફિલ્મોમાં તેમણે મૂકેશના કંઠનો ઉપયોગ બેકગ્રાઉન્ડ ગીત માટે કર્યો અને ચાર ફિલ્મોમાં એ ફિલ્મના મુખ્ય કહી શકાય એવા પુરૂષ કલાકાર માટે મૂકેશનો સ્વર પ્રયોગ કર્યો. તેમાંથી બે ગીતમાં તો રફી કે કિશોરકુમારનો કંઠ વાપરી ન શકવા જેવી પરિસ્થિતિ હતી માટે તેમણે મૂકેશનો સ્વર વાપર્યો હશે તેમ માની શકાય.
જોકે આજે હવે આવાં પિષ્ટપેષણનું કોઈ મહત્ત્વ નથી. આજે તો આપણે આ બન્ને કલાકારોનાં સંયોજનોની ખૂબીઓને જ માણવાનો ઉપક્રમ કરીશું.
લાયી ખુશી કી દુનિયા હસતી હુઈ જવાની - વિદ્યા (૧૯૪૮)- સુરૈયા સાથે - ગીતકાર અન્જુમ પીલીભીતી
કૉલેજથી છૂટીને બગીચામાં સાથે ફરવા આવેલાં યુવાન સુરૈયા અને દેવ આનંદના મનના ભાવોને તાદૃશ કરતા ગીતના શબો, બન્ને ગાયકોની ગાયકી અને સચિન દેવ બર્મનની ધુન આપણને પણ પરિણયની પળોમાં વહેતાં કરી મૂકે છે.
રાતે એકલા પડેલ દેવ આનંદના ચિત્તમાંથી તેની પ્રેમિકાની સુરૈયાની મૂર્તિ ખસતી નથી. કહી ન જાય સહી ન જાય એવી પ્રીતકી રીતની આ મીઠી વેદના અહીં સચિન દેવ બર્મને મૂકેશના સ્વરમાં ઝીલી લીધી છે.
ફિલ્મના નાયક અને નાયિકા દિલીપ કુમાર અને કામીની કૌશલ છે. પ્રસ્તુત ગીતમાં દિલીપ કુમાર આદીવાસી ગાયનનૃત્ય ટોળીનો પહેરવેશ પહેરીને જોડયેલ છે. કામીની કૌશલને કંઈક પ્રકારના દબાવમાં જોઈને એ અકળાય છે પરંતુ ટુકડીની નાયિકા તેને વારે છે. દિલીપ કુમારને જે કહેવું છે તે હવે ગીતના સ્વરમાં કહે છે. જવાબ આપે છે તો પેલી નાયિકા પણ જાણે તે કામીની કૌશલનાં મનની વાતનો પડઘો પાડતી હોય તેમ જણાય છે!
તુમ્હારે લિયે હુએ બદનામ તુમ જાનો યા ન જાનો - શબનમ (૧૯૪૯) - શમશાદ બેગમ સાથે
આ પહેલાંના ગીત - તૂ મહેલોંમેં રહનેવાલી - જેવું જ ગીતનું ફિલ્માંકન છે. ફિલ્મમાં કદાચ બન્ને ગીતો જોડાજોડ પણ હશે?! ગીતનો આરંભ પ્રલંબ પૂર્વાલાપ સંગીતથી થાય છે જે નૃત્ય મંડળીને તેમની નિપુણતા રજૂ કરવાનો મોકો આપે છે. નાયક છે ભલે આદીવાસી પહેરવેશમાં પણ માઉથ ઓર્ગન બહુ કુશળતાથી વગાડી લે છે!
પ્યારમેં તુમને ધોખા શીખા યે તો બતાઓ કૈસે- શબનમ (૧૯૪૯) - શમશાદ બેગમ સાથે - ગીતકાર ક઼મર જલાલાબાદી
ફરી એક વાર ફિલ્મનાં મૂળ નાયક નાયિકા વચ્ચે થવો જોઈતો સંવાદ આ બન્ને નૃત્યકારો વચ્ચે થતો બતાવાયો છે
હવે નાયિકા અને નાયક વચ્ચે આડકતરી રીતે સીધો જ સંવાદ થાય છે એટલે પાર્શ્વગાયક તરીકે શમશાદ બેગમની જગ્યાએ ગીતા રોય આવી ગયાં છે. નાયક અને તેનાં જોડીદાર સહન્રુત્યકાર સહનાયિકા બગી જેવાં વાહનમાં મુસાફરી કરી રહ્યાં છે. નાયક તેનાં દિલની વ્યથા ઠાલવે છે જેનો નાયિકા પોતાના મહેલમાંથી જવાબ વાળે છે. મહેલ અને શેરીમાં રહેતાં બે પ્રેમીઓની દશાનો ચિતાર ગીતમાં વણી લેવાયો છે.
'૫૦નો આખો દાયકો સચિન દેવ બર્મને મૂકેશ વગર જ વીતાવ્યો. ૧૯૬૦માં જ્યારે તેમણે મૂકેશને યાદ કર્યા ત્યાં સુધીમાં મૂકેશની ખ્યાતિમાં એક બહુ જ ખાસ વાત ઉમેરાઈ ચૂકી હતી - તેઓ એક ગીતના જાદુ તરીકે બહુ જ અનોખું સ્થાન જમાવી ચૂક્યા હતા. ્સમ્ગીતકાર કોઇ પણ હોય, ફિલ્મમાં બીજાં ગીતો પણ લોકપ્રિય થયાં હોય, અને ફિલ્મમાં માત્ર એક જ ગીત તેમને ફાળે આવ્યું હોય. એ એક ગીત બધાં ગીતોમાં સરતાજ઼ બની ગયું હોય. અહીં પણ આવું જ કરૂણામય ગીત નાયકના કંઠે ગવાયું છે - સાથી ન કોઈ મંઝિલ. આ ગીત પણ બર્મન-રફીનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામતું રહ્યું છે. તેમ છતાં બેકગ્રાઉન્ડમાં ગવાતું આ ગીત ફિલ્મનાં બધાં જ ગીતો પર છવાઈ જાય છે. ગીતમાં તાર શહણાઇ અને કોરસનો વાદ્યસજ્જામાં થયેલો પ્રયોગ પણ એક બહુ અનોખો પ્રયોગ રહ્યો છે.
આ ફિલ્મનાં પણ નાયક પર ફિલ્માવાયેલ અન્ય (યુગલ) ગીતમાં મોહમ્મદ રફીના સ્વરનો પ્રયોગ કરાયો છે. ફિલ્મ નાયિકાપ્રધાન હતી એટલે લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં ગીતોનો દબદબો હોય એ પણ સ્વાભાવિક છે. એવામાં ફિલ્મમના નાયકની નાયિકા સાથે નવા સંજોગોમાં થઈ રહેલ મુલાકાતની રોમાંચક અપેક્ષાઓને વ્યક્ત કરતું આ સૉલો ગીત મૂકેશને ફાળે આવ્યું છે, અને મૂકેશનો એક ગીતનો જાદુ અહીં પણ બરક઼રાર છે.
ફ્લ્યુટ અને મેંડોલીનના પૂર્વાલાપથી સ્વપ્નની દુનિયામાં લ ઈ જતું આ યુગલ ગીત પણ મૂકેશ (અને એમ તો સુમન કલ્યાણપુર માટે પણ) ફિલમનું એક માત્ર ગીત છે. ફિલ્મમાં મોહમ્મદ રફીનાં એક સૉલો અને એક યુગલ ગીત અને મન્ના ડેનું એક શાસ્ત્રીય રાગ પર આધારીત ગીત જ છવાયેલાં રહે છે. આવી સ્પર્ધામાં પણ મૂકેશને ફાળે આવેલું એક હલકું ફુલકું યુગલ ગીત પણ આવાં માતબર ગીતોની સામે પોતાનું સ્થાન ગુમાવી નથી દેતું!
ઓ જાનેવાલે હો શકે તો લૌટ કે આના, યે ઘાટ યે બાત કહીં તૂ ભૂલ ન જાના - બંદિની (૧૯૬૩) - ગીતકાર શૈલેન્દ્ર
'૬૦ના દાયકામાં દર વર્ષે બર્મન - મૂકેશ સંયોજનમાં એક એક ગીત મળી રહ્યાં છે. ફરી એક વાર બેકગ્રાઉન્ડમાં ગવાયેલું, ફિલ્મમાં લતા મંગેશકર અને આશા ભોસલે તેમ જ ખુદ સચિન દેવ બર્મન અને મન્ના ડેનાં પણ અત્યંત પ્રભાવશાળી ગીતોની બારાબરીમાં ઊભું રહેતું ગીત બર્મન મૂકેશના સ્વરમાં રજૂ કરે છે.
ફરી એક વાર આખા દશકાનો કૂદકો વાગ્યા પછી બર્મન મૂકેશને યાદ કરે છે. આ ફિલ્મમાં પણ ધર્મેન્દ્ર પર ફિલ્માવયેલાં બીજાં એક રફી-કિશોરનાં યુગલ ગીતમાં ધર્મેન્દ્ર માટે બર્મનદાએ રફીનો સ્વર પસંદ કર્યો હતો.
કારકીર્દીના શરૂઆતના તબક્કામાં સાથે કામ કર્યા બાદ કારકીર્દીના અંતમાં સાથ કેમ છોડી દેવાય?
જે ગાયક પાસે ઓછાં ગીત ગવડાવ્યાં હોય એવાં ગીતોમાં સચિન દેવ બર્મનના અનોખા પ્રયોગોની છાંટ ખાસ જોવા મળે અને એક ગીતના જાદુગર તરીકેની મૂકેશની ખ્યાતિમાં સૂર જોવા મળે એવાં બન્ને પાસાંઓની કસોટીએ ખરાં ઉતરતાં આ ગીતો હિંદી ફિલ્મનાં ગીતોની ચાહક દરેક પેઢીને ખૂબ પસંદ પડતાં રહ્યાં છે અને રહેશે..
હવે પછીના અંકમાં સચિન દેવ બર્મન અને મન્ના ડેના સહયોગથી રચાયેલાં ગીતોને યાદ કરીશું.