Monday, December 31, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૧૨_૨૦૧૮


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૨_૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
ડીસેમ્બર, ૨૦૧૮ના આપણા બ્લૉગોત્સ્વના અંકનાં કેન્દ્રસ્થાને હિંદી ફિલ્મોનાં પહેલાં કુટુંબના ંઊળ થડ સમા પૃત્વીરાજ કપૂરની ૧૧૨મી જન્મજયંતિને લગતી પૉસ્ટને રાખીશું.
इस एक्टर को कहा जाता है बॉलीवुड का भीष्म पितामह, एक ही फिल्म में दिखा दी थी 3 पीढ़ी – 1931પૂથ્વીરાજ કપૂર પહેલી બોલતી ફિલ્મ 'આલમારા'માં એક ગૌણ ભૂમિકામાં હતા..
 Remembering Prithviraj Kapoor on his 111th birth anniversary માં Indian Express  દ્વારા તેમની કારકીર્દીને ફોટોગ્રાફ્સનાં આલ્બમ સ્વરૂપે યાદ કરાયેલ હતી.

૧૧૨મી જન્મતિથિએ પૃથ્વીરાજ કપૂરને અપાયેલી શ્રેષ્ઠ અંજલિ માં ઉત્પલ ભાયાણી જન્મ્ભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તિની તેમની નિયમિત કલમ 'ચહેરા-મ્હોરા'માં નોંધે છે કે ૧૯૭૮માં મુંબઈના જુહુ કિનારે હરતી ફરતી મંડળીને દીકરા શશી કપૂરે સ્થાયી સ્વરૂપ આપ્યું એના પચ્ચીસેક વર્ષ પછી શશી કપૂરે જ જાણીતાં સમીક્ષક દીપા ગેહલોટની સહાયથી 'ધી પૃથ્વીવાલ્લાઝ'નું રોલી બુક્સ દ્વારા પ્રકાશન કર્યું. પુસ્તકમાં નાટકની પરિભાષાને સુસંગત રહીને પ્રકરણને ત્રણ અંક અને બાર દૃશ્યોમાં વહેંચી નખાયું છે. આ અંકો અને દૃશ્યોમાં પૃત્વી થિયેટર્સની દુર્લભ ચિત્રો સાથે અનેક રસપ્રદ પ્રસંગો અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી વિગતો ઉપલબ્ધ કરાઈ છે.
Sanjana Kapoor on Prithviraj Kapoor and his Theatre Legacy માં સંજના કપૂર તેમના દાદા અને તેમના થિયેટરના વાર્સાને યાદ કરે છે.

હવે ડીસેમ્બર, ૨૦૧૮ની અન્ય અંજલિ પોસ્ટ્સ તરફ નજર કરીએ
ડીસેમ્બર મહિનામાં ફિલ્મ જગતની ઘણિ હસ્તિઓનીજન્મ-મૃત્યુ તિથિઓ છે. તેમાં મોહમ્મદ રફી અને નૌશાદ તો તેમના વ્યાવસાયિક સંબંધોની નજદીકી સમાન આ બાબતમાં પણ આગળ પાછળ છે.
સુરીલીસફરના સાથીઓ - નૌશાદ અલી અને મોહમ્મદ રફી - સોનલ પરીખ - મોહમ્મદ રફીની કારકીર્દીની શરુઆતથી લઈને ૧૯૫૩ સુધી નૌશાદ - મોહમમ્દ રફીની સફરનો પાયો પ્ડ્યો જેના પર એ સફરની શાનદાર ઈમારત દિલીપ કુમારની ૧૯૫૩ની ફિલ્મ 'દિદાર' પછી ચારે દિશામાં વિસ્તરી.
Shakeel-Naushad: Classy Confluence, Seamless Flow – 1 - શકીલ બદાયુની હિંદી સિનિમાના સુવર્ણ યુગના રોમેન્ટીક કવિ -ગીતકારોમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. નૌશાદ પણ એ સમયના ટોચના સંગીતકારોમાં સન્માનભર્યું સ્થાન પામતા હતા. એટલે જ્યારે એ બન્ને મળીને સાથે કામ કરે ત્યારે જે નિપજે તે બહુ ઉચ્ચ કક્ષાનું હોય તે તો સ્વાભાવિક છે. આ અનોક્ખી જોડીનાં કામને વિજયકુમાર યાદ કરવાં તેકની કવિતા અને બીજંનાં સંગીતની જુગલબંધીની સફર શરૂ કરે છે. 
Remembering my father and the legend Madan Mohanસોંગ્સ ઑફ યોર પર ચાલી રહેલી રોશન અને મદન મોહન પરની સમાંતર શ્રેણીના સમાપન માટે મદન મોહનનાં પુત્રી સંગીતા ગુપ્તાને કરેલી દરખાસ્તના સાનુકૂળ પ્રતિભાવ રૂપે સંગીતાજીએ મદન મોહન અને 'અન્ય ગાયકો'નાં ગીતોને યાદ કર્યાં છે.
Happy Birthd  Usha Mangeshkar! અને Usha Mangeshkar – IIમાં ઉષા મંગેશકરના ૮૩મા જ્ન્મ દિવસે અનુક્રમે તેમનાં હિંદી અને મરાઠી સૉલો ગીતો અને યુગલ ગીતોને યાદ કરાયાં છે.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ અંજલિ સ્વરૂપે પ્રકાશિત કરી છે –
Singer Mohammed Aziz No More ૨ જુલાઈ, ૧૯૫૪ના રોજ જન્મેલા મોહમ્મદ અઝીઝનું પહેલ વહેલું ગીત મર્દ ટાંગેવાલા મૈં હૂં જ ખૂબ લોકપ્રિય નીવડ્યું હતું.
Songs ‘sung’ by people with disabilities માં ઇન્ટરનેશલ ડે ઑફ પર્સન્સ વિથ ડીસએબિલીટીસ (શારીરીક ઉણપ ધરાવતી વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ)ના ઉપલ્ક્ષ્યમાં હિંદી ફિલ્મોમાં એ પ્રકારની ભૂમિકા ભજવી રહેલ પાત્રો દ્વારા પર્દા પર ગવાયેલાં ગીતોને રજૂ કરાયાં છે.
ડીસેમ્બર, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાં આપણે મોહમ્મદ રફીનાં કોઈ પણ સંગીતકાર સાથેનાં પહેલ વહેલાં સૉલો ગીતોના ૧૯૫૪-૧૯૫૮ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૬નાં વર્ષનો બીજો ભાગ આપણે યાદ કર્યો છે. ૧૯૫૪-૧૯૫૮ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૪-૧૯૫૫નો પહેલો ભાગ આપણે ૭ જુલાઈ, ૨૦૧૮  અને છેલ્લાં બે વર્ષ ૧૯૫૭ અને ૧૯૫૮નાં મોહમ્મદ રફીનાં કોઈ પણ સંગીતકાર સાથેનાં પહેલ વહેલાં સૉલો ગીતો ૨૯ ડીસેમ્બર, ૨૦૧૮ ના રોજ યાદ કર્યાં છે. મોહમમ્દ રફીનાં સંગીતકાર સાથેનાં સૌ પહેલાં સૉલૉગીતોના ત્રીજા સમય્ખંડની ત્રણ અલગ અલગ પૉસ્ટ, હાયપર લિંક પર ક્લિક કરવાથી  એક સાથે વાંચી શકાય છે / ડાઉનલોડ કરી શકાય છે 
.
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
The ‘Radio Songs’ from Hindi films માં ગીતનો મોટો ભાગ રેડીયો પર વાગતો સાંભળવા મળતો હોય એવાં ગીતોની યાદી રજૂ કરાઇ છે.
Chariots of Verse - જૂની પેઢી આજે પણ ૪૦ના દાયકાના મધ્યથી '૬૦ના દાયકા સુધીના અંતના હિંદી સિનેમાના ધરી સમાન સમયને યાદ કરે છે, જ્યારે સિનેમા અને સંગીત, આજે કલ્પી પણ ન શકાય એવી, આગવી ઊંચાઇએ હતાં. એ સમયનાં ગીતોમાં શબ્દોનું માત્ર અર્થ વૈવિધ્ય જ હતું એમ અન્હીં, પણ કલ્પના વૈવિધ્ય પણ એટલું જ હતું.  ક્યારેક એ સમયના ગીતકારો જૂદા શબ્દપ્રયોગો વડે એ જ ભાવ પણ રજૂ કરી લેતા, જેમકે અન્જાને મિ.ઈન્ડીયા (૧૯૬૧)માં લખ્યું કે તેરી આંખમેં વો કમાલ હૈ ... એવા લગભગ સરખા વિચારોને અલગ અલગ બે અથવા ત્રણ શબ્દપ્રયોગ વડે કહેવાયા છે. ઘણી વાર તો ગીતકાર પણ બે અલગ ગીતોના એક જ હોય તેમ પણ બનતું. પ્રસ્તુત પૉસ્ટમાં આવા અલગ અલગ શબ્દપ્રયોગોમાંથી વ્ય્કત થતા એક જ ભાવનાં ગીતોને યાદ કરાયાં છે,
The Great Horse Beat Songs of Bollywood - ઘોડા અને ઘોડા ગાડીઓ ભલે લુપ્ત થઈ ગયાં પણ ઘોડાની ચાલનો સ્વર આજે પણ હિંદી ફિલ્મોનાં ગીતોમાં ઝીલાઈને સચવાયો છે.
Musically Yours, 1963: Part 3  - પોતાને ૫૫ વર્ષ થયાં એ વર્ષની ફિલ્મોનાં ગીતો પરની ચાર ભાગની શ્રેણીના પહેલા અને બીજા ભાગ બાદ હવે, આ ત્રીજા ભાગમાં મોનિકા કાર શંકર જયકિશન, કલ્યાણજી આણંદજી અને લક્ષ્મીકાંત પ્યારેલાલનાં ગીતોની સદાબહાર અસરની વાત કરે છે.
Ten of my favourite Bharat Vyas songs માં ભરત વ્યાસની જન્મ શાતાબ્દિના વર્ષની યાદમાં તેમણે રચેલાં ગીતોને યાદ કર્યાં છે.
If it’s a Harp, This Could be a Woman - એક એવું વાદ્ય છે જેને સ્ત્રીઓ સાથે બહુ ગાઢ સંબંધ છે. મૂળે તે ખાસ્સું જૂના સમયથી વપરાતું વાદ્ય છે, એટલે તેના ઈતિહાસને ઠીક ઠીક વિગતમાં સમજી શકાય છે.વે વાદ્ય હાર્પ તરીકે જાણીતું છે જેનો મૂળ આકાર પણ્છ ખેંચેલાં બાણને મળતો અવે છે. હવે જોકે તે વિવિધ આકારોમાં બને છે, પણ દરેક આકાર ખુબ રમણીય હોય છે તે ખાસીયત જળાયેલ રહી છે. પ્રસ્તુત પૉસ્ટમાં સ્ત્રી પાત્ર હાર્પ વગાડતું હોય તેવાં ગીતોની યાદી રજૂ કરાઈ છે.
Two of a kind માં જૂદી જૂદી વ્યક્તિઓ પાસેથી ઉદ્‍ભવેલા હમખયાલ જણાતા વિચારોની ચર્ચા અનેક ઉદાહરણો સાથે કરવામાં અવી છે. એક ઉદાહરણ -
એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હૈં લોગ (લતા મંગેશકર, દાગ [૧૯૭૩), સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર સાહિર લુધ્યાનવી)
તો સામે છેડે પાકીસ્તાનમાં ક઼ાતીલ શીફાઈના બોલમાંથી વ્યક્ત થતા લગભગ એવા જ ભાવને સઝા (૧૯૬૯)માં મહેદી હસને પેશ કરેલ હતા. -
એવા મુગ્ધ ભાવનું ગીત છ એજેમાં તમને ખબર પડે કે તમે પ્રેમમાં પળોટાયાં છો તે પહેલાંથી જ પોતાનો પ્રભાવ કરવા લગે છે.
સોંગ્સ ઑફ યોર પર, Best songs of 1947: And the winners are?  ની ચર્ચાનું સમાપન Best songs of 1947: Final Wrap Up 4 દ્વારા કરવામાં આવ્યું જેમાં નૌશાદ અને સી રામચંદ્રને ૧૯૪૭નાં વર્ષ માટે સહવિજેતા જાહેર કરાયા છે.. ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો પર ક્લિક કરવાથી ૧૯૪૭નાં ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ડીસેમ્બર, ૨૦૧૮ના લેખો:
'પ્રેમપૂજારી'ના 'રંગીલા રંગ'માં તરબોળ તારિકાઓ
'રસકવિ'ની નવરસીલી સર્જન પ્રક્રિયા
હરીફરીને આવ્યા ઘેર.. ઘર ઘર રમવા
નાયક કે સહાયક, એકમેવ રફીના કંઠનું એકસમાન માધુર્ય
જૂનીનો ઝીણો થતો ઝંકાર, નવીનો રુમઝુમતો અણસાર
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ડીસેમ્બર, ૨૦૧૮ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ ડીસેમ્બર, ૨૦૧૮માં હિણ્દી ફિલ્મ જગતની પહેલી સંગીતકાર જોડી હુસ્નલા ભગતરામ પરની શ્રેણીને આગળ વધારે છે-
ડીસેમ્બર, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
હિંદી ફિલ્મ જગતના સુવર્ણકાળના પ્રારંભના ૩૫ અવિલાપિત-અલ્પજાણીતાં કલાકારોનાં જીવનપર ફ્લૅશબૅક : इन्हें न भुलाना – હરીશ રઘુવંશી
પવનને લગતાં ફિલ્મીગીતો
બંદિશ એક, રૂપ અનેક – ૫૦ – “મધુબન મેં રાધિકા નાચે રે”
ફિલ્મીગીતો અને શીર્ષક – ૧૪
ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાં : પરિચાયક લેખ

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
વો હમ ન થે વો તુમ ન થે - ચા ચા ચા (૧૯૬૪) - સંગીતકાર  ઈક઼બાલ ક઼ુરૈશી - ગીતકાર નીરજ 

માયા કા આંચલ જલે - કિનારે કિનારે (૧૯૬૪) - ઉષા મંગેશ્કર સાથે - સંગીતકાર જયદેવ - ગીતકાર ન્યાય શર્મા 
બામન હો યા જાટ - કારીગર (૧૯૫૮) - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર ભરત વ્યાસ
પિહુ પિહુ કરત પપીહા - બૈજુ બાવરા (૧૯૫૨)- સંગીતકાર નૌશાદ =ગીતકાર શકીલ બદયુની

આંખો પે ભરોસા મતકર દુનિયા જાદુકા ખેલ હૈ - ડીટેક્ટીવ (૧૯૫૮) સુધા મલ્હોત્રા સાથે - સાંગીતકાર મુકુલ રોય - ગીતકાર શૈલેન્દ્ર 

૨૦૧૮ના વર્ષની આ સંગીતભરી વિઅદાય આપના સૌના જીવનમાં મધુર ધ્વનિસભર આનંદ અને સુખના રવર સાથેનું ૨૦૧૯નું વર્ષ લાવે એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે...

પાદ નોંધ:
૨૦૧૮ના વર્ષ દરમ્યાન હિંદી ફિલ્મ સંગીતના બ્લૉગોત્સવના દર મહિને પ્રકાશિત થયેલ અંક એક સાથે હિંદી ચિત્રપટ સંગીતનાસુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૨૦૧૮ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાશે.

Sunday, December 30, 2018

વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : વ્યંગ્યચિત્રોમાં વર્ષાન્ત સમીક્ષાઓ


દરેક (ગ્રેગેરીયન) વર્ષ પુરૂં થવામાં હોય એટલે એ વર્ષની મહત્ત્વની ઘટનાઓની જૂદા જૂદા દૃષ્ટિકોણથી સમીક્ષા કરવાનું ચલણ છેલ્લાં કેટલાંક વર્ષોથી એક બહુ નિયમિત ઘટના બની રહી છે. ઘણાં સામયિકો અને અખબારોમાં વ્યંગ્યચિત્રોના દૃષ્ટિકોણથી આવી સમીક્ષાઓ વાંચ્યાનું યાદ આવે છે. વેબ ગુર્જરી પરની આપણી 'વ્યંગ્ય ચિત્રોનાં વિશ્વમાં' શ્રેણીના પણ, નાંદી લેખ સહિત, ૧૧ હપ્તા પૂરા થઈ ચૂક્યા છે, અને મહિનો પણ ગ્રેગેરિયન તારીખીયાંનાં વર્ષ ૨૦૧૮નો છેલ્લો મહિનો ડીસેમ્બર છે. આથી આ મહિનાના મણકા માટે 'વર્ષાન્ત ઘટનાઓ' પરનાં વ્યંગ્યચિત્રોને પસંદ કરવાનું સૂઝ્યું.

૨૦૧૮ની સમીક્ષાઓ માટે તો હજુ થોડું વહેલું કહી શકાય , એટલે ૨૦૧૬ કે ૨૦૧૭ની જે સમીક્ષાઓ જોવા મળી તેમાંથી માહિતી લેવી તેમ વિચાર્યું. જેટલાં કંઈ વ્યંગ્ય ચિત્રો જોવા મળ્યાં તેમના મોટા ભાગના વિષયો એ દેશના સંદર્ભમાં એ સમયે આકર્ષીત કરે એવા રાજકારણને લગતા વિષયોનું પ્રમાણ વધારે જણાયું.

વીતેલું વર્ષ વૃદ્ધ તરીકે વિદાય લઈ રહ્યું હોય અને શિશુ જેવા નૂતન વર્ષનું આગમન થઈ રહેલું બતાવાયું હોય એ સૌથી સામાન્ય વિષય જોવા મળે છે.
++++++++
image
વર્ષાન્તે યોજાયેલા ડિનર અગાઉ આભાર માનવાની ઔપચારિક પ્રણાલિકા એવી છે કે વીતેલા વરસની ઘટનાઓ પર એક નજર કરીએ અને જે રીતે તે પસાર થયું એના માટે આભાર વ્યક્ત કરીએ. પણ વર્ષભરની ઘટનાઓ જે રીતે બનતી આવી છે એના પ્રતિભાવમાં એકસૂરમાં 'ના હો, કોઈ આભારબાભાર નથી માનવો'નો ધ્વનિ સામૂહિક રીતે ગુંજી ઊઠે છે એમ બતાવાયું છે. આ કાર્ટૂન કૉલિન સ્ટૉક્સ/Colin Stokes નું છે.
++++++++
image
એક દિશાની શોધખોળમાંથી પૂરતી માહિતી ન મળી એટલે હવે 'વર્ષાન્ત'નો વ્યાપ વધારવાનું વિચાર્યું. સૌથી પહેલી યાદ આવે નાણાકીય વર્ષ પુરૂં થવાની ધમાચકડી અને તાણ. કેરન બીસ્લી/Caron Beesley એ આ કાર્ટૂનમાં બતાવ્યું છે કે દર વર્ષે આવતો વર્ષાન્ત હમેશાં આટલો જ ગુંચવણભર્યો કોયડો રહેતો હોય છે.
++++++++
image


જે વીતી ગયું તેને ક્યાં તો યોગ્ય ઠરાવવા માટે, અથવા તો વીતેલા નિરાશાનાં વાદળમાંથી આશાનું કિરણ બતાડવા માટે, હવે પછી શું શોધીએ તો દૂઝતા ઘા પર મલમ લગાડી શકાય, એ ખેલ હંમેશાં એક ગૂઢ કોયડો જ રહ્યો છે. કાચના ગોળામાં જોઈને પણ એ ભાખીએ શકાય એમ નથી. અહીં એક વ્યવસાયિક આ મૂંઝવણને ઉકેલવાનો પ્રયત્ન કરતા બતાવાયા છે.

++++++++
image

આજના હિસાબનીશનું કામ હવે આવક જાવકના આંક્ડાના હિસાબ રાખવાનું ઓછું અને તેને આંખને જોવું ગમે, કાનને સાંભળવું ગમે અને ખીસાંને પોષાવું ગમે તેમ સજ્જ કરીને રજૂ કરવાનું વધારે ગણાય છે. હિસાબનીશને આથી જ તેના બૉસ ઠપકો આપે છે. માર્ટી બુચેલ્લા/ Marty Bucellaના આ કાર્ટૂનમાં બન્નેના હાવભાવ આબાદ ઝીલાયા છે. માર્ટીનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://www.martybucella.com/ પર માણી શકાશે.
++++++++
આ જ વાતને માર્ક એન્‍ડરસન/Mark Anderson ના કાર્ટૂનમાં જરા જુદી રીતે કહેવાઈ છે. થોડી વધારાની રેખાઓ અને રંગ ઉમેરતાં જ આ તળિયે જઈ બેઠેલી આવકનો આ આલેખ રમણીય પર્વતીય દૃશ્ય જેવો દેખાશે.
image
આંકડાના નિરાશ ભૂખરા રંગે રંગાયેલાં ચિત્રમાં પણ આશાના રંગો પૂરીને બે ઘડી મન બહેલાવી લેવામાં કંઈ ખોટું તો ન કહેવાય !
એન્‍ડરસનનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ www.andertoons.com પર જોઈ શકાશે.
++++++++
image
અવળા (કે સવળા) આંકડાઓની અસર બહુ લાંબા સમય સુધી પોતાનો ઓછાયો પાથરી રહે છે એ વાતને આ વ્યંગ્યચિત્રમાં બહુ ધારદાર સુક્ષ્મતાથી બતાવાઈ છે. અસર પામેલા સજ્જનની હૅટની જેમ તેમનો ચહેરો પણ ચાડી ખાવામાં સાથ પૂરાવે છે. નીચે મુકેલું કેપ્શન વ્યંગ્યચિત્રની પંચલાઈન સમજવામાં મદદ કરે છે. આ કાર્ટૂન વિલીયમ સ્ટીગ/ William Steig નું છે.
++++++++

વર્ષાન્ત 'સેલ' પણ વ્યંગ્યચિત્રો માટે એક અખૂટ વિષય રહ્યો છે. જે. ગ્રિવેલ/ J.Gravelle ની આ ચિત્રપટ્ટીમાં તેમાંનો એક જોઈએ.
image
'સેલ'માં અહીયાં ત્યાં, આમાં અને પેલામાં, આટલામાં અને વળી તેટલામા, આમ તેમ, અહીં આટલા ટકા અને તંઈ તેટલા ટકા બચાવતાં બચાવતાં ખરીદનારનાં ખીસાં ખાલી અને વેચનારનાં ચિક્કાર એવો તાલ દરેક સીઝનના ખેલમાં પડે છે અને તેમ છતાં બધી જ સીઝનના ખેલ એટલા જ જામતા રહે છે...
અહીં આર કે લક્ષ્મણે દોરેલું એક કાર્ટુન યાદ આવે છે જેમાં એક બહેનનાં ઘરનો એક આખો ઓરડો ‘અમુક નંગ સાબુ પર એક સાબુ મફત’ના સેલમાં થયેલી ખરીદીથી સાબુઓનાં ખોખાંથી ખડકાયેલો દેખાય છે !
++++++++
image
'સેલ' રાખવામાં હવે તો સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ પાછળ નથી રહેતી, ફરક માત્ર તેમાં અપાતાં આકર્ષણોના બાહ્ય સ્વરૂપનો જ હોય છે... તત્વત: પરિણામ એ આવે કે એ કાર્યક્ષેત્રનો મૂળભૂત આશય પણ 'સેલ'માં મુકાયેલ એક જણસ બની જાય છે. ઓસ્ટ્રેલિયન કાર્ટૂનિસ્ટ જહોન ડીચબર્ન/John Ditchburn ના આ કાર્ટૂનમાં ક્રોસ ઉંચકેલા ઈસુ ખ્રિસ્તની સમાંતરે નાનો ક્રોસ ઉંચકીને ચાલતી વ્યક્તિ બતાવાઈ છે. જાણીતા ગીત ‘એવરીથિંગ મસ્ટ ગો’ને અહીં સાવ જુદા સંદર્ભે ટાંકવામાં આવ્યું છે. ડીચબર્નનાં અનેકવિધ કાર્ટૂનો https://www.inkcinct.com.au/ પર જોવા મળી શકશે.
++++++++
image
અમુક તમુક ટકા બચાવવાને બદલે પૂરેપૂરા - સોએ સો ટકા - બચાવવાનો રામબાણ ઈલાજ તો આવો જ હોઈ શકે. કેલી કીનકેડ/Kelly Kincaid ના આ કાર્ટૂનમાં સૂચવાયેલો ઉપાય દરેક દેશમાં લાગુ પડી શકે એવો છે.
++++++++
વર્ષનાં અંતમાં નાણાંકીય (શેર)બજારોમાં વર્ષ કેવું ધાર્યું હતું અને કેવું ગયું એ પણ વ્યંગ્ય ચિત્રકારોને ગમતો વિષય છે.
image
(હસવું કે રડવું, પણ) લાગે છે એવું કે ૨૦૧૮માં બજારની ચાલ હેઠળ કચડાયેલા રોકાણકારને શેર બજારનો સુકાઈ ગયેલો આખલો નવું વર્ષ સારૂં જાય તેવી શુભેચ્છા પાઠવે છે. આ કાર્ટૂન બૉબ રીક/Bob Richનું બનાવેલું છે.
++++++++
દરેક અંતમાં શરૂઆત છૂપાઈ હોય છે અને દરેક શરૂઆતનો અંત નિશ્ચિત છે. ફોરેસ્ટ ટેબર/Forest Taber દ્વારા અમેરિકન કલાકાર/Garrison Keillor ના અવસાન નિમિત્તે તેમનું જ આ વાક્ય અંજલિરૂપે મૂકાયું છે, જે વ્યક્તિના અંતની જેમ વર્ષના કે કોઈ પણ ચીજના અંતને લાગુ પડે છે.
image
++++++++
૨૦૧૮નું વર્ષ અપેક્ષાએ ખરૂં ઉતર્યું હોય અને ૨૦૧૯નું વર્ષ નવી અપેક્ષાઓએ હજૂ વધારે ખરૂં ઉતરે, એવી વર્ષાન્ત શુભેચ્છાઓ.

Disclaimer: The cartoons in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.













































Saturday, December 29, 2018

સંગીતકાર સાથે મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત : ૧૯૫૭ અને ૧૯૫૮


૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીનાં ગીતોને આપણે પાંચ પાંચ વર્ષના સમયખંડમાં વહેંચી નાખ્યા છે, અને દરેક વર્ષે, જુલાઇ અને ડીસેમ્બર મહીનાઓમાં,આ વિષયને અનુરૂપ ગીતો સાંભળવાનો ઉપક્ર્મ પ્રયોજ્યો હતો.
અત્યાર સુધી આપણે આ મુજબ જુદા જુદા સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં પહેલાં સૉલો ગીત સાંભળ્યાં છે.:.
§ પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮ :: ડીસેમ્બર, ૨૦૧૬
- ૧૯૪૪થી ૧૯૪૬ - ભાગ ૧, અને
- ૧૯૪૭ અને ૧૯૪૮ - ભાગ ૨.
§ બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪
- ૧૯૪૯ - જુલાઈ, ૨૦૧૭;
- ૧૯૫૦ - ૧૯૫૧ - ૧૦ ડીસેમ્બર, ૨૦૧૭, અને
- ૧૯૫૨ – ૧૯૫૩ - ૧૭ ડીસેમ્બર, ૨૦૧૭

§ ત્રીજો પંચવ્રષીય સમયખંડ : ૧૯૫૪-૧૯૫૮
- ૧૯૫૪ -૧૯૫૫ : ૭ જુલાઈ, ૨૦૧૮
- ૧૯૫૬ : ૯ ડીસેમ્બર, ૨૦૧૮
૧૯૫૪-૧૯૫૮ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં છેલ્લાં બે વર્ષ ૧૯૫૭ અને ૧૯૫૮નાં મોહમ્મદ રફીનાં કોઈ પણ સંગીતકાર સાથેનાં પહેલ વહેલાં સૉલો લેતાં ગીતો આજે યાદ કર્યાં છે.
૧૯૫૭
image

૧૯૫૭માં મોહમ્મદ રફીનાં ૧૮૭ જેટલાં સૉલો ગીતો સાંભળવા મળે છે. અત્યાર સુધી જે સંગીતકારો તેમની પાસેથી ગીત ગવડાવતા થયા હતા તેમાં ૧૯૫૬નાં વર્ષમાં અનિલ બિશ્વાસ, અજીત મર્ચન્ટ, શિવરામ કૃષ્ણ જેવા ૧૯૫૬માં રફી પાસે પહેલ વહેલી વાર સૉલો ગીત ગવડાવ્યુ હતા તેવા સંગીતકારો પણ હવે ઉમેરાતા જોવા મળે છે.
૧૯૫૭માં મોહમ્મદ રફીનાં સીમા જે ચિહ્ન ગીતોને યાદ કરવાં જ ન પડે તેમની અહીં નોંધ લઈએ - ચલ ઊડ જા રે (ભાભી, ચિત્રગુપ્ત), મોહબ્બત ઝિંદા રહેતી હૈ (ચંગેઝ ખાન , હંસ રાજ બહલ), જનમ જનમે કે ફેરે (જનમ જનમ કે ફેરે, એસ એન ત્રિપાઠી), ઝિંદગી ભર ગ઼મ જુદાઈકા તડપાયેગા (મિસ બોમ્બે, હંસ રાજ બહલ), ના મૈં ભગવાન હું (મધર ઈન્ડિયા, નૌશાદ), યે હસરત થી ઈસ દુનિયામેં (નૌશેરવાને અદિલ, સી રામચંદ્ર), આના હૈ તો આ (નયા દૌર, ઓ પી નય્યર) જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ (પ્યાસા, એસ ડી બર્મન), યું તો હમને લાખ હસીં દેખે હૈં (તુમસા નહીં દેખા, ઓ પી નય્યર), વગેરે
૧૯૫૭નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલં સૉલો ગીતોની સંખ્યા પ્રમાણમાં પાંખી કહી શકાય તેવું પહેલી નજરે લાગે છે, પણ જેટલાં ગીતો છે તે ઓછી સંખ્યાને ભુલાવી દેવા માટે પૂરતાં નીવડે છે.

દત્તારામ (વાડકર)નું મોહમ્મદ રફી સાથેનું પહેલ વહેલું સૉલો ગીત બાળ ગીતોના ખાસ પ્રકારમાં સદાબહાર ગીત બની રહ્યું. જો કે પછીથી ક્યાંઇક સંજોગોવશાત અને ક્યાંઇક પોતાની પસંદને કારણે દત્તારામે મુકેશ અને મન્ના ડેના સ્વરોનો પણ ઠીક ઠીક ઉપયોગ કર્યો છે.

ચુન ચુન કરતી આયી ચિડીયા - અબ દિલ્લી દૂર નહીં – ગીતકાર: શૈલેન્દ્ર
આ ગીત એટલી હદે લોકચાહના મેળવતું રહ્યું છે કે તેના વિષે બીજું કંઇ જ કહેવાપણું નથી રહેતું. દત્તારામે તેમની શરૂઆતની ફિલ્મોમાં આવાં બીજાં પણ સદાબહાર ગીતો આપ્યાં, પણ તેમની કારકીર્દીને સફળતાની ઊંચાઈઓ પર પહોંચાડવામાં આ ગીતો કામયાબ ન રહ્યાં.


રામનાથ ના નામે બીજી જે એક માત્ર ફિલ્મ બોલતી જણાય છે તે ૧૯૪૭ની તમિળ આવૃત્તિનું હિંદી સંસ્કરણ 'મીરા' છે.

રાધે શ્યામ દુનિયા દૂર સે સુહાની - આદમી – ગીતકાર: સરતાજ રહમાની
આ ગીત મેં પહેલી વાર જ સાંભળ્યું છે.



જયદેવની પહેલી સ્વતંત્ર ફિલ્મ, જોરૂકા ભાઈમાં મોહમ્મદ રફીનું કોઈ ગીત નથી. જોકે પછીથી જયદેવ-રફીનાં સંયોજન પાસેથી આપણને બેનમૂન ગીતો સાંભળવા મળવાનાં છે.

બુધ્ધમ શરણમ ગચ્છામિ - અંજલિ – ગીતકાર: ન્યાય શર્મા
આ ગીતની લોકસ્વીકૃતિ અનિલ બિશ્વાસે મન્નાડેના સ્વરમાં રચેલ આ જ મુખડા પરનાં 'અંગુલીમાલ (૧૯૬૦)નાં ગીત જેટલી નથી બની. જયદેવની બીજી ઘણી રચનાઓ જેમ પણ આ રચના 'માસ' માટે નહીં પણ 'ક્લાસ' માટે બની રહી..



વિએ ફિલ્મ જગતમાં પદાર્પણ ૧૯૫૫ની ફિલ્મ 'વચન'થી કર્યું. મોહમ્મદ રફી સાથેનાં તેમના સંબંધનઈ નિશાની આ ફિલ્મનાં બે યુગલ ગીતોમાં જોવા મળે છે. જબ લિયા હાથમેં હાથ 'ટાંગા' ગીતોમાં અગ્રીમ સ્થાન ભોગવે છે તો ઓ બાબુ એક પૈસા દે દે તો ભીખારી ગીતોના પ્રકારમાં સીમા ચિહ્ન ગીત બની રહ્યું.

દિલ કિસી કો દોગે કિસી કે આખિર હોગે - એક સાલ – ગીતકાર: પ્રેમ ધવન
અહીં પણ જ્હોની વૉકરની અદાકારીની શૈલીને માપોમાપ બંધ બેસતું ગીત સાંભળવા મળે છે.


કિસ કે લિયે રૂકા હૈ કિસ કે લિયે રૂકેગા, કરના હૈ જો ભી કર લે યે વક઼્ત જા રહા હૈ - એક સાલ – ગીતકાર: પ્રેમ ધવન
બેકગ્રાઉંડમાં ગવાતાં ફિલ્મનાં શીર્ષક ગીતના પ્રકારનો રવિનો પહેલો પ્રયોગ પણ અગ્રીમ સ્થાનની કક્ષાનો બની રહ્યો છે.
મોહમ્મદ રફી સાથે પાંગરી રહેલા રવિના સંબંધોમાં આ બન્ને ગીતોનું મહત્ત્વ સમજવા માટે આ ફિલ્મમાં રવિએ રચેલાં અન્ય પુરુષ સ્વરનાં બે ગીતો - હેમંત કુમારના સ્વરમાં ગવાયેલ યુગલ ગીત ઉલજ ગયે દો નૈના અને તલત મહમૂદના સ્વરમાં ગવાયેલ સબ કુછ લૂટા કે હોશમેં આયે તો ક્યા કિયા-ની નોંધ લેવી જોઈએ -



બસંત પ્રકાશની હિંદી ફિલ્મ સંગીતની કારકીર્દી ૧૯૪૨થી શરૂ થઈ હતી. એટલે મોહમ્મદ રફી સાથે કામ કરવાવાળા વિન્ટેજ એરાના સંગીતકારોની કક્ષામાં તેમનું સ્થાન બને છે. જોકે આ બન્નેનો સૉલો ગીત માટેનો મેળાપ છેક ૧૯૫૭ની ફિલ્મ 'મહારાણી'માં થયો છે.આ ફિલ્મમાં રફીનાં બે સૉલો ગીતો છે - ધરતી માં કે વીર સિપાહી જીને મરને આજ અને ગજર બજ રહા હૈ સહર હો રહી હૈ. મને આ બન્ને ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી.

એસ હરિદર્શન એક એવા અજાણ્યા સંગીતકાર છે જેમનાં રફીનાં પ્રથમ સૉલો ગીત આયા કરકે ભેશ નીરાલા (શાહી બાઝાર)ની પણ ડિજિટલ લિંક નથી મળી શકી.

૧૯૫૭નાં વર્ષનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાણ પ્રથમ સૉલો ગીતોની વાત કરતાં કરતાં એક એવું ગીત યાદ આવી ગયું છે જે તકનીકી રીતે તો આ પૉસ્ટનાં કાર્યક્ષેત્રની બહાર છે, પણ અહીં યાદ કરી લેવાનો લોભ રોકાઈ ન શકે તેવું છે - જવાન હો યા બુઢિયા યા નન્હી સી ગુડિયા - ભાભી (૧૯૫૭) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: રાજેન્દ્ર ક્રુષ્ણ -




૯૫૮
૧૯૫૮નું વર્ષ પણ મોહમ્મદ રફી માટે ખાસ્સું ફળદાયી રહ્યું હતું. આ વર્ષમાં તેમનાં ૧૭૭ સૉલો ગીતો સાંભળવા મળે છે જેમાંથી સીમા ચિહ્ન રૂપ ગીતોની સંક્ષિપ્ત યાદી પણ પ્રભાવશાળી છે - તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા (આખરી દાવ, મદન મોહન); ભલા કરનેવાલે ભલાઈ કિયે જા (ઘર સંસાર, રવિ); હમ બેખુદી મેં તુમ કો પુકારે (કાલા પાની, એસ ડી બર્મન); ટૂટે હુએ ખ્વાબોંને હમકો યે શીખાયા હૈ (મધુમતી, સલીલ ચૌધરી); મન મોરા બાવરા (રાગીણી, ઓ પી નય્યર); આજ ગલીયોં મેં તેરી આયા હૈ દીવાના તેરા (સોહિણી મહિવાલ, નૌશાદ); રાત ભર કા મહેમાં હૈ અંધેરા (સોનેકી ચિડીયા, ઓ પી નય્યર); વગેરે

સંગીતકાર સાથે સૌથી પહેલાં સૉલો ગીતોની સંખ્યા પણ આ વર્ષે ખાસ્સી એવી કહી શકાય તેટલી છે.

મુકુલ રોય (ગીતા રોય [દત્ત]ના ભાઈ)એ હિંદી ફિલ્મ જગતમાં સંગીતકાર તરીકે પદાર્પણ ૧૯૫૬ની ફિલ્મ 'સૈલાબ'થી કર્યું, જે તેમણે ગીતા દત્તની સાથે નિર્માણ પણ કર્યું હતું.

છોડીયે ગુસ્સા હુઝુર ઐસી નારાઝગી ભી ક્યા - ડીટેક્ટીવ – ગીતકાર: શૈલેન્દ્ર
ગીતા દત્ત.કોમનાં પાનાં પર જણાવેલ માહિતી મુજબ આ ગીત ,અને ખાસ તો અંતરાનું સંગીત, જિમ રીવ્સનાં ૧૯૫૩નાં ગીત "Bimbo" પરથી પ્રેરીત છે.



બહુ ઝીણું કાંતીએ તો ખય્યામનું પદાર્પણ તો ૧૯૪૯ની ફિલ્મ 'પર્દા'માં થી ચૂક્યું છે. પણ ત્યારે તેમણે 'વર્માજી'નું તક્ખલુસ વાપર્યું હતું. હવે તેમનાં જે નામથી તેમની કારકીર્દીની આખી સફર કંડારાઈ છે તે નામથી તેઓ આપણી સમક્ષ પેશ થાય છે. આ વર્ષમાં તેમની બે ફિલ્મો છે. 'લાલા રૂખ'નું કૈફી આઝમીએ લખેલું મોહમ્મદ રફીનું સૉલો ગીત 'હૈ કલી કલી કે લબ પ તેરે હુશ્ન કા ફસાના મુખ્ય કલાકાર પર ફિલ્માવાયું નથી તો પણ સીમાચિહ્ન બની રહ્યું છે. એટલે પહેલ વહેલાં સૉલો ગીત માટે આપણે બીજી ફિલ્મ 'ફિર સુબહ હોગી' પર નજર કરીએ.

સબકી હો ખૈર બાબા સબ કા ભલા, દે દે ભૂખે કો રોટી કા ટુકડા - ફિર સુબહ હોગી – ગીતકાર: સાહિર લુધ્યાનવી
ફિલ્મમાં કદાચ સૌથી ઓછું ધ્યાન ખેંચતું ગીત આ હશે. જો કે સાહિર લુધ્યાનવીએ તો તેમને પોતાના ક્રાંતિકારી વિચારોને રજૂ કરવાની મળેલી તક બન્ને હાથોથી ઝડપી લીધી છે. મોહમ્મદ રફી તો હવે આ પ્રકારનાં ગીતોની આગવી અદાયગી માટે નિપુણ થી જ ચૂક્યા છે.
સાહિર અને ખય્યામ બન્નેની પોતાની કળા પરની હથોટીની કમાલ જોવી હોય તો પ્રસ્તુત ગીતથી બિલકુલ ઉલ્ટા મુડનું રફી-મુકેશનું યુગલ ગીત - જિસ પ્યાર મેં યે હાલ હો- યાદ કરી લેવું જોઈએ.



આર સુદર્શનમ તમિળ ફિલ્મોના સંગીતકાર છે અને હિંદી ફિલ્મો સાથે તેમનો સંબંધ માત્ર તમિળમાંથી હિન્દીમાં બનતી ફિલ્મો પૂરતો જ હશે.

જિસ દિલમેં લગન મંઝિલ કી હો - મતવાલા – ગીતકાર: હર ગોવિંદ
ઘોડા ગાડીના જાણીતા પ્રકારનાં ગીતમાં પણ રફી સાહેબે ઊંચા સ્વરમાં ગવાતી સાખીની સાથે ગીતની દ્રુત લયને પણ કમાલનો ન્યાય કર્યો છે.



ઈક઼બાલ ક઼ુરૈશી સંગીતકારોમાં ખાસ્સું જાણીતું નામ છે, જેમને તેમનાં કળાકૌશલ મુજબની સફળતા ન વરી. અહીં તેઓ ફિલ્મ જગતમાં પદાર્પણ કરે છે.

મિલકે બૈઠો જોડો બન્ધન - પંચાયત – ગીતકાર: શકીલ નોમાની
ફિલ્મની વાર્તાને રજૂ કરવામાં બેકગ્રાઉન્ડ ગીતોનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.પ્રસ્તુત ગીતમાં પણ ફિલ્મની કથાનું હાર્દ વણી લેવાયું છે.



આદીનારાયણ રાવ પણ તેલુગુ-તમિળ ફિલ્મોમાં બહુ ખ્યાત સંગીતકાર તરીકે સ્થાન પામતા રહ્યા છે. અહીં જે ફિલ્મ - સુવર્ણ સુંદરી-નાં ગીતો રજૂ કર્યાં છે તે ફિલ્મના નિર્માતા પણ તેઓ જ છે.

રામ નામ જપના પરાયા માલ અપના - સુવર્ણ સુંદરી - ગીતકાર: ભરત વ્યાસ
ફિલ્મનાં હિંદી સંસ્કર્ણ માટે કરીને આ 'ફોર્મ્યુલા' ગીત ખાસ તૈયાર થયું હશે એવું લાગે છે.


મા મા કરતા ફિરે લાડલા - સુવર્ણ સુંદરી – ગીતકાર: ભરત વ્યાસ
જ્યારે પાત્રો સંવાદ વડે ફિલ્મની વાર્તા આગળ ન વધારી શકે ત્યારે બેક ગ્રાઉન્ડ ગીત કેવું ઉપયોગી નીવડી શકે છે તેનો સચોટ દાખલો પ્રસ્તુત ગીતમાં જોવા મળે છે.



ધની રામ, કેટલીક દસ્તાવેજી નોંધ અનુસાર વિનોદ અને ઓ પી નય્યર જેવા સંગીતકારોના ગુરૂ રહ્યા છે.

બોટલ મેં બંદ જવાની પીતે પીતે દિલ જાની - તક઼દીર – ગીતકાર: વર્મા મલિક
શરાબી ગીત પણ હિંદી ફિલ્મનાં ગીતોનો એક આગવો પ્રકાર રહ્યો છે. પ્રસ્તુત ગીતમાં તેમાં દુત લયનો પ્રયોગ, બહુ અસરકારકપણે કરવામાં આવ્યો છે.


ઈસ તક઼દીર કે આગે કોઈ ભી તબદીર ચલતી હૈ, અગર ચલતી હૈ દુનિયામેં બસ તક઼દીર ચલતી હૈ, ઈસ તક઼દીર કે આગે ઝૂક ગયે.. - તક઼દીર – ગીતકાર: વર્મા મલિક
આ પણ બેકગ્રાઉન્ડ ગીત જણાય છે. જે ફિલ્મનાં ટાઈટલ્સમાં મૂકાયું હોય છે.



મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે સૌથી પહેલં ગીત સાથે એ વર્ષમાં સાંભળવા મળેલું અનોખું, પણ વિસરાતુંહોય, તેવું ગીત મૂકવાનો લોભ, મદન મોહનની આ રચના સાંભળતાં વેંત હવે તો સ્વીકૃત પરંપરા બનવા લાગી છે !

બડા હી સીઆઈડી હૈ યે નીલી છતરીવાલા - ચંદન (૧૯૫૮) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ


મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલાં સૉલો ગીતબા ત્રીજા પંચવ્ર્ષીય ખંડનો ત્રીજો ભાગ આટલો ફળદાયી અને રસપ્રદ બનશે તેવી કલ્પના આ વર્ષોનાં તેમનાં સીમાચિહ્ન બની ચૂકેલાં ગીતો સાંભળ્યા પછી ન આવે. પણ જેટલાં વર્ષમાં સીમા ચિહ્ન ગીતો આવવા લાગ્યાં છે તેટલાં જ તેમનાં કેટલાક સંગીતકારો સાથે પહેલ વહેલાં સૉલો ગીતો પણ સાંભળવા મળે છે તે, હજૂ સુધી તો, હકીકત બનીને સામે છે.

૧૯૫૯થી ૧૯૬૩ન ચોથા પંચવર્ષીય સમયખંડનો હવે બહુ ઉત્સુકતાથી ઈંતઝાર છે.....


મોહમમ્દ રફીનાં સંગીતકાર સાથેનાં સૌ પહેલાં સૉલૉ ગીતોના ત્રીજા સમયખંડની ત્રણ અલગ અલગ પૉસ્ટ, હાયપર લિંક પર ક્લિક કરવાથી  એક સાથે વાંચી શકાય છે / ડાઉનલોડ કરી શકાય છે.