અત્યાર સુધી આપણે આ મુજબ જુદા જુદા સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં પહેલાં સૉલો ગીત સાંભળ્યાં છે.:.
§ પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮ :: ડીસેમ્બર, ૨૦૧૬
- ૧૯૪૪થી ૧૯૪૬ - ભાગ ૧, અને§ બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪
- ૧૯૪૭ અને ૧૯૪૮ - ભાગ ૨.
- ૧૯૪૯ - જુલાઈ, ૨૦૧૭;§ ત્રીજો પંચવ્રષીય સમયખંડ : ૧૯૫૪-૧૯૫૮
- ૧૯૫૦ - ૧૯૫૧ - ૧૦ ડીસેમ્બર, ૨૦૧૭, અને
- ૧૯૫૨ – ૧૯૫૩ - ૧૭ ડીસેમ્બર, ૨૦૧૭
- ૧૯૫૪ -૧૯૫૫ : ૭ જુલાઈ, ૨૦૧૮૧૯૫૪-૧૯૫૮ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં છેલ્લાં બે વર્ષ ૧૯૫૭ અને ૧૯૫૮નાં મોહમ્મદ રફીનાં કોઈ પણ સંગીતકાર સાથેનાં પહેલ વહેલાં સૉલો લેતાં ગીતો આજે યાદ કર્યાં છે.
- ૧૯૫૬ : ૯ ડીસેમ્બર, ૨૦૧૮
૧૯૫૭
૧૯૫૭માં મોહમ્મદ રફીનાં ૧૮૭ જેટલાં સૉલો ગીતો સાંભળવા મળે છે. અત્યાર સુધી જે સંગીતકારો તેમની પાસેથી ગીત ગવડાવતા થયા હતા તેમાં ૧૯૫૬નાં વર્ષમાં અનિલ બિશ્વાસ, અજીત મર્ચન્ટ, શિવરામ કૃષ્ણ જેવા ૧૯૫૬માં રફી પાસે પહેલ વહેલી વાર સૉલો ગીત ગવડાવ્યુ હતા તેવા સંગીતકારો પણ હવે ઉમેરાતા જોવા મળે છે.
૧૯૫૭માં મોહમ્મદ રફીનાં સીમા જે ચિહ્ન ગીતોને યાદ કરવાં જ ન પડે તેમની અહીં નોંધ લઈએ - ચલ ઊડ જા રે (ભાભી, ચિત્રગુપ્ત), મોહબ્બત ઝિંદા રહેતી હૈ (ચંગેઝ ખાન , હંસ રાજ બહલ), જનમ જનમે કે ફેરે (જનમ જનમ કે ફેરે, એસ એન ત્રિપાઠી), ઝિંદગી ભર ગ઼મ જુદાઈકા તડપાયેગા (મિસ બોમ્બે, હંસ રાજ બહલ), ના મૈં ભગવાન હું (મધર ઈન્ડિયા, નૌશાદ), યે હસરત થી ઈસ દુનિયામેં (નૌશેરવાને અદિલ, સી રામચંદ્ર), આના હૈ તો આ (નયા દૌર, ઓ પી નય્યર) જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ (પ્યાસા, એસ ડી બર્મન), યું તો હમને લાખ હસીં દેખે હૈં (તુમસા નહીં દેખા, ઓ પી નય્યર), વગેરે
૧૯૫૭નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલં સૉલો ગીતોની સંખ્યા પ્રમાણમાં પાંખી કહી શકાય તેવું પહેલી નજરે લાગે છે, પણ જેટલાં ગીતો છે તે ઓછી સંખ્યાને ભુલાવી દેવા માટે પૂરતાં નીવડે છે.
દત્તારામ (વાડકર)નું મોહમ્મદ રફી સાથેનું પહેલ વહેલું સૉલો ગીત બાળ ગીતોના ખાસ પ્રકારમાં સદાબહાર ગીત બની રહ્યું. જો કે પછીથી ક્યાંઇક સંજોગોવશાત અને ક્યાંઇક પોતાની પસંદને કારણે દત્તારામે મુકેશ અને મન્ના ડેના સ્વરોનો પણ ઠીક ઠીક ઉપયોગ કર્યો છે.
ચુન ચુન કરતી આયી ચિડીયા - અબ દિલ્લી દૂર નહીં – ગીતકાર: શૈલેન્દ્ર
આ ગીત એટલી હદે લોકચાહના મેળવતું રહ્યું છે કે તેના વિષે બીજું કંઇ જ કહેવાપણું નથી રહેતું. દત્તારામે તેમની શરૂઆતની ફિલ્મોમાં આવાં બીજાં પણ સદાબહાર ગીતો આપ્યાં, પણ તેમની કારકીર્દીને સફળતાની ઊંચાઈઓ પર પહોંચાડવામાં આ ગીતો કામયાબ ન રહ્યાં.
રામનાથ ના નામે બીજી જે એક માત્ર ફિલ્મ બોલતી જણાય છે તે ૧૯૪૭ની તમિળ આવૃત્તિનું હિંદી સંસ્કરણ 'મીરા' છે.
રાધે શ્યામ દુનિયા દૂર સે સુહાની - આદમી – ગીતકાર: સરતાજ રહમાની
આ ગીત મેં પહેલી વાર જ સાંભળ્યું છે.
જયદેવની પહેલી સ્વતંત્ર ફિલ્મ, જોરૂકા ભાઈમાં મોહમ્મદ રફીનું કોઈ ગીત નથી. જોકે પછીથી જયદેવ-રફીનાં સંયોજન પાસેથી આપણને બેનમૂન ગીતો સાંભળવા મળવાનાં છે.
બુધ્ધમ શરણમ ગચ્છામિ - અંજલિ – ગીતકાર: ન્યાય શર્મા
આ ગીતની લોકસ્વીકૃતિ અનિલ બિશ્વાસે મન્નાડેના સ્વરમાં રચેલ આ જ મુખડા પરનાં 'અંગુલીમાલ (૧૯૬૦)નાં ગીત જેટલી નથી બની. જયદેવની બીજી ઘણી રચનાઓ જેમ પણ આ રચના 'માસ' માટે નહીં પણ 'ક્લાસ' માટે બની રહી..
રવિએ ફિલ્મ જગતમાં પદાર્પણ ૧૯૫૫ની ફિલ્મ 'વચન'થી કર્યું. મોહમ્મદ રફી સાથેનાં તેમના સંબંધનઈ નિશાની આ ફિલ્મનાં બે યુગલ ગીતોમાં જોવા મળે છે. જબ લિયા હાથમેં હાથ 'ટાંગા' ગીતોમાં અગ્રીમ સ્થાન ભોગવે છે તો ઓ બાબુ એક પૈસા દે દે તો ભીખારી ગીતોના પ્રકારમાં સીમા ચિહ્ન ગીત બની રહ્યું.
દિલ કિસી કો દોગે કિસી કે આખિર હોગે - એક સાલ – ગીતકાર: પ્રેમ ધવન
અહીં પણ જ્હોની વૉકરની અદાકારીની શૈલીને માપોમાપ બંધ બેસતું ગીત સાંભળવા મળે છે.
કિસ કે લિયે રૂકા હૈ કિસ કે લિયે રૂકેગા, કરના હૈ જો ભી કર લે યે વક઼્ત જા રહા હૈ - એક સાલ – ગીતકાર: પ્રેમ ધવન
બેકગ્રાઉંડમાં ગવાતાં ફિલ્મનાં શીર્ષક ગીતના પ્રકારનો રવિનો પહેલો પ્રયોગ પણ અગ્રીમ સ્થાનની કક્ષાનો બની રહ્યો છે.
મોહમ્મદ રફી સાથે પાંગરી રહેલા રવિના સંબંધોમાં આ બન્ને ગીતોનું મહત્ત્વ સમજવા માટે આ ફિલ્મમાં રવિએ રચેલાં અન્ય પુરુષ સ્વરનાં બે ગીતો - હેમંત કુમારના સ્વરમાં ગવાયેલ યુગલ ગીત ઉલજ ગયે દો નૈના અને તલત મહમૂદના સ્વરમાં ગવાયેલ સબ કુછ લૂટા કે હોશમેં આયે તો ક્યા કિયા-ની નોંધ લેવી જોઈએ -
બસંત પ્રકાશની હિંદી ફિલ્મ સંગીતની કારકીર્દી ૧૯૪૨થી શરૂ થઈ હતી. એટલે મોહમ્મદ રફી સાથે કામ કરવાવાળા વિન્ટેજ એરાના સંગીતકારોની કક્ષામાં તેમનું સ્થાન બને છે. જોકે આ બન્નેનો સૉલો ગીત માટેનો મેળાપ છેક ૧૯૫૭ની ફિલ્મ 'મહારાણી'માં થયો છે.આ ફિલ્મમાં રફીનાં બે સૉલો ગીતો છે - ધરતી માં કે વીર સિપાહી જીને મરને આજ અને ગજર બજ રહા હૈ સહર હો રહી હૈ. મને આ બન્ને ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી.
એસ હરિદર્શન એક એવા અજાણ્યા સંગીતકાર છે જેમનાં રફીનાં પ્રથમ સૉલો ગીત આયા કરકે ભેશ નીરાલા (શાહી બાઝાર)ની પણ ડિજિટલ લિંક નથી મળી શકી.
૧૯૫૭નાં વર્ષનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાણ પ્રથમ સૉલો ગીતોની વાત કરતાં કરતાં એક એવું ગીત યાદ આવી ગયું છે જે તકનીકી રીતે તો આ પૉસ્ટનાં કાર્યક્ષેત્રની બહાર છે, પણ અહીં યાદ કરી લેવાનો લોભ રોકાઈ ન શકે તેવું છે - જવાન હો યા બુઢિયા યા નન્હી સી ગુડિયા - ભાભી (૧૯૫૭) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: રાજેન્દ્ર ક્રુષ્ણ -
૧૯૫૮
૧૯૫૮નું વર્ષ પણ મોહમ્મદ રફી માટે ખાસ્સું ફળદાયી રહ્યું હતું. આ વર્ષમાં તેમનાં ૧૭૭ સૉલો ગીતો સાંભળવા મળે છે જેમાંથી સીમા ચિહ્ન રૂપ ગીતોની સંક્ષિપ્ત યાદી પણ પ્રભાવશાળી છે - તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા (આખરી દાવ, મદન મોહન); ભલા કરનેવાલે ભલાઈ કિયે જા (ઘર સંસાર, રવિ); હમ બેખુદી મેં તુમ કો પુકારે (કાલા પાની, એસ ડી બર્મન); ટૂટે હુએ ખ્વાબોંને હમકો યે શીખાયા હૈ (મધુમતી, સલીલ ચૌધરી); મન મોરા બાવરા (રાગીણી, ઓ પી નય્યર); આજ ગલીયોં મેં તેરી આયા હૈ દીવાના તેરા (સોહિણી મહિવાલ, નૌશાદ); રાત ભર કા મહેમાં હૈ અંધેરા (સોનેકી ચિડીયા, ઓ પી નય્યર); વગેરે સંગીતકાર સાથે સૌથી પહેલાં સૉલો ગીતોની સંખ્યા પણ આ વર્ષે ખાસ્સી એવી કહી શકાય તેટલી છે.
મુકુલ રોય (ગીતા રોય [દત્ત]ના ભાઈ)એ હિંદી ફિલ્મ જગતમાં સંગીતકાર તરીકે પદાર્પણ ૧૯૫૬ની ફિલ્મ 'સૈલાબ'થી કર્યું, જે તેમણે ગીતા દત્તની સાથે નિર્માણ પણ કર્યું હતું.
છોડીયે ગુસ્સા હુઝુર ઐસી નારાઝગી ભી ક્યા - ડીટેક્ટીવ – ગીતકાર: શૈલેન્દ્ર
ગીતા દત્ત.કોમનાં પાનાં પર જણાવેલ માહિતી મુજબ આ ગીત ,અને ખાસ તો અંતરાનું સંગીત, જિમ રીવ્સનાં ૧૯૫૩નાં ગીત "Bimbo" પરથી પ્રેરીત છે.
બહુ ઝીણું કાંતીએ તો ખય્યામનું પદાર્પણ તો ૧૯૪૯ની ફિલ્મ 'પર્દા'માં થી ચૂક્યું છે. પણ ત્યારે તેમણે 'વર્માજી'નું તક્ખલુસ વાપર્યું હતું. હવે તેમનાં જે નામથી તેમની કારકીર્દીની આખી સફર કંડારાઈ છે તે નામથી તેઓ આપણી સમક્ષ પેશ થાય છે. આ વર્ષમાં તેમની બે ફિલ્મો છે. 'લાલા રૂખ'નું કૈફી આઝમીએ લખેલું મોહમ્મદ રફીનું સૉલો ગીત 'હૈ કલી કલી કે લબ પ તેરે હુશ્ન કા ફસાના મુખ્ય કલાકાર પર ફિલ્માવાયું નથી તો પણ સીમાચિહ્ન બની રહ્યું છે. એટલે પહેલ વહેલાં સૉલો ગીત માટે આપણે બીજી ફિલ્મ 'ફિર સુબહ હોગી' પર નજર કરીએ.
સબકી હો ખૈર બાબા સબ કા ભલા, દે દે ભૂખે કો રોટી કા ટુકડા - ફિર સુબહ હોગી – ગીતકાર: સાહિર લુધ્યાનવી
ફિલ્મમાં કદાચ સૌથી ઓછું ધ્યાન ખેંચતું ગીત આ હશે. જો કે સાહિર લુધ્યાનવીએ તો તેમને પોતાના ક્રાંતિકારી વિચારોને રજૂ કરવાની મળેલી તક બન્ને હાથોથી ઝડપી લીધી છે. મોહમ્મદ રફી તો હવે આ પ્રકારનાં ગીતોની આગવી અદાયગી માટે નિપુણ થી જ ચૂક્યા છે.
સાહિર અને ખય્યામ બન્નેની પોતાની કળા પરની હથોટીની કમાલ જોવી હોય તો પ્રસ્તુત ગીતથી બિલકુલ ઉલ્ટા મુડનું રફી-મુકેશનું યુગલ ગીત - જિસ પ્યાર મેં યે હાલ હો- યાદ કરી લેવું જોઈએ.
આર સુદર્શનમ તમિળ ફિલ્મોના સંગીતકાર છે અને હિંદી ફિલ્મો સાથે તેમનો સંબંધ માત્ર તમિળમાંથી હિન્દીમાં બનતી ફિલ્મો પૂરતો જ હશે.
જિસ દિલમેં લગન મંઝિલ કી હો - મતવાલા – ગીતકાર: હર ગોવિંદ
ઘોડા ગાડીના જાણીતા પ્રકારનાં ગીતમાં પણ રફી સાહેબે ઊંચા સ્વરમાં ગવાતી સાખીની સાથે ગીતની દ્રુત લયને પણ કમાલનો ન્યાય કર્યો છે.
ઈક઼બાલ ક઼ુરૈશી સંગીતકારોમાં ખાસ્સું જાણીતું નામ છે, જેમને તેમનાં કળાકૌશલ મુજબની સફળતા ન વરી. અહીં તેઓ ફિલ્મ જગતમાં પદાર્પણ કરે છે.
મિલકે બૈઠો જોડો બન્ધન - પંચાયત – ગીતકાર: શકીલ નોમાની
ફિલ્મની વાર્તાને રજૂ કરવામાં બેકગ્રાઉન્ડ ગીતોનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.પ્રસ્તુત ગીતમાં પણ ફિલ્મની કથાનું હાર્દ વણી લેવાયું છે.
આદીનારાયણ રાવ પણ તેલુગુ-તમિળ ફિલ્મોમાં બહુ ખ્યાત સંગીતકાર તરીકે સ્થાન પામતા રહ્યા છે. અહીં જે ફિલ્મ - સુવર્ણ સુંદરી-નાં ગીતો રજૂ કર્યાં છે તે ફિલ્મના નિર્માતા પણ તેઓ જ છે.
રામ નામ જપના પરાયા માલ અપના - સુવર્ણ સુંદરી - ગીતકાર: ભરત વ્યાસ
ફિલ્મનાં હિંદી સંસ્કર્ણ માટે કરીને આ 'ફોર્મ્યુલા' ગીત ખાસ તૈયાર થયું હશે એવું લાગે છે.
મા મા કરતા ફિરે લાડલા - સુવર્ણ સુંદરી – ગીતકાર: ભરત વ્યાસ
જ્યારે પાત્રો સંવાદ વડે ફિલ્મની વાર્તા આગળ ન વધારી શકે ત્યારે બેક ગ્રાઉન્ડ ગીત કેવું ઉપયોગી નીવડી શકે છે તેનો સચોટ દાખલો પ્રસ્તુત ગીતમાં જોવા મળે છે.
ધની રામ, કેટલીક દસ્તાવેજી નોંધ અનુસાર વિનોદ અને ઓ પી નય્યર જેવા સંગીતકારોના ગુરૂ રહ્યા છે.
બોટલ મેં બંદ જવાની પીતે પીતે દિલ જાની - તક઼દીર – ગીતકાર: વર્મા મલિક
શરાબી ગીત પણ હિંદી ફિલ્મનાં ગીતોનો એક આગવો પ્રકાર રહ્યો છે. પ્રસ્તુત ગીતમાં તેમાં દુત લયનો પ્રયોગ, બહુ અસરકારકપણે કરવામાં આવ્યો છે.
ઈસ તક઼દીર કે આગે કોઈ ભી તબદીર ચલતી હૈ, અગર ચલતી હૈ દુનિયામેં બસ તક઼દીર ચલતી હૈ, ઈસ તક઼દીર કે આગે ઝૂક ગયે.. - તક઼દીર – ગીતકાર: વર્મા મલિક
આ પણ બેકગ્રાઉન્ડ ગીત જણાય છે. જે ફિલ્મનાં ટાઈટલ્સમાં મૂકાયું હોય છે.
મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે સૌથી પહેલં ગીત સાથે એ વર્ષમાં સાંભળવા મળેલું અનોખું, પણ વિસરાતુંહોય, તેવું ગીત મૂકવાનો લોભ, મદન મોહનની આ રચના સાંભળતાં વેંત હવે તો સ્વીકૃત પરંપરા બનવા લાગી છે !
બડા હી સીઆઈડી હૈ યે નીલી છતરીવાલા - ચંદન (૧૯૫૮) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલાં સૉલો ગીતબા ત્રીજા પંચવ્ર્ષીય ખંડનો ત્રીજો ભાગ આટલો ફળદાયી અને રસપ્રદ બનશે તેવી કલ્પના આ વર્ષોનાં તેમનાં સીમાચિહ્ન બની ચૂકેલાં ગીતો સાંભળ્યા પછી ન આવે. પણ જેટલાં વર્ષમાં સીમા ચિહ્ન ગીતો આવવા લાગ્યાં છે તેટલાં જ તેમનાં કેટલાક સંગીતકારો સાથે પહેલ વહેલાં સૉલો ગીતો પણ સાંભળવા મળે છે તે, હજૂ સુધી તો, હકીકત બનીને સામે છે.
૧૯૫૯થી ૧૯૬૩ન ચોથા પંચવર્ષીય સમયખંડનો હવે બહુ ઉત્સુકતાથી ઈંતઝાર છે.....
મોહમમ્દ રફીનાં સંગીતકાર સાથેનાં સૌ પહેલાં સૉલૉ ગીતોના ત્રીજા સમયખંડની ત્રણ અલગ અલગ પૉસ્ટ, હાયપર લિંક પર ક્લિક કરવાથી એક સાથે વાંચી શકાય છે / ડાઉનલોડ કરી શકાય છે.
No comments:
Post a Comment