ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને
બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ડીસેમ્બર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન
વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવની આપણી આ શ્રેણીનાં છઠાં વર્ષનો અંતિમ મણકો
છે.
છેલ્લા બે અંકથી આપણે ISO
9004: 2018ના મૂળભૂત આશય - સંસ્થાની સંપોષિત સફળતા-ને સિધ્ધ કરવા માટે, સંસ્થાની
ગુણવત્તા અને સંસ્થાની ઓળખ એવા, બે મહત્ત્વના
દૃષ્ટિકોણની ચર્ચા કરી રહ્યાં હતાં. આજના અંકમાં આપણે એ મૂળભૂત આશય - સંસ્થાની
સંપોષિત સફળતા - વિષે વાત કરીશું.
સંપોષિત સફળતા વિષે ISO 9004: 2018નું કહેવું છે
કે સંસ્થાની લાંબા ગાળાની સફળતાને અસર કરતાં
પરિબળો, વર્ષોવર્ષ, ઉભરતાં, વિકસતાં ઘટતાં
કે વધતાં રહ્યાં છે.સંસ્થાએ પોતાની સફળતાને લાંબે ગાળે ટકાવી રાખવા માટે આ પરિબળો
સાથે અસરકારક અનુકુલન બનાવ્યે રાખવું મહત્ત્વનું બની રહે છે. પારંપારિક રીતે આ માટે
વિચારાધીન રહેતાં કાર્યદક્ષતા, ગુણવત્તા કે
ચપળતા જેવાં પરિમાણો સાથે હવે કોર્પોરેટ સામાજિક જવાબદારી,પર્યાવરણીય અને
સાંસ્કૃતિક જેવી બાબતો પણ મહત્ત્વની ભુમિકા ભજવી રહેલ છે. આ બધાંને સામુહિક રીતે
આપણે હવે સંસ્થાના સંદર્ભ તરીકે પણ ઓળખીએ છીએ,
સંપોષિત સફળતાની
સાથે કાર્યદક્ષતા, ગુણવત્તા અને
ચપળતા શી રીતે સંકળાય છે તે સમજવા માટે ત્રણ જૂદા જૂદા લેખો પસંદ કર્યા છે.
કાર્યદક્ષતા અને
સંપોષિત સફળતા
Building
Efficient Organizations - કાર્યદક્ષતાની માનસિકતા લાંબા ગાળના
ફાયદાની ચાવી છે - પીટર ગ્વારૈઆ, વેરોનિક઼
પૌવૅલ્સ અને સુદર્શન સંપતકુમાર - સંસ્થાના ડીએનએમાં કાર્યદક્ષતાને વણી લેવા માટે
કોઈ ચોક્કસ નકશો તો નથી. અમારા અનુભવ મુજબ, જોકે, બધી સફળ
કંપનીઓમાં એક સમાવેશી અભિગમ જરૂર જોવા મળે છે : એ લોકો એટલું સુનિશ્ચિત કરે છે કે
કાર્યદક્ષતા અંગેના તેમના પ્રયાસો વ્યૂહરચના, માપણી કોષ્ટકો, પ્રતિબધ્ધતા, વર્તણૂક અને
સંસ્કૃતિ જેવાં મહત્વનાં ક્ષેત્રો પર છવાઈ
જાય. આ બાબતે, મક્કમતા અને લાંબા ગાળાનાં રોકાણો
સફળતાની તકો ઉઘાડી નાખી શકે છે.
કૅપજેમિનાઈ અને ગઈડવાયરે એક બહુ
રસપ્રદ સંશોધન વ્હાઈટ પેપર તૈયાર કર્યું છે.
Capturing
Operational Efficiency and Sustainable Value through Claims માં તેઓ વીમા
કંપનીઓ દ્વારા ચુકવાતા દાવાઓનાં રૂપાંતરણનો વ્યાપારીક પ્રસ્તાવની દૃષ્ટિએ અભ્યાસ
કર્યો છે, જેમાં તેમણે
ફાયદા નિપજવાતાં એવાં મહત્વનાં પરિબળો પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું છે જેના દ્વારા
વીમા કંપનીઓ બહુ મોટા પાયે કામગીરી બાબતની કાર્યદક્ષતા સિધ્ધ કરવાની સાથે સંપોષિત
મૂલ્ય પણ મેળવતાં રહી શકે.
ગુણવત્તા અને
સંપોષિત સફળતા
ISO 9004: 2018 ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તાથી આગળ વધીને
-
સંસ્થાની ગુણવત્તા' પર વિશેષ ભાર;
- સંસ્થાની ઓળખ' પર ખાસ ધ્યાન
દ્વારા બદલતા
રહેતા સંસ્થાના સંદર્ભ તેમજ હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓનાં પરિપ્રેક્ષ્યમાં
હંમેશાં પ્રસ્તુત બની રહેવામાં સંપોષિત
સફળતામાટેની તક જૂએ છે.
કાર્યદક્ષતા, અસરકારકતા, સંપોષિત સફળતા અને ગુણવત્તાનાં સંચાલન વચ્ચેનો તત્કાલીન અને અંતિમ પરિણામો સાથેનો સંબંધ |
ઉપરની આકૃતિમાં
કંપનીના પદાનુક્રમને પરિણામોના સંદર્ભમાં દર્શાવેલ છે. કંપની દ્વારા વપરાતાં
સંસાધનો, પ્રક્રિયાઓ, તેમાંથી નિપજતાં, ઉત્પાદનો કે સેવાઓનાં સ્વરૂપનાં, તત્કાલીન પરિણામો અને કંપનીના
લાંબા ગાળાની વ્યૂહરચના સ્વરૂપનાં અંતિમ પરિણામોને પદાનુક્રમમાં ગોઠવેલ છે.
તત્કાલીન પરિણામો પરિમાણ અને દિશા સૂચક આંકડાઓમાં રજૂ કરાવાં જોઈએ.
ચપળતા અને સંપોષિત સફળતા
મૅકકીન્સીના સંસ્થાકીય આલેખનના અગ્રણીઓ વાઉટર અઘિના અને આરોન ડી સ્મેટ ચપળતા શું છે,
અને સતત પરિવર્તન થતાં વાતાવરણના પડકારો સામે સંસ્થા કેમ
સમજાવે છે કે સફળતા સિધ્ધ કરતી રહી શકે, તે
તેમના લેખ The
keys to organization agility.માં સમજાવે છે. જ્યારે તમે સતત પરિવર્તનની
સામે ખીલતાં રહો તેમ જ વધારે સશક્ત બનો અને તે તમારી સ્પર્ધાત્મક સરસાઈ માટેનો
સ્રોત બની રહે ત્યારે તમે ચપળતામાં નિપુણ છો એમ કહી શકાય. (એક સાથે ચપળ અને સ્થિર
થવાનાં મહત્ત્વ વિષે, જૂઓ “Agility:
It rhymes with stability.”)
આ સિવાય સંપોષિત સફળતાનું
ઘડતર કેમ કરવું એ વિષેની ચર્ચા કરતા બીજા બે લેખ રસપ્રદ છે અને વિષયને
સમજવામાં મદદરૂપ પણ બની રહી શકે છે –
- તેમના લેખ, The Secret to Sustained Success માં બૈન એન્ડ કંપનીના ગ્લોબલ સ્ટ્રેટેજી પ્રેક્ટીસના સહ-વડા ક્રિસ ઝૂકનો સંદર્ભ લઈને જણાવે છે કે શ્રેષ્ઠ સંસ્થાઓ, જે નજરે પડ્યાં તે વિક્લ્પોને ખરીદી લેવા કે એવી તકોની પાછળ પડવાને બદલે તેમનાં મૂળભૂત સબળ પાસાંઓને પારખીને તેનો મહત્તમ લાભ લેવાનું કરે છે. (લેખિકાનો પહેલાંનો લેખ “Why You Should Kill Your Ideas.” પણ જૂઓ.)
- ઉદ્દીપક બનીને 'કામ કરવા માટે શ્રેષ્ઠ જગ્યા'માં સંસ્થાને ફેરવી નાખી શકે છે. એ માટે પાંચ મુખ્ય બાબતો લેખમાં ભારપૂર્વક કહેવાયેલ છે :
- કંપનીના
સ્તરે મૂળભૂત મૂલ્યો પ્રસ્થાપિત કરો જે યોગ્ય કામ
યોગ્ય રીતે કરનાર વીરલાંઓને પ્રકાશમાં લાવે અને લોકોની ખાસ દરકાર રાખે.
- સંચાલન
મંડળનાં મૂલ્યો તેમનાં વાણી, વર્તન
અને પગલાંઓ જોડે સંસ્થાનાં અન્ય લોકોને અનુભવ કરાવો
- સંસ્થાનાં મૂલ્યો
સાથે બંધબેસતાં લોકોને જ કામ પર લો - એ માટે સમય,
નાણાં, શક્તિ
જેવાં સંસાધનોનો લોકોની પસંદગી કરવામાં અને તેનાં વ્યક્તિગત મૂલ્યો સંસ્થાનાં
મૂલ્યો સાથે સુસંગત છે તે નક્કી કરવામાં રોકાણ કરો.
- પોતાનાં
કામ માટે લોકોના માલીકીભાવને વધારે ને વધારે ખીલવા દો
- આ માલીકીભાવ લોકોમાં તેમનાં અગ્રણીઓની કથની અને કરણીની એકસૂત્રતામાંથી વિકસે છે
અને કંપનીની ભવિષ્યની યોજનાઓનાં ઘડતરમાં સહભાગી થવાથી,
કંપનીના ગ્રાહકોને ઓળખવાથી વધારે પ્રગાઢ બને છે.
- લોકોના
જુસ્સા અને સંતોષની કદર કરો અને તેની પાછળનાં
કારણો જાણવા પ્રયાસ કરતાં રહો.
§ How to Create Sustained Success iએ જિમ કોલ્લીન્સનાં પહેલાં પુસ્તક 'Built to
Last'નો ત્વરિત સારાંશ છે.
જે વિચારને અમલ કરવામાં વિશ્વખ્યાત સંસ્થાઓને વર્ષો લાગ્યાં
છે એવા સંપોષિત સફળતા જેવા વિચારની બધી જ વાત એક લેખમાં સમાવવી શકય નથી, તે આપણે બધાં જાણીએ છીએ. આપણો એ આશય પણ નથી રહ્યો.
આપણી ગુણવત્તા સંચાલન શ્રેણીમાં આપણે ગુણવત્તા સંચાલનનાં વ્યાવસાયિક અને અંગ્ત
જીવન સાથે સંકલાયેલાં પરિમાણોની નોંધ લઈને એ દિશામં પોતપોતાની રીતે આગળ વધતાં હોઈએ
છીએ.તો ચાલો, હવે
આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Effective Management
માંનો William
Cohen, Ph.D. નો લેખ The
Focus on the Customer and What the Customer Values આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. વ્યૂહાત્મક સ્તરે ગ્રાહકની પસંદ પર ધ્યાન આપવાથી ગ્રાહકોને સંતોષવામાં, હરીફોની સામે
ભેદમૂલક ફાયદાની તક ઊભી થઇ શકે છે.
- Enhancing Quality through Improved Quality Reports : વિપ્રો ગિવૉનના સેફ્ટી, એન્વાયરમેન્ટાલ અને ક્વૉલિટી મૅનેજર, ગ્રેગરી (ગ્રિશા) ગૉરોડેટ્સ્કી સંસ્થાના ગુણવત્તા અહેવાલો જેવા બધા જ દસ્તાવેજોને એક સમાન રીતે દસ્તાવેજ કરવાનાં મહત્ત્વની ચર્ચા કરે છે.
- 2018 Year-End Message: Elmer Corbin, ASQ Chair : વર્ષાંત વિડીયો સંદેશમાં. ASQ નિયામક મંડળના અધ્યક્ષ એલ્મર કૉર્બિન ૨૦૧૮નાં વર્ષની મહત્વની સિધ્ધિઓ રજૂ કરવાની સાથે સાથે ASQનાં દરેક હિત્ધારકોના યોગદાન માટે આભાર માને છે.
- Success makes us feel good, but failures teach us valuable lessons - નકારાત્મક પરિણામો આનણ્દદાયક તો ન જ હોય, પણ તે નિરાશા પેદા કરે તે જરૂરી છે. અભિનવ વિચાર્સરણી ધરાવતાં લોકો માને છે કે નકારાત્મક પરિણામો સૂચવે છે કે કંઈ ક જૂદું કે નવું કરવાની જરૂર છે...જો પરિસ્થિતિને ઉલટાવીને જોવામાં, પ્રોજેક્ટ સફળ રહે ત્યારે, આવી ઉત્પાદક ભૂલોને સમજવી સહેલી છે. આ પરિસ્થિતિ એમ સૂચવે છે આપણી પૂર્વધારણાઓ સાચી હતી, કામ કરવા માટે જે અભિગમ પસંદ કર્યો તે સામાન્યપણે સર્વસ્વીકૃત અભિગમ હતો અને પ્રોજેક્ટનું સંચાલન સારી રીતે થયું છે...સફળ પ્રોજેક્ટનું પૂરું થવું જરૂર આનંદદાયક છે, પણ એમ કરવામાં પ્રોજેક્ટની સફળતાને અંગદ કુદકાની ઉંચાઇએ લઇ જઇ શકે તેવી કોઈ વધારાની તક ચૂકાઈ તો નથી ગઈ એ ધ્યાનમાં ન આવ્યું હોય એમ પણ બને. આપણો આશય એ કામ કરી જવા પૂરતો જ હતો કે થોડાં જોખમો લઈને વ્યાપારને નવી જ ઊંચાઈ પર લઈ જવાનો હતો ?...આ દિશામાં વિચાર કરવાથી આપણા આભિગમને બદલવા વિષે વિચાર કરી શકાય છે. આપણે ભલે બીજા થોમસ આલ્વા ઍડીસન ન બની શકીએ, પણ એ જ પ્રયત્નો વડે જીંદગીને વધારે ઉત્પાદક બનાવવામાં જરૂર મદદ મળી શકે છે.
- Personal GPS – શક્ય છે કે આપણે સફળતાના આપણા માર્ગ પર દિશાસૂચક નકશાને વ્યક્તિગત Goal Projection System (GPS) / લક્ષ્ય આલેખન તંત્ર વ્યવસ્થાની નજરે જોયો ન હોય.. પણ તત્વતઃ બન્ને બાબતો ઘણે અંશે સમાન છે...પોતાની જાતને સવાલા કરો કે એક, પાંચ, દસ, વીસ વર્ષ પછી તમે તમારી જાતને કઈ જગ્યાએ જોવા માગો છો? એક વાર એ લક્ષ્યો નક્કી થ ઈ જાય, પછી શું દેખાય છે? શું સંભાળય છે? શું અનુભવાય છે? જ્યારે આ સવાલોના જવાબો લખવા બેસો ત્યારે બને એટલા સ્પષ્ટ જવાબો લખાય તેના પર ખાસ ધ્યાન આપજો....આટલું કર્યા પછી વર્તમાન પરિસ્થિતિનો બહુ જ પ્રમાણિકપણે અભ્યાસ કરો..આ પ્રક્રિયા સરળ નથી અને પૂરેપૂરી પ્રમાણિકતા અને સ્પષ્ટતા સાથે કરવામાં થોડો સમય પણ લાગશે. આ સમગ્ર પ્રક્રિયાની સમયાંતરે ફેરમુલાકાત પણ લેવાતી રહેવી જોઈએ, જેથી આપણે રાહ પરથી ભટકી નથી ગયાં એ ખબર પડતી રહે. એક વાર બધું દસ્તાવેજ થઈ જાય એટલે તમારી વ્યક્તિગત સફળતા સિધ્ધ કરવા માટેના દિશા નિર્દેશ નકશા તરીકે તમે તેનો ઉપયોગ કરી શકશો.
તમારૂં ૨૦૧૮નું વર્ષ પણ તમારા
સફળતાના નકશા મુજબનું જ ગયું હોય એ આશા સાથે આપણે ૨૦૧૮નાં આપણા ગુણવતા
બ્લૉગોત્સવનાં છઠાં વર્ષને સંતોષની લાગણી સાથે પૂરૂં કરીશું.. ૨૦૧૯નું વર્ષ આપ સૌ
માટે નવાં લક્ષ્યોની સિધ્ધિ માટે ઉજ્જવળ તકો લાવે તેવી આ મચ પરથી મારી
શુભેચ્છાઓ.........
. આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના
રચયિતાના જ રહે છે.
પાદ નોંધ :
ગુણવત્તા બ્લૉગોત્સવ શ્રેણીના વર્ષ ૨૦૧૮ના બધા જ મણકા ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ, ૨૦૧૮ પર ક્લિક કરવાથી એક સાથે વાંચી શકાય છે / ડાઉન્લોડ કરી શકાય છે.
No comments:
Post a Comment