Tuesday, September 30, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૯ /૨૦૧૪


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૯ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

આપણાં બ્લૉગોત્સવનો ઑગસ્ટ ૨૦૧૪નો પૂરેપૂરો અંક મહંમદ રફીને શ્રદ્ધાંજલિ રૂપે હતો, તેથી આપણે જેમની નિયમિત મુલાકત લઇએ છીએ તેવા બધાજ અન્ય બ્લૉગની મુલાકાત આપણે તે અંકમાં નહોતી લઇ શકયા. આ માસના અંકમાં આપણે એ કમી પૂરી કરીશું.
Hemant Kumar’s songs by SD Burman
હેમંતકુમારે પોતાનાં સંગીત સિવાય, અગ્રીમ હરોળના બીજા પણ લગભગ બધા જ સંગીતકારોનાં ગીતો પણ એટલી જ સફળતાથી ગાયાં છે. સચીન દેવ બર્મન સાથે તેમનો એ સંબંધ થોડો વિશેષ રહ્યો હતો, કારણ કે સચીન દેવ બર્મનનાં ગીતો તેમણે એ સમયની 'ત્રિમૂર્તિ'માંના દેવ આનંદમાટે ગાયાં હતાં.હેમંત કુમારની ૨૬મી સપ્ટેમ્બરના રોજ તેમની ૨૫મી મૃત્યુ તિથિના રોજ શ્રદ્ધાંજલિના રૂપમાં આ લેખ રજૂ કરાયો છે.
Best Songs of 1951: Wrap Up 2
૧૯૫૧નાં ગીતોની વિગતે વાત કરતા મૂળ લેખ, Best songs of 1951: And the winners are? પરની ચર્ચાઓની સમીક્ષા કરતો આ બીજો લેખ છે. સમીક્ષાત્મક પહેલા લેખમાં પુરુષ પાર્શ્વગાયકોનાં ૧૯૫૧નાં વર્ષનાં ગીતોનું સિંહાવલોકન કરાયું હતું. તે પછી સ્ત્રી પાર્શ્વગાયકોની વાત આવે એટલે 'લતા' અને 'અન્ય' એમ બે તડાં પડે તે સ્વાભાવિક છે. 'અન્ય' સ્ત્રી ગાયિકાઓએ ફિલ્મ સંગીતને વૈવિધ્યનું એક અવર્ણનીય પરિમાણ બક્ષ્યું છે. તે ઉપરાંત તેમનાં અનેક નોંધપાત્ર ગીતો પણ લગભગ દરેક વર્ષે હોય તો ખરાં. આમ, SoYએ આ વર્ષથી 'અન્ય' સ્ત્રી ગાયકો માટે એક અલગ જ સમીક્ષાત્મક લેખ ફાળવવાનૂ બહુ જ સ્તુત્ય પગલું લીધું છે.
Aao bachcho tumhein dikhayen jhanki….ki
૧૯૫૪ની ફિલ્મ 'જાગૃતિ'ના પર્તિબિંબ સમી ફિલ્મ પાકીસ્તાનમાં પણ બની - બેદારી. ખૂબીની વાત એ છે કે એમાં પણ 'જાગૃતિ'નો રતનકુમાર - વાસ્તવિક જીવનમાં નઝીર રીઝવી- જ અપંગ છોકરાની ભૂમિકા ભજવે છે. નઝીર રીઝવી એ તે પછી ઘણી પાકિસ્તાની ફિલ્મો કામ કર્યું હતું.
Multiple Version Songs (18): Hindi-Telugu exchange [શ્રી અરૂણ દેશમુખનો મહેમાન લેખ]
શ્રી અરૂણ દેશમુખનો, Multiple Version Songs શ્રેણીનો હિંદી ફિલ્મનાં ગીતોનાં અન્ય ભાષાઓ સાથેના આદાનપ્રદાન વિષેનો પહેલો લેખ હિંદી-મરાઠીનાં ફિલ્મ સંગીત ક્ષેત્ર વિષે હોય તે તો આપણને સ્વાભાવિક લાગે. હિંદી - કન્નડ પણ તેમણે એટલો જ વિદ્વતાપૂર્ણ લેખ આપીને આપણને આશ્ચર્યનો હળવો આંચકો આપ્યો હતો, એ હળવા આંચકાની શ્રેણી હિંદી-તેલુગુ ક્ષેત્ર સુધી પહોંચે છે.
Ten of my favourite ‘male pianist’ songs’ એ પુરુષ પાત્રોએ પિયાનો વગાડતાં વગાડતાં ગાયેલાં ગીતોનું નજરાણું છે. આ પહેલાં સ્ત્રી અદાકારોની પણ પિયાનો-પરસ્તી આપણે જોઈ જ ચૂક્યાં છીએ.

My favorite piano-songs એ એક ભૂતકાળનો લેખ છે જેમાં '૫૦ અને '૬૦ના દાયકાઓનાં એવાં ગીતો રજૂ કરાયાં છે જેમાં કોઇ એક પાત્ર તો આખાં ગીત દરમ્યાન પિયાનો વગાડતું હોય.

શક્ય છે કે આ ત્રણે પૉસ્ટ મળીને અમુક ગીતો બેવડાતાં હોય. પરંતુ ફિલ્મી ગીતોમાં 'પિયાનો ગીતો' એટલો સ-રસ વિષય છે કે દરેક લેખકની અલગ અલગ દૃષ્ટિથી એવાં બેવડાતાં ગીતોને સાંભળવામાં પણ ઑર મજા આવે છે.

ઑગસ્ટ એ તહેવારોનો મહિનો ગણાય એટલે Festival Songs જેવી પૉસ્ટની અપેક્ષા તો રહે તે સ્વાભાવિક છે.

My Favourites: Letters in Verseમાં વીસરાતી જતી પત્રલેખનની કળાને ફિલ્મી ગીતોમાં વિવિધ પ્રકારની રજૂઆતો દ્વારા યાદ કરાઇ છે.

૨૭મી ઑગસ્ટ મુકેશની મૃત્યુ તિથિ હતી. Made for each other: Mukesh and Kalyanji-Anandji’ માં સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી અને મુકેશનાં એક ખાસ સંયોજનને રજૂ કરતાં ગીતો યાદ કરાયાં છે.

સુખદ સંજોગ છે કે Kalyanji-Anandji, the immortal duo માં પણ કલ્યાણજી-આણંદજીની નોંધપાત્ર ફિલ્મો અને યાદગાર ગીતો, તેમની આગવી શૈલીને કારણે તેમની ઓળખને બીરદાવતાં અકરામોની વાતની સાથે સાથે તેમના સ્વભાવની ખૂબીઓ જેવા વિષયો આવરી લેવાયા છે, જેને કારણે ફિલ્મ સંગીત જગતમાં તેમનું એક ખાસ સ્થાન બની રહ્યું.

હવે આપણી સફરમાં ક્યારેક મળી જતા ખજાનાઓવાળા માર્ગોની વાત કરીએ.

First Ghalib ghazal to be used in a film ના કહેવા મુજબ, ૧૯૪૧ની ફિલ્મ 'માસૂમ'માં ઉપયોગમાં લેવાયેલી, મિર્ઝા ગાલિબની 'આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોને તક' ફિલ્મોમાં વપરાયેલી પહેલી ગઝલ છે.

'કટીંગ ધ ચાય'ની આ મુલાકાતમાં જોવા મળ્યું કે ભારતીય સિનેમાનાં ૧૦૦ વર્ષની ઉજવણી હજૂ પણ ચાલુ જ છે. આ વખતે India Post’s 50 commemorative stampsની મુલાકાત લઈશું.

૨૦૧૪નાં આ વર્ષમાં ૧૯૬૪ની ફિલ્મ 'દોસ્તી'ને ૫૦ વર્ષ થયાં. Dukh To Apana Saathi Hai – Sushil Kumarમાં ખાસ રીતે તેની યાદ તાજી કરાઈ છે.

તો વળી શોધખોળ દરમ્યાન, The spirituality in Hindi Film songs, 'દોસ્તી'નાં મજરૂહ સુલ્તાનપુરીનાં ગીતોને મોહમ્મદ રફીના સ્વરે માનવ સંબંધોના તાણાવાણાને વાચા આપી છે, તેવી રજૂઆત પણ હાથે ચડી ગઈ.

Scroll.in પર પણ ફિલ્મોને લગતા વિષયો પર નિયમિત રીતે પ્રકાશિત થતા લેખોનો ખજાનો પડ્યો છે, જેમકે, Mridula Chari નો લેખ A reminder for the Scots: India has a thriving bagpipe tradition too, જેમાં ગઢવાલમાં, લગ્ન પ્રસંગોનાં લોકસંગીત સાથે સંકળાયેલ મડળીઓ અને સ્કૉટલેન્ડ સાથે જ વણાઈ ગયેલી મનાતી બેગ પાઇપ વાદ્યની રસીલી વાતો માંડી છે.

Society of Indian Record Collectorsના માનદ્‍ સેક્રેટરી અને સોસાયટીનાં વાર્ષિક મુખપત્ર 'ધ રેકોર્ડ ન્યુઝ'ના તંત્રી, શ્રી સુરેશ ચંદવાણકર પણ ૭૮ આરપીએમની રેકોર્ડ્સના ઇતિહાસને લગતી બહુ જ વિરલ સામગ્રી વિવિધ સામયિકો અને વેબસાઈટ્સ પર લખતા રહે છે.આપણા બ્લૉગોત્સવના દરેક અંકમાં આપણે એક એક લેખની મુલાકાત લઈશું.

શરૂઆત કરીએ Mimicry and comic songs from the dawn of the recording era in Indiaથી જેમાં ૧૯૦૨થી ૧૯૦૮ દરમ્યાન યુરોપીઅન કંપનીઓની અવનવા અવાજો અને ગીતો માટેની ખોજની વાત કરાઇ છે.

હવે બીજા કેટલાક નિયમિત વિભાગોની મુલાકાત લઈએ :

આપણા મિત્ર Bhagwan Thavrani આ મહિને આ ગીતોને યાદ કરે છેઃ

જબ તક ચમકે ચાંદ સિતારે - નીલમ પરી - જી એમ દુર્રાની અને ગીતા દત્ત - ખુર્શીદ અન્વર - ૭મી સપ્ટેમ્બરે જી એમ દુર્રાની (૧૯૧૯ - ૧૯૮૮)ની મૂત્યુતિથિ

ઑગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં -
આવાઝકી દુનિયા કે દોસ્તો : ૨
કવર વર્ઝન ગીતો: ગીત વહી, અંદાઝ અપના અપના (૧)
એક ગીતનાં અનેક સ્વરૂપ : મણકો – ૨
અવિનાશ વ્યાસ: હૈયે છે ને હોઠે પણ છે.
હિંદી ફિલ્મ સંગીતનાં અનોખાં ભાઇ-બહેન : અનિલ બિશ્વાસનાં સંગીત નિર્દેશન હેઠળ પારૂલ ઘોષનાં ગીતો
ઇન્હેં ના ભુલાના…. પૂર્વાર્ધ
‘બંદીશ એક, સ્વરૂપ અનેક’ (૧) : વંદેમાતરમ
ઇન્હેં ના ભુલાના…. ઉત્તરાર્ધ
દુર પપીહા બોલા… – પૂર્વાર્ધ
                                                પ્રકાશિત થયા છે.

આ માસના બ્લૉગોત્સવના અંતમાં આપણે બિમાન બરૂઆના રફી ફાઉન્ડેશનના સ્થાપક બીનુ નાયરે આપેલી માહિતીના આધાર પર લખાયેલ લેખ, “3-G: Great Lyrics, Grand Music and Golden Voice in Indian Cinema માં અલગ અલગ અદાકારો માટે મોહમ્મદ રફીએ ગાયેલ હસરત જયપુરીનાં ગીતોની મજા માણીશું.
દેવ આનંદ
૧૯૬૧
જબ પ્યાર કીસીસે હોતા હૈ  
શંકર જયકિશન
૧૯૬૨
અસલી નકલી 
શંકર જયકિશન
૧૯૬૩
તેરે ઘર કે સામને
સચીન દેવ બર્મન
૧૯૬૮
દુનિયા
શંકર જયકિશન
રાજેન્દ્ર કુમાર
૧૯૬૪
આઈ મિલનકી બેલા
શંકર જયકિશન
૧૯૬૫
આરઝૂ
શંકર જયકિશન
૧૯૬૬
સુરજ
શંકર જયકિશન
૧૯૬૮
ઝૂક ગયા આસમાન
શંકર  જયકિશન
શમ્મી કપૂર
૧૯૬૧
જંગલી
શંકર જયકિશન
૧૯૬૨
પ્રોફેસર
શંકર જયકિશન
૧૯૬૪
રાજકુમાર
શંકર જયકિશન
૧૯૬૯
તુમ સે અચ્છા કૌન હૈ
શંકર જયકિશન
સુનીલ દત્ત
૧૯૬૬
ગબન
શંકર જયકિશન
૧૯૭૦
ભાઈ ભાઈ
શંકર જયકિશન
મનોજ કુમાર
૧૯૬૫
ગુમનામ
શંકર જયકિશન
જોય મુખર્જી
૧૯૬૪
ઝીદ્દી
સચીન દેવ બર્મન
૧૯૬૬
લવ ઈન ટોકિયો
શંકર જયકિશન
બિશ્વજીત
૧૯૬૪
એપ્રિલ ફૂલ
શંકર જયકિશન
૧૯૭૨
શરારત
ગણેશ 
જીતેન્દ્ર
૧૯૬૮
મેરે હુઝૂર
શંકર જયકિશન
ધર્મેન્દ્ર
૧૯૬૯
પ્યાર હી પ્યાર
શંકર જયકિશન
શશી કપૂર
૧૯૭૩
નૈના 
શંકર જયકિશન


જો કે અહીં રજૂ કારાયેલ યાદી મહદ્‍ સંશે અપૂર્ણ છે. આપણે તેને પૂરી કરીશું.

Saturday, September 27, 2014

દુર પપીહા બોલા...અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો - પૂર્વાર્ધ

clip_image001

અભીનેત્રી / ગાયિકા (કે ગાયિકા / અભિનેત્રી) સુરૈયાનું નામ પડતાં જ આપણા સમરણપટ પહેલાં તો હુસ્નલાલ ભગતરામ કે ગુલામ મોહમ્મદ કે નૌશાદ કે સચીન દેવ બર્મનનાં ગીતોની યાદ સૌથી પહેલાં તાજી થાય. એમ થવું સ્વાભાવિક પણ છે, કારણકે આ સંગીતકારો સાથે સુરૈયાએ તેનાં સદાબહાર ગીતોમાંનાં મહત્તમ ગીતો ગાયાં છે. પરંતુ, થોડીક ક્ષણોમાં જ કર્ણપટલ પર 'દૂ..ર.. પપીહા બોલા' પણ રણઝણવા માંડશે.

અનિલ બિશ્વાસનાં સંગીતમાં સુરૈયાનાં ગીતો મોડી રાતે સંભળતાં પપીહાની સુરીલી તાન જેવાં જ છે. સંભળાતાં હોય ભલે દૂરથી, પણ (સુરૈયાનાં ગીતોની) બાકી રહેલ રાતમાં (અનિલ બિશ્વાસનાં સંગીતમાં, સંખ્યાની દૃષ્ટિએ ભલે થોડાં પણ બાકી બધી જ દૃષ્ટિએ એટલાંજ નોંધપાત્ર એવાં, સુરૈયાના કંઠેથી ગવાયેલાં ગીતોની) મારી-તમારી મીઠી યાદોની મુલાકાતની વાત તો બાકી જ રહી જાય, જો અનિલ બિશ્વાસનાં સંગીત જગતની રંગોળીમાં સુરૈયાનાં અનેરાં ગીતોની રંગમેળવણીની વાત ન થાય.

સુરૈયાની ગાયિકા તરીકેની કારકીર્દીના શ્રીગણેશ 'નઇ દુનિયા'કે 'શારદા' જેવી ફિલ્મોમાં નૌશાદનાં સંગીત હેઠળ થયા. પરંતુ ૧૯૪૩માં રજૂ થયેલ બોમ્બે ટૉકીઝની અનિલ બિશ્વાસની સંગીતબદ્ધ 'હમારી બાત'માં અરૂણ કુમાર સાથે સુરૈયાએ ગાયેલાં ચાર યુગલ ગીતોએ એ સમયની અન્ય મશહૂર ગાયિકાઓની સાથે અગ્રીમ હરોળમાં એક ગાયક તરીકે સુરૈયાનાં આગવાં સ્થાનને સુનિશ્ચિત કરી આપ્યું. સંગીતકાર અનિલ બિશ્વાસ, અને બંને મુખ્ય અદાકાર-ગાયકો, તલત મહમૂદ અને સુરૈયાનાં પોતપોતાનાં સંગીતવિશ્વમાં પણ તે પછી ૧૯૫૪માં રજૂ થયેલ ફિલ્મ ‘વારીસ'નાં ગીતો ટોચનાં ગીતો બની રહ્યાં. તે પછીથી અનિલ બિશ્વાસ અને સુરૈયાને સાથે કામ કરવાની તક ગજરે (૧૯૪૮), જીત (૧૯૪૯) અને દો સિતારે (૧૯૫૧)માં જ મળી.

આમ પાંચ ફિલ્મોમાં થઇને સુરૈયા-અનિલ બિશ્વાસ સંયોજનમાં માંડ ૨૫ ગીતો થયાં છે, જે પૈકી ૧૬ સોલો ગીતો, ૮ યુગલ ગીતો અને એક ત્રિપુટી-ગાયન રહ્યાં. અનિલ બિશ્વાસનાં સંગીતને એક ખાસ વાત એ રહી છે કે જે કોઇ ગાયક સાથે તેમનાં બહુ ગીતો નથી થયાં, તેમાંનાં દરેક ગીત વાણિજ્યિક સફળતાના માપદંડ પર કદાચ ખરાં ન પણ ઉતર્યાં હોય, પણ તેમની સંગીતકાર તરીકેની અને એ ગાયકના અવાજની બધી જ ખૂબીઓ એટલાં ગીતોમાં પણ નીખરી જ રહી હોય છે. અનિલ બિશ્વાસનાં સંગીતમાં સુરૈયાનાં ગીતો પણ તેમાં કશો જ અપવાદ નથી ચાતરતાં.

૧. દૂર પપીહા બોલા, રાત આધી બહ ગઇ, મેરી તુમ્હારી મુલાકાત બાકી રહી ગઇ - ગજરે (૧૯૪૮) - ગીતકાર : ગોપાલ સિંગ 'નેપાળી'

પાશ્ચાત્ય વાદ્યો ની સાથે ભારતીય વાદ્યોની સૂર મેળવણી અને લયનાં વૈવિધ્યને કારણે ગીતને જે મધુર કર્ણપ્રિયતા સાંપડે છે તેને સુરૈયાના સ્વરની મીઠાશ પૂરેપૂરો ન્યાય આપે છે.

૨.ઓ દુપટ્ટા રંગ દે મેરા રંગરેજ - ગજરે (૧૯૪૮) - ગીતકાર : ગોપાલ સિંગ 'નેપાળી'

બહુ પ્રખ્યાત ન થયું હોય,પણ ખૂબીઓની દૃષ્ટિએ જરા પણ ઓછું ન પડે તે કક્ષાનું ગીત.

૩. જલને કે સિવા ઔર ક્યા હૈં યહાં - ગજરે (૧૯૪૮) - ગીતકાર : ગોપાલ સિંગ 'નેપાળી'

સુરૈયાના અવાજનો બધા જ સંગીતકારોએ કરૂણ રસમાં પણ બહુ જ અસરકારકપણે ઉપયોગ કર્યો છે.

૪. રેહ રેહ તેરા ધ્યાન રૂલાતા હૈ - ગજરે (૧૯૪૮) - ગીતકાર : ગોપાલ સિંગ 'નેપાળી'

આ ગીતમાં સુરૈયાની ગાયકીમાં હુસ્નલાલ ભગતરામ હેઠળની અસરની છાંટ જણાય છે.
આડ વાત :
અહીં જે ફિલ્મોની વાત કરી છે તેમાં સુરૈયા સિવાય બીજી પાર્શ્વગાયિકાઓના સ્વરનો પણ ઉપયોગ કરાયો છે.

સંગીતકાર જુદા જુદા ગાયકોની રજૂઆત કેટલી ખૂબીથી કરે છે તે પણ આપણે લતા મંગેશકરનાં 'બરસ બરસ બદલી ભી બરસ ગઇ' ગીતમાં માણીએ. આ ગીતમાં મુખડાની શરૂઆતમાં લતા પાસે ગવડાયેલ આલાપ એ ખૂબીનો પૂરાવો કહી શકાય. આ ગીતમાં મુખડાની શરૂઆતમાં ગવડાયેલ આલાપ એ ખૂબીનો પૂરાવો કહી શકાય.


૫. કરવટેં બદલ રહા અબ સબ જહાન - હમારી બાત (૧૯૪૩) - અરૂણ કુમાર સાથેનું યુગલ ગીત - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા

આ યુગલ ગીતમાં સુરૈયાની ભૂમિકા 'સેકંડ ફીડલ'ની અનુભવાશે, પણ ગીતમાં તે સમયના સમાજના બદલાવની વાત થઇ રહી છે, એ ઐતિહાસીક પરિપ્રેક્ષ્યમાં ગીતનું સ્થાન મહત્ત્વનું બની રહે છે.

૬. જીવન જમુના પાર મિલેંગે - હમારી બાત (૧૯૪૩) - અરૂણ કુમાર સાથેનું યુગલ ગીત - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા

બદલતા સમાજના પ્રવાહમાં પણ બે પ્રેમીજન જીવન જમુનાને પાર મળવાની ઉત્કટતા સેવે છે.

૭. સાકીકી નિગાહેં શરાબ હૈ - હમારી બાત (૧૯૪૩) - અરૂણ કુમાર સાથેનું યુગલ ગીત - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા

ગીતકાર શાકીની નિગાહોંમાં શરાબને જૂએ તે તેઓ સમજી શકાય, પણ સંગીતકાર અને ગાયકોએ પણ ગીતનાં રોમાંસને ધબકતો રાખવામાં કસર નથી છોડી.

૮. બિસ્તર બિછા દિયા હૈ તેરે દર કે સામને - હમારી બાત (૧૯૪૩) - અરૂણ કુમાર સાથેનું યુગલ ગીત - ગીતકાર : વલી સાહબ

અહીં કૂચની ધૂનનો ઉપયોગ એક્દમ હલકાં ફૂલકાં ગીતની રચનામાં બહુ જ રચનાત્મક કરાયો છે. અંતરાની શરૂઆતમં પણ કંઇ નવીનત કરવી એ પણ અનિલ બિશ્વાસની ખાસીયત રહી છે.

૧૯૪૩માં સંગીતબદ્ધ થયેલાં આ ગીતોમાં અનિલ બિશ્વાસ વાદ્યસજાવટમાં એ સમયની પ્રથાથી આગળ નીકળી રહ્યા જણાય છે, પરંતુ ૧૯૩૦ના દાયકાનાં 'થીયેટર'માં જે પ્રકારનાં સંગીતનું ચલણ હતું તેની અસર ગીતનાં મૂળ પોતમાં જણાય છે.

૯. તુમ મીત મેરે તુમ પ્રાણ મેરે - જીત (૧૯૪૯) - ગીતકાર : પ્રેમ ધવન

આ ગીતના સમયમાં દેવ આનંદ અને સુરૈયાનાં ખરાં જીવનમાં પણ આવા જ ભાવ છલકતા હતા.

૧૦. કુછ ફૂલ ખીલેં અરમાનોં કે - જીત (૧૯૪૯) - ગીતકાર : પ્રેમ ધવન

કોઇ પણ બે પ્રેમીજનોના પ્રેમમાં તડકી છાંયડીઓ શા માટે આવતી જ હશે?


૧૧. તુમ મનકી પીડા ક્યા સમજો - જીત (૧૯૪૯) - ગીતકાર : પ્રેમ ધવન

ફિલમમાં નાયક કહી ઉઠે છે કે 'તુમ મનકી પીડા ક્યા સમજો'. જેના પ્રતિભાવમાં નાયિકા પોતાની પીડા સમજાવતાં સમજાવતાં જાણે કહે છે કે અંતે તો બંને (કે બધાં) પ્રેમીઓની પીડા એક જ હોય છે.

આડ વાત :
એ જ ફિલ્મમાં જરૂર મુજબ અન્ય ગાયિકાના સ્વરનો ઉપયોગ કરવાનું એક ઉદાહરણ આપણે પહેલાં જોઇ ચૂક્યાં છીએ. 'જીત'નાં કીર્તન ધૂનવાળાં ગીતની સીચ્યુએશનમાં અન્ય અભિનેત્રી માટેનં ગીત 'સુનો સુનો બનવારી મેરે'માં ગીતા દત્તના સ્વરમાં ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. આ ગીતને સંગીતબદ્ધ શ્યામ બાબુ પાઠકે કરેલ છે.
૧૨. ચાહે કિતની કઠીન ડગર હો - જીત (૧૯૪૯) -શંકર દાસગુપ્તા સાથે યુગલ ગીત - ગીતકાર : પ્રેમ ધવન
આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાના સંયુક્ત સંકલ્પને ગીતની કૂચની ધૂન દ્વારા ઝીલી લેવાયો છે.
clip_image007


આ ફિલ્મમાં શ્યામ બાબુ પાઠક દ્વારા સ્વરબધ્ધ થયાં હતાં એવાં સુરૈયાના કઠમાં ગવાયેલાં ગીતોની પણ અહીં આપણે નોંધ લઇ જ લઇએ, કેમ ખરૂં ને?

૧૩. કામ કરો ભી કામ કરો તુમ અપના ઘરમેં કામ કરો - હો - જીત (૧૯૪૯) - વિનોદ અને ગીતા દત્ત સાથેનું ત્રિપુટી ગીત - ગીતકાર : પ્રેમ ધવન

૧૪. બન જાઓ હિંદુસ્તાની – જીત (૧૯૪૯) - વિનોદ અને ગીતા દત્ત સાથેનું ત્રિપુટી ગીત - ગીતકાર : પ્રેમ ધવન

મંચ ઉપર ભજવાઇ રહેલ ગીત નાટિકાનો વિષય પણ તે સમયની દેશદાઝની લાગણીને પ્રતિબિંબીત કરે છે.


સાભાર : Door Papiha Bola: Suraiya by Anil Biswas

અનિલ બિશ્વાસનાં સંગીતમાં સુરૈયા દ્વારા ગાયિકા-અભિનેત્રીની ભૂમિકાવાળી પાંચમાંથી ત્રણ ફિલ્મોનાં ગીતો આપણે આજે માણ્યાં. બાકી રહેલી બે ફિલ્મોનાં ગીતો આપણે લેખના ઉત્તરાર્ધમાં ૨૫ ઑક્ટોબર, ૨૦૧૪ ના રોજ સાંભળીશું.

Wednesday, September 24, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - સપ્ટેમ્બર, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં સપ્ટેમ્બર, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ પહેલાં જુલાઇ ૨૦૧૪ના અંકમાં આપણે બિન-સંવાદિતા / બિન-અનુપાલનની ગુણવત્તા સંચાલનના સંદર્ભે વાત કરી હતી.
તે પછીથી ઑગસ્ટ ૨૦૧૪ના અંકમાં આપણે બિન-અનુપાલન (કે બિન-સંવાદિતા)ની સ્થિતિમાંથી બહાર આવવામાટે, સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિનાં પગલાં વિષે પ્રાથમિક જાણકારી મેળવી.
આ મહિને હવે આપણે તે પછીની મહત્ત્વની કડી, મૂળ કારણ અને મૂળ કારણ વિશ્લેષણ,ની વાત કરીશું.
શરૂઆત કરીએ વિકિપિડીયા શું કહે છે તેનાથી -
કારણોની સાંકળમાં હિતસંબંધી પરિણામ કે અસર તરફ દોરી જતું પહેલું કારણ મૂળ કારણ કહેવાય છે.
સરળ ભાષામાં કહીએ તો "મૂળ કારણ" એવું (અનિચ્છનીય) "કારણ" છે જે (ઊંડે, પાયામાં, મૂળતઃ કે પાછળ રહેલ) "મૂળ"માં છે.
વ્યાવસાયિક સામયિકોમાં 'મૂળ કારણ' શબ્દ પ્રયોગનો ઉપયોગ છેક ૧૯૦૫થી થતો જોવા મળે છે.
ઈવાન ફેન્ટિન (૨૦૧૪)માં મૂળ કારણને સમજાવતાં કહે છે કે તે પ્રક્રિયાનાં અસફળ રહેવામાટે છેક ઊંડે સુધી કરાયેલાં વિષ્લેષણનું પરિણામ છે. અસફળ પ્રક્રિયા માટે તેમણે "MIN Process" (એટલે કે એવી પ્રક્રિયા જે ખૂટે છે\ Missing, કે અધુરી\Incomplete છે કે અનુસરાઈ નથી રહી\Not followed) શબ્દ પ્રયોગ કર્યો છે.
માર્ક પૅરાડીસ, Root Cause Analysis Blog પર,મૂળ કારણની વ્યાખ્યા \ Definition of a Root Causeનાં દરેક ઘટકને છૂટાં પાડીને વિશ્લેષણ કરે છે
સહુથી પાયામાં રહેલ કારણ (કે કારણો) એટલે
જે સાધારણ રીતે પારખી શકાય,
જેને સુધારવું સંચાલનના હાથની વાત છે અને,
સુધાર્યા પછી, જે સમસ્યાનું ફરીવાર થવું
રોકી શકે
(કે થવાની શકયતા મહ્દ્‍ અંશે ઘટાડી શકે) છે.
આ વ્યાખ્યામાંથી તરી આવતા મહત્ત્વના મુદ્દાઓ :
૧ ) મૂળ કારણ મળે તેનો અર્થ એ કે સંચાલન તંત્ર દ્વારા તેને સુધાર્યા પછી સમસ્યા ફરી વાર થતી રોકી શકાશે. આ મહત્ત્વનું એટલા માટે છે કે જ્યાં સુધી અમલ થઈ શકે તેવું કારણ ન મળે ત્યાં સુધી શોધ અટકવી ન જોઇએ.
૨) વ્યાખ્યામાં સંચાલન તંત્રની ક્ષમતાના દાયરામાં હોય તેવી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા વિષે ભાર મુકાયો છે.
૩) કેટલી હદ સુધી તપાસ ચાલુ રાખવી જેવા હંમેશાં પજવતા રહેતા સવાલનો જવાબ મળી રહે છે.
૪) એક કરતાં વધારે મૂળ કારણો હોઇ શકે તેવી શક્યતાઓ આ વ્યાખ્યામાં અભિપ્રેત છે.
તે ઉપરાંત, મૂળ કારણ\ root causeની આ પણ આગવી ખાસીયતો છે :
૧. સમસ્યાનાં લક્ષણોમાટેનું તે બહુ સ્પષ્ટપણે મહત્ત્વનું કારણ છે.
૨. તેનાથી આગળ કંઇ વધારે અસરકારક કારણ નથી. "અસરકારક" શબ્દપ્રયોગ મૂળ કારણનાં વિશ્લેષણને ક્યાંથી જગ્યાએ અટકાવવું તેનો દિશા નિર્દેશ કરે છે. નહીંતર તો ખાડામાં ઊંડેને ઊંડે, ધરતીના પેલા છેડા સુધી ખોદ્યે જ રાકવાની સ્થિતિ બની રહે.
૩. તે ઉકેલાઈ શકે છે. કોઇ કોઇ વાર જેના પર કંઇ જ કરી શકાય તેમ નથી એવાં અન્ય મૂળ કારણોને આપણાં વિશ્લેષણમાં આવરી લેવાથી સમ્સ્યા, તેનાં મૂળ કારણો અને તેના ઉકેલ સમજવામાં મદદ મળી રહે છે. બાકી ઉકેલની બાબતમાં પણ ઉપરોક્ત બે ખાસીયતો જ ધ્યાનમાં રાખવી જોઈએ.
4. ઉકેલને કારણે વધારે મોટી સમસ્યા ન પેદા થવી જોઇએ. આડ અસરો વિષે ખાસ ધ્યાન આપવું.
૫. આનાથી વધારે ઉચિત કોઇ અન્ય (મૂળ) કારણ સંભવ ન હોવું જોઇએ. એટલે કે બધાજ શકય વિકલ્પો પર પૂરતો વિચાર કરાવો જોઇએ.

મૂળ કારણ વિશ્લેષણ \ Root cause analysis એક અભિગમ છે જેના દ્વારા ઘટના થવા પાછળ રહેલાં કારણો ખોળી કાઢવામાં આવે છે, જેથી સહુથી વધારે અસરકારક ઉકેલ શોધી શકાય તેમ જ અમલ કરી શકાય. સામાન્યતઃ તો જ્યારે કંઇ ખોટું થાય ત્યારે જ આ પ્રકારનું વિશ્લેષણ કરાતું હોય છે, પણ તેનો અર્થ એમ નહીં કે ધાર્યાં પરિણામ આવ્યાં હોય તો તેને લાગુ ન કરી શકાય. સંસ્થાની અંદર, સમસ્યા નિવારણ કે ઘટનાની છાનબીન કે મૂળ કારણ વિશ્લેષણ ત્રણ મૂળ સવાલથી જોડાય છે : સમસ્યા શું છે ? શા માટે તે ઉદભવી ? હવે તે ફરીથી ન થાય તે માટે શું કરવું ?
ASQ પ્રમાણે મૂળ કારણ વિશ્લેષણ \Root cause analysis એક અવો સામૂહિક શબ્દ પ્રયોગ છે જે સમસ્યાના ઉકેલ ખોળી કાઢવાના વિવિધ અભિગમ, સાધનો અને રીતોને આવરી લે છે.
ASQ Fellow જીમ રુનીની સાથે મૂળ કારણ વિશ્લેષણની મૂળભૂત સમજ મેળવીએ :
Part 1:   A Conceptual Overview
Part 2:  Practical Application
'મૂળ કારણ વિશ્લેષણ શું છે?' \ ‘What is Root Cause Analysis?’ માં મૂળ કારણ વિશ્લેષણની શરુઆત, તેના વિષેની સમજ, અને ભવિષ્યઃ તર્કથી તારવેલ,સાહજિક, અને સ્વયંસંચાલિત RCA’ જેવા વિષયો આવરી લેવાયા છે.
“DevOpsની ટીમો ઘણી વાર વારંવાર નડ્યા કરતાં લક્ષણોની સાથે કામ પાર પાડવામાં જ વધારે સમય વ્યસ્ત રહે છે, જેને કારણે સોફ્ટવેર કે આઈટીને લગતા મુદ્દાઓ પર ઊંડાણમાં જવાતું નથી જ અને સ્ત્રોત પરની સમસ્યાઓના ઉકેલ માટે વધારે મહેનત કર્યે રાખવી પડે છે. પણ દરેક ડૉક્ટર જાણે છે કે પહેલે પ્રથમ જ જો જાણી શકાય કે લક્ષણો વારંવાર કેમ ઉથલા મારે છે, તો સમય અને નાણાંની ઘણી બચત થઈ શકે. કોઇ પણ સમયાના ઉકેલની શોધ સમયે તેના માટેનાં મૂળભૂત કારણો તરફ નજર કરતાં રહેવું એ જ મૂળ કારણ વિશ્લેષણ કહેવાય. જેમ ડૉકટર માટે તેમ કોઈ પણ તંત્ર વહીવટકર્તા \ administrator, કે સૉફટ્વેર ડેવલપર કે ગુણવત્તા પ્રતિતી ક્ષેત્રનાં વ્યાવસાયિકો માટે પણ 'મૂળ કારણ વિશ્લેષણ’ વ્યર્થ મહેનતમાંથી છૂટકારો અપાવી શકે છે.
અહીં બીજા પણ કેટલાક કામના સંદર્ભ/ સાધનો પણ સુચવાયાં છે
મૂળ કારણ વિશ્લેષણ વડે સમસ્યાનાં મૂળ સુધી જવું \Root Cause Analysis - Tracing a Problem to its Origins નોંધે છે કે મૂળ કારણ વિશ્લેષણ પ્રક્રિયામાટે ઘણાં સાધનોની મદદ લઇ શકાય. કારણ અને અસર આકૃતિઓ કે પાંચ વાર 'કેમ' જેવી પદ્ધતિઓ તો પ્રક્રિયામાં જ સમાઈ જાય, જ્યારે FMEA અને Kaizen જેવી પદ્ધતિઓ ભવિષ્યમાં ફરીથી મૂળ કારણ વિશ્લેષણની જરૂરિયાત ઓછી કરે છે.
મૂળ કારણ વિશ્લેષણ (RCA) તપાસ \ Root Cause Analysis (RCA) investigation :
NHSમાં દરરોજ સલામત રીતે, સફળતાપૂર્વક, લાખો દર્દીઓનાં નિદાન અને સારવાર થાય છે.
તેમ છતાં પણ જ્યારે કોઇ અનિચ્છનીય ઘટનાઓ થાય ત્યારે તે ઘટના ફરીથી ન થાય તેના માટે શું કરવું તે શીખવું વધારે મહત્ત્વનું બની રહે છે. આ માટે મૂળ કારણ વિશ્લેષણ સ્વીકૃત પદ્ધતિ છે.
તપાસ દ્વારા જાણી શકાય છે કે દર્દીની સલામતીને લગતી ઘટનાઓ કેમ અને શા માટે થઈ, જ્યારે વિશ્લેષણ વડે ફેરફાર કરવા માટેનાં ક્ષેત્રો અને દર્દીઓની વધારે સલામત સારવાર માટેનાં સૂચનો તારવી શકાય છે.
RCA તપાસ માટે કેટલાંક મદદરૂપ સંસાધનો:
તપાસ પ્રક્રિયામાં મદદરૂપ સાધનો :
§ Getting started
§ Gathering and mapping information
§ Identifying care and service delivery problems
§ Analysing to identify contributory factors and root causes
§ Generating solutions
§ Log, audit and learn from investigation reports
તપાસનાં તથ્યો નોંધવા અને બીજાં સાથ વહેંચવા માટેના નમૂના
§ Investigation report writing templates
§ Action plan templates
§ Other useful templates
માર્ગદર્શિકા
eToolkit - NHSમાં તપાસનું માળખું
અને આ ઉપરાંત, Root Cause Analysis for Beginners” અને Root Cause Analysis - McCombs School of Business નો પણ લાભ લઇ શકાશે.
જો કે, મૂળ કારણ વિશ્લેષણની નિષ્ફળતાનાં મૂળ કારણ વિશ્લેષણ \ Root Cause Analysis of the Failure of Root Cause Analysis નું કહેવું છે કે મૂળ કારણ વિશ્લેષણ કે 'પાંચવાર કેમ'ની ઉપયોગીતાને જ પડતાં મૂકી દેવાને બદલે એટલું યાદ રાખવું જરૂરી છે કે કોઇ પણ પદ્ધતિ સીધે સીધી તો કામ નહીં જ આવે.
આજે આ વિષય પર અહીં અટકીએ તે પહેલાં ડીલ્બર્ટની કટાક્ષમય વાણીનું શું કહેવું છે તે જરૂર જોઇએ :
May 01, 1994
Dilbert May 01, 1994
November 02, 1994
clip_image002[174]
October 29, 2007
Dilbert October 29, 2007

November 04, 2008
clip_image002
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:
The Future of Quality: Evolutionary or Revolutionary?માં ASQના મુખ્ય સંચાલક બીલ ટ્રૉયે એક બહુ જીવંત ચર્ચાનાં સ્વરૂપમાં, 'અમારાં ભવિષ્ય તમારા હાથમાં છે' તેમ કહીને તેમણે ગુણવતા વ્યાવસાયિકોને સવાલ કર્યો છે કે ગુણવત્તા ઉત્ક્રાંતિકારક છે કે ક્રાંતિકારક છે?
ASQનાં જુલીઆ મૅકીન્તોશ ઑગસ્ટ ૨૦૧૪નાં Blogger Round Up, What’s The Future of Quality?માં ઉપર પૂછાયેલ સવાલના, the Influencing Voice blogging સમુદાયના, પ્રતિભાવો રજૂ કરે છે. 'ઉત્ક્રાંતિકારક' અને 'ક્રાંતિકારક' વચ્ચે અભિપ્રાય લગભગ સરખે ભાગે વહેંચાયેલ કહી શકાય, પણ "બંને" અથવા 'અન્ય' અભિપ્રાયો પણ છે. બહુ જ ઉપયુક્ત રીતે લેખનાં સમાપનમાં માઈકલ નોબલનું બહુ જ ભારપૂર્વક કહેવાયેલ કથન " આખરે તો પરિવર્તન માત્ર વ્યાવસાયિક સમુદાયમાંથી જ નહીં નીપજે, કારણકે એક યા બીજે મુદ્દે પરિવર્તનની ખરી લગામ તો માંગના સ્વરૂપે વપરાશકારના હાથમાં જ રહેશે."
આ વખતે આપણી પાસે ASQ TVનાં બે વૃતાંત છે :
Creating a Safer Food Supply માં ખોરાક સામગ્રીમાં સલમાતીનાં માનકો અને યોજનાઓ શું ભાગ ભજવે છે તેની વાત, ISO 9001 અને ISO 22000માંના તફાવતો અને Apples to Oranges? વડે, કરાઇ છે..
સંલગ્ન વીડિયોઃ:
  • Conversation With a Food Safety Consultant
  • A deeper look at HACCP and ISO 22000
  • The Lighter Side: A Chef's Unique Approach to Standards
સંસ્કૃતિનું ગાંડપણ \ The Culture Craze : “ તમારી સંસ્થાનાં કર્માચારીઓ પ્રકિયા સુધારણા માટેના અભિગમો અને પદ્ધતિઓ સંનિષ્ઠપણે વાપરતાં હોય એટલે ગુણવત્તા સંસ્કૃતિનું વાતવારણ છે એમ કહી શકાય ખરૂં? એક વાર ફરીથી વિચારી જોજો. આજનાં આ વૃતાંતમાં સંસ્કૃતિ અને અનુપાલનની ભેદરેખા સમજાવાઈ છે. તે સાથે ફૉર્બ્સ ઇન્સાઈટ્સ દ્વારા સંસ્કૃતિ અંગે કરાયેલ એક વૈશ્વિક અભ્યાસનાં મુખ્ય તારણોની પણ સમીક્ષા કરાઇ છે. ઉપરાંતમાં, કર્મચારીઓને આજની સદીમાં કેમ લઈ જવાં તેની પણ વાત કરાઇ છે.
સંલગ્ન વીડિયોઃ:
આ મહિનાનાં આપણાં ASQ’s Influential Voice છે – નિકોલ રૅડ્ઝીવીલ
clip_image001નિકોલ રૅડ્ઝીવીલ જેમ્સ મૅડીસન યુનિવર્સિટીના ઈન્ટીગ્રેટેદ સાયન્સ અને ટેક્નૉલોજી વિભાગમાં સહાયક પ્રાધ્યાપક છે. ગુણવત્તા, ગુણવત્તા સભાનતા અને નવીનીકરણમાંનાં સંશોધનો વિષે લખતાં રહે છે. સાહિત્ય અને નાટકોમાં પણ ગુણવત્તાની વાત તેમને ખુશ કરે છે.તેમની સંશોધનની ૧૦૦ % આવક તેઓ the Burning Mind પરિયોજના માટે ખર્ચ કરે છે. તેમના બ્લૉગ, Quality and Innovation, માં સામાજિક-ટેકનૉલોજી તંત્ર વ્યવસ્થાઓમાં ગુણવત્તા, ઉત્પાદકતા અને નવીનીકરણની નવી નવી દિશાઓની વાત જોવા મળે છે.
તેમના બ્લૉગ પરની કેટલીક પૉસ્ટ :
આ મહિને પણ Curious Cat Management Improvement Carnivalમાં કંઇ નવું મુકાયું નથી.
જો કે આપણે તો આ બ્લૉગ પર તાજેતરમાં મુકાયેલ લેખની મુલાકાત લઈએ છીએ. આ મહિને તે લેખ છે Peter Drucker Discussing The Work of Juran, Deming and Himself.
“અમે ત્રણ જણ જાણીએ છીએ કે ગુણવત્તાનો કોઈ ખર્ચ નથી થતો, પણ હિસાબની ખાતાંવહી એવું છટકું અને ભ્રમણા છે કે  જે કંઇ ન કરવાની ચૂકવવી પડતી કિંમતને સંતાડી દે છે. કૉસ્ટ ઍકાઉન્ટીંગમાં આવી બાબતો ક્યારે પણ મપાતી નથી."
આપણા બ્લોગોત્સોવને વધારે માહિતિપ્રદ અને રસપ્રદ બનાવવામાં આપ સહુનાં સૂચનો મળતાં રહેશે, તે આશા સાથે .....

Saturday, September 20, 2014

કાળો હંસઃ સાવ જ અસંભવ શક્યતાની અસરો - નસ્સીમ નિકોલસ તાલેબ

clip_image001ઑસ્ટ્રેલિયાની શોધ થઇ તે પહેલાંની જૂની દુનિયા તો એમ જ માનતી હતી કે બધા હંસ ધવલ જ હોય. આપણાં સરસ્વતી દેવીનાં વાહનને યાદ કરીએ? કોઇ પક્ષીવિદે જ્યારે પહેલી જ વાર "કાળો હંસ' જોયો હશે ત્યારે તેને જે અકલ્પ્ય આશ્ચર્ય થયું હશે, તે આશ્ચર્યની વાત નસ્સીમ તાલેબ નથી કરવા માગતા. તેઓ તો સદીઓથી થતાં રહેતાં અવલોકનો પરથી ઘડાતા આપણા અનુભવો, અને તેના પરથી સર્જાતાં આપણાં જ્ઞાનનાં તકલાદીપણું અને મર્યાદાઓની વાત માડે છે.

સફેદ હંસોને જ જોઇ જોઇને રૂઢ થયેલી આપણી માન્યતાઓ અને એના પરથી ઘડાયેલી આપણી સમજને આધારે કરેલી આગાહીઓથી સાવ જ અલગ જ એવી, સાવ જ કદરૂપા એવા કાળા હંસનાં દેખાઇ પડવાની એક જ ઘટના, આપણાં લાખો સફેદ હંસ દર્શનનાં મહાત્મ્યને તહસનહસ કરી નાખી શકે છે.

આ તાત્વિક-તાર્કીકતાને પેલે પાર જઇને તેઓ આકસ્મિક ઘટનાને એક આનુભાવિક {empirical} વાસ્તવિકતા તરીકે રજૂ કરે છે.

"ઘટનાની આકસ્મિકતાથી આગળ જઇને,"કાળા હંસ'ને એક સિદ્ધાંત તરીકે, ખાસ ભારપૂર્વક, રજૂ કરતાં નસ્સીમ તાલેબ તેમના આ સિદ્ધાંતની ત્રણ આગવી ખાસિયતો નોંધે છે -
એક, તો છે એનું પરાયાપણું, તેનાં હોવાની સામાન્ય અપેક્ષાઓ. ભૂતકાળની કોઇ જ ઘટનાઓની સીમાની બહાર છે.

બીજું, તેની અસરો બહુ જ ગંભીર, આત્યંતિક હોય છે. અને

ત્રીજું, આપણી માન્યતાની સાવ જ બહાર હોવા છતાં, જેવી આ પ્રકારની ઘટના બને તે સાથે જ આપણે તાર્કિક ખુલાસાઓ વડે તે હોવાની શકયતા સમજાવી અને ભાખી શકાય છે એવી રજૂઆતો કરતાં થઇ જઇએ છીએ.

આ ત્રિપાંખી ખાસીયતોને વિરલતા, આત્યંતિક અસર અને પાર્શ્વવર્તી (ભવિષ્યવર્તી તો નહીં જ) આગાહીક્ષમતા {predictability} વડે યાદ રાખી શકાય.

કોઇ સિધ્ધાંત કે ધર્મની સફળતા, ઐતિહાસિક ઘટનાઓનાં ગતિવિધાનો, આપણા અંગત જીવનમાં થતી ઘટનાઓ આ "કાળા" હંસ"ના સિધ્ધાંતનાં વિવિધ ઉદાહરણો છે. જેમ આપણે પ્રગતિ(!) કરતાં ગયાં છીએ, તેમ તેમ, સંખ્યા, જટીલતાઓ અને આત્યંતિક અસરોના પરિમાણોના સંદર્ભે "કાળો હંસ" ઘટનાઓ વધારે પ્રવેગથી થતી જણાય છે. આને પરિણામે "સામાન્ય" સંજોગોમાં બનતી રહેતી ઘટનાઓનું મહત્વ પણ ઓછું થતું જઇ રહ્યું છે.

લોકજુવાળને કારણે ઇજીપ્તમાં, ચાર વર્ષમાં બે વાર સત્તાપલટો થશે એવું કોઇએ કલ્પ્યું હતું? હિટલરની ચડતી અને તે પછીનાં યુધ્ધ અને એ યુધ્ધની વ્યાપકતા, કે પછી ઇન્ટરનેટનો આટલી હદે ફેલાવો, કે ૨૦૦૮ના સબપ્રાઇમ કડાકામાં અમેરિકાની થોકબંધ બેંકોનું બેસી જવું, કે સંયુક્ત સોવિયેત રશિયાનું આયુષ્ય એક સદી પણ નહીં રહે એ બધું ક્યાં કોઇ કલ્પી શક્યું હતું ! આપણી આસપાસ થતી બધી જ 'બહુ મહત્વ'ની લગભગ બધી જ ઘટનાઓ હવે તો "કાળા હંસ"ના સિધ્ધાંતને જ અનુસરે છે એમ કહેવું પણ વધારે પડતું નથી જણાવા લાગ્યું.

ઓછી આગાહીક્ષમતા અને બહુ વધારે અસરની જોડીદારીને કારણે "કાળો હંસ" એક મહાકોયડો બની રહેલ છે. જો કે નસ્સીમ તાલેબનાં પુસ્તકનો કેન્દ્રવર્તી મુદ્દો આ પણ નથી. આ મેળવણીમાં આટલું ઓછું હોય તેમ ‘હજુ જાણે એ છે જ નહીં’ એવી આપણી માન્યતાનો રંગ ઉમેરો ! માત્ર આપણે કે આપણો કોઇ ભાઇ ભત્રીજો કે કોઇ આપણો ગામવાસી જ નહીં, પણ છેલ્લી એક સદીથી પોતે વિકસાવેલ સાધનોથી કોઇ પણ અનિશ્ચિતતાને માપી શકાય એવી સજ્જડ માન્યતા ધરાવતા "સમાજ વિજ્ઞાનીઓ' પણ એના અસ્તિત્વને સ્વીકારતાં નથી. નાણાં અને અર્થશાસ્ત્રના તજજ્ઞ વિશ્લેષકો 'કાળા હંસ'ની ઘટનાનાં "જોખમ'ની વ્યાખ્યા કરતી વખતે આપણને જે માપદંડો આપશે તેમાં "કાળા હંસની સંભાવિતા'ને બાકાત રાખતા માપદડોની જ વાત જોવા મળશે. એટલે હવે આ વાત તો જ્યોતિષશાસ્ત્રની સચોટતા જેટલી જ ચોક્કસ ગણી શકાય. આપણા જ જીવનકાળમાં બનેલી મહત્વની ટેક્નોલોજીને લગતી શોધ કે કોઇ પણ મહત્વની સામજિક ઘટના, આપણી કારકિર્દીના મહત્વના વળાંકોને યાદ કરીને વિચારો કે શું તે કોઇ એક પૂર્વ નિયત (ભાખેલા) સમય પ્રમાણે થયું હતું? ભાત ભાતની તૈયારીઓ છતાં આતંકવાદી હુમલાની સામે આપણી પાસે કોઇ રક્ષણ અનુભવાય છે ખરું?

આ પુસ્તકની કેન્દ્રવર્તી ચિંતા યાર્દચ્છિકતા તરફ આપણી દૃષ્ટિવિહિનતા છે.

આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે નથી જાણતાં તેને "કાળા હંસ"નો તર્ક વધુ પ્રસ્તુત બનાવે છે. આપણા વિરોધીને જેવી ખબર પડે કે તેની મહત્વની ચાલની આપણને ખબર છે તેવું જ તે ચાલનું મહત્વ ધુળધાણી થઇ જાય છે. એટલે કે, આવી વ્યુહાત્મક સાઠમારીમાં આપણે જે કંઇ જાણતાં હોઇએ છીએ તે બધું જ બીનમહત્વનું બની રહે છે.

આવું જ વ્યાપાર ઉદ્યોગ જગતમાં પણ છે. કોઇ પણ વ્યૂહાત્મક ચાલની સફળતા એટલી જ વધારે, જેટલી એ ઓછામાં ઓછા લોકોએ કલ્પી શકેલ હોય. સામાન્ય રીતે, કોઇ પણ માનવીય પુરુષાર્થનું વળતર તેનાં ફળનાં મહત્વની અપેક્ષાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તરાખંડ દેવભૂમિમાં કુદરતનાં તાંડવને આવતું જોઇ શકાયું હોત, તો તેને કારણે થયેલું નુકસાન બહુ જ ઓછું હોત. આપણને જેના વિશે ખબર છે, તેનાથી આપણને બહુ મોટાં નુકસાન નથી થતાં, જેમ કે બહુ જ વારંવાર થતા ભૂકંપ કે વાવાઝોડાંઓ પ્રભાવિત ક્ષેત્રોમાં માનવ જાનહાનિનું પ્રમાણ ઘણી હદે ઘટાડી નાખી શકાયું છે.

તજજ્ઞોના પોકળ દાવા

પરાયાપણાં વિશે અનુમાન કરી શકવાની આપણી અશક્તિ એ ભવિષ્યની ઘટનાઓની આગાહી કરી શકવાની આપણી અશક્તિ દર્શાવે છે. પણ આપણે તો માત્ર તે આગાહી કરવા જ નહીં પણ તે ઘટનાઓને બદલી શકવાની બડાશ મારતાં પણ ખચકાતાં નથી. આર્થિક અને સામાજીક ઘટનાઓનાં ભૂતકાળનાં વલણોને આધારે હવે પછી શું થશે તે વિષે આપણે નિશ્ચિત આગાહીઓ કર્યે રાખીએ છીએ. સાવ નાનાં બાળકના હાથમાં મશાલ પકડાવી દેવા જેટલું જ જોખમ આપણી નીતિઓ અને તેનાં અમલીકરણના અનિયત જોડાણ વિશેની આપણી ગેરસમજમાં સમાયેલું છે.

"કાળો હસં" એટલી હદે અણધારેલ રહે છે કે તેની આગાહી કરવી એ વધારે પડતું ભોળપણ છે. તેની સાથે ગોઠવાઇ જવું જ હિતાવહ છે. જો "કાળા હંસ'ની સાથે સંકળાયેલ પ્રતિ-જ્ઞાન કે અજ્ઞેય પર ધ્યાન આપીએ તો બહુ ઘણું કરવાનું મળી રહેશે. અને તેઓ સહુથી મોટો એક ફાયદો તો એ કે 'કાળા હંસ' સાથે ઘરોબો વધારવાથી બગાસાં ખાતાં પતાસાં ખાવા મળી જાય તેવી મજા માણવા મળે.

શીખવાનું શીખવું

આપણે જે જાણીએ છીએ તેના પર જ બહુ વધારે ધ્યાન આપવું એ વળી એક વધારાની માનવીય નબળાઇ છે - આપણા માટે જ્ઞાન એટલે કોઇ એક વિષય વિશે ચોક્કસ, ગહન, વિશિષ્ટ જાણકારી હોવી, નહીં કે તેના વિશે વિશાળ ફલક પર ફેલાયેલ માહિતીને એક સૂત્રે બાંધી શકવાની ક્ષમતા.

આતંકવાદની બનતી ઘટનાઓમાંથી પોતાની આગવી ગતિશીલતાને કારણે કેટલીક ઘટનાઓની આગાહી કરવી બહુ જ મુશ્કેલ છેતેમ આપણે શીખ્યાં ખરાં? કે પછી આપણાં પરંપરાગત 'ડહાપણ'ની મર્યાદાઓ ખબર પડી? કે પછી ફલાણી ફલાણી ઓળખ હોય તો તે "આતંકવાદી" ગણાય એવી કોઇ સમજ પડી ખરી? કે પછી, આવી દિવાલોના વાડા જ બાંધવાનું શીખ્યાં? આપણે શીખવાનું નથી જ શીખતાં એ શીખવાની જરૂર છે તેવા પૂર્વેત્તર-સિદ્ધાંતો (જેમ કે સિધ્ધાંતો ન જ શીખવાની આપણી પ્રકૃત્તિ)તો આપણે નથી જ શીખતાં. કોઇપણ અમૂર્ત પરિકલ્પના કે સિધ્ધાંત માટે આપણે ગજબનાક સૂગ છે.

એવું માની શકાય કે આપણાં મગજને પોતાની અંદર વિસ્તુત કક્ષાએ વિચાર કરતાં જ રહેવા માટે આપણે કદી તૈયાર જ નથી કર્યું. દેવભૂમિના પૂર જેવી ઘટ્નાઓ સમયે સમાધિ લગાવીને આ કોને કારણે થયું તેવા વિચારોમાં ગુંચવાતાં રહીને તણાઇ જવું કે ઉંધું ઘાલી ને ભાગી કોઇ ઉંચી ટેકરી પર ચડી જવું? હજારો વર્ષ સુધી વિચાર ન કરતાં પ્રાણીની જેમ રહ્યા પછીના ઇતિહાસના પલકારામાં આપણે પરિઘિ-વિષયો વિશે વિચારતાં - જો ખરેખર વિચારીતાં હોઇએ તો (!?) - તો થઇ ગયાં. પણ એ ઇતિહાસ જ ગવાહ છે કે, આપણે માનીએ છીએ તેટલું આપણે વિચારતાં નથી.

નવા જ પ્રકારની અકૃતજ્ઞતા

જેમ આપણે જાણતાં અને ન જાણતાં વચ્ચેના તફાવતને બદલતાં નથી, તે જ રીતે સારવાર કરતાં નિવારણનું મહત્ત્વ બધાં સમજે છે, પણ નિવારણને જોઇએ એટલું મહત્ત્વ કોઇ નથી આપતું. તેમનાં યોગદાનને કારણે જેટલાં ઇતિહાસને પાને ચડી ગયાં છે, તેનાં વખાણ કરતાં આપણે થકીશું નહીં, અને જેમનાં યોગદાનની નોંધ નથી લેવાઇ તેવાંઓને યાદ પણ નહીં કરીએ. માનવ જાત તરીકે આપણે માત્ર ઉપરછલ્લાં તો છીએ જ - જો કે તેનો તો કંઇક પણ ઉપાય થાય - પણ તેથી વધારે તો આપણે બહુ જ અન્યાયી છીએ.

જીંદગી બહુ વિલક્ષણ છે

નસ્સીમ તલેબની દ્રષ્ટિએ જવલ્લે જ બનતી ઘટના એ જ અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતાની સાથે બે રીતે પનારો પાડી શકાય - એક તો 'અસામાન્ય'ને અલગ કરી અને જે રોજીંદું, વારંવાર , સામાન્યપણે થતું રહે છે તેના પર ધ્યાન આપવું. અને બીજો વિકલ્પ છે જેની સરવાળે બહુ વધારે અસર થતી હોય એવી "અસામાન્ય" ઘટનાઓને પહેલાં સમજવી. લેખક તો જો કે ચોખ્ખા શબ્દોમાં કહે છે કે "સામાન્ય વલણો"ને સમજવા માટે પણ ખરેખર તો "અસાધારણ" ઘટના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

સામાન્યપણે, જોવા મળતી માનસિકતા(અને વર્તણૂક)માટે તાલેબ જેને 'રમતિયાળ તર્કદોષ'\ ludic fallacy કહે છે તેવી માન્યતાને જવાદદાર ઠેરવે છે. આ પ્રકારની માન્યતા એટલે - રમત ગમતમાં જોવા મળતી સંરચિત ઉર્દચ્છિકતા વાસ્તવિક જીવનની અનૌપચારિક ઉર્દચ્છિકતા જેવી જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો ભૂતકાળના અનુભવોના આધાર પર અનઅપેક્ષિત ઘટનો વિષે આગાહી કરવી. નોકરી માટેના ઇન્ટરવ્યુ માટે ૧૦૦ લોકોએ અરજી કરી હોય એટલે સંભાવના સોમાંથી એકની ગણીને આપણે એકલાં જ ઇન્ટરવ્યુમાં હોઇએ તેના સોમા ભાગની જ તૈયારી કરવી? જેના વિષે આપણે કંઇક જાણીએ છીએ તેવું માનીને જે અજ્ઞાત છે તેની આગાહી કરવી અને જેની અજ્ઞેયતા વિષે પણ અજાણ છીએ તેવાં અજ્ઞાતની આગાહી કરવી એમાં કાંઇ ફરક ખરો?

તાલેબ અજ્ઞાત જોખમની સાથે કામ પાડવા માટે પ્રતિતથ્યાત્મક વિચારધારા \counterfactual reasoningનો ઉપયોગ કરવાનું પણ સૂચવે છે. ઘટના જે રીત થઇ તે સિવાય બીજું શું શું થઇ શક્યું હોત તેમ વિચારવાથી ઘણી વાર ઘટનાનાં આકસ્મિકપણે થવાના સમયે જોઇતી તૈયારીઓ કરી શકવના માર્ગ મળી રહેવાની શક્યતાઓ વધી જાય છે.

જેમ સંબંધોની સાચી ઓળખ તો ક્યારેક થતા વિપરીત સંજોગોમાં જ થાય છે, તબીયતની કસોટી મોટી બિમારીમાં જ રહેલી છે. સામાન્ય ઘટનાઓનો અભ્યાસ 'ક્વચિત થતી, અનિશ્ચિત' સંભાવનાને બાજુએ જ રાખી દે છે, અને તેમ છતાં અનિશ્ચિતતા પણ આપણે નિયંત્રણ મેળવ્યું છે, તેવા તરંગમાં આપણે રાચતાં રહીએ છીએ. તેથી જ આ પુસ્તકને "મહાન બૌધ્ધિક છેતરપીંડી"નાં ઉપનામની ઓળખ પણ મળેલી છે.

‘ધ બ્લૅક સ્વાન’ની બીજી આવૃતિમાં તેઓ જણાવે છે કે જથ્થાત્મક અર્થશાસ્ત્ર [Quantitative Economics] નો પાયો જ ખામીયુક્ત અને સ્વ-સંદર્ભીય છે. તેઓ આંડાશાસ્ત્રને પણ મૂળભૂત રીતે ખામીયુક્ત ગણે છે કારણકે જે દરથી અને સંખ્યામાં આક્સ્મિક ઘટનાઓ થતી રહે છે તેની સરખામણીમાં એવી ઘટનાઓ થવાની અને તેનાં જોખમનાં મહત્ત્વની આગાહી કરવા માટેનાં માતબર પ્રાવધાનો તેમાં નથી. ગણિતશાસ્ત્રી રાફૈલ ડૌડીની સાથે તેઓ આ સમસ્યાને આંકડાકીય અનિર્ણાયત્મકતા[statistical undecidability] કહે છે.

કાળા હંસ-પ્રતિરોધક વિશ્વ માટેના દસ સિદ્ધાંતો

અહીં નસ્સીમ તાલેબ, તેમના તીખા તમતમતા શબ્દોમાં, આપણને આપમેળે મૂડીવાદ ૨.૦ તરફ જવાના માર્ગની દુહાઇ દે છે. તેમની જડીબુટ્ટી છે - આપણી આર્થિક જીવન શૈલીને કુદરતની શૈલી માફકનાં જીવન તરફ વાળ્યે રાખવી, જ્યાં કંપનીઓ નાની હોય, પર્યાવરણ સમૃદ્ધ હોય અને બેહદ ફાયદાઓની વાત ન હોય. તેમનાં આવાં વિશ્વમાં બેંકરો નહીં , પણ ઉદ્યોગ સાહસિકો જોખમ લેતા હોય અને કંપનીઓનાં જન્મમરણ એ સમાચાર ન હોય.

૧. જે નાજુક જ છે તે હજુ નાનું હોય ત્યારે જ બટકી પડે તે જ સારું.
બહુ મોટું થયા પછી જે નિષ્ફળ જાય તે તો ખોટું, કારણ કે આર્થિક ઉત્ક્રાંતિ જેમાં સહુથી બધારે જોખમો છુપાયેલાં છે તેવાં અતિનાજુકને મોટાંમસ થવામાં પોસે છે.
૨. નુકસાનનું સામાજીકરણ નહીં અને નફાનું ખાનગીકરણ નહી
જેને પણ જાહેર નાણાંની મદદથી બચાવવું પડે તેનું રાષ્ટ્રીયકરણ કરી નાખવું જોઇએ, અને જેને બચાવવાની જરૂર નથી તેવાં આર્થિક સાહસોને મુક્ત, નાનાં અને જોખમ સહન કરી શકે તેવાં રાખવાં જોઇએ.
૩. આંખો બંધ કરીને શાલાની બસ ચલાવનારાં (અને ભટકાવી મારનારાંઓ)ને ફરીથી નવી બસ પર તો બેસાડવાં જ નહીં.
યુનિવર્સિટીઓ, નિયમનકારો, બેંકો, સરકારી બાબુશાહી જેવી આર્થિક સંસ્થાઓને સ્પર્શતી બાબતોમાં જે લોકોની નીતિઓ અને કાર્યપધ્ધતિઓના સંદર્ભમાં જેમના હાથ ચોખ્ખા હોય, અને જેમને આક્સમિક આથિક જોખમોની સાથે કામ લેવાની ફાવટ છે ,તેવાં લોકોને આ પ્રકારની સંસ્થાઓ ચલાવવાનું કામ સોંપવું જોઈએ.
૪.જેમને 'પ્રોત્સાહન બોનસ' મળતું હોય તેમને આણ્વીક ઉર્જાએકમો ચલાવા ન દેવાય.
'બચત' કરીને નફો બતાવવાની લ્હ્યાયમાં તેઓ સલામતી જેવા અતિમહત્ત્વના વિષયોમાં કરકસર કરી બેસે તો નવાઇ ન કહેવાય ! આર્થિક બાબતોમાં જો પ્રોત્સાહન અને બોનસ હોય તો નુકસાની સમયે, ન્યાયિકપણે,દંડ પણ હોવો જોઇએ.
૫. જટિલતાની સામે સરળતાના ધડા(Counter balance)નો ભાર સરખો બનાવો.
વૈશ્વીકરણ અને એકબીજાંમાં બહુ મોટે પાયે સંમિલિત થઇ ગયેલ આર્થિક તંત્રની જટિલતાની સામે બહુ જ સરળ નાણાંકીય વ્યવહારોથી કામ થાય તેવી વ્યવસ્થા બનાવ્યે રાખવી જોઇએ. જાત જાતના સિદ્ધાંતોના તરંગો અને તેને કારણે સર્જાતા પરપોટાઓને મૂડીવાદમાં સાવેસાવ તો રોકી ન શકાય, પણ તેનાથી થનાર અવળી અસરો વિષે પણ સજાગતા તો કેળવવી જ જોઇએ.
૬. ભલેને ડાયનેમાઇટના ટેટા પર સલામતીની સુચનાઓ છાપી હોય, તેથી બાળકોના હાથમાં તેનું જોખમ ઘટી નથી જતું.
રોજ રોજ બહાર પડતી નાણાંકીય પ્રોડક્ટ્સ એ ડાયનેમાઈટના ટેટા છે તે વાત તો સમજી લેવી જ જોઇએ.
૭. વિશ્વાસને ભરોસે તો 'એકના ડબલ' જેવી યોજનાઓ જ ચાલે.
સરકારનું કામ આર્થિક ઘટનાઓને લગતી અફવાઓ ફેલાતી અટકાવીને 'વિશ્વાસ પેદા' કરવાનું નથી. તેણે તો અફવાઓની આંધી વચ્ચે પણ સ્પષ્ટ રહે તેવી નીતિઓ ઘડવાની અને અમલ કરવાની રહે છે.
૮. દારૂડીયાને દારૂની લત છોડાવવા વધારે દારૂ ન અપાય.
જાહેર દેવાંની સમસ્યાનો ઉપાય વધારેને વધારે દેવાં નથી. તેનાં મૂળમાં જઇને બીનપોષાણક્ષમ તુક્ક્કાઓ વિષે ફેરવિચારણાઓ થતી રહેવી જોઇએ.
૯. માત્ર નાણાંકીય અસ્કમાયતો પર નાગરિકોનાં નિવૃત જીવનની નાવને તરતી ન મૂકવી જોઇએ.
પોતાના અંકુશમાં નથી તેવાં નાણાંકીય રોકાણોનાં વળતરના આધાર પર નિવૃતિનું આયોજન ન કરાય. દરેક નાગરિકે કંઇને કંઇ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા બાબતે તૈયારી રાખવી જ જોઇએ.
૧૦. કોપરૂં ખાવું હોય તો નાળીએર ફોડવું જ પડે.

કોઇ પણ સમસ્યાના થગડથીગડ ઉપાયો સમસ્યાને વધુ વિકરાળ જ બનાવવાનું કામ જ કરશે. આકસ્મિક ઘટનાઓ - ખાસ કરીને આર્થિક ઉથલપાથલો-નો સામનો કરવા માટે નિશ્ચિતતા પર ભરોસો ન રાખવાનું શીખવું જ રહ્યું.
સંલગ્ન સંદર્ભ :
એપ્રિલ ૧૦, ૨૦૧૨ના રોજ વુડરૉ વિલ્સન સ્કૂલના ઉપક્રમે યોજાયેલ વ્યાખ્યાન શ્રેણી "આર્થિક સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ - સંકટો, રાજકારણ અને શક્યતાઓ'ના ઉપક્રમે આપેલું વ્યક્ત્વય
આડ વાતઃ
"ધ બ્લેક સ્વાન'નામક અંગ્રેજી ફિલ્મો અને તેને લગતી કેટલીક રસપ્રદ વાતો

Black Swan - ૨૦૧૦માં રજૂ થયેલી મનોવૈજ્ઞાનિક થ્રીલર / હોરર ફિલ્મ, જેની પરિચયાત્મક સમીક્ષા, હૉલીવૂડ હન્ડ્રેડ : Film 80 : ‘બ્લેક સ્વાન’, પણ ફિલ્મને પૂરો ન્યાય કરે છે.

The Black Swan (૧૯૪૨)માં રજૂ થયેલી ફિલ્મ, રાફૈલ સબાતીનીની એ જ નામની, ૧૯૩૨માં પ્રસિદ્ધ થયેલી નવલકથા પરથી બનાવાઇ હતી. અને આ નવલકથા લેખકની જ નવલિકા The Duel on the Beach પરથી લખાઇ છે.

આ વિષય પર નસ્સીમ તાલેબના કેટલાક વિચારપ્રેરક લેખો, તેમ જ ‘બ્લૅક સ્વાન' ફિલ્મ જેવી સામગ્રી આ ફૉલ્ડરમાં એકત્રીત કરેલી છે.

Tuesday, September 16, 2014

અજાણતાં જ આપણાં KYC documentsના ગેરકાયદે ઉપયોગમાં આપણે હાથો તો નથી બની જતાં ને....



હમણાં એક બહુ જ મહત્ત્વનો સંદેશ એક ઇ-મેલમાં વાંચવા મળ્યો.

આજ કાલ કોઇપ્ણ જાહેર સેવા મેળવવા માટે, જાતેજ પ્રમાણિત કરેલ  ઓળખ અને રહેઠાણના પુરાવા જેવાં KYC documents આપણે છાસવારે આપતાં રહીએ છીએ.

ખાસ કરીને સીમ કાર્ડ જેવી સેવા મેળવવા માટે આપણે જમા કરેલાં આ દસ્તાવેજો એ હાટડીઓપરથી ગેરકાયદે ઉપયોગો માટે નજીવા ભાવોએ વેંચાતાં ફરે છે.

તેથી હવે જ્યારે પણ, ક્યાંય પણ KYC documents આપવાનાં થાય ત્યારે તેના પર કયાં કામ  / કારણસર , કોને એ દસ્તાવેજ આપ્યાં છે અને દસ્તાવેજ સોંપવાની તારીખ લખવાની કાળજી અવશ્ય લઇએ.

----- આપણા સહુના લાભાર્થે એક જાહેર અપીલ


મૅનેજમૅન્ટ ગુરુઓ : - પીટર ડ્રકર

image



પુરૂં નામ: પીટર ફર્ડીનાન્ડ ડ્રકર

જન્મઃ ૧૯ નવેમ્બર ૧૯૦૯ ॥
અવસાન: ૧૧ નવેમ્બર, ૨૦૦૫
૧૯૦૯માં ઓસ્ટ્રીઆમાં તેમનો જન્મ થયો અને તેમના ૯૬મા જન્મદિવસનાં લગભગ એક સપ્તાહ પહેલાં અમેરિકામાં ૨૦૦૫માં અવસાન. તેમના અવાજમાં જન્મજાત ઓસ્ટ્રીઅન બોલીની છાંટ છેક સુધી રહી હતી, પરંતુ ૧૯૩૭માં અમેરીકા સ્થળાંતર કર્યા પછી અમેરીકાની મુક્ત બજારની વિચારસરણીમાટે ભગીરથની જેમ ગંગા ઉતારવાનું કાર્ય તેમણે સમગ્ર જીવન પર્યંત કર્યું હતું.

તેમની જીવનગાથા આધુનિક બહુરાષ્ટ્રીય કોર્પોરેશન તેમ જ તેનું સંચાલન સંભાળતાં સંચાલકોનાં મૅનેજમૅન્ટ તત્વાર્થશાસ્ત્રની વિકાસગાથા છે. ૨૦મી સદીના અંત તરફ મુડીવાદની નફાપ્રધાન ટુંકી દૃષ્ટિ માટે તેમની ચાહતમાં એટલી હદ સુધી ઘટાડો થઇ ચૂક્યો હતો કે તેમનાં જીવનના છેલ્લા દસકામાં ઘણાં લોકોએ એવું પણ કહેવાનું શરૂ કરેલ કે પીટર ડ્ર્કર હવે સમયોચિત નથી રહ્યા.

પરંતુ પીટર ડ્રકરની જીવનગાથા એ માત્ર ઇતિહાસ નથી. સ્વિકારાય કે નહીં તે અલગ વાત છે, પણ આજનાં મૅનેજમૅન્ટ શાસ્ત્રનું માળખું અને કાર્યપધ્ધ્તિઓ મોટા ભાગે પીટર ડ્રકરની વિચારસરણીથી પ્રભાવીત થતી રહી છે. દરેક વિચારશીલ અગ્રણીનો પાયો પીટર ડ્રકરની વિચારધારાની બ્લ્યુપ્રિન્ટ પર ઘડાયો છે તેમ કહેવાં કોઇ અતિશયોક્તિ નહીં કહેવાય. લોકો અને સંસ્થાઓનું દીર્ઘ દૃષ્ટિથી સંચાલન કરવું એ કેટલું જટિલ કામ છે તે તેઓ ભલીભાંતી સ્વીકારતા રહ્યા હતા. તેથી જ સંચાલકોની કેટલીય પેઢીઓને તેમણે ઉત્તમ લોકોને પસંદ કરવા, સમસ્યાઓ નહીં પણ તકો પર ધ્યાન કેન્દ્રીત કરવું, તમારા ગ્રાહકના પક્ષે જ ઉભા રહેવું, સંસ્થાની લાંબા ગાળાની સ્પર્ધાત્મક સરસાઇને સમજવી અને તેને સતત સજ્જ કર્યે રાખવી જેવા પાઠ ભણાવ્યા છે.તેઓ હંમેશ માનતા રહ્યા કે દરેક સફળ સંસ્થાના પાયામાં તેનાં પ્રતિભાશાળી લોકોનો બહુ જ મહત્વનો ફાળો હોય છે.
- ઔદ્યોગિક ક્રાંતિથી માંડીને એ સમય સુધી પ્રચલિત અને સ્વીકૃત સંચલન વ્યવસ્થાની સામે, ૧૯૪૦ના દાયકામાં ,તેમણે જોરશોરથી વીકેન્દ્રીકરણની હિમાયત કરી.
- ૧૯૫૦ના દાયકામાં કારીગરોને જવાબદારી પૂર્ણ ખર્ચ નહીં પણ સંપત્તિ સ્વીકારવાની હિમાયત કરી.
-- ૧૯૫૦ના જ દાયકામાં તેમણે કોર્પોરેશનને માત્ર નફો કમાવી આપનાર મશીન નહીં પણ એકબીજાં માટે વિશ્વાસ અને સન્માન ધરાવતાં લોકોથી ધબકતાં સમુદાય તરીકે જોવાની હિમાયત કરી.
-- 'ગ્રાહક વિના કોઇ વ્યાપાર શકય નથી'ની ૧૯૫૦ના જ દાયકાની નવી ગ્રાહકોન્મુખ બજાર વિચારદૃષ્ટિના પણ તેઓ જ હિમાયતી હતા.
-- અન્ય મૅનેજમૅન્ટ વિચારકોથી બહુ પહેલાં, ૧૯૬૦ના દાયકામાં, તેમણે દેખાવ શૈલીને બદલે તત્ત્વ તેમ જ કરીશ્માઇ, પોતાનો જ પંથ ખેડનાર નેતૃત્વને બદલે સંસ્થાગત કાર્યપધ્ધ્તિઓની હિમાયત કરી.
-- અને સમયથી બહુ જ પહેલાં, ૧૯૭૦ના દાયકામાં તેમણે કાચા માલને બદલે જ્ઞાનનાં અને ભૌતિક સંસાધનોને બદલે જ્ઞાન-કર્મચારીઓનાં નવ-અર્થતંત્ર યોગદાન માટેનાં મહત્વને ૨૧મી સદીનાં મૅનેજમૅન્ટની વ્યૂહરચનામાં કેન્દ્રસ્થાને રાખવાની હિમાયત કરી.

મૅનેજમૅન્ટ કાર્યક્ષેત્રમાં માત્ર નફાને જ પ્રધાન્ય આપવાને બદલે, માનવીય અભિગમને પણ મહત્વનું સ્થાન આપવાને કારણે પીટર ડ્રકરના વિચારો મૅનેજમૅન્ટ વિષયમાં પૌવાર્ત્ય શૈલી તરીકે ઓળખાતી વિચારસરણી ધરાવતા જાપાનમાં પણ સ્વીકૃતિ મેળવી રહેલ. જેનું એક બહુ જ સરસ ઉદાહરણ છે "What If the Female Manager of a High-School Baseball Team Read Drucker’s Management" નામક નવલકથા.

પોતાનાં બાળપણની મિત્ર યુકી મિયાતા માટે કરીને, તેની માંદગી દરમ્યાન, હોડોકુબો હાઇસ્કુલ ની બેઝબૉલ ટીમનાં પ્રશિક્ષકની કામગીરી (વાર્તાની નાયિકા) મીનામી કાવાશીમા સ્વીકારે છે. કોઇ પણ ટીમનું નેતૃત્વ સંભાળવાનો તેને કોઇ પૂર્વ-અનુભવ તો હતો નહીં. એ દરમ્યાન ડ્રકરનું પુસ્તક - Management: Tasks, Responsibilities, Practices - તેના હાથે ચડે છે. આ પુસ્તક વાંચીને, બેઝબૉલ ટીમને રાષ્ટ્રીય ખેલમાં સર્વોચ્ચ સ્થાને પહોંચાડવાનાં ધ્યેય સાથે મીનામી તેની ટીમને એક વ્યાપાર સંસ્થાનની જેમ મૅનેજ કરે છે. આ નવલકથા પરથી પછીથી ફિલ્મ પણ બની છે.

આસપાસ થઇ રહેલી દરેક ઘટનાઓનાં નીરીક્ષણમાંથી તેઓ જે તારણો કાઢતા તે જતે દહાડે બહુ જ સન્માનિત વિચારધારામાં પરીવર્તીત થઇને રહેતાં. GEનાં મુખ્ય સંચાલક તરીકે કાર્યભાળ સંભાળ્યા પછી જૅક વૅલ્શને તેમણે બે સાવ સીધા અને સરળ જણાતા સવાલ પૂછ્યા હતાઃ 'જો આજે તમે આ વ્યાપારમાં ન હોત, તો નવેસરથી આ વ્યાપારમાં દાખલ થવાનું વિચારત ખરા?’ અને ‘જો જવાબ 'ના' હોય, તો હવે તમે શું કરશો?'. વૅલ્શ માટે આ બે સવાલો GEના વિકાસ અને સંચાલન માટે હંમેશાં નવી દિશાઓ ખોલતા રહ્યા.

ડ્રકરની પ્રતિભા દેખીતી રીતે સાવ છુટા છુટા જણાતાં ચિંતનોમાંથી બહુ જ અર્થસભર વલણો ખોળી કાઢવાનાં તેમનાં કૌશલ્યને અંશતઃ આભારી કહી શકાય. તેમના મિત્ર, અને એક બહુમાન્ય મૅનેજમૅન્ટ વિચારક વૉરન બેનિસે તેમને એક વાર પૂછ્યું કે, 'તમને આવી સાવ નવી જ આંતરસુઝની પ્રેરણા ક્યાંથી મળતી રહે છે?' જવાબમાં ડ્રકરે કહ્યું: " ધ્યાનપૂર્વક સાંભળવામાંથી", અને થોડી વાર રહીને ઉમેર્યું, "મારી જાતને."

Wall Street Journalમાં દસ વર્ષ સુધી તેઓ લખતા રહ્યા હતા. તે ઉપરાંત Harvard Business Review, The Atlantic Monthly, અને The Economistમાં પણ તેમના લેખો પ્રકાશીત રહ્યા હતા.

પીટર ડ્ર્કરનાં મોટા ભાગનાં લખાણોમાં જોવા મળતા તેમના વિચારો:

· ડ્રકર કેન્દ્રીય સત્તા અને નિયંત્રણ વ્યવસ્થાની તરફેણ નહોતા કરતા, તેઓ ભારપૂર્વક કહેતા કે સંસ્થાની લાંબા ગાળાની અસરકારક સફળતા તેની વિકેન્દ્રીત અને સરળ કાર્યપ્રણાલીથી ઘડી શકાય છે.

· કંપનીની પ્રાથમિક જવાબદારી તેના ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓની પૂર્તતા કરવાની છે. કંપનીએ તેનો વ્યાજબી નફો આ જવાબદારી અદા કરતાં કરતાં રળવો જોઇએ.

· કર્મચારીઓ કંપનીના, કરકસર કરવા યોગ્ય, 'ખર્ચાઓ' નહીં પણ 'સંપત્તિ' છે. સંચાલકનું કર્તવ્ય છે કે કર્મચારીઓ તેમની કામગીરી (તેમને) સંતોષ થાય તે રીતે, અને (કંપની માટે) કાર્યક્ષમ રીતે , કરી શકે તે માટે સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓને જરૂરી સાધનો પૂરાં પાડવાં. આમ કરવામાં તેણે કામ કરતાં લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ તેમ જ જવાબદારીઓને અને તેઓ જે સમાજનો હિસ્સો છે તે સામાજિક પર્યાવરણની સંવેદનાઓને સમજવી જરૂરી છે.

· લગભ બધી જ મોટી બની ચૂકેલી સંસ્થાઓ 'સરળ' માર્ગે કામ કરવાની રીતો ભૂલી જતી હોય તેમ જણાય છે. આ સંદર્ભમાં પીટર ડ્ર્કરના "ત્રણ પ્રશ્નો" બહુ જ આધારભૂત દિશાસૂચક માપદંડ મનાય છેઃ આપણો વ્યવસાય શું છે? આપણું ગ્રાહક કોણ છે ? આપણા વર્તમાન ગ્રાહકની દૃષ્ટિએ કિંમતી / મૂલ્યવાન શું છે?

· દરેક સંસ્થાએ દર ત્રણ થી પાંચ વર્ષના નિયમિત અંતરાલે પોતાનાં ઉત્પાદનો (કે સેવાઓ), કાર્યક્ષેત્રો, પ્રક્રિયાઓ, ટેક્નોલોજી અને બજારોની વિધેયાત્મક સમીક્ષા કરતાં રહેવું જોઇએ, જેથી આયોજિત પરિત્યાગની વ્યૂહરચનાના અમલ રૂપે સમય સમયે એકઠાં થતાં રહેતા, પોતાના ભૂતકાળની સફળતાનાં ચાલક બળ સમા, બીનઉપયોગી સામાનને કાઢી નાખતાં રહી, સંસ્થાનાં ઉત્પાદક સંસાધનોને ભાવિ પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે કામે લગાડતાં રહી શકાય.

· (પહેલેથી) વિચાર કર્યા સિવાય (અમલીકરણનાં) પગલાં લેવાની આદત મોટા ભાગની નિષ્ફળતાઓનાં કારણોના પાયામાં હોય છે. સંસ્થાનાં અગ્રણી નેતૃત્વનું કર્તવ્ય છે વિચારશીલતા, જ્યારે અન્ય વ્યવસ્થા સંચાલકોનું કર્તવ્ય છે (એ વિચારોનો) સાચી રીતે અમલ.

· સાચો સવાલ પૂછવો એ સંચાલકની દૂરગામી તેજસ્વીતાની આગવી લાક્ષણિકતા છે. સાચો સવાલ શોધવો જેટલું મુશ્કેલ છે , તેટલું મુશ્કેલ તે સવાલનો સાચો જવાબ શોધવાનું અઘરૂં નથી. ખોટા સવાલના સાચા જવાબ, કદાચ જોખમી ન નીવડે, પણ વ્યર્થ તો છે જ. તેમણે લખેલાં પુસ્તકો :
1939: The End of Economic Man (New York: The John Day Company)
1942: The Future of Industrial Man (New York: The John Day Company)
1946: Concept of the Corporation (New York: The John Day Company)
1950: The New Society (New York: Harper & Brothers)
1954: The Practice of Management (New York: Harper & Brothers)
1957: America's Next Twenty Years (New York: Harper & Brothers)
1959: Landmarks of Tomorrow (New York: Harper & Brothers)
1964: Managing for Results (New York: Harper & Row)
1967: The Effective Executive (New York: Harper & Row)
1969: The Age of Discontinuity (New York: Harper & Row)
1970: Technology, Management and Society (New York: Harper & Row)
1971: The New Markets and Other Essays (London: William Heinemann Ltd.)
1971: Men, Ideas and Politics (New York: Harper & Row)
1971: Drucker on Management (London: Management Publications Limited)
1973: Management: Tasks, Responsibilities, Practices' (New York: Harper & Row)
1976: The Unseen Revolution: How Pension Fund Socialism Came to America (New York: Harper & Row)
1977: People and Performance: The Best of Peter Drucker on Management (New York: Harper's College Press)
1978: Adventures of a Bystander (New York: Harper & Row)
1980: Managing in Turbulent Times (New York: Harper & Row)
1981: Toward the Next Economics and Other Essays (New York: Harper & Row)
1982: The Changing World of Executive (New York: Harper & Row)
1982: The Last of All Possible Worlds (New York: Harper & Row)
1984: The Temptation to Do Good (London: William Heinemann Ltd.)
1985: Innovation and Entrepreneurship (New York: Harper & Row)
1986: The Frontiers of Management: Where Tomorrow's Decisions are Being Shaped Today (New York: Truman Talley Books/E.D. Dutton)
1989: The New Realities: in Government and Politics, in Economics and Business, in Society and World View (New York: Harper & Row)
1990: Managing the Nonprofit Organization: Practices and Principles (New York: Harper Collins)
1992: Managing for the Future (New York: Harper Collins)
1993: The Ecological Vision (New Brunswick, NJ and London: Transaction Publishers)
1993: Post-Capitalist Society (New York: HarperCollins)
1995: Managing in a Time of Great Change (New York: Truman Talley Books/Dutton)
1997: Drucker on Asia: A Dialogue between Peter Drucker and Isao Nakauchi (Tokyo: Diamond Inc.)
1998: Peter Drucker on the Profession of Management (Boston: Harvard Business School Publishing)
1999: Management Challenges for 21st Century (New York: Harper Business)
2001: The Essential Drucker (New York: Harper Business)
2002: Managing in the Next Society (New York: Truman Talley Books/St. Martin’s Press)
2002: A Functioning Society (New Brunswick, NJ and London: Transaction Publishers)
2004: The Daily Drucker (New York: Harper Business)
2008 (posthumous): The Five Most Important Questions (San Francisco: Jossey-Bass)

પીટર ડ્રકરના વિચારોના વારસાને પ્રવર્તમાન ઘટનાઓ અને વિચારસરણીના સંદર્ભે પ્રસ્તુત રાખવાનું ઉમદા કાર્ય ધ ડ્રકર ઇન્સ્ટીટ્યુટ દ્વારા થઇ રહ્યું છે. મૅનેજમૅન્ટ વ્યવસાય સાથે સંકળાયેલ દરેક વ્યક્તિએ તેની વેબસાઈટ પરના બ્લૉગ, ધ ડ્ર્કર એક્ષચેન્જ, પરની ચર્ચા વિચારણાઓ સાથે સંપર્કમાં રહેવું જોઇએ. પીટર ડ્ર્કર સોસાયટી ઑફ ઑસ્ટ્રીઆ પર પીટર ડ્રકરને લગતાં યુરોપમાં થતા રહેતા કાર્યક્રમો વિષે પણ જાણકારી મેળવી શકાતી રહી શકશે.

પીટર ડ્રકરને લગતું અન્ય સંદર્ભ સાહિત્યઃ

સંવાદમાં શું નથી કહેવાઇ રહ્યું તે સાંભળવું વધારે મહત્વનું છે - પીટર ડ્રકર


clip_image001 આ લેખ વેબ ગુર્જરી પર ૭ માર્ચ, ૨૦૧૪ના રોજ પ્રસિધ્ધ થયેલ.)