Wednesday, September 24, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - સપ્ટેમ્બર, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં સપ્ટેમ્બર, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ પહેલાં જુલાઇ ૨૦૧૪ના અંકમાં આપણે બિન-સંવાદિતા / બિન-અનુપાલનની ગુણવત્તા સંચાલનના સંદર્ભે વાત કરી હતી.
તે પછીથી ઑગસ્ટ ૨૦૧૪ના અંકમાં આપણે બિન-અનુપાલન (કે બિન-સંવાદિતા)ની સ્થિતિમાંથી બહાર આવવામાટે, સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિનાં પગલાં વિષે પ્રાથમિક જાણકારી મેળવી.
આ મહિને હવે આપણે તે પછીની મહત્ત્વની કડી, મૂળ કારણ અને મૂળ કારણ વિશ્લેષણ,ની વાત કરીશું.
શરૂઆત કરીએ વિકિપિડીયા શું કહે છે તેનાથી -
કારણોની સાંકળમાં હિતસંબંધી પરિણામ કે અસર તરફ દોરી જતું પહેલું કારણ મૂળ કારણ કહેવાય છે.
સરળ ભાષામાં કહીએ તો "મૂળ કારણ" એવું (અનિચ્છનીય) "કારણ" છે જે (ઊંડે, પાયામાં, મૂળતઃ કે પાછળ રહેલ) "મૂળ"માં છે.
વ્યાવસાયિક સામયિકોમાં 'મૂળ કારણ' શબ્દ પ્રયોગનો ઉપયોગ છેક ૧૯૦૫થી થતો જોવા મળે છે.
ઈવાન ફેન્ટિન (૨૦૧૪)માં મૂળ કારણને સમજાવતાં કહે છે કે તે પ્રક્રિયાનાં અસફળ રહેવામાટે છેક ઊંડે સુધી કરાયેલાં વિષ્લેષણનું પરિણામ છે. અસફળ પ્રક્રિયા માટે તેમણે "MIN Process" (એટલે કે એવી પ્રક્રિયા જે ખૂટે છે\ Missing, કે અધુરી\Incomplete છે કે અનુસરાઈ નથી રહી\Not followed) શબ્દ પ્રયોગ કર્યો છે.
માર્ક પૅરાડીસ, Root Cause Analysis Blog પર,મૂળ કારણની વ્યાખ્યા \ Definition of a Root Causeનાં દરેક ઘટકને છૂટાં પાડીને વિશ્લેષણ કરે છે
સહુથી પાયામાં રહેલ કારણ (કે કારણો) એટલે
જે સાધારણ રીતે પારખી શકાય,
જેને સુધારવું સંચાલનના હાથની વાત છે અને,
સુધાર્યા પછી, જે સમસ્યાનું ફરીવાર થવું
રોકી શકે
(કે થવાની શકયતા મહ્દ્‍ અંશે ઘટાડી શકે) છે.
આ વ્યાખ્યામાંથી તરી આવતા મહત્ત્વના મુદ્દાઓ :
૧ ) મૂળ કારણ મળે તેનો અર્થ એ કે સંચાલન તંત્ર દ્વારા તેને સુધાર્યા પછી સમસ્યા ફરી વાર થતી રોકી શકાશે. આ મહત્ત્વનું એટલા માટે છે કે જ્યાં સુધી અમલ થઈ શકે તેવું કારણ ન મળે ત્યાં સુધી શોધ અટકવી ન જોઇએ.
૨) વ્યાખ્યામાં સંચાલન તંત્રની ક્ષમતાના દાયરામાં હોય તેવી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા વિષે ભાર મુકાયો છે.
૩) કેટલી હદ સુધી તપાસ ચાલુ રાખવી જેવા હંમેશાં પજવતા રહેતા સવાલનો જવાબ મળી રહે છે.
૪) એક કરતાં વધારે મૂળ કારણો હોઇ શકે તેવી શક્યતાઓ આ વ્યાખ્યામાં અભિપ્રેત છે.
તે ઉપરાંત, મૂળ કારણ\ root causeની આ પણ આગવી ખાસીયતો છે :
૧. સમસ્યાનાં લક્ષણોમાટેનું તે બહુ સ્પષ્ટપણે મહત્ત્વનું કારણ છે.
૨. તેનાથી આગળ કંઇ વધારે અસરકારક કારણ નથી. "અસરકારક" શબ્દપ્રયોગ મૂળ કારણનાં વિશ્લેષણને ક્યાંથી જગ્યાએ અટકાવવું તેનો દિશા નિર્દેશ કરે છે. નહીંતર તો ખાડામાં ઊંડેને ઊંડે, ધરતીના પેલા છેડા સુધી ખોદ્યે જ રાકવાની સ્થિતિ બની રહે.
૩. તે ઉકેલાઈ શકે છે. કોઇ કોઇ વાર જેના પર કંઇ જ કરી શકાય તેમ નથી એવાં અન્ય મૂળ કારણોને આપણાં વિશ્લેષણમાં આવરી લેવાથી સમ્સ્યા, તેનાં મૂળ કારણો અને તેના ઉકેલ સમજવામાં મદદ મળી રહે છે. બાકી ઉકેલની બાબતમાં પણ ઉપરોક્ત બે ખાસીયતો જ ધ્યાનમાં રાખવી જોઈએ.
4. ઉકેલને કારણે વધારે મોટી સમસ્યા ન પેદા થવી જોઇએ. આડ અસરો વિષે ખાસ ધ્યાન આપવું.
૫. આનાથી વધારે ઉચિત કોઇ અન્ય (મૂળ) કારણ સંભવ ન હોવું જોઇએ. એટલે કે બધાજ શકય વિકલ્પો પર પૂરતો વિચાર કરાવો જોઇએ.

મૂળ કારણ વિશ્લેષણ \ Root cause analysis એક અભિગમ છે જેના દ્વારા ઘટના થવા પાછળ રહેલાં કારણો ખોળી કાઢવામાં આવે છે, જેથી સહુથી વધારે અસરકારક ઉકેલ શોધી શકાય તેમ જ અમલ કરી શકાય. સામાન્યતઃ તો જ્યારે કંઇ ખોટું થાય ત્યારે જ આ પ્રકારનું વિશ્લેષણ કરાતું હોય છે, પણ તેનો અર્થ એમ નહીં કે ધાર્યાં પરિણામ આવ્યાં હોય તો તેને લાગુ ન કરી શકાય. સંસ્થાની અંદર, સમસ્યા નિવારણ કે ઘટનાની છાનબીન કે મૂળ કારણ વિશ્લેષણ ત્રણ મૂળ સવાલથી જોડાય છે : સમસ્યા શું છે ? શા માટે તે ઉદભવી ? હવે તે ફરીથી ન થાય તે માટે શું કરવું ?
ASQ પ્રમાણે મૂળ કારણ વિશ્લેષણ \Root cause analysis એક અવો સામૂહિક શબ્દ પ્રયોગ છે જે સમસ્યાના ઉકેલ ખોળી કાઢવાના વિવિધ અભિગમ, સાધનો અને રીતોને આવરી લે છે.
ASQ Fellow જીમ રુનીની સાથે મૂળ કારણ વિશ્લેષણની મૂળભૂત સમજ મેળવીએ :
Part 1:   A Conceptual Overview
Part 2:  Practical Application
'મૂળ કારણ વિશ્લેષણ શું છે?' \ ‘What is Root Cause Analysis?’ માં મૂળ કારણ વિશ્લેષણની શરુઆત, તેના વિષેની સમજ, અને ભવિષ્યઃ તર્કથી તારવેલ,સાહજિક, અને સ્વયંસંચાલિત RCA’ જેવા વિષયો આવરી લેવાયા છે.
“DevOpsની ટીમો ઘણી વાર વારંવાર નડ્યા કરતાં લક્ષણોની સાથે કામ પાર પાડવામાં જ વધારે સમય વ્યસ્ત રહે છે, જેને કારણે સોફ્ટવેર કે આઈટીને લગતા મુદ્દાઓ પર ઊંડાણમાં જવાતું નથી જ અને સ્ત્રોત પરની સમસ્યાઓના ઉકેલ માટે વધારે મહેનત કર્યે રાખવી પડે છે. પણ દરેક ડૉક્ટર જાણે છે કે પહેલે પ્રથમ જ જો જાણી શકાય કે લક્ષણો વારંવાર કેમ ઉથલા મારે છે, તો સમય અને નાણાંની ઘણી બચત થઈ શકે. કોઇ પણ સમયાના ઉકેલની શોધ સમયે તેના માટેનાં મૂળભૂત કારણો તરફ નજર કરતાં રહેવું એ જ મૂળ કારણ વિશ્લેષણ કહેવાય. જેમ ડૉકટર માટે તેમ કોઈ પણ તંત્ર વહીવટકર્તા \ administrator, કે સૉફટ્વેર ડેવલપર કે ગુણવત્તા પ્રતિતી ક્ષેત્રનાં વ્યાવસાયિકો માટે પણ 'મૂળ કારણ વિશ્લેષણ’ વ્યર્થ મહેનતમાંથી છૂટકારો અપાવી શકે છે.
અહીં બીજા પણ કેટલાક કામના સંદર્ભ/ સાધનો પણ સુચવાયાં છે
મૂળ કારણ વિશ્લેષણ વડે સમસ્યાનાં મૂળ સુધી જવું \Root Cause Analysis - Tracing a Problem to its Origins નોંધે છે કે મૂળ કારણ વિશ્લેષણ પ્રક્રિયામાટે ઘણાં સાધનોની મદદ લઇ શકાય. કારણ અને અસર આકૃતિઓ કે પાંચ વાર 'કેમ' જેવી પદ્ધતિઓ તો પ્રક્રિયામાં જ સમાઈ જાય, જ્યારે FMEA અને Kaizen જેવી પદ્ધતિઓ ભવિષ્યમાં ફરીથી મૂળ કારણ વિશ્લેષણની જરૂરિયાત ઓછી કરે છે.
મૂળ કારણ વિશ્લેષણ (RCA) તપાસ \ Root Cause Analysis (RCA) investigation :
NHSમાં દરરોજ સલામત રીતે, સફળતાપૂર્વક, લાખો દર્દીઓનાં નિદાન અને સારવાર થાય છે.
તેમ છતાં પણ જ્યારે કોઇ અનિચ્છનીય ઘટનાઓ થાય ત્યારે તે ઘટના ફરીથી ન થાય તેના માટે શું કરવું તે શીખવું વધારે મહત્ત્વનું બની રહે છે. આ માટે મૂળ કારણ વિશ્લેષણ સ્વીકૃત પદ્ધતિ છે.
તપાસ દ્વારા જાણી શકાય છે કે દર્દીની સલામતીને લગતી ઘટનાઓ કેમ અને શા માટે થઈ, જ્યારે વિશ્લેષણ વડે ફેરફાર કરવા માટેનાં ક્ષેત્રો અને દર્દીઓની વધારે સલામત સારવાર માટેનાં સૂચનો તારવી શકાય છે.
RCA તપાસ માટે કેટલાંક મદદરૂપ સંસાધનો:
તપાસ પ્રક્રિયામાં મદદરૂપ સાધનો :
§ Getting started
§ Gathering and mapping information
§ Identifying care and service delivery problems
§ Analysing to identify contributory factors and root causes
§ Generating solutions
§ Log, audit and learn from investigation reports
તપાસનાં તથ્યો નોંધવા અને બીજાં સાથ વહેંચવા માટેના નમૂના
§ Investigation report writing templates
§ Action plan templates
§ Other useful templates
માર્ગદર્શિકા
eToolkit - NHSમાં તપાસનું માળખું
અને આ ઉપરાંત, Root Cause Analysis for Beginners” અને Root Cause Analysis - McCombs School of Business નો પણ લાભ લઇ શકાશે.
જો કે, મૂળ કારણ વિશ્લેષણની નિષ્ફળતાનાં મૂળ કારણ વિશ્લેષણ \ Root Cause Analysis of the Failure of Root Cause Analysis નું કહેવું છે કે મૂળ કારણ વિશ્લેષણ કે 'પાંચવાર કેમ'ની ઉપયોગીતાને જ પડતાં મૂકી દેવાને બદલે એટલું યાદ રાખવું જરૂરી છે કે કોઇ પણ પદ્ધતિ સીધે સીધી તો કામ નહીં જ આવે.
આજે આ વિષય પર અહીં અટકીએ તે પહેલાં ડીલ્બર્ટની કટાક્ષમય વાણીનું શું કહેવું છે તે જરૂર જોઇએ :
May 01, 1994
Dilbert May 01, 1994
November 02, 1994
clip_image002[174]
October 29, 2007
Dilbert October 29, 2007

November 04, 2008
clip_image002
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:
The Future of Quality: Evolutionary or Revolutionary?માં ASQના મુખ્ય સંચાલક બીલ ટ્રૉયે એક બહુ જીવંત ચર્ચાનાં સ્વરૂપમાં, 'અમારાં ભવિષ્ય તમારા હાથમાં છે' તેમ કહીને તેમણે ગુણવતા વ્યાવસાયિકોને સવાલ કર્યો છે કે ગુણવત્તા ઉત્ક્રાંતિકારક છે કે ક્રાંતિકારક છે?
ASQનાં જુલીઆ મૅકીન્તોશ ઑગસ્ટ ૨૦૧૪નાં Blogger Round Up, What’s The Future of Quality?માં ઉપર પૂછાયેલ સવાલના, the Influencing Voice blogging સમુદાયના, પ્રતિભાવો રજૂ કરે છે. 'ઉત્ક્રાંતિકારક' અને 'ક્રાંતિકારક' વચ્ચે અભિપ્રાય લગભગ સરખે ભાગે વહેંચાયેલ કહી શકાય, પણ "બંને" અથવા 'અન્ય' અભિપ્રાયો પણ છે. બહુ જ ઉપયુક્ત રીતે લેખનાં સમાપનમાં માઈકલ નોબલનું બહુ જ ભારપૂર્વક કહેવાયેલ કથન " આખરે તો પરિવર્તન માત્ર વ્યાવસાયિક સમુદાયમાંથી જ નહીં નીપજે, કારણકે એક યા બીજે મુદ્દે પરિવર્તનની ખરી લગામ તો માંગના સ્વરૂપે વપરાશકારના હાથમાં જ રહેશે."
આ વખતે આપણી પાસે ASQ TVનાં બે વૃતાંત છે :
Creating a Safer Food Supply માં ખોરાક સામગ્રીમાં સલમાતીનાં માનકો અને યોજનાઓ શું ભાગ ભજવે છે તેની વાત, ISO 9001 અને ISO 22000માંના તફાવતો અને Apples to Oranges? વડે, કરાઇ છે..
સંલગ્ન વીડિયોઃ:
  • Conversation With a Food Safety Consultant
  • A deeper look at HACCP and ISO 22000
  • The Lighter Side: A Chef's Unique Approach to Standards
સંસ્કૃતિનું ગાંડપણ \ The Culture Craze : “ તમારી સંસ્થાનાં કર્માચારીઓ પ્રકિયા સુધારણા માટેના અભિગમો અને પદ્ધતિઓ સંનિષ્ઠપણે વાપરતાં હોય એટલે ગુણવત્તા સંસ્કૃતિનું વાતવારણ છે એમ કહી શકાય ખરૂં? એક વાર ફરીથી વિચારી જોજો. આજનાં આ વૃતાંતમાં સંસ્કૃતિ અને અનુપાલનની ભેદરેખા સમજાવાઈ છે. તે સાથે ફૉર્બ્સ ઇન્સાઈટ્સ દ્વારા સંસ્કૃતિ અંગે કરાયેલ એક વૈશ્વિક અભ્યાસનાં મુખ્ય તારણોની પણ સમીક્ષા કરાઇ છે. ઉપરાંતમાં, કર્મચારીઓને આજની સદીમાં કેમ લઈ જવાં તેની પણ વાત કરાઇ છે.
સંલગ્ન વીડિયોઃ:
આ મહિનાનાં આપણાં ASQ’s Influential Voice છે – નિકોલ રૅડ્ઝીવીલ
clip_image001નિકોલ રૅડ્ઝીવીલ જેમ્સ મૅડીસન યુનિવર્સિટીના ઈન્ટીગ્રેટેદ સાયન્સ અને ટેક્નૉલોજી વિભાગમાં સહાયક પ્રાધ્યાપક છે. ગુણવત્તા, ગુણવત્તા સભાનતા અને નવીનીકરણમાંનાં સંશોધનો વિષે લખતાં રહે છે. સાહિત્ય અને નાટકોમાં પણ ગુણવત્તાની વાત તેમને ખુશ કરે છે.તેમની સંશોધનની ૧૦૦ % આવક તેઓ the Burning Mind પરિયોજના માટે ખર્ચ કરે છે. તેમના બ્લૉગ, Quality and Innovation, માં સામાજિક-ટેકનૉલોજી તંત્ર વ્યવસ્થાઓમાં ગુણવત્તા, ઉત્પાદકતા અને નવીનીકરણની નવી નવી દિશાઓની વાત જોવા મળે છે.
તેમના બ્લૉગ પરની કેટલીક પૉસ્ટ :
આ મહિને પણ Curious Cat Management Improvement Carnivalમાં કંઇ નવું મુકાયું નથી.
જો કે આપણે તો આ બ્લૉગ પર તાજેતરમાં મુકાયેલ લેખની મુલાકાત લઈએ છીએ. આ મહિને તે લેખ છે Peter Drucker Discussing The Work of Juran, Deming and Himself.
“અમે ત્રણ જણ જાણીએ છીએ કે ગુણવત્તાનો કોઈ ખર્ચ નથી થતો, પણ હિસાબની ખાતાંવહી એવું છટકું અને ભ્રમણા છે કે  જે કંઇ ન કરવાની ચૂકવવી પડતી કિંમતને સંતાડી દે છે. કૉસ્ટ ઍકાઉન્ટીંગમાં આવી બાબતો ક્યારે પણ મપાતી નથી."
આપણા બ્લોગોત્સોવને વધારે માહિતિપ્રદ અને રસપ્રદ બનાવવામાં આપ સહુનાં સૂચનો મળતાં રહેશે, તે આશા સાથે .....

No comments: