Saturday, November 30, 2019

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૧૧_૨૦૧૯


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૧_૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
૯૧ વર્ષની વયે Theatre and film actor Shaukat Kaifi passes away. 'ગર્મ હવા' (૧૯૭૩), 'ઉમરાવ જાન' (૧૯૮૧) અને 'બાઝાર' (૧૯૮૩)માં શૌકત આઝમીની ભુંમિકાઓ ચિરઃસ્મરણીય છે. તેઓ છેલ્લે 'સાથિયા' (૨૦૦૨)માં પર્દા પર દેખાયાં હતાં.
હવે આપણે અન્ય અંજલિઓ અને યાદગીરીને લગતી પૉસ્ટ્સ વાંચીશું
આપણા આ બ્લૉગોત્સ્વના ઓક્ટોબર, ૨૦૧૯ના અંકમાં આપણે Part 1, Part 2 અને Part 3 of Lata with Lesser Known Composers  વિષે વાત કરી હતી. the fourth partમાં હવે લતા મંગેશકરના ઓછા જાણીતા સંગીતકારો સાથેનાં કામની ચર્ચા સમાપ્ત થાય છે.
સંગીતકાર લતા મંગેશકર એટલે આનંદધન - આશિષ ભીન્ડે - લતા મંગેશકરે ચારેક મરાઠી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. સંગીતકાર તરીકે લતા મંગેશકરે સી રામચંદ્ર પાસે 'રામ રામ પાહુણે' ફિલ્મમાં માઝ્યા શેતાત સોનાચી પિકતે' યુગલ ગીત ગવડાવ્યું છે.
એસ ડી બર્મન પરની હજુ કેટલીક વધારે યાદાંજલિઓની પણ નોંધ લઈશું
  • Sachin Karta’s Last Visit to Agartala માં તેમના મોટા ભાઈ પ્રફુલ્લ કુમાર દેવ બર્મનના અવસાન સમયે લીધેલ અગરતલ્લાની મુલાકાતને યાદ કરવામાં આવી છે.
  • The Masters: SD Burman એસા ડી બર્મનને ઉર્મિસભર કાવ્ય સ્વરૂપે યાદ કરે છે.
When India’s first international film festival was suspected to be a ‘communist shenanigan’ -જ્યારે સોવિયેત કાવતરાંને નિષ્ફળ કરવા ફ્રેંક કાપ્રાને મોકલવામાં આવ્યા - જાણીતા ફિલ્મ ઈતિહાસવિદ અમૃત ગંગરના જણાવ્ય અમુજબ બન્ને મહાસત્તાઓની નજર તાજાં સ્વતંત્ર થયેલ ભારત પર હતી અને IFFI 1952 એ માટેનું એક આદર્શ સાંસ્કૃતિક માધ્યમ હતું જેના વડે ભારતનાં ભૂ-રાજકીય અભિગમ પર પ્રભાવ પાડી શકાય.
ફ્રેંક કાપ્રા નરગીસ, સુરૈયા અને અન્યો સાથે (ફોટો - ફિલ્મ્સ ડિવિઝન)
The Golden Thread of Bengali Cinema: A Journey Through 100 Years - કોલકત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ, ૨૦૧૯ની સાથે સાથે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના શિવેન્દ્ર સિંઘ ડુગરપુર અને ફિલ્મ ઈતિહાસવિદ અને લેખક એસ એમ એમ આહુજાના સહયોગમાં નેશનલ મ્યુઝીયમે બંગાળી ફિલ્મોના ઈતિહાસને તાજો કરવા ફિલ્મોનાં યાદગાર વસ્તુઓ-ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું. ૮મી નવેમ્બરે ખુલ્લું મુકાયેલ પ્રદર્શન એક મહિના માટે ખુલ્લું રહેશે. ફિલ્મ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરતી વખતે કોલકત્તાની મુલાકાતે ગયેલાં રાખીએ “I Was Born Free,” Raakhee Gulzar Speaks Her Heart Outમાં વર્તમાન વિશે પોતાના વિચારો જણાવ્યા છે.
Finally, a film about Annapurna Devi that unpacks the legend behind the Hindustani musician - નિર્મળ ચંદર દંદ્રીયાળની 'ગુરુ મા' ઑક્ટોબર, ૨૦૧૯ની ૧૩ અને ૧૪ના રોજ મુંબઈમાં પ્રદર્શિત થઈ.
Pati Patni Aur Woh Is About a Pathological Liar -  'પતિ, પત્ની ઔર વોહ'માં પુરુષપ્રધાન સમાજનાં રૂપકો સહજપણે રજૂ કરાયાં છે. 'છોકરા તો છોકરા જ રહેવાના'ની ભાવનાને પાત્રાલેખનની નાની નાની ખમીઓ છતાં સંજીવ કુમાર તેમની આગવી શૈલીમાં જીવી જાય છે. સંજીવ કુમારનો અભિનય ફિલ્મને આજે પણ જોવી ગમાડે છે.
The Charismatic Ashok Kumar Upstaged Raj Kapoor At His Own Wedding - આ લેખ ધ ક્વિન્ટમાં ૧૦ ડીસેમ્બર, ૨૦૧૫ના રોજ અશોક કુમારની અવસાન તિથિ નિમિત્તે પ્રકાશિત થયો હતો. હવે તેમની ૧૦૮મી જન્મ જયંતિ નિમિત્તે પુનઃપ્રકાશિત થયેલ છે.
Remembering V Shantaram: 76 Years On, a Look at His Iconic Studio - ૨૦૦૦થી વધારે ફિલ્મો જ્યાં નિર્માણ પામી છે એવો વી. શાંતારામનો રાજકમલ સ્ટુડિયો મુંબઈના ભરચક ઔદ્યોગિક ગલીઓમાં આજે પણ કાર્યરત છે.
' રાજકમલ સ્ટુડિયો'નું પ્રવેશ દ્વાર
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :

Documentary ‘Starring Sharmila Tagore’ is an incomplete portrait of a life less ordinary - સત્યજીત રેની ફિલ્મ 'અપુર સંસાર'માટે શર્મિલા ટાગોરની પસંદગી થઈ ત્યારે તે માત્ર ૧૩ વર્ષનાં હતાં. તે પછી તેમણે 'દેવી', 'નાયક' અને 'અરણ્યેર દિન રાત્રિ' જેવી સત્યજીત રેની કેટલીક અન્ય ઉત્કૃષ્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું.

Ravi: Booster rocket for Mahendra Kapoorઘણાં ઓછાં લોકોને ખબર હશે કે મહેન્દ્ર કપૂરનું ગાયક તરીકેનું પહેલવહેલું ગીત વી બલસારા દ્વારા રચિત 'મદમસ્ત' (૧૯૫૩)નું યુગલ ગીત કિસીકે ઝુલ્મકી તસ્વીર હૈ મજદુરકી બસ્તી હતું, જેમાં તેમનાં સહગાયક ઘાન ઈન્દોરવાલા હતાં. તે પછીથી  બીજા સંગીતકારો સાથે મહેન્દ્ર કપૂરે કામ કર્યું પણ તેમની કારકીર્દીને ખરૂં બળ મળ્યું રવિએ રચેલાં બી આર ચોપરાની ફિલ્મોનાં ગીતો દ્વારા.
નવેમ્બર, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો - ૧૯૫૬ની યાદ તાજી કરેલ છે. ગયા વર્ષે સલીલ ચૌધરીના જન્મમાસ નવેમ્બરથી આપણે શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો ની વર્ષવાર શ્રેણી શરૂ કરી છે. નવેમ્બર, ૨૦૧૮માં આપણે આ શ્રેણી પહેલા લેખમાં શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં ૧૯૫૩થી ૧૯૫૫ની ફિલ્મો અને ૧૯૫૬ની ફિલ્મ 'આવાઝ'નાં ગીતો સાંભળ્યાં હતાં.

હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ
I Never Questioned My Father Kishore Kumar About His 4 Marriages: Amit Kumar -માં અમિત કુમાર તેમના પિતાની યાદો તાજી કરે છે.
Image Source: learning and creativity
By the Sea Shore – 2  - સમુદ્ર કિનારાને ધ્યાનમાં લઈને ફિલ્માવાયેલાં, ૧૯૭૦ પહેલાંની ફિલ્મોનાં ગીતો પછીથી હવે '૮૦ અને ૯૦'ના દાયકાની ફિલ્મોમાં સમુદ્ર કિનારાકેન્દ્રી ગીતો અહીં ગ્રંથસ્થ કરાયાં છે.
Ten of my favourite Songs of Nature પ્રકૃતિનાં સૌંદર્યને વર્ણવતાં ગીતોને અહીં યાદ કરાયાં છે, જેમ કે પીઘલા હૈ સોના દૂર ગગન પે - જાલ (૧૯૫૨)
How Vijay Anand’s classic film ‘Guide’ tackles the delicate subject of adultery, જોકે બે વર્ષ પહેલાં જ આવેલી 'યહ રાસ્તે હૈ પ્યાર કે'માં પરિણીત પત્નીના પ્રેમીને મસમોટો વિલન ચીતરી નાખવામાં આવ્યો હતો.
It’s Lakshmibai Mania! - ૧૯૫૩માં લક્ષ્મીબાઈ પરની ફિલ્મ બન્યા પછી લાંબા સમય સુધી તેમના પર ફિલ્મો બનતી જોવા નં મળી. ૨૦૧૯ના અંત સુધીમાં હવે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ જણાય છે. આંતરરાષ્ટ્રીય પરદા પર તેમના પરની બે નવી ફિલ્મોમાં ચર્ચામાં છે. તે ઉપરાંત તેમના પર બે મહત્ત્વની ગણી શકાય તેવી બે નવલકથાઓ પણ પ્રકાશિત થઈ છે. તો ટીવીના પર્દા પર એક સિરિયલ પણ જોવા મળી છે અને યુટ્યુબ પર પણ ઘણી સામગ્રી મુકાયેલી જોવા મળે છે.
સોંગ્સ ઓફ યોરની Best songs of 1946: And the winners are? ના. અનુસંધાને ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો લેખમાળામાં અપણે આ મહિને યુગલ ગીતોમાં મોહમ્મદ રફી, જી એમ દર્રાની, મૂકેશ, ચિતળકર, અશોકકુમાર અને સુરેન્દ્ર તેમ જ અન્ય પુર્ષ ગાયકોનાં યુગલ ગીતોને [૧] અને [૨] ભાગોમાં સાંભળ્યા બાદ સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો+ પુરુષ-પુરુષ યુગલ ગીત + ત્રિપુટી/ત્રિપુટી+ ગીતોને ચર્ચાની એરણે સાંભળ્યાં, અને અંતમાં મને ગમેલાં યુગલ ગીતોની સમીક્ષા તેમ જ મને ગમેલા સંગીતકારોની સમીક્ષા પણ કરી  ચૂક્યાં છીએ.  ૧૯૪૬નાં ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના નવેમ્બર ૨૦૧૯ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના નવેમ્બર ૨૦૧૯ના લેખો.:




'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં નવેમ્બર, ૨૦૧૯માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે
નવેમ્બર, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  નવેમ્બર ૨૦૧૯માં ૨૧ – એક દિલ સૌ અફસાને(૧૯૬૩) અને (૨૨) તુમ્હારી કસમ (૧૯૭૮)ની વાત કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. નવેમ્બર, ૨૦૧૯માં તેના બે મણકા ૧૭ – લક્ષ્મીકાંત પ્યારેલાલ અને એમના પહાડીની વાત અને ૧૮ – સંગીતકાર ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ અને એમની પહાડી બંદિશો  પ્રકાશિત થયા છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.
ગજ઼બ હુઆ રામ સિતમ હુઆ રામ - આગ્રા રોડ (૯૧૫૭) - ગીતા દત્ત સાથે - સંગીતકાર: રોશન - ગીતકાર: પ્રેમ ધવન

જા જા તુઝે હમ જાન ગયે - સેહરા (૧૯૬૩)- લતા મંગેશકર સાથે - સંગીતકાર: રામ લાલ - ગીતકાર: હસરત જયપુરી

કૈસી હસીન આજ બહારોંકી રાત હૈ - આદમી (૧૯૬૮) - મહેન્દ્ર કપૂર સાથે - સંગીતકાર: નૌશાદ - ગીતકાર: શકીલ બદાયુની

મેરા મન તેરા પ્યાસા - ગેમ્બલર (૧૯૭૧) - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: નીરજ

હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે.

Sunday, November 24, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૭]

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત , રાજ કુમાર અને રાજેન્દ્ર કુમાર, પ્રેમ નાથ, પ્રદીપ કુમાર અને સુનિલ દત્ત ; ધર્મેન્દ્ર, શશી કપૂર, મનોજ કુમાર, પ્રાણ અને જોય મુખર્જી માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.
 
આ સફરમાં આપણે અત્યાર સુધી જે અભિનેતાઓના સંદર્ભમાં મન્ના ડેદ્વારા ગવાયેલાં ગીતોની વાત કરી એ અભિનેતાઓને હિંદી ફિલ્મોના પહેલી અને બીજી પેઢીના અભિનેતાઓ કહી શકાય. આજે આપણે એવા બે અભિનેતાઓની વાત કરીશું જેઓ હવે ત્રીજી પેઢીના કળાકારો છે, અને બન્નેનું સ્થાન હિંદી ફિલ્મોના ઈતિહાસમાં ઘણાં ઊંચા આસને સ્વીકારાય છે. બન્નેની કારકીર્દીમાં પરંપરાગત વાણિજ્યિક ફિલ્મોના નાયકનાં, અને સમાંતર ફિલ્મોમાં કેડી ચાતરતા નાયકનાં, પાત્રોની એક હદ સુધી સરખાપણું પણ છે.
સંજીવ કુમાર (મૂળ નામ: હરિહર જેઠાલાલ જરીવાલા) સાથે

સંજીવ કુમારની હિંદી ફિલ્મોની કારકીર્દી 'હમ હિંદુસ્તાની' (૧૯૬૦)નાં પોલીસ અફસર તરીકેનાં પાત્રથી થઈ. તે પછી 'આઓ પ્યાર કરે' (૧૯૬૪)માં તેઓ યે ઝૂકી ઝૂકી નિગાહેંમાં જોય મુખરજીના 'ચમચા' મિત્રોનાં અતિ ગૌણ પાત્રમાં પણ જોવા મળ્યા. ફિલ્મના નાયક તરીકેની તેમની કારકીર્દીનું પહેલું પગથિયું, હોમી વાડિયા નિર્મિત, બી ગ્રેડની, એક ફિલ્મ 'નિશાન' (૧૯૬૫) હતી.
હમકદમ હમસફર હમનશી હમઝુબાં, મસ્ત અપને હાલ મેં ઝિંદા દિલોં કા કારવાં - નિશાન (૧૯૬૫) - ઉષા ખન્ના અને મહેન્દ્ર કપૂર સાથે – સંગીતકાર: ઉષા ખન્ના - ગીતકાર : જાવેદ અન્વર (જે અસલમાં ઉષા ખન્નાના પિતા,મનોહર લાલ શર્મા છે)
ગીતના મુખડામાં મૂછનો દોરો ફુટતા કિશોરમાંથી પહેલી કડીની શરૂઆતમાં સંજીવ કુમાર કબીલાના ભાવિ નેતા તરીકે ઊભરતા યુવાનમાં પરિવર્તિત થતા દેખાય છે.
અત્યાર સુધીની પેઢીઓના નાયકોની મન્ના ડેના ગાયક તરીકેના સંબંધમાં સાથે થતું આવ્યું છે તેમ અહીં પણ સંજીવ કુમારા માટે પાર્શ્વ સ્વર મહેન્દ્ર કપૂરનો છે.

અપને લિયે જીયે તો ક્યા જીયે - બાદલ (૧૯૬૬) – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: જાવેદ અન્વર
સંજીવ કુમારની કારકીર્દી હજૂ પણ બી ગ્રેડની ફિલ્મોની સફરની બહાર નથી નીકળી.
ફિલ્મ નબળી પડે તો તેનાં ગીતોને પણ સીધી  અસર પણ થઈ શકે છે તે આ ગીતના કિસ્સામાં જોઈ શકાય છે. ફિલ્મ સફળ રહી હોત તો Part 1 અને Part 2 નાં આ જોડીયાં વર્ઝનવાળું ગીત વધારે માનથી યાદ કરાતું હોત.

મિત જોગી બનકે ઓ ગોરી આયા હૈ તેરે દ્વારે.. સૈંયાં સે નજ઼રેં મિલા લે - બાદલ (૧૯૬૬) – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસદ ભોપાલી
ગીતના મસ્તીભર્યા, શરારતી મૂડને સંજીવ કુમાર પર્દા ઉપર અને મન્ના ડે પર્દાની પાછળ પૂરતો ન્યાય કરી રહે છે.


સોચ કે યે ગગન ઝૂમે, અભી ચાંદ નીકલ આયેગા - જ્યોતિ (૧૯૬૫) - લતા મંગેશકર સાથે = સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
સંજીવ કુમારને હવે સામાજિક ફિલ્મમાં મુખ નાયકની ભૂમિકાનું કામ મળવા લાગ્યું છે. એસ ડી બર્મનની કારકીર્દીના અંત સમયની આ ફિલ્મ ટિકિટબારી પર સરિયામપણે નિશ્ફળ રહી હતી. સંજીવ કુમારનાં ભાગ્યમાં નિયતિએ શરૂઆતની આવી અસફળતાઓ છતાં પણ પાછળથી અપ્રતિમ સફળતા લખી હતી, પણ ફિલ્મની નાયિકા નિવેદીતા માટે નિયતિને એવું મંજૂર નહોતું.

કન્હૈયા ઓ કન્હૈયા કોઈ બાંસુરી કી તાન સુના દે, મેરે તન મનકી આગ લગા દે - રાજા ઔર રંક (૧૯૬૮)- લતા મંગેશકર અને કૌમુદી મુન્શી સાથે – સંગીતકાર: લક્ષ્મીકાનત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી
સંજીવ કુમારની કારકીર્દીને હવે સફળતાની ભ્રમણકક્ષામાં તરફ લઈ જવામાં 'રાજા ઔર રંક'ની સફળતાનું યોગદાન મહત્ત્વનું ગણી શકાય. તકનીકી રીતે, મન્ના ડેએ ગાયેલી પંક્તિઓ બેકગ્રાઉન્ડમાંથી આવતા સ્વરના સ્વરૂપે છે, પણ ફિલ્મમાં ભજવાઈ રહેલ નૃત્ય નાટિકાના મચ પર એ બોલનો મૌન અભિનય સંજીવ કુમાર કૃષ્ણનાં પાત્રમાં ફિલ્મમાં ભજવાઈ રહેલ નૃત્ય નાટિકાના મચ પર કરે છે.

અય દોસ્ત મૈંને દુનિયા દેખી હૈ - સચ્ચાઈ (૧૯૬૯) - મુહમ્મદ રફી સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
સંજીવ કુમાર હવે '' ગ્રેડની ફિલ્મોમાં સહનાયકની ભૂમિકા ભજવતા થઈ ચૂક્યા છે.
બે વર્ઝનમાં ફિલ્માવાયેલાં ગીતનાં પહેલાં વર્ઝનમાં સંજીવ કુમાર દાર્શનિક ભાવમાં છે.

 જ્યારે બીજા ભાગમાં શમ્મી કપૂર હવે એ ભૂમિકામાં આવી ગયા જણાય છે.

ફિર કહીં કોઈ ફૂલ ખીલા - અનુભવ (૧૯૭૧) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કપિલ કુમાર
અહીં પણ મન્ના ડેના સ્વર સીધા સંજીવ કુમારના હોઠ પરથી નથી સરી રહ્યા, પણ આ ફિલ્મ સંજીવ કુમારની કારકીર્દીનું એક મહત્ત્વનું સીમા ચિહ્ન છે.  પરંપરાગત નાયક્ની ભૂમિકાથી એક કદમ હટીને વાણિજ્યિક ચમકદમકથી અળગી કેડી ચાતરતા અભિનય કળાને મહત્વ આપતાં પાત્રોમાં સંજીવ કુમારે, હિંમતથી બહુ નાની વયે કામ કર્યું અને આગવી સફળતા પણ હાંસિલ કરી. મન્ના ડેની કારકીર્દી પણ આવા જ વળાંકોમાંથી એક સમયે પસાર થઈ ચૂકી છે.

ગોયાકે ચુનાન્ચે... હો નાચે ગાયે ઝૂમકે - મનોરંજન (૧૯૭૪) - કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીઓ સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી 
ફિલ્મમાં સંજીવ કુમાર નાયક છે, પણ એક સામાન્ય પોલીસવાળાનાં પાત્રમાં તેઓ ફિલ્મની કથાને વહન કરે છે. 'સચ્ચાઈ'ની સરખામણીમાં શમ્મી કપૂર અને સંજીવ કુમારની ભૂમિકાઓ છેડા બદલી ચૂકી છે, જેનો પુરાવો સંજીવ કુમાર માટે કિશોર કુમારના અને શમ્મી કપૂર માટે મન્ના ડેના સ્વર ની પસંદગીમાં દેખાય છે.

બિંદીયા જગાયે બિંદીયા જગાયે હો રામા, નિંદીયા ન આયે બિંદીયા જગાયે - દાસી (૧૯૮૪) – સંગીતકાર: રવિન્દ્ર જૈન – ગીતકાર: રવિન્દ્ર જૈન
ગીત શાસ્ત્રીય તર્જ પર  વધારે ઝુકતું હોવાથી સંગીતકારે મન્ના ડેના સ્વરને પસંદ કર્યો હશે ! સંજીવ કુમાર હવે એક સર્વસ્વીકૃત અભિનયકળાનાં પ્રભુત્વવાળા નાયક બની ગયા છે તે પણ આ ફિલ્મમાં તેમના માટે પસંદ થયેલા પાર્શ્વગાયકોની પસંદગીમાં જોઈ શકાય છે. ફિલ્મમાં તેમના પર ફિલ્માવાયેલું બીજું એક ગીત ભુપિન્દરના સ્વરમાં છે.

રાજેશ ખન્ના (મૂળ નામ: જતીન ખન્ના) સાથે

ઓલ ઈન્ડિયા યુનાઇટેડ પ્રોડ્યુસર્સ ટેલન્ટ સ્પર્ધાના વિજેતાની રાહે, રાજેશ ખન્નાએ હિંદિ ફિલ્મ જગતામાં પદાર્પણ ચેતન આનંદની 'આખરી ખત'થી કર્યું. રવિબ્દ્ર દવેની તે પછી આવેલી રહસ્ય કથામય ફિલ્મ 'રાઝ' પણ તેમણે ફાળે એ વિજેતા તરીકે આવી હતી. તે સાથે જી પી સિપ્પી અને નાસીર હુસૈનની નજરમાં પણ તેઓ વસી ગયા.
ત્રીજી પેઢીના નાયકોમાં રાજેશ ખન્નાની ઓળખ મોટા ભાગે ગરમાગરમ વેંચાતાં દાળવડાં જેવા ટિકિટ બારી પરના પહેલવહેલા સુપર સ્ટાર તરીકેની રહી છે, પણ તેમણે સાથે સાથે ભાવાભિમુખ અભિનયનાં પાધાન્યવાળી ભૂમિકાઓ પણ એટલી જ સુપેરે નીભાવી હતી. મન્ના ડેનો રાજેશ ખન્ના સાથેનો સાથ આ ભાવપ્રધાન ભૂમિકાઓમાં રહ્યો.
ચુનરી સંભાલ ગોરી ઊડી ચલી જાયે રે, માર ન દે ડંખ કહીં નજ઼ર તોરી હાયે - બહારોં કે સપને (૧૯૬૭) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
નાસીર હુસૈનની મોટાં બજેટની ફિલ્મ 'તીસરી મંઝિલ'ના ધીમા વિકાસને કારણે તેમણે પોતાનાં યુનિટને વ્યસ્ત રાખવા એક ઓછાં બજેટવળી ફિલ્મ તરીકે 'બહારોં કે સપને'નું નિર્માણ કર્યું, અને એ રીતે રાજેશ ખન્નાને પણ મોટાં નિર્માણ ગૃહ સાથે કામ કરવાની તક મળી.
અત્યાર સુધી આપણે જોયું છે તેમ, ઊભરતા નાયકની શરૂઆતની કારકીર્દીમાં મન્ના ડેના સ્વરનો સીધો કે પરોક્ષ ફાળો પણ રહેતો આવ્યો છે. અહીં પણ એ ચલણ ચાલુ રહ્યું જણાય છે.
પરદા પર ગીત અન્વર હુસૈન પર ફિલ્માવાયું છે, પણ ગીતનાં કેન્દ્રમાં રાજેશ ખન્ના છે.
ઝિંદગી કૈસી હૈ યે પહેલી હાયે  - આનંદ (૧૯૭૨) – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: યોગેશ
'આરાધના' (૧૯૬૯) સાથે સફળતાનાં બુલંદ સીહાસને બેઠેલા રાજેશ ખન્ના વાણિજ્યિક ચમકદમક વિનાની ભૂમિકામાં પર્દા પર આવે છે. ગીતની સીચ્યુએશનના સંદર્ભમાં સલીલ ચૌધરી માટે મન્ના ડે આ ગીત માટે સ્વાભાવિક પસંદ હતા.
તુમ બીન જીવન કૈસા જીવન - બાવર્ચી (૧૯૭૨) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: કૈફી આઝમી
'બાવર્ચી' મસાલા ફિલ્મો પ્રકારની વાણિજ્યિક ફિલ્મ નહોતી. તેમાં પાછું ગીત શાસ્ત્રીય તરાહ પર આધારિત હોય, એટલે મદન મોહન પણ પોતાની પસંદગી મન્ના ડે પર સ્વાભાવિકપણે જ ઢોળે.

ભોર આયી ગયા અંધીરાયારા - બાવર્ચી (૧૯૭૨) - હૃદયનાથ ચટ્ટોપાધ્યાય, કિશોર કુમાર, નિર્મલા દેવી, લક્ષ્મી શંકર અને સાથી સાથે – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: કૈફી આઝમી
ફિલ્મ કળાત્મક અને વાણિજ્યિક ફિલ્મોના પ્રકારના સંક્ર્મણ પ્રકારની છે તેનો લાભ લઈને મદન મોહને કિશોર કુમાર સિવાય અન્ય ગાયકો પણ પોતાની આગવી પસંદથી રજૂ કર્યાં છે, જેમાં મન્ના ડેનું સ્થાન તો અચળ જ રહે છે.

હસનેકી ચાહને કિતના હમેં રૂલાયા હૈ - આવિષ્કાર (૧૯૭૪) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કપિલ કુમાર
ગીત તો બેકગ્રાઉન્ડમાં ગવાય છે, પણ રાજેશ ખન્નાની કારકીર્દીમાં તેમણે ભજવેલાં કળાપ્રધાન પાત્રોવાળી ફિલ્મોમાં 'આવિષ્કાર'ની નોંધ અચુક લેવાતી રહી છે તેની નોંધ આ ગીત દ્વારા આપણે પણ લઈએ છીએ.

મેરે લાલ તુમ તો હમેંશાં થે મેરે મન કી અભિલાષા મેં - આવિષ્કાર (૧૯૭૪) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કપિલ કુમાર
આ ગીત પણ તકનીકી પરિભાષામાં તો બેકગ્રાઉન્ડ ગીત જ છે. પરંતુ મન્ના ડેની ગાયકીનાં અને રાજેશ ખન્નાના(તેમ જ ફિલ્મની નાયિકા શર્મિલા ટાગોરના) અભિનય વૈવિધ્યનાં સાયુજ્યનું આ ગીત સુંદર રૂપક ગણી શકાય છે તેથી તેને પણ અહીં સમાવી લીધું છે.

ગોરી તેરી પૈંજનિયાં.. મન ખોલે ભેદ - મહેબુબા (૧૭૬) – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
ફિલ્મમાં રાજેશ ખન્નાનાં મુખ્ય ગીતો કિશોર કુમારના સ્વરમાં છે, પણ અહીં તો રાજેશ ખન્ના છદ્મવેશમાં નૃત્યનાટિકામાં ભાગ લે છે, એટલે ગાયક પણ લગ હોય તો સારૂં ગણાય, એવા ફિલ્મોના એક વણલખ્યા નિયમના પાલનમાં મન્ના ડેની પસંદગી સાર્વત્રિક સમયે થતી રહી છે.
આમલી કી તામલી ગાંવમેં - પ્રેમ બંધન (૧૯૭૯) - આશા ભોસલે સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી
અહીં પણ રાજેશ ખના વેશપરિવર્તન ભૂમિકામાં છે, એટલે લક્ષ્મીકાંત પ્યારેલાલે પુરુષ પાર્શ્વગાયક તરીકે તો મન્ના ડેને ધ્યાનમાં લઈને જ ગીતની ગુંથણી કરી હશે.
મન્ના ડેનાં પર્દા પર ગાવયેલાં ફિલ્મના નાયક માટેનાં ગીતોમાંથી તેમનાં 'કોમેડી' પ્રકારનાં ગીતો તરફ વળવા માટે આપણે હવે પછીના અંકમાં તેમણે મહેમૂદ માટે ગાયેલાં ગીતો સાંભળીશું.


'પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો' લેખમાળાના સાતે સાત મણકા એકી સાથે વાંચવા / ડાઉન લોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો.