હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧૧_૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
૯૧ વર્ષની વયે Theatre
and film actor Shaukat Kaifi passes away. 'ગર્મ હવા' (૧૯૭૩), 'ઉમરાવ જાન' (૧૯૮૧) અને 'બાઝાર' (૧૯૮૩)માં શૌકત આઝમીની ભુંમિકાઓ ચિરઃસ્મરણીય છે. તેઓ
છેલ્લે 'સાથિયા' (૨૦૦૨)માં પર્દા પર દેખાયાં હતાં.
હવે આપણે અન્ય અંજલિઓ અને યાદગીરીને
લગતી પૉસ્ટ્સ વાંચીશું –
આપણા આ બ્લૉગોત્સ્વના ઓક્ટોબર, ૨૦૧૯ના અંકમાં આપણે Part
1, Part
2 અને
Part
3 of Lata with Lesser Known Composers વિષે વાત કરી હતી. the
fourth partમાં હવે લતા મંગેશકરના ઓછા
જાણીતા સંગીતકારો સાથેનાં કામની ચર્ચા સમાપ્ત થાય છે.
સંગીતકાર લતા મંગેશકર એટલે આનંદધન - આશિષ ભીન્ડે - લતા મંગેશકરે ચારેક મરાઠી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. સંગીતકાર તરીકે લતા
મંગેશકરે સી રામચંદ્ર પાસે 'રામ રામ પાહુણે' ફિલ્મમાં માઝ્યા શેતાત સોનાચી પિકતે' યુગલ ગીત ગવડાવ્યું છે.
એસ ડી બર્મન પરની હજુ કેટલીક વધારે યાદાંજલિઓની પણ નોંધ લઈશું –
- Sachin Karta’s Last Visit to Agartala માં તેમના મોટા ભાઈ પ્રફુલ્લ કુમાર દેવ બર્મનના અવસાન સમયે લીધેલ અગરતલ્લાની મુલાકાતને યાદ કરવામાં આવી છે.
- The Masters: SD Burman એસા ડી બર્મનને ઉર્મિસભર કાવ્ય સ્વરૂપે યાદ કરે છે.
ફ્રેંક
કાપ્રા નરગીસ, સુરૈયા
અને અન્યો સાથે (ફોટો - ફિલ્મ્સ ડિવિઝન)
The Golden Thread of Bengali Cinema: A
Journey Through 100 Years - કોલકત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ, ૨૦૧૯ની
સાથે સાથે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના શિવેન્દ્ર સિંઘ ડુગરપુર અને ફિલ્મ ઈતિહાસવિદ
અને લેખક એસ એમ એમ આહુજાના સહયોગમાં નેશનલ મ્યુઝીયમે બંગાળી ફિલ્મોના ઈતિહાસને
તાજો કરવા ફિલ્મોનાં યાદગાર વસ્તુઓ-ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું. ૮મી નવેમ્બરે
ખુલ્લું મુકાયેલ પ્રદર્શન એક મહિના માટે ખુલ્લું રહેશે. ફિલ્મ
ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરતી વખતે કોલકત્તાની મુલાકાતે ગયેલાં રાખીએ “I Was Born Free,” Raakhee Gulzar Speaks
Her Heart Outમાં વર્તમાન વિશે પોતાના વિચારો જણાવ્યા છે.
Finally, a film about Annapurna Devi
that unpacks the legend behind the Hindustani musician - નિર્મળ
ચંદર દંદ્રીયાળની 'ગુરુ
મા' ઑક્ટોબર, ૨૦૧૯ની
૧૩ અને ૧૪ના રોજ મુંબઈમાં પ્રદર્શિત થઈ.
Pati Patni Aur Woh Is About a
Pathological Liar - 'પતિ, પત્ની
ઔર વોહ'માં
પુરુષપ્રધાન સમાજનાં રૂપકો સહજપણે રજૂ કરાયાં છે. 'છોકરા
તો છોકરા જ રહેવાના'ની
ભાવનાને પાત્રાલેખનની નાની નાની ખમીઓ છતાં સંજીવ કુમાર તેમની આગવી શૈલીમાં જીવી
જાય છે. સંજીવ કુમારનો અભિનય ફિલ્મને આજે પણ જોવી ગમાડે છે.
The Charismatic Ashok Kumar Upstaged Raj
Kapoor At His Own Wedding - આ લેખ ધ ક્વિન્ટમાં ૧૦ ડીસેમ્બર, ૨૦૧૫ના રોજ અશોક કુમારની અવસાન તિથિ નિમિત્તે પ્રકાશિત થયો હતો. હવે તેમની
૧૦૮મી જન્મ જયંતિ નિમિત્તે પુનઃપ્રકાશિત થયેલ છે.
Remembering V Shantaram: 76 Years On, a
Look at His Iconic Studio - ૨૦૦૦થી વધારે ફિલ્મો જ્યાં નિર્માણ પામી
છે એવો વી. શાંતારામનો રાજકમલ સ્ટુડિયો મુંબઈના ભરચક ઔદ્યોગિક ગલીઓમાં આજે પણ
કાર્યરત છે.
' રાજકમલ સ્ટુડિયો'નું પ્રવેશ દ્વાર
- The Story Behind the Song
"Chaudhavin Ka Chand Ho"...
- The Milestone Songs of Salil Chowdhury
- Bollywood's Love for Darjeeling
started with Jab ...
- Laxmikant of Laxmikant Pyarelal - A
Musical Prodig...
- Shahrukh Khan - A Journey from Dil
Dariya to Dilwa...
Documentary ‘Starring Sharmila Tagore’
is an incomplete portrait of a life less ordinary
- સત્યજીત રેની ફિલ્મ 'અપુર સંસાર'માટે શર્મિલા ટાગોરની પસંદગી થઈ ત્યારે તે માત્ર ૧૩ વર્ષનાં હતાં. તે પછી
તેમણે 'દેવી', 'નાયક' અને 'અરણ્યેર દિન રાત્રિ' જેવી સત્યજીત રેની કેટલીક અન્ય
ઉત્કૃષ્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું.
Ravi: Booster rocket for Mahendra Kapoor – ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે મહેન્દ્ર કપૂરનું ગાયક તરીકેનું પહેલવહેલું ગીત
વી બલસારા દ્વારા રચિત ’'મદમસ્ત' (૧૯૫૩)નું યુગલ ગીત કિસીકે ઝુલ્મકી તસ્વીર હૈ મજદુરકી બસ્તી હતું, જેમાં તેમનાં સહગાયક ઘાન ઈન્દોરવાલા હતાં. તે પછીથી બીજા સંગીતકારો સાથે મહેન્દ્ર કપૂરે કામ કર્યું
પણ તેમની કારકીર્દીને ખરૂં બળ મળ્યું રવિએ રચેલાં બી આર ચોપરાની ફિલ્મોનાં ગીતો
દ્વારા.
નવેમ્બર, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો - ૧૯૫૬ની યાદ તાજી કરેલ છે. ગયા વર્ષે સલીલ ચૌધરીના જન્મમાસ નવેમ્બરથી આપણે શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો ની વર્ષવાર શ્રેણી શરૂ કરી છે. નવેમ્બર, ૨૦૧૮માં આપણે આ શ્રેણી પહેલા લેખમાં શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં ૧૯૫૩થી ૧૯૫૫ની ફિલ્મો અને ૧૯૫૬ની ફિલ્મ 'આવાઝ'નાં ગીતો સાંભળ્યાં હતાં.
હવે અન્ય વિષય પરના લેખ
/પોસ્ટ્સની મુલાકાત લઈએ –
I Never Questioned My Father Kishore
Kumar About His 4 Marriages: Amit Kumar -માં અમિત કુમાર તેમના પિતાની યાદો તાજી કરે છે.
Image Source: learning and creativity
By the Sea Shore – 2 - સમુદ્ર કિનારાને ધ્યાનમાં લઈને ફિલ્માવાયેલાં, ૧૯૭૦ પહેલાંની ફિલ્મોનાં ગીતો પછીથી હવે '૮૦ અને ૯૦'ના દાયકાની ફિલ્મોમાં સમુદ્ર કિનારાકેન્દ્રી ગીતો અહીં
ગ્રંથસ્થ કરાયાં છે.
Ten of my favourite Songs of Nature પ્રકૃતિનાં સૌંદર્યને વર્ણવતાં ગીતોને અહીં યાદ કરાયાં છે, જેમ કે પીઘલા
હૈ સોના દૂર ગગન પે - જાલ (૧૯૫૨)
How Vijay Anand’s classic film ‘Guide’
tackles the delicate subject of adultery, જોકે બે વર્ષ પહેલાં જ આવેલી 'યહ રાસ્તે હૈ પ્યાર કે'માં પરિણીત પત્નીના પ્રેમીને મસમોટો વિલન ચીતરી નાખવામાં
આવ્યો હતો.
It’s Lakshmibai Mania! - ૧૯૫૩માં
લક્ષ્મીબાઈ પરની ફિલ્મ બન્યા પછી લાંબા સમય સુધી તેમના પર ફિલ્મો બનતી જોવા નં મળી. ૨૦૧૯ના અંત
સુધીમાં હવે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ જણાય છે. આંતરરાષ્ટ્રીય પરદા પર તેમના પરની બે
નવી ફિલ્મોમાં ચર્ચામાં છે. તે ઉપરાંત તેમના પર બે મહત્ત્વની ગણી શકાય તેવી બે
નવલકથાઓ પણ પ્રકાશિત થઈ છે. તો ટીવીના પર્દા પર એક સિરિયલ પણ જોવા મળી છે અને
યુટ્યુબ પર પણ ઘણી સામગ્રી મુકાયેલી જોવા મળે છે.
સોંગ્સ
ઓફ યોરની Best songs of 1946: And the winners are? ના.
અનુસંધાને ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો લેખમાળામાં અપણે
આ મહિને યુગલ ગીતોમાં મોહમ્મદ
રફી, જી
એમ દર્રાની, મૂકેશ, ચિતળકર, અશોકકુમાર
અને સુરેન્દ્ર
તેમ જ અન્ય પુર્ષ ગાયકોનાં યુગલ ગીતોને [૧]
અને [૨] ભાગોમાં
સાંભળ્યા બાદ સ્ત્રી
- સ્ત્રી યુગલ ગીતો+ પુરુષ-પુરુષ યુગલ ગીત + ત્રિપુટી/ત્રિપુટી+ ગીતોને
ચર્ચાની એરણે સાંભળ્યાં, અને
અંતમાં મને
ગમેલાં યુગલ ગીતોની
સમીક્ષા તેમ જ મને
ગમેલા સંગીતકારોની
સમીક્ષા પણ કરી ચૂક્યાં છીએ. ૧૯૪૬નાં
ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ ચર્ચાની
એરણે : ૧૯૪૬નાં ગીતો પર ક્લિક
કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'
કોલમના નવેમ્બર ૨૦૧૯ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના નવેમ્બર ૨૦૧૯ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં નવેમ્બર, ૨૦૧૯માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની
શ્રેણી આગળ ધપી રહી છે –
- મધુરતાની સાથોસાથ ભાવસભર ભક્તિગીતોની ઝલક-2
- કેવી રીતે વધાવીશું એમને ? નટખટ ટાબરિયાં માટેનાં કે પ્રાસંગિક ગીતો તરીકે ?
- શંકર જયકિસને સર્જેલાં બાળગીતોમાં સંવેદનશીલ ગીતકાર શૈલેન્દ્રનો ફાળો પણ અધધધ..
- Nursery rhymes જેવાં ગીતો પણ યાદગાર બનાવવાની સિદ્ધિ મેળવી શંકર જયકિસને !
- શંકર જયકિસન ફક્ત વિદેશી તર્જો પર આવું સદાબહાર સંગીત પીરસી શક્યા હતા ?
નવેમ્બર, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
- ‘દુનિયા’ને લગતાં ફિલ્મીગીતો
- બંદિશએક, રૂપઅનેક (૬૦) : “We ShallOver Come”; ‘’हम होंगे कामयाब’ (1)
- ફિલ્મીગીતોમાં અંગ્રેજી શબ્દો (૧)
- પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૭]
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી
શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. નવેમ્બર, ૨૦૧૯માં તેના બે મણકા ૧૭ – લક્ષ્મીકાંત પ્યારેલાલ અને એમના પહાડીની વાત અને ૧૮ – સંગીતકાર ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ અને એમની પહાડી બંદિશો પ્રકાશિત થયા છે.
આપણા
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે
સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.
ગજ઼બ
હુઆ રામ સિતમ હુઆ રામ - આગ્રા રોડ (૯૧૫૭) - ગીતા દત્ત સાથે - સંગીતકાર: રોશન -
ગીતકાર: પ્રેમ ધવન
જા
જા તુઝે હમ જાન ગયે - સેહરા (૧૯૬૩)- લતા મંગેશકર સાથે - સંગીતકાર: રામ લાલ - ગીતકાર: હસરત જયપુરી
કૈસી હસીન આજ બહારોંકી રાત હૈ - આદમી (૧૯૬૮) - મહેન્દ્ર કપૂર સાથે - સંગીતકાર: નૌશાદ -
ગીતકાર: શકીલ બદાયુની
મેરા
મન તેરા પ્યાસા - ગેમ્બલર (૧૯૭૧) - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: નીરજ
હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે….
No comments:
Post a Comment