Thursday, November 7, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો+ પુરુષ-પુરુષ યુગલ ગીત + ત્રિપુટી/ત્રિપુટી+ ગીતો


સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો
૧૯૪૬ નાં વર્ષમાં, પુરુષ સૉલો ગીતોમાં ગાયકોનાં વૈવિધ્યની સરખામણીમાં  સ્ત્રી સૉલો ગીતોમાં આપણે ગાયિકાઓનાં વિપુલ વૈવિધ્યની ખાસ નોંધ લીધી હતી. તે સામે 'અન્ય પુરુષ' ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોમાં આપણે ગાયક અને ગાયિકાઓ અને તેમની જોડીઓનાં વૈવિધ્યની પણ નોધ લીધી હતી. ૧૯૪૬ નાં વર્ષનાં ગીતોની આટઆટલી લાક્ષણિકતાઓ જોયા પછી જ્યારે હવે આપણે સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈએ છીએ ત્યારે આપણા મનમાં અપેક્ષાઓનું જ વૈવિધ્ય ઘણું હોય એ સ્વાભાવિક કહી શકાય.
જે ગીતોની યુટ્યુબ લિંક મળી શકી હોય એવાં ગીતોની સંખ્યા પ્રમાણમાં મર્યાદીત રહેવા છતાં, ૧૯૪૬નાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો આપણને એ અપેક્ષાના સંદર્ભે નિરાશ પણ નથી કરતાં.
જાણીતું સ્ત્રી-સ્ત્રી યુગલ ગીત
ઝોહરાબાઈ અંબાલેવાલી, શમશાદ બેગમ - ઊડન ખટોલે પે ઊડ જાઉં તેરે હાથ ન આઉં - અનમોલ ઘડી - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: તન્વીર નક઼્વી

અન્ય સ્ત્રી-સ્ત્રી યુગલ ગીત
હમીદા બાનુ, ક્રિષ્ણા ગાંગુલી - ઈક ચાંદ વહાં ઈક ચાંદ યહાં જિયા ના લાગે મોરા - અમર રાજ - સંગીતકાર: ફિરોઝ નિઝામી - ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

અમીરબાઈ કર્ણાટકી, ઝોહરાબાઈ અંબાલેવાલી - મેરી આઈ તીન ભાભીયાં - હમ એક હૈ - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ - ગીતકાર: પી એલ સંતોષી

ઝીનત બેગમ, હમીદા બાનુ - અલા દુહાઈ હૈ...યે દુનિયા ગરીબોં કો ક્યું જીને નહીં દેતી નેક પરવીન - સંગીતકાર: ફીરોઝ નિઝામી - ગીતકાર: વહીદ ક઼ુરૈશી

મોહનતારા તલપડે, હમીદા બાનુ - ઊંચી હવેલી, બના દો મુનીમજી, હવેલીકો શીશે લગા દો મુનીમજી - ફૂલવારી - સંગીતકાર: હંસરાજ બહલ - ગીતકાર: પંડિત ઈન્દ્ર

શાંતા આપ્ટે, લતા મંગેશકર - મૈં ખીલી ખીલી ફૂલવારી ક્યા...ચાંદ હાથમેં આયા - સુભદ્રા - સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: મોતી બી.એ.

પુરુષ-પુરુષ યુગલ ગીત
૧૯૪૬નાં વર્ષ માટે હિંદી ફિલ્મ ગીત કોષમાંથી એક જ પુરુષ-પુરુષ યુગલ ગીત મળી શક્યું છે.
એસ ડી બર્મન, એસ એલ પુરી - બાબુ...રે, દિલકો બચાના તેરે દિલ કો બચાના - આઠ દિન - સંગીતકાર: એસ ડી બર્મન 

ત્રિપુટી/ત્રિપુટી+ ગીતો
સંખ્યાની દૃષ્ટિએ ૧૯૪૬નાં વર્ષ માટે એક જ  ત્રિપુટી ગીત સાંભળવા મળે છે બાકીનાં ગીતો 'સમૂહ ગીત'ના પ્રકારને વધારે અનુરૂપ કહી શકાય તેવાં છે.
બીનાપાની મુખર્જી, લલિતા દેઉલકર, મંગલા ટિપનિસ, કોરસ - અપની ગોરી કી નગરી મેં જાના - આઠ દિન - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: ક઼મર જલાલાબાદી

કોરસ - ઊઠો કે હમેં વક્તકી ગર્દીશને પુકારા હૈ - નીચા નગર - સંગીતકાર પંડિત રવિ શંકર

કોરસ - હમ રૂકેંગે નહીં - નીચા નગર - સંગીતકાર: પંડિત રવિ શંકર

કોરસ - આઓ સહેલીઓં બન્ની કો મહેંદી લગાઓ - નેક પરવીન - સંગીતકાર:  ફિરોઝ નિઝામી – ગીતકાર: વહિદ ક઼ુરૈશી


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૬નાં વર્ષ માટે મારાં ગમતાં યુગલ ગીતોની વાત કરીશું

No comments: