Sunday, June 30, 2019

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૬_૨૦૧૯


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાના આપણા બ્લૉગોત્સવની શરૂઆત સોંગ્સ ઑફ યોરનાં ૯ વર્ષ પુરાં થવાની ઉજવણીની પૉસ્ટ Songs of Yore completes nine yearsથી જ કરીશું. દર વર્ષે જન્મદિવસની ઉજવણીની પોસ્ટમાં કોઈ નવો જ વિષય રજૂ કરવાની પરંપરાને બરકરાર રાખતાં, આજની પોસ્ટમાં ગયા વર્ષે સાંભળવા મળેલાં સાવ જ અપવાદરૂપ કેટલાં ગીતો આપણી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જેમાંનું એક ગીત આપણે અહીં ઉદાહરણ રૂપે લીધું છે -
દિવાના કહે કે લોગોંને અક્સર મુઝે બુલાયા હૈ - મજબુર (૧૯૬૪) - મહેન્દ્ર કપૂર અને લતા મંગેશકર – સંગીતકાર: કલ્યાણજી આનંદજી – ગીતકાર: આનંદ બક્ષી

અમરીશ પુરી
  • ૮૭મા જન્મદિવસે ગુગલ ડુડલ
  • Memories of Mogambo: Little-Known Stories About the Legendary Amrish Puri - Ananya Barua લંપટ વિલનથી લઈને સ્ફિંન્ક્સ જેવા ચહેરાવાળા નૈતિકતાના વાલી સુધીનાં પાત્રોમાં અમરીશ પુરીની બીવડાવી શકવાની ક્ષમતા આખાં બૉલીવુડમાં બેજોડ છે. પણ એકદમ પ્રતિભાવાન અભિનેતા તરીકે કારકીર્દી શરૂ કરતાં પહેલાં તે વીમા એજન્ટ હતા તે ઘણાંને ખબર નહીં હોય.

હવે આપણે અન્ય અંજલિઓ અને યાદગીરીને લગતી પૉસ્ટ્સ વાંચીશું
ગિરીશ કર્નાડ-

ફોટોગ્રાફ સૌજન્ય ઈન્ડીયા ટુડે ગ્રૂપ . ગેટ્ટી ઈમેજીસ
  • The untold story of Girish Karnad - ગિરીશ કર્નાડે તેમનાં મૃત્યુને તમાશો ન બનવા દીધું. તેઓ એ પ્રમાણે બધું ગોઠવી ગયા હતા...આમ થવું સાવ અનઅપેક્ષિત પણ ન કહેવાય. તેમનાં આઠ દાયકાનાં બીનલાગણીશીલ જાહેર વ્યક્તિત્વને અને જીવનની કંઈ અંશે તાર્કિક અને વાસ્તવિક શૈલીને તે અનુરૂપ છે. 
  • Girish Karnad, the Renaissance man of Indian culture, dies at 81 - Salil Tripathi નાટ્યકાર, અભિનેતા, સૌંદર્યપાસક અને પ્રશિષ્ટ સાહિત્ય અને કલાના પ્રેમી ગિરીશ કર્નાડ આધુનિકતાને સમજવા અને સમજાવવા પરંપરાઓની ઊંડાઈમાં ઉતરતા - તેમનાં પાત્રો ક્રાંતિકારી નહીં, પણ પ્રગતિવાદી હતાં. એમાંનાં કેટલાંક પાત્રો નૈતિક સ્તરે ખામીવાળાં અને નબળાં વ્યક્તિત્વ ધરાવતાં પણ હતાં. કર્નાડ સમજતા કે જીવન આદર્શ અને પૂર્ણ ન હોઈ શકે. પણ નૈતિકતા વિષે તેમની પ્રતિબધ્ધતા પૂરેપૂરી હતી.
  • Storyteller With A Cause – Girish Karnad - ગિરીશ કર્નાડની અભિનેતા તરીકેની ક્ષમતા સર્વસ્વીકૃત છે જ, તે સાથે બહુ પ્રભાવશાળી કહાનીકાર તરીકે પણ તેમનું આગવું સ્થાન રહ્યું છે. કથાવસ્તુની દિલચસ્પ રજૂઆત કરવાની સાથે સાથે તેમાં રહેલા સંદેશને સરળતાથી વણી લેવાની તેમની કળા અને તે સાથે જ પુરસ્કાર વિજેતા પુસ્તકો લખી શકવાની તેમની શક્તિ અદ્‍ભૂત હતી. કલ્પના સ્વામી તેમની આવી જ એક કૃતિ ચેલુવીને યાદ કરે છે. ચેલુવીને ૧૯૯૨માં અનેક પુરસ્કારો મળ્યા હતા. 
  • અદ્‍ભુત કલાકાર અને વિચક્ષણ દિગ્દર્શક - ગિરીશ કર્નાડ - મધુ બારભાયા ગિરીશ કર્નાડની સમાંતર સિનેમાની કારકિર્દીની સાથે મુખ્ય ધારાની વાણિજ્યિક ફિલ્મો સાથેના તેમના સંબંધોને યાદ કરે છે.
  • પૌરાણિક સંદર્ભો દ્વારા સંપૂર્ણતાની અંતહીન તલાશ - ગિરીશ કર્નાડ - સોનલ પરીખ – ‘મારા બાળપણના ગામમાં વીજળી પણ ન હતી. ભરપૂર કુદરતી સૌંદર્ય વચ્ચે જીવવાનું અને મનોરંજનના નામે મળે માત્ર વાર્તાઓ. પણ કેવી વાર્તાઓ? એ વર્ષોમાં હું મહાકાવ્યો અને પુરાણોને જીવ્યો એમ કહું તો ચાલે. મારાં સર્જનોમાં જે કંઈ પૌરાણિક, માયથોલોજિકલ કે ઐતિહાસિક સંદર્ભો મળે છે, તે તમામનાં મૂળ તેમાં છે….
  • ગિરીશ કર્નાડ પરંપરા અને આધુનિકતાનો શ્રેષ્ઠ સમન્વય - ઉત્પલ ભાયાણી કર્નાડને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો તે સમયના લેખને થોડા ફેરફાર સાથે રજૂ કરતાં કર્નાડનાં 'તુઘલક' નાટકની સંક્ષિપ્ત સમીક્ષા રજૂ કરે છે.
  • ગિરીશ કર્નાડ અને નાટક 'નાગમંડલ'માં પાર્થ દવે રામચંદ્ર ગુહાનું ગિરીશ કર્નાડ વિષેની કથન યાદ કરે છે - કર્નાડે ચાર પ્રકારના કરિયર પસંદ કર્યા અને ચારેય માં સફળ રહ્યા.' તે ચાર કરિયરની ટુંકી નોંધ લેવા સાથે પાર્થ દવે કર્નાડનાં  નાટક 'નાગમંડલ'નાં કથાનકનો ટુંક પરિચય કરાવે છે.
  • મૈં જબ ભી દુનિયા સે રુખસત હો જાઉંગા મેરે બારેમેં દરકાર કરેંગે  લોગ - કાજલ ઓઝા વૈદ્ય ગિરીશ કર્નાડને અંજલિ આપતાં લખે છે કે આંતરરાષ્ટ્રીય રીતે જાણીતા આ લેખકે પોતાનું પહેલું કામ માતૃભાષા કન્નડમાં કર્યું...ગિરીશ કર્નાડ જેવા સર્જકોએ આપણાં પુરાણો કે  સાહિત્યની વાર્તાઓને, લેખકોને વિસ્મૃતિની ગર્દમાંથી બહાર કાઢીને નવા અને યુવા પ્રેક્ષકો માટે નવી બારી ખોલી છે.

Actress-singer Ruma Guha Thakurta passes away - ૮૪ વર્ષની ઉમરે દુન્યવી વિદાય લઈ ગયેલાં રૂમા ગુહા ઠાકુર્તાએ ૧૯૪૪ની જ્વાર ભાટા દ્વારા ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યા બાદ બંગાળી ફિલ્મોમાં ઘણું કામ કર્યું .
70 years of Shankar-JaikishnanRajgopal Nidamboorશંકર જયકિશનનું આખે આખું અસ્તિત્વ સ્વર માધુર્યમય હતું...તેમની રચનાઓની મધુરતા, તેમના શાશ્વત મુલાયમી સ્પર્શ દ્વારા  એક આગવી લાગણી પેદા કરે છે..એમની રચનાઓમાં એક સ્વાભાવિક ગુણાતીત તત્ત્વ જણાતું રહે છે.
Ilaiyaraaja: Music is more like a spiritual seeking that takes one to unknown levels - S Subhakeerthana - ૭૫ વર્ષની જીવન સફર પૂરી કરી ચૂકેલા ઇલૈયારાજા સંગીતકાર તરીકેનાં તેમનાં શરૂઆતનાં વર્ષોની વાત કરતાં તેમની રચનાઓ વિવેચકો અને સામાન્ય શ્રોતા એમ બન્ને વર્ગનાં દિલમાં કેમ ખાસ સ્થાન મેળવી શકેલ છે તેની વાત કરે છે.
Ten of my favourite Rajendra Krishan songs માં રાજેન્દ્ર કૃષ્ણની જન્મ શતાબ્દી નિમિત્તે ખાસ ગીતોને યાદ કરાયાં છે.
Remembering a Forgotten Singer!લલીતા દેઉલકર - તેમના અવાજમાં વિન્ટેજ એરાની એક ખાસ, છટાદાર,છાંટ હતી. તેમની કોઈ વિધિસરની સંગીત તાલીમ પણ ન હતી તેમ જ તેમનું પાર્શ્વપરિપ્રેક્ષ્ય મરાઠી હતું તે સંદર્ભમાં જોતાં તેમનું હિંદી ઉચ્ચારણ પણ ઘણું સારૂ હતું. તેમના સ્વરમાં દરેક ભાવ યોગ્ય સ્વરૂપે સળતાથી અને અસરકારકતાથી વ્યક્ત થતો હતો. જો તેમણે પોતાની ગાયન કારકિર્દી ચાલુ રાખી હોત તો આપણને તેમનાં અનેક પ્રકારનાં ગીતો સાંભળવાની તક મળતી રહેત.
Hemant Kumar’s duets with ‘other’ singers સંગીતકાર - ગાયક - હેમંત કુમારના ૯૯માં જન્મ દિવસની યાદગીરી છે. લતા મંગેશકર સાથેનાં તેમનાં યુગલ ગીતોમાં સ્વર્માધુર્યનો ગુણાકાર છે તો 'અન્ય' ગાયકો તેમના પોતપોતાના સ્વરની મસ્તી હેમંત કુમારના ઘુંટાયેલા સ્વરમાં મેળવીને એક અલગ જ સ્વરોલ્લાસ રચે છે. આપણે આ યાદીમાંથી બે પ્રતિનિધિ ગીતો અહીં મુકેલ છે -
યે મસ્ત નજ઼ર શૌખ અદા કિસકે લિયે હૈ - બાંદી (૧૯૫૭) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: હેમંત કુમાર  - ગીતકાર: પ્રેમ ધવન

યે પ્યાર ભરા દિલ હૈ મોહબ્બત કા ખજ઼ાના - યહુદી કી બેટી (૧૯૫૬) - આશા ભોસલે સાથે – સંગીતકાર: કમલ મિત્રા – ગીતકાર: કૈફી આઝમી 

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :
The Super Hits and the Forgotten Gems: 50 Years of Bappi Lahiri - 'ઠકા ઠક'ના તાલની ભરમારમાં બપ્પી લહેરીનાં ઘણાં યાદગાર સર્જનો ઢંકાઈ ગયાં છે. શાંતનુ રે ચૌધરી બપ્પી લહેરીનાં નિશ્ચિતપણે હિટ થયેલ અને ભુલાઈ ગયેલાં ખરેખર સારાં પાંચ પાંચ ગીતોને યાદ કરે છે.
“Mai Jaan Gayi Tujhe Saiyan”- Kammo નું મૂળ નામ ક઼મરજહાન હતું. સોલો નૃત્યકાર તરીકે તેમને પહેલી તક સિંદબાદ ધ સેલર (૧૯૫૨)નાં ગીત જિસ રોજ઼ હમને તેરા દિદાર કિયા (સંગીતકાર ચિત્રગુપ્ત, ગીતકાર શ્યામ હિન્દી). તે પછી લગભગ બે દાયકાની તેમની કારકિર્દીમાં ૬૦ જેટલી ફિલ્મોમાં તેમણે કામ કર્યું.
RIP, Queen Harish (the World-Famous Rajasthani Folk Artist and “Dancing, Whirling Desert Drag Queen” Who Also Posted Comments on This Blog Close to Twelve Years Ago) - રાણી હરીશની અદાકારીના ચાહક, લેખક અને ઈતિહાસકાર વિલિયમ ડેરીમ્પલ કહે છે કે પોતાની દરેક અદામાં પોતાનું મન અને દિલ રેડી દઈને રાણી હરીશ જીવનમાં વૃદ્ધિ કરતા હતા.
જૂન, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં દત્તારામ - હાલ-એ-દિલ હમારા જાને ના.. યે બેવફા જ઼માના શીર્ષક હેઠળ આપણે દત્તારામની ૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષોની કેટલીક રચનાઓની યાદ તાજી કરેલ છે. આ શ્રેણીમાં આપણે આ ૨૦૧૮ના અંકમાં આપણે આપણે દત્તારામે રચેલાં ૧૯૫૭થી ૧૯૫૯નાં વર્ષોનાં કેટલાંક ગીતો સાંભળ્યાં હતાં.
હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ
The Navketan Ladiesદેવ આનંદે ભજવેલાં મોટા ભાગનાં પાત્રો શહેરી જીવનનાં પાત્રની નજદીક હોય જે મૂળતઃ સારી વ્યક્તિ હોય પણ તેનામાં માનવસહજ કેટલાંક દુર્ગુણો હોય કે નૈતિક સ્તરે તેનાં ધોરણ થોડાં આઘાંપાછાં હોય. તે સામે નવકેતનનાં સ્ત્રી પાત્રો ખૂબ જીવંત વ્યક્તિત્વો રહેતાં જે તેનાં પાત્રોના અંતરાત્માને જાગતો રાખે  કે પછી આશાની દીવાદાંડી બની રહે, પણ પર્દા પરનું તેમનું જીવન બહુ માર્મિક બની રહેતું જોવા મળતું. નવકેતનની લગભગ બધી હીરોઈન, ખુબ પ્રભાવશાળી, સ્વતંત્ર મિજાજની સ્ત્રીઓ હતી.
The Classical Music Giants contribute to Hindi Cinema – Part Iમાં મૂળ તો શાસ્ત્રીય સંગીત સાથે વાદ્ય કલાકાર કે ગાયક તરીકે સંકળાયેલા હોય તેવા કલાકારનાં સંગીત નિર્દેશક તરીકેનાં યોગદાનની વાત કરવામાં આવી છે. Part IIમાં શાસ્ત્રીય સંગીતનાં ગાયકોની હિંદી ફિલ્મનાં ગીતોનાં ગાયકો તરીકેનાં યોગદાનની વાત કરવામાં આવી છે.
Ten of my favourite tree songs માં એવાં ગીતોની યાદી બનાવાઈ છે જેની પહેલી બે પંક્તિમાં ઝાડનું નામ આવતું હોય અને એક જ પ્રકારનું ઝાડ બે ગીતમાં ન આવતું હોય. વિષયને સમજવા માટે આપણે બે નમુનાનાં ગીતો અહીં લીધેલ છે -

Chorus Songs in the Hindi Films of Yore - ત્રણ ભાગમાં પ્રકાશિત થનાર લેખના first partમાં મહેમાન લેખિકા શાલન લાલે '૩૦ના દાયકાનાં અને Second partમાં '૪૦ના દાયકાનાં સમૂહ ગીતોની ચર્ચા કર્યા બાદ હવે The third part માં સુવર્ણ યુગનાં સમુહ ગીતોની ચર્ચા કરવામાં આવી છે..
Ab Ke Burmans Sawan Mein – The Burmonsoon Songsમાં સુધીર કુલકર્ણી બર્મન પિતા-પુત્ર દ્વારા વર્ષા ઋતુ પર રચાયેલાં ગીતોને યાદ કરે છે.
Flashback શ્રેણી –
  • why you should watch Basu Chatterjee’s Sara Akash  - કારણકે તેણે સિનેમાની નવી તરાહને દાખલ કરી; જે વાર્તા પરથી ટેલી-ફિલ્મ બની હોત તેને બદલે રજૂઆતમાં નવીનતા લાવીને 'મધ્યમ વર્ગ'ની ફિલ્મો કેવી હોય તેની ઝાંખી કરાવી;કેમકે તે મહત્વની હિંદી વાર્તાનું સિને સંસ્કરણ છે =અને જેને પોતાને જ ખબર નથી કે તેણે શું કરવું છે તેવા યુવાનની ઝિંદગીમાં ડોકીયું કર્યું છે અને લગભગ એક પણ સંવાદ વિનાનાં મોટા ભાઈના પાત્રમાં મણિ કૌલને જોવા માટે 
  • Reasons to watch the anti-war film Aman (apart from the Bertrand Russell cameo) - કારણકે તે એવી જૂની ફિલ્મ છે જેમાં હિંદી ફિલ્મની ચમકધમકની નીચે અણુ યુધ્ધની ભયાનકતાના વિષયને વણી લેવાયો છે; કારણકે છેલ્લે દેખાડાતી સ્મશાન યાત્રામાં નસીરૂદ્દીન શાહને એક એક્સટ્રાના પાત્રમાં જોવાની સંભાવના છે - જો તમને દેખાઈ જાય તો !

The continuing story of Kamini Kaushal  - Uday Bhatia ૯૨ વર્ષની ઉમરે કામિની કૌશલ 'કબીર સિંગ'માં દાદીનાં પાત્રમાં '૪૦ના દાયકાથી હિંદી ફિલ્મ જગત સાથેનો સંબંધ ચાલુ રાખે છે.
Bicycles and Bollywood Songs – Part 1 and Part 2 - Aditi Thakur  બાઈસાઈકલ સવારીની મજા પુનઃજીવિત કરે છે, જેમકે કૈસે ભીગે ભીગે - અપના ઘર (૧૯૬૬) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર - સંગીતકાર રવિ - ગીતકાર પ્રેમધવન

દિલ ઢૂંઢતા હૈ-ફિર વહી -  સોનલ પરીખ - હિંદી ફિલ્મોમાં એવાં કેટલાંય ગીત છે જે ફિલ્મનું ઉતમ ગીત હોવા છતાં કાઢી નખાયું હોય, એક ગાયકે ગાયા પછી બીજા ગાયકના સ્વરમાં ફિલ્મ માટે રેકોર્ડ થયાં હોય. આવાં કેટલાંક ગીતોની પાછળની રસપ્રદ કહાણીઓને અહીં યાદ કરાઈ છે.
સોંગ્સ ઓફ યોરની Best songs of 1946: And the winners are? ના. અનુસંધાને ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો લેખમાળામાં પુરુષ સૉલો ગીતોમાં મોહમ્મદ રફી, મૂકેશ મન્ના ડે, જી એમ દુર્રાની, અશોક કુમાર, સુરેન્દ્ર અને વિન્ટેજ એરાના અન્ય પુરુષ ગાયકોનાં સૉલો ગીતો. પછીથી કે એલ સાયગલનાં સૉલો ગીતો અને પુરુષ સૉલો ગીતોમાંથી મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતોને ચર્ચાને એરણે સાંભળી લીધાં છે. સોંગ્સ ઑફ યોર પર પણ પુરુષ સોલો ગીતોની સમીક્ષા પ્રકાશિત થઈ ચૂકી છે. અહીં કે એલ સાયગલને તેમનાં ત્રણ ગીત ગ઼મ દિયે મુસ્તક઼ીલ, જબ દિલ હી ટૂટ ગયા અને અય દિલ-એ-બેક઼રાર માટે ૧૯૪૬ના શ્રેષ્ઠ પુરુષ ગાયક તરીકે પસંદ કરાયા છે.  ૧૯૪૬ના વર્ષનાં પુરુષ સોલો ગીતોની બધી પોસ્ટને એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવાની સરળતા માટે  પુરુષ સૉલો ગીતો સ્વરૂપે ગ્રંથસ્થ કરેલ છે. ૧૯૪૬નાં સ્ત્રી યુગલ ગીતોમાં સુરૈયા અને શમશાદ બેગમ (ભા ૧)ની ચર્ચાને એરણે શરૂઆત કરી દીધેલ છે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જૂન ૨૦૧૯ના લેખો:
સંગીતકાર મદન મોહનનાં ત્રણ સંગીત સંલ્ગ્ન 'સગપણ' અને તેનું અનુસંધાન
સંગીતની સરગમસમી સાત સામ્યતાઓ

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જૂન ૨૦૧૯ના લેખો.:
શોખ નઝરકી બીજલીયાં દિલ પે મેરે ગિરાયે જા




'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ જૂન, ૨૦૧૯માં હિણ્દી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે
બાદલ અને કાલી ઘટામાં મોટે ભાગે લતાજી છવાઇ ગયાં
 શંકર જયકિસનના સંગીતમાં અઢળક વૈવિધ્ય જોવા મળે છે
 એ ભજનની તર્જ કોણે, ક્યારે સર્જી હતી ?
 અસંખ્ય યાદગાર ગીતો, તાલ માત્ર એક, ઠેકાના વજનને બદલીને જબરદસ્ત વૈવિધ્ય સર્જ્યું
 તાલની સાથે એ પણ માણવાનું છે કે લગભગ દરેક ગીત રાગરાગિણી પર આધારિત છે...!
જૂન, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
ફિલ્મીગીતો અને આભૂષણો (૧) – પાયલ, ઘુંઘરૂ
 બંદિશ એક, રૂપ અનેક :: (૫૬) : : રંજિશ હી સહી, દિલ હી દુખાને કે લિએ આ” 
 સંખ્યાને સાંકળતા ફિલ્મી ગીતો (૪)
પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૨]
 पलને લગતાં ફિલ્મીગીતો
વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  જૂન૨૦૧૯માં  ૧૧ : યહૂદી (૧૯૫૮)  અને  ૧૨ : સીતા ઔર ગીતા (૧૯૭૨) ની વાત કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. જૂન, ૨૦૧૯માં તેના બે મણકા -  (૭) ઈશારોં ઈશારોં મેં /\ યહી વો જગા હૈ /\ આપસે મેંને મેરી જાન મુહબ્બત કી હૈ અને (૮) ફિર વહી ચાંદ વહી હમ /\તારોં કી ઝુબાં પર હૈ /\આજા આજા રાત ઢલી, જાન ચલી પ્રકાશિત થયા છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.

મોરે રાજા હો.. લે ચલ નદીયા કે પાર - નદીયાકે પાર (૧૯૪૮)- લલીતા દેઉલકર સાથે - સંગીતકાર સી રામચંદ્ર 

માસૂમ સા ચહેરા યે ક઼ાતિલ અદાયેં કે બેમોત મારે ગયે હમ બિચારે - દિલ તેરા દીવાના (૧૯૬૨) - લતા મંગેશકર સાથે - સંગીતકાર: શંકર જયકિશન - ગીતકાર: હસરત જયપુરી 

મોરે જંગલી કબૂતર - એક કલી મુસ્કાઈ (૧૯૬૮) - સંગીતકાર: મદન મોહન - ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ 

ઈસ વિશાલ ધરતી પર ચાહે રહેં કહીં હમ સાથી - લવ ઈન કેનેડા (૧૯૭૯) - હેમત કુમાર સાથે - સંગીતકાર: હેમંત કુમાર - ગીતકાર: યોગેશ


કોંગ્રેસ કો વોટ દો - ગૈર ફિલ્મી - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર કાઝી સલીમ 
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિની નવી દિલ્હીની બેઠક સમયે '૬૦ના દાયકામાં રચાયેલું ગીત





હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે….

Thursday, June 27, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - શમશાદ બેગમ [૧]


શમશાદ બેગમનાં સૉલો ગીતોની ઘણી મોટી સંખ્યા જેટલી નોંધપાત્ર છે. તે સાથે બીજી એક ખાસ બાબત પણ આપણું ધ્યાન ખેંચે છે - તે છે આપણે સામાન્યતઃ સાંભળતાં આવ્યાં છીએ તેના કરતાં અલગ સૂરમાં સાંભળવા મળતો તેમનો સ્વર.
બહુ જાણીતું થયેલ ગીત
જબ ઉસને ઘેશૂ બીખરાયે બાદલ આયા ઝૂમકે - શાહજહાં – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી 

ઓછાં સાંભળેલાં ગીતો
સારવાં ઓ સારવાં બઢાએ જા તૂ કારવાં ચલાએ જા તૂ કારવં - બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: વલી સાહબ
યુ ટ્યુબ પર ખાન મસ્તાનાને પણ સહ ગાયક તરીકે દર્શાવાયા છે, પણ આપણે અહીં હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર દસ્તાવેજીકરણ અનુસરવાનું રાખ્યું છે.

તુમ કિસ લિયે આતે નહીં, ક્યા હમ તુમ્હેં ભાતે નહીં - બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર - ગીતકાર બી આર શર્મા

યે ચાંદની રાતોંમેં છીપ છીપ કે મુલાક઼ાતેં - બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર   - ગીતકાર હયાત અમરોહી

જબ ચાંદ જવાં હોગા, ફિર ચાંદની રાતોં મેં જન્નત કા સામના હોગા - બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર -  ગીતકાર વલી સાહબ
યુ ટ્યુબ પર ગીતા દત્તને પણ સહ ગાયિકા તરીકે દર્શાવાયાં છે, પણ આપણે અહીં હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર દસ્તાવેજીકરણ અનુસરવાનું રાખ્યું છે.

અશ્ક઼ોં પે ખતમ હુઆ મેરે ગ઼મ કા ફસાના - બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર -  ગીતકાર વલી સાહબ

ક્યોં દૂર હુઆ મુઝ સે મેરી આંખો કા તારા - ભક્ત પ્રહલાદ – સંગીતકાર: હનુમાન પ્રસાદ  

આંખોંમેં આંસુ કો પિયે જા રહી હું - ચેહરા – સંગીતકાર: એમ એ મુખ્તાર – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

આજ મેરે ઘર આયેંગે, વો આજ મેરે ઘર આયેંગે - દેવ કન્યા - સંગીતકાર શ્યામ સુંદર

કિસ્મતમેં લીખા હો જો ઉસે કૌન મિટાએ - દેવ કન્યા - સંગીતકાર શ્યામ સુંદર

ઝમક ઝમક લિયે તેગ તમક મેરે બાંકા - ૧૮૫૭ – સંગીતકાર: સજ્જાદ હુસૈન 

હવે પછી  ૧૯૪૬નાં શમશાદ બેગમનાં બાકી રહેલાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Sunday, June 23, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જૂન, ૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જૂન ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા ૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની ૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ  કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics) અને ક્લાઉડ કમ્પ્યુટીંગ  વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે રૉબોટિક્સ  વિષે ટુંકમાં ચર્ચા કરીશું...
રૉબોટિક્સ એ એન્જિનીયરીંગની એ શાખા છે જે રોબોટ્સની સંકલ્પના, ડિઝાઈન, ઉત્પાદન અને ઉપયોગ સાથે સંકળાયેલી બાબતો સાથે સંબંધ ધરાવે છે. ઈલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, કૃત્રિમ પ્રજ્ઞા, મેકોટ્રોનિક્સ, નેનોટેક્નોલોજિ અને બાયોએન્જિનીયરીંગ જેવી શાખાઓ સાથે તેનું કાર્યક્ષેત્ર સંકળાય છે. ટેક્નોલોજિના વિકાસ સાથે  નવાં સંશોધનો, ડીઝાઈનો અને નવા નવા પ્રકારના રોબોટ્સ દ્વારા રૉબોટિક્સનો ઘરવપરાશ, ઔદ્યોગિક વપરાશ કે લશ્કરી બાબતોમાં આજે ખુબ ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે. જે કામ કરવાં લોકો માટે જોખમી છે તેવાં કામો માટે રોબોટ્સનો ઉપયોગ વધી રહ્યો જોવા મળે છે. [1]
ઈન્ડસ્ટ્રી ૪.૦ સોફ્ટવેરની શક્તિની મદદથી નવી નવી પ્રવૃત્તિઓ એક લયમાં કરી શકવા માટેનાં સ્વયંસંચાલનનાં નવાં પરિમાણોનાં કાર્યકારી મોડેલ શક્ય બની રહેલ છે. ..….વર્તણૂક-આધારિત રોબોટ્સથી શરૂ કરીને વર્તણૂક-આધારિત કાર્ય એકમ અને ત્યાંથી વર્તણૂક-આધારિત કારખાનાંની રચના હવે શક્ય બનવા લાગી છે. સતેજ સમજ (Intelligent) સાથેની ઉત્પાદન લાઈનના અમુક ભાગથી લઈને  આખી સતેજ સમજદાર ઉત્પાદન લાઈન કે ઉત્પાદન લાઈનોના સમુહ કે આખું કારખાનું અને પછી કારખાનાંઓના સમુહને સતેજ સમજ (ઈન્ટેલીજન્ટ) બનાવી શકાય છે.….કામગીરી, તેને લગતી માહિતીસામગ્રીનું એકત્રીકરણ અને આત્મનિરીક્ષણને ડીઝાઈન પરનાં ચડાવેલાં વધારાનાં પડની માફક નહીં પણ ડીઝાઈનમાં જ આવરી લઈને ઉત્પાદકો માહિતીસામગ્રીના દરિયામાં ડૂબી જવામાંથી બચી શકે છે. એટલું જ નહીં એ માહિતીસામગ્રીનું અસરકારક અર્થઘટન કરી શકવાને કારણે તેમાંથી વધારે મૂલ્યવાન કામ માટેનું જ્ઞાન મેળવવૌં શક્ય બનવા લાગ્યું છે. ડિજિટલ કારખાનાંઓ બાંધવાની હોડને લગતી  ભૌતિક તેમજ જ્ઞાનને લગતી બાબતોમાં રોબોટ્સ ઉત્પાદકો સાથે ખભેખભો મેળવીને ચાલતો ભાગીદાર બની રહેશે. [2]
આમ રોબોટ્સ હવે કામને માત્ર સ્વયંસંચાલિત જ નહીં પણ સ્વતંત્રપણે સંચાલિત પણ કરવા લાગ્યા છે, એટલે કે એક જગ્યાએથી કામ કરવાને બદલે તે હવે  એકથી બીજી જગ્યાએ જરૂરિયાત મુજબ કામને ખસેડી આપશે અથવા તો કામની સાથે સાથે એકથી બીજી જગ્યાએ પણ જશે. રોબોટ્સ સાથે સંકળાયેલી સેન્સરની તંત્રવ્યવસ્થા અને સલામતીનાં અલ્ગોરિધમને પરિણામે સ્વતંત્રપણે કામ કરી શકતાં રોબોટ્સ ગતિશીલ વાતવારણમાં પણ ઉત્પાદન માટેનાં માળખાંની સગવડો સાથે અથડાયા વિનાજ હરી ફરી શકે છે, પરિણામે  તે માણસની સાથે જ સલામતીપૂર્વક કામ કરવા લાગ્યા છે. [3]
આ પ્રકારનાં સહયોગી રોબોટ્સ (collaborative robots)ને હવે કોબોટ્સ પણ કહેવામાં આવે છે. જેમકે વેલ્ડીંગ એક એવું કામ છે જેમાં ઘણાં બધાં આયામો ચોક્કસ ક્રમ અને માત્રામાં નિયમન જાળવવા માટે તેમ જ આરોગ્ય અને શારીરીક સલામતીની જાળવણી સાથે કામ કરવા માટે  ખાસ તાલીમ પામેલ કર્મચારીની જરૂરને હવે કોબોટ્સ સરળ કરી આપે છે. જૂનાં પ્રકારનાં રોબોટ્સ બહુ મોટાં ભારે તેમ જ ખર્ચાળ હતાં,જ્યારે હવે નવી પ્રકારનાં રોબોટ્સ નાનાં, હલકાં અને બહુ ઓછાં ખર્ચાળ હોય છે. પરિણામે નવાં શરૂ થતાં કે ઓછી જગ્યા ધરાવતાં કારખાનાંઓ માટે ખર્ચની દૃષ્ટિએ પણ પરવડતાં થવા લાગ્યાં છે. [4]
ઘણા કર્મચારીઓને જોખમી, ગંદાં અને નીરસ કામોમાંથી મુક્તિ અપાવીને કોબોટ્સ તેમનાં સહયોગી તરીકે સાથ આપવા લાગ્યા છે. જેને કારણે લોકો વધારે વળતર અને વધારે સમ્તોષ આપતાં કામવાળી કારકીર્દી તરફ વિચારવા માટે ધ્યાન આપી શકે છે. કોબોટ્સ ઉત્પાદકતા વધારવાની સાથે સાથે હાલનાં કામોમાં મૂલ્યવૃદ્ધિ પણ કરવા લાગ્યા છે. [5]
નીચેની આકૃતિમાં બહુ દૂરનાં નહીં એવાં ભવિષ્યનાં કાર્યસ્થળને દર્શાવાયું છે જેમાં ઈન્ડસ્ટ્રી ૪.૦ની મદદથી રોબોટ્સ માણસોની સાથે કામ કરી રહ્યા છે. [6]

અહીં નીચેના આલેખમાં ઈન્ડસ્ટ્રી ૪.૦ના વિકાસ સાથે રોબોટ્સના વિકાસનું ચિત્ર દર્શાવાયું છે

જ્યાં ચકાસણી કરવાની હોય તેવા ભાગની ટેસ્ટ બેડ પર ગોઠવી વખતે ચોકસાઈ મહત્ત્વની હોય કે જ્યાં આંખો વડે ચકાસણી જરૂરી છે ત્યાં મશીન દૃષ્ટિના પ્રયોગ થકી રૉબોટિક્સ ગુણવત્તા સંચાલનનાં કાર્યક્ષેત્રમાં ઝડપથી પગપેસારો કરી રહ્યું છે.
સ્વયંસંચાલિત ગુણવત્તા તપાસ તંત્રવ્યવસ્થાનો અમલ કરવો કે તેને સંગઠીત કરવી એ ઘણું કઠીન કામ છે. એ માટે થનાર ખર્ચને વ્યાજબી ઠેરવવા માટે તંત્ર વ્યવસ્થા ખૂબ સચોટ હોવી જોઈએ, વિશ્લેષ્ણાત્મક સૂઝ પૂરી પાડતી હોવી જોઈએ અને કામ કરનાર તંત્રવ્યવસ્થા સાથે સંવાદ કરી શકે અને તેનું નિયમન કરી શકે તેવી હોવી જોઈએ. ગુણવત્તા તપાસનાં આ ત્રણ મહત્ત્વનાં પાસાં છે.
ગુણવત્તા તપાસમાં રૉબોટિક્સની વર્તમાન સ્થિતિનો અંદાજ આવી શકે તે મુજબના કેટલાક પ્રતિનિધિ લેખોને અહીં રજૂ કરેલ છે –
-                            Increasing Productivity in Manufacturing: Quality Control
-        Automated quality control at Opel for car body engineering quality assurance.
તે ઉપરાંત આ બે વિડીયો ક્લિપ્સ પણ વધારે માહિતી પૂરી પાડે છે
Robotic Inspection: The Future of Flexible Manufacturing -  તપાસનો સાઈકલ ટાઈમ સુધારવાની સાથે સાથે ગુણવત્તા નિયમનને ડિજિટાઈઝ અને સરળ કરતી આ પહેલી રોબોટ-સંકલિત તપાસ તંત્રવ્યવસ્થા છે. તેમાં  3D  સફેદ-પ્રકાશ વડે સ્કૅન કરતું સૅન્સર છે જે ABB રૉબોટની ભુજા પર લગાડવામાં આવેલ છે. સરળ અને જટિલ ભાગને સૌથી ઉપયુક્ત ખૂણેથી આવરી લેવા માટે સેન્સરનાં જરૂરી સચોટ હલનચલન માટે તે રૉબોટની ચપળતા પર નિર્ભર છે. 

Robotic 3D Scanning System for Manufacturing Quality Control - બહુમુખી અને સુગઠિત રૉબોટ FANUC LR Mate 200iDનો ઉપયોગ કરીને ARIS ટેક્નોલોજિએ આ 3D સ્કૅનિંગ ઉપકરણ બનાવેલ છે. ચાર સરળ અને સીધાં પગલામાં જ ભાગોનું જટિલ નિરીક્ષણ શક્ય બને છે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Things Manager Should Know માંનો Marshal Goldsmith નો લેખ The Key to Powerful Leadership Presence આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. મહત્ત્વ છે પૂરેપૂરૂં હાજર હોવાની ક્ષમતાનું. ખરૂં નેતૃત્ત્વ કોઇ પણ કામ માટે, તક માટે, સંવાદ માટે, કોઇ પણ ઘડી માટે હાજર હોય છે. એ હાજરી હોય છે દુનિયા સાથેના બહોળા ઉદ્દેશ્યની સિદ્ધિ માટે.
આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ
  • Effective 21st Century Quality Leadership - ઑકલેન્ડ કન્સલ્ટીંગના મૅનેજિંગ ડીરેક્ટર, માઈક ટર્નર, ૨૧મી સદીના પડકારો વિષે ચર્ચા કરતાં કરતં ગુણવત્તા વ્યવસાયે તેનો સામનો કરવા માટે શું અભિગમ કેળવવો જોઈએ તે જણાવે છે. તેઓ ત્રણ મુદ્દા પર ખાસ ભાર મુકે છે - પરિવર્તન વધારે વેગવાન બનાવો, ખર્ચા ઘટાડો અને આબરૂ બચાવો. વ્યૂહાત્મક સ્તરે કે સ્થાનીય ટીમના સ્તરે કે કોઈ પણ કક્ષએ અગ્રણીઓને વિકસાવવા કરતાં  તેઓ વધારે ભાર અસરકારક નેતૃત્વ મૉડેલના વિકાસ પર મુકે છે.. પોતે જે કંઈ કરી રહ્યાં છે તે માટે લોકોને ગર્વ હોવું જોઈએ.

Jim L. Smithની જૂન, ૨૦૧૯ની Jim’s Gems પૉસ્ટ::
  • Importance of Psychology  - ઘણા સંચાલકો માને છે કે ટીમવર્કને ભુલીને માત્ર આંકડાઓની મદદથી પોતાના વ્યવસાયને ચલાવી શકાય. …ફૉર્બ્સ સામયિકના પ્રકાશક તરીકે વધારે જાણીતા અમેરિકન ઉદ્યોગસાહસિક માલ્કમ એસ ફૉર્બ્સનું કહેવું છે કે વ્યક્તિની એકલાંની કે વ્યક્તિઓના સમુહની મનોભાવનાની અસર બજારો પર, વ્યાપારઉદ્યોગની સફળતા પર, સેવાઓ કે ઘડતર કે આખાં અથતંત્રના તાણાવાણા પર માપી શકાય તેવા આંકડાઓનાં સૂચકાંકો કરતાં ઘણી વધારે પડતી રહી છે. … સારામાં સારા પુરાવાઓ પણ બતાવે છે કે ગુણવત્તા, ઉત્પાદકતા કે ગ્રાહક સંતોષ પર સારી કક્ષાનાં કૌશલ્યો કે તંત્ર વ્યવસ્થાઓ જેટલી જ, કે ક્દાચ વધારે, અસર  લોકોની માન્યતાઓ, મનોવૃત્તિ અને અપેક્ષાઓની પડતી હોય છે. સંસ્થામાં કામ કરતાં લોકો સંસ્થાની સંસ્કૃતિ નક્કી કરે છે, જેનો પાયો લોકોની મનોભાવનાઓ છે.
  • For a Robust Quality Environment There Has to Be Teamwork - જોકે છૂટી છવાઈ ટીમો કરતાં ટીમવર્ક ઘણી વધારે વ્યાપક બાબત છે. જેમ્સ કેશ (JC) ફેન્નીનું કહેવું છે કે સારામાં સારૂં ટીમવર્ક સર્વસામાન્ય ઉદેશ્યની સિદ્ધિ માટે અલગ અલગ રીતે કામ કરતાં લોકોની એક્સુત્રતામાંથી જન્મે છે. .. જરૂર યાદ રહે કે ટીમ એ સાધ્ય નહીં પણ સાધન છે. ખરાં ટીમવર્કનાં, અને માતબર ગુણવત્તા વાતાવરણનાં, લક્ષ્ય તરફ સંસ્થાને લઈ જવા માટે ટીમ એક માધ્યમ છે. એન્ડ્ર્યુ કાર્નેગીનું કહેવું છે કે સર્વસામાન્ય દીર્ધદર્શનની સિદ્ધિ માટે કામ કરવાની ક્ષમતા ટીમવર્ક દ્વારા આવે છે, જેના પરિણામે વ્યક્તિગત સિદ્ધિઓ વડે સંસ્થાના ઉદ્દેશ્યો સર થાય છે. એ એવું ઈંધણ છે જેના દ્વારા સામાન્ય લોકો અસામાન્ય પરિણામો મેળવે છે.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.


.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.