અપેક્ષિત જ હતું તે પ્રમણે ૧૯૪૬નાં વર્ષ માટે પુરુષ સૉલો
ગીતોમાંથી પહેલેથી જાણીતાં ગીતો બહુ થોડાં જ છે. હા, જે
જાણીતાં છે તે '૫૦ અને '૬૦ના દાયકાનાં બહુ સાંભળવા મળેલ ગીતો જેટલાં કજ
સાંભળ્યાં છે. વધારે મજાની વાત તો એ છે કે ઓછાં સાંભળેલાં - ખરેખર એકાદ કિસા સિવાય, પહેલી જ
વાર સાંભળેલાં - આ વર્ષનાં પુરુષ સૉલો ગીતો સાંભળવામાં પણ બહુ મજા પડી, એવું જ
લાગ્યું કે જાણે બહુ સાંભળેલાં ગીતો જ ફરી એક વાર સાંભળી રહ્યાં છીએ.
આ કારણસર ૧૯૪૬નાં મને સૌથી વધારે પસંદ પડેલા પુરુષ સૉલો ગીતો આ ઓછાં સાંભળેલાં ગીતોમાંમાંથી
જ પસંદ કરેલ છે.
મોહમ્મદ
રફી - રહે તો કૈસે રહે દિલ પે ઈખિયાર મુઝે - રૂમ નં ૯ – સંગીતકાર: રશીદ અત્રે – ગીતકાર: નક્શાબ જારચવી
કવ્વાલી શૈલીનાં આ ગીતમાં આપણ એમોહમ્મદ
રફીના સ્વરના સ્વાભાવિક નિખારને સાંભળીએ છીએ.
મૂકેશ- કિયે જા પ્યાર, ન હિમત હાર, કભી ઈન્કાર કભી ઈક઼રાર - રાજપુતાની –
સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
ગીતના પૂર્વાલાપનાં સંગીતની બાંધણી
વિન્ટેજ એરાની શૈલીની છે પણ પછીથી આપણે મૂકેશનો જે સ્વર સાંભળીએ છીએ તેમાં તેમના '૫૦-'૬૦ના દાયકાની હલક સાંભળવા મળે છે.
મન્ના ડે - ગાયક તરીકે 'પી. ડે'નું નામ - દિલ ચુરાને કે લિયે કોઈ આ રહા હૈ - દૂર ચલેં - સંગીતકાર: કે સી ડે
મન્ના ડે અતિ મૃદુ સ્વરમાં ગીતને રજૂ કરે છે.
ઉમ્મીદ ભરા પંછી ક્યા કહ રહા હૈ સજની - આઠ દિન - ગાયક અને સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: જી એસ નેપાલી
આજે પણ જાણીતું હોવા છતાં જાણે પહેલી જ
વાર સાંભળતાં હોઈએ એવી તાજગી ગીતમાં અનુભવાય છે.
જી એમ દુર્રાનીએ ગીતને એકદમ વિન્ટેજ
એરા શૈલીમાં ગાયું છે, તો પણ પહેલાં જ શ્રવણે કાનને ગમી જાય છે.
પર્દા પર ગીતને અભિનિત કરતાં જે ભાવ
દેખાવા મળવા જોઈએ તેવા જ પ્રેમની અનુભૂતિના ભાવ ગીતમાં પણ અનુભવાય છે.
સુરેન્દ્ર - વો પહેલી મુલાક઼ાત હી બસ પ્યાર બન ગયી - ૧૮૫૭ - સંગીતકારઃ સજ્જાદ હુસૈન - ગીતકારઃ પંડિત અંકુર
ગ઼ઝલ ગાયકીની સ્વાભાવિક મીઠાસ આ ગીતની
ગાયકીમાં સુરેન્દ્રના સ્વરમાં પણ એટલી જ સ્વાભાવિક રહી છે.
ગાયક (?) - ઝીંદગી ઝીંદગી ઝીંદગી કોઈ સુપના નહીં ઝીંદગી - ડૉ. કોટનીસ કી અમર કહાની - સંગીતકારઃ વસંત દેસાઈ - ગીતકારઃ દીવાન શર્રાર
ગીતની સીચ્યુએશન મુજબ ગીતના શબ્દોમાં
જે જોશ છે તેને અંતરાનાં વાદ્ય સંગીતની જગ્યાએ પ્રયોજાયેલ કોરસ સ્વર વધારે જીવંત
બનાવે છે.
કે એલ સાયગલ - હરે ભરે બાગકે ફૂલોં પે રિઝા ખય્યામ - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ ગીતકાર: ડૉ. સફદર 'આહ'
કે એલ
સાયગલના સ્વરનો લોકપ્રિય નિખાર ગીતના રોમેન્ટીક ભાવમાં પૂર્ણપણે ખીલી રહે છે.
સોંગ્સ ઑફ યોર
પર ની પુરુષ સોલો ગીતોની સમીક્ષા માં કે એલ
સાયગલને તેમનાં ત્રણ ગીત ગ઼મ દિયે મુસ્તક઼ીલ, જબ દિલ હી ટૂટ ગયા અને અય દિલ-એ-બેક઼રાર માટે ૧૯૪૬ના શ્રેષ્ઠ પુરુષ ગાયક તરીકે પસંદ
કરાયા છે.
૧૯૪૬ના વર્ષનાં પુરુષ સોલો ગીતોની બધી પોસ્ટને એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવાની સરળતા માટે પુરુષ સૉલો ગીતો સ્વરૂપે ગ્રંથસ્થ કરેલ છે.હવે પછીના અંકોમાં ૧૯૪૬નાં સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું
No comments:
Post a Comment