ગુણવત્તા સંચાલન
વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના જૂન ૨૦૨૫ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના
કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.
આજના મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞાઃ જોખમ
સંચાલન વિશે આપણે ટુંક ચર્ચા કરીશું.
વ્યુહરચનાનાં જોખમોને સમજવાં
અને તેનાં સંચાલન કરવાને બદલે પરંપરાગત જોખમ સંચાલન પ્રણાલીમાં જોખમ ટાળવા પર જ
ધ્યાન અપાતું રહ્યું છે. વર્તમાન અસ્કયામતોનું સંરક્ષણ મહત્વનું છે, પણ સ્પર્ધાત્મક સરસાઈ
પ્રાપ્ત કરવા માટે તે પુરતું નથી.
વ્યાપારિક - ઔદ્યોગિક સાહસને
ટકાવી રાખવું એ મુશ્કેલીઓથી બચીને રહેવાથી કંઈક વિશેષ છે. તે રોકાણ પર મહત્તમ વળતર
મળે તે રીતનાં નવાં, ભવિષ્યનાં, મૂલ્યવર્ધક અભિગમનાં ઘડતર
માટે મહત્વની પ્રક્રિયા છે. નવાં વ્યાપાર મોડેલ, બદલતા જતા સ્પર્ધાત્મક
દૃષ્ટિકોણ, ગ્રાહકની પસંદ-નાપસંદ અને
વર્તણૂકો કે નવી ટેક્નોલોજીઓ જેવી દરેક પરિસ્થિતિઓ સાથે અસરકારક રીતે કામ પાર
પાડવા માટે ઔદ્યોગિક સાહસમાં ચપળતા અને સહજ સ્થિતિસ્થાપકતા આવશ્યક બની રહે છે.
જોખમાં સંભવિત નુકસાન, કે ગેરલાભ કે ગુમાવેલ તક
જેવી અનેક શક્યતાઓ આવરી લેવાતી હોય છે. એ સંદર્ભમાં સમજશક્તિમાં ધાર્યાં પરિણામ
લાવવાની સક્ષમતા પેદા કરવી અને તે પછી એ સક્ષમતાને અમલમાં મુકી શકવું એ બંને પાસાં
સમાવિષ્ટ છે. નવા પ્રયોગો કરવામાં કે કંઈક અભિનવ કરવામાં અમુક હદ સુધી અસફળતા તો
અપેક્ષિત છે. ઔદ્યોગિક સાહસે દરેક્ર સિદ્ધ
થયેલ પરિણામો અને અપેક્ષિત પરિણામો વચ્ચેના તફાવતના સંદર્ભમાં સ્વીકાર્ય અને
અસ્વીકાર્ય કાર્યસિદ્ધિનાં સ્તર વિશે સ્પષ્ટતા કરી લેવી જોઈએ. નહીં તો કોઇ પણ
પ્રકારની નિષ્ફળતા દરેક જોખમો માટે અણગમો પેદા કરશે જેને કારણે લાંબા ગાળાની સ્પર્ધાત્મક
સરસાઈ જ જોખમાઈ શકે છે.
વ્યાપક સંદર્ભમાં એટલું જરૂર
નોંધવું જોઈએ કે સફળતા માટે સંસ્થાનાં દરેક સ્તરે જોખમ વિશેની સમજશક્તિની સક્ષમતા
વણી લેવાનું આવશ્યક છે.
|
પરંપરાગત જોખમ સંચાલન પ્રણાલીની દસ વિધ્વંસક ખામીઓ |
૧ |
છેતરામણાં અનુમાનો પર મદાર
રાખવો |
૨ |
સાવધાની વર્તવામાં ચૂક થવી |
૩ |
(પરિવર્તનો / ઘટનાઓની) ગતિ
અને આવેગ તરફ દુર્લક્ષ સેવવું |
૪ |
મહત્વનાં જોડાણો સ્થાપિત
કરવામાં અને જટિલ ગુંચવણોને સુલઝાવવામાં અસફળ રહેવું |
૫ |
નિષ્ફળતાની કલ્પના કરવામાં
અસફળ થવું |
૬ |
વણચકસાયેલા માહિતી સ્રોતો
પર ભરોસો રાખવો |
૭ |
સલામતીનો અપૂરતો ગાળો
જાળવવો |
૮ |
ટુંકા ગાળા પર જ ધ્યાન
કેન્દ્રિત કરવું |
૯ |
પુરતાં ઉચિત જોખમ
ઉઠાવવામાં અસફળ રહેવું |
૧૦ |
કાર્યક્રિયામાં શિસ્તનો
અભાવ |
હિપ્પોક્રેટ્સ કહે છે તેમ
વિવેકપુરઃસરનો અભિપ્રાય બાંધવો હમેશાં કઠિન છે. આ ખામીઓને પહેલેથી જોઈ શકવાની અને
તેમને અતિક્રમવાનાં કૌશલને વિકસાવવાથી અને તેનો અભ્યાસ કરવાથી હંમેશ બદલતાં રહેતાં
અને અકળ વાતાવરણમાં બહેતર નિર્ણયક્ષમતા અને સ્પર્ધાત્મક સ્થિતિ સિદ્ધ કરવામાં મદદ
મળી રહે છે. [1]
બિગ ડેટા અને AI પ્રેરિત માહિતી સામગ્રી
વિશ્લેષ્ણના વિકાસ થવાની સાથે હવે ઉભરતાં જોખમોની સાથે સંભવિતપણે સંકળાયેલાં
અંદરના અને બહારનાં માહિતી સામગ્રીઓના તારને એકસૂત્રે જોડવાનું શક્ય બન્યું છે. આ
માહિતી સામગ્રીના તાર વડે સંભવિત જોખમોને ખોળી કાઢવા માટેનાં વિશ્લેષ્ણાત્મક મોડેલ
તૈયાર કરવાનું, તેમની નાણાકીય અસરોને
પુરેપુરી આકારવાનું અને વ્યુહાતમક અસરો અને તેને ખાળવા માટેનાં રોકાણો વચ્ચે
સંતુલન જાળવી શકે તેવા વિશ્લેષ્ણાત્મક માળખાં તૈયાર કરવામાં માહિતી સામગ્રીના આ
તારને કામમાં લેવાનું શક્ય બનું છે. પરિણામે નિર્ણય વિવેકપ્રજ્ઞા સમગ્ર કંપનીનાં
દરેક સ્તરના નિર્ણયકર્તાઓ જોખમને માપી શકે છે, તેની માત્રાનાં પરિમાણ નક્કી
કરી શકે છે અને તેના વિશે ભરોસાપાત્ર આગાહી કરી શકે છે. પરિણામે, આ દરેક પ્રક્રિયા માહિતી
સામગ્રી પ્રેરિત સમજ શક્તિ વડે સજ્જ, સાતત્યપૂર્ણ કાર્યપદ્ધતિઓ પર
નિર્ભર રહેવા લાગે છે. આ ટેક્નોલોજિ વિશ્લેષકો અને વપરાશકર્તાઓને વધારે આધુનિક સમજ
શક્તિ વડે સક્ષમ કરી શકે છે જેથી સમગ્ર સંસ્થાની નિર્ણય પ્રક્રિયાનું ઘડતર વધારે
વેગવાન બની શકે છે અને માહિતી સામગ્રી અને વપરાશકારો વચ્ચેના પરંપરાગત વાડાઓ દૂર
થવા લાગી શકે છે. [2]
વધારાનું વાંચનઃ
Risk-Based
Decision-Making: A Guide for CIOs to Excel
Business
intelligence: Risk Management: Mitigating Risks with Intelligent Business
Strategies
Integrating
risk management into decision making
How
Does Intelligence Support Risk Assessment In Decision Making?
Enhanced
Business Intelligence & Risk Management with AI
હવે પછીના મણકાઓમાં આપણે નિર્ણય વિવેકપ્રજ્ઞા પ્રક્રિયા સાથે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની ઘટકો વિશે વાત ચાલુ રાખીશું..
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ:
· ASQ TV માંથી
The Art of Integrating Strategic
Planning, Process Metrics, Risk Mitigation and Auditing - જૅનેટ બી સ્મિથ વિવિધ તંત્રવ્યવસ્થાઓ અને ઑડીટીંગને
એકસૂત્રે બાંધવા વિશે પરિચય કરાવે છે, જેને પરિણામે આંતરિક ઑડીટીંગ માત્ર
અનુપાલનની ખરાઈ માટેનું પ્રતિભાવ સાધન બની રહેવાને બદલે તંત્રવ્યવસ્થાની
કાર્યસિદ્ધિની અસરકારકતા માપવા માટે અને તેની સુધારણા માટે પણ ઉપયોગી બની શકે.
·
Quality Mag
માંથી
The
ROI of Quality: Why Investing in Quality Pays Off
- Darryl
Seland
sugarcrm.com નિષ્ક્રિયતાનાં ખર્ચ, (Cost of Inaction, COI)ને આ રીતે સમજાવે છે - વ્યાપાર જગતમાં તકો હંમેશાં મર્યાદિત
સમય માટે આવે છે. સંભવિત ફાયદાઓની ગણતરીમાં ગુંચવાઈ જઈને નવા પ્રોજેક્ટ કે પહેલમાં
કરવાનાં રોકાણ પરનાં વળતર બહુ ભાર મુકી દેવામાં આવી શકે છે. જોકે બહુધા નિષ્ક્રિયતાનાં ખર્ચ જેવાં એટલાં જ મહત્વનાં
પાસાંને ઘણી વાર નજર અંદાજ કરાતું હોય છે.
આ નિષ્ક્રિયતાના
પ્રેરક બળ તરીકે સામાન્યપણે તકનીકી સમજનો અભાવ, અમલીકરણ બાબતે સ્પષ્ટતા ન હોવી કે એ બાબતનું મહત્વ ન હોવાની
માન્યતા મુખ્ય પરિબળો ગણાય છે.
પાર્શ્વદર્શન કદાચ
ઘટના વિશે વધારે ચોક્કસ સમજ આપી શકતી હોય, પણ રોકાણ પરનાં વળતર કે નિષ્ક્રિયતાનાં ખર્ચ જેવી બાબતોના
વ્યાપક દૃષ્ટિકોણના સંદર્ભ વિશે ભવિષ્યની સચોટ આગહી કરવાનો કૉ દાવો ન કરી શકે.
ઉત્પાદન ક્ષેત્રમાં
આવા વ્યાપક દૃષ્ટિકોણનું મહત્વ કૃત્રિમ પ્રજ્ઞા નિષ્ક્રિયતાનાં ખર્ચના વેગ અને
ખરાપણાના સંદર્ભમાં બહુ વધી જાય છે.
કાર્લ એલ ડ્રેષેલ
પૂછે છે, 'તમારી સંસ્થાને કૃત્રિમ પ્રજ્ઞા (AI) સંચાલન તંત્રવ્યવસ્થાનાં વિશ્વનાં સૌ પ્રથમ સ્ટાન્ડર્ડ ISO/IEC 42001 ની જરૂર છે? AIના વધતા જતા વ્યાપના સંદર્ભમાં આ પ્રશ્નને આ રીતે જોવો જોઈએ
- કૃત્રિમ પ્રજ્ઞા (AI) સંચાલન તંત્રવ્યવસ્થાનો ઉપયોગ ન કરવો તમને પોષાઈ શકે તેમ છે?
વધારે વિગત માટે ASQમાંથી કાર્લ એલ ડ્રેષેલનો લેખ "Are You Blazing a New Path to
ISO/IEC 42001 AI Standard?" જરૂર વાંચવો જોઈએ.
“કંઇ પણ કરવાના કાર્યક્રમ બાબતે ખર્ચા અને જોખમો જરૂર છે, પરંતુ સગવડદાયક નિષ્ક્રિયતાનાં ખર્ચ અને કંઈ ન કરવાનાં
લાંબા ગાળાનાં જોખમો કરતાં તે અનેક ગણાં ઓછાં હશે." - જ્હોન એફ કેનેડી
ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના
પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.