'લાફાલાફીંગલાલિત્યલહરી'ની [તીર કીટ ધા - શ્રી સ્નેહલ ન.મુઝુમદાર] મજા માણતાં વિચાર આવ્યો કે શું તમાચો એ TheMacho દ્વારા થયેલ હાથના બળપ્રયોગ માટે વપરાયેલ
ભાવવાચક નામ છે? તો તે જ રીતે
જ્યારે કોઇ લલના એ બળપ્રયોગ કરે તો તેને 'તમાચી' કહેવાય?
સ્વામી વિવેકાનંદે અપેક્ષ્યા છે તેમાંના ન હોઇએ તો લાફાને 'લાફી'(હસી)ને માણવો પડે?
થપ દઇને પડે તે થપ્પડ? તે જ રીતે થપાટ
શબ્દ સાંભળતાંની સાથે જ તેના પડઘમ પરની થાપ જેવા નાદ ના પડઘાઓ પડઘાયા નથી કરતા?
આમ જૂઓ તો વીજળીના વેગે આવીને પડે તે તમાચો, વેગ ઓછો પણ બળ વધારે તે થપ્પડ અને પ્રેમથી ગાલ
પસરાવે તે ટપલી? અને મશ્કરીના
ભાવથી વિરોધ પ્રદર્શનમાટે ટપલીદાવથી વધારે અસરકારક સજા સાંભળી છે?
* * * *
ડૉ. અજય કોઠારીએ પણ એક પ્રગલ્ભ ડૉકટરને છાજે તેવી ગંભીરતાથી જાણે 'વર્ચ્યુઅલ' - સમજો તો રામબાણ - તેવાઓને તેમણે ઉદાહરણ પ્રસંગોમાં
વાપર્યા તે, તમાચા ખાનાર ગાલ
છૂપાવતાં જરૂર ફરે. પરંતુ, એ ઉદાહરણોમાંનાં
પાત્રો તો આવા કંઇ કેટલાય તમાચાઓ અને તેની પૂર્વજ પેઢીઓને પચાવી ને બેઠેલા ખરાને,
એટલે તેઓ તો તમા(રે)ચા
પીએ અને કરે ધનાધન! લપડાક વ્હાલની હોય તેમ ઠપકાની કે નિષ્ફળતાની સ્વ-શેહની હોય,
તો તે ખાધા પછીથી તેમાંથી
શીખેલાઓએ તો સફળતાનાં શિખરો સર કરે, બાકીના બધા તો સમયની લપડાકો ખાઇ ખાઇને અશ્મિભૂત થવાને જ લાયક. [દે ધનાધન -પોલું છે તે બોલ્યું - ડૉ. અજય કોઠારી]
* * * * *
તારીખીયાંના દટ્ટાનાં દરરોજનાં પાનાંનો એક બહુ જ અસ્રકારક ઉપયોગ અમે અમારાં એક
સંબંધી કુટુંબમાં જોયો છે. ઘરનાં એક વડીલ માવતર તેની પાછળ તે દિવસની તેમને ત્યાં
થયેલ ઘટના ટપકાવી રાખે. અઠવાડીયાંના અંતે જ્યારે તેઓ પોતાનાં કુટુંબીજનોને
પૉસ્ટ્કાર્ડ લખવા બેસે ત્યારે તે દિવસવારની થપ્પી લઇને બેસે અને તેમાંથી જોઇ જોઇને
[અચૂક] વિગતો લાગતાં વળગતાં સંબંધીના કાર્ડમાં ઠલવાઇ જાય.
કૅલૅન્ડરનું[તળપદી] સકક્ષ તારીખીયું તે તવારીખીયુંનો અપભંશ હશે? પણ તવારીખ તો રોજ બરોજ થતી ઘટનાઓનાં વલણ [trend]નું દસ્તાવેજીકરણ,દરરોજ ની ઘટનાઓની નોંધ તો રોજનીશી [diary]માં રહે ને? એટલે તવારીખ પરથી તારીખીયું ઉતરી આવવા માટે શું
કારણ હશે? [મોસમ આયે .. મોસમ
જાયે.. -- કૉફી હાઉસ - શ્રી અનિલ જોષી]
* * * * *
ભાઇશ્રી શ્રીકાંત ગૌતમની કોલમ 'રંગરાગ'નો 'નદી, નાવ
અને નાદ' લેખ વાંચતાં
જ 'આવારા'માં
'દમ
ભર ઇધર જો મુંહ ફેરે'નું ચિત્રીકરણ યાદ આવી જાય.નરગીસની રાજ પ્રત્યેના પ્રેમની ઉત્કટતા, રાજનું ચોર હોવાનું સભાનપણું [મૈં ચોર હું કામ હૈ ચોરી] અને ગીતનું માધુર્ય આપણને ચિત્રીકરણમાં સૅટ પર શુટીંગ કર્યું હોવાની દેખાઇ આવતી રાજ કપુરનાં નિર્દેશનની ક્વચિત નબળાઇ નઝર અંદાઝ કરવા પ્રેરે છે.
આપના આની પહેલાંના બે અઠવાડીયાંના લેખ પણ વિષયની 'નવી જ ભાત'ની પસંદ અને તેને અનુરૂપ લેખની સામગ્રીની દ્ર્ષ્ટિએ બહુ જ પસંદ પડ્યા હતા.
No comments:
Post a Comment