Saturday, July 27, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - જુલાઇ, ૨૦૧૩

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં જુલાઇ, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ માસનાં આ સંસ્કરણની શરૂઆત આપણે અંગત સુધારણાની ગુણવત્તાની વાતથી કરીશું.
"ગ્રેટ લીડરશીપ"ના ડૅન મેક્કાર્થી આપણને 'વ્યક્તિગત વિકાસનાં આયોજનને ચકાસવા માટેના ૨૦ સવાલ \ 20 Questions to Assess the Quality of an Individual Development Plan' આપે છે. આ લેખમાં આ વિષય પર એકમાંથી બીજા એમ આગળ અને આગળ વિચાર કરતા રેહેવા માટે - ૨૪ નવેમ્બર, ૨૦૦૮ના લેખ How to Write a Great Individual Development Plan (IDP), ૨૯ ઑક્ટૉબર, ૨૦૦૮ના લેખThe Power of a Written Individual Development Plan અને ૨૩ નવેમ્બર, ૨૦૦૭ના લેખ Eight Step Guide to Developing Your Leadership Skills ની લિંક પણ પૂરી પાડે છે.
"આપણી જાતને આપણાં કામ સાથે કેમ એક જ દિશામાં જોડી અને ઘણું વધારે સિધ્ધ કરવું \ How To Align Yourself to Your Work and Achieve More" આપણને આ ચાવીઓ પૂરી પાડે છે -
૧) ક્યાં તો પોતાની પસંદનું કામ શોધી કાઢો, તેમ નહીં તો આપણાં કામમાં થી આપણી પસંદની વસ્તુઓ / બાબતો ખોળી કાઢો.
૨) તમારાં શરીરની જરૂરિયાતો તરફ પણ ધ્યાન આપો.
૩) આપણી સામેના પડકારોની સાથે નહીં, પણ તેના ઉપાયો સાથે શરસંધાન કરીએ
૪) વિગતો જો થકવી દેતી હોય, તો પહેલાં ઉપરની કક્ષાએ હથોટી મેળવો.
જેમ્સ લૉથરનો લેખ - "તમે કેટલા વ્યવસ્થિત છો? \ How are you Organised? - આપણાં કામ સાથેનાં આપણાં શરસંધાનની કસોટીઓ અને તેના વિષેની માર્ગદર્શિકાઓ પૂરી પાડશે.
આજના યુગમાં વ્યાવસાયિક જીવનમાં વ્યાવસાયિક કારણોથી પેદા થતી અનેક તાણ એ તો સર્વસ્વિકૃત વાત બની ગઇ છે. એ તાણની સામે ટકી રહેવા માટેનો એક ઉપાય છે - સકારાત્મક આશાવાદી થવું.
શૌન રૉઝેનબર્ગના લેખ ‘આશાવાદી થવામાટેનાં સીધાં જ સાત કારણો \ 7 Extremely Obvious Reasons to Become an Optimist,’ આ વિષયની વાત સહજતાથી કરે છે- "હજુ એક વધારે પ્રયત્ન કરી લઇએ એમ માનનાર આશાવાદીઓએ ઇતિહાસનું ઘડતર કરેલું છે. આશાવાદી થવાથી નવું કરતાં રહેવાનું બનતું રહે છે. તેથી સમગ્ર માનવ જાતને પણ વિકાસ માટેની દિશાઓ મળતી રહે છે. નવા વિચારને દેખીતા તર્કનાં જોરે હડસેલી દેવો સહેલો છે, પરંતુ નવા જવાબો અને નવી તકોની શોધ વિકાસની ભૂમિકા પૂરી પાડે છે. સમગ્ર માનવાજાતની ઉમ્મીદો આશાવાદીઓ પર કાયમ છે."
અંગત સુધારણાની વાત કરતાં કરતાં ‘પ્રક્રિયા સુધારણા [Process Improvement Tutorials]’ વિષયે ખજાનો કહી શકાય તેવી માહિતિ Squawk Pointએ મુકી આપી છે, તેના માટે નિયમિત સમય ફાળવીને આપણી કરવતને સજ્જ રાખવાનું પણ જરૂરથી કરીએ.
સુધારણાની પ્રક્રિયા માપણીની પ્રક્રિયા સાથે બહુ નજીકથી સંકળાયેલ છે.
માપણી પ્રક્રિયા વિશે પૉલ ઝૅક્નો એક બહુ જ વેધક લેખ છે - માપણીની ટૂંકી દ્ર્ષ્ટિ \ Measurement Myopia: “જેને માપી ન શકીએ તેનું વ્યવસ્થાપન પણ ન કરી શકાય" એ કથન પીટર ડ્રકરને નામે ગણાવતાં સૂત્રોમાં બહુ ઉપરનું સ્થાન ધરાવે છે. પણ એમાં એક જ સમસ્યા છેઃ તેમણે આ વાત કદી પણ નથી કહી. હકીકત તો એ છે કે પીટર ડ્રકરના માપણી અંગેના વિચારો સુક્ષમ સ્તરના હતા..ડ્રકર જરૂર માનતા કે આ માપદંડ બધે જ લાગુ કરી શકાય તેમ છે. "લોકો સાથેના સંબંધો, એક બીજા માટે ભરોસો, લોકોની ઓળખ, સમુદાયની રચના" (વિશેની) આપણી પહેલી ભૂમિકા તો. અંગત છે." ડ્રકર આગળ કહે છે કે “તેને ન તો સહેલાઇથી માપી શકાય કે ન તો તેની સહેલાઇથી કોઇ ચોક્કસ વ્યાખ્યા બાંધી શકાય, તે ‘અગત્યનું કામ છે’, માત્ર તેટલું માની લેવું પણ પૂરતું નથી. તે તો આપણે ખરા અર્થમાં કરી બતાવવાનું છે."
ડ્રકર એમ માનતા કે સહયોગીઓ સાથે સંવાદ બહુ જ મહત્વનો છે - આ લેખના લેખક પણ તેવું જ માને છે. વિજ્ઞાન પણ એમાં સુર પૂરાવે છે.
પ્રસન્નચિત્ત સંવાદો અને હળવા મળવાને કારણે મગજને "સામાજિક જોડાણ' અણુ,ઑક્ષીટૉસીન, સંશ્લેષણ કરવાની ચાનક ચડે છે. જ્યારે જ્યારે મગજ ઑક્ષીટૉસીન છોડે છે ત્યારે આપણામાં પ્રેરણા જાગે છે અને બીજાં ‘સર્વ સુખાય’ માટેનાં કામો માટે સહકાર કરવાનો આંતરિક પુરસ્કાર મળી રહે છે. વાર્ષિક -સમીક્ષા સુધ્ધાંમાં સવાદોનો ધ્યેય માત્ર આપણી સાથેનાં એક કર્મચારીને નહીં, પણ માનવીને સમજવાનો હોવો જોઇએ.
એટલે, (કામગીરીની) માપણીની ના નથી, પણ માત્ર માપણીની જ તો સાવ ના છે.
પીટર વૈસ @ SUMMSO આપણી સમક્ષ પ્રોજેક્ટ મેનેન્જમેન્ટની કામગીરીનાં ત્રણ મહત્વનાં ઘટકો \ 3 Key Elements for Top Project Management Performance રજૂ કરે છે:
કોઇ પણ પ્રોજેક્ટને સમયસર, અપેક્ષિત ખર્ચના અંદાજની અંદર અને ગ્રાહક કે એ અંત-વપરાશકારની અપેક્ષા મુજબની ગુણવતા પ્રમાણે પૂરો કરવો તે મોટો પડકાર છે. ભવિષય્માં જેમ જેમ અપેઅક્ષાઓ વધતી જતી શએ, સંસાધનોની ફાળવણીઓ ઘટતી જશે અને સમય મર્યાદાઓ ટૂંકી થતી જશે તેમ તેમ આ પડકાર વધુને વધુ કઠીન થતા જવાના છે. આપણા રોઅજબરોઅજની જીંદગીમાં પણ આપણે આ પડકારો જોઇ જ રહ્યાં છીએ, જેમાં આપણે, પ્રોજેક્ટની ઉત્કૃષ્ટ કામગીરી માટે નીચેનાં ત્રણ ઘટકોનું મહ્ત્વ બહુ જણાય:
૧) યોજના તૈયાર હોવી
2) ઉપલબ્ધ સમય પર ધ્યાન કેન્દ્રીત કરવું, અને
3) સજ્જ રહેવું.
નિરંતર સુધારણા માટે માપણી અને વિશ્લેષણની સાથે સબળ નિર્ણય-પ્રક્રિયા પણ એટલી જ જરૂરી છે.
SqawckPointનો એક અન્ય લેખ ‘શું આપણે સાચા નિર્ણયો કરી શકીએ છીએ? \ Can You Make the Right Decisions? પણ બહુ રસપ્રદ છે: નિર્ણયો લેવા માટે બહુ થોડાંજ પરીબળો મહત્વનો ભાગ ભજવે છે. તેમને પરખી લઇ ને જો નિર્ણય પ્રક્રિયાના તર્કને લખી નાખીએ, તો આપણી નિર્ણય પ્રક્રિયા ઘ્ણી અસરકારક બની રહે.
આપણે ગયાં સંસ્કરણમાં નક્કી કર્યું હતું તે મુજબ, હવે આપણે જેમ દર મહિનાના કાયમી સ્તંભ બનાવેલ છે તેવા લેખો જોઇએ.
ASQ TV વૃતાંત ૫: ગુણવત્તા વ્યવસાયની પરિસ્થિતિ \ Episode 5: The State of the Quality Profession: ASQ વિશ્વ અધિવેશનમાં હાજરી આપનાર સભ્યો ગુણવત્તા વ્યવસાયની હાલની પરિસ્થિતિ અને તેનાં ભવિષ્યની ચર્ચા આ વૃતાંતમાં કરે છે. ASQ દ્વારા હાથ પર લેવાયેલ એક સંશોધન પણ આ બાબત પ્રકાશ પાડે છે. 'ગુણવત્તા પ્રગતિ'નુ પાત્ર પણ આ વૃતાંતથી ટીવીનાં માધ્યમ પર પ્રવેશ કરે છે. કંટ્રોલ આલેખથી વધારે પરિચત થવા માટે http://asq.org/learn-about-quality/data-collection-analysis-tools/overview/control-chart.html. ની મુલાકાત લો.કંટ્રોલ આલેખો અને SQC પધ્ધ્તિઓ વિષે કેટલાક અન્ય વીડિયોઃ Welcome, Mr. Pareto Head and Control Chart
ASQ પરનો – Ask The Experts - માહિતિનો તો બહુ સારો સ્રોત છે જ, પણ સાથે ગુણવત્તા વ્યવસ્યાના વિવિધ ઉદ્યોગોનાં વ્યાવસાયિકો સાથે સંપર માળખું બનાવવા માટે પણ તે બહુ મહત્વની કડી બની શકે તેમ છે. ત્યાં પ્રકાશીત થતા લેખો નિયમિતપણે મેળવવા માટે blogપર આપેલ ઇ-મેલ સેવામાટે નોંધણી કરાવી લેવી જોઇએ.
અને હવે મુલાકાત લઇએ ખાસ વિભાગની ASQ Influential Voices. આ સંસ્કરણથી શરૂ કરીને આપણે ત્યાં પ્રકાશીત થયેલ દરેક સભ્યના બ્લોગ / સાઈટની કક્કાવાર ક્રમાનુસાર મુલાકાત લઇશું.
આ મહિને આપણે સ્પેન સ્થિત ગાય બિગવુડની મુલાકાત લઇશું.

ગાય બિગવુડ, મડળ સંચાલનક્ષેત્રમાં કાર્યરત એવી MCI ના સ્થાયિત્વક્ષમતા [Sustainability] વિભાગના ડીરેક્ટર છે. તેઓ MCIનાં ૪૮ વૈશ્વિક કાર્યાલયોમાં કૉર્પોરેટ સામાજીક જવાબદારીની અદાયગીની જવાબદારી સંભાળે છે. તે ઉપરાંત તેઓ વૈશ્વિક સ્તરે વ્યવસાયો, મડળો અને સંયુક્ત રાષ્ટ્ર પરિષદને સલાહ આપવાની સેવાઓ પણ પૂરી પાડે છે.તેમના બ્લોગ Less Conversation More Action ની ટૅગ લાઇન છે - સભા ઉદ્યોગની સ્થાયિત્વક્ષમતાની અગ્રીમ પંક્તિઓના સંદેશ.
કેટલાક આમંત્રિત મહેમાનોસાથે સહયોગ કરીને રોજર સિમન્સ અને ગાય બિગવુડ આ બ્લોગ લખે છે.
બેઠક / સભાઓ ઉદ્યોગના 'હરિત અગ્રણીઓ \ Green Leaders' તરીકે ઓળખાતો બ્લૉગ સ્થાયિત્વક્ષમતાની અગ્રીમ હરોળ અને મુલકાતો / બેઠકો વ્યવસ્યાના અનુભવો, અભિપ્રાયો, શ્રેષ્ઠ વ્યવહારો અને ભૂલો વહેંચવા માટે બનાવાયો છે.
અપણે 'હરિત'\ Green વિષે વધારે વાતચીત કરતાં પહેલાં Less Conversation More Action ની મુલાકાત લઇ લઇએ.

તાજેતરની એક પૉસ્ટ - Sustainability and quality – lets have a group hug - માં ગુણવત્તા વ્યવસાય સમક્ષના સાંપ્રત પડકાર, સ્થાયિત્વક્ષમતા વ્યાવસાયિકોના ગુણવત્તાને વ્યાવસાયિકો સાથે અને ગુણવત્તા વ્યાવસાયિકોનાને સ્થાયિત્વક્ષમતા વ્યાવસાયિકોસાથે  કેમ એકઠા કરવા,ને આલેખેલ છે. બન્ને સમુદાયોના મોટા ભાગનાં સભ્યો વાત તો એક સર્વસામાન્ય વિષય - શૂન્ય- જેમ કે 'ગુણવત્તા'ના સંદર્ભમાં શૂન્ય ક્ષતિઓ કે શૂન્ય ગ્રાહક ફરીયાદો અથવા સ્થાયિત્વક્ષમતાના સંદર્ભમાં શૂન્ય કચરો કે  પાણીનો શૂન્ય વપરાશ કે માનવીય હક્કોનાં શૂન્ય ઉલ્લંધન-ની કરે છે.

સ્થાયિત્વક્ષમતાવિષે કામ કરવા માગતાં ગુણવત્તા વ્યાવસાયિકો માટે, બ્લોગના Our Work વિભાગ ઉપર ' જે ગ્રાહક સંસ્થાઓને તેમણે વ્યૂહાત્મક માર્ગદર્શન, પ્રશિક્ષણ, અનુશિક્ષણ કે સમાચાર-પ્રેષણ અને માપણીની સેવાઓ આપી છે તે પૈકી નમૂનાની કેસ સ્ટડીની સામગ્રી રજૂ કરેલ છે; વાંચવા માટેની ભલામણો \ Recommended Reading, Articles માં વધારે સ્થાયીક્ષમતા ધારક સંસ્થાઓનાં ઘડતરમાં મદદરૂપ રૂપ તેવાં પુસ્તકો અને લેખકો અને મુલાકાતો વિષેના લેખો તેમ જ સામયિકો અને અખબારોમાં તેઓના લખાણો રજૂ કરેલ છે.
સ્થાયિત્વક્ષમતા વિષે એક ટુંકી નોંધ અહીં પણ જોઇએઃ

“સ્થાયિત્વક્ષમતા, અને તેની સાથેની આપણા સમાજની જવાબદારીઓ, સિધ્ધ કરવા માટે, આપ્ણે સહુએ આપ્ણી સામેના અનેકવિધ પડકારોમાં જ નહીં, પણ તે માટેના ઉપાયોમાં પણ સાથ કરવો જોઇએ. સ્થાયિત્વક્ષમતા, અને ટકાવી શકે તેવા વિકાસ માટે આપણાં વ્યૂહાત્મક આયોજનમાં જીવાશ્મ ઇંધણોના બળતણ તરીકેના ઉપયોગ, વિરલ ધાતુઓનાં ખનન, અને કુદરતમાં આપણા રસાયણોના પ્રયોગોને ટાળવું જરૂરી બની રહે છે.

કમ સે કમ, સ્થાયિત્વક્ષમતા બનાવી રાખવા માટે આપણે જે રીતે આપણો કાચા માલ મેળવીએ છીએ તે પ્રક્રિયાઓને પરસ્થિતિ અને સામાજીક દ્રષ્ટિએ જવાબદારીપૂર્ણ તો બનાવવી જ રહેશે. ખરા અર્થનાં નેતૃત્વ, અને જોમદાર, સતત કરાતા પ્રયત્નો, વડે સ્થાયિત્વક્ષમતા વિષેની સમજનો કરાયેલ પ્રસાર વધારે નફાકારકતા,વધારે સારી છાપ, વધારે તંદુરસ્ત સમાજ અને ઉત્પાદક વાતવરણ સર્જી શકે છે... તેમ જ દરેકને સ્વચ્છ નૈતિકતાની ભેટ ધરી શકે છે." (સૌજન્ય: GMIC).

સ્થાયિત્વક્ષમતાની વિભાવનાને સરળતાથી સમજવા, Sustainability explained through animation જૂઓ.

પૉલ બોરવસ્કીના જૂન માસના સવાલોને -
• સમાજના લાભ માટે ગુણવતાનાં મૂલ્યોનો મહત્તમ લાભ લઇ શકાય તેમ કરવા માટે આપણી સામે કયો સહુથી મહત્વનો કહી શકાય તેવો પડકાર છે?
• આજની પરિસ્થિતિમાં ગુણવત્તા વ્યવસાયને વધારે ઉન્નત બનાવ્યે રાખવા માટે શું કરવું જોઇએ?
                                                    - વિવિધ ક્ષેત્રોમાંથી બહુ વિશદ પ્રતિભાવો સાંપડેલ છે.

અને આ સંસ્કરણ સમાપનમાં, આપણે હંમેશની જેમ
Curious Cat Management Improvement Blog Carnival #195
Curious Cat Management Improvement Carnival #196
Management Improvement Carnival #197
                                                                         ની મુલાકાત લઇએ.

આશા કરૂં છું કે આ માસનું સંસ્કરણ આપને પસંદ પડ્યું હશે. આપના પ્રતિભાવોનો ઇંતઝાર રહેશે....

No comments: