હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, ' ૭ /૨૦૧૩' બ્લૉગૉત્સવ
સંસ્કરણમાં આપનું સ્વાગત
છે.
આ સંસ્કરણમાં એક ખાસ વાત
એ છે કે મોટા ભાગના વિષય પર આપણને બબ્બે પૉસ્ટની જોડીઓ જોવા મળશે.
“તેમની ફિલ્મોના સંદર્ભે, મદન મોહન પર નસીબ બહુ
મહેરબાન થયેલ હોય તેમ જોવા નથી મળતું.તેમણે કેટલીયે 'બી' કક્ષાની ફિલ્મોમાં યાદગાર
ગીતો પીરસ્યાં, પણ કોઇ ને કોઇ અન્ય કારણોસર ફિલ્મોનું 'ભોજન' ટિકીટબારી પર
લોકપ્રિયતાને વરી ન શકયું. ૧૯૬૨ની 'અનપઢ', ૧૯૬૪ની 'જહાંઆરા', ૧૯૬૫ની 'શરાબી' એમાંનાં કેટલાંક આંખે
વળગે તેવાં ઉદાહરણો છે. 'દસ્તક'નાં સંગીત માટે મળેલા એક રાષ્ટ્રીય પુરસ્કાર કરતાં તો તેઓ
ઘણાં વધારે અકરામ મેળવવાપાત્ર હતા. ૧૪ જૂલાઇ તેમની પૂણ્યતિથિ
હતી.” # જન્મભૂમિ પ્રવાસીની ૧૪ જુલાઇ,૨૦૧૩ની મધુવન પૂર્તિમાં, શ્રી શ્રીકાંત ગૌતમે
તેમનાં વ્યાવસાયિક જીવનમાં નસીબની આ આડોડાઇ વિશે વાત કરતાં 'દુલ્હન એક રાત કી'નાં કેટલાંક ગીતોને યાદ
કર્યાં છે. એ જ ફિલ્મ પર શ્રી અશોક દવેએ પણ એક સમીક્ષા કરી છે. તેથી આપણે
મદન મોહનનાં 'દુલ્હન એક રાતકી'નાં ગીતોની મુલાકાત લઇશું.
પહેલાં સાંભળીએ મદન
મોહનની આગવી છાપવાળાં, ખુબ જ લોકપ્રિય
થયેલાં ગીતો -
ફિલ્મની કથાને અનુરૂપ થાય, પરંતુ એવાં અને એટલાં જ કર્ણપ્રિય, પણ કંઇક અંશે પ્રયોગાત્મક ગીતોના પ્રયોગ કરવાનું પણ મદન મોહન ચૂકતા નહીં. અહીં
પણ એવાં ગીતો પણ સાંભળવા મળશેઃ
યુ ટ્યુબ પર ખાંખાંખોળાં
કરતાં લતા મંગેશકરનું "પૈયાં પડુંગી"
પણ હાથ લાગી ગયું.
૨૦મી જૂલાઇએ ગીતા દત્તની
પણ સંવત્સરી હતી.
“Songs
of Yore”એ સચીન દેવ
બર્મનનાં સંગીતમાં ગીતા દત્તનાં શ્રેષ્ઠ ગીતો દ્વારા યાદગાર અંજલિ આપી છે.એ
લેખમાં "The Legendary Nightingale.. Geeta Dutt"પર એસ ડી બર્મનનાં
ગીતા દતનાં ૭૦થી વધારે એકલ ગીતો તરફ દોરી જતી લિંક પણ જોવા મળશે. Old Classic Hindi Songsપરનાં 'ખાસ પાનાં'પર મદન મોહનનાં ગીતો નીચે, આ ગીતો ઉપરાંત ગીતા
દત્તનાં અન્ય ગીતો પણ જોવા મળશે.
કાનન દેવીને Dances on the Footpathએ જવલ્લે જ જોવા મળતી
અંજલિ - Seven Beautiful Songs with Kanan Devi, Who Lived April
22, 1916 to July 17, 1992 - આપી છે. Old Classic Hindi Songs પર તે ઉપરાંત કાનન
દેવીનાં બહુ જ યાદગાર ગીતો અહીં ક્લિક
કરવાથી જોવા મળશે.
આ સાથે આ બ્લૉગોત્સવનાં
૪/૨૦૧૩ સંસ્કરણમાં આપણે શ્રી શ્રીકાંત
ગૌતમના, પ્રાણ સાહેબને બહુ જ મોડેથી સન્માનીત કરાયા તે દાદાસાહેબ
ફાળકે પુરસ્કારની જાહેરાત સમયે કરેલા, જન્મભૂમિ પ્રવાસીની મધુવન
પૂર્તિના લેખની યાદ પણ તાજી કરી લઇએ.
‘Dances on the Footpath’ એ અનિલ બિશ્વાસના જન્મ
દિવસને Happy Birthday, Anil Biswas!માં યાદ કર્યો છે, તો તેની જોડીદાર પૉસ્ટ
તરીકે આપણી સમક્ષ, IMIRZA777 વડે મુકાયેલ યુ ટ્યુબપરની ક્લિપ પણ છે.
અને હવે સ્મરણાંજલિઓની
જોડી પરથી આપણે ૧૯૫૩નાં વર્ષનાં ગીતો પરની પૉસ્ટની
મુલાકાત લઇએ. Songs of Yoreએ ગયે વર્ષે એક એક
વર્ષનાં ગીતોની સમીક્ષા કરવાની એક બહુ જ સ-રસ પ્રથા શરૂ કરી હતી. આ વર્ષે એ
પ્રથાને આગળ ધપાવતાં, Best songs of 1953: And the winners are? માં ૧૯૫૩નાં ગીતોની
સમીક્ષા કરવા માટે ચર્ચાની ભૂમિકા બાંધવાની સાથે ૧૦ અનોખાં ગીત પણ આપણી સમક્ષ રજૂ
કરેલ છે. લેખ વિશે, અપેક્ષા મુજબ, સહુથી વધારે સંખ્યામાં
થયેલી ચર્ચાપણ બહુ જ માહિતીસભર અને વૈવિધ્યપૂર્ણ અભિપ્રાયોને રજૂ કરે છે.
અને અહીં જોડી તરીકે Dances on the Footpath ની એક ૨૦૦૯ની પોસ્ટ - Teen Batti Char Rasta (1953)ની મુલાકાત કરીએ. આ
ફિલ્મમાં સંધ્યાનાં પાત્ર અને ભારતની સંસ્કૃતિઓના સંગમ જેવાં વસ્તુની યાદ અપાવે
એવાં ૧૯૫૬ની "ન્યુ દિલ્હી" અને ૧૯૫૨ની પાકિસ્તાનની ફિલ્મ 'દુપટ્ટા'ની વાત એક નવો આયામ ઉમેરે
છે. સંધ્યા પર ચિત્રાંકન થયેલાં જે ગીતથી આ ચર્ચા ઉપડી છે તે ગીત છે - અખિયાં હૈ યે રૂપ કી પ્યાસી (લતા મંગેશકર; સંગીતકાર શિવરામ કૃષ્ણ).
'તીન બત્તી ચાર રસ્તા'માં વિવિધ ભાષાઓમાં, જુદા જુદા સંગીતકારો
દ્વારા સજાવાયેલ અને જુદાં જુદાં ગાયકો વડે ગવાયેલ એક અનોખાં ગીતનો પ્રયોગ પણ કરાયો છે. એ
ગીતમાં @ ૪.૦૦ પર અવિનાશ વ્યાસ
દ્વારા સ્વરબધ્ધ,
આશા ભોસલેના
સ્વરમાં નિરૂપા રોયને "છાનું રે છપનું કાંઇ થાય નહીં" જોવા /સાંભળવાં એ
લહાવો બની રહેશે. અને તેની જોડીમાં એ જ ગીત "મૂળ સ્વરૂપે" સાંભળીએ.
વર્ષા ઋતુ પુરબહારમાં
પોતાની યાદ અપાવી રહી હોય ત્યારે તેનાં અલગ અલગ પાસાંને ઉજાગર કરતા લેખો પણ થવાના
જ. Dusted
Off, તેમની આગવી રસાળ શૈલીમાં, Ten Memorable
Rain Scenes રજૂ કરે છે.તેના સગાથમાં Let Us Talk Bollywoodની Baarish
(1957) no rain, but drenched in beauty and fun
પોસ્ટ પણ બહુક રોચક અને
મજા પડી જાય તેવી થઇ છે.
અને "બારીશ"ની
જ વાત કરીએ તો Sunahari
Raaten ની Baarish (1957) અને Sharmi Ghosh Dastidarની Raw appeal (Baarish) પણ જોવા મળશે. આ ત્રણેય લેખ ફિલ્મનાં ગીતોની બૌછારની મજા
કરાવે છે. આખા લેખ મૂળ સાઈટ પર જઇને માણીશું, પર એક વધુ વાર એ ગીતોને યાદ કરી લઇએ - યે મુંહ ઔર મસુરકી દાલ; દાને દાને પે લીખા હૈ
ખાનેવાલેકા નામ; ઝૂલ્ફ હૈ; કહતે હૈ પ્યાર જીસકો (આનંદનું ગીત) /(ગમનું ગીત); ફીર વહી ચાંદ વહી તન્હાઇ
હૈ; હમ તો જાની પ્યાર કરેગા અને મિસ્ટર જ્હૉન યા બાબા ખાન
યા લાલા રોશનદાન
Dusted Offની પોસ્ટ માણતાં માણતાં, બહુ જ નવા પ્રકારના વિષય
પર લખાયેલી બે પોસ્ટ જોવા જાવાનું પણ આમંત્રણ મળી ગયું છે. Bollywood Food Clubની Johnnie Walker in Bollywood પોસ્ટમાં, ફિલ્મનાં દ્રષ્યોમાં "જ્હોની વૉકર"ની હાજરીને યાદ
કરે છે, તો Apni East India Companyની Bolly
Chandeliers પોસ્ટમાં ફિલ્મનાં
દ્રષ્યોમાં ઝુમ્મરોની, જુદા જુદા પ્રકારના પ્રસંગોએ પ્રયોગાયેલ હાજરીની કહાની રજૂ
કરે છે.
આજે, ૩૧મી જૂલાઇએ, મોહમ્મદ રફીની પુણ્યતિથિ
છે. આજનાં આ સંસ્કરણમાં આપણી પાસે તેમને લગતી ત્રણ બહુ જ અનોખી રીતે યાદ કરાવતી
પોસ્ટ છે.
નાગપુરના શ્રી વિજય
બાવડેકરે બહુ જહેમતથી બહુ જ ઓછા પ્રચલિત થયેલા
સંગીતકારોનાં મોહમ્મદ રફીનાં યાદગાર ગીતોની યાદી બનાવી છે.
શ્રી અશોક દવે એ બૈજુ બાવરા (૧૯૫૨)ની સમીક્ષા કરતાં કરતાં
રફી સાહેબની ગાયકીની ખૂબીઓને અનોખા અંદાજમાં રજૂ કરતી રાગમાળાને યાદ કરી છે.
(૧) રાગ લલિત: પિયુ પિયુ રે કરત હૈ પપીહા, અબ કહો કૈસે રાખું
જીયા...
(૨) રાગ ગૌડ મલ્હાર: રૂમઝૂમ બદરીયા બરસે, ઉન બિન મોરા જીયા તરસે
(૩) રાગ પૂરીયા ધનાશ્રી: અજબ તોરી પ્રભુ આનબાન દેખી, બાગ મેં બન મેં નીલગગન
મેં, દેખત હું તોરી શાન
(૪) રાગ બાગેશ્રી: હેરી એ મૈં કૈસે ઘર આઉ મિતવા, તુમરે જીયરા બાટ ચલત મોસે
રોકે ડારો ઠગવા.
રાજીવ નાયર રફી સા'બ અને મહેન્દ્ર કપૂરના
સંબંધોની અનોખી દાસ્તાન રજૂ કરે છે. તેમા તેમણે યાદ કર્યું છે કે ૧૯૫૭ની મેટ્રો
મર્ફી અખિલ ભારતીય ગાયન સ્પર્ધામાં મહેન્દ્ર કપુરે ગાયેલ ગીત - ઇલાહી કોઇ તમન્ના નહીં - રફી સાહેબની ધૂન હતી.
તે જ રીતે બીજા એક કિસ્સાને યાદ કરતાં તેઓ નોંધે છે કે પાછલા દિવસોમાં જ્યારે ઓછું
કામ મળતું હતું ,
ત્યારે રફી સા;બે મહેબ્દ્ર કપુરને ઘરે
બોલાવ્યા અને તેમનું એક નવું ગીત - તુમ જો મિલ ગયે હો, તો જહાં મિલ ગયા (હંસતે ઝખ્મ [૧૯૭૩]-
સંભળાવ્યું. ગીતનાં દર્દ અને મૌકાની નઝાકતે બંન્નેની આંખમાં આંસુ લાવી દીધાં.
આશા કરું છું કે આ
સંસ્કરણમાટે આ લેખો અને તેમાંના ગીતોને ફરીવાર વાંચવા / સાંભળવામાં જેટલી મને મજા
આવી છે, તેટલી જ મજા આપને પણ
આવશે.
આપના પ્રતિભાવોનો ઇંતેજાર
રહેશે.
No comments:
Post a Comment