Saturday, November 28, 2015

અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્રનાથનાં યુગલ ગીતો – ઉત્તરાર્ધ

પૂર્વાર્ધમાં આપણે અનિલ બિશ્વાસ અને સુરેન્દ્ર(નથ)ની જોડીનાં બીબ્બો અને માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો સાંભળ્યાં હતાં. આજના આ ઉત્તરાર્ધમાં આપણે હવે તેમનાં વહીદન બાઈ, જ્યોતિ, હુસ્ન બાનો, સરદાર અખ્તર અને મિસ શારદા પંડિત સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.
વહીદન બાઈ સાથે યુગલ ગીતો
imageimage


મૂળ કિનારી બાઝાર (આગ્રા)નાં વહીદન બાઈએ ૧૯૩૮-૧૯૪૦ના સમયમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ આજે તેમને એ ફિલ્મો દ્વારા યાદ કરવાને બદલે '૫૦ –‘૬૦ના દાયકાની એક સફળ નાયિકા નિમ્મીનાં મા તરીકે કદાચ વધારે યાદ કરાઈ રહ્યાં છે.

તેરી ઈન આંખોંને બીમાર કિયા હૈ - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી

આ ધૂન ‘અલીબાબા’ની પંજાબી આવૃત્તિમાં પણ વાપરવામાં આવી હતી, જેના શબ્દો હતા ‘ચૂભ ગયે કલેજે વીચ નૈના દે તીર હાયે[2]

હમ ઔર તુમ ઔર યે ખુશી - વહીદન બાઈ સાથે - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી

હિંદી ફિલ્મોમાં પાશ્ચાત્ય નૃત્ય શૈલીની એક પ્રધાન ધારા, વૉલ્ત્ઝ, પર આધારિત અનેક ગીતો બનતાં રહયાં છે. પ્રસ્તુત ગીતને આ પ્રવાહનું સૌથી પહેલું ગીત ગણી શકાય.
આડવાતઃ

કોઈ હોવે તૂં મેરે યાર - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી -પંજાબી ગીત

'અલી બાબા' પંજાબીમાં પણ બની હતી. એટલે યુ ટ્યુબ પર હવે કેટલીક ક્લિપ એ પંજાબી વર્ઝનની પણ સાંભળવા મળે છે, જેમ કે આ ગીત હિંદી વર્ઝનનાં 'હમ ઔર તુમ ઔર યે ખુશી'નું પંજાબી સ્વરૂપ છે.
કેટલીક ક્લિપ એવી પણ છે જે પંજાબી ગીતોનાં હિંદી સ્વરૂપ નથી જોવા મળતાં. એક શક્યતા એવી પણ હોઈ શકે કે હિંદી અને પંજાબી વર્ઝનમાં કેટલાંક ગીતો સાવ અલગ ધુન પરથી જ બનાવાયાં હતાં. અનિલ બિશ્વાસે પોતાની આત્મકથા ‘ઋત આયે ઋત જાયે’માં નિખાલસપણે એકરાર કર્યો છે કે તેમને હિન્‍દી કરતાં પંજાબી આવૃત્તિનાં ગીતો વધુ પસંદ હતાં.

પંજાબની એક અતિ લોકપ્રિય લોકધુન, હીર, પરનું આ ગીત. 

દિલકા સાઝ બજાયે જા - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી

છેક ૧૯૪૦માં પણ અનિલદા સાઝ સજ્જામાં ખાસ્સા આધુનિક હતા !

https://youtu.be/Qfjq-aoB-ps
     [We need a fresh link in place of this one or an audio clip]

દિલ છીનકે જાતા હૈ, ઓ મસ્ત નઝરવાલે ક્યૂં આંખ ચુરાતા હૈ - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી


જ્યોતિ સાથે યુગલ ગીતો
imageimage

જ્યોતિ (મૂળ નામ - અપરિચિત) વહીદન બાઈનાં નાનાં બહેન હતાં. ૧૯૩૯થી શરૂ થયેલ તેમની ફિલ્મસફરમાં તેમણે ૧૯૪૯ સુધી લગભગ વીસેક ફિલ્મોમાં કામ કર્યું. હિંદી ફિલ્મના એ સમયના બહુ જાણીતા ગાયક જી એમ દુર્રાની સાથેનાં તેમના નિકાહ બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું.

આન બસે પરદેસ સજનવા - કોમરેડ્સ (જીવનસાથી)(૧૯૩૯) - ગીતકાર

ગીતમાં પ્રયોગ કરાયેલ પ્રદીર્ઘ પ્રીલ્યુડ ગીતને સાવ અનોખો નિખાર આપી જાય છે.

તુમ રૂઠ ગઈ રૂઠ ગઈ બૈરી સજનિયાં - ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી

'ઔરત' એ સમયના ખેડૂત પરિવારની પરિસ્થિતિનું બહુ જ તાદૄશ્ય ચિત્રણ હતું. ફિલ્મના નિર્માતા નિર્દેશકને એ વિષય કેટલો હૃદયથી સ્પર્શી ગયો હશે કે ૧૭ વર્ષ બાદ તેમણે એ વિષય પર ફરીથી ફિલ્મ બનાવી. એ ફિલ્મ 'મધર ઈન્ડિયા'ને પણ એટલી જ સફળતા મળી હતી.

ઊઠ સજની ખોલ કિવાડે, તેરે સાજન આયે દ્વારે - ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી

ઘણા સમય પછી પાછા ફરેલા પતિની રૂઠી ગયેલી પત્નીને મનાવવા માટેની મીઠી નોક ઝોક.....

અપને મસ્તોંકો બેશુદ્ધ બના દે, હે પિલા દે હે પિલા દે પિલા દે પિલા દે- ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી

શેરડીના સાંઠાની મિઠાશની જેમ સહચર્યની ઘડીઓની મિઠાશ માણવાની મજા કેવી અનેરી હોય...

બોલ રે બોલ મનકે પંછી બોલ- ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી
પાની દે પાની દે - ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી


હુસ્ન બાનો સાથે યુગલ ગીતો
imageimage

હુસ્ન બાનોનો જન્મ ૧૯૨૨માં સિગાપોરમાં થયો હતો. તેમનાં મા શરીફાં પણ બહુ મોટાં ગજાંના અભિનેત્રી ગણાતા હતાં. જવાની (૧૯૪૨) તેમની સૌથી વધારે જાણીતી રહેલી ફિલ્મ છે.

બદનામ ન હો જાના ઓ પ્રેમ કે દિવાને - જવાની (૧૯૪૨) - ગીતકાર વઝાહત મિર્ઝા


આયી વસન્ત ઋતુ મદમાતી મન લલચાતી - જવાની (૧૯૪૨) - હુસ્ન બાનો સાથે - ગીતકાર વઝાહત મિર્ઝા[1]

"બીત ગયી,બીત ગયી, રૈન મિલનકી બીત ગયી"[2]
આડવાતઃ

નુરજહાંએ સૌ પ્રથમ વાર કોઈ અભિનેત્રી માટે પાર્શ્વ ગાયન કર્યું હોય તો તે કદાચ હુસ્ન બાનો (ફિલ્મ - દોસ્ત -૧૯૪૪) હતાં.
સરદાર અખ્તરનું યુગલ ગીત
સુનોં પંછીકે રાગ - ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી

લણણીના સમયે ખેડૂતનાં કુટુંબને ખેતરમાં પંખીઓનાં ગીતો મીઠાં લાગે એ તો સ્વાભાવિક જ વાત છે...આ ભાવને બહુ જ મધુરપણે આ ગીતમાં રજૂ કરાયો છે

ખુર્શીદ સાથે મંઝધાર (૧૯૪૭)નું યુગલ ગીત 'મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે' આપણે "અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ'સુરેન્દ્રનાથ -સૉલો ગીતો - ઉત્તરાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ તેથી અહીં ફરી વાર મૂક્યું નથી.
મિસ શારદા પંડિત સાથે ગૈરફિલ્મી યુગલ ગીતો
અનિલ બિશ્વાસ અને સુરેન્દ્રની જોડીના નામે મિસ શારદા પંડિત સાથે ગવાયેલ ચાર ગૈરફિલ્મી યુગલ ગીતો પણ બોલે છે.

આયી જવાની બીત ગયે દિન - ગીતકાર ઝીઆ સરહદી [2]

મિસ શારદા પંડિત સાથેનાં આ ગૈરફિલ્મી ગીતો મળી શક્યાં નથી.
તૂ બનકી ચિડિયા ન હોતી
કૈસે બીગડી બાત બનાયે
કાહે કોઈ પ્રીત કરે
સાભાર નોંધઃ
  • 'આયી વસન્ત ઋતુ મદમાતી મન લલચાતી'.[1]ગીત શિકાગોથી સુમન્તભાઈ (દાદુ) અને ચૂભ ગયે કલેજે વીચ નૈના દે તીર હાયે [2], આયી જવાની બીત ગયે દિન[2], બીત ગયી,બીત ગયી, રૈન મિલનકી બીત ગયી[2] તેમ જ અહીં રજૂ થયેલી ઘણીક તસ્વીરો બીરેન કોઠારીના ખજાનામાંથી પ્રાપ્ત થઈ શક્યાં છે.
  • આ લેખ માટે Songs of Yoreના Anil Biswas’s songs for Bombay Saigal: Surendra લેખનો આધાર લીધો છે.

No comments: