ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઈ,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વખતના અંક માટે ગુણવત્તા વિશે સામાન્ય રસના વિષય પરના લેખ શોધતાં શોધતાં
મારા હાથે આ લેખ ચડ્યો:
The Single Biggest Problem in Communication...... એક આભાસ છે કે સંવાદ થઈ ચૂક્યો છે એમ ગ્વેન્ડોલીન ગાલ્સવર્થનું કહેવું છે, તેમનો સંદર્ભ છે એફ ફરીયાદ - એક સમસ્યા- જે લગભગ દરેક કંપનીના પડકારોની યાદીમાં ટોચ પર જોવા મળતી હોય છે.…આપણે … સમજીએ છીએ કે અધિકાર સંપન્ન કર્મચારીઓ માટે સત્તા કંઇક અંશે ભરોસાપાત્ર અને વારંવાર વહેંચાતી માહિતીથી રચાતી સમાનતાને કારણે છે.જ્યારે એ માહિતીને ખાસ સમજીવિચારીને દૃષ્ટિવિષયક બનાવવામાં આવે છે ત્યારે તે બીઝનેશ મૉડેલનો નક્કર અને અનિવાર્ય હિસ્સો બની જાય છે.…દૃશ્યતા માત્ર જોવામાં નહીં પણ તેના અર્થ અને સમજમાં રહેલ છે. દૃષ્ટિવિષયક કાર્યસ્થળ કામના ગત્યાત્મક ચિત્રમાં સમજને વણી લે છે.
એક વિચારની દૃષ્ટિએ કે વિષયની દૃષ્ટિએ પણ દૃશ્યતા મારા માટે સાવ નવું જ વિશ્વ
હતું. એટલે તેના પર થોડું વધારે શોધવા જતાં મને આ લેખ વાંચવા મળ્યો :
Simplifying complex management structures to foster better working relationships - બેલ્જીયમની ફ્લેમીશ સરકારનો The Mobiliteit & Openbare werken (MOW) (Mobility and Public Works) વિભાગ નીતિ ઘડવૈયાઓ, વિવિધ એજન્સીઓ અને નાગરીક સમાજને વિભાગની નિપુણતા વડે મદદરૂપ થવા માગે છે.સંસ્થાના ઠીક ઠીક જટીલ કહી શકાય એવાં માળખાંમાં તેમના કર્મચારીઓને આ ઉદ્દેશ્ય સાથે કેમ સાંકળી લેવા તે બાબતે MOW ઉપાયો શોધતું હતું. આખા વિષયને આવરી લેતાં કથાનકના મૂળ સુધી પહોંચતાં, બેએક પુનરાવતીય પ્રયાસોને અંતે, જે ચિત્ર ઉભરી આવ્યું તે આ હતું :
એ પછીની થોડી શોધખોળ મને દૃશ્ય અને સતત વિકાસની પ્રક્રિયાને જોડતો એક લેખ પણ
મળી આવ્યો:
How Data Visualization Benefits Your Continuous Improvement Culture - Henrik Kjærulff - સતત વિકાસનાં વાતાવરણમાં એમ અપેક્ષા કરી શકાય કે લોકો તેમના નિર્ણયો હકીકતોના આધાર પર કરતાં હોય. તેમાં પણ જ્યારે સમસ્યા નિવારણની વાત હોય ત્યારે તો ખાસ આ રીતે થતું હોય તેમ જ માનવા પ્રેરાઈએ. કંપનીના શૉપ ફ્લૉર પર કામ કરતાં લોકો માટે માહિતી સામગ્રી સરળતાથી હાથવગી બની જાય ત્યારે સમસ્યા નિવારણ માટેનો અભિગમ વધારે માહિતી-પ્રેરિત બની જતો હોય છે.આંખોની સામે દૃશ્યમાન થતી માહિતી સામગ્રીનું અર્થઘટન કરવાનું સરળ બને છે અને તેથી કરીને નિર્ણય પ્રક્રિયામાં તેનો વધારે ને વધારે ઉપયોગ પણ થાય છે.
આ લેખ વાંચીને સતત સુધારણા માટેનાં આંકડાકીય સાધનોની યાદ ફરી એક વાર તાજી કરી
લેવાની લાલચ નથી રોકી શકાઈ:
11 Rapid Continuous Improvement Tools Explained - ગ્રેગ જેકબસન – અહીં રજૂ કરેલ દરેક સાધનની લિંક પર ક્લિક કરવાથી એ વિષે વધારે વાંચાવાની સામગ્રી મળી રહેશે.
હવે આપણે
આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ - The
Drucker Perspective પરનો લેખ - The
Secret to Building an Opportunity-Focused Organization આપણે આજના અંક માટે પસંદ કર્યો છે. આ
એક સમયસિધ્ધ સત્ય કહી શકાય: સફળ સંસ્થા સમસ્યા નીવારણ-લક્ષી નહીં પણ તક-લક્ષી હોય
છે. પરિણામો સિધ્ધ કરવા જરૂરી સંસાધનોની ફાળવણી સમસ્યાના આધારે નહીં પણ તકના આધાર
પર કરાવી જોઈએ.લાંબા ગાળે ટકી રહેવા અંગે પીટર ડ્ર્કરનો આ એક પાયાનો સિધ્ધાંત છે:
"સંસ્થામાં કામગીરી માટેનું બહુ સારૂ જોશ બની રહેશે જો સમસ્યા નીવારણલક્ષી થવાને બદલે તે તક-લક્ષી હશે. તેમાં તેને ઉત્સાહનો રોમાંચ પણ અનુભવાશે.…એનો અર્થ એમ પણ નથી કે સમસ્યાઓ તરફ ધ્યાન જ ન આપવું. પણ સમસ્યા-લક્ષી સંસ્થા સંરક્ષણાત્મક બની રહે છે. જો કંઈ ખોટું ન થાય તો બધું સારૂં જ થયું છે તેમ તે માનવા લાગે છે.….જે સસ્થામાં સંચાલન મંડળ સિધ્ધિની ભાવનાનું વાતવરણ બનાવી રાખવા માગતું હોય તેમણે તક પર જ ધ્યાન આપવું રહ્યું. સામે આવેલી તકોને નક્કર સિધ્ધિઓમાં પરિવર્તીત કરી બતાવવી પડે."
ASQ પરના
વિભાગ - માંથી
આજના આપણા આ અંક માટે માટે“Shall Be Determined” in 9001” પસંદ કરેલ છે. જવાબમાં
જણાવાયું છે કે ઓક્ષફર્ડ ડિક્ષનરીમાં 'ચોકસાઈપૂર્વક
નક્કી કરવું'નો અર્થ આ રીતે કરે છે : “સંશોધન
કે ગણતરી કરીને સુનિશ્ચિત કરવું કે પ્રસ્થાપિત કરવું". મેરીયમ વેબસ્ટર પણ
લગભગ સરખો જ અર્થ કહે છે : “તપાસ, તર્ક કે
ગણતરી વડે કંઇ શોધી કાઢવું કે તારણ પર આવવું".આ માટે કોઈ નક્કી પધ્ધતિ હોય
તેવું જરૂરી નથી. નિર્ણય-પ્રક્રિયા અને તેના દ્વારા પહોંચાયેલ નિરાકરણ જ પૂરતો
પુરાવો બની રહે છે..... જેમ કે, જો તમે
એક "ઈસ્પિતાલ" હો અને એમ
"નક્કી" કરો કે સર્જ્યનોએ શસ્ત્રક્રિયા કરતાં પહેલાં હાથ જંતુનાશક
સાબુથી ધોવાની જરૂર નથી, તો તમે 'ખોટું
નક્કી' કરવાને કારણે તમે આવશ્યકતાનું યોગ્ય અનુપાલન
નથી કર્યું એમ કહી શકાય.
ASQ CEO, Bill Troy વિભાગમાં આ મહિને ચર્ચવામાં આવેલો વિષય - As
Industry 4.0 continues to evolve, what can quality professionals do to ensure
they will be an integral asset throughout this industrial revolution? - આપણા માટે (આવતા મહિનાના અંકમાં) વિગતે ચર્ચા માગી લે
છે.
- Benchmarking – માં આપણને બૅન્ચમાર્કીંગ વિષે કેટલીક મૂળભૂત બાબતો વિષે જાણવા મળે છે, બેન્ચમાર્કીંગ પ્રક્રિયાનાં છ ભલામણ કરાતા તબક્કાનું પુનરાવલોકન કરવા મળે છે, અને બેન્ચમાર્કીંગના એક મહત્ત્વના ઘટક - કોષ્ટકો - સાથે પણ ફેરપરિચય કરવા મળે છે.
- Quality Tools—Seven Old and Seven New: જૂનાં સાધનો સાથે ફેરપરિચય અને નવાં સાધનો સાથે પરિચય કરીએ:
- Empowering Teams : કાર્યસ્થળે કામ કરવાની રીતભાતમાં ટીમને કારણે આમુલ પરિવર્તન આવી ગયાં છે - ચોક્કસ પરિણામો સિધ્ધ કરવા માટે ટીમ જેવાં ઘટક સ્વરૂપે સુનિશ્ચિત વ્યવસ્થા માળખું ઘડવામાં આવે છે. જે ટીમને અધિકૃત કરવામાં આવે છે તેને સંસ્થાનાં મૂળભૂત અને લાંબે ગાળે સ્થાયી એવાં દીર્ઘદર્શનનાં વાતવરણથી, મિશન અને સંસ્થાનાં મૂલ્યોનો ટેકો કરવામાં આવતો રહે છે. આમ, કામગીરીને ઉપર લઈ જવામાં અને પરિણામો સિધ્ધ કરવામાટે જરૂરી નિર્ણયો લેવા માટે આવશ્યક માહિતી,કૌશલ્યો અને સત્તા અધિકૃત ટીમ પાસે હોય છે.તે ઉપરાંત ટીમ સારૂ કામ કરી શકે તે માટે તેનું માળખું, સભ્યોના આપસના સંબંધો અને ટીમનાં નેતૃત્ત્વની ગુણવત્તા પર પણ આધાર રાખે છે.ઉચ્ચ કક્ષાની કામગીરી કરતા રહેવા માટે આ પાંચ ઘટકો જરૂરી છે:
સ્પષ્ટ વ્યૂહરચના
કામગીરીને લગતા લક્ષ્યોની પૂરી
સમજ
સ્પષ્ટ અને સ્વીકૃત ભૂમિકાઓ અને
જવાબદારીઓ
પારદર્શક અને પ્રામાણિક
વ્યાવહારીક સંબંધો
નિર્ણય પ્રક્રિયાના શિષ્ટાચાર
નક્કી હોય
ખરા અર્થમાં અધિકૃત ટીંમ ઉતાવળે તૈયાર નથી થતી…. જો સંસ્થાએ પોતાની ટીમોને ખરા અર્થમાં અધિકૃત બનાવવા માટેનો માર્ગ પકડ્યો ન હોય તો સંસ્થાના બધા જ પ્રયાસો સ્પર્ધાત્મક પરીબળોની સામે મ્હાત ખાઈ શકે છે.
- Move Forward - સકારાત્મક વેગમાત્રાને કામ કરતી કરવા માટે અત્યારથી જ વિકાસ કરવાનું આપણા હાથમાં છે. આપણામાં કેટલા રચનાત્મક વ્યક્તિ બની શકવાની શક્તિ છુપાઈ પડી છે તે વિષે અચરજ પામવાની શક્તિ પણ આપણા જ હાથમાં છે.મારાં માનવા મુજબ 'હવે પછીની જિંદગી તમારી શ્રેષ્ઠ જિંદગી બની શકે છે' એમ લેખક અને ટેલીવીઝનપર જાણીતા આર્ટ લિંકલેટરનું કહેવું છે.આપણે આગળ વધવા માટે બસ સંનિષ્ઠ પ્રયાસ કરવાનો છે.
- This Day - પોતાની રીતે જ આજનો દિવસ બહુ મહત્ત્વનો છે. તે ઉપરાંત, આજનો દિવસ આપણને હવે પછી આવનાર દિવસો, અઠવાડીયાંઓ, મહિનાઓ અને વર્ષો માટે તૈયાર થવા માટેની તક આપે છે. માટે આજના દિવસે સહેતુક, કૃતજ્ઞતાપૂર્વક અને સંનિષ્ઠ નૈતિકતા વડે જીવવાથી બમણો ફાયદો થઈ શકે છે.આજનો દિવસ સારી રીતે જીવ્યાના સંતોષ ઉપરાંત આજની ઘડી હવે પછી આવનારા સમય માટેનું ભાથું પણ તૈયાર કરે છે.
આપણા આ
બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ
આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે
અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક
ઈજન છે.....
આ
અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment