Sunday, February 18, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી, ૨૦૧૮



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

ફેબ્રુઆરી, ૨૦૧૮ના આપણા ગુણવત્તા બ્લૉગોત્સવના આ અંકમાં ચર્ચાને કેન્દ્ર સ્થાને આપણે જિમ એલ સ્મિથના ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ લેખ - Dorian Shainin’s Influence on Quality Professionals નાં કેન્દ્રવર્તી પાત્ર ડોરીયન શયનીન ને રાખીશું.

જિમ સ્મિથના લેખની વિગતમાં ઉતરતાં પહેલાં , પહેલાં ડોરીયન શયનીન અને તેમનાં કામ વિષે પ્રાથમિક પરિચય કરી લઈએ.
ડોરીયન શયનીન ગુણવત્તાનાં ક્ષેત્રમાં એક ખૂબ સિધ્ધ યોગદાતા તરીકે જાણીતા છે.તેમનું દેહાવસાન ૭ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ, ૮૫ વર્ષની વયે થયું હતું. તેમણે પોતાનાં જીવનનાં લગભગ ૬૦ વર્ષ ઔદ્યોગિક સમસ્યા નિવારણના વિષયને ગુણવત્તા વ્યાવસાયિકો પધ્ધતિસરના વ્યાવસાયિક અભિગમ વડે જૂએ તેમ કરવા પાછળ આપ્યાં... તેમને નવાજેશ થયેલા અનેક પુરસ્કારોમાં મુખ્ય પુરસ્કારો ASQનો બ્રૂમ્બૌ એવોર્ડ, ધ એડવર્ડ્સ મેડલ, ધ યુજિન એલ. ગ્રાંટ એવોર્ડ અને ધ શેવાર્ટ મેડલ વગેરે કહી શકાય.. ૨૦૦૩માં  ASQએ ઉત્પાદનો કે સેવાઓને લગતી સમસ્યાઓનાં નિવારણમાં આંકડાકીય પધ્ધતિઓના વિકાસને પ્રોત્સાહિત કરવા એક ચંદ્રક આપવાનું શરૂ કર્યું, આ ચંદ્રકને ડોરીયન શયનીનનું નામ અપાયું છે. આ ચંદ્રક વાર્ષિક ASQ World Conference on Quality and Improvementમાં એનાયત કરવામાં આવે છે. શયનીન ચંદ્રક વિષે વધારે માહિતી asq.org/about-asq/awards/shainin.html  પર મળી શકશે.
શયનીને ૧૦૦થી વધારે લેખો અને ઘણી મોટી સંખ્યામાં પુસ્તકો પણ લખ્યાં છે. આ પુસ્તકોમાં Managing Manpower in the Industrial Environment; Tool Engineers Handbook; Quality Control Handbook; New Decision-Making Tools for Managers; Quality Control for Plastics Engineers; Manufacturing, Planning, and Estimating Handbook; અને Statistics In Action વગેરે ખાસ નોંધપાત્ર પુસ્તકો ગણાય છે.
ShaininR : The Red XR Company - ડોરીયન શયનીનનું સૌથી મહત્ત્વનું પ્રદાન વધઘટની
પ્રણાલિનાં ક્ષેત્રે
રેડ X’  ને ખોળી કાઢવાનું ગણાય છે. તત્કાલિન સુજ્ઞ વિચારસરણી માનતી હતી કે વધઘટનાં કારણો ખોળી શકાય છે અને જ્યાં સુધી પ્રણાલિ સાંખ્યિકીય  સંતુલિત અવસ્થામાં ન પહોંચે ત્યાં સુધી તેનું નિયમન પણ કરી શકાય છે. એ સમયે એમ મનાતું હતું કે એ સિવાયનાં કારણો યાર્દચ્છિક છે અને અનિયંત્રિંત છે. પણ શયનીને ખોળી કાઢ્યું કે જૂદા જૂદા ભાગો સાથે વાત કરવાથી
વધઘટનાં કારણો સ્થાયી પ્રણાલિઓમાં પણ શોધી શકાય છે. ગમે એટલાં કારણો શોધી કઢાયાં હોય તો પણ બાકી રહેલાં કારણોમાં પણ એક કારણ તો એવું મળશે જ જે અન્ય કારણો કરતાં વધારે કારણભૂત હશે. એ કારણને તેમણે રેડ X’ કહ્યું. આ કારણ-અસર સંબંધને તેમણેમહા રેડX’  નામ આપ્યું. તેમની આ પ્રણલિના ટેકામાં તેમણે વીસથી વધારે ઈજનેરી અને સાંખ્યિકી સાધનોની રચના કરી જે રેડX’ની શોધમાં કામે લગાડી શકાય. વધઘટની સમસ્યાનાં નિવારણ માટે શયનીન ત્રણ સિધ્ધાંતોને અનુસરતા:
  • રેડX’ તો હંમેશાં મળશે જ.
  • રેડX’ શોધવાનો સહુથી ઝડપી માર્ગ એક પછી એક કારણને હટાવતા જવાનો છે.
  • ભાગો સાથે વાત માટેનાં સાધનો પૂરેપૂરાં વિગતપ્રચૂર હોવાની સાથે સાથે સાંખ્યિકી દૃષ્ટિએ સરળ હોય.
Background on Shainin based problem solving - ૉ મૂર - વાસ્તવિક જીવનમાં, ગુણવત્તા સમસ્યાઓ પણ. લોકો જેટલી જ, એકબીજાંથી જૂદી હોય છે તેટલી જ સરખી પણ હોય છે. 'રાધણકળાનાં પુસ્તકમાંથી વાનગી બનાવવાની રીત'માં બતાવ્યા પ્રમાણે જૂદી જૂદી સામગ્રીઓ ને સીધેસીધી વધારી દેવાથી જેમ સ્વાદિષ્ટ વાનગી નથી બની જતી તેમ સમય-નિવારણ તકનીકને સીધે સીધી કામે લગાડવાથી  કોઈ પણ જટિલ સમસ્યાનો ઉપાય મળી નથી શકતો. દરેક સમસ્યાની આગવી ખાસીયત ખોળી કાઢવી એ બહુ  મહત્ત્વનું છે, કેમકે કંઈક ઊંધુંપાંધરૂં તો વિગતની ઊંડાણમાં જવાથી જ નજરે ચડશે. સમસ્યા નિવારણ મહદ અંશે એક માનવીય પ્રક્રિયા જ છે જેમાં તર્કશક્તિ બહુ મોટો ફાળો ભજવે છેગલતફહમીયુક્ત માન્યતાઓ અને ખોટી દિશાના તર્ક સમસ્યા નિવારણને નિષ્ફળતા તરફ ધકેલી શકે છે.પધ્ધતિસરનાં માળખાંનો અભાવ સમસ્યા નિવારણ પ્રવૃતિઓમાં અવરોધ બની શકે છે. મોટા ભાગની જટિલ સમસ્યાઓની બાબતમાં શરૂઆતથી જ સમસ્યાને સુલઝાવવા માટેના સાંદર્ભિક સંજોગો શું છે તે જ સ્પષ્ટ નથી હોતું. કોઈ પણ અભિગમ અસરકારક બની શકે તે માટે આ બધાં પાસાં આવરી લેવાવાં જોઈએ. ... સાંખ્યિકી ઈજનેરો શયનીનની પદ્ધતિને અનુસરીને 'જૂદું શું છે?' તે ખોળીને સમસ્યાનું નિવારણ લાવવાના પ્રયાસ કરે છે.
કારણો અને અસરો કે અસરો અને કારણો

જેમને શયનીન પ્રણાલિ વિષે સંક્ષિપ્તમાં દૃશ્યશ્રાવ્ય માધ્યમ વડે સમજવામાં રસ હોય તેઓને Shainin based problem solving | Philips Innovation Services માં રસ પડશે.


Dorian Shainin’s Influence on Quality Professionals ǁ Part II ǁ Part III : 'મહત્ત્વનાં તો થોડાં બાકી બીજાં બધાં તો કેટલાંય' - જે પૅરેટો સિધ્ધાંત તરીકે પણ ઓળખાય છે -ના પ્રણેતા જુરાનની જેમ
ડોરીયન શયનીનને પણ ધ્યાનમાં આવ્યું હતું કે ગુણવત્તા ખામીઓ એકસરખાં આવર્તનમાં નથી થતી. બહુ થોડાં કારણો જ મોટા ભાગની ખામીઓમાં પરિણમતાં હોય છે. આ વિચારસરણીને પરિણામે તેઓ રેડX’ નાં તારણ પર આવ્યા. તેમણે સૈધ્ધાંતિક રીતે જણાવ્યું કે આ રેડX’ મોટા ભાગની પ્રક્રિયાઓની કે ઉત્પાદનોની ખામીઓ માટે કારણભૂત છે. શયનીન 'ભાગ સાથે વાત કરવા' ઉપર પણ ભાર મૂકતા હતા. તેમાં બરાબર કામ આપતા અને બરાબર કામ ન આપતા ભાગની અદલાબદલી કરતા રહીને ખામીવાળો દોષિત ભાગ ખોળી કાઢી શકાય છે. શયનીનની પધ્ધતિમાં સૈદ્ધાંતિકપણાંની થોડી છાંટ દેખાય, પણ મુખ્યત્ત્ત્વે તો તે સમસ્યાનાં સંભવિત કારણને નક્કી કરવા માટે પ્રયોજિત હોય છે. મૂળ કારણ - રેડ X’ -  શોધી કાઢવા માટેની એક યા બીજી કોઈ પણ પધ્ધતિની મદદથી તેમ કરી શકાતું હોય છે.
સિક્ષ સીગ્મા કે લીન વિચારસરણીના વ્યાપક ફેલાવા બાદ શયનીનની પધ્ધતિઓ વિષે વધારે સાંભળવા ન મળવા માટે એક કારણ એ હોઈ શકે કે તેમની ફિલોસૉફીથી જે લોકો અવગત છે તે લોકો 'ચાલી જશે' એવાં ઉત્પાદનો સ્વીકારી લેવા તૈયાર નથી.
જ્યાં માહિતી સામગ્રી સહેલાઈથી ઉપલબ્ધ હોય, સાંખ્યિકી પધ્ધતિઓ મોટા પાયે વપરાતી હોય, ચાલૂ પ્રક્રિયામાં હાથ નાખવો બહુ મુશ્કેલ હોય અને 'સ્પેસીફીકેશનનું અનુપાલન' અપેક્ષિત જ હોય એવી મધ્યમથી ભારે જથ્થાની ઉત્પાદન પ્રક્રિયાઓ માટે શયનીન પ્રણાલિ [Shainin System (SS)] તરીકે જાણીતી થયેલ સમસ્યા નિવારણ તકનીક વિકસાવાઈ છે.
શયનીન પ્રણાલિનો છૂપો ફાયદો એ છે કે તે વ્યર્થ અને ખર્ચાળ નીવડતા, કાચા-અધૂરા, આવેશમાં કરાતા પ્રયોગો પર રોક લગાવે છે.અમુક સમસ્યાઓનું નિવારણ જ નથી થતું હોતું. એ માટે એક કારણ એ હોઈ શકે કે લોકો ઘણી વાર બીનસરકારક અભિગમ અપનાવી બેસતાં હોય છે. તેમના પ્રયાસો અમુક પૂર્વધારણાઓ, સાધનો કે તકનીકો પર આધારીત હોય છે જે પોતે જ જટિલ અને લાંબા સમયથી ખેંચાતા પ્રશ્નના નિરાકરણ માટે અસરકારક ન હોય.
અત્યારે ચલણ છે સરળતાને બદલે જટિલતાને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકાવાનું, જ્યારે શયનીન પ્રણાલિનો ભાર સરળતા પર છે.સાખ્યિકી દૃષ્ટિએ આપણે વધારે વ્યવહારદક્ષ હોઈ શકીએ,પરંતુ એ વાત મહત્ત્વની છે ખરી? લીઓનાર્દો દ'વિન્સી તો કહે જ છે કે 'વ્યવહારદક્ષતાની ચરમસીમા સરળતા છે.'
ડોરીયન શયનીન અને તેમણે વિકસાવેલી પ્રણાલિ પરની આપણી આ પ્રાથમિક ચર્ચાના અંતમાં કન્ટીન્યુઅસ ઈમ્પ્રુવમૅન્ટ ટીવીના ડૉ. રેવેલ્લે એ શયનીન કન્સલટન્ટ્સના સ્થાપક અને મુખી ડોરીઅન શયનીનનો 'સ્ટેટીસ્ટીકલ એન્જિનીયરિંગ' વિષે ચર્ચા કરતો ઈન્ટરવ્યુ  જોઇએ: Gaining World Class Quality with Statistical Engineering 

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Measuring Performance (People & Enterprise) માં પ્રકાશિત યોશ સ્ટાઈમલૅના લેખ article Focus On Outputs, Outcomes And Obstacles માં કામગીરી માપણી વ્યવસ્થાપનના એક ઘટક તરીકે નિપજ, પરિણામો અને અડચણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અસરો વિષે ચર્ચા કરવામાં આવી છે..
આપણા આજના અંકના ASQ TV પરનું વૃતાંત:

  • Utilizing 5S in Everyday LIFE; ASQના સભ્ય એલેક્ષાંડર ટકર કૅપ્સ્યુગેલમાં કેમિસ્ટ છે. તેમના કામમાં તો ગુણવત્તાનું મહત્ત્વ છે જ, પરંતુ તેઓ 5S સાધનોનો ઘરે પણ ઉપયોગ કરે છે. તેમણે પોતાના બાથરૂમને જે રીતે વ્યવસ્થિત કર્યો, કરિયાણાની ખરીદી માટેના આંટફેરાનું  આયોજન કર્યું, અને તેમના પાલતું કુતરાને સુદ્ધાં તાલીંમબધ્ધ કર્યો તેની વાત સાંભળતાં તમારા હોઠ પણ હાસ્ય ફરી વળશે.

Jim L. Smithનાં જાન્યુઆરી, ૨૦૧૮નાં Jim’s Gems પૉસ્ટ્સ:

  • Thoughts Influence Your Future: ખરેખર તમે ગમે તે માનતાં હો, વિચારોને કેન્દ્રીત કરવાથી
    આપણે જે કરવા અંગે વિચાર કરતાં હોઈએ છીએ તે કરવા માટે બહુ મોટા પ્રમાણમાં ઉર્જા પેદા તો થાય જ છે. જ્યારે આપણે સકારાત્મક અને ઉત્પાદક રીતે પ્રતિભાવ આપીએ છીએ ત્યારે સકારાત્મક
    , ઉત્પાદક ભવિષ્યને વધારે સારી રીતે જોઈ શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભવિષ્યની આગાહી રોજબરોજની ઘટનાઓનાં રૂપે કરવી શક્ય બને છે.
  • Self-Awareness: સહુથી પહેલું તો એ સમજવું અને સ્વીકારવું જોઈએ કે કોઈપણ મહત્ત્વના અને લાંબે ગાળે ટકી રહી શકતાં પરિવર્તન અંદરથી શરૂ થાય છે અને પછી બહારની બાજૂ માર્ગ કરે છે.એટલે, આપણે અત્યારે જે છીએ તેનાથી અલગ બનવું હોય તો આપણે આપણી સ્વજાગૃતિને બદલવી જોઈએ. એ માટે સકારાત્મક નિશ્ચયાત્મક કથનો અને માનસ ચિત્રોને મદદે લગાડી શકાય. એક વાર સ્વજાગૃતિમાં બદલાવ આવવા લાગશે એટલે પછી નવી રીતે વિચારવા અને વર્તવા માટે, અને તેને પરિણામે સફળ થવા માટે, બહુ મહેનત નહીં કરવી પડે.

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: