Sunday, March 18, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - માર્ચ, ૨૦૧૮



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માર્ચ, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
માર્ચ, ૨૦૧૮ના આપણા ગુણવત્તા બ્લૉગોત્સવના આ અંકમાં ચર્ચાને કેન્દ્ર સ્થાને આપણે આરોન ઍન્ગલના Quality Progressના માર્ચ, ૨૦૧૮ના અંકમાં પ્રકાશિત થયેલ લેખ -A Different Kind of BBQ નાં કેન્દ્રવર્તી વિષય – વર્તણૂક-આધારિત ગુણવત્તા- ને રાખીશું.
આજના વિષયની ચર્ચાની શરૂઆત આપણે લિઍમ ટુર્લીના લેખ ‘An Introduction to Behavior Based Quality (BBQ)’ વડે કરીશું. લિઍમ ટુર્લી માને છે કે સશક્ત અને સકારાત્મક ગુણવત્તા સંસ્કૃતિ વ્યાપાર ઉદ્યોગ માટે તો સારી છે જે પણ તે સાથે માનવીય પરિસ્થિતિઓ માટે પણ ઘણી આવશ્યક છે. તેઓ એમ પણ માને છે કે દરેક વ્યક્તિને કોઈ એક ઊંડે ખૂણે જે સાચું અને સારૂં છે તે કરવાની જ ઈચ્છા હોય છે, પરંતુ 'અન્ય બાબતો' નડતી રહેવાને કારણે ધ્યાન ભટકી જતું હોય છે. વર્તણૂક-આધારિત ગુણવત્તાના વિષયને તેમણે Part I, Part II અને Part III.માં બહુ સરળતાથી સમજાવેલ છે. સમગ્ર લેખમાંથી જો એક વાત ધ્યાનમાં રાખી લેવા જેવી હોય તો એ છે તેમનું વિધાન - વર્તણૂક બદલવાની સાથે દૃષ્ટિકોણ પણ બદલવા લાગશે.
આજના અંકની શરૂઆતમાં ઉલ્લેખેલ આરૉન ઍન્ગલના લેખમાં તેઓ લખે છે: 'ગુણવત્તા'નો વિચાર કરતાં જ આપણા મનમાં 'નિયમન' અને 'પ્રતિતીકરણ' તરી આવે છે. આ વર્તણૂકો નથી. 'નિયમન' એટલે ઘટના બની ગયા પછીની પ્રતિક્રિયા, જ્યારે 'પ્રતિતીકરણ'નો પ્રયાસ ઘટના બની ગયા પહેલાં ગુણવત્તા વિષે આવશ્યક વિચાર અને પ્રવૃતિઓ કરાય એવો રહે છે, જેના દ્વારા ગુણવત્તા વ્યવહારો, નીતિઓ કે કાર્યપધ્ધતિઓ તેનાં યથાયોગ્ય સ્થાને અને સમયે ઉપલબ્ધ હોય અને તેમનો યથોચિત અમલ પણ કરાતો રહે.ગુણવત્તા આપોઆપ બની નથી જતી. એ માટે આવશ્યકતાઓની પૂર્તિ કરવી, ભૂલો નિવારવી અને પ્રક્રિયાઓને સુધારવી એ અગ્રતાક્રમમાં આપણે પહેલ કરવી રહે. આ વર્તણૂકો દ્વારા વર્તણૂક-આધારિત ગુણવત્તાનાં વાતાવરણને ચાલક બળ મળે છે….વર્તણૂક-આધારિત ગુણવત્તા એ ગુણવત્તા સંચાલન તંત્રવ્યવસ્થાથી વિશેષ છે અને તેનાથી વધારે વિશાળ વ્યાપ ધરાવે છે
§  દરેક વિભાગ પાસે પૂર્તતા - નિવારણ - સુધારણા [Compliance –Prevention-Improvement
(CPI)]નાં ઘટકો માટે સ્પષ્ટપણે આલેખાયેલ નાણાકીય મૂલ્યનાં કોષ્ટક હોય.
§  CPI કાર્યસિધ્ધિ માટે દરેક વિભાગીય વડા ઉત્તરદાયિત્વ સ્વીકારતા હોય.
§  કોષ્ટકો વડે પરિવર્તન માટે સકારાત્મક મદદ થતી હોય.
§  કોઈપણ જાતનાં પ્રત્યારોપણ સિવાય કોઈ પણ વ્યક્તિ ગુણવત્તાના મુદ્દે પેદાશ, કે પ્રક્રિયા કે માલની વહેંચણી અટકાવી શકતું હોય.
§  ગુણવત્તાનાં વાતાવરણમાં પરિવર્તન કરવા માટેના આપણા પ્રયાસોની આપણાં ગાહકો નોંધ લેતાં હોય અને સરાહતાં પણ હોય.
§  સુધારણા સાદનો અને પધ્ધતિઓ બાબતે સતત નવું શીખાતું રહેતું હોય.
§  ગુણવત્તાની સમસ્યાઓ અંગે પુરવઠાકારો બેજીજક મદદ માગતા હોય.
§  CPI વર્તણૂકોની અને તે અંગે ટીમનાં યોગદાનની સંચાલકો નોંધ લેતાં હોય.
  તો, વર્તણૂક-આધારિત ગુણવત્તાની હાજરી અનુભવાય છે.
રૉન ઍન્ગલના વર્તણૂક-આધારિત ગુણવત્તા અને તેના વડે સંસ્થાનાં ગુણવત્તા વાતાવરણને મળતાં ચાલ બળ વિષેના વિચારો https://tinyurl.com/asq-webcast-bbq   વેબકાસ્ટ પર સાંભળી શકાશે.
ગુણવત્તામય વાતાવરણની સરખામણી  પરંપરાગત વાતાવરણ સાથે પણ કરીએ –
Changing GMP Behaviors and the Quality Culture વેબિનારમાં,NSF Pharma Biotech and Medical Devicesના વાઈસ પ્રેસિડેન્ટ માર્ટીન લશ સંસ્થાની કામગીરીનાં વાતાવરણને બદલવાની સાથે તેને ગુણવત્તામય વાતાવરણના ફેરફારો સાથે શી રીતે સાંકળી શકાય એ અંગે તેમના અનુભવો વર્ણવે છે.
ગુણવત્તામય વાતાવરણને લગતા બીજા બેએક વિડીયો પણ જોઈએ
Creating a Culture of Quality by Antonius Pompi Bramono
Martin Lush explains How to Fix Quality Culture
વર્તણૂક-આધારિત ગુણવત્તાની સમાંતર કહી શકાય તેવા વર્તણૂક-આધારિત સલામતીની વાત આપણે આપ્ણા આ બ્લૉગોત્સવના હવે પછીના મહિનાના અંકમાં, ISO 45001નાં વિધિસરનાં પ્રકાશનની સાથે કરીશું.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Effective Management માં પ્રકાશિત લેખ Results, Perception, Learning: What Makes a Truly Effective Executive ને ધ્યાન પર લઈશું. તત્ત્વતઃ, આ બાબતે.  પીટર ડ્રકરનું કહેવું છે કે સંચાલનની અસરકારકતા બે મુખ્ય કામોમાં જોવા મળી શકે છે : 'શું કરવું છે તે નક્કી કરવું અને એ કામ શી રીતે કરવું, તેના અમલની વ્યવસ્થા અને નિયમન કરવાં અને તેનાં પરિણામો માપવાં.'   .
આપણા આજના અંકના ASQ TV પરનાં વૃતાંત, Applying Agile Principles in a Non-IT Industryમાં ProcessZen Consultingના સિનિયર સીસ્ટમ્સ ઈમ્પ્રુવમેન્ટ ફેસીલીટેટર, ફેબ્રીસ બુશેરૉ IT અને સોફ્ટવેર પરિયોજનાઓમાં બહુ સફળતાપૂર્વક વપરાતી એજાઈલ પધ્ધતિને પરંપરાગત પરિયોજના સંચાલનમાં પણ શી રીતે વાપરી શકાય તેની ચર્ચા કરે છે.
Jim L. Smithનાં જાન્યુઆરી, ફેબ્રુઆરીનાં Jim’s Gems પૉસ્ટ્સ:

  • Focus on Strengths : અબ્રાહમ લિંકન કહેતા કે 'ખોટું શું થયું છે તે શોધવા નીકળશો તો જરૂર મળી આવતું રહેશે.' આ વાત તેમના સમયમાં જેટલી સાચી હતી એટલી જ આજે પણ સાચી છે. સામાન્યતઃ આપણે જેમને આપણામાં ખામીઓ ગણી લઈએ છીએ  તેવી માની લીધેલ ત્રૂટિઓ
    શોધવા બેસીએ તો આપણે જેમાં ઉત્કૃષ્ટ નથી એવી કેટલીય બાબતો નજરે ચડ્યા વિના નહીં રહે. આપણી આવી વિચારસરણીને પલટાવી કાઢવા માટે હીરાને બદલે પથરા સંઘરવા સારા એવી જે નકારાત્મક માન્યતાઓ
    આપણામાં દબાયેલી પડી હોય તેમને બદલીએ. આપણી નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રાખવાને બદલે આપણી સબળી બાજૂ પર ધ્યાન આપીએ. આટલું કરવાથી આપણી વિચારસરણીમાં કેટલો ફેરફાર થવા લાગે છે તે પ્રયોગ કરવા જેવો છે.
  • Reframing:  પુનઃવિચાર(reframing) તરીકે જાણીતી તકનીક વિષે સાંભળ્યું છે ? આમ જૂઓ તો આપણા દૃષ્ટિકોણને સભાનપણે બદલવાની એ એક પધ્ધતિ છે. આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે તેને આપણે આપણા ભૂતકાળના અનુભવોની નજરે જોઈએ છીએ અને તે પ્રમાણે પછી તેમનું અર્થઘટન કરતાં હોઈએ છીએ. પરંતુ કોઈ પરિસ્થિતિને અનુભવવા માટે બીજાં પણ ઘણાં પાસાં હોઈ શકે છે.  સફળ થવા માટેની મહત્ત્વની ચાવી છે આપણા અનુભવોને આપણી સફળતા
    માટે જરૂરી દૃષ્ટિથી જોવામાં
    વસ્તુતત્વ અને સંદર્ભ એ બન્નેના પુનઃવિચાર વડે આપણા અનુભવોને નકારાત્મકમાંથી સકારાત્મક દૃષ્ટિએ જોવાની તકનીક આપણે અપનાવવી અને આત્મસાત કરવી જોઈએ.….વસ્તુતત્વનો પુનઃવિચાર એટલે કોઇ પણ વિધાનમાં વધારાના પૂર્વાપર સંબંધ જોડીને તેનો નવો અર્થ કરવો.,,સંદર્ભ પુનઃવિચાર એ વસ્તુતત્વને બીજા સંદર્ભમાં જોવાની તકનીક છે, જેમાં કોઈ એક નકારાત્મક અનુભવને અન્ય સંદર્ભમાં જોવાથી તેને કેમ આપણા ફાયદામાં ફેરવી શકાય તે દૃષ્ટિએ વિચાર કરવાનો રહે છે.

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: