ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને
બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ઓગસ્ટ, ૨૦૧૮ના
આપણા બ્લૉગોત્સવના અંકમાં આપણે ISO 9004: 2018માંના ત્રણ પૈકી
બે સંષોધનો વિષે વાત કરવાનું નક્કી કરેલ હતું.
આ બે સંશોધનો છે
-
-
સંસ્થાની ગુણવત્તા' પર વિશેષ ભાર;
-
સંસ્થાની ઓળખ' પર ખાસ ધ્યાન
આજના આપણા નવેમ્બર, ૨૦૧૮ના અંકમાં
આપણે ' સંસ્થાની ઓળખ' 'ની ચર્ચા પર
વિશેષ ભાર મુકીશું.
મૅનેજમૅન્ટ શિક્ષણનાં તેમ જ સફળ સંસ્થાઓનાં સંચાલન સાથે
સંબંધિત વ્યાવસાયિકો માટે 'સંસ્થાની ઓળખ' કદાચ નવો વિચાર નથી. પરંતુ ISO
9004:2018 માં
તેને મહત્ત્વનું સ્થાન મળવાને કારણે આ વિચાર ગુણવત્તા વ્યાવસાયિકોનાં કાર્યક્ષેત્રમાં પણ
અલગ અલગ સંદર્ભે ચર્ચાતો રહેશે.
સંસ્થાની ઓળખ એ
સંસ્થાજન્ય
સિધ્ધાંતનાં કાર્યક્ષેત્રમાંનો એક અભ્યાસ વિષય છે, જે 'સંસ્થા તરીકે આપણે કોણ
છીએ?' તે પ્રશ્નના જવાબની ખોજ કરે છે...વ્હેટ્ટન (૨૦૦૬)
મુજબ કેન્દ્રસ્થ (central),
ટકાઊ (enduring) અને આગવાપણું/વિલક્ષણતા (distinctive/distinguishing) (CED)એ સંસ્થાની ઓળખની ખાસીયતો છે.
·
કેન્દ્રસ્થ
ખાસીયતો દ્વારા સંસ્થાના ઈતિહાસને બદલાતો રહે છે; જો આ ખાસીયતો ન હોય તો સંસ્થાનો ઈતિહાસ કંઈક અલગ જ હોય;
·
ટકાઊ
ખાસીયતો સંસ્થામાં એટલી હદે ઊંડે સુધી ઉતરી ગયેલ હોય છે કે મોટા ભાગે તેને ક્યાંતો
અનુલ્લંઘનીય મનાય છે કે પછી તે સંસ્થાનાં ઈતિહાસમાં વણાઈ ગયેલ જોય છે;
·
આગવી / વિલક્ષણ ખાઈયતો
સંસ્થાને અલગ સંસ્થાઓથી અલગ તારવે છે, અને સંસ્થામાટે તે
માપદંડ કે અધિકૃત ધોરણ બની રહે છે.
Organizational
Identity = Purpose + Philosophy - એક એકમ તરીકે પ્રયોજન
અને જીવન્દૃષ્ટિ સંસ્થાની ઓળખની કેન્દ્ર્સ્થ ખાસીયતો છે જેના વડે સંસ્થાનું
ચારિત્ર્ય સ્પષ્ટ બને છે અને વર્ષોવર્ષ સંસ્થાને તેનાં અસ્તિત્વનું નિમિત મળતું
રહે છે. સંસ્થાની ઓળખનાં આ ઘટકો સંસ્થાનાં દરેક પાસાંઓનો પાયો બની રહે છે.
Organizational Identity- From 'Why we are' to 'Who
we are - સંસ્થાની ઓળખ 'આપણે શા માટે છીએ? (સંસ્થાનાં અસ્તિત્વના ઉદ્દેશ)ને 'આપણે કોણ છીએ?' (આગવી ઓળખ)માં સ્પષ્ટ કરે છે. બહુ ઓછી સંસ્થાઓને - 'સંસ્થા તરીકે આપણે કોણ છીએ?', 'આપણે શું શા માટે કરી રહ્યાં છીએ? કે 'ભવિષ્યમાં આપણે ક્યાં પહોંચવા માગીએ છીએ ?' જેવા - સવાલોના જવાબ ખબર હોય છે. સંસ્થાની ઓળખ તેના
સભ્યો તેમજ સંચાલકોનાં વ્યક્તિગત તેમ જ સામુહિક પગલાંઓ, અર્થઘટનો અને નિર્ણય-પ્રક્રિયાઓ પર પ્રભાવ પાડે છે.
સંસ્થાની ઓળખનો સંસ્થાની પરિવર્તન પ્રક્રિયાઓ પર પણ બહુ મોટી અસર પડે છે.
Is your identity given or created? | Marcus Lyon |
TEDxExeter : સોમોસ બ્રાઝીલ (વી આર
બ્રાઝીલ), વિવિધમાધ્યમી
ફોટોગ્રાફી, અવાજ
અને ડીએનએ પ્રોજેક્ટ, માર્ક્સ
લ્યોન આપણી સમક્ષ ચિત્રો, સ્કથાઓ
અને પૌરાણિક ડીએનએ રજૂ કરીને આધુનિક બ્રાઝીલની ઓળખ ખડી કરે છે. આમ કરીને તે આપણું
ચાલક બળ શું છે અને આપણે શું કરી શકીએ તે વિષે પ્રશ્ન કરે છે.
આઈકીઆ (IKEA) એક સંસ્થા તરીકે તેની બ્રાંડ સાથેની પોતાની ઓળખને
અસરકારક રજૂ કરવા માટે પણ ખ્યાત છે. પોતાનં દીર્ઘદર્શન કથન - વધારેમાં વધારે લોકો
માટે રોજબરોજની જિંદગી સરળ બનાવવી -ને વ્યવહારમાં અમલમાં મુકવા માટે તેઓ જ્યાં
જ્યાં કામ કરે છે ત્યાંનાં લોકો અને સમાજનાં જીવનમાં પણ બદલાવ લાવવા તેઓ કાર્યરત
રહે છે. The IKEA Group
- The Story of How We Work માં તેઓ આ શી રીતે કરી રહ્યાં છે તે બતાવાયું છે.
આજના વિષય પરની સંક્ષિપ્ત ચર્ચાની સમાપ્તિ Management
system model to achieve sustained success થી કરીશું.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Leadership Step By
Step માંનો Joshua
Spodekનો લેખ The
20/80 Rule, Integrity, and the Opposite of the 80/20 Rule
આપણે
આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. Vince
Lombardi iનું કહેવું છે કે ઝીણી ઝીણી અંતિમ વિગતો પર ધ્યાન આપવાનું હંમેશાં ફળે છે.
બીજાં માટે મહત્ત્વની ન જણાતી છેલ્લી ૧% વિગતો પર ધ્યાન આપનાર સામે લોકો દોરવણી
માટે આધાર રાખવાનું પસંદ કરે છે. કોઈ કામ દરેક વખતે યોગ્ય જ રીતે કરવાની સાથે સાથે
તેની બધી જ વિગતો પણ બરાબર પાર ઉતરે તે પણ મહત્ત્વનું છે.
- Risk Intelligence for the Organization - જોખમો નક્કી કરવાં, તેમનું મૂલ્યાંકન કરવું અને સારામાં સારી રીતે જોખમ અહેવાલ કેમ રજૂ કરવો એ વિષે વિચારમંથનથી આગળ કેમ જવું તે ટાટા હાઉસિંગ ડેવલપમેન્ટ કંપની લિ.ના મૅનેજમૅન્ટ અસ્યોરરન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ કોશે સમજાવે છે.
- Big Data – વિશાળ માહિતી સામગ્રી (બીગ ડૅટા), માહિતી-સામગ્રી વિશ્લેષકો (ડેટા એનાલિટીક્સ) અને ભાવિસૂચક નમૂના ઘડતર (પ્રિડીક્ટીવ મૉડેલીંગ)ની પ્રાથમિક સમજ અને સંસ્થાઓ તેમ જ ગુણવત્તા વ્યાવસાયિકો તેનો શી રીતે ઉપયોગ કરી શકે તેની સમજણ આપવામાં આવી છે. વધારાની માહિતી: The Deal With Big Data
- Pursuit of Excellence - વેગીલી દોડનો લાંબું ન ટકી શકતો એક તીખારો નહીં પણ કાચબા અને સસલાંની વાર્તા જેમ ઉત્કૃષ્ટતા માટેની ધીમી શોધ પણ હરીફાઈમાં જીત અપાવી શકે છે. અનુભવે મેં જોયું છે કે સંપોષિત સુધારણા માટે સંસ્થાનાં વાતાવરણમાં બદલાવ આવશ્યક છે. સતત સુધારણા માટે તકનીકને બદલે સખત મહેનત અને શિસ્ત વધારે અગત્યનાં છે. એ જ ઉત્કૃષ્ટતાની શોધ છે.
રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને
લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને
ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.
આ
અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment