૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમનાં જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે.
અત્યાર સુધીમાં આપણે
ની વિગતે ચર્ચા કરી
ચૂક્યાં છીએ.
આ વર્ષે ૧૯૫૯થી ૧૯૬૩ના ચોથા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૯-૧૯૬૦ના વર્ષો અને ૧૯૬૧નું વર્ષ એમ બે ભાગ આપણે આ પહેલાં ચર્ચી ચુક્યાં છીએ. આજે ૧૯૬૨ અને ૧૯૬૩નાં છેલ્લાં બે વર્ષની વાત કરીશું.
મોહમ્મદ રફીની
કરકીર્દીની આ સફરમાં જેમ જેમ આપણે '૬૦ના દાયકામાં આગ્ળ
વધવાનું શરૂ કર્યું છે તેમ તેમ તેમનાં એ વર્ષે 'લોકપ્રિય થયેલાં' ગીતોની સંખ્યા વધતી જાય છે. તેની સામે મોહમ્મદ રફીનાં કોઈ સંગીતકાર સાથે
રેકોર્ડ થયેલાં પહેલવહેલાં સૉલો ગીતની સંખ્યા ઘટતી જતી જણાય છે. દર વર્ષે કેટલા
(અને કોણ સંગીતકાર) નવ ઉમેરાયા તેવા પધ્ધતિસરના અભ્યાસની મને જાણ ન હોવાથી આવું
તારણ એક માત્ર ધારણા બની રહે છે.
૧૯૬૨
૧૯૬૨નાં વર્ષ માટે મોહમ્મદ રફીનાં ૬૪ સૉલો ગીતો મળે છે. પરંતુ તેમની સાથે
પહેલવહેલી વાર સૉલો ગીત રેકોર્ડ કર્યું હોય એવા બે જ સંગીતકાર જોવા મળે છે. આ
બન્ને ફિલ્મો દક્ષિણની ફિલ્મની રીમેક છે.
પહેલાં ૧૯૬૨નાં વર્ષનાં મોહમ્મદ રફીનાં લોકપ્રિય થયેલં ગીતોની નોંધ લઈએ –
રોશન - આરતી (અબ ક્યા મિસાલ દું તેરે શબાબ કી); વલ્લાહ ક્યા બાત હૈ (ગમ-એ-હસ્તીસે બેગાના હોતા)| રવિ - અપના બનાકે દેખો (રાઝ-એ-ઉલ્ફત છુપાયા ન ગયા); બોમ્બે કા ચોર (હૈ બહાર-એ-બાગ દુનિયા ચંદ રોજ઼); ચાઈના ટાઉન (બાર બાર દેખો); રાખી (બંધા હુઆ હૈ એક ધાગેમેં ભાઈ બહન કા પ્યાર, યા મેરી મંઝૈલ બતા યા ઝિંદગીકો છીન લે)| શંકર જયકિશન - અસલી નક઼લી (છેડા મેરે દિલને તરાના તેરે પ્યારકા, ગોરી જરા હસ દે તુ હસ દે જ઼રા, એક પુતલ બનાઉંગા તેરા, કલકી દૌલત આજકી દુનિયા); દિલ તેરા દિવાના (ધડકને લગતા હૈ મેરા દિલ, નજ઼ર બચાકે ચલે ગયે હો); પ્રોફેસર (અય ગુલબદન, જ઼રા ઠહેરો.. ખુલી પલકમેં જૂઠા ગુસ્સા)} એસ ડી બર્મન - બાત એક રાત કી (અકેલા હું મેં ઈસ દુનિયામેં)| ઓ પી નય્યર - એક મુસાફિર
એક હસીના (હમકો તુમ્હારે
ઈશ્ક઼ને, મુઝે દેખ કર તેરા મુસ્કરાના)| એન દત્તા - ગ્યારહ હજ઼ાર લડકિયાં (દિલકી તમન્ના થી મસ્તીમેં, મેરે મહેબૂબ સાથ ચલના હૈ તુઝે )| ચિત્રગુપ્ત મૈં ચુપ રહુંગી (મૈં કૌન હું મૈં કહાં હું, ખુશ રહો અયલે ચમન); મૈં શાદી કરને ચલા (કોઈ બુરા કહે યા ભલા મૈં શાદી કરને ચલા) | બાબુલ - નક઼્લી નવાબ (છેડા જો દિલકા તરાના, તુમ પુછતે હો ઈશ્ક઼ ભલા હૈ કે નહીં)| નૌશાદ - સન ઓફ ઈન્ડિયા (ઝિંદગી મેરે નામ સે શર્માતી
હૈ)
હવે ૧૯૬૨ માટે મોહમ્મદ રફીએ જે સંગીતકારો સાથે પહેલવહેલું
સૉલો ગીત ગાયું તેની વાત કરીશું.
એસ એમ સુબ્બયૈયા નાયડુ
ફિલ્મ જગતમાં તરીકે
જાણીતા એસ એમ સુબ્બયૈયા નાયડુ (જન્મ ૧૫-૩-૧૯૧૪ - અવસાન ૨૬-૫-૧૯૭૯) દક્ષિણના સૌથી
વરિષ્ઠ સંગીતકાર છે. તેઓ એમ જી રામચંદ્રનના માનીતા સંગીતકાર હતા
સોના રે ભૈયા સોના રે - હમે ભી જીને દો – ગીતકાર: સરસ્વતી કુમાર દીપક
ફિલ્મમાં એમજીઆર સાથે બી સરોજા દેવી મુખ્ય ભૂમિકામાં હતા> પ્રસ્તુત ગીતની
યુટ્યુબ લિંક નથી મળી શકી.
સુદર્શન
હિંદી ફિલ્મોમાં એક સરખાં નામવાળાં બહુ કળાકાર હોય છે.
અધુરાં અને કાચાં દસ્તાવેજીકરણને લીધે તેમના કામની વિગતો પણ ઘણીવાર ભૂલભરેલી નીકળે
છે.
શક્ય તેટલી ચકાસણી કર્યા બાદ એમ જણાય છે સુદર્શને માત્ર આ
એક જ ફિલ્મ, માલ રોડ'નું જ સંગીત આપ્યું છે.
જામ ચલને કો હૈ સબ અહલ-એ-નજ઼ર બૈઠે હૈ - માલ રોડ – ગીતકાર: દબાલીશ
'દારૂના નશા'માં ગવાતાં ગીતોના પ્રકારનાં ગીતમાં મોહમ્મ્દ રફીના આ પ્રકારનાં ગીતોનાં
કૌશલ્યનો પૂરો ઉપયોગ કરાયો છે
પઢે લીખે કુછ નહીં પર નામ હમાતા મિસ્ટર વાઈ - માલ રોડ –
ગીતકાર: દબાલીશ
મુફલીસીની બેફિકરાઈને ઉજાગર કરવામાં ગીત અસરકારક નીવડે છે
અરે બસમેં નજ઼ર ટકરાઈ - માલ રોડ – ગીતકાર: દબાલીશ
ઓ પી નય્યરની શૈલી પરનું આ ગીત મુંબઈની બસમાં સહેલ કરતા યુવાનની લાગણીઓને વાચા આપતું જણાય છે.
૧૯૬૩
૧૯૬૩નાં વર્ષમાં મોહમ્મદ
રફીનાં સૉલો ગીતોનો આંકડો સદી - ૧૦૩ ગીત - વટાવી ગયો છે. એટલું જ નહીં, પણ એ વર્ષનાં
લોકપ્રિય થયેલાં ગીતોની માત્ર સંખ્યા ઘણી વધારે હોવા ઉપરાંત એ યાદીમાંના
સંગીતકારોની સંખ્યા પણ ઘણી મોટી છે. આ યાદીને જોતાંવેંત રવિનાં ગીતોની બહોળી
સંખ્યા પણ તરત જ ધ્યાન ખેંચી રહે છે, જેમાં બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતોનું પ્રમાણ પણ
નોંધપાત્ર જણાય છે.
રવિ - આજ ઔર કલ (ઈતની હસીન ઈતની જવાં રાત ક્યા
કરેં, યે વાદીયાં યે
ફિજ઼ાએં બુલા રહી હૈ તુમ્હેં);
ભરોસા (યે જુકે જુકે નૈના,
ઈસ ભરી દુનિયામેં
કોઈ ન હમારા હુઆ); ગેહરા દાગ (આજ ઉડતા હુઆ એક
પછી, ભગવાન એક ક઼સુરકી
ઈતની બડી સજ઼ા); કૌન અપના કૌન
પરાયા (કૌન અપના કૌન
પરાયા, જ઼રા સુન અય
હસીના-એ-નાઝનીન); મુલ્ક્ષિમ (દીવાના કહેકે મુઝે આજ ફિર
પુકારિયે, સંગ સંગ રહેંગે
તુમ્હારે હુઝુર); નર્તકી (ઝિંદગી કે સફર મેં અકેલે થે
હમ); પ્યાર કિયા તો ડરના ક્યા
(જાન-એ-બહાર હુસ્ન
તેરા બેમિસાલ હૈ, ઝિંદગી ક્યા હૈ
ગ઼મ કા દરિયા હૈ); ઉસ્તાદોંકે
ઉસ્તાદ (સૌ બાર જનમ લેંગે);
યે રાસ્તે હૈ પ્યાર કે (તુમ જિસ પે નજ઼ર
ડાલો, કોઈ મુઝસે પુછે
કે તુમ મેરે ક્યા હો)| કલ્યાણજી આણંદજી
- બ્લફ માસ્ટર (ગોવિંદા
આલા રે); ફૂલ બને અંગારે (વતન પે જો ફિદા
હોગા)| શંકર જયકિશન -
દિલ એક મંદિર (યાદ ન જાયે બીતે
દિનોકી); હમરાહી (દિલ તુ ભીગા, યે આંસુ મેરે
દિલકી ઝુબાંન હૈ) | દત્તારામ - જબ સે
તુમ્હે દેખા હૈ (હમ આપકી
મહેફિલમેં ભૂલે સે ચલે આયે)|
જયદેવ - કિનારે કિનારે (તેરી તસવીર તુઝ જૈસી હસીન તો નહીં હૈ);
મુઝે જીને દો (અબ કોઈ વતન ના
ઉજ઼ડે)| એન દત્તા - મેરે
અરમાન મેરે સપને (દુનિયા મેં આયા
હૈ તો, તેરા આના હી ધોખા
હૈ)| નૌશાદ - મેરે
મહેબુબ (મેરે મહેબુબ તુઝે,અય હુસ્ન જ઼રા
જાગ, તુમસે
ઇઝહાર-એ-હાલ કર બૈઠે)| એસ ડી બર્મન -
મેરી સુરત તેરી આંખેં (નાચે
મન મોરા મગન તિકરા ધીગી ધીગી);
તેરે ઘરકે સામને (દિલ કા ભંવર કરે
પુકાર, તુ કહાં યે બતા,
સુન લે તુ દિલકી
સદા)| ઓ પી નય્યર - ફિર
વહી દિલ લાયા હું (બંદા
પરવર થામ લો જિગર, આંચલમેં સજ઼ા
લેના કલીયાં, લાખોં હૈ નીગાહોંમેં)|
રામ લાલ - સેહરા (તક઼્દીરકા ફસાના)|
રોશન - તાજ મહલ (જો બાત તુઝમેં હૈ)
હવે ૧૯૬૩નાં વર્ષમાટે
મોહમ્મદ રફીનાં કોઇ સંગીતકાર સાથે પહેલબહેલાં સૉલો ગીતના આપણા વિષય પર પાછાં ફરીએ.
૧૯૬૩માં સંગીતકારોની બે
જોડીઓએ હિંદી ફિલ્મ સંગીત ક્ષેત્રે પદાર્પણ કર્યુ, જેમાંની એક જોડીએ
નોંધપાત્ર સંગીત આપવા છતાં સફળતા તેમને હાથતાળી આપતી રહી,
જ્યારે બીજી જોડીએ શરૂઆતના સંઘર્ષ બાદ સફળતાનાં ઉચ્ચતમ
શિખરો આંબ્યાં. ત્રીજા સંગીતકાર વિશ્વવિખ્યાત શાસ્ત્રીય સંગીતજ્ઞ છે.
સપન (સેનગુપ્તા) - જગમોહન
(બક્ષી)
હવે જેમ જાણવા મળી
ચુક્યું છે તેમ આ બન્ને સંગીતકારો '૫૦ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં અલગ અલગ સમયે, અલગ અલગ કારણોથી
મુંબઈ આવ્યા. સપન (સેનગુપ્તા)નો રસ સંગીતમાં હતો તો જગમોહન (બક્ષી)ને ગાયક બનવામાં
રસ હતો. હિંદી ફિલ્મ જગતની નિયતિએ બન્નેને ૧૯૬૩ની ફિલ્મ 'બેગાના'માં સંગીત
નિર્દેશકો તરીકે એકઠા કર્યા. 'બેગાના'નાં સંગીતને સારી એવી ચાહના મળી હતી, પણ તેને કારણે આ
જોડીની કારકીર્દીને જોઇએ એટલી મદદ ન મળી. તેમની તે પછીની ફિલ્મ છેક ૧૯૬૬માં આવી જે
એક સી ગ્રેડ ફિલ્મ' ઝિંમ્બો ફાઈન્ડ્સ ઍ સન' હતી.
તે પછી બી આર ઈશારાની ફિલ્મો (મૈં તો હર મોડ પે
તુઝકો દૂંગા સદા - મુકેશ - ચેતના, ૧૯૭૦) જેવા
ચમકારા બતાવ્યા,
પણ ઈતિહાસમાં તેમનું નામ સફળ ન બનેલ પ્રતિભાવાન સંગીતકારોની
યાદીંઆં જ લખાયું.
ફિર વો ભુલી સી યાદ આયી
હૈ - બેગાના - ગીતકાર શૈલેન્દ્ર
કેટલાય નવોદીત સંગીતકારો
માટે મોહમ્મદ રફીએ ખુબ જતનથી, દિલથી, તેમની પહેલી ફિલ્મોનાં ગીત ગાયાં છે.
સંગીતકારને સફળતા મળી હોય કે નહીં તે અલગ બાબત છે, પણ રફીનાં આવાં પહેલવહેલાં ગીતોનું સ્થાન બહુ જ
આગવું બની રહેતું.
પંડિત રવિશંકર
પંડિત રવિશંકરનો હિંદી ફિલ્મ સંગીત સાથેનો સંબંદહ તો છેલ=ક
૧૯૪૬માં ચેતન આનંદની 'નીચા નગર' અને કે એ અબ્બાસની 'ધરતી કે લાલ' સાથે જ જોડાયો હતો. તે પછી તેમણે હૃષિકેશ મુખર્જીની 'અનુરાધા' (૧૯૬૦)મામ પણ સંગીત
આપ્યું. મોહમ્મદ રફીનાં બે ગીતો ધરાવતી તેમની ફિલ્મ 'ગો દાન' (૧૯૬૬)માં આવી. તે
પછી તેમણે ગુલઝારની 'મીરા' (૧૯૭૯)માં છેલ્લે એક વાર હિંદી ફિલ્મમાં સંગીત આપ્યું હતું.
હોલી ખેલત નંદ લાલ બિરજ મેં - ગોદાન – ગીતકાર: અન્જાન
તકનીકી દૃષ્ટિએ ગીત મોહમ્મદ રફીનું સૉલો ગીત ન કહી શકાય, પણ મોહમ્મદ રફી
ગીતના ગ્રાંઈન ભાવને જે આગવી ગાયકીથી રજૂ કરે છે તેની નોંધ લેવા પણ આ ગીત અહીં
લેવાની લાલચ ન અથી રોકી શકાતી.
પીપવા કે પતવા સરીખે ડોલે મનવા કે હિયરામેં ઊઠત હિલોલ -
ગોદાન – ગીતકાર: અન્જાન
રજાઓમાં પોતાને ગામ જવાના આનંદને મોહમ્મદ રફી કેટલો જીવંત
ન્યાય આપે છે !
આડ વાતઆ બન્ને ગીતો ફિલ્મમાં મ્હેમુદે ભજવ્યાં છે. કોમેડીયન તરીકે સફળતા મળવા છતાં મહેમુદે પણ આવા અનોખં પાત્રને માટે હા કહેવાની હિંમત દાખવી છે.
લક્ષ્મીકાન્ત (શાંતારામ કુડળીકર, જન્મ: ૧૯૩૭ – અવસાન:
૧૯૯૮) - પ્યારેલાલ (રામપ્રસાદ શર્મા, જન્મ: ૧૯૪૦ - )
'બી' /
'સી'
ગ્રેડની ફિલ્મોથી શરૂઆત કર્યા બાદ હિંદી ફિલ્મ સંગીતન
ઈતિહાસની એક અદ્ભૂત સફળતા આ સંગીતકાર બેલડીએ મેળવી. ૧૯૬૩માં શરૂઆત કર્યા પછી
તેમને મળેલા સાત ફિલ્મફેર એવોર્ડમાંનો પહેલો ફિલ્મફેર એવોર્ડ ૧૯૬૪માં 'દોસ્તી' માટે મળ્યો. જોકે તેમને તે પછી ફિલ્મ જગતની ભાષામાં સફળતા મળવામાં બીજાં થોડાં
વર્ષો જરૂર ગયાં હતાં. મોહમ્મદ રફીનાં તેમણે બધું મળીને ૩૮૮ ગીતો રેકોર્ડ કર્યાં છે, જે
મોહમમ્દ રફીએ કોઈ પણ સંગીતકાર માટે ગાયેલાં ગીતોની મહત્તમ સંખ્યા બની રહી.
રોશન તુમ્હી સે દુનિયા રોનક હો તુમ્હીં જહાં કી - પારસમણિ -
ગીતકાર ઈન્દીવર
લક્ષ્મીકાંત પ્યારેલાની સંગીતકાર જોડી તરીકે સ્વતંત્રપણે
સંગીત નિર્દેશીત ફિલ્મ તરીકે પારસમણિ સૌથી પહેલી રજૂઆત પામી. ફિલ્મ એક પૌરાણિક ફિલ્મના
પ્રકારની બી ગ્રેડ ફિલ્મ હતી, પણ તેનું સંગીત ખુબ ઝળક્યું. પ્રસ્તુત ગીતમાં તબલાં પર ઉસ્તાદ ઝકીર હુસૈન છે એ
વાત લક્ષ્મી-પ્યારેની સૂઝ અને ચીવટની સાબિતી પૂરાવે છે.
લ્ક્ષમીલાંત -પ્યારેલાલે સ્રજેલાં બીજાં ૩૮૭ ગીતો માટે
પ્રસ્તુત ગીત એક ઉચ્ચ આદર્શ સમાન રચના તરીકે ઉભરી રહી. મારા નમ્ર અંગત અભિપ્રાય
અનુસાર, જાનેવાલો જ઼રા મુડકે દેખો મુઝે, કે, અમુક અંશે, ચાહુંગા મૈં તુઝે શામ સવેરે
(દોસ્તી, ૧૯૬૪)
સિવાય તેમણે મોહમ્મદ રફી માટે રચેલું કોઈ અન્ય ગીત આ ઊંચાઈ નથી આંબી શક્યુ.
ધરમકી ખાતિર બીક ગયા રાજા - હરિશ્ચંદ્ર તારામતી = ગીતકાર
પ્રદીપ
લક્ષ્મી-પ્યારે પણ બેકગ્રાઉન્ડ ગીતની રચનામાં મોહમ્મદ રફીના
સ્વરની ખૂબીઓની મદદ લે છે.
મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે ગાયેલાં પહેલવહેલાં સૉલો ગીતની આપણી સફરનો ૧૯૬૪-૧૯૬૯નો પાંચમો સમયખંડ આપણે ૨૦૨૦માં હાથ પર લઈશું.
ચોથા પંચવર્ષીય સમયખંડના ત્રણેય ભાગ એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત -૧૯૫૯-૧૯૬૩ પર ક્લિક કરો
No comments:
Post a Comment