Sunday, April 18, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના એપ્રિલ, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આજની ચર્ચા માટે 'ઊદ્યોગનું ભવિષ્ય'ને સ્પર્શતા માત્ર બે જ પ્રતિનિધિ લેખો અહીં રજૂ કર્યા છે. તેમાં પણ  ડિજિટલ ટેક્નોલોજિને સ્પર્શતા જે મુદ્દા આ લેખોમાં  ચર્ચવામાં આવ્યા છે તેને મેં સમજીને ધ્યાન પર ન લઈને માત્ર મૅનેજમૅન્ટને સ્પર્શતા વ્યાપક મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

નોંધ: આ વિષય 'ભવિષ્યના ઉદ્યોગો'થી અલગ જ છે.

The future of industries: Bringing down the walls - જેમ જેમ પુરવઠાકારો, ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેની સીમાઓ, અને અમુક કિસ્સાઓમાં તો આખાને આખા ઉદ્યોગોની, સીમા ખસતી જાય છે તેમ તેમ દિવાલો ધરાશાયી થતી જાય છે.…. એમ માની શકાય કે બદલતી જતી ટેકનોલોજિઓના આંચકાઓનાં મોજાંથી, ઘટતાં જતાં ખર્ચના સ્તરથી અને સુધરતી જતી કામગીરીની કાર્યદક્ષતાથી, તેમજ ગ્રાહક અને પુરવઠાકારોનાં વધારે ઘનિષ્ઠ સંગઠનની વધતી જતી અપેક્ષાઓથી બધા જ ઉદ્યોગોનું રૂપાંતરણ થશે. 

આ સંદર્ભમાં કંપનીઓ માટે વિચારાધીન પાંચ મહત્ત્વના મુદ્દાઓ -

૧. તમારૂં ધ્યાન પરિણામો પર છે કે હજૂ પણ પેદાશોને લગતી બાબતો વિશે જ અટવાયેલાં છો?૨. તમારો વ્યાપાર એક જણસ માત્ર ન બની રહે તે માટે તમે શું કરો છો?

૩. તમારી / તમારા ઉદ્યોગની ની આગવી નોંધ લેવાય છે?

૪. તમે આધુનિક ટેક્નોલોજિઓની મદદથી અગ્રેસર સ્થિતિ બનવી રાખી રહ્યા છો કે એ ટેક્નોલોજિઓથી પાછળ પડી ગયા છો?

૫. તમે સમયની સાથે રહેવાનો સમય બરાબર સાચવી રહો છો?

Future of Industriesઅહેવાલમાં આ પ્રશ્નોની અને બીજા અનેક સવાલોની ચર્ચા કરવામાં આવી છે.તેને ડાઉનલોડ કરો અને વધારે જાણવા માટે PwC સાથે ચર્ચામાં જોડાઓ.

Industry Of The Future: We Need To Talk - Mike Hughes - આઈટી સેક્ટરે જે ક્યારનું છોડી દીધું છે તેવાં સ્વમાલિકીની તંત્રવ્યવસ્થાઓ અને પુરવઠાકારો સાથે કાયમી જોડાણોનાં વાતાવરણમાં હજુ ઔદ્યોગિક વિશ્વ જીવે છે. તેને કારણે નવોત્થાન અને પ્રગતિ રૂંધાય છે.

                                  Credit: Getty Images


ઘણી કંપનીઓ હવે સ્વીકારે છે કે હવે પછીનું સ્વયંસંચાલન માહિતીનાં આદાનપ્રદાનની બાબતે આંતરપ્રયોગયોગ્ય હોવું જોઈશે અને આપણે હાલમાં સ્વીકારેલ કાયમી જોડાણોનાં મૉડેલથી બંધાએલું  ન હોવું જોઈએ. આંતરપ્રયોગયોગ્ય અને સુવાહ્ય એપ્પ્લીકેશન સૉફ્ટવેર જ હવે પછીના ઉદ્યોગો માટે ફરજિયાત બની ગયેલ છે. …... ભવિષ્યનાં કારખાનાં અને ઉદ્યોગોમાં મશીનો, કામકાજ અને આઈટી તંત્રવ્યવસ્થા સુગ્રથિત હશે અને અન્યોન્યને સમજતાં હશે, એકબીજાં સાથે સંવાદ કરતાં હશે અને સહયોગ કરતાં હશે. હવે પછી ચપળ સંકલન, સંપોષિતતા અને ઉત્પાદકતા આપણાં કામકાજને માટે ઉપલબ્ધ એ વર્ગના વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે સામાન્ય માપદંડ બની રહેશે.

The Future of Industry | Accenture માં ભવિષ્યના પડકારોને સ્પષ્ટપણે રજૂ કરવાની સાથે કહેવાયું છે કે - વિશ્વ બદલી રહ્યું છે અને બધા જ ઉદ્યોગો ધરા ધ્રુજાવતાં પરિવર્તનો અનુભવી રહેલ છે. ચાલો આપણે સાથે મળીને નવસામાન્યને ગળે લગાડીએ…...

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું

Shared Meanings from Top to Bottom - બાર્ટન કન્સલટીંગનાં પ્રેસિડેન્ટ ચાર્લી બાર્ટન શબ્દોના એકબીજાં સાથે સહભાજિત અર્થઘટનનું મહત્ત્વ સમજાવવાની સાથે આ પ્રકારનાં સર્વસામાન્ય સમજ અને જ્ઞાનના અભાવની વ્યાપાર પર પડતી અવળી અસરોની ચર્ચા કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-  

Organizational Culture - કાર્યસ્થળ સંસ્કૃતિ કામ કઢાવે છે પણ મૂલ્યવૃદ્ધિ પણ કરે છે - વિખ્યાત

મૅનેજમૅન્ટ કન્સલટન્ટ, પીટર એફ ડ્રકર, કહે છે કે 'જે કરવું જ ન જોઇએ તેને બહુ જ કાર્યદક્ષતાથી કરવા જેવું નકામું કામ બીજું કંઈ ન હોઈ શકે.'…. અસરકારકતા અને કાર્યદક્ષતા માટે કદાચ વધારે અગત્યની બાબત કાર્યસ્થળ સંસ્કૃતિ હશે. જેમ જેમ સમય બદલાય તેમ તેમ સંસ્કૃતિ પણ બદલતી રહેવી જોઈએ…આપણે એકબીજાં સાથે અસરકારકપણે કામ કરવા માટે એકબીજાંની પશ્ચાદભૂમિકા સમજવી  જોઈએ. આપણે એ સમજી જ લેવું જોઈએ કે આપણે જે કહીએ છીએ તેના કરતાં જે રીતે કહીએ છીએ તે એકબીજાંને સમજવામાં વધારે ખટાશ પેદા કરી શકે છે.…. સમજણ અને સંવેદનશીલતાનો અભાવ વાતાવરણ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. બીજી બધી જ બાબતોની જેમ કર્મચારીઓમાં પણ સંતુલન જળવાવું જોઈએ. એક પેઢીથી બીજી પેઢી વચ્ચેના તફાવતોને સહજપણે સ્વીકારવા જોઈએ અને અનુકૂલન કરતાં શીખવું જોઈએ.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો નવો લેખ

Truth or Fallacy - તેનો આધાર તો તમે શી રીતે જૂઓ છો તેના પર છે - થઈ ચુકેલ ખર્ચ (sunk cost) તો થઈ ચુક્યાં એટલે તે હતાં નહતાં ન કરી શકાય. થઈ ચુકેલ ખર્ચના તર્કદોષ (sunk cost fallacy) ના હિમાયતીઓની દલીલ છે કે એ ભૂતકાળમાં ચુકવાઈ ચુકેલ છે અને પરત વળી શકે તેમ નથી,એટલે ભવિષ્યને લગતી કોઈ પણ નિર્ણય પ્રક્રિયામાંથી તેને બાકાત રાખવાં જોઈએ. પણ તેને કારણે આપણાં મન પરથી તે થોડાં દૂર  થાય !…થઈ ચુકેલ ખર્ચનો તર્કદોષ એટલે કંઈક ઉત્પાદન કરવામાં ખર્ચાઈ ચુકેલ સમય, થઈ ચુકેલ ખર્ચ કે પ્રયાસની જ માત્ર વાત નથી, પણ આપણને જે ખરેખર જોઈએ છે કે જેની જરૂર છે તેના પ્રત્યે દુર્લક્ષ ન સેવવું … સેન્ટર ફૉર એપ્લાઈડ રેશનાલિટીનાં પ્રેસિડેન્ટ જુલીઆ ગાલફનું એમ કહેવું છે 'થઈ ચુકેલ ખર્ચનો તર્કદોષ એટલે જે હવે પછી તમે જે ધારો છો તે પરિણામ આવશે તેના આધારે પસંદગી ન કરવી, પણ તમારૂં ભૂતકાળનું રોકાણ નકામું ન જાય એ ઇચ્છાથી થયેલ પસંદગી'.[1]

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1] Julia Galef: The Sunk Costs Fallacy | Big Think

No comments: