Sunday, September 18, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - સપ્ટેમ્બર ૨૦૨૨

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  ઓગસ્ટ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી સ્ર્વન્તી તુટુપુલ્લી નો લેખ, કુદરત સાથેનું જોડાણ - ડિજિટલ યુગમાં અર્થપૂર્ણ જીવન માટેનો એક માર્ગ / Nature Connectedness: An Avenue to a Meaningful Life in the Digital Age, આ મહિને પસંદ કરેલ છે.

એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે

ચીરી ન નાખશો આકાશને. ઈજા ન પહોંચાડશો વચ્ચેની જગ્યાને. એકરાગ થજો પૃથ્વી સાથે.

આ ધારદાર કુહાડીએ તેમને અઢળક સંપત્તિ આપી છે.

માટે, હે દૈવી વનદેવતા, તમારી અનેક શાખાઓમાં વિસ્તરો.

અમે પણ હજારો  શાખાઓમાં વિકસીએ.

(યજુર્વેદ ૫.૪૧)

જંગલનાં તળ નીચે એક વિશાળ જાળું રહેલ છે - જેને Wood Wide Web પણ કહે છે - જે પૃથ્વી પરના લગભગ દરેક ઝાડપાનને જોડે છે. સહજીવી સંબંધથી સંકાળાયેલી ફૂગનું આ જાળું આસપાસનાં ઝાડપાનને નાશ થવામાં બચાવતાં પોષક તત્ત્વો અને અન્ય પરજીવી સાધનો પુરાં પાડે છે.


આ ઉદાહરણ આપણને દરેક જીવ વચ્ચેની ન ઉકલી શકે એવી કડી પુરી પાડે છે. તે ડિજિટલ યુગનાં ઇન્ટરનેટ જાળ જેવું જ કહી શકાય. આ કુદરતી જાળું કુદરતનાં ચોક્કસ ચક્રોમાં થતી ઘટનાઓમાંથી નીપજતી અને નિયમન કરાતી વિશાળ માહિતીસામગ્રીનાં સંગ્રહસ્થાનની ગરજ સારે છે.એવું જ આપણા, દરેક જીવની સ્રોત સાંકેતિક લિપિ, ડીએનએના રૂપમાં જાતિગત સ્વરૂપનું પણ છે. ડિજિટલ ટેક્નૉલોજીની દ્વિઅંગી સાંકેતિક સંજ્ઞાઓની જેમ ડીએનએ આ ચાર ઘટક અંકો A, T, G અને  C છે. ડીએનએ કોડનાં આ અંકીય સ્વરૂપની મદદથી જનીન કોશિકાને એક સજીવથી બીજાં સ્વજીવમાં હાથબદલો કરી શકાય છે. ડીએનએની આ એકત્રીકરણ કરતી ભાષા પૃથ્વી પરનાં અદ્‍ભૂત જીવવૈવિધ્યમાં જોવા મળે છે.

જોકે, કુદરતનાં ડિજિટલ આંતરપ્રવાહ અને આપણા અનેક સદૃશ સ્વરૂપો સાથેના અનુભવો વચ્ચે એક સહજ પારસ્પારિક ક્રિય-પ્રતિક્રિયા સંકળાયેલ છે. કુદરતની ઘટનાઓનાં અનેક સદૃશ સ્પષ્ટ સ્વરૂપ સાથેના અનુભવો પણ માહિતીનાં સ્વરૂપે ડિજિટલ સ્વરૂપે સંગ્રહ થાય છે અને હસ્તાંતરિત થાય છે તેમને દરેક વખતે સરળ કોડ્સમાં મુકવાનું પણ શક્ય નથી બનતું.

આપણા અનુભવોને તૈત્રેય ઉપનિષદમાં વર્ણવેલ પંચકોશ અલગ અલગ સ્તરે વર્ગીકૃત કરે છે -

¾    અન્નમય કોશ - આપણાં સમગ્ર શરીરની ઇંદ્રિયોનો અનુભવો

¾    પ્રાણમય કોશ - આપણાં જીવનની ઊર્જા

¾    મનોમય કોશ - આપણું મન

¾    વિજ્ઞાનમય કોશ - પ્રજ્ઞા (બુદ્ધિ), અને

¾    આનંદમય કોશ = પરમ સુખની અનુભૂતિની સ્થિતિ 


સાવ સ્થૂળ (અન્નમય)થી લઈને સૌથી વધારે સૂક્ષ્મ (આનંદમય) કોશ સુધી આ કોશોનું. વધારે સૂક્ષ્મ અને વધારે વ્યાપક મૂલાધાર સુધીનું, સંવર્ધન કરવું અને અતિક્રમવું અર્થપુર્ણ અનુભવો સુધીનો  માર્ગ કોતરે છે જ્યાં બધું જ નિર્ભેળ ચેતનામાં વિઘટિત થઈ જાય છે.

આમ આપણું શરીર અને તેની ઈંદ્રિયો પર્થિવ જગતવિશેનાં જ્ઞાનનાં મહત્ત્વનાં સ્રોત છે તેમ જ વધારે અર્થપૂર્ણ અનુભવો માટેની અંદરની તરફ જતી સફરને લગતી પવૃત્તિઓનું માધ્યમ છે.

કુદરત સાથેનું સંપોષિત જોડાણ (બાગકામ જેવી સદી પણ કુદરતની નજ્દીકની પ્રવૃતિઓ કે પછી કુટુંબ સાથે આનંદ મંગળ કરવો વગેરે)અને ડિજિટલ ટેક્નોલોજિનું લાબું ( ડિજિટલ સાધનો વડે કલાકોના કલાકો વ્યસ્ત રહેવું) જોડાણ વ્યક્તિનું પુરેપુરૂં ધ્યાન માગી લે છે, અને માટે જ અમુક સમય માટે એવી અમુક કક્ષાની વિવાદિતા સર્જે છે જેને પરિણામે આપણે સમયભાન ભુલી જતાં હોઈએ છીએ.

જોકે બન્ને અનુભવો વચ્ચે કેટલાક મહત્ત્વના જ્ઞાનાત્મક કે ચેતાચિંતનકારી તફાવતો છે. અમુક પ્રવૃત્તિઓ સમયે  એટલી હદે ખુબ જ 'સરળ અને ચોક્કસપણે કામ' થઈ શકે છે કે જાણે સમય થંભી ગયો હોય કે ક્યારેક તો પોતાની જાત સાથે પણ સંપર્ક છૂટી ગયો હોય એવી અનુભૂતિ થતી હોય છે. આવી સ્થિતિને 'પ્રવાહમય સ્થિતિ' તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યપણે આવી પ્રવૃત્તિઓ 'સ્વયં-પરિપુર્ણ'  (પોતાની રીતે જ ગમતી) કક્ષાની હોય છે. 



આ પ્રવાહમય અનુભવો શરીર અને સ્વની ઓળખ વચ્ચેનાં અંતરને ખુબ જ ઓછું કરી નાખે છે અને એ રીતે અન્નમય કોશમાંથી પરની સ્થિતિ તરફ અતિક્રમણ શક્ય બનાવે છે.

આજના સમયનો પડકાર નીમ્ન કક્ષાની શારિરીક કૌશલ્યો કે પડકારો માગતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત કરી નાખતા ખલેલકારી આકર્ષણો (સામાજિક માધ્યમોમાંખુપી રહેવું) છે.

સહજીવન સાથે સંબંધ ધરાવતી ફૂગનાં જાળાં અને ડિજિટલ ઇન્ટરનેટ વચ્ચે જો સાચા અર્થમાં ઐક્ય પ્રસ્થાપિત થઈ શકે તો ભૌતિક અને સ્થૂળ  કક્ષાનાં વિશ્વને અતિક્રમવું અને પંચકોશનું સંવર્ધન  શક્ય બને છે.

કુદરત સાથેનાં જોડાણમાં પડેલ આ ભંગાણ જ માણસના જીવનના હેતુ સાથેના સંપર્કના તુટી જવાનું કારણ મનાય છે. પર્યાવર્ણીય સ્વ-સિદ્ધાંત તો સૂચવે જ છે કે કુદરત સાથેનું જોડાણ અને આધ્યાત્મિક અનુભૂતિ એકબીજાં સાથે સંકળાયેલાં છે. આ સકારાત્મક જોડાણ જ આપણને ઉચ્ચ કક્ષાનાં યથોચિત માનસિક સ્તરે પહોંચવામાં અ્ને આપણાં ખરાં સામર્થ્યને સિદ્ધ કરવામાં મદદરૂપ કડી બની શકે છે. કુદરત સાથેનું જોડાણ આપણા દ્વૈત ભાવ -સ્વ અને પરમ તત્ત્વ અલગ છે તેવો ભાવ -દૂર કરવામાં મદદરૂપ બની શકે છે અને એ રીતે આપણા મૂળ સ્વભાવને - ખરાં સામર્થ્યને-- ઓળખવામાં તેમજ માનવઅસ્તિત્વ કુદરતથી અલગ ન હોઈ શકે તે સમજવામાં પણ મદદરૂપ બને છે.

આજે જ્યારે ડિજિટલ ટેક્નોલોજિ માનવ જીવનના દરેક ખૂણે પ્રસરી વળી છે ત્યારે એ મહત્વનું બની રહે છે કે આપણા બહુ બધા અનુભવોનાં ડિજિટલીકરણ થવાની એક સીમારેખા ખેંચીએ,કે જેથી  જે અમસ્તાં જ મુશ્કેલ જણાઈ રહ્યાં છે એવાં બીજાં કામો કરી શકવા માટે કે વધારે પ્રબળ અને અર્થપૂર્ણ  માહિતિ માટે આપણી શક્તિઓને ફાળવી શકીએ.

આવો દૃષ્ટિકોણ જ કુદરતમાં વિપુલ માત્રામાં જોવાં મળતા સહયોગ અને એકરાગની ભૂમિકા બાંધે છે . કુદરતમાં પણ હિતોના ટકરાવ તો છે, પણ કુદરતની રીત એવી છે કે તેના 'આગવા નિયમો વડે એ આ ટકરાવની સાથે સરળતાથી કામ પાર પાડે છે'. કમનસીબે, માનવજાતે જેમ જેમ 'વિકાસ' સાધ્યો તેમ તેમ તેના વિજ્ઞાન કોશનું અનુકૂલન એવી રીતે થતું ગયું કે આપણે આપણાં શરીર અને નીચાં સ્તરનાં માનસિક કાર્યો પર વધારે રોકાણ કરતાં થઈ ગયાં. પરિણામે, આપણે એમ જ માનતાં થતાં ગયાં કે કુદરત સાથે સહજીવન જીવવાનું ન હોય પણ તેનો તો માણસે, એકતરફી, ઉપભોગ જ કરવાનો હોય. આ ઉપભોગ એટલી હદે વિકરતો ગયો કે કુદરત તો હવે વિનાશને ઉંબરે આવી પહોંચી છે. જે શોધો અને અવનવા પ્રયોગો આજની સમસ્યાઓનું સમાધાન કરે છે તે આવતી કાલની વધારે વિકટ સમસ્યાઓ પેદા કરે છે. જો આ વાતની સાબિતી જોઈતી હોય તો ડિજિટલ ટેકનોલોજિ માટે દુષ્પ્રાપ્ય ધાતુઓનો વધતો ચાલતો વપરાશ અને તેમાંથી પરિણમતા અતિજોખમી કચરાઓના ઊંચાને ઊંચા થતા જતા પહાડો પર જ એક નજર પુરતી થઈ રહેશે.


જે રીતે માનવ સર્જનાત્મકતા કેળવાતી આવી છે તેણે પોતાની જાતને વસ્તુનાં (સંપૂર્ણ બાહય વાસ્તવિકતાનાં) કેન્દ્રમાં જ રાખી છે, અને છતાં પોતે તો ધરાર બહારને બહાર જ છે. જ્યારે હકીકત તો એ છે કે  સર્જનાત્મકતા તો જેને માનવતાના નામથી આપણે ઓળખીએ છીએ એવાં  પોતનો એવો દોરો છે અને સૂક્ષ્મમાં સુક્ષ્મ કોશ (આનંદમય કોશ)તરફ વિકસવાનો માર્ગ છે. કંઈ પણ નવું કરતાં પહેલાં આપણે આપ્ણી જાતને એક સીધો સાદો સવાલ પુછતં રહેવું જોઈએ કે શું આપણે આમ કરવાથી કુદરતનીવધારે નજદીક જઈ રહ્યાં છીએ ખરાં. આ વાતને આધ્યાત્મિક દૃષ્ટિથી જોવી હોય તો એમ કહી શકાય કે આપણી સર્જનાત્મકતાની આપણી કેળવણી આપણને પંચકોશનાં સ્થૂળ તરફથી સૂક્ષ્મ તરફનાં અંદરનાં પડો તરફ લઈ જવા માટે જ કેળવાઈ રહી છે ને !

કુદરતની સહજ લાક્ષણિકતાઓ પાસે માનવજાતને આપવા માટે એટલા અદ્‍ભૂત, વિસ્મયકારક અને પ્રેરણાદાયક અનુભવો છે કે જો તેનો સાચો લાભ લઈ શકીએ તો આપણે 'પ્રચંડ ખભાઓ પર ઊભાં રહીએ'. હવે આપણે જોવાનું છે કે આપણાં જીવનને આપણે કેટલું અર્થપૂર્ણ બનાવીએ છીએ કે જેથી આવતી કાલની વિશાળ તાકાતો આપણા ખભા પર ઊભી રહી શકે.

વધારાનું વાંચન:

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Cloud Advantages And Aligning To Business Objectives -  Successful Management of Cloud Computing and DevOps (ASQ Quality Press)નાં સહલેખિકા અલકા જાર્વિસ ASQTV સાથે ક્લાઉડ સ્ટોરેજના ફાયદાઓની વાત કરે છે અને સમજાવે છે કે તમારી ક્લાઉડ કમ્પ્યુટિંગ વ્યૂહરચનાઓને વ્યાપાર ઉદ્યોગના ઉદ્દેશ્યો સાથે શી રીતે સાંકળી શકાય.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Elusive Quality: Quality Doesn't Just Happen - ગુણવત્તાના  મૂળભૂત સિદ્ધંતો ભણી પાછા ફરવાનો સમય પાકી ગયો છે. આપણે જેમ સમસ્યાઓનાં મૂળ કારણ સુધી જવાની વાત કરતાં હોઈએ છીએ તેમ બધી જ પરિયોજનાઓનાં પરિણામોમાં ગુણવત્તા નિશ્ચિત કરતાં હોય તેવાં માપોને આવરી લઈને આપણી બધી જ પ્રવૃત્તિઓનાં મૂળ પરિણામોને ધ્યાનમાં લેવાં જોઈએ. જેમકે માત્ર પૈસામાં બચત સંગ્રહ કરેલ માલના ઉથલાઓ કે પ્રક્રિયાઓની કાર્યસિદ્ધિઓ પર જ ધ્યાન આપવાની સાથે સાથે ગ્રાહકનો સંતોષ કે ખામીઓની ટકાવારી ઘટાડવી કે ઉત્પાદનોને પરત મગાવવા પડવાની સંખ્યા ઘટાડો કરવો અને એવી ઘટનાઓને નીવારવી જેવાં માપને પણ મહત્ત્વ આપવું જોઈએ.

    ગુણવત્તા આપોઆપ જ નથી બનતી; તેને રોજબરોજની પ્રવૃત્તિઓમાં અને દરેક અમલમાં લેવાતી પરિયોજનાઓમાં સંવર્ધિત કરવી પડે છે. ગુણવત્તાનો ખરો ઉદ્દેશ્ય તો ઉત્પાદનો અને સેવાઓને સતત બહેતર બનવાતાં રહેવું એ જ છે. જેમ ઘણી સંસ્થાઓ તેના અનુભવો દ્વારા શીખે છે તેમ ગુણવતા પર ધ્યાન કેન્દ્રીત ન કરવામાં આવે તો ખોટાં પરિણામોની પાછળની દોટ અનઈચ્છનિય પરિણામોમાં પરિણમી શકે છે, જેને સુધારવા માટે પછીથી બહુ મોટી કિંમત પણ કદાચ ચુકવવી પડી શકે છે..

'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: