ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૩
ગુલામ મોહમ્મદ (જન્મ: ૧૯૦૩ – અવસાન: ૧૭ માર્ચ ૧૯૬૮) તાલીમથી ઢોલકના વાદક હોવાની સાથે
આવા બહુમુખી
પ્રતિભાશાળી સંગીતકારનાં અંતકાલીન મહિનામાં તેમણે રચેલ ગીતોની યાદ તાજી કરવાનો
ઉપક્રમ આપણે આ મંચ પર પ્રયોજેલ છે. તદનુસાર સમયે સમયે તેમણે જ એજે પાર્શ્વગાયકો સ્વરો દ્વારા એ ગીતોને વાચા આપી
તેને કેંદ્રમાં રાખીને આપણી આ શ્રેણીની રચના કરેલ છે. અત્યાર સુધી આપણે
વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં, અને
વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં
કેટલાંક ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.
આજે હવે વર્ષ
૧૯૫૩માં રજુ થયેલી તેમની સંગીતબધ્ધ કરેલી છ ફિલ્મો - દિલ-એ-નાદાન, ગૌહર, હજ઼ાર રાતેં, લૈલામજનુ, નૈના અને રેલકા ડિબ્બા-નાં કેટલાંક ગીતો
સાંભળીશું.
જગજીત કૌર - ચંદા ગાયે રાગની છમ છમ બરસે ચાંદની, મસ્ત જિયા લહરાયે મોરા મસ્ત જિયા લહરાયે
-
દિલ -એ - નાદાન (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની
આનંદના
ભાવનાં આ ગીતમાં જગજીત કૌરના સ્વરને ગુલામ મોહમ્મદે કેટલી આકર્ષક રીતે રજુ કર્યો
છે!
આ
ફિલ્મમાં જગજિત કૌરનું એક કરૂણ ભાવનું સૉલો - ખામોશ જિંદગીકો એક અફસાના મિલ ગયા - પણ છે, જે
જગજિત કૌરનાં શ્રેષ્ઠ ગીતો પૈકી એકનું સ્થાન ધરાવે છે.
સુધા મલ્હોત્રા - ન વો હમારે, ન દિલ હમારા. કહીં ભી અપના નહીં ઠીકાના - દિલ -એ - નાદાન (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની
ગુલામ મોહમ્મદે હિંમતભરી
પ્રયોગશીલતા દાખવીને સુધા મલ્હોત્રાના સ્વરમાં પણ સ્વતંત્ર સૉલો ગીત મુક્યું છે.
ગીતની બાંધણી અને વાદ્યસજ્જામાં પણ તેમણે અલગ જ કેડી કોતરી છે.
આશા ભોસલે - લીજો બાબુલ હમારા સલામ રે, હમ તો જાતે હૈ સાજન કે ગામ રે - દિલ -એ - નાદાન (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની
અહીં ગુલામ ઓહમ્મદે આશા ભોસલેને
તેમની કારકિર્દીના સંઘર્ષના સમયમાં તક આપી છે. કન્યા વિદાયની પરંપરાગત ધુનનો પ્રયોગ પણ ગુલામ મોહમ્મદની પ્રયોગશીલતાનો એક વધારે પુરાવો છે.
તલત મહમુદ - યે રાત સુહાની રાત નહીં, અય ચાંદ સિતારો સો જાઓ - દિલ -એ - નાદાન (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની
તલત મહમુદ ઊંચા સપ્તકમાં પણ ગીતની કરૂણા કેટલી અસરકારક રીતે રજુ કરી રહ્યા છે.
આશા ભોસલે, મોહમ્મદ રફી - હૌલે હૌલે ધીરે ધીરે .... દિલ મેરા લેકે ચલે - ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
ગુલામ
મોહમ્મદની પ્રયોગશીલતાના ખજાનાંમાં અથાગ રત્નો ભર્યાં પડ્યં છે. ગીતની બાંધણીમાં
જેટલી નવીનતા છે તેટલું જ માધુર્ય પણ છે.
શમશાદ બેગમ - સાવન મેં યાદ તેરી આયે જબ પિયા, હો દેખો જી કાલી ઘટા બરસ બરસ જાયે - ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
શ્રાવણની
કાળી ઘટાઓ કવિઓ માટે એક પ્રિય વિષય છે. ગુલામ મોહમ્મમ્દ અહીં શમશાદ બેગમના સ્વરની
ખુબીનો પુરેપુરો ઉપયોગ કરીને મૌસમની તાજગીને ઝીલી લે છે.
સુધા મલ્હોત્રા, શમશાદ બેગમ - સૈંયા તોરે પૈયાં પડું આ જા રે, મેરે મનકી અગન બુજા જા રે - ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
ઢોલકના તાલ પર બે સખીઓ અને તેમનાં મિત્રવૃંદના
યૌવન સભર ભાવોને ગુલામ મોહમ્મદ તાદૃશ કરી રહે છે.
મોહમ્મદ રફી - જરા સંભલ કે બેટા જમુરા તુ નાચ મૈં છેડૂં તમુરા - હજ઼ાર રાતેં (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
દેખીતી
રીતે તો મદારી વાંદરાનો નાચ કરાવતો હોય ત્યારે જે શૈલીમાં ગીત ગાતો હોય છે તે ધુન
પર ગુલામ મોહમ્મદે પસંદગી ઉતારી છે, પરંતુ મોહમ્મદ રફીના સ્વરને અલગ જ
મુડમાં રજુ કરેલ છે.
શમશાદ બેગમ, મોહમ્મદ રફી - રાજા જી રાજા જી તુમ મેરી કહાની ક્યા જાનો, મૈં હું ક્યા તુમ ભલા દિલકી બાતેં પુરાની ક્યા જાનો - હજ઼ાર રાતેં (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
આમ
તો બે પ્રેમીઓ વચ્ચે પ્રેમાલાપનું યુગલ ગીત છે, પરંતુ
ગીતની રચનામાં પ્રયોગો કરીને ગુલામ મોહમ્મદ અનોખો અંદાજ
લાવે છે અને સાથે ઢોલકના ઉપયોગને હાર્મોનિયમન ટુકડાઓનો સંગાથ કરીને ગીતને
નાવીન્યસભર તાજગી બક્ષે છે.
મોહમ્મદ રફી - મિલને કી હસરતમેં બેતાબી કે સાથ, રહ ગયા ફૈલાકે દો હાથ, ફૂલ દો દિન હંસ કે જી બહલા ગયે ઔર યે ગમસે બીન ખીલે મુરઝા ગયે - લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
બેકગ્રાઉંડમાં
ગવાતાં આ ગીતમાં મોહમ્મદ રફીને ગુલામ મોહમ્મદે રફીને હવે અઢી સપ્તકમાં ઉપરનીચે
વહેતા સુરના તેમના જાણીતા અંદાજમાં રજુ કરેલ છે.
લૈલા મજનુમાં મોહમ્મદ રફીના અન્ય બે ગીતો પણ છે. તે જ રીતે આશા ભોસલે તેમ જ શમશાદ બેગમનાં સ્વરોમાં પણ ગીતો છે. આ બધાં ગીતોને પુરતો ન્યાય તો લૈલા મજનુનાં બધાં ગીતોને સાંભળવા લઈએ તો કરી શકાય તેમ છે.
મોહમ્મદ
રફી, ખાન મસ્તાના -
બુલબુલમેં હૈ નગમે તેરે ગુલમેં તેરી બુ હૈ, હર
સાયે મેં તેરા નુર હૈ હર ચિજ મેં તુ હી તુ હૈ - લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
કવ્વાલી
થાટમાં રચાયેલાં આ ગીતમાં આમ તો ક઼ૈસ (મજનુ)ની લૈલાના દિદારની તડપ છે, પણ
સુફી રચનાઓમાં જોવા મળતું હોય છે તેમ પરવર દિગારનાં દર્શનની પણ તડપ અનુભવી શકાય
છે.
મોહમ્મદ રફી, તલત મહમૂદ - ભર દે જોલી અલ્લા નામ ભર દે જોલી અલ્લા નામ, સભીકી ખૈર માયી બાબાકી ખૈર તેરે બના દે બીગડે કામ - લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની
ભિક્ષુકોની
એક ટુકડી ઈશ્વરની ભક્તિના ભાવ સાથે ભિક્ષા માગવા નીકળ્યા છે, મુખડા
અને પહેલા અંતરામાં તો મોહમ્મદ રફી અને તલત મહમૂદ બીજા બીજા કલાકારો માટે સ્વર આપે
છે, પરંતુ બીજા અંતરામાં (૧.૫૯થી) પરદા પર
ભિક્ષુકો સાથે કૈસ પણ દેખાય છે જે હવે ફિલ્મમાં વ્યાપકપણે પ્રયોજાયેલ તેના માટેના
તલત મહમુદના સ્વરમાં ખૈરાત વહેંચતી લૈલા (નુતન) પાસે એક જલવાની ખૈરાત માગે છે.
નૈના (૧૯૫૩)નાં ૪ ગીતો મન્ના ડે એ અને ત્રણ ગીતો ગુલામ મોહમ્મદે સંગીતબધ્ધ કરેલ છે.
મીના
કપૂર - બરબાદીયોંને હોશસે બેગાના કર દિયા, અબ આંસુઓંકો દર્દ કા ફસાના કર દિયા - નૈના (૧૯૫૩) – ગીતકાર: અંજુમ
દેખીતી
રીતે હિંદી ફિલ્મની મસાલા ફોર્મ્યુલા મુજબનું પ્રેમભગ્ન હીરોઇન દ્વારા ગવાતું કરૂણ
ભાવનાં ગીતને મીના કપૂરનો સ્વર અને માધુર્યપ્રચુર લય માં મુખડો કે અંતરાની પહેલી પંક્તિને
સાવ ધીમા તાલમાં મુકીને ગુલામ મોહમ્મદે કેટલા બધા પ્રયોગો કરી બતાવ્યા છે.
ગીતા દત્ત - દિલ ઉનકો દે દિયા..... દિલકા માલિક જાન કે - નૈના (૧૯૫૩) – ગીતકાર: અંજુમ
ગુલામ
મોહમ્મદ પ્રેમના એકરારને પણ ગીતની બાંધણીમાં નવીનતાની સાથે ગીતા દત્તના સ્વરની મદદથી
તેમની પ્રયોગશીલતાનું હજુ એક નવું પાસું રજુ કરે છે.
૧૯૫૩માં રીલીઝ થયેલી શમ્મી કપૂરની ત્રણેય ફિલ્મો - ઠોકર, લૈલા મજનુ અને રેલ કા ડીબ્બા - ટિકીટબારીની સફળતાના અનુક્રમે ૨૧, ૨૨ અને ૧૯મા ક્રમે ટ્રેનના છેલ્લા ડબ્બાઓ જેવી હાલતમાં હતી.
શમશાદ
બેગમ - છમ છમાછમ પાયલ બાજે, નાચે મોરા મન, ચંદા
સે ગવાહી લે લે તુ મેરે સાજન હો
-
રેલ કા ડીબ્બા (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની
૧૯૫૩માં
ગુલામ મોહમ્મદે મધુબાલા માઅટે શમશાદ બેગમનો સ્વર કેમ પસંદ કર્યો હશે તે જાણવા જેવી
ઘટના કહેવાય.
પર્દા
પર ગીતને પુરો ન્યાય કરવા મધુબાલાએ પુરી કોશીશ કરી છે, પણ
એકંદરે ગીત ધારી અસર ઉપજાવવામાં ઉણું પડતું અનુભવાય છે.
મોહમ્મદ રફી, ગાંધારી - દુનિયા જવાન હૈ દિલ મહેરબાન હૈ, ઐસેમેં સજન મિલ જાયે સનમ સનમ મેરી કસમ - રેલ કા ડીબ્બા (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની
શેરીમાં
પોતાની કરતબ બતાવતાં કળાકારોના ગીતોને અનુરૂપ ગીતની રચના કરાઈ છે.
શમશાદ બેગમ, મોહમ્મદ રફી - લા દે મોહે બાલમા આસમની ચુડીયાં જી આસમાની ચુડીયાં - રેલ કા ડીબ્બા (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની
લોક
ગીતની ધુનને ગુલામ મોહમ્મદે પોતાની રીતે સજાવીને બે પ્રેમીઓની મજાક મસ્તીનાં
અઠખેલીનાં ગીતમાં સજાવી દીધેલ છે
આજના અંકની સમાપ્તિ કરતાં પહેલાં ૧૯૫૩નાં વર્ષમાં ગુલામ મોહમ્મદે તલત મહમુદનાં ખુબ જ લોકચાન અમેળવેલ, અને તલત મહમુદનામ સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામે એવાં ગીતોને યાદ કરવાં આવસ્યક બની રહે. એ ગીતો હતાં -
ઝિંદગી
દેનેવાલે સુન, જો ખુશી સે ચોટ ખાયે, મુહોબ્બતકી
ધુન બેક઼રારોસે પુછો (જગજિત
કૌર અને સુધા મલ્હોત્રા સાથે) (ત્રણેય ગીત ફિલ્મ(દિલ - એ - નાદાન) ચલ દિયા કારવાં લુટ ગયે હમ યહાં, આસમાનવાલે તેરી દુનિયાસે જી ભર ગયા (લત મંગેશકર સાથે) (બન્ને ગીત 'લૈલા
મજનુ' માટે)
આટઆટલાં
સફળ ગીતો આપવા છતાં આ ફિલ્મો ટિકિટબારી પર પિટાઈ ગઇ અને તેની સાથે ગુલામ મોહમ્મદની
કારકિર્દીને પણ પીટતી ગઈ એ નસીબની વક્રતા જ ગણીએ!
ગુલામ
મોહમ્મદની કારકિર્દીના ખજાનાની આપણી ખોજ તો હજુ પણ ચાલુ જ છે.......
આવતા
મહિનાના બીજા રવિવારે, વિસરાતી
યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત
રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.
No comments:
Post a Comment