Sunday, March 19, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - માર્ચ ૨૦૨૩

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  માર્ચ ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે.

ગયા અંકના વિષય ભાવિ સ્પર્ધાત્મકતા વિશે થોડાં ઊંડાંણમાં ઉતરવા માટે આજના અંકમાં આપણે ટુંકા ગાળાની સ્પર્ધાત્મક સરસાઈ ની ટુંક ચર્ચા કરીશું.

સ્પર્ધાત્મક સરસાઈના બે મૂળભૂત પ્રકારો છે: પડતર કિંમતમાં આગેવાની અને વિકલન. સંસ્થાની પ્રવૃત્તિઓના સંદર્ભમાં તેઓ ત્રણ સામાન્ય વ્યાપારી વ્યૂહરચનાઓને જન્મ આપે છે:

(i)               પડતર કિંમતમાં આગેવાની - જ્યાં પેઢી ઉદ્યોગમાં ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદક બનવા માંગે છે;

(ii)              વિકલન - જ્યાં પેઢી ચોક્કસ ગ્રાહકવર્ગને માટે મૂલ્યસર્જન  કરે છે અથવા કોઇ એક કે બે નિશ્ચિત બે પરિમાણોના સંદર્ભમાં પોતાને અનન્ય રીતે સ્થાન અપાવવા માંગે છે; અને

(iii)            એકાગ્રતા - જ્યાં પેઢી ઉદ્યોગમાં અમુક વિભાગ અથવા વિભાગના અમુક જૂથને પસંદ કરીને તેની વ્યૂહરચના યથોચિત  કરવાનો પ્રયાસ કરે છે અને તે મુજબ નિર્ધારેલ વિભાગ(ગો)માં સ્પર્ધાત્મક સરસાઈ હાંસલ કરવાનો પ્રયાસ કરે છે.

VRIO ફ્રેમવર્ક[1] એ સંસ્થાની સ્પર્ધાત્મક સરસાઈઓ (જો હોય તો) ને ઓળખવા માટેનું એક સાધન છે . VRIO (મૂલ્ય, વિરલતા, અનુકરણતા, વ્યવસ્થા) એ સંસ્થાના સંસાધનો અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે વપરાતું ચાર-પરિમાણોનું માળખું છે. VRIO ફ્રેમવર્ક સંસ્થાના મૂર્ત તેમજ અમૂર્ત સંસાધનોને નીચેના જૂથો પૈકી એકમાં વર્ગીકૃત કરે છે: સ્પર્ધાત્મક સમાનતા, કામચલાઉ સ્પર્ધાત્મક સરસાઈ, વણવપરાયેલી સ્પર્ધાત્મક સરસાઈ અથવા લાંબા ગાળાની સ્પર્ધાત્મક સરસાઈ.


વ્યૂહાત્મક આયોજન પ્રક્રિયામાં સંસ્થાના આંતરિક વાતાવરણ (આંતરિક પૃથ્થકરણ સાધનો /internal analysis tools) [2]  તેમજ બાહ્ય વાતાવરણ (બાહ્ય વિશ્લેષણ સાધનો / external analysis) નું વિશ્લેષણ કરવાની પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, વણવપરાયેલી સ્પર્ધાત્મક સરસાઈ સુધારણા માટે સૌથી મોટી સંભાવના ઊભી કરે છે.

વણવપરાયેલી સ્પર્ધાત્મક સરસાઈ શ્રેણીમાંના સંસાધનો પાસે તેમના મૂલ્યનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે સમર્થન, પ્રક્રિયાઓ અને સંસ્કૃતિ નથી. તે પછીનું પગલું વ્યૂહાત્મક યોજના વિકસાવવાનું છે જે આ વણવપરાયેલી સ્પર્ધાત્મક સરસાઈઓને ધ્યાનમાં લે અને વ્યૂહાત્મક સંચાલન દ્વારા આ સંસાધનોને માટે સમર્થન મેળવીને કંપનીઓને તેમના સંસાધનોને સતત સ્પર્ધાત્મક સરસાઈઓમાં પરિવર્તિત કરવાનું શક્ય કરે.  સારી રીતે વિચારી અને ઘડવામાં આવેલી વ્યૂહાત્મક યોજના[3]  આ સંસાધનોને ટેકો આપવા અને તેમને ટકાઉ સ્પર્ધાત્મક સરસાઈઓ ફેરવવા માટે જરૂરી પ્રક્રિયાઓ, લોકો અને માળખાને સંરેખિત કરશે.

આજે જ્યારે સ્પર્ધાત્મક સરસાઈ ઘણીવાર એક વર્ષથી ઓછા સમયમાં અથવિહિન બની જતી હોય છે[4]  ત્યારે પણ વ્યૂહરચના હજી પણ ઉપયોગી છે પરંતુ રમતના જૂના નિયમોને વળગી રહેવાથી એ અસરકારક નહીં બને.   ક્ષણિક સરસાઈ મેળવવા માટે, સંસ્થાને એક રમતના નવા નિયમોની જરૂર છે જે સંસ્થાના વર્તમાન કાર્યની આકારણીનું સ્થાન બે નિવેદનો - ક્ષણિક સરસાઈનો સામનો કરવાની ક્ષમતા વિરુદ્ધ હાલની સરસાઈને વિસ્તારવાની ક્ષમતા - વચ્ચે નક્કી કરી આપે છે 


તમે ક્યાં સ્પર્ધા કરવા માંગો છો, તમે કેવી રીતે જીતવા માગો છો અને તમે કેવી રીતે એક સરસાઈથી બીજી સરસાઈ  આગળ વધવા માંગો છો તે સુનિશ્ચિત કરવું એ ડિજિટલ ક્રાંતિ, "સપાટ" વિશ્વ, પ્રવેશ માટે ઓછા અવરોધો અને વૈશ્વિકીકરણના સ્પર્ધકો અને ગ્રાહકો ખૂબ અણધાર્યા અને ઉદ્યોગો ખૂબ અનાકાર, સીમારહિત બની રહ્યા છે એ સમયમાં પહેલાં ક્યારે પણ નહોતું એટલું નિર્ણાયક છે.
સંસ્થાએ હંમેશા વિચારતા રહેવું જોઈએ કે શું વ્યૂહરચનાની દ્રષ્ટિએ સંસ્થાનાં ટકાઉપણાં અને પરિવર્તનશીલતા વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરવું શક્ય છે?

આ સવાલના જવાબો આપણે આગામી એપિસોડમાં ખોળીશું લઈશું. ત્યાં સુધી, સંસ્થાના ટકાઉ સ્પર્ધાત્મક લાભ(ઓ) ને ઓળખવા માટે વિનામૂલ્ય માર્ગદર્શિકા અને ચિત્રફલક ડાઉનલોડ કરો[5].

 

હવે પછીના અંકોમાં આપણે સ્પર્ધાત્મક સરસાઈ વિશે વધારે વાત કરતાં રહીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Importance of Continuous Improvement -  હનીવેલના મુખ્ય સંચાલક ડેવીડ કોટ સમજાવે છે સતત સુધારણાને કેમ વ્યાપારના મુખ્ય પ્રવાહમાં ભેળવી દેવાથી માત્ર માપણી ખાતર માપણીઓ પુરતી જ નહીં પણ અન્ય વિભિન્નતાઓ પણ સર્જી શકાય છે.
  • Measuring and Inspecting Leads to Consistent Growth - એગ્ગલૅંડ'સ બેસ્ટના મુખ્ય સંચાલક ચાર્લૉ લૅંકટ્રી સમજાવે છે કે આકરાં નિરીક્ષણ અને ગુણવત્તા માટેની પ્રતિબદ્ધતા કંપનીને વ્યાપાર વિકાસને માર્ગે કઈ રીતે આગળ લઈ જઈ શકે છે.

આ મહિને Jim L. Smithની Jim’s Gems માં કોઈ નવો લેખ ઉમેરાયો નથી, એટલે આપણે  Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું-

  • Riddle Me This - કાળાં કપડાં પહેરીને એક માણસ રસ્તાની વચ્ચે ચાલ્યો જાય છે.  રસ્તા પર દીવાવત્તીઓ નથી, કે નથી આકાશમાં ચંદ્ર. એજ વખતે એક કાર એ જ રસ્તા પર વિના હેડલાઈટ ધસમસતી આવી રહી છે. છેક છેલ્લી ઘડીએ કાર દિશા બદલી લઈને માણસ સાથે અથડામણ ટાળી શકે છે. આમ કેમ બન્યું જશે?

(ચેતાવણી: જવાબ ન મળે ત્યાં સુધી આગળ ન વાંચશો.)

અહીં જે યુક્તિ વાપરાવામાં આવી છે તેને અપ્રાસંગીક વિગતો તરીકે ઓળખવામાં આવે છે. આ વાતમાં વાચકને  દિવાબત્તી પણ ન હોય કે ન હોય ચંદ્રનું અજવાળું એવું રાતનું ઘોર અંધારૂં અને તેમાં હેડલાઈટ વિનાની કાર જેવાં વધારે પડતી વિગતોનાં દૃષ્યોના ભારથી લાદી દેવામાં આવે છે  કે જેથી વાચકનું મન જે કંઈ સીધી સાદી ઘટના /હકીકત અભિપ્રેત રહી જાય છે તેના પરથી ચલિત થઈ જાય.

મોટે ભાગે આપણે આવી પરિસ્થિતિઓમાં આપણા જ્ઞાન અને અનુભવના ઘોડા છૂટા મુકી દઈને ગેરવાજબી પૂર્વધારણાઓ, અને તેમાંથી જન્મતાં ગેરવાજબી અર્થઘટનો / પરિણામો,માં ગુંચવાઈ જઈએ છીએ. આવી નબળી ધારણાઓ સાધ્ય પ્રમાણ, પક્ષપ્રમાણ ને અનુમાનક્ષમ ત્રિપદીની ભ્રમણા / syllogistic fallacy નો ભાગ છે.

આવી ભ્રમણાનો ક્યારેક ભોગ બનવું પડ્યું હોય તો તેનું ખરાબ ન લગાડશો કેમકે અંતમાં તો વિખરાઈ જ જતી સાધ્ય પ્રમાણ, પક્ષપ્રમાણ ને અનુમાનક્ષમ ત્રિપદીની ભ્રમણાઓ શેક્સપિયર જેવા માંધાતાઓએ પણ અનુભવી છે. આ કોય્ડાનો ઉકેલ સાચો ન પડે તો પણ ઓછું ન આણશો. લાખો માહિતીસામ્રગીઓના ઢગલાઓમાં થી શું મહત્ત્વનું છે અને શું નથી એ એક ઝીણી સરખી સોઈ ખોળી કાઢવા જેવું  મુશ્કેલ કામ તો અવશ્યપણે છે જ.

અને હા, કોયડાનો જવાબ હતો - આ તો ધોળા દિવસની ઘટના છે.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: