Friday, March 31, 2023

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૧ – મણકો : ૩ _ ૨૦૨૩

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - _ ૨૦૨૩ માં આપનું સ્વાગત છે.

માર્ચ મહિનો (ઉત્તર) ભારતમાં હોળીના તહેવારનો મહિનો છે. સોંગ્સ ઓફ યોર હોળીના  તહેવારની મજાકમસ્તીની  ઉજવણી Kleptomania in Bollywood  થી કરે છે.

Sampada Sharama has a pointed question: Hindi cinema can’t seem to separate Holi from harassment, is it too much to seek consent? હિંદી ફિલ્મોમાં હોળીના તહેવારમાં યુવાન છોકરીઓની મજાક તેમને  હેરાનપરેશાન કરવાની કક્ષાએ દેખાડાતી આવી છે, પણ કોઈ તેની સામે એક હરફ પણ નથી ઉચ્ચારતું.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

Mausam Aaya Hai Rangeen – Rememberng Sulochana Kadam on her 90th birthday.

How OP Nayyar was one of the original disruptors of Hindi film music - Ajay Mankotia હિંદી ફિલ્મોમાં તાલનો ઢાળ મોટા ભાગે એકસરખો જ જોવા મળતો હોય છે. પરમતું ઑ  પી નય્યરની કલ્પનામાં એ બેસતું નહીં...... તેમણે પાશ્ચાત્ય અને ભારતીય તાલનું એક ગીતમાં  અદભુત સમ્મીશ્રણ કરવાની ક્રાન્તિ કરી. આ સમ્મીશ્રણ વડે ગીતની રચનાને એક અનોખું સ્વરૂપ મળ્યું. જેમ કે, બલમા ખૂલી હવામેં (કાશ્મીર કી કલી, ૧૯૬૪)


Bollywood Odyssey – The Singing Taxman’s Journey into Film Music, Ajay Mankotia, Readomania.

A millennial watches Chashme Buddoor: Farooq Sheikh’s rom-com reminds you of simpler times, but hasn’t aged well - Arushi Jain  - રવિ વાસવાણી અને ને  છોકરીઓને જોતાંવેંત ઉયપડતાં ગાંડપણને બાદ કરતાં ચશ્મે બદ્દુર બધાં પાત્રોના સહજ અને સુભાષયિત અભિનયને કારણે આજે પણ જોવી ગમે એવી રમૂજી ફિલ્મ છે.

The year-wise review of Lata Mangeshkar’s career, શ્રેણીમાં  Mehfil Mein Teri 1957 – Lata Mangeshkar ને ગુડી  પડવો | ઉગાડી | પોંગલ ના પર્વો નિમિત્તે યાદ કરે છે.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આ મહિને આ લેખ લખતાં સુધી કોઈ નવી પોસ્ટ મુકી નથી.

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંકરણના ફે માર્ચ ૨૦૨૩ના માં ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૩ને યાદ કરેલ છે. અત્યાર સુધી આપણે  

વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાંઅને

વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં

કેટલાંક ગીતો યાદ કરી ચૂક્યાં છીએ

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

The Bewitching Artistry of Raat Bhi Hai Kuch Bheegi Bheegi - મદહોશ કરતું નૃત્ય અને મંત્રમુગ્ધ કરતી લોક સંગીતની તર્જમાં રચાયેલ રાત ભી હૈ કુછ ભીગી ભીગી શિરિશ વાઘમોડે પર મોહની છાંટી દે છે.  ગીત આપણને સંમોહનમાં લઈ જઈને મૂઢ બનાવી દે છે. સફેદ વસ્ત્રો પરિધાન કરેલ વહીદા રહેમાન કાચના મંચ પર હંસની જેમ વહેતાં વહેતાં પોતાની કળાનો જાદુઅની અસરથી દર્શકોને વશ કરી લે છે. લોક સંગીતની બધી જ મોહકતા જયદેવે પોતાની રચનામાં સમાવી લીધી છે. સાહિરના બોલની રમત શબ્દોને તાલ આપવાની સાથે રૂપાંની ઘંટડી જેમ રણક્યા કરે છે.

Bhabhi Songs Part 2: With the Nanadfirst part માં દેર ભોજાઈનાં ગીતો હતાં.

Ballads of Love: Ecstacyહિંદી ફિલ્મોના બહુ જ ખેડાયેલા ગીતોના પ્રકારને ડી પી રંગન બહુ જ વસ્તુનિશ્ઠાથી રજુ કરે છે.

and in Hindi Film Music - દેશી (देशज) શબ્દપ્રયોગોમાં ઘણી જગ્યાએ ને બદલે વપરાય છે, જેમ કે ગયા અંધેરા હુઆ ઉજિયારા. 

બાળસહજ તોતડાપણામાં ના પ્રયોગ કરતું મુન્ના બડા પ્યાલા

ના રર્રરકાર ના પ્રયોગનું ગીત એક બાત સુની હૈ ચાચાજી બતલાનેવાલી હૈ

Ten of my favourite spooky songs, ધુમ્રવલયોમાં લપટાયેલ સફેદ વસ્ત્રોમાં રાતના ફરતાં ફરતાં (મોટા ભાગે સ્ત્રી પાત્ર) ગાતાં ચોક્કસ ધુનનાં ભયપ્રેરક ગીતોની યાદી રજૂ કરાઈ છે.

My Favourites: Comic Songs એવાં હાસ્ય ગીતો છે જે ક્યાંક ક્યાંક ખડખડાટ હસાવે છે અને Kishore Kumar's Comic Songs માં ગાયકના સુરની અંગકસરતો અભિનેતાના જોકરવેડાનો સંગાથ કરે છે.

The Only song thatસાવ નોખાં પ્રકારનાં ગીતોની યાદી છે જેમ કે ગીતા દત્ત અને સુરૈયાનું એક માત્ર યુગલ ગીત - પ્રીત કા નાતા જોડનેવાલે - અફસર (૧૯૫૦) - ગીતકાર નરેંદ્ર શર્મા - સંગીત  એસ ડી બર્મન  

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

અન્નુ કપૂરની ખાસ કોલમ 'કુછ દિલને કહા માં પ્રકાશિત થયેલા લેખો:

સ્ટારે મારવાથી રડતા બાળકને અનુપમ ખેરે આપ્યો આશરો

કે. આસિફ માટેનસીબદારહતાં સિતારા દેવી

જ્યારે મીનાકુમારીને હીરોએ ૩૧ વાર સાચે તમાચા માર્યા

આજે પણ આર ડી બર્મનનું લોકર રહસ્યભર્યું છે!

માર્ચ ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ગીતોतोरा मन दर्पन कहेलाये

બંદિશ એક, રૂપ અનેક (૯૭):लजीले सकुचीलेनैना नंदलाल के

સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૪) : બસ, એક જ ગીત અને….

કોઈશબ્દવાળા ગીતો – (૨)कभी ना कभी कोई ना कोई तो आयेगा

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં ભાભી (૧૯૫૭)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૨૪) : બસ, એક ગીત અને.

 પ્રકરણ રજુ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને "તંતુવાદ્યો (૧)વાયોલીન"ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

ભગવાન થાવરાણીની શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ' માં તેઓ દસમા અને અંતિમ મુકામ પર ફિલ્મ સાતમું સીલ – THE SEVENTH SEAL (1957) – DET SJUNDE INSEGLET (Swedish ) નો આસ્વાદ કરાવે છે. મહાન સ્વીડીશ ફિલ્મ – સર્જક ઈંગમાર બર્ગમેન (૧૯૧૮ – ૨૦૦૭) ની દસ ફિલ્મોના સવિસ્તાર રસાસ્વાદની આ શ્રેણીના બધા મણકા ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ   પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

.આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને સાંભળીશું. જે વર્ષમાં કોઈ સંગીતકાર સાથે એકથી વધુ ફિલ્મ કે એકથી વધુ યુગલ ગીત છે ત્યાં મેં મારી પસંદગી અનુસાર ગીતોને રજૂ કરેલ છે.  ..

ચાહે ક઼િસ્મત હમકો રૂલાયે - નીલમ પરી (૧૯૫૨) – ગીતકાર: હસરત જયપુરી – સંગીત: ખુર્શીદ અન્વર

જીવન ક્યા હૈ ઢલતા સુરજ - દાના પાની (૧૯૫૩) – ગીતકાર: કૈફ ઈર્ફાની – સંગીત: મોહન જુનિયર 

સુન સુન સુન સુન જાલિમા પ્યાર હમકો તુમસે હો ગયા - આર પાર (૧૯૫૪) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીત: ઓ પી નય્યર 

એક લડકા એક લડકી, એક લડકા ઘરસે નિકલ ગયા - ખુશ્બુ (૧૯૫૪) – ગીતકાર: જી એસ નેપાલી – સંગીત: શંકર લાલ 



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: