એન્જિયરિંગ અભ્યાસક્રમમાં વર્કશોપની વ્યાવહારિક આવશ્યકતા સમજવા છતાં મારા માટે
અભ્યાસ દરમ્યાન જ નહીં, પણ સક્રિય કારકિર્દી દરમ્યાન
ઘણા લાંબા સમય સુધી વર્કશોપ એક અકળ કોયડો જ રહ્યો છે. એન્જિયરિંગના દાખલ થવાના સમય સુધી આ વિષયની પ્રાથમિકતાઓથી મહદ અંશે અજાણ જેવા
મારા વર્કશોપ માટે જરૂરી સાધનો ખરીદવા જતી વખતે 'ફાઈલ', 'કાનસ' જેવા શબ્દો જ ભેંસ આગળ ભાગવત સમાન હોય ત્યાં મશીન સોપ માટેનાં કટિંગ ટુલ જેવાં
સાધનો પણ ખરીદવાં એ લાકડીના ટેક અવગર ખોડંગાતે ખોડંગાતે પરવ્ત ચડવા જેટલું અશક્ય
જણાતું હતું. સાદહનોની યાદી હાથમાં આવી ત્યારે એટલી ખબર પડી ગઈ હતી કે આ બધું
પાનકોર નાકા પાસે આવેલ હાર્ડવેર બજારમાં 'સહેલાઈ'થી મળી જશે. પરંતુ ત્યાં પછી વેપારીઓના સાવ પ્રાથમિક સવાલોના જવાબ આપતી વખતે પણ મારાં
મોંના જે હાવભાવ હશે તે જોતાંવેંત જ એ વેપારીઓ સમજી ગયા હશે કે આ ભાઈ તો 'નવો નિશાળીયો' છે. એટલે એમના અનુભવના આધારે જ
એમણે મને મારા જેવા માટે યોગ્ય સાધનો પસંદ કરી આપ્યાં.
એન્જિયનિયરિંગનું .... વિશિષ્ટ પ્રતિક ......
એલ ડી એન્જિયરિંગ કૉલેજની અંદર અને બહાર, શિક્ષણ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ સમુહ માટે, એન્જિયરિંગ અભ્યાસક્રમનું કદાચ સૌથી વધારે સહેલાઈથી નજરે
ચડતું પ્રતિક વર્કશોપ્સ હશે.*
એલડીના વિશાળ કેમ્પસના બરાબર મધયમાં આવેલ
વર્કશોપ કારખાનાંઓનાં ખુબ જાણીતાં પ્રકારનાં મકાનો જેવું છે. બાજુમાં આવેલ ડ્રોઈંગ
હૉલનાં મકાનની ભવ્યતાપણ વર્કશોપના મકાનની આભાને ઝાંખી નથી પાડી શકતી. એ દિવસોમાં વર્કશોપ્સના આગળના ભાગમાં સુથારી, ફિટ્ટીંગ અને મશીન
શોપ્સ આવેલ હતાં. સ્વાભાવિક કારણોસર સ્મિધી શોપ અલગથી, પાછળના, ભાગમાં આવેલ હતી.*
વર્કશોપ્સમાં વિદ્યાર્થીની હાજરીને અન્ય વિદ્યાર્થીઓથી અલગ તારી આપવાનું એક માત્ર શ્રેય ઘાટા વાદળી
રંગના 'બોઇલર સ્યુટ'ને ફાળે રહે છે. વર્ષની શરૂઆતમાં બહુ સારી રીતે ધોવાયેલ, ઈસ્ત્રી-બીસ્ત્રી થયેલ બોઈલર સ્યુટ વર્કશોપમાં વટથી દાખલ થાય. પછી વર્ષ દરમ્યાન વપરાશને કારણે જેમ જેમ તેના મેશ તેલ અને પરસેવાઓના રંગોનાં આવરણો ચડતાં જાય તેમ આવો ઘટ્ટ વાદળી રંગ પણ ઘનઘોર વાદળની પાછળ સંતાઈ જતા સૂર્યની જેમ ઓજપ પામવા લાગે. એટલે કદાચ, દરેક પિરિયડ પછી તેને મળતી લોકરની કેદમાં સંતાઈ રહેવું તેને પણ ગમતું હશે ! આવો 'મેલો અને ગંધાતો' બોઈલર સ્યુટ પહેરીને વર્કશોપ્સનાં કામોમાં અમારામાંના મોટા ભાગનાનું ધ્યાન ન ચોંટતું એ હવે સમજી શકાય છે.:)આવો સ્યુટ પહેરીને અમે કામ કેમ કરી શકતા તેનાં કરતાં પણ આવા સ્યુટને વર્ષને
અંતે ધોવડાવવા માટે ઘરે અમે કેમ લઈ જતા હશું તે પણ એક કોય્ડૉ જ લહી શકાય. અમારા
જેવા પ્રમાણમાં નજદીક રહેતા અને સાઈકલ પર કૉલેજ આવતા જતા વિદ્યાર્થીઓ તો ઓછા
ટ્રાફિકના સમયનો લાભ લઈને કદાચ બધાંની નજરોથી - અને નાકથી - છુપાવીને તે કપડાં
ધોવાની ચોકડી સુધી પહોંચાડી દેતા, પણ ખાસે દૂર રહેતા મિત્રો તેને જાહેર સલામતી અને સુખાકારીના ભંગના ગુનામાં આવ્યા
સિવાય તેને ઘરે શી રીતે પહૉંચાડી શકતા હશે? અને જે મિત્રો બસમાં આવતા એ લોકોની આ બોઇલર સ્યુટને છુપાવીને લઈ જવાની હિંમતને, અને આવડતને, તો આજે પણ સલામ કરવાનું મન થાય
છે !!
અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓમાટે એલડીના વિદ્યાર્થીઓની 'હથોડા'ની છાપ આ માત્ર સ્થુળ સાધનો જ પુરતી મર્યાદિત નહોતી. એ દિવસોમાં વિદ્યાર્થીઓમાં થોડી શરમ અને થોડો લિહાજ લાવી શકતી મનાતી 'વિદ્યાર્થીઓની'ની ગેરહાજરીને કારણે એલડીના વિદ્યાર્થીઓ વધારે બરછટ બની જાય છે એવો પણ અર્થ આ મજાકિયા નામકરણની પાછળ અભિપ્રેત હોવાનું પણ મનાતું. જોકે અમે લોકો તેમની આવી આ બધી 'હરકતો 'ને માટે 'દ્રાક્ષ ખાટી છે' વાળી ઇર્ષ્યાને કારણભૂત માનીને આ નામને ગર્વ-ચંદ્રક તરીકે પણ સ્વીકારી લેતા !
*દિલીપ વ્યાસે વર્કશોપની મમળાવેલી તેમની
યાદોમાંથી સાભાર.
એન્જિનિયરિંગનાં વિદ્યાર્થી
માટેની વર્કશોપની આવશ્યકતાના આદર્શો અને વાસ્તવિકતાઓની યાદો હવે પછી
No comments:
Post a Comment