હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - ૪_૨૦૨૩ માં આપનું સ્વાગત છે.
.Tributes pour in for producer-singer Pamela Chopra, wife of Yash
Chopra, who passed away on 20th April - પામેલા ચોપરા ને યશ ચોપરા લગ્નબંધનમાં
તો ૧૯૭૦માં બંધાયાં પણ 'સગપણ' માટે થયેલી પહેલી મુલાકાત વખતે બન્ને
એકબીજાંથી ખાસ અંજાઈ નહોતાં ગયાં.
રાખી, પામેલા ચોપરા અને યશ ચોપરા - બાળ આદિત્ય ચોપરાની અદાઓ માણે છે
આજના
અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો
તરફ વળીશું –
Lata Mangeshkar sings with Music Directors જેમાનાં એકાદને બાદ કરતાં બધં યુગલ ગીતો છે. અહીં સમાવાયેલાં ગીતો એ જ
સંગીતકારે રચેલ હોય તે આવશ્યક નથી..
Shamshad Begum: The voice behind Kabhi Aar Kabhi Paar, Saiyyan Dil
Mein left Hindi film music due to rampant politics - ૧૯૪૦ અને ૫૦ના દાયકાનાં અનેક સફળ ગીતોમાં શમશાદ બેગમનો અવાજ ગુંજ્યો હોવા છતાં
ફિલ્મ જગતનાં રાજકારણથી ત્રાસીને તેઓ દુર ખસી ગયાં.
SN Tripathi Part 1: The Vintage Years – A Multi-faceted Talent - એસ એન ત્રિપાઠી ની ૩૫મી પુણ્યતિથિ (૧૧ માર્ચ ૧૯૧૩ -૨૮ માર્ચ ૧૯૮૮)ના રોજ તેમનાં વિંટેજ એરાના ગીતો યાદ કર્યાં છે.
How films became a bridge to my past and my present - ફિલ્મોના વિદ્વાન અભ્યાસુ, સુરેશ છાબડીયાને ડિજિટલ સ્વરૂપમાં અને વાહક મંચો પર ન જોવા મળતી, મોટા ભાગે '૬૦ના દાયકામાં, સિનેમાઘરો કે સિનેમા સોસાયટીઓ કે સાંસ્કૃતિક સંસ્થાઓના ખાસ સમારંભોમાં જ જોવા
મળતી ફિલ્મોનો વિયોગ સાલે છે. એ સમયે ફિલ્મોની પ્રિન્ટ કે પ્રોજેક્શનની ગુણવત્તા
નબળી હોવા છતાં સિનેમા ચાહકો જેને 'સિનેમાનો જાદુ' કહે છે તેવાં હાલતાં ચાલતાં ચિત્રો અને તેની સાથેના અવાજની સાથે વણાયેલ
લાગણીઓની તડપ તો ત્યાં જ સંતોષાતી.
BR Chopra dared to make Hindi cinema’s first song-less film in 1960,
which won a National Award - બી આર ચોપડાના જન્મદિવસે તેમની ગીતવિહિન રહસ્યમઢી ફિલ્મ કાનુન (૧૯૬૦)ની ફેર
મુલાકાત કરીએ. અશોક કુમાર અને રાજેંદ્ર કુમાર અભિનિત ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો
રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો.
Sebastian D’ Souza અને Anthony Gonsalves પછી The Sculptors of Film Songs (3): Enoch Daniels હવે એનૉક ડેનીયલ્સ અને તેમનાં એકોર્ડીયનને યાદ કરેલ છે.
Zohra Sehgal: The grand old lady of Indian cinema who walked in the
West so Priyanka Chopra, Aishwarya Rai could fly – Arushi Jain - અભિનય, નૃત્ય, નૃત્ય દિગ્દર્શન અને મંચ પર જીવંત રજુઆત કરવા જેવાં વિવિધ પાસાંઓ પર ઝોહરા
સાયગલ નિપુણતા ધરાવતાં હતાં. પોતાનાં જીવન દરમ્યાન ધર્મ, ઉમર અને જાતિના વરોધોને સતત અતિક્રમીને પોતાની જીંદગી ભરપુર જીવ્યાં.
"Ye Raat Phir Na Ayegi, Jawani Beet Jayegi" - Leela Pandey, એ બધું મળીને આઠેક વર્ષમાં માંડ ડઝનેક ફિલ્મોમાં કામ કર્યું હશે, પણ પોતાનું ખાસ સ્થાન નિશ્ચિત કરવા માટે એટલું પણ પુરતું બની રહ્યું. જેમકે
મહલ (૧૯૪૯)નાં રાજકુમારી અને ઝોહરાબાઈ અંબાલેવાલીનાં યુગલ ગીત યે રાત ફિર ન આયેગી જવાની બીત જાયેગી (ગીતકાર: નક્શબ ઝરાચવી – સંગીત: ખેમંચદ પ્રકાશ)માં નૃત્યાંગના શીલા નાઈક સાથે તેમની ભૂમિકા.
Hasrat Jaipuri – The Eternal Romantic - દરેક વખતે શબ્દો વડે અવનવા ભાવનાં રોમેંટીક ગીતો સર્જવાં એ કંઈ આસાન કામ નથી. અનુરાધા વૉરીયર નોંધ લે છે કે લાંબા અંતરાલ સુધી એક પછી એક ગીતમાં આ કરી બતાવીને આપણી પાસે હજારો શબ્દોમાં વણાયેલ લાગણીઓ હસરત જયપુરીએ આપણને ભેટ ધરેલ છે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંકરણના ફે એપ્રિલ ૨૦૨૩ના માં હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૧ને યાદ કરેલ છે. અત્યાર સુધી આપણે
૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,
૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,
૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,
૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, ,
૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં અને
૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં
સાંભળી ચૂક્યાં છીએ
Golden Era of
Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આ મહિને આ લેખ લખતાં સુધી કોઈ નવી પોસ્ટ મુકી નથી
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
The Bicycle Saga – Part 4 માં અગાઉના ત્રણ હપ્તાઓની બહુ સાંકડી પરિભાષામાં ન સમાવી શકાયાં હોય એવાં
ગીતોની યાદી મુકાઈ છે.
Ten of my favourite crooner/club songs – '૫૦ અને '૬૦ના દાયકા સુધી પણ,ફિલ્મમાં એક ક્લબ ગીત તો લગભગ ફરજીયાત ગણાતું. હૉટલના ડાંસ ફ્લૉરની આજુબાજુ સિગરેટો
ફુંકતા પુરુષોની વચ્ચે નૃત્યાંગના ગીત સાથે નૃત્ય કરે કે પછી વિશાળ પાયે આયોજેલ
મહેફિલમાં એક તરફ તે પોતાની કળાનો કરતબ રજુ કરે એવા અનેક અવતારોમાં ક્લબ ગીતો
બનતાં. ગુંડાઓને પોલીસ આવવાની છે તેની જાણ કરવી કે હીરોને આસપાસ ઘુમરાતા ભયથી અવગત કરવો કે ભલાભોળા હીરોની મીઠી
મજાક કરવી કે પછી છૂપી ધમકીઓ દેવી જેવા અનેક ભાવો આ ગીતોમાં વણી લેવાતા.
Songs of Spouses, માં ઘણી વાર પતિ કે પત્ની મટે વપરાતાં વિશેષણો ફિલ્મનું કેંદ્રીય વિષયવસ્તુ
બની રહેતું. અહીં રજુ કરેલાં ગીતમાં પતિ અને પત્ની બન્નેની પરદા પર હાજરી છે
Ballads of Love: Ecstacy પછી ડી પી રંગન હવે Ballads of Love: Agony, પ્રેમભંગના વિષયને આવરી લેતાં ગીતો રજુ કરે છે. દરેક સફળ અંતની સામે અનેક
જૂદાં જુદાં કારણોસર પ્રેમભંગના દાખલાઓ જોવા મળતા જ હોય છે. ગીતકારો અને સંગીતકારો
ગાયકોની મદદથી એ ભાવોને કરૂણ ગીતોમાં વણી લે છે.
Hindi Film Songs Featuring Tribal Dance & Music - હિંદી ફિલ્મોમાં લોક ગીતો અને આદિવાસી લોકોનાં ગીતોને અલગ પાડવાં સામાન્ય રીતે અઘરૂં બની રહેતું હોય છે. જે ગીતોમાં આદિવાસી
પોષાકો પહેર્યા હોય, એ સમાજનું વાતવારણ ઊભું કર્યું હોય, કબીલાનો સરદાર કરડી નજર કરીને સિંહાસન પર બેઠા હોય એવાં દૄશ્યો હોય તેને આદિવાસી
ગીતો તરીકે ઓળખવાં સહેલં પડી શકે છે.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada
Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood
Rewind, ના લેખો –
- Gulzar’s Mausam is more palatable than Yash Chopra’s Lamhe, walks
the uncomfortable line between parental and romantic love - દેહ વેંચીને ગુજરાન કરતી નાયિકા મોટી ઉમરના રઈસ સાથે પ્રેમમાં પડે છે પણ તેને
ખબર નથી હોતી કે એ પુરુષ જ તેની માતાનો એક સમયનો પ્રેમી છે.
- This Sharmila Tagore-Sanjeev Kumar film yanks out the romance out of
seemingly successful marriages - બાસુ ભટ્ટાચાર્યની ‘ગૃહ પ્રવેશ’ અમર અને માનસીનાં પ્રેમ લગ્નની વાત છે જેમાંથી હવે પ્રેમ ઉડી ગયો છે. પતિ
પોતાને છેતરે પણ છે તે જાણ્વા છતાં બન્ને જણાં લગ્નને સાચવી લેવા કટિબદ્ધ બને છે.
- This Raj Kapoor-Nargis film jails the woman for being friends with a
man, while her husband goes scot-free after an attempted murder - દિલીપ કુમાર, નરગીસ અને રાજ ક્પૂર અભિનીત 'અંદાજ'માં એક પુરૂષ સાથે માત્ર મૈત્રી હોવાને કારણે આખરે જેલમાં પહોંચે છે.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ
અન્નુ કપૂરની ખાસ કોલમ 'કુછ દિલને કહા માં પ્રકાશિત થયેલા લેખો:–
બેસ્ટ એનસીસી કેડેટ બની ગઇ હતી સ્ટાર અભિનેત્રી!
જીતેન્દ્રએ કરિયર આગળ વધારવા આ ફોર્મ્યુલા અપનાવી હતી
એપ્રિલ ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યા ગીતો – ૯ – रात गई फिर दिन आता है .. इसी तरह … ये सारा जीवन जाता है
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં એક બાર મુસ્કુરા દો (૧૯૭૨) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’માં (૨૫) કળા અને કલાબાજી પ્રકરણ રજુ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને
બીરેન કોઠારી આ મહિને "તંતુવાદ્યો (૧) – વાયોલીન (૨)"ને કેન્દ્રમાં રાખીને
કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન
આપણે ગીતા દત્ત અને
મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને સાંભળીશું. જે
વર્ષમાં કોઈ સંગીતકાર સાથે એકથી વધુ ફિલ્મ કે એકથી વધુ યુગલ ગીત છે ત્યાં મેં મારી પસંદગી
અનુસાર ગીતોને રજૂ કરેલ છે. .
મૈં ભી જવાન હું તુમ ભી જવાન હો - દો દુલ્હે (૧૯૫૫) –
ગીતકાર: પંડિત ઈન્દ્ર – સંગીત: બી એસ કલ્લા
મેરી જાન ગૈર કો તુમ પાન ખિલાયા ન કરો - કુન્દન (૧૯૫૫) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: ગુલામ મોહમ્મદ
બચના ઝરા યે ઝમાના હૈ બુરા - મિલાપ (૧૯૫૫) – ગીતકાર: સાહિર લુધિયાનવી – સંગીત: એન દત્તા
ઐસી નઝરેં ન ડાલ કર લે ખયાલ - રિયાસત (૧૯૫૫) – ગીતકાર: પ્રેમ ધવન – સંગીત: અવિનાશ વ્યાસ
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment