Sunday, April 23, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - એપ્રિલ ૨૦૨૩

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  એપ્રિલ ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે.

ગયા અંકના વિષય ભાવિ સ્પર્ધાત્મકતા વિશે થોડાં ઊંડાંણમાં ઉતરવા માટે આજના અંકમાં આપણે લાંબા ગાળાની સ્પર્ધાત્મક સરસાઈ જાળવવી ની ટુંક ચર્ચા કરીશું.

લાંબાગાળાના સ્પર્ધાત્મક ફાયદા ત્રણ પ્રકારમાં વહેંચી શકાય - લક્ષિત બજારમાં ફેલાવો, સાધનો  કે ગ્રાહકો સાથે વધુ સારી પહોંચ અને હરીફના વિકલ્પો પર અંકુશ. [1]

 https://www.stratechi.com/sustainable-competitive-advantage/


લાંબા ગાળાના સ્પર્ધાત્મક ફાયદાઓ વેરવિખેર થઈ જવાને પોર્ટરનાં ફાઈવ ફોર્સીસ મોડેલ દ્વારા સમજી શકાય છે.


લાબા ગાળાની સ્પર્ધાત્મક સરસાઈનાં ઘડતર વિશે ઉપલ્બધ સમગ્ર સાહિત્ય્ના અભ્યાસ્થી બહુ સ્પષ્ટ ફલિત થાય છે કે સ્થાપિત પ્રણાલિકાઓમાં સતત નવપરિવર્તન એ આખી સંસ્થા માટે મૂળભુત સક્ષમતા બની રહે તે એક માત્ર ઉપાય છે. 

સતત નવપરિવર્તન અલગ ચર્ચાનો વિષય છે તેથી તેના વિશે આવતા અંકમાં વાત કરીશું. …..

વધારે અભ્યાસ માટે History’s Greatest Strategists   ની જરૂર મુલાકાત લેવી જોઈએ.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Quality Professional's Changing Workplace - વૈશ્વિક મહામારી અને ડિજિટલ દ્વારા થઈ રહેલ સર્વાંગી પરિવર્તનને કારણે ગુણવત્તા વ્યાવસાયિકનાં કાર્યસ્થળમાં કેવા કેવા ફેરફારો થઈ રહ્યા છે તેની તપાસ પ્રસ્તુત વૃતાંતમાં  રજુ થયેલ છે. 

આ મહિને Jim L. Smithની Jim’s Gems માં કોઈ નવો લેખ ઉમેરાયો નથી, એટલે આપણે  Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું-

  • Iterations: From manufacturing to personal growth. - ૨.૦ પહેલાંનાં સંસ્કરણ બાદ થયેલ નવાં, સુધારેલ સંસ્કરણની નિશાની છે. ઉદ્યોગ જગત તો ૧.૦ થી લઈને ૪.૦ , એને તેનામાંના ગુણવત્તા ૪.૦ જેવા પેટા વિભાગો સુધ્ધાં, સુધી પરિવર્તન પામી ચુક્યું છે. આપણે હજુ ૧.૦ માં જ અટવાયેલાં રહેશું કે ૧.૦૧ વગેરે અને વધારે તો ૨.૦ ની કક્ષાએ પહોંચીશું ?


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1] Sustainable Advantage – Pankaj Ghemawat

No comments: