ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના
બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના માર્ચ
૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના
બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો -
માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે.
આજના મણકામાં આપણે બદલતાં રહેતાં વાતાવરણમાં
ઔદ્યોગિક એકમનાં જોખમોનું સંચાલન વિશે ટુંક ચર્ચા કરીશું.
ISO
9001:2015નો અમલ ચાલુ થયા પછી જોખમો અને તકો બધાં જ ISO સ્ટાન્ડર્ડ્સનું એમ પાયાનું ઘટક
બની રહેલ છે. આ સ્ટાન્ડર્ડ્સમાં જોખમની વ્યાખ્યા આ મુજબ કરવામાં આવી છેઃ
"ઉદ્દેશો પર અનિશ્ચિતતાની, સારી કે અવળી, અસર." જોખમની આ વ્યાખ્યાને
કારણે હવે માત્ર અવળાં પરિણામો કે નુકસાનોને બદલે અનિશ્ચિતતા પર ધ્યાન કેન્દ્રિત
કરવાનીજરૂર પડવા લાગી છે.
આજની દુનિયા, મસમોટી, સતત, જ્યારે જુઓ ત્યારે ચાલુજ હોય
એવી કાયમી સંકટની સ્થિતિમાં ગરકાવ
રહેલી જોવા મળે છે. [1]
આજની એવી દુનિયામાં અનિશ્ચિતતા
માત્ર પરિવર્તનોને કારણે જ નહીં, પણ પરિવર્તન થવાના દરને કારણે
પણ પેદા થાય છે. જે ઔદ્યોગિક એકમો આ પરિવર્તનો સાથે અસરકારક રીતે અનુકૂલન સાધીને
તેને અતિક્રમી શકે છે તે સંસ્થાઓ ખુબ જ આગળ વધવાની સાથે આ પરિવર્તનોને કારણે વધારે
સબળ બનીને બહાર આવે છે. અસરકારક પરિવર્તન માટે આ ત્રણ મહત્ત્વનાં ઘટકો તરફ શક્તિ
લગાડીને બધા પ્રયાસો એકસુર કરવા જોઈશે[2] :
· વ્યુહરચના અને વિચારસરણી (દિમાગ / The Head)
· લોકો અને વર્તણૂકો (દિલ / The Heart)
· સંસ્થાની માળખાકીય સુવિધાઓ
(જીગર / The Guts)
જોખમના પ્રકારોને સામાન્યપણે આ રીતે વર્ગીકૃત કરવામાં આવે છેઃ
આ જોખમો પૈકી નાણાકીય, આર્થિક અને ટેક્નોલોજિ સંબંધિત જોખમો એ ક્ષેત્રબાં વિશેષજ્ઞોનો વિષય છે એટલે તેમને લગતી ચર્ચાને આપણે અહીં નહીં સમાવીએ. બાકીનાં ત્રણ - વ્યૂહાત્માક, અનુપાલન અને કામકાજને લગતાં - જોખમોની હવે પછીના અંકોમાં વારાફરતી ટુંક ચર્ચા કરીશું.
અને હા, વાતાવરણના ફેરફારોને લગતાં
જોખમોની પણ વાત જરૂર કરીશું.
વધારાનાં વાંચન:
§ Risk management
- Harvard Business Review
§ Managing risks in changing
market landscape
§ Business Resilience - The world is experiencing a
level of disruption and business risk not seen in generations. Some companies
freeze and fail, while others innovate, advance, and even thrive. The
difference is resilience. : Institutional Resilience | Financial Resilience | Operational Resilience | Technological Resilience | Organizational Resilience | Reputational Resilience | Business Model
§ The future of risk: New game, new rules
o
Resilience - When disruptions are ever
present, organizations need the ability to respond to and recover from
unforeseen challenges to get back to thriving. This resilience has become a key
organizational attribute—and a skillset in its own right.
§ Risk management and compliance can do more than mitigate
threats and safeguard a company’s operations and reputation—it can create
value.
§ Risk Management Forecast for
2024:
Defining Trends and Ways to Prepare
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ.
§ ASQ
TV પર 2023
Most Viewed વિશે
સાંભળીએ, જેમાં
ટોચ પર Quality
Culture રહેલ.
વધારે સામગ્રી @ Culture.
Quality Magazineની
કૉલમ ‘Quality Headline ' નો એક તાજો સાંદર્ભિક લેખ - ISO now REQUIRES management to
consider “climate change’ in your MSS By Roderick A Munro ધ્યાન
પર લઈશું- તાત્કાલિક
અમલમાં આવે તે રીતે દરેક નોંધાયેલ પ્રમાણપત્રધારક સંસ્થાઓનાં મૅનેજમૅન્ટ સિસ્ટમ
સ્ટાન્ડર્ડમાં બે વિધાનો ઉમેરવામાં આવ્યાં છે ( આ
સંશોધન ૩૫ સ્ટાન્ડર્ડને લાગુ પડે છે, જેમનાં
શીર્ષક પછી “Amd 1:2024 (amendment)” સંકેતચિહ્ન
ઉમેરવામાં આવેલ છે. આ સુધારા વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.
કરવામાં આવેલ ઉમેરા આ મુજબ ચઃએ:
૪.૧ - ઉપકલમને અંતે આ વાક્ય ઉમેરો:
“સંસ્થાએ નક્કી કરવાનું રહે છે કે વાતાવરણમાં ફેરફાર તેના માટે પ્રસ્તુત મુદ્દો છે કે નહીં.”
૪.૨ - ઉપકલમને અંતે આ વાક્ય ઉમેરો::
“નોંધ ૨ સંબંધિત હિતધારકોને વાતાવરણના ફેરફારોને લગતી આવશ્યકતા હોઈ શકે છે. ”
એવું જણાય છે કે ISO દ્વારા
તેમના વિશ્વભરમાં ફેલાયેલ હિતધારકો વાતાવરણના ફેરફારો સાથે શી રીતે કામ લઈ રહ્યા
છે તે અંગે કેટલાંક પ્રકાશનો
બહાર પાડેલાં છે. તે પૈકી નીચે મુજબનાં પ્રકાશનો વિના મૂલ્યે ડાઊનલોડ થઈ શકે છે :
PUB100449 Climate change adaptation
PUB100271 Environment Climate Change mitigation
PUB100067 ISO and climate change
ગુણવત્તા
સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં
ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment