Sunday, May 19, 2024

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૨મું - મે ૨૦૨૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માં સંસ્કરણના મે ૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે.

૨૦૨૩માં આપણે ભાવિ સ્પર્ધાત્મકતા, સતત સુધારણા અને વ્યવસાયનો હેતુ વિષયો માટેની કેટલીક વિચારસરણીઓ બાબતેનાં વલણોની ટુંક ચર્ચા કરી હતી. આજના મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞાનું વધતું જતું મહત્ત્વ વિશે આપણે ટુંક ચર્ચા કરીશું.\

નિર્ણય વિવેકપ્રજ્ઞા (Decision intelligence )ખાનગી અને જાહેર ક્ષેત્રના એકમોને 'અટકળબાજી' પરથી ભલામણો અને નિર્ણયો કરવામાંથી બહાર કાઢીને ભરોસાપાત્ર માહિતીસામગ્રી પરથી માહિતી પર આધારિત સદેહ રહિત ભલામણો અને નિર્ણયો લેવા માટે સક્ષમ કરે છે.    


              

નિર્ણય વિવેકપ્રજ્ઞા કોઈને પણ અસંકલિત માહિતી સામગ્રી વિશે 'શું, શા માટે, અને કેમ' જેવા સવાલો પુછવા માટે સાધનો પુરાં પાડે છે, જે સંસ્થાના કામકાજને લગતાં વ્યુહાત્મક નિર્ણયો લેવામાં બહુ મહત્ત્વની રીતે સમય અને મહેનત ઘટાડે છે.



 એન્ટરપ્રાઈઝ ડિસીસન મૅનેજમેન્ટ (Enterprise decision management (EDM)) ખુબ નજદીકથી સંકળાયેલી શાખા જે સમગ્ર સંસ્થા અંગેના નિર્ણયો સ્વસંચાલિત રૂપે લેવા પર ધ્યાન કેન્દ્રિત કે છે. નિર્ણય ઈજનેરી (Decision intelligence) એ દૃષ્ટિએ EDMની પેટાશાખા છે, તે, સર્વસામાન્ય કાર્યપદ્ધતિઓ એક કરીને, માનવીય તેમજ સ્વસંચાલિત એમ બન્ને નિર્ણયપ્રક્રિયાઓને આવરી લે છે. પરિણામે તેની અસરકારકતા સંખ્યાત્મક વિશ્લેષણ / વિશ્લેષણ સાધનો અને વિભાગો અને વધારે ગુણાત્મક/ વ્યુહાત્મક/ સંચાલન સંખ્યાત્મક વિશ્લેષણ / વિશ્લેષણ સાધનો અને વિભાગો વચ્ચેના  વાડાઓ દૂર કરે છે. [1]

જેમ જેમ સંસ્થાઓ વધારે ને વધારે સંકુલ થતી જાય છે તેમ તેમ પરંપરાગત નિર્ણયપ્રક્રિયાઓ તેમની અસરકારતા ગુમાવતી જાય છે.  ટેક્નોલોજિ અગ્રણીઓએ નિર્ણય વિવેકપ્રજ્ઞાનાં મોડેલ્સના ઉપયોગ દ્વારા વધારે ચોક્કસ અને સંદર્ભ પ્રસ્તુત નિર્ણયો લેવા માટે સંસ્થાઓને સક્ષમ બનાવવી જોઈએ.[2] સંદર્ભ જ બધું છે - અનિશ્ચિતતા અને અસ્થિરતાના સમયમાં. આજે સંસ્થાઓ લાખો નિર્ણયો લે છે. પરંતુ એ નિર્ણયો જો માત્ર  અનુભવના આધારે જ લેવામાં આવે તો, નિર્ણયો વાસ્તવિકતા ઘણા વિમુખ હોઈ શકે છે. [3]

વધારાનું વાંચનઃ

·       Decision Intelligence – Gartner Glossary

·       Introduction to Decision Intelligence - Cassie Kozyrkov - AI યુગમાં અગ્રેસરતા માટે એક નવી વિદ્યાશાખા 

·       How Decision Intelligence Improves Business Outcomes


·       "Decision Intelligence is Growing in Enterprises Beyond the Borders" Says Richard Potter


·       Can technology change behavior? Can decision intelligence change the way we experience the world?


·       How Decision Intelligence is Transforming Supply Chains with Aera Tech - Let's Talk Supply Chain


·       Decision Intelligence - Making trustworthy decisions with AI Webinar with Dr Lorien Pratt

હવે પછીના મણકાઓમાં આપણે નિર્ણય પ્રક્રિયા મંચના વિવિધ ઘટકો અને નિર્ણય વિવેકપ્રજ્ઞાનાં સાધનો વિશે વાત કરીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV માં આપણે આજે આજના વિષયના સંદર્ભિત વિડીયો જોઈશું 

  • The Quality Intelligence Platform - Enact સમગ્ર સંસ્થાના સ્તરે ગુણવત્તાયુક્ત માહિતી સામગ્રી જોઈ શકવાનું શક્ય બનાવે છે, જેને પરિણામે સંસ્થાના વ્યવસાયની આંતરિક બારીકીઓની સૂઝ પડે છે અને તેમાં પરિવર્તનને જોશ મળે છે. Enact વિશે વધારે જાણવા com/enact ની મુલાકાત કરો.
  • The Value Of Quality Data - Enact સંસ્થાની માહિતી સામગ્રીને સમપ્રમાણિત અને કેંદ્રસ્થ કરે છે જેને કારણે માહિતી સામગ્રી સુધી બહુ ઝડપથી પહોંચાય છે અને અક્લ્પનીય સ્તરે તે દૃશ્યમાન બની શકે છે. 

અને હવે છેલ્લે આપણે માંથી આપણા બે નિયમિત લેખો લઈશું.

·       Measuring the Right Things Lead to Organizational Excellence - Jim L. Smith - લગભગ બધાં એ સાંભળ્યું જ હશે કે 'જે મપાય તે થાય.' પરંતુ જો સંસ્થામાં ઉત્કૃષ્ટતા લાવવી હોય તો વિશ્વ કક્ષાનાં કામકાજ માપણી માપદંડો સતત સિદ્ધ થતા રહે તે આવશ્યક બને છે. ... જેમ આપણે જે કંઈ કરીએ તે વ્યુહાત્મક ધ્યેયો સાથે સંકળાયેલું હોવું જરૂરી છે તેવું જ આપણા માપણીના માપણીના માપદંડોનું છે. …..માપણીના મહત્ત્વના સિદ્ધાંતો યોગ્ય બાબતોની માપણી અને યોગ્ય બાબતોની યોગ્ય માપણી આવરી લેતા હોવા જરૂરી છે માત્ર એટલું જ નહીં પણ વ્યુહાતમ્ક આયોજનની શરૂઆત સાથે જ આ માપદંડો તૈયાર હોવા જોઈએ, આયોજનમાં વણાઈ જવા જોઈએ અને અમલમાં આવવા જોઈએ. ….  યોગ્ય બાબતોની માપણી કરવી એટલે આપણા અને આપણા ગ્રાહકો માટે, સમયની સાથે સાથે, શુ વ્યુહાત્મક મહત્ત્વનું અને સ્પર્ધાત્મક સરસાઇ આપનારૂં બનતું રહે છે તેને આપણી માપણીનાં દૃશ્યફલક સમક્ષ રાખવું. આ બધું મળીને કાર્યસિદ્ધિની ઉત્કૃષ્ટતા રચાય છે.

·       Anecdotes: They Tell the Story - From the Editor | Darryl Seland - હળવાશપૂર્ણ પ્રસંગ કથાઓની મજા એ છે કે તેનાથી સવાલોના જે જવાબો જડે છે તે બોધકથાઓ કે પરીકથાઓ કરતાં બહુ વધારે આકર્ષક અને યાદગાર યથાર્થ દર્શન કરાવે છે.

જોકે અમુક સમય માટે પ્રસંગકથાઓ પર બહુ પસ્તાળ પડી. 

આપણી ઘણી પસંગકથાઓ આપણે અનેક વાર, વારંવાર સાંભળ્ળી હશે. તે એક પણ વાર સાબિત કરી શાય ન હોય એટલી હદે રજુક કથા લેખકોએ તેમને સજાવી દિઢી હોય છે. મોટા ભાગે તો તેને અવિશ્વાસપાત્ર અને કહીસુની કક્ષાની જ ગણી કાઢવામાં આવે છે. કાયદા વિશ્વમાં તો તેને ઉપજાવેલી કાઢેલ કાલનિક પુરાવા જ કહેવામાં આવે છે.  

પ્રસંગકથાઓ ચબરાક મથાળાં જેટલી ટુંકી હોય કે પછી ૪૦ વર્ષ પહેલાં ડૉ. ડબલ્યુ. એડવર્ડ્સ ડેમિંગના મોઢે સાંભળેલી કોઈ રસપ્રદ વાત જેવી લાંબી પણ હોઈ શકે છે.

એટલે, ગ્રેગ કેન્કર અને હેન્રી ઝુમબ્રુમ નો લેખ  The Definition of a Fool is a Drowning Man Who Tries to Keep It a Secretઅને ફ્રેક મડરૉકનો લેખWhy Is Quality Important Today? What’s The Big Deal?જરૂર વાંચશો.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[3] What is Decision Intelligence? - નિર્ણય વિવેકપ્રજ્ઞાને તમારી સંસ્થાનાં કેન્દ્રમાં રાખો. આ માર્ગદર્શિકા નિર્ણય વિવેકપ્રજ્ઞા શું છે, તેનું મહત્ત્વ શું  છે અને સંસ્થાઓ તેનો શી રીતે ઉપયોગ કરી શકે તે સમજાવે છે.

No comments: