Sunday, January 9, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી ૨૦૨૨

 

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૪-૧૯૭૫


જયદેવ
(વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭)ની કારકિર્દીનાં ૧૯૩૩માં માંડેલાં પહેલાં પગરણથી તેમનાં ૧૯૮૭માં અવસાન સુધી આ અત્યંત પ્રતિભાશાળી સંગીતકાર સાથે નિયતિનું વર્તન ઓરમાયું જ રહ્યું. એક સમયે જેમણે અત્યંત માધર્યપુર્ણ અને વાણિજ્યિક દૃષ્ટિએ સફળ પણ, ગીતો રચ્યાં તે પછી તરત જ 'સમાંતર સિનેમા'ના સંગીતકાર તરીકે જયદેવ હાંસિયામાં ધકેલાઈ ગયા. જે મુખ્ય ધારાની ફિલ્મોનાં ગીતોની ધુમ સફળતા તેમને 'ફિલ્મફેર' જેવા લોકચાહનાના માપદંડ ગણાતા પારિતોષિકો ન અપાવી શકી એવા જયદેવને 'સમાંતર સિનેમા'નાં ગીતોએ ત્રણ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો અપાવ્યા, જે એમની પેઢીના સંગીતકારોના સંદર્ભે અનોખો રેકોર્ડ છે.

જે સમયમાં જયદેવ સક્રિય હતા એ સમયમાં સમાંતર સિનેમા અમુક ચોક્કસ દર્શક વર્ગની પસંદ અનુસાર જ બનતી, એટલે એ ફિલ્મોનું સંગીત પણ વ્યાપક લોકચાહના મેળવે એવી કોઈ અપેક્ષા જ ન રખાતી હોય. જો ક્દાચ સંગીત એ બરનું હોય, તો સમાંતર સિનેમાનાં ટાંચાં બજેટમાં  ફિલ્મની જ પબ્લિસિટિ માટે જોગવાઈ ન કરાતી હોય ત્યાં એ ફિલ્મોનાં સંગીતને માટે તો કંઈ જોગવાઈ હોય એવી તો આશા જ ન રખાય.

પરંતુ જયદેવમાંના તળ કલાકારે સમાંતર સિનેમાની પ્રસિદ્ધિ આડેના આ બધા અવરોધોને સાવ જ નવાં ગાયકોને તક આપવા જેવી  પોતાની પ્રયોગશીલતાને ખીલવા માટેના અવસરમાં ફેરવી કાઢ્યો. આ પ્રકારનાંગીતોમાંથી મોટા ભાગનાં ગીતોએ આ ગાયકોને તો માનભર્યું સ્થાન અપાવ્યું જ, પણ તે સાથે ફિલ્મ સંગીતનાં સાવ નીચાં જઈ રહેલાં મનાતાં ધોરણને નવી જ દિશા ચીંધવાનું પણ કામ કર્યું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી લાગતી.

ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને, અને

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને;

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે ૧૯૭૪ની 'આલિંગન', 'ફાસલા' અને 'પરિણય' અને ૧૯૭૫ની 'એક હંસ કા જોડા' અને 'આંદોલન' ફિલ્મોનાં જે ગીતો યાદ કરીશું તે ગીતો આપણને તેમનાં સંગીતમાં જરા પણ ન કરમાયેલી તાજગી અને પ્રયોગશીલતાની ખુબીનો પણ આસ્વાદ કરાવે છે.

આલિંગન (૧૯૭૪)

હમારે દિલ કો તુમને દિલ બના લિયા - મોહમ્મદ રફી, આશા ભોસલે  - ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

ગીતના પૂર્વાલાપમાં મોટરબાઈકની ગતિ અનુભવાય છે જે ગીતના વૉલ્ઝના ઝડપી તાલમાં ફેરવાઇ જાય છે. મોહમમ્દ રફી અને આશા ભોસલેની ગાયકીની ખુબીઓને પણ જયદેવે બહુ ગીતમાં વણી લીધી છે.  


પ્યાસ થી ફિર ભી તક઼ાઝા ન કિયા - મન્ના ડે – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

લાગણીઓની રજુઆતને ગીતના ઉપાડમાં મન્ના ડે એકદમ મૃદુતાથી કરે છે, પરંતુ જેમ જેમ ઉત્કટતા વધતી જાય છે તેમ તેમ સુર ઊંચે જતો જાય છે. સેક્સોફોનનો સંગાથ વાતાવરણમાં ઘુટાય છે જે પણ ઉત્તેજનાને હવા દે છે. 

  

ફાસલા (૧૯૭૪)

આ ઉઠા લે અપના જામ ક્યા તુજ઼ે કિસી સે કામ - રાનુ  મુખર્જી – ગીતકાર: કૈફી આઝમી

રાનુ મુખરજીના ભારી સ્વરનો પ્રયોગ જયદેવે ક્લબ ડાન્સનાં ગીતનાં ઉત્તેજક વાતાવરણને ઘુંટવામાં કર્યો છે.


ઝિંદગી સિગરેટકા ધુંઆ, યે ધુઆં જાતા હૈ કહાં - ભુપિન્દર – ગીતકાર: કૈફી આઝમી

જયદેવ, કૈફી આઝમી અને ભુપિન્દરનું સંયોજન ઝિંદગી તો સિગરેટનો ધુમાડો છે, જે ક્યાં જાય છે તે ન પુછો જેવા ગંભીર ભાવથી શરૂ થતાં પ્રેરણાત્મક ગીતને સાવ હળવા અંદાજમાં રજુ કરે છે. 



પરિણય (૧૯૭૪)

જૈસે સુરજકી ગર્મી સે જલતે હુયે તન કો - દીનબન્ધુ શર્મા,રામાનન્દ શર્મા, સાથીઓ-  ગીતકાર: રામાનન્દ શર્મા

જયદેવનો સ્પર્શ ભજન ગીતોના સુપ્રસિદ્ધ ગાયકો શર્મા બંધુઓની ગાયકી  અને રાગ જૌનપુરીમાં થયેલ ગુંથણીને લોકપ્રિયતાની વધારે ઊંચાઈએ લઈ જવામાં પોતાની આગવી ભૂમિકા ભજવે છે.


મિતવા મિતવા મોરે મન મિતવા આજા રે આજા - મન્ના ડે, વાણી જયરામ – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

જયદેવ યુગલ ગીતમાં '૫૦ના દાયકાનું માધુર્ય જીવંત કરે છે. આવું મધુર અને છતાં બાંધણીમં સહજ ગીત મન્ના ડેના ચાહકોમાં તેમ જ ફિલ્મ સંગીતની ખુબીઓ માટે ખાસ ચાહત ધરાવતા શ્રોતા વર્ગમાં લોકપ્રિય ન થયું હોત તો જ નવાઈ કહેવાય  !


આડવાત :

'પરિણય'ને ૧૯૭૪નાં વર્ષ માટેનો રાષ્ટ્રીય એકતા માટેના ખાસ નરગીસ દત્ત રજત કમળ પુરસ્કાર એનાયત થયો હતો.

ફિલ્મના દિગદર્શક કાંતિલાલ રાઠોડ છે જેમની ગુજરાતી ફિલ્મ 'કંકુ' ((૧૯૬૯)ને પણ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટે અને તેમની અનેક નોંધપાત્ર દસ્તાવેજી ફિલ્મો પૈકી  Cloven Horizon (૧૯૬૫)માટે બળકો માટેની ફિલ્મનો પુરસ્કાર મળ્યા હતા.

એક હંસકા જોડા (૧૯૭૫)

સાથી મિલતે હૈં બડી મુશ્ક઼ીલ સે, કિસીકા સાથ ન છોડના - કિશોર કુમાર – ગીતકાર: ઈન્દીવર

જયદેવ અને કિશોરકુમારનો સંગાથ, બન્નેની બીજી ઇનિંગ્સમાં પણ, થવો એ પોતાની રીતે જ એક વિરલ ઘટના છે. ખુબ ભાવવાહી ગીતને અનુરૂપ જયદેવ સંગીતની બાંધણી પિયાનોના મૃદુ સુરોની સાથે કિશોર કુમારના સ્વરને પણ એ ઉપર જતા અને નીચે રહેતા સુરમાં વણી લે છે.


એક હંસ કા જોડા જિસને પ્યાર મેં હર બંધન તોડા - અજિત સિંઘ – ગીતકાર: ગૌહર કાનપુરી

ગૌહર કાનપુરી જેવા શાયરના બોલની અજિત સિંઘ જેવા પોપ ગાયકના સ્વરમાં, ગિટાર અને ફુંક વાદ્યોના હળવા સુરોમાં વણાયેલ પોપ સંગીતની શૈલીમાં જ, બાંધણી કર્યા પછી પણ ગીતનું માધુર્ય જાળવવું એ જયદેવ જેવા '૫૦ના દાયકાના સંગીતકારની પ્રયોગશીલતા જ કરી શકે. 


મેરે દિલમેં તેરી તસવીર સદા રહેતી હૈ - ભુપીન્દર, આશા ભોસલે – ગીતકાર: ઈન્દીવર

ભુપીન્દરના સ્વરને તો નાયિકાને ભૂતકાળની યાદોમાં લઈ જતી સાખી પુરતો જ પ્રયોજ્યો છે. 



આંદોલન (૧૯૭૫)

દર-ઓ-દિવાર પે હસરત-એ-નઝર કરતે હૈં, ખુશ રહો અહલ-એ-વતન હમ તો સફર કરતે હૈં - ભુપીન્દર - ગીતકાર રામપ્રસાદ 'બિસ્મિલ'

ફિલ્મ વિશે જે કંઈ થોડી માહિતી મળે છે તેના પરથી એટલો ખયાલ બેસે છે કે ફિલ્મ સ્વાતંત્ર્ય સંગ્રામના સમયકાળનામ કથાવસ્તુ પર નિર્માણ પામી છે. કમર્શિયલ ફિલ્મોના કાબેલ અને સફળ દિગ્દર્શક હોવા છતાં નીતુ સિંઘને બાદ કરતાં મોટા ભાગનાં અન્ય કળાકારો આર્ટ સિનેમા' સાથે વધારે સંકળાયેલાં ગણાતાં હતાં એટલે કદાચ ફિલ્મને 'સમાંતર સિનેમા' તરીકે વર્ગીકૃત કરાઈ હશે!

ગીતમાં લેવાયેલ 'સાખી' લખનૌના નવાબ વાઝિદ અલી શાહને કલકતાની જેલમાં 'દેશનિકાલ' કરાઈ રહયા હતા ત્યારે તેમણે કરેલી વિખ્યાત રચનાનો એક હિસ્સો છે.


મઝલૂમ કિસી કૌમ કે જબ ખ્વાબ જગતે હૈં - મન્ના ડે - ગીતકાર વર્મા મલિક

'અગ્રેજ ' સરકારની પોલીસના દમન સામે પોતાની દેશદાઝને બુલંદ રાખી રહેલ સ્વાતંત્ર્ય વીરના મનોભાવને તાદૃશ કરવા મન્ના ડે જેવા બુલંદ સ્વર પર જયદેવ પોતાની પસંદ ઉતારે છે.


પાંચ રૂપૈયા અરે પાંચ રૂપૈયા દે દે બલમવા મેલા દેખન જાઉંગી - મિનુ પુરુષોત્તમ, કૃષ્ણા કલ્લે - ગીતકાર જાં નિસ્સાર અખ્તર

ફિલ્મનાં કોઈ પાત્રને દુશ્મનથી સાવચેતા કરવા કે તેને ભાગવાની પુરતી તક મળી રહે એ પુરતું 'પેલાઓ'ને આડે રસ્તે રોકી રાખવાના આશય સારૂં પણ હિંદી ફિલ્મોમાં શેરી 'તમાશા' ગીતો ઘણાં હાથવગાં ગણાતાં રહ્યાં છે.


આડવાત :

ગીતમાં @૩.૪૧ પર સ્પષ્ટપણે જોવા મળતાં દાઢી ચશ્માવાળા 'રઈસ' પાત્રમાં વિન્ટેજ એરાના ખ્યાતનામ ગાયક જી એમ દુર્રાની છે.

પિયા કો મિલન કૈસે હોયે રી મૈં જાનું નહીં - આશા ભોસલે - ગીતકાર મીરાબાઈ

જયદેવે આ પહેલાં સાંગિતીક દૃષ્ટિએ જટિલ કહી શકાય છતાં ખુબ જ કર્ણપ્રિય એવી તૂ ચંદા મૈં ચાંદની (ગીતકાર :બાલ કવિ બૈરાગી) અને એક મીઠી સી ચુભન (ગીતકાર: ઉધ્ધવ કુમાર - (રેશ્મા ઔર શેરા, ૧૯૭૧) કે યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે,મુઝે ઘેર લેતે હૈ બાહોં કે સાયે (ગીતકાર: જાં નિસ્સાર અખ્તર) અને યે નીર કહાં સે બરસે હૈ… યે બદરી કહાંસે આઈ હૈ  (ગીતકાર: પદ્મા સચદેવ)  (પ્રેમ પર્બત, ૧૯૭૩) જેવી રચનાઓનો જયદેવનો જદુઈ સ્પર્શ અહીં નથી જોવા મળતો !

જયદેવની કારકિર્દીનાં આ પાનાંની યાદો મમળાવતાં મમળાવતાં આજે અહીં વિરામ લઈએ. જોકે જયદેવ રચિત અદ્‍ભૂત ગીતોની વિસરાતી દાસ્તાનની આપણી આ સફર તો હજૂ ચાલુ જ રહે છે…….


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, January 2, 2022

સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો : આઠ ફિલ્મોનો સંગાથ


સાહિર લુધિયાનવીની અંદરના કવિએ તેમના ગીતકારનાં બાહ્ય સ્વરૂપને કવિતાને ગીતનાં સંગીત જેટલું જ પ્રાધાન્ય ન મળે એમ મનાતાં હિંદી ફિલ્મ સંગીત વિશ્વમાં ક્યારે પણ કોઇ સમાધાન કરવા ન દીધું. ફિલ્મોનાં ગીતોને જનસામાન્ય સ્તરે લોકપ્રિય થવા માટે સરળ બોલ, સંગીતમાં સહેલાઈથી ઢાળી શકાય એવી તુકબંધી જોઇએ એવી એક માન્યતા રહી છે. સાહિરના ફારસી સ્પર્શનાં ઉર્દુ  બોલ એ દૃષ્ટિએ સફળતાની કેડી પરનો પહેલો જ અવરોધ ગણાય. વળી સાહિરનાં કાવ્યોમાં આસપાસના સમાજની વાસ્તવિકતાઓને જેમ છે તેમ જ બતાડી દેવાનું જ મૂળભૂત પ્રકૃતિ તો વણાયેલી હોય જ, એ વળી સફળતાની કેડી પરનો બીજો મોટો અવરોધ ગણી શકાય. આવા પ્રબળ અવરોધોની બેડી લગાવેલી સાહિર લુધિયાનવીની કારકિર્દીને એવા સંગીતકારોનો સાથે સાંપડ્યો જે ગીતના બોલનાં માળખાંને સહજપણે કર્ણપ્રિય સંગીતમય રચનામાં ઢાળી શકે. સાહિર લુધિયાનવી કારકિર્દીનો આરંભ અને મધ્યાન એવા કાળમાં હતો કે જ્યારે એમનાથી સરળ શબ્દોમાં ગીતરચનાઓ કરી શકતા કાબેલ કવિ-શાયર ગીતકારોથી હિંદી ફિલ્મ જગતનું આકાશ છવાયેલું હતું. સાહિરના બોલનાં જોશ અને તેમનો સંગાથ કરનાર સંગીતકારોની નૈસર્ગિક સંગીતબધ્ધતાના અદ્‍ભૂત સંયોજને આ તીવ્ર સ્પર્ધા વચ્ચેથી અનોખી કેડી કંડારી.


રોશન
(લાલ નાગરાથ) - જન્મ ૧૪ જુલાઈ ૧૯૧૭ - અવસાન ૧૬ નવેમ્બર ૧૯૬૭ - આવા સંગીતકારોમાંના એક હતા જેમને તેમનાં  સંગીત સર્જનમાં સુમધુર સુરાવલીઓનું  પ્રાધાન્ય સહજ હતું. તેમની કારકિર્દીની બીજી ફિલ્મ મલ્હાર (૧૯૫૦)  પછીથી '૫૦ના દાયકાં રોશને સિદ્ધ કરેલી સફળતાને પરિણામે તેમનું સ્થાન 'પ્રતિભાશાળી' સંગીતકાર તરીકે સુનિશ્ચિત થઈ ચુક્યું હતું. પણ, એ પ્રતિભાની આંતરીક શક્તિ તેમની કારકિર્દીને હજુ  'પ્રતિભા સંપન્ન તેમ જ સફળ' સંગીતકારોની ભ્રમણ કક્ષામાં પહોંચાડી શકી નહોતી. એમની કારકિર્દીના એ નાજુક તબક્કે તેમણે ૧૯૬૦માં બાબર અને બરસાતકી રાત એમ બે ફિલ્મો કરી, જેના થકી એ પ્રતિભાવાન સંગીતકાર હવે સફળ સંગીતકાર બની શક્યા. પહેલી ફિલ્મ ઐતિહાસિક પૃષ્ઠભૂ પર હતી તો બીજી સંપૂર્ણપણે સામાજિક વિષયમાં પ્રેમાનુરાગના ભાવને ઉજાગર કરતા પ્રકારની ફિલ્મ હતી.

એ તબક્કો સાહિર લુધિયાનવી માટે પણ એમ મહત્ત્વના વળાંકે હતો. એસ ડી બર્મન સાથે્નો તેમની '૫૦ના દાયકાનો સફળ સંગાથ છુટી ગયો હતો. નયા દૌર (૧૯૫૭) પછી બી આર ફિલ્મ્સ સાથે એન દત્તાના સંગાથમાં નવાં સમીકરણો હજુ પ્રવાહી સ્થિતિમાં હતાં. એ સમયે આ બન્ને ફિલ્મોએ સાહિરની કારકિર્દીના શ્વાસોચ્છશ્વાસને તાજી હવા પુરી.

 

૧૯૬૭ સુધી સાહિર અને રોશને આઠ ફિલ્મોમાં સંગાથ કર્યો. ચિત્રલેખા (૧૯૬૪)ને બાદ કરતાં બાકી બધી, મહદ અંશે, મુસ્લિમ પશ્ચાદભૂ પરની ફિલ્મો હતી એટલે સાહિર લુધિયાનવીને ગીતો લખવા માટે ભાષાની દૃષ્ટિએ સહજ વાતાવરણ મળ્યું તો રોશનની છુપી સંગીત પ્રતિભાને ગઝલ, કવ્વાલી કે મુજ઼રા જેવા ગીત પ્રકારો દ્વારા નીખરવાની તક મળી ગઈ.

આ બન્નેનો સંગાથ એટલો એટલો ફુલ્યો કે 'ચિત્રલેખા'નાં પૂર્ણતઃ હિંદુ વાતાવરણ માટે રોશને યોજેલ શાસ્રીય રાગો પરની ધુનો માટે સાહિરે ફિલ્મનાં એક કોમેડી ગીત સહિત દરેક ગીત માટે શુદ્ધ હિંદી બોલનો જ પ્રયોગ કર્યો.

સાહિર લુધિયાનવી અને રોશનના આઠ ફિલ્મોના સંગાથને પુરો ન્યાય કરવા માટે એકથી વધારે લેખની આવશ્યકતા છે એ વાતની નોંધ લેવાની સાથે આજે દરેક ફિલ્મોમાંથી પ્રતિનિધિ પ્રેમાનુરાગનાં કેટલાંક ગીતો સાંભળીએ.

મૈને શાયદ પહલે ભી કહીં દેખા હૈ – બરસાત કી રાત (૧૯૬૦) - મોહમ્મદ રફી

અજનબી સી હો મગર ગૈર નહીં લગતી હો
વહમ સે ભી નાઝુક વો યકીં લગતી હો
હાય યે ફુલ સા ચેહરા યે ઘનેરી ઝુલ્ફેં
મેરે શેરોંસે સે ભી તુમ મુઝકો હસીન લગતી હો

દેખકર તુમકો કિસી રાતકી યાદ આતી હૈ
એક ખામોશ મુલાક઼ાતકી યાદ હૈ
જહનમેં હુસ્ન કી ઠંડક કા અસર લગતા હૈ
આંચ દેતી હુઈ બરસાતકી યાદ આતી હૈ

જિસકી પલકેં આંખોં પે જ઼ુકી રહેતી હૈ
તુમ વહી મેરે ખયાલોંકી પરી હો કે નહીં
કહીં પહલે કી તરહ ફિર તો ન ખો જાઓગી
જો હમેશાં કે લિયે હો વો ખુશી હો કી નહીં

સલામ-એ-હસરત ક઼ુબુલ કર લો, મેરી મોહબ્બત ક઼ુબુલ કર લો - બાબર ((૧૯૬૦) - સુધા મલ્હોત્રા

ઉદાસ નજરેં તડપ તડપ કર, તુમ્હરે જલવોંકો ઢુંઢતી હૈ

જો ખ્વાબ કી તરાહ ખો ગયે, ઉન હસીન લમ્હોં કો ઢુંઢતી હૈ

…..    …….   …….  …… …..

અગર ના હો નાગવાર તુમકો તો યેહ શિક઼ાયત ક઼ુબુલ કર લો

તુમ્હીં  નિગાહોં કી જ઼ુસ્તજુ હો, તુમ્હીં ખયાલોંકા મુદ્દઆ હો

તુમ્હીં મેરે વાસ્તે-સનમ હો, તુમ્હીં મેરે વાસ્તે-ખુદા હો

….. ……     …….   …….   …. . 

મેરી પરતરીશ કી લાજ રખ લો, મેરી ઈબાદત ક઼ુબુલ કર લો

તુમ્હારી જ઼ુકતી નજ઼ર સે જબ તક ન કોઈ પૈગામ મિલ સકેગા

ના રૂહ તકસીન પા સકેગી, ના દિલ કો આરામ મિલ સકેગા

….  ……     ……     …..   ……

ગમ-એ-જુદાઈ હૈ જાન લેવા, યેહ ઈક હક઼ીક઼ત ક઼ુબુલ કર લો

તુમ એક બાર મુહબ્બત કા ઈમ્તહાન તો લો, મી જ઼ુનુન મેરી વહસતકા ઇમ્તહાન તો લો - બાબર (૧૯૬૦) - મોહમ્મદ રફી

સલામ-એ-શૌક઼ પે રન્જિશ ભરા પયામ ન દો

મેરે ખલૂસ કો હિરાસ-ઓ-હવસકા નામ ન દો

મેરી વફાકી હક઼ીક઼ત કા ઈમ્તહાન તો લો

ન તખ્ત-ઓ-તાજ ન લાલ-ઓ-ગૌહરકી હસરત હૈ

તુમ્હારે પ્યાર તુમ્હારી નજ઼ર કી હસરત હૈ

તુમ અપને હુસ્નકી અઝ્મતકા ઈમ્તહાન તો લો

મૈં અપની જાન ભી દે દું તો ઐતબાર નહીં

કે તુમ સે બઢકર મુઝે જિંદગી સે પ્યાર નહીં

યું હી સહી મેરી ચાહત કા ઇમ્તહાન તો લો

તુમ્હારી મસ્ત નજ઼ર ગર ઊધર નહીં હોતી, નશેમેં ચુર ફિઝા ઈસ ક઼દર નહીં હોતી - દિલ હી તો હૈ (૧૯૬૩) - મુકેશ, લતા મંગેશકર

તુમ્હી કો દેખને કી દિલમેં આરઝૂએં હૈ
….. ….. …… …. . .
તુમ્હારે આગે હી ઊંચી નઝર નહીં હોતી

ખફા ન હોના અગર બઢકર થામ લું દામન
…. …… ……. … ….
યે દિલ ફરેબ ખતા જાન કર નહીં હોતી

તુમ્હારે આને તલક હમકો હોશ રહતા હૈ
…. …… …. ……. ….
ફિર ઉસ કે બાદ હમેં કુછ ખબર નહીં હોતી

ચુરા ન લે તુમકો યે મૌસમ સુહાના ખુલી વાદીયોંમેં અકેલી ન જાના, લુભાતા હૈ યે મૌસમ સુહાના મૈં જાઉંગી તુમ મેરે પીછે ન આના - દિલ હી તો હૈ (૧૯૬૩) - મુકેશ, સુમન કલ્યાણપુર 

લીપટ જાયેગા કોઈ બેબાક જ઼ોકા
જવાનીકી રૌ મેં ના આંચલ ઉડાના
મેરે વાસ્તે તુમ પરેશાં ન હોના
મુજ઼ે ખુબ આતા હૈ દામન બચાના

ઘટા ભી કભી ચુમ લેતી હૈ ચેહરા
સમજ઼ સોચ કર રૂખ સે ઝુલ્ફેં હટાના
ઘટા મેરે નજ઼્દીક આ કર તો દેખે
ઈન આંખોંને સીખા હૈ બીજલી ગીરાના

પાંવ છૂ લેને દો ફુલોંકો ઈનાયત હોગી, વરના હમકો નહીં ઉનકો ભી  શિકાયત હોગી - તાજમહલ (૧૯૬૩) - મોહમ્મદ રફી, લતા મંગેશકર

આપ જો ફુલ બિછાયેં ઉન્હેં હમ ઠુકરાએ

 ….. …..  ……   ……

હમકો ડર હૈ કે યે તૌહિન-એ-મુહબ્બત હોગી

દિલકી બેચૈન ઉમંગો પે કરમ ફરમાઓ

…..   …..   …….   ……  …..

ઈતના રૂક રૂક કર ચલોગી તો ક઼યામત હોગી

શર્મ રોકે હૈ ઈધર શૌક ઉધર ખીંચે હૈ

….   ……   ……. ….. 

કયા ખબર થી કભી યે દિલકી હાલત હોગી

શર્મ ગૈરોંસે હુઆ કરતી હૈ અપનોંસે નહીં

…..   …..   …..  ….

શર્મ હમસે ભી કરોગી તો મુસીબત હોગી

ચાંદ તકતા હૈ આઓ કહીં છુપ જાએં, કહીં લાગે ન નજ઼ર આઓ કહીં છુપ જાએં - દૂજ કા ચાંદ (૧૯૬૪) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

ફુલ શાખોંસે જ઼ુકે જાતે હોઠોં કી તરફ
જ઼ોકે બલ ખાતે મુડે આતે હૈં
હો મુડે આતે હૈં જુલ્ફોંકી તરફ
….. ….. ….. …..
છોડ કર ઈનકી ડગર આઓ કહીં છુપ જાએં

મૈં હી દેખું સજન દુજા ન કોઈ દેખે તોહે
ક્યા ખબર કૌન સૌતનીયા તેરા
હો સૌતનીયા તેરા મન મોહે
…. ….. …… …….
દિલ પે ડાલો ન અસર આઓ કહી છુપ જાએં

સારી નજરોંસે પરે સારે નજારોં સે પરે
આસમાનોં પે ચમકતે હુએ
હો ચમકતે હુએ તારોં સે પરે
… ….. ….. ….. …
ઓઢ કર લાલ ચુનર આઓ કહીં છુપ જાએં

સુન અય માહજબીં મુજ઼ે તુજ઼્સે ઈશ્ક નહીં - દૂજ કા ચાંદ (૧૯૬૪)- મોહમ્મદ રફી

તું મૈં તેરા ક઼ાયલ હું, ક઼ાયલ હું

નાઝ-ઓ-અદા પર માયલ હું, માયલ હું

….. …… ……

જલવોં કા દમ ભરતા હું

છુપ-છુપ દેખા કરતા હું

પર અયે પરદાનશીં મુજ઼ે તુજ઼સે મુહબ્બત નહીં

તુ વો દિલકશ હસ્તી હૈ, હસ્તી હૈ

જો ખ્વાબોંમેં બસતી હૈ, બસતી હૈ

….  …… …..

તુ કહ દે તો જાન દે દું

જાન તો ક્યા ઈમાન દે દું

પર અય ખાસલગી મુજ઼ે તુજ઼સે મુહબ્બત નહીં

છા ગયે બાદલ નીલ ગગન પે, ઘુલ ગયા કજ઼રા શામ ઢલે - ચિત્રલેખા (૧૯૬૪) - મોહમ્મ્દ રફી, આશા ભોસલે

દેખ કે મેરા બેચૈન

રૈન સે પહલે હો ગયી રૈન

આજ હૃદય કે સ્વપ્ન ફલે

ઘુલ ગયા કજ઼રા શામ ઢલે

રૂપકી સંગત ઔર એકાંત

આજ ભટકતા મન હૈ શાંત

કેહ દો સમય સે થમ કે ચલે

ઘુલ ગયા કજ઼રા શામ ઢલે

અંધિયારે કી ચાદર તાન

એક હોગેં વ્યાકુલ પ્રાણ

આજ ન કોઈ દીપ જલે

ઘુલ ગયા કજ઼રા શામ ઢલે

ઐસે તો ન દેખો કે બહક જાએ કહીં હમ, આખિર કોઈક ઈન્સાં હૈ ફરિશ્તા નહીં હમ, હાયે ઐસે ન કહો બાત કે મર જાયેં કહીં હમ, આખિર કોઈક ઇન્સાં હૈ ફરિશ્તા તો નહીં હમ - ભીગી રાત (૧૯૬૫) - મોહમદ રફી, સુમન કયાણપુર

અંગડાઈ સી લેતી હૈ જો ખુબુ ભરી ઝુલ્ફેં

ગીરતી હૈ તેરે સુર્ખ લબોં પર તેરી ઝુલ્ફેં

ઝુલ્ફેં તેરી ન ચુમ લે અય માહજબીં હમ

આખિર કોઈક ઇન્સાં હૈ ફરિશ્તા તો નહીં હમ

સુન સુન કે તેરી બાત નશા છાને લગા હૈ

ખુદ અપને પે ભી પ્યાર સા કુછ આને લગા હૈ

રખના હૈ તો કહી પાંવ તો રખતે હૈ કહીં હમ

આખિર કોઈક ઇન્સાં હૈ ફરિશ્તા તો નહીં હમ

ભીગા સો જો હૈ નાઝ યે હલ્કા સા પસીના

હાયે યે નાચતી આંખોંકે ભંવર દિલકા સફીના

સોચા હૈ કે અબ ડુબ કે રહ જાયેં યહીં હમ

આખિર કોઈક ઇન્સાં હૈ ફરિશ્તા તો નહીં હમ

લોગ કહતે હૈ કે તુમ સે કિનારા કર લેં, તુમ જો કહ દો યે સિતમ ગંવારા કર લેં - બહુ બેગમ (૧૯૬૭) - મોહમ્મ્દ રફી

તુમને જિસ હાલ-એ-પરેશાં સે નિકાલા થા હમેં

આસરા દે મોહબ્બતકા સંભાલા થા હમેં

સોચતે હૈ કે વોહી… …… ….. હાલ દોબારા કર લેં

યું ભી અબ તુમસે મુલાકાત નહીં હોને કી

મિલ ભી જઓ …  ….  …. ..  તો કોઈ બાત નહીં હોનેકી

આખરી બાર બસ અબ…. ….  જિક્ર તુમ્હારા કર લેં

આખરી બાર ખયાલોંમેં બુલા લે તુમકો

આખરી બાર  કલેજે સે લગા લેં તુમકો

ઔર ફિર અપને તડપને…. …. …. ….  . કા નજ઼ારા કર લેં



સાહિર લુધિયાનવી અને રોશનના આઠ ફિલ્મોના સંગાથનાં પ્રેમાનુરાગ ભાવનાં બધાં  ગીતો પણ આપણે હજુ આવરી નથી શક્યાં….અમૂતના ઘુંટ હોય ઘડા નહીં એ ન્યાયે ફરી કોઈ બેઠક કરીશું ત્યારે હજુ વધારે રસભર્યાં ગીતોની વાત માંડીશું. હાલ પુરતું તો સાહિર લુધિયાનવી અને એસ ડી બર્મનના ૧૮ ફિલ્મોના સંગાથમાં જોડવાની તૈયારી કરીએ….?