Saturday, November 30, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૧ /૨૦૧૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, '૧૧ / ૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
હિંદી ફિલ્મ સંગીતના પુરૂષ પાર્શ્વગાયકોમાંના  છેલ્લા સ્થંભરૂપ એવા મન્ના ડેને આખરે કાળે પોતાની ગોદમાં સમાવી લીધા. સંગીતના ચાહકોને જબરો ધક્કો લાગે તે તો અપેક્ષિત જ હોય!. તેમની કારકીર્દીને અલગ અલગ આયામોથી બિરદાવતી અનેક અંજલિઓ દરેક માધ્યમોમાં રજૂ થઇ હતી. તે પૈકીની કેટલીક અંજલિઓ અહીં પ્રસ્તુત કરેલ છેઃ

§  Dusted Off: Manna Dey: In Tribute

§  Murtaza Patel: દિલને ધબકતું રાખતા ગીતોનો ગાયક….મન્ના !

§  Biren Kothari @ Pallette - મન્નાડેની વિદાય: તુમ મિલે તો વીરાને મેં ભી આ જાયેગી બહાર

§  Songs of Yore: Remembering SD Burman’s Manna Dey


§  A Concert Review - In Pursuit of Manna Dey, Part 1, Part 2, Part 3

§  Speak Out India : Manna Dey - A Legend lost

§  IndiaTVI listen only to Manna Dey's songs, Rafi told fans -

§   TV9 : Manna Dey DEATH: Journey of Unmatched Musical Genius- Part1

§   SaReGaMa India - Shraddhanjali - A Tribute To Manna Dey | Zindagi Kaisi Hai Paheli | Audio Jukebox | Manna Dey Songs 

§  Firstpost - The top 10 songs of Manna Dey you must listen to


§  Remembering Manna Dey : Tu Pyaar Kaa Saagar Hai

તેમની ગીતો સાથેની દુનિયાનાં બીજાં ઘણાં પાસાંઓની ચર્ચા અખબારપત્રો (અને સામયિકો)માંના લેખોમાં પણ થતી રહી છે. તે પૈકી કેટલાક લેખ પણ અહીં મૂકેલ છેઃ

આ બધી શોધખોળ કરતાં મન્ના ડેના અવાજમાં રેકૉર્ડ થયું હશે એવું એક કવર સંસ્કરણ ગીત હાથ લાગી ગયું, જે મેં પહેલી જ વાર સાંભળ્યું. પરદા પર મોહમ્મદ રફીના અવાજની લગભગ બધી જ કમાલ પેશ કરતું આ ગીત - યે કુચે યે લીલામ ઘર બેબસી કે.... જીન્હેં નાઝ હિંદ હૈ પર વો કહાં હૈ - મન્ના ડેની મારી અંગત શ્રદ્ધાંજલિ સ્વરૂપે અહીં ગ્રંથસ્થ કરેલ છે.
નવેમ્બરનો મહિનો હિંદુસ્તાનના સહુથી મોટા તહેવારો પૈકી એક એવા દીવાળીના પર્વનો મહિનો છે. Dances on Footpathએ "અય દુનિયા બતા....ઘર ઘરમેં દીવાલી, મેરે ઘરમેં અંધેરા" (અમીરબાઇ કર્ણાટકી - અનિલ બિશ્વાસ) - કિસ્મત., ૧૯૪૩-ને My Favorite Diwali Song of All Timeમાં યાદ કર્યું છે.

આપણા બ્લૉગોત્સવનાં નવેમ્બરનાં સંસ્કરણમાં આપણે હિંદી ફિલ્મનાં ગીતોનાં દસ્તાવેજીકરણનાં ભગીરથ કામને પાર પાડનાર શ્રી હરમંદિરસીંગ 'હમરાઝ'ને યાદ ન કરીએ તે તો શક્ય જ નથી! ૧૯૩૧થી વહેલી હિંદી ફિલ્મ ગીતોની ગંગાને તેમણે 'હિંદી ફિલ્મ ગીત કોષ'માં ગ્રંથસ્થ કરી છે. બીરેન કોઠારીએ બે વર્ષ પહેલાંના તેમના જન્મ દિવસે તેમનાં આ કાર્યને અંજલિ આપતો લેખ - હરમંદિરસીંઘ ‘હમરાઝ’: ફિલ્મી ગીતગંગાનું ગીતકોશમાં અવતરણ કરનાર ભગીરથ. - કર્યો હતો તેમ જ આ વર્ષે તેમની ૬૨મી વર્ષગાંઠ પ્રસંગે અને ફિલ્મશતાબ્દિએ આપણને મળેલી અનોખી ભેટ ને બીરદાવી છે.

આ પ્રસંગે ઇન્ટરનૅટ પર બહૂમૂલ્ય ગીતોને રજૂ કરનાર અસંખ્ય ગીત-પ્રેમીઓ પૈકી (Dr.) Surjit Singh, a diehard movie fan(atic), period અને Rare Old Hindi Songs by Classic Movie Club પણ યાદ કરીએ. બહુ જ જવલ્લેજ સાંભળવા મળેલાં ગીતોને યુ ટ્યુબ પર રજૂ કરનાર ફિલ્મ સંગીત રસિકોને પણ આપણે સલામ કરીશું.

અને હવે આપણે આપણું સુકાન આપણા નિયમિત બ્લૉગ મિત્રોનાં કાર્ય તરફ ફેરવીએ.

Evergreen Indian film music
'સુવર્ણ યુગના ટોચના ૩ સંગીતકાર' પરના ત્રણ, વિગતવાર, અભ્યાસપૂર્ણ લેખોનું સંકલિત સમાપન કરતા લેખમાં લોક સંગીત, કવ્વાલી, શાસ્ત્રીય ગાયન, વિદાય ગીત અને પ્રેમ-રોમાંસનાં ગીતોને આવરી લેતો ૧૮ ટુકડાઓનો એક મજેદાર ખીચડો રજૂ કર્યો છે. આ સંદર્ભના મૂળ ત્રણ લેખ અહી જોવા મળશે:
અત્યાર સુધી કલ્યાણજી-આણંદજીનાં ગીતો વિષે આ મચ પર ખાસ કોઇ સંદર્ભ જોવા નથી મળ્યા. Top hits of Kalyanji Anandji, magical duetsમાં 8 tracks player પર જુદાં જુદાં પચીસ ગીતોને રજૂ કરાયાં છે. કલ્યાણજી -આણંદજી પરના વિભાગમાં મુકેશ માટેનો તેમનો ખાસ લગાવ, તંતુ વાદ્યોના અવનવા ઉપયોગની તેમની નિપુણતા, લતા મંગેશકર, સમૂહ ગાનનો ગીતનાં સ્વાભાવિક વિસ્તરણ તરીકે અનોખા ઉપયોગને રજૂ કરતાં ગીતો સાંભળી શકાય છે.
Songs of Yoreએ સચીન દેવ બર્મન પરની શ્રેણીના (હાલ પૂરતા) અંતમાં બે બહુ જ રસપ્રદ અને નોંધપાત્ર લેખ - SD Burman’s Bengali songs and their Hindi versions અને The ultimate SD Burman: His pure Bengali songs     કર્યા છે. તેમણે ગાયેલાં બંગાળી ગીતોનાં હિંદી ગીતોનાં સ્વરૂપાંકનવાળાં ગીતો તો Multiple version songs વિભાગને પણ ચાર ચાંદ લગાવે છે.
સચીન દેવ બર્મનનાં બંગાળી ગીતોના લેખમાં આપણને બે અન્ય સંદર્ભ લેખો - Non-film songs અને હાર્વેપામનો સુન મેરે બંધુ રે - પણ જોવા મળે છે.
આ વખતનાં સંસ્કરણમાં પણ આપણે મોહમ્મદ રફી વિષેના કેટલાક રસપ્રદ લેખની મૂલાકાત લઈશું.
Looking back at Jaikishan and remembering his bond with Mohammad Rafiમાં ડૉ. સૌવિક ચેટરજીએ, બહુ જ ઘણા દાખલાઓની મદદથી, ભારપૂર્વક કહ્યું છે કે જો ૧૯૭૧માં જયકિશનનું નિધન ન થયું હોત, તો મોહમ્મદ રફીનો પ્રભાવ બીજાં ઘણાં વર્ષો સુધી ટકી રહ્યો હોત.
Old Is Gold માં બૉલીવ્યૂઅરે અંગ્રેજી બારાખડીના પ્રત્યેક અક્ષર પરથી એક એક ગીતને The A-Z of Mohammed Rafi માં નોધેલ છે. આખી રજૂઆતને વધારે રસપ્રદ બનાવવા માટે અહીં, શ્વેત-શ્યામ ફિલ્મોમાંથી, રફીનાં યુગલ ગીતો અથવા સમુહ ગીતોને જ સમાવાયાં છે.
યુ ટ્યુબની અનેક મુલાકાતો દરમ્યાન મોહમ્મદ રફીને લગતી ખાસ ચેનલો પણ જોવા મળી છે. રફીનાં ગીતોને અલગ અલગ અંદાજમાં આ દરેક ચેનલે સંગ્રહીત કર્યાં છે. આ મંચ પર આપણે આવી ચેનલોને પણ ગ્રંથસ્થ કરીશું. આ મહિને આવી બે ચેનલો છેઃ Great Rafi અને Rafi Duets.
અંગ્રેજી બારાખડી પરના લેખોના સંદર્ભમાં કેટલીક રસપ્રદ પશ્ચાત કડીઓ પણ જોવા મળી છે, જેની પણ અહીં નોંધ લઈએ:
   ü  Hmong Chick Who Loves Indian Cinema - Bollywood Aplhabet Meme .
   ü  Shweta @ ApniEastIndiaCompanyએ સર્જેલ એક અનોખું સ્વરૂપ
   ü  Bloga Cabin અને Hollywood films,
   ü  Beth Loves Bollywoodરાની મુખર્જીને પસંદ કરવાનાં ૨૬ કારણો રજૂ કર્યાં છે.
આ મહિનાનાં આ સંસ્કરણમાં બહુ જ ઘણી વાનગીઓ રજૂ કરવાની થઈ. આશા કરીએ કે આપ સહુને આ સંસ્કરણ પસંદ પડ્યું હશે.
હિંદી ફિલ્મ પર બહુ ઘણા બ્લૉગ્સ જોવા મળે છે, પરંતુ તે પૈકી ઘણા બ્લૉગ ક્યાં તો ફિલ્મની સમીક્ષા વધારે કરતા જોવા મળે છે, અથવા તો બહુ નિયમિતપણે કામ થતું જોવા નથી મળતું. આપનાં ધ્યાનમાં આ પ્રકારના બ્લૉગ્સ કે સાઈટ્સ પણ હોય તો અમને જરૂરથી જણાવશો.......
Post a Comment